________________
શ્રી સિદ્ધપ્રભુનું સ્વરૂપ અને વંદના. सर्वज्ञमीश्वरमनंतमसंगमयं, सार्वीयमस्मरमनीशमनीहमिद्ध । सिद्ध शिवं शिवकर करणव्यपेतं,श्रीमजिन जितरिपु प्रयतःप्रणौमि।।१॥ ભાવાર્થ-જેઓ, સર્વજ્ઞ એટલે લેક અને અલકનું ત્રણે કાળનું જ્ઞાન-સ્વરૂપ સમયે સમયે જાણી રહ્યા છે,
જેઓ, ઈશ્વર એટલે લેક અને અલકના સાચા રાજ્યકર્તા આત્મિક મહારાજાધિરાજ છે,
જેઓ, અનંત એટલે જેના અપૂર્વ સુખને કોઈપણ કાળે અંત નથી. સદા સર્વદા સંપૂર્ણ સુખમય છે.
જેઓ, અસંગ એટલે જડ કર્મના એકપણું આણુથી અથવા બીજા કેઈ સંગથી રહિત છે. લેપાયમાન નથી.
જેઓ, અચ્ય એટલે તેમાં સર્વથી ઉપરના ઊંચામાં ઊંચે સિદ્ધક્ષેત્રમાં અગ્રસ્થાને વિરાજિત છે.
જે. સાર્વીય એટલે સર્વ જીના અંતિમ હિતનકલ્યાણનો માર્ગ બતાવી જનાર મહા શ્રેયસ્કારી ઉત્તમાત્મા છે.
જેઓ, અસ્મર એટલે કામવિકારથી રહિત અથવા સર્વ વિષય જન્ય સુખોથી પર છે,
જેઓ, અનીશ એટલે એક અપેક્ષાથી મહાન આત્મિક રાજાધિરાજ છતાં, મમત્વ રહિત, સ્વામિત્વ રહિત સંપૂર્ણ નિર્લેપ છે,
જેઓ, અનીહ એટલે બાહ્ય અને અત્યંતર એવી મુકમમાં સૂકમ ઈચ્છાથી રહિત છે,
જેઓ ઇદ એટલે સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ દર્શનથી પ્રકાશિત એટલે કરડે સૂર્યની કાંતિથી અનોખી મહા તેજસ્વી કાંતિથી પરિપૂર્ણ છે. ' જેઓ, સિદ્ધ એટલે સંપૂર્ણ સિદ્ધ દશાના સ્વામી–સંપૂર્ણ દશાને વર્યા છે. જેઓ, શિવ એટલે સંપૂર્ણ અને અદ્વિતીય કલ્યાણ સ્વરૂપ છે, જેઓ, શિવકર એટલે ચર–અચર વિશ્વનું સંપૂર્ણ કલ્યાણ કરનાર છે.
જેઓ, કરણવ્યપેત એટલે. પાંચ ઇંદ્રિય અને મન વગેરે અનેક કરણવિષય જન્ય જડ પ્રકૃતિથી વ્યતિ-રહિત છે, અને જેઓ, જિતરિપુ એટલે સર્વે બાહ્ય અને આંતરિક શત્રુના સંપૂર્ણ જીતનાર છે.
એવા એવા અનંત ગુણકારક શ્રી જિનેશ્વર સિદ્ધ પ્રભુને હું તન-મન-વચન આદિ અને દ્રવ્ય અને ભાવરૂપ. ઉત્કૃષ્ટ કિયાથી પ્રણમું છું.