________________
૫૦
અમારૂ ચાતુર્માસ ધન્ય બન્યુ અમારા સાવરકુંડલાના આંગણે પૂજ્યપાદું સૌરાષ્ટ્ર કેસરી સ્વ. 3 ગુરુદેવશ્રી બા.બ્ર. પ્રાણલાલજી મહારાજ સાહેબના સુશિષ્ય બા. બ્ર. પં. શ્રી જનકરાયજી મહારાજ તથા બા.બ્ર. શ્રી જગદીશમુનિ મહારાજનું | શુભ ચાતુર્માસ ૨૦૨૩ ની સાલમાં અમારા ભાગ્યદયે નિશ્ચિત થયું. $ - ચાર માસના અમારા અનુભવથી એ વિશ્વાસ થયે કે પૂ. 3
મહારાજશ્રીને શાકત અભ્યાસ સાથે ઊંડું સંશોધન કરવાની ખૂબ જ લાગણી છે. ચાર માસ સુધીના સતત સુંદર તાત્વિક શૈલી પૂર્વકના વ્યાખ્યાનેથી પ્રભાવીત્ત થયેલા અમારા શ્રી સંઘમાં જે તપ અને ત્યાગનું ઉત્સાહમય વાતાવરણ હતુ તે ઘણુ ઘણુ વર્ષો પછી પ્રથમ પ્રાપ્ત થયેલ સુઅવસર હતો. વ્યાખ્યાન પછીના શેષ સર્વ સમયમાં પૂ. મહારાજશ્રીઓ લેખન અને સંશોધનનું ગહન કાર્ય કરી રહેલ હતા. અનેક ગામેથી શાસ્ત્રજ્ઞ મહાસતીજીઓના તથા શ્રાવકના તાત્વિક પ્રશ્નો આવ્યા જ કરતા હતા. અને તેના સુંદર સમાધાન રૂપે ઉત્તરે પણ પૂ. મહારાજશ્રી તરફથી સંતેષ પૂર્વક આપતા હતા તે જોઈને અમારા સકલ સંઘને અપાર સંતેષ થતું હતું અને એક પવિત્ર આશા બંધાણ. શ્રી ભગવતી સૂત્રનુ ગુજરાતી લેખન કાર્ય પણ અમારા જ ક્ષેત્રમાં થયેલ છે. અને તેનુ આજે પ્રકાશન થઈ રહેલ છે ? તેથી અમે અત્યંત હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ. અને પૂ. મહારાજશ્રીને પ્રાર્થના કરીએ છીએ કે- આપના તાત્વિક જ્ઞાન વડે નવા નવા ગ્રંથ રચાતા રહે અને શાસનને લાભ મળતું રહે. $ લખાણની કેપી સુંદર સ્વચ્છ અક્ષરેથી લખાણ અત્રેના જૈનયુવાન ?
ઉત્સાહી શશીકાન્ત. જે. મહેતાએ અનુરૂપ બની સારે એ લાભ { મેળવેલ છે.
સાવરકુંડલા તા. ૨૧-૧૦–૬૮
લી. ચત્રભુજ માણેકચંદ મહેતા
માનદ્ પ્રમુખ સ્થાનકવાસી જૈનસંઘ
સાવરકુંડલા