Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti
Catalog link: https://jainqq.org/explore/022875/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સગુણાનુરાગી શ્રી કરવિજયજી લેખ સંગ્રહ ભાગ ૧ લા : પ્રકાશક : શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ-મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ UCUCUE הכתכתבתלתלתל תכתבתם BİSEBRITIES સન્મિત્ર સદૂગુણાનુરાગી મુનિ મહારાજ શ્રી કરવિજયજી લેખ સંગ્રહ ભાગ ૧ લો הבחכתכוכתכתכוכתכתבתם כתבתכתבתכל પ્રકાશક: શ્રી કષ્પવિજયજી મારક સમિતિ મુંબઈ SREENATISTINGUISTIABIB UZUCULUCULUCULUÇUCUCUCUCUCU DE વીર સં. ૨૪૬૫] :: [ વિક્રમ સં. ૧૯૯૫ મૂલ્ય પાંચ આના. BREFERSISTER תכתכתב UCULUS Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક:શ્રી કરવિજ્યજી સ્મારક સમિતિ મંત્રી-નરોત્તમદાસ ભગવાનદાસ શાહ ગોપાળભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ પ્રત ૧૦૦૦ મુકક: શાહ ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ–ભાવનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ ||||પ્રસ્થા |પ્રા |IDWI||| ||||DuI] ||Dા ||પ્રસ્થા || | ||| |||ID પા|||| |||||| |||||| ||||| |||| Íનાના IITII IIIIíIIIIIIIIIIIન્તill I miT[ IIબ્લાર્તા I/ III JUTUJ།[i]སྤliJ།]JཡilyསྤUIJIJIJIJIOJསྤIDཡང་།།ཡJIJIJIJIJIJIZགས་ | સ્વ. શાંતમૂત્તિથી કપૂરવિજયજી મહારાજ જન્મ સંવત ૧૯૨૫ દીક્ષા સંવત ૧૯૪૭ વૈશાખ શુદિ ૬ સ્વર્ગગમન સં. ૧૯૯૩ ના આસો વદિ ૮ પાલીતાણા. શ્રી મહોદય પ્રી. પ્રેસ–ભાવનગર. Page #5 --------------------------------------------------------------------------  Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુયાગાચાર્ય પન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવર. શ્રી મહેાચ પ્રેસ-ભાવનગર. Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુગાચાર્ય પંન્યાસજીશ્રી પ્રીતિવિજયજી પૂજ્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી મહારાજનો જન્મ સુરત પાસે રાંદેરમાં સં. ૧૫૩ ના કાર્તિક વદિ ૧૦ ને દિવસે થયો હતો. તેમની દીક્ષા સંવત ૧૯૭૩ના વૈશાક શુદિ ત્રીજે બેરૂગામે થઈ હતી. તેઓ આચાર્ય શ્રી મોહનસૂરિજીના શિષ્ય છે. તેમની વડી દીક્ષા સં. ૧૯૭૩ ના અશાડ શુદિ ૧૧ રાજનગર(અમદાવાદ)માં થઈ હતી. તેમને પંન્યાસપદ સં. ૧૯૯૧ ના પોશ વદિ ૬ આટકેટ મુકામે શેઠ માણેકલાલ મનસુખભાઈના સંઘ વખતે શેઠના તરફથી આપવામાં આવ્યું હતું. તેઓને હાલ બે શિષ્ય છે જેમના નામ સુભદ્રવિજયજી તથા રંજનવિજયજી છે. છેલ્લા બે વર્ષથી તેઓનું ચોમાસુ મુંબઈ ખાતે થયું છે. તેમના ઉપદેશથી જ મુનિરાજ શ્રી કરવિજ્યજી મારક સમિતિની સ્થાપના થઈ છે અને પૈસા ભરાવવાને સર્વ જશ તેમને ફાળે જ જાય છે. તેઓ સદ્દગત કપૂરવિજયજીના પરિચયમાં પંદર દિવસ પાલીતાણા મુકામે આવ્યા હતા અને તે વખતે સદ્ગતને માટે તેમને એવી સરસ છાપ પડી હતી કે તેમણે એ પુણ્યપુરુષના સ્મારક માટે બને તેટલું કરવું એ દઢનિશ્ચય કર્યો હતો. આ લેખસંગ્રહ અને હવે પછી જે પુણ્યના કામે આ મારક સમિતિ તરફથી થશે તેનો મુખ્ય યશ તેમને જ ઘટે છે. મુંબઈના ચાતુર્માસ દરમ્યાન તેમણે શ્રીમાન્ જેનભાઈઓ મારફતે એવા ધાર્મિક કાર્યો કરવાનો યશ લીધો છે કે જે યશ અત્યારસુધી મુંબઈમાં આવેલા બહુ થોડા મુનિરાજે લઈ ગયા છે. સમિતિનું કામ પંન્યાસજીની સૂચના અને સલાહ અનુસાર થતું હોવાથી ધર્મથી વિપરીત જરા પણ કાર્ય થવાનો સંભવ નથી. તેઓ આવા અનેક ધાર્મિક કાર્યો કરી જેનધની ઉન્નતિ કરવા દીર્ધાયુ થાઓ. એહ નિત્તમદાસ ભગીદાસ Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્યાત માનસવિદ્યાનો એક અવિચલિત નિયમ છે કે ઉપદેશ આપનારનાં મન-વચ-ક્રિયામાં એકવાક્યતા હોય ત્યારે જ તેને ઉપદેશ એના શ્રવણ કરનાર કે વાંચનારના મન પર અદ્દભુત અને અસાધારણ અસર ઉત્પન્ન કરે છે. મનુષ્યસ્વભાવ એવો છે કે એ જ્યારે કોઈ અન્ય વ્યકિત ઉપદેશ આપવા બહાર પડે છે ત્યારે તેના વર્તન અને વ્યવહારમાં ઉપદિષ્ટ વિષયની સ્પષ્ટ છાયા પડેલી છે કે નહિ તે તરફ જુએ છે. કહેવું કાંઈક ને કરવું કાંઈક’ એ વાતને સમાજમાં લગભગ નહિ જેવું જ સ્થાન પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ સ્વચ્છ વિચાર કરી શકે છે, વિચારે છે તેવું જ બોલે છે અને વિચાર અને વાણીને અનુસરતું પોતાનું વતન કરે છે તે જ્યારે ઉપદેશ આપે છે ત્યારે તેની કહેલી હકીકત પ્રેરણા આપે છે, શ્રેતાના મન આકર્ષે છે અને સ્પષ્ટ અસર કરનાર થાય છે. આ દૃષ્ટિએ જોતાં પૂજ્યપાદ સન્મિત્ર કપૂરવિજ્યજીના લેખને જનતાનાં હૃદયમાં ઉચ્ચ સ્થાન ઘટે છે. એમનું સમસ્ત સાધુજીવન જેમણે જોયું છે તે જાણે છે કે, તેઓશ્રી વૈરાગ્યરંગથી પૂર્ણ રંગાઈ ગયેલા હતાઃ એમના વિચારમાં જનસમુદાય તરફ વિરાગ ભાવના ફેલાવવાના અનેકવિધ તરંગે નિહાળ્યા છે, એમના જીવનમાં વાણી સંયમ અસાધારણ પ્રકારને અનુભવ્યું છે, એમની કપડાં વિગેરે તરફની નિર્લેપતા નજરે જોઈ છે, એમને સાદો અને સાત્વિક રાક વહોરાવતી વખત હૃદયંગમ થયેલે જે છે, એમની હલનચલન ક્રિયામાં વિશિષ્ટ ઉપયોગ ધ્યાન રાખી નિર્દિષ્ટ કરે છે, એમની વાણીમાં શિષ્ટ વિશેષણે અને કટુતા કે કચવાટની ગેરહાજરી હોવાથી તે ધ્યાન ખેંચનારી નીવડી છે અને ખાસ કરીને એમની નિખાલસ વૃત્તિ, જપકાર કરવાની તીવ્ર ભાવના અને અસંગત સાથે જનતાનો વિકાસ કરવાના પ્રસંગોનું અસામાન્ય એકીકરણ અવેલેકયું છે. આવા અસાધારણ સંત મહાત્માઓ કોઈ વાર જ Page #10 -------------------------------------------------------------------------- ________________ જનતામાં નીકળી આવે છે અને નીકળી આવે છે ત્યારે પૂર્વકાળમાં આનંદઘનજી કે કપૂરચંદજી( ચિદાનંદજી)ની સાચી યાદ આપે છે. જેમણે આખા જીવનમાં એક પણ શત્રુ કર્યો ન હોય, જેમણે નાના બાળકને પણ હલકે નામે બોલાવ્યો ન હોય, જેમણે એક વસ્તુ લેતાં કે મુકતાં જીવહિંસા આડકતરી રીતે પણ ન થઈ જાય તેનું ધ્યાન રાખેલું હોય, જેમણે હલકા માણસને કે પાપાચરણ કરનારને પણ શુદ્ધ સરળ રીતે સુમાગ પર લાવવાના ભવ્ય પ્રયત્નો ઉચિત શબ્દોદ્વારા કર્યા હોય, જેણે આત્મવિકાસને પંથે મહાપ્રયાણ આખા જન્મમાં એકધારાએ કર્યું હોય એવા વિશિષ્ટ ચગીની અમૃતધારા લેખિનીદ્વારા રહી ગઈ એ આપણા આનંદનો વિષય છે. એ વિશિષ્ટ જીવનના ઉચ્ચ પ્રવાહને ચિરસ્થાયી કરવા એ આપણું કર્તવ્ય છે, આપણે હા છે, આપણા જીવનની ધન્ય પળ છે. જ્યાં હદયમાંથી ઉદ્દગારો નીકળ્યા હોય ત્યાં બાહ્ય સાહિત્યદૃષ્ટિ ઘણી વાર ખલના પામે છે. સાહિત્યદષ્ટિમાં કેટલીક વાર વચનની કે કવનની વિશિષ્ટતાને બદલે ભાષાડબર કે શબ્દરચનાને પ્રાધાન્ય મળે છે, પણ જ્યાં હૃદય હૃદયને ઉદ્દેશીને વાત કરતું હોય, આત્મા આત્માને ઉદ્દેશીને વ્યવહારના ઉચ્ચ માર્ગો બતાવતા હોય, ત્યાં સાહિત્યની ધૂળદાષ્ટિ પણ નમન કરે છે, વંદન કરે છે અને પિતાની બાહ્ય વિશિષ્ટતા કે વિચારણને ઘડીભર વિસરી જઈ અનનુભૂત શાંતિ અનુભવે છે. આ દષ્ટિએ પૂજ્યપાદ સન્મિત્ર સગુણાનુરાગીના લેખો અનુભવવા-જવવા ગ્ય છે. મહાત્મા ગાંધીજીએ ગુજરાતી સાહિત્યમાં જે મોટો ફેરફાર કરી નાખ્યો છે તેમાં વિશિષ્ટતા વિચારસ્પષ્ટતાની છે. એમણે વાણીવિલાસ કે ભાષાપટુતા છોડી દીધા, એમણે ચાર ચોપડી ભણનાર પણ એમનું ગુજરાતી સમજી શકે એવી ભાષા શરૂ કરી, એમણે આકરા સંસ્કૃત શબ્દો અને પ્રયોગોને તિલાંજલિ આપી, એમણે આડંબરી કે અઘરી ભાષા છોડાવી આખા ગુજરાતી સાહિત્યમાં નવો યુગ આરંભે. આ નવયુગમાં જે નવ સાહિત્યરચના થઈ અને સાદી ભાષામાં પ્રૌઢ વિચારો સરળ રીતે મૂકવાની નવી પ્રણાલિકા ચાલુ થઈ તે વર્ગમાં યોગી Page #11 -------------------------------------------------------------------------- ________________ કપૂરવિજયજીના લેખા બરાબર આવે છે, તે જરા ભાષાષ્ટિએ ઊંડા ઉતરનાર સમજી શકશે. આ નજરે પણ એ છૂટાછવાયા લેખાને સ્થાયી રૂપ આપવું ખૂબ સુયેાગ્ય લાગ્યુ છે. કેટલાંક પુસ્તકા એક વાર વાંચી મૂકી દેવા જેવાં હાય છે, કેટલાંક પરાવર્તન કરી ગળે ઉતરવા ચાગ્ય હોય છે અને બહુ થોડાં વારવાર પુનરાવર્તન કરી પચાવવા યેાગ્ય હોય છે. પૂજ્ય સન્મિત્રનાં લેખા આ ત્રીજી કક્ષામાં આવે છે, એ વિચાર કરવાથી સમજી શકાય તેવી હકીકત છે. શ્રીમાન કપૂરવિજયજી જેમ ખેલવામાં સયમી હતા તેમજ લખવામાં પણ સંયમ રાખતા હતા. એમને કાગળ નકામા બગાડવા પોષાતા નહાતા, તેમ લખવા ખાતર લખવાનું પસંદ નહાતું. એટલે એમના શાંતજીવનના સારરૂપ તેઓશ્રી જે લખતા તેમાં સાધ્યની સ્પષ્ટતા અને વિચારની ગંભીરતાને અગ્રસ્થાન મળતુ. યેાગજીવનને જીવન્ત કરાવતુ અને છતાં શુદ્ધ વ્યવહારની દિશા બતાવતું તેએનું સાહિત્ય એક સ્થાને એકત્રિત થાય અને ચિરંજીવ થાય તે તેનાથી અનેકવિધ લાભ થવાને પૂરા સંભવ હાવાથી એ વાતને જનતાએ ઉપાડી લેવા જેવી લાગી અને તે ભાવનાને સ્થાયી સ્વરૂપ મળતું જોઇ આનંદ થાય તેમાં નવાઈ નથી. આસાહિત્ય સંગ્રહમાં વિચત્ પુનરાવર્તન દેખાશે એટલે એક તે એક વિષય પર જુદા જુદા આકારમાં ઉલ્લેખ થયેલ દેખાશે. એ પ્રમાણે કવિંચત ચિત થયેલ છે, પણ એનુ કારણ એ છે કે આ લેખા પુસ્તકાકારે પ્રકટ કરવાના ઇરાદાથી લખાયલા નહાતા. નાના લેખામાં જુદે જુદે વખતે પુનરાવર્તન થાય તે તેમાં દાષ જેવુ કાંઈ નથી. અભ્યાસ, ઔષધ અને ઉપદેશમાં પુનરાવર્તન દેખ નથી પણ ગુણ છે એવી આર્યસંસ્કારસ્વામીએની વિશિષ્ટ માન્યતા છે. એની પછવાડે રહેલા હતુ જનેાપકાર કે સ્વાસ્થ્યનેા હાઈ એ સર્વ પ્રકારે આદરણીય છે. સ. ૧૯૯૪ ના ચાતુર્માસમાં શ્રી ગોડીજી મહારાજ (પાયધુની–મુ ંબઇ)ના ઉપાશ્રયે પૂજ્ય ચેગી શ્રી કપૂરવિજયજીના સ્વવાસ પછીની પ્રથમ વાર્ષિક તિથિને દિવસે તેમના ગુણગ્રામ ચાલતા હતા ત્યારે તેએશ્રીના લેખા જે છૂટા Page #12 -------------------------------------------------------------------------- ________________ ७ છૂટા છૂપાયા છે તેને એક સ્થાનકે કરવાની સૂચના માન્યવર પન્યાસ શ્રી પ્રીતિવિજયજી મહારાજે ઉપાડી લીધી, સદ્દગતનું સ્મારક કાયમ કરવા એક નાની વગદાર સમિતિ નીમી અને સદર સમિતિના પ્રયાસ અને મહારાજ શ્રી પ. પ્રીતિવિજયજીની પ્રેરણાનું પરિણામ આ ગ્રંથમાળા છે. આ ગ્રંથમાં પૂજ્ય સદ્ગતના અનેક લેખાને સંગ્રહ છે. આ પ્રમાણે એ લેખ સંગ્રહ ચાલુ રહેશે અને અનેક માસિક તથા સાપ્તાહિકમાંથી તેઓના પ્રકટ થયેલા લેખા એકઠા કરી જાહેર જનતા સમક્ષ અભ્યાસ માટે મૂકવામાં આવશે. એના વિષયવાર વર્ગીકરણ વિગેરેની અનુક્રમણિકાએ આપવામાં આવશે. લેખસંગ્રહને ઉપયેગી અને સુવાચ્ય કરવા માટે અનતી તજવીજ કરવામાં આવશે. આ પુસ્તકમાં આવેલ લેખાને અંગે એક વાત કરવાની ખાસ આવસ્યકતા છે. કેટલીક વાર સામાન્ય લાગતા વિચારાની પાછળ અદ્દભુત ભાવ ભરેલા હોય છે, કેટલીક વાર ભાષાના આડ ંબરમાં વિચાર તણાઈ જાય છે અને કેટલીક વાર ભાષાનું ઠેકાણું હેાતું નથી તેમજ વિષયની ૫ષ્ટતા હોતી નથી. આ ત્રણ પ્રકારને અંગે બારિકાથી અભ્યાસ કરતાં પૂછ્ય સન્મિત્રના લેખા પ્રથમ કક્ષામાં આવે છે. એમની ભાષાની સાદાઇ અને વિચારપ્રૌઢતા સાથે તેએથી એક પણ લેખમાં સાધ્ય ચૂકવ્યા નથી અને હેતુ વગરની એક પક્તિ પણ લખી નથી. એમની ગૃહસ્થ જીવન ઉચ્ચ કરવાની તમન્ના, આત્મપ્રગતિ સાધ્ય કરવાની રસજ્ઞતા અને જનતાનો વ્યવહાર ઉચ્ચ થવા સાથે પ્રાગતિક થાય તેની મા દર્શીતા પ્રત્યેક લેખમાં જણાઈ આવશે. પરોપકારપરાયણ જીવન, ધ્યાનધારામાં એકત્રિત થયેલ મન, સિદ્ધગિરિના સાનિધ્યમાં પ્રાપ્ત થયેલ વિશિષ્ટ ક્ષેત્ર, ખટપટ કે આડંબર વગરનું વિશિષ્ટ વર્ચસ્વ–આવી વિશિષ્ટ ભૂમિમાંથી જે વિચાર નીકળે તેમાં શું બાકી રહે ? એને લાભ આત્માર્થીને અવશ્ય થાય, જે મા ભૂલ્યા હાય તેને રસ્તે પણ જરૂર લઇ આવે. આ ષ્ટિએ આ સત્કાર્યનો જનતા સ્વીકાર કરી આ ગ્રંથરત્નોનો પૂરા લાભ લે એટલું ઇચ્છવામાં સ્નાપકાર અને સદ્દગત યાગીને યાગ્ય અજલી છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ . આ પ્રથમ વિભાગમાં સદ્ગુણાનુરાગીના “ શ્રી જૈન ધર્મ પ્રકાશ માં આવેલા લેખોનો સંગ્રહ છે. એની પ્રસિદ્ધિની તારીખેા જોતાં લેખક તરીકે શ્રીયુતનો ક્રમસર કેટલા વિકાસ થયેા છેતે જોવામાં આવશે. આ ગ્રંથમાળામાં સદર માસિકમાં પ્રકટ થયેલા તથા અન્ય માસિકેામાં બહાર પડેલા લેખા પ્રકટ થશે. એ લેખામાં વિવિધતા છે, છતાં સાથે દરેક લેખના અંતરમાં નિવેદની સાપેક્ષ દૃષ્ટિ અને સાધનને વિશુદ્ધ ઉપયાગ કરવાનુ દિશાસૂચન બરાબર તરવરી આવે છે. લેખક મહાત્માનો જીવનઉદ્દેશ ‘ સાધ્યપ્રાપ્તિ ’ નો હતેા અને તે માટે તેએએ તૈય, ધ્યેય અને અનુધ્યેય માર્ગો અનેક રીતે બતાવ્યા છે એ દરેક વર્ગોના મુમુક્ષુને લાભપ્રદ નીવડે તેવા છે. ક્રિયારુચિવાનને એમાં ઘણું સમજવા જેવુ મળશે, જ્ઞાનરુચિવાળાને એમાંથી ઘણું જાણવા જેવું મળશે અને સંસાર સિને એમાં સાધનનું માદન સ્પષ્ટ રીતે થઇ આવશે. લેખામાં વૈવિધ્ય છતાં સાધ્યને માગે પ્રગતિનો મુદ્દો દરેકમાં જળવાયે અને તે દૃષ્ટિએ લેખા કથાનુયાગ જેવા રસ ન ઉત્પન્ન કરે તે પણ અત્યંત ખાધપ્રદ હાઈ અતિ શિક્ષણીય છે, વિચાર કરીને વાંચવા યેાગ્ય છે, પુનરાવર્તન કરીને મનન કરવા યેાગ્ય છે, આંતર આનંદ જમાવી જીવવા યેાગ્ય છે. વિષયાનુક્રમ સળંગ અને વિષયવાર આપ્યા છે. તેથી વાંચનારને ઘણી સરળતા થશે. ભવિષ્યમાં ઉપયેગી થાય તેવી સૂચનાનો ઉપયેગ સમિતિ જરૂર કરશે. છૂટા લેખા પ્રકટ થયા પછી ફંડની અનુકૂળતા પ્રમાણે સદ્ગતના પ્રથા પણ પ્રકટ કરવામાં આવશે. આ ગ્રંથમાળાને સ્વરૂપ આપવામાં પ્રેરણાપૂર્વક ફંડ ભરાવવાને ઉપદેશ કરનાર અને ચીવટપૂર્વક ગ્રંથપ્રસિદ્ધિ જલદી કરવાના આગ્રહ ધરાવનાર પૂજ્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજીનો આભાર સ્વીકાર સ્મારક સમિતિ તરફથી કરવાની આ તક ઉચિત માનુ છુ. તેએશ્રીનો સન્મિત્ર તરફ ગુણાનુરાગ, વારવાર તેમને દાદા ના ઉપનામથી • " Page #14 -------------------------------------------------------------------------- ________________ બોલાવવા પાછળ રહેલ હાદિક સદ્દભાવ અને આદરેલ કાર્યને અંત સુધી પહોંચાડવાની વ્યવહારદક્ષતા ખાસ આકર્ષક હોઈ અભિનંદનને યોગ્ય છે. સદ્દગતનું સ્મારક આ રીતે સ્થાયી આકારમાં થતું જોઈ કઈ પણ મુમુને આનંદ થયા વગર રહેશે નહિ. એક પ્રતિમા કરાવવી અથવા મહોત્સવ કરે તે કરતાં આ સ્મારક સાચું અને ચિરંજીવ છે એમાં બેમત પડવા સંભવ નથી. સદ્દગતના દેહવિલયને બીજે જ દિવસે આવા સ્મારકની જરૂરીઆત અને યોગ્યતા પર એક ઉલ્લેખ મેં શ્રી જૈન ધર્મ પ્રકાશમાં કર્યો હતો તેને પંન્યાસ શ્રી પ્રતિવિજયજીના સદુપદેશથી વ્યવહારુ આકાર મળ્યો જાણે મને ખૂબ આનંદ થાય છે. આ લેખ સંગ્રહનો સદુપયોગ થવાથી સદ્દગત તરફનું ઋણ કાંઈક ઓછું થાય છે અને ભવ્યાત્માને પુણ્યબંધ તેમજ નિજેરાનું કારણ છે, એ દૃષ્ટિ ધ્યાનમાં રાખી જે ઉદાર બંધુઓએ એમાં નાની મોટી સહાય કરી છે તેને સાભાર સ્વીકાર કર્યો છે અને જે હવે પછી કરશે તેનો સમિતિ સ્વીકાર કરશે. જેમ વેલાને વાડની જરૂર છે તેમ એ સદ્દગત મહાત્માને શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને આધાર એટલે બધા સુંદર મળી ગયો કે જેથી તેમના પુષ્કળ લેખે તે સભાએ શ્રી જૈન ધર્મ પ્રકાશદ્વારા પ્રગટ કર્યા, તદુપરાંત એમની પ્રેરણાથી શરૂ કરેલ શ્રી બુદ્ધિ-વૃદ્ધિ-કર-ગ્રંથમાળામાં નાના મોટા ૩૬ મણકાઓ પ્રસિદ્ધ કરી એ મહાપુરુષના પ્રયાસને એવો જીવંત બનાવ્યો છે કે તેને અંગે એ સભાને પણ આ પ્રસંગે આભાર માન ઘટે છે. એ સભાના મુખ્ય કાર્યવાહકે એ મહાત્મા પર પૂર્ણ ભક્તિવાળા હોવાથી આ કાર્યને બહુ સારું ઉત્તેજન મળ્યું છે. એમના લેખનું સાહિત્યદૃષ્ટિએ અવલોકન હવે પછી પ્રસિદ્ધ થનાર લેખમાળામાં કરવાની ભાવના રાખી અત્ર સર્વ સહાય કરનારનો આભાર માની વિરમીશ. મુંબઈ પાયધુની ] ગોડીજી મહારાજનો ઉપાશ્રય મો. ગિ. કાપડીઆ પ્ર. શ્રાવણ શુક્લા તૃતીયા: સં. ૧૯૯૫J Page #15 -------------------------------------------------------------------------- ________________ આ બે મુખ પુરષવિશ્વાસે વચનવિધાસ” એ સનાતન સૂત્રને ધ્યાનમાં રાખી આ “લેખસંગ્રહ'માં એકત્રિત કરાયેલી વિવિધ સામગ્રી સંબંધમાં કંઈ વાત કરતાં પૂર્વે એને લેખક મુનિરાજ શ્રીપૂરવિજયજીના જીવનમાં ડેકિયું કરીએ. આતમધ્યાની શ્રમણ કહાવે, બીજા તો વ્યલિંગી રે મહાત્મા શ્રી આનંદઘનજીનું ઉપરનું વાક્ય ટંકશાળી છે. વીસમી સદીમાં વિચરતાં સાધુમહારાજાઓ માટે જે એને “માપા” તરીકે સ્વીકારીએ તે, માત્ર આંગળીના ટેરવે ગણાય તેટલાં જ મુનિઓ યથાર્થ માપમાં ઊતરે અને એમાં વિના સંકોચે કહેવું જોઈએ કે સદ્દગત મહાત્મા મુનિશ્રી કપૂરવિજયજીનું સ્થાન ધરિપદે આવે. શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના સંઘાડામાં પ્રતિભાસંપન્ન અને વિદ્વાન સાધુઓ તે સારી સંખ્યામાં થયા છે પણ તેઓશ્રીના જેવા શાંતમૂર્તિ તે મુનિશ્રી કપૂરવિજયજી એકલાને જ લેખી શકાય. | મુનિ શ્રી કપૂરવિજયજીને જાતજાતના વિશેષણોથી અલંકૃત એવી કઈ મેટી પદવીઓને ભાર વહન કરવાનો નહતો. એ પ્રતિ તેઓશ્રીનું લક્ષ્ય જ નહોતું એમ કહી શકાય. તેમનું જીવન ઘણુંખરી રીતે શ્રીમદ આનંદઘનજી કે શ્રી ચિદાનંદજી જેવા અધ્યાત્મરસિક સંતના જીવન સહ વધુ બંધબેસતું આવે છે અને તેથી જ અભ્યાસ, આવડત અને અનુયાયી હોવા છતાં પદલાલસા તેમના મનમાં પ્રવેશી શકી નથી કે પદવીને મોહ તેમના હૃદયને સ્પર્શી શક્યો નથી. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ એક કવિએ કહ્યું છે તેમ– સાધુ નામ તે સાધે કાયા, પાસે નાખે કેડીની માયા; લેવે એક, દેવે ન દો, ઉસકા નામ સાધુ કહે. એ બે પંક્તિમાં કહેલી બાબતે સાથે મુનિશ્રીના જીવનનું તેલન કરીએ છીએ ત્યારે આજના પંન્યાસ ઉપાધ્યાય કે સૂરિપદ કરતાં પણ જૈન સમાજમાં તેમનું સન્મિત્ર ને સદ્દગુણાનુરાગી” તરીકેનું સ્થાન અતિ ગૌરવવંતુ દષ્ટિગોચર થાય છે. “નિજ સ્વરૂપ જે ક્ષિા સાધે તે અધ્યાત્મ કહીએ રે” એ શ્રી અગિયારમા પ્રભુ શ્રેયાંસજિનના સ્તવનમાંના ઉલ્લેખ મુજબ, પવિત્ર એવા શ્રી શત્રુંજયના ડુંગર પર કેવળ નીચી દષ્ટિએ, ઈર્યા અને ભાષાસમિતિનું પાલન કરતાં માર્ગ કાપી રહેલ એ સંતને જુઓ અથવા તો રાયણવૃક્ષ હેઠળના શ્રી યુગાદિ પ્રભુના પગલા સામે, એક ધ્યાનથી મીંટ માંડી રહેલ એ સાધુજીને નિહાળો ત્યારે સાધુતા શબ્દ પાછળનો સાચે ભાવ સમજાય અને “ સાધે કાયા ' ની યથાર્થ પિછાન થાય. “મૂછ એ જ પરિગ્રહ છે' એવું તીર્થકર દેવનું કથન યથાર્થ છે એમ જે માને છે તે વસ્ત્ર–પાત્રની માયામાં ન પડે તો પછી દ્રવ્ય સંઘરવાની તો વાત જ કેવી ! “વેત એવી ખાદીમાં સજજ થયેલ એ સંતને ધર્મશાળાના એકાદ કમરામાં કેવળ ધર્મધ્યાનમાં કિવા લેખનકાર્યમાં એકાગ્રચિત્તે મગ્ન થયેલ નિરખો એટલે નિષ્કિચનતાનો ખરો ખ્યાલ આવે. ખપ કરતાં વધુ ઉપકરણ ન મળે, તેમ ન મળે કંઈ પેટીપટારા-માત્ર જોવા મળે છેડો ગ્રંથસંગ્રહ ! પણ એ પર મમત્વ ન મળે. એ પાછળ તો જ્ઞાનપ્રચારની દીર્ધદર્શિતા અને વિશાળ ભાવના કામ કરી રહી હતી. ખપી જનને એ વિનામૂલ્ય અપાતાં અને પ્રચારકને જોઇતા પ્રમાણમાં લઈ જઈ કોઈ દૂર દૂરના અંધારા પ્રદેશમાં એ દ્વારા જ્ઞાનકિરણોને પ્રકાશ ફેલાવવાની છૂટ હતી. તેઓના અંતરમાં પરમાત્મા શ્રી મહાવીર દેવના વચનોને વિશ્વભરમાં પ્રચારવાના કેડ હતા. પોતાને એ પર અટલ શ્રદ્ધા હતી. સ્વ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જીવનમાં એ પ્રમાણે અમલ પણ કરી રહ્યાં હતાં અને પેાતે જે પિયૂષપાન કરી રહ્યાં હતાં તે જગતના અન્ય જીવેા પણ છૂટથી કરે અને અમર અને એવી ઉદાર ભાવનાથી કલમ મારફતે તેમ ઉપદેશદ્વારા તેને વિસ્તારી રહ્યાં હતાં. ધર્મોની ચર્ચા સિવાય તેમની સમિપમાં બીજી કાઈ કથની ચાલતી નહીં. ત્યાં ‘દેવે ન દા ' એટલે કે રાજી થઇને આશીર્વાદ દેતા નહીં અને કફા થઈને ‘ શ્રાપ ’ દેવાપણું તે હેાય જ કચાંથી ? કપૂર સમ એ મીઠી સુવાસ એટલા વિશાળ પ્રમાણમાં પ્રસરી રહેલ છે કે ભારતવર્ષમાં એવા કાઈ પ્રદેશ નથી કે જ્યાં મુનિ શ્રી કપૂરવિજયજીનું નામ અણુસભળાયું હોય. એ ગૌરવસંપન્ન સંતના પવિત્ર જીવનની મીઠી સૌરભ તે લાંબા વખત સુધી પ્રસરતી રહેશે-ભલે આપણી સમક્ષ એ સ્થૂળદેહે મેાજીદ ન હેાય. એમના અક્ષરદેહ તરફ દષ્ટિપાત કરતાં કહેવુ પડશે કે તેએશ્રી આપણી નજર સામે છે એટલું જ નહિં પણ કેટલાય વર્ષો પંત તેએશ્રીનુ પૂનિત નામ સ્મૃતિપટમાંથી ભુસાવાનુ નથી. સારાયે જીવનમાંથી ઊડીને આંખે વળગે તેવી વાત તે એ છે ક તેઓશ્રી અનિશ કંઇ ને ક ંઇ લખ્યા જ કરતા. ભલે એમાં શબ્દને આડંબર ન હેાય, અલંકારની ભભક ન ભરી હાય, દરેકમાં વિનતાનો એપ ન જણાતા હોય, છતાં ધાર્મિક અને નૈતિક મુદ્દાઓ ઉપર એવી તા સુંદર છણાવટ ટૂંકાણમાં અને સરળભાષામાં કરી હોય કે જેથી વાંચનારના અંતરમાં એ સાંસરુ' ઉતરી જાય. જેમના વિચાર, વાણી અને વતન એકધારા ઐક્યની સૂત્રગાંઠે ગાયેલા છે એમના વચને તલસ્પર્શી અસર પેદા કરે એમાં આશ્ચર્યાં જેવું કંઇ જ નથી. હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થતાં ઉદ્દગારા સચોટ જ હેાય. એમાં હારેાના જીવન પલટાવી નાંખવાની અર્ચિત્ય શક્તિ હોય છે. અલાદ્દીનના જાદુઈ ફાનસ કરતાં પણ અતિ વેગથી એ ધારી અસર ઉપજાવે છે. એ અનેરા પ્રકારના જાદુનો ખ્યાલ લખવા કરતાં અનુભવનો વિષય ગણાય. was not given us to be all used up in the pursuit of what we must leave behind us when we 'Life Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ , die ’ આંગ્લ લેખક મે( May )ના એ વચનો કહે છે કે ‘· જિંદગી આપણને એટલા સારું નથી મળી કે જ્યારે આપણે પરભવની વાટે સચરીએ ત્યારે આપણી પાછળ મૂકવાના સંગ્રહ માટે જ તેને આખાયે ખરચી નાંખીએ-અર્થાત્ તેનો બીજો પણ ઉપયાગ છે અને તે એ જ કે સ્વજીવન ઉન્નત બનાવવાના ઉપાયેા લેવા અને સાથે સાથે પરમાના કાર્યો કરવા. > મુનિશ્રીના જીવનમાં આ પ્રકારનો સુમેળ ઠીક સધાયેા છે. સાચા પરમાર્થ જ્ઞાનાર્જન અને જ્ઞાનદાનમાં સમાયેા છે. ઉભયભવઉપકારી એવા ‘ જ્ઞાન ’ ની અકલ્પ્ય શક્તિથી કાણુ અજાણ્યુ છે? Knowledge is power અર્થાત્ ‘ જ્ઞાન એ જ પરમ શક્તિ છે ' એ સૂત્ર કાણુ નથી જાણતું? જ્ઞાનની પરબ શરૂ કરવી એટલે કે શિક્ષણનો પથ સ્વીકારવા એ નાનોસૂનો પરમાર્થ ન કહેવાય. એ સબંધમાં આંગ્લ કવિ મીલ્ટન જણાવે છે કે "The end of learning is to know God, and out of that knowledge to love Him, and to imitate Him, as we may the nearest by possessing our souls of true virtue. "" પરમાત્માને એળખવા એ શિક્ષણનો સાર યાને છેડા છે. તે જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેને ચાહતાં શિખવુ જોઇએ. ત્યારબાદ તેનું અનુકરણ કરવાની ટેવ પાડવી કે જેથી આપણા આત્મામાં તેના જેવા સત્ય ગુણાનો આવિર્ભાવ થાય અને તેથી તેની નજીક પહોંચી શકીએ. અર્થાત્ આત્મા પોતે પરમાત્મસ્વરૂપમાં ફેરવાઈ જાય. ઉપાધ્યાયજી યશેાવિજયજી મહારાજ પણ રૂહિદ્મા મમરીધ્યાનાર્ વાળા ક્લાકમાં એ જ જાતનો ભાવ દર્શાવે છે-ઈયળ જેમ ભમરીન ધ્યાનથી ભમરીપણાને પામે છે તેમ આત્મા પણ પરમાત્માના ધ્યાનમાં લયલીન બની એ પદ પ્રાપ્ત કરે છે. અહીં શાંતમૂર્તિના જીવનનું ધ્યેય Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પણ એ જ દષ્ટિગોચર થાય છે. એમના પ્રત્યેક લેખ પાછળનો ધ્વનિ જીવન સુધારણા સંબંધે નીકળે છે. લેખ ભલે ધાર્મિક કે સામાજિક દષ્ટિએ લખાયે હોય છતાં એમાં આત્મશોધનનું ઇજકશન ખાસ કરીને હોય જ. મહાન વિચારક બેકન વદે છે તેમ Right use of knowledge યાને જ્ઞાનનો સદુપયોગ તે સારી રીતે, વધુ ને વધુ પ્રચારમાં સમાવે છે, કારણ કે જ્ઞાન કાંઈ નફે ટાટ કરવાની વસ્તુ નથી પણ પરમાત્માની કીતિ સૂચવનાર અને માનવજાતને આનંદ આપનાર કિંમતી ખજાન યાને ભંડાર છે. સન્મિત્રે જીવનમાં આ બેયને સ્વીકારી કામ લીધું છે. ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિહાર અને તે તે સ્થળામાં દીધેલે ઉપદેશ એ વાતની સાક્ષી પૂરે છે. એ સંતે ભલે કોઈ મેટા ગ્રંથને સર્જન ન કર્યા હોય, લાંબા વાદવિવાદ પણ ન ચલાવ્યા હોય, તેઓશ્રીના માનમાં મેટા સામૈયા પણ ન ચઢાવાયા હોય, અથવા તો મોટા સમારંભે ન ગોઠવાયા હોય છતાં વિનાસંકોચે એટલું તો કહી શકાય કે પરમાત્મા શ્રી મહાવીર દેવના અમૂલ્ય વચનામૃતોને કેવલ જનકલ્યાણની વિશાળ ભાવનાથી પ્રેરાઈ માનવહૃદયની ઊંડી ને અંધારી ગુફામાં દાખલ કરવા-એ દ્વારા તિમિરાછાદિત પ્રત્યેક હૃદય-કોણ અજવાળવા એકધારો પ્રયાસ તેઓશ્રીએ સેવ્યો છે. પિતાના જીવનમાં ઉતારી બતાવી, સુન્દર પ્રગતિ સાધી ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. એ વાતની પ્રતીતિરૂપે “શ્રી જૈન ધર્મ પ્રકાશ”—“શ્રી આત્માનંદ પ્રકાશ માસિકની ફાઈલે અને એ ઉપરાંત સંખ્યાબંધ લઘુ પુસ્તિકાઓ આપણી સામે મોજુદ છે. કલમ પકડનારના જીવન પરત્વે લંબાણથી ડોકિયું કરી ગયા પછી એ કલમ કેવા પ્રદેશમાં વિચરી છે તે તરફ ઊડતી નજર ફેરવવી વાસ્તવિક લેખાશે. સમારક સમિતિ તરફથી પ્રગટ થતું આ પ્રથમ પુસ્તક છે. એમાંનો બધે સંગ્રહ શ્રી “જૈન ધર્મ પ્રકાશ” માસિકમાં આવેલા લેખનો છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ એ લેખાને વિષયવાર વહેંચી શકાયા નથી, છતાં જે આત્માએ સ્વઅંતરની પ્રબળ ઊર્મિ`એથી એનું આલેખન કર્યુ` છે એ એટલું સ્પષ્ટ અને થનગનાટભર્યુ છે કે એથી વિષયનુ એળખાણ આપોઆપ થાય છે અને જિજ્ઞાસુ હૃદય પર એની છાપ ચેાળમના રંગ સમી પાકી બેસે છે. 6 આ ‘ ક્ષમા ’ ને લગતા ફકરા નિહાળેા કે નીતિવિષયક લેખા જુએ. કવી મનોરંજન રીતે વિષયની છણાવટ થઈ છે ! ‘ ગાખણીયા પતિ સામે મુનિશ્રી લાલબત્તી ધરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અન્ય મા પણ બતાવે છે. શ્રાવકધમ શુ' ચીજ છે? એ ધ` જીવનમાં કેવી રીતે ઉતારાય ? શ્રાવકની રહેણી-કરણી કેવા પ્રકારની હોવી જોઇએ ? એને વહેવાર પ્રમાણિક તે અન્યને ધડા લેવા લાયક કેવી રીતે થઇ શકે? એ આદિ બાબત પર વિસ્તૃત પ્રકાશ ફેંકનાર અને માર્ગાનુસારીના પાંત્રીશ ગુણપરત્વે ચિત્ત આકનાર જૈન માદક પ્રશ્નોત્તરા ’વાંચીએ છીએ ત્યારે શ્રમણસંસ્થામાં વસી પ્રતિષ્ટાભયુ" જીવન જીવનાર શ્રમણવયે કેવું મહદ્દ ઉપકારી કાર્ય કર્યુ છે તેનો યથા ખ્યાલ આવે છે. લેખામાં English Proverbs ને છૂટથી ઉપયેગ કર્યા છે તેમ જ પ્રાચીન ગ્રંથેામાંથી સુભાષિતા પણ સારી સંખ્યામાં ઢાંકયાં છે. જ્યાં વધુ સમજુતી કરવાની અગત્ય જાઈ ત્યાં સમજુતી અને જ્યાં વિવેચનની આવસ્યકતા લાગી ત્યાં વિવેચન કરેલ છે. આ રીતે પેાતાના કથનને દૃષ્ટાંતદ્વારા અને પૂર્વકાળના પ્રતિભાસ ંપન્ન મહાત્માઓનુ તેમ જ અર્વાચીન સમયના વિદ્વાનોનુ પીઠબળ અર્પી વજનદાર બનાવ્યું છે. ‘ સંવાદ ’ની યેાજના મારફતે ધ–નીતિ કે વિધિ-વિધાનને લગતા સુન્દર મેધ આપ્યા છે. એ માટેના પાત્રોનું સર્જન કરવામાં પણ એવા રૂપા પસંદ કર્યા છે કે દ્રવ્ય-ભાવની મેલડીથી ઉભય રીતે બધએસતા કરી શકાય. સંગ્રહ ’ ની વિવિધવ↑ વાનીએ પર વિવેચન કરવા જઇએ તે અતિ લંબાણ થાય એટલે ટૂંકમાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે એના પ્રત્યેક લેખમાં કઇ ને કઈ નવીનતા-જીવનને માર્ગ નિયત કરવામાં ખપ આવે તેવી સૂચના—અથવા તે માનવભવ પામ્યાનુ સાલ કર્યો < Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ માગે થઇ શકે એ સંબંધમાં નુકતેચીની કરાયેલી છે. પાના ૮૩ અને ૮૬ પર આવેલા ‘શાન્ત વચનામૃતા અને ‘ મેધ વચનો ' સાચે જ શાન્તિજનક અને ખેાધ કરે તેવા છે. વર્તમાનકાળમાં પ્રવર્તી રહેલ આંધિમાં–વાતાવરણની વિષમ પરિસ્થિતિમાં અને ઊગતી પ્રજામાં ‘ધર્માં ' સંબંધમાં ઘર કરતી ભ્રમભરી વિચિત્રતામાં એ વચનો સાચે જ દીવાદાંડીની ગરજ સારે તેવા છે. દેશનુ ભાવિ આજે કાંટે તોળાઇ રહ્યું છે અને ઊગતા લેાહીમાં આજે જાતજાતના અમેા' પેદા થયા છે તેમજ વમાન શિક્ષણે અને આંગ્લ પ્રજાના સંસગે એમાં અસ ંતાપનો વાયરે એટલા જોરથી ફૂંક્યા છે કે ચોતરફ ક્રાન્તિ ને ઉલ્કાપાતની પ્રબળ જવાળાએ ભભુકી ઊઠી છે ! ઊગતી પ્રજાનો માટે ભાગ આંધળુકીયા કરી પ્રગતિના નામે ભરસમુદ્રે નાવ હંકારી રહ્યો છે. પ્રાચીન પ્રણાલિકામાં અને અનુભવસિદ્ધ કથનોમાં એનો વિશ્વાસ ચલિત થઈ ચૂકયા છે એવા વિષમ સમયમાં જેમણે અંગ્રેજી શિક્ષણ લીધું છે અને યથા રૂપે પચાવી આત્માનું શુદ્ધ લક્ષ્ય ચૂક્યા સિવાય જીવનનો પવિત્રતમ રાહુ સ્વીકારી સફળતા પ્રાપ્ત કરી છે એવા અભ્યાસી સંતના વચનામૃત એકાંતમાં એસી વિચારવા જેવા છે. આ ઉપરાંત સામગ્રીની વિવિધતા ઘણી ઘણી છે. સ્વચ્છતા, સુઘડતા, આરેાગ્ય અને જીવરક્ષાની દૃષ્ટિએ અનુભવયુક્ત લખાણુ કર્યું છે. બાહ્યાડ બર ત્યાગ ' અને ‘ ચાલુ સમય અને આપણું કર્તવ્ય ’એ અવશ્ય વાંચી મનન કરવા જેવા છે. સ્ત્રીવર્ગોને હિતશિક્ષા 'માં તે ચૂલા પાણીથી માંડી ઘરની આંતરિક વ્યવસ્થા કેવી રીતે સુઘડ રહે, સ્વચ્છતા જળવાય અને જીવાત્પત્તિ ન થાય, એ સમજાવી ‘ જયણાવડે ધ છે' એ વાત સચોટપણે પુરવાર કરી બતાવેલ છે. ( પાપકારાય સતાં વિભૃતયઃ શીલ પર ભૂષણમ્' અથવા તે શાણી માતા સે। શિક્ષકની ગરજ સારે ' જેવા અતિ ઉપયોગી ને ક કરવા લાયક સુભાષિતા પણ સારી સ ંખ્યામાં ઉપલબ્ધ થાય છે. 6 < Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સદ્ગત મહાત્માની આ નૃતની જુદે જુદે સ્થળે વિખરાયેલી પડેલી પ્રસાદીને એકત્ર કરી, ગ્રંથરૂપે પદ્ધતિસર ગાડવી, તેએાશ્રીના જ શબ્દોમાંરેલીમાં –માત્ર ઘટતી સમજુતીપૂર્વક પ્રગટ કરવા સારું પ્રથમ જયંતિ સમયે પં. શ્રી પ્રીતવિજયજી મહારાજની પ્રેરણાથી સ્મારક સમિતિને જન્મ થયા છે. એના આ પ્રથમ પુષ્પમાં જે સંગ્રહ કરાયેલ છે એ સંબંધમાં ઉપર આપણે જોઇ ગયા એથી અધિક વર્ણનની અગત્ય નથી. એના વાંચનથી અને એની પાછળના ચિંતવન ને મનનથી એમાં જે અદ્દભુતતા ને જીવન ઘડતરમાં કામ લાગી શકે તેવા મશાલે ભરેલા છે; એને સ્વયમેવ અનુભવ કરવા આગ્રહભરી અપીલ છે. એ મહાત્માની પ્રસાદીને આ પ્રથમ સંગ્રહ સાચે જ નવપ્રકાશ ને નવતેજ અનાર અને એ જ અભ્યર્થના. મુંબઈ મ. શ્રાવણ શુક્લા એકાદશી મેાહનલાલ દીપચંદ ચાકસી Page #23 --------------------------------------------------------------------------  Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરવિજયજી સ્મારક સમિતિ સન્મિત્ર, સગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેઓ સં. ૧૯૯૩ ના આસો વદિ ૮ મે દેહમુક્ત થયા તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઈમાં ગોડીજીના ઉપાશ્રયમાં અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખ પણ નીચે એક સભા સં. ૧૯૪ ના આસો વદિ ૮ ના રોજ મળી હતી. તે વખતે શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી તરફથી સૂચના થતાં એમ નિશ્ચય થયા કે “એ પુણ્યપુરુષનું નામ કઈ સ ગીન પેજના કરીને ચિરસ્થાયી કરવું.” પછી શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરીએ એને માટે જે ફંડ થાય તો રૂા. ૧૦૧) ભરવા ઈચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કપૂરવિજયજીના ગુણેથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પંન્યાસજી પ્રીતિવિજયજીએ ટેકો આપે અને પિતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દીપચંદ ચેસી, રાજપાળ મગનલાલ વહોરા, નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમાચિત ભાષણે કર્યા તેથી પંન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પિતાથી બની શકે તેવા શ્રાવકો પર આગ્રહ પૂર્વક લાગવગ ચલાવી, અને પરિણામે સારી રકમો ભરાઈ. સમિતિનું કામ નાણા ભરનારા સભ્યની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહ છે. ૧ મેતીચંદ ગિરધર કાપડીઆ. ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચર્તુભુજ ગાંધી. ૫ હીરાભાઈ રામચંદ મલબારી ૩ મોહનલાલ દીપચંદ ચેકસી. ૬ નરોત્તમદાસ ભગવાનદાસ શાહ ૭ રાજપાળ મગનલાલ વહેારા Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વ્યવસ્થાપક સમિતિએ નરેાત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણુક કરી છે અને એક આફ ઇંડિયામાં પૈસા રાખવાની ગેાઠવણ કરી છે. શેઠ કાંતિલાલ ઇશ્વરલાલ, મેાતીચ ંદ ગિરધરલાલ કાપડીઆ, માહનલાલ દીપચંદ ચાકસી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતું ખેલ્યું છે. 6 સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજના જે લેખા શ્રીજૈનધર્મપ્રકાશ ’માં, ‘ શ્રીઆત્માનંદપ્રકાશ ’માં, ‘જૈન’માં અથવા બીજા પત્રામાં આવ્યા હૈાય તે સર્વના સંગ્ર કરીને એક લેખસંગ્રહ બહાર પાડવેા. આશા છે કે સ. ૧૯૯૫ ના આસા વિ ૮ ઉપર ૩૦ પાનાના લેખસંગ્રહને પહેલેા ભાગ બહાર પડશે. તે પછી અનુકૂળતા પ્રમાણે ખીજો સંગ્રહ બહાર પડશે અને તે પછી ફંડ વધશે તા સમિતિ નિર્ણય કરશે તે પ્રમાણે તેના ઉપયેગ કરવામાં આવશે. સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફ્ત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી. રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મક્ત આપવી અને તેથી આછું ભરનારને અધી કિંમતે એટલે પડતર કરતાં પા કિ ંમતે આપવી. સામાન્ય જૈન ભાઇ, જેણે કઇ નવુ ન હાય, તેને અધી કિ ંમતે આપવી. આ ઉપરથી જોઇ શકાશે કે આ સમિતિના ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકામાં બની શકતી રીતે વધારે કરવાના છે. પૂજય મુનિરાજ શ્રી કપૂરવિજયજીના પ્રશંસકેા, ગુણાનુરાગીએ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સબંધી જે કાંઇ જાણવા ઇચ્છા હોય તેમણે શાહ નરોત્તમ ભગવાનદાસ-ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. એ શિરનામે પત્ર લખવા જેથી બધી માહિતી મળી શકશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરવિજ્ય સ્મારક સમિતિના આપનારનાં મુબારકમે. વર્ગ પહેલે–પે છે ૧ શેઠ માણેકલાલ ચુનીલાલ ૨ , કાંતિલાલ ઈશ્વરલાલ ૧૦૧) ૩ સંઘવી જીવરાજ કમળશીની વતી ભાઈ કસળચંદ કમળશી ૫૦૧) ૪ શેઠ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી ૫૦૧) વર્ગ ત્રીજો ૧ શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરી ૧૦૧) ૨ ,, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ ૧૦૧) ૩ , શાંતિલાલ દયાળજી ૧૦૧) ક, માણેકચંદ જેચંદ જાપાન ૧૦૧) ૫ , સકરચંદ મેતીલાલ મૂળજી ૧૦૧) ૬ , વાડીલાલ પુનમચંદ ૭ સેન્ડહસ્ટરોડના ઉપાશ્રય તરફથી હા. શેઠ મંગળદાસ ૧૦૧) વર્ગ ચેાથે ૧ શેઠ નાનાલાલ હરિચંદ વર્ગ પાંચમ ૧ શેઠ જીવરાજ ભીખાભાઈ ૨ શાહ નરોત્તમ ભગવાનદાસ ૩ શેઠ જાદવજી ઝવેરભાઈ ભાઈચંદ ૪ , ફતેચંદ ઝવેરભાઈ ભાઈચંદ પ , વાડીલાલ સાંકળચંદ વેરા ૬ , હરખચંદ રતનચંદ-ચાંદવડ 9 9 ખૂમચંદ ગુલાબચંદ-શીશેદરા ૮, કાળીદાસ નેમચંદ–મોરવાડા ૯ શ્રી. મેહનલાલ દીપચંદ ચોકસી ૧૦૧) હકકેટલું ? કે Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરવિજ્યજી લેખ સંગ્રહ ભાગ ૧ લાની લેખાનુક્રમણિકા. પૃષ્ટાંક ક્રમાંક મુખપૃષ્ઠ અનુગાચાર્ય. ૫. શ્રી પ્રીતિવિજ્યજીને આભાર. ઉદ્દઘાત. (મે. ગિ. કાપડીયા ) આમુખ. ( મો. દી. ચેકસી ). શ્રી કપૂરવિજયજી સ્મારસમિતિની સ્થાપના. શ્રી ક. સ્મા. સમિતિના ફંડમાં નાણું આપનારના મુબારક નામો. ૨૦ શ્રી કપૂરવિજ્યજી લેખ સંગ્રહ ભા. ૧ લાની લેખાનુક્રમણિકા. ૨૧ ગા ૧ ક્ષમાપના અથવા ખામણાં. ૨ વિશ્વવંદ્ય થવાને લાયક કેમ થવાય ? ૩ સજજનતા દુર્જનતા સમજી સજજનતા ગ્રહણ કરવા વિષે. ૪ જેના કામને સમય નુસાર અગત્યની સુચનાઓ. ૫ સત્યશોધક એ બે જૈન બાળકોને શિક્ષણ વિષે સંવાદ. ૬ જેને માર્ગદર્શક સાદા પ્રશ્નો અને તેના ઉત્તરો. ૭ સાર સુખદાયક સુભાષિત વચનો. ૮ આપણે દયાળુ છીએ તેની સાબિતી શી ? ૯ સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. ૧૦ જેન કોમને ઉપયોગી સુચનાઓ. ૧૧ સદ્દબોધ વાયામૃત. ૩ લેખ. ૧ર સજજને પ્રકૃતિવિકાર થતું નથી. Page #28 -------------------------------------------------------------------------- ________________ في أي ૪૫ ४८ ૫૧ ૫૪ ૫૬ ૫૮ ૬૧ ક્રમાંક ૧૩ સદ્દગુણ પ્રાપ્ત કરવા કરો ઈતિ પ્રયત્ન. ૧૪ શાસ્ત્ર ઉપદેશ યાને હિતશિક્ષા. . ૧૫ શાસ્ત્ર બેધ. ૧૬ જગતમાં ઉપયોગી આભરણ ક્યા ક્યા છે? ૧૭ સતપુરના શુભ લક્ષણ. ૧૮ સત્ય અને જિજ્ઞાસુન શાસ્ત્રસંવાદ. ૧૯ સત્ય અને જિજ્ઞાસુનો ધર્મસંવાદ. ૨૦ શાન્તિ અને સુમતિનો હિતસંવાદ. ૨૧ સુમતિ અને સુશીલનો તાત્ત્વિક સંવાદ. ૨૨ સદ્દબોધ-ચેતી શકાય તો ચેત. ૨૩ નરપતિ પ્રમુખને હિતબોધ. ૨૪ સદુપદેશ -આપણી ઉન્નતિનાં સત્ સાધન. ૨૫ નમ્રતા-સભ્યતા–મૃદુતાથી વાત કરતા શીખો. ૨૬ સુસંપ સ્થાપવા અને કુસંપ કાપવા બે બેલ. ર૭ અડીના વખતે ઉપયોગી થાય તે જ સાચો મિત્ર. ૨૮ સ્વધર્મ બંધુ-બહેનોને આપણે શી રીતે સહાય કરવી ? ૨૯ સાચા મિત્રના લક્ષણ. ૩૦ શાસ્ત્ર શિક્ષાસંગ્રહ. ૩૧ બ્રહ્મચર્યાદિ ચાર આશ્રમનો વિવેક. ૩૨ શાન્ત વચનામૃત. ૩૩ સ્વહદય બોર્ડ પર લખી રાખવા યોગ્ય બોધવચનો. ૩૪ તત્ત્વજિજ્ઞાસુ જનને બે બેલ. ૩૫ અવિવેકથી ખાનપાનમાં થતો ભ્રષ્ટવાડે અટકાવવા વિવેક. ૩૬ સારભૂત તત્ત્વ ઉપદેશ, ૩૭ શ્રાવક એગ્ય દુઃખહરણી કરણીનું સવિસ્તર ખ્યાન. ૩૮ વિવેકાચરણ. ૭૨ ૭૫ 3. ૮૯ ૮૧ ) ૯૫ ૧ ૦૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ ی ی ی ૧૨ ૧૭૬ ક્રમાંક પૃષ્ટાંક ૩૯ અહિંસા સંબંધી હિત-ઉપદેશ. ૧૦૬ ૪૦ સુબોધ પ્રશ્નોત્તર. ૧૦૧ ૪૧ સબધ વચન. ૧૧૩ ૪ર સંત-સાધુજનના મુખમાં કેવાં વચન શોભે ? ૪૩ ઉપદેશ રત્નાશ. ૪૪ ધર્મપ્રાપ્તિ સુલભ્ય કેમ થઈ શકે ? ૧૨૯ ૪૫ આપણી આધુનિક સ્થિતિના અવલોકનને સંવાદ. ૧૩૦ ૪૬ વ્રત પચ્ચખાણનો પ્રભાવ જાણ કરવા જોઈતા પ્રયત્ન. ૧૩૪ ૪૭ મેક્ષના અથી બંધુ-બહેનોને બે બેલ. ૪૮ મોક્ષ મેળવવા ઈચ્છનારે પ્રથમ શું કરવું જોઈએ ? ૧૩૮ ૪૯ બાહ્યાડંબર તજી સાચવટથી શાસન રક્ષા થઈ શકશે. ૧૪ ૦ ૫૦ વિખ્ય વશીકરણના અનેક પ્રકાર. ૧૪૨ ૫૧ મોક્ષપાય. ૧૪૪ પર પ્રશ્નોત્તર રૂપે-ગેય સંવાદ. ૧૪૬ ૫૩ સૂક્ત વચન સાર. ૧૪૮ ૫૪ સહૃદય સજજનોને શાસનહિત માટે કંઈક કથન. ૧૫૦ પપ અત્યારના બારીક સમયે શું કરવું જોઈએ ? ઉપર, પદ સમ્યગદષ્ટિ-સમકિતવંતના ખાસ લક્ષણ. ૧૫૫ પ૭ સર્વજ્ઞ-વીતરાગ પ્રભુની આજ્ઞાનો પ્રભાવ. ૧૫ ૫૮ કામાન્ધતા તજવા હિતોપદેશ. ૧૫૯ ૫૯ જન્મ મરણના દુઃખમાંથી છૂટવા કરવે વિચાર. ૧૬૧ ૬૦ પરસ્ત્રી-વેશ્યાગમનના અવગુણ જાણ ત્યાગ કરવો જોઈએ. ૧૬૪ ૬૧ બ્રહ્મચર્ય અથવા સુશીલતા. ૧૬૭ ૬૨ જીવદયાના સંબંધમાં અગત્યનો ખુલાસે. ૧ ૬૯ ૬૩ ચાર પ્રકારની છવજાતિ ઓળખી તેમાંથી લેવા 5 ધો. ૧૭૧ ૬૪ જૈન-જૈનેતર દયાળુ જનોને કિંમતી સુચનાઓ. ૧૭૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ક્રમાંક ૬૫ એક સુજ્ઞના અંતઃકરણના ઉદ્દગારે. ૬૬ આપણી સમાજમાં અરસપરસ સહાનુભૂતિની જરૂર. રછ શાણા ભાઈબહેનેાને એક અગત્યની સૂચના. ૬૮ ઈર્ષાંતે તજવા-સ્પર્ધાને આદરવા યત્ન કરેા. ૬૯ જીવદયા નિમિત્તે સ્ત્રીવર્ગને હિતશિક્ષા. ૭૦ જેવી કરણી તેવી પાર ઉતરણી. ૭૧ સ્વઉન્નતિ ઇચ્છેકે સન્મા સેવવાની જરૂર. છર સ્વવનની સાર્ધકતા કરવાને ટૂંકા ઉપાય. ૭૩ થાડાએક એધદાયક પ્રશ્નોત્તરા. ૭૪ લેખન-ભાષણુ પ્રસંગે હિતકર શૈલીને આદર કરવે. ૭૫ ધર્માર્થાં ભાઇબહેનેાને હિતરૂપ હાર્દિક ઉદ્ગારો. ૭૬ સાર શિક્ષાવચને. છછ શાણી બહેનોને શિખામણના બે એલ. ૭૮ ધર્માં યોગ્ય એકવીશ ગુણાનું સંક્ષેપથી વિવરણુ. ૭૯ બ્રહ્મચર્ય અથવા સુશીલતાને સેવવાની જરૂર. ૮૦ મદાંધતાથી નુકશાન સમજી તેનેા કરવા જોઇતા ત્યાગ. ૮૧ આપણું કર્તવ્ય સમજી સાવધાન થવાની જરૂર. ૮૨ આપણાં દુઃખ શી રીતે ટળે ? ૮૩ બાળકેળવણી પરત્વે આપણી ફરજ. ૮૪ આપણી જરૂરિયાતો પાર પાડવા ત્યાગી મુમુક્ષુએએ દિલ દેવાની જરૂર. પૃષ્ઠોંક ૧૭૪ ૧૭૮ ૧૮૫ ૧૮૮ ૧૯૧ ૧૯૩ ૧૯૪ ૧૯૭ ૧૯૮ ૨૦૨ ૨૦૪ ૨૦૭ ૨૧૦ ૨૧૪ ૨૧૮ ૨૨૧ ૨૨૪ ૨૨૬ ૨૨૯ ૨૩૨ ૮૫ રડવા-ફૂટવાને દુધ રિવાજ દૂર કરવાની અનિવાર્ય ફરજ ૨૩૫ ૮૬ સુમતિ અને સુશીલાના ખેોધદાયક સંવાદ. ૨૩૯ ૮૭ સુમતિ અને સુશીલાનેા ધર્મસંવાદ. ૨૪૨ ૮૮ કચ્છ—કાઠિયાવાડ-ગુજરાતના જૈનભાઈબહેનેાને એ ખેલ. ૨૪૫ ૮૯ ખાનપાન ગોબરાઇ કરવાથી થતા ગેરફાયદાથી બચવાની જરૂર. ૨૪૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ક્રમાંક ૯૦ ગતિ એવી મતિ અને મતિ એવી ગતિ. ૯૧ ટીકા અને વિશ્વવ્યાપી પ્રેમ. ૯૨ પવિત્રતા એટલે શું? ૯૩ આત્મ ઉત્ક–ઉન્નતિનાં જરૂરી સાધન. ૯૪ ખરું જ્ઞાન અને શિક્ષણ. ૯૫ આત્મિક ઉન્નતિનેા સરલ મા. ૯૬ આત્મસાક્ષાત્કાર કરવા સ્વાત્યાગની જરૂર. ૯૭ ક્યા સંબંધી એ શાણી બહેનેાને સંવાદ. ૯૮ ડહાપણભરી યા સંબધી સ ંવાદ. ૯૯ પાપથી પાપ વધે છે અને પુણ્યથી પાપ ઘટે છે. ૧૦૦ જયા અને વિજયા વચ્ચેના તત્ત્વવિચારણા વિષે સંવાદ. ૧૦૧ કચ્છ-કાઠિયાવાડ-ગુજરાતના જૈન આગેવાનેાએ જાગૃત થઈ દુષ્ટ જડતાને દૂર કરવાની જરૂર. ૧૦૨ સૂક્ત પદે –સુભાષિત વચને. ૧૦૩ યાત્રિક ભાઈ-બહેનેાતે અગત્યની સૂચના. ૨૭૬ ૨૦૯ ૨૮૦ ૨૮૭ ૨૮૯ ૨૯૧ ૧૦૬ સ્વપરહિત માટે ચાર ભાવનાને સારભૂત સદુપદેશ. ૧૦૭ બ્રહ્મચર્યંની નવ વાડાને ટૂંક સારાંશ. ૨૯૩ १०८ वनं हि सात्त्विको वासः૧ઃ–સાધકજને માટે એકાન્તવાસ. ૩૦૦ ૩૦૨ ૩૦૫ ૩૧૨ ૩૧૬ ૧૪ આત્માર્થી જનેાએ લક્ષમાં લેવાના હિતવચને. ૧૦૫ સ્વાથૅધતા તજી ખરા સ્વાર્થનિક થવાની જરૂર. પૃષ્ઠોંક ૨૫૧ ૨૫૩ ૨૫૪ ૨૫૬ ૨૫૭ ૨૫૯ ૨૬૧ ૨૬૩ ૨૬ ૨૬૯ ૨૭૧ ૧૦૯ મહાપુરુષના ઉત્તમ લક્ષણ. ૧૧૦ જીવદયાનાં હિમાયતીને પ્રાસ્તાવિક એ એલ. ૧૧૧ પ્રકાણુ વિચારે. ૧૧૨ મેધ વચન. ૧૧૩ શ્રી કપૂરવિજયજી લેખ સ ંગ્રહ ભા. ૧ લાના વિષયેાની અકારાદિ અનુક્રમણિકા. sales ૩૨૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણાનુરાગી સન્મિત્ર મુનિમહારાજ શ્રી કપૂરવિજયજી લેખ સંગ્રહ ક્ષમાપના અથવા ખામણાં “ ખસીએ ને ખમાવીએ સાહેલડી રે, એ જિનશાસન રીત તા.’ ,, એ અગર્ભિત ઉપદેશ સશાસ્ત્રશિરામણભૂત શ્રી કલ્પસૂત્ર પ્રમુખમાં સર્વ તીર્થંકરાએ તેમ જ ગણુધર મહારાજાએ કરેલા છે. ક્ષમાગુણપ્રધાન–ક્ષાશ્રમણા જગતને ઉપદેશ આપે છે કેઆ યથાર્થ ક્ષમા (Tolerance) ગુણનુ સેવન કરે છે, તેઓ જ દયાધમ (Non-injury )નુ ખરી રીતે પાલન કરે ઇં-કરી શકે છે. દયાધર્મ સર્વોપરી ધર્મ છે અને તેનુ યથાથ સેવન- આરાધન કરવા માટે ક્ષમા ગુણ આદરવાની અતિ આવશ્યકતા જણાવી છે. ક્ષમા ગુણ નમ્રતા રાખવાથી આવે છે, તેથી નમ્રતા અથવા વિનય ગુણ ધારણ કરવાની પણ બહુ જ જરૂર છે. ખરી સરળતાનું સેવન કરનારા જ યથાર્થ નમ્રતા આદરે છે. તે વગરની નમ્રતા ઉપલા દેખાવ રૂપ જ હેાય છે. મુખ્યતાથી Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ] શ્રી કપૂરવિજયજી વડીલ બન્ધુને લઘુ બંધુએ નમ્રપણે વર્તીને ખમાવવા ઉચિત છે. એવા જ્ઞાની મહારાજના હિતવચનને અવલંબી સહુ કેાઈ લઘુ મંધુએ અતિ નમ્રભાવે સરળતા રાખીને સર્વ વડીલ બંધુએને ખામણાં કરવા ઉચિત છે. પણ કવિચત્ લઘુબંધુ, વયની અપરિપક્વતાદિક કારણથી ઉચ્છ્વ ખલતાને લીધે વડીલ બંધુ પ્રત્યે નમ્રતા દાખવી શકે નહિ ત્યારે વીતરાગ શાસનમાં રુચિવત એવા વડીલ બંધુ પોતે નમ્રપણે ખમાવે છે, જેથી લઘુ ખંધુ પણ લજ્જાદિક ગુણને લઇ સહેજે અનુકૂળ થઈ જઇ વડીલ અને અવશ્ય ખમાવે છે. પર આ રીતે આપણી ઓછી સમજને લઇ જે કાંઇ પ્રતિકૂળતા ઊભી થઈ હાય તે જ્ઞાનીના હિતવચનાને લક્ષમાં રાખી અરસપરસ નમ્રતા દાખવી દૂર કરવી જોઇએ. ખમવુ' અને ખમાવવું ” એ ઉત્તમ નીતિ સરલતાથી આદરનારા સુજ્ઞ ભાઇબહેના સ્વપર ઉભયનું હિત કરી શકે છે, અનેક ભવના વેર–વિરોધ શમાવે છે અને ધર્મરાગ દઢ કરીને સતિને સાધે છે. उवसमसारं खु સામળ |” એ આગમ વચનથી સિદ્ધ થાય છે કે શ્રમણપણુ–સાધુપણું ખરેખર ક્ષમા-ઉપશમ ગુણુ( સમતા ગુણ)ની પ્રધાનતાવાળુ જ વખાણેલુ છે. સમતા ગુણુ વગર સાધુપણાના ખરા રસાસ્વાદ મળી શકતા નથી. સમતા રસમાં નિમગ્ન રહેવુ, ગમે તેવા ઉપસ, પરીષહમાં ખેદ કરવા નહિ, પરંતુ સમભાવે તે સર્વે સહન કરવા--દૃઢતા રાખવી એ જ સાધુપણાની ખરેખરી શેાભા છે. એ શેાભા કેઇ રીતે લેાપાય નહિ પણ તેમાં એર વધારે થયા કરે એવી ઉત્તમ નીતિરીતિ અખત્યાર કરવી એ મુનિનેનું પરમ કર્તવ્ય છે. તેનુ એક 46 Page #34 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [૩] ક્ષણ પણ વિસ્મરણ થવું ન જોઈએ. સહુ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુળ, ગણું, યાવત્ સમસ્ત શ્રમણ સંઘને તેમ જ સકળ જીવરાશિને એવા જ પવિત્ર હેતુથી ભાવ સહિત ધર્મની બુદ્ધિ રાખી અમે આ સાંવત્સરિક પર્વની શુભ સમયે ખમીએ છીએ અને અમાવીએ છીએ. ઈતિશમ. [ શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૩૦. પૃષ્ઠ. ૧૭૪.] વિશ્વવંધ થવાને લાયક કેમ થવાય? “લઘુતામું પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર.” નમે તે પ્રભુને ગમે.” " वदनं प्रसादसदनं, सदयं हृदयं सुधामधुरवाचः।" करणं परोपकरणं, येषां केषां न ते वन्याः ? ભાવાર્થ-જેમનું મુખ સદા સુપ્રસન્ન-આનંદિત રહે છે, હૃદય દયાદ્ર—દયા દાનથી ભીનું રહે છે, વાણું અમૃત જેવી મીઠી અને શીતળ હોય છે, તેમજ જેમની કાયા પરોપકારના કામ કરવામાં સદાય તત્પર રહે છે અર્થાત્ જેમનાં મન, વચન અને કાયા સદા ય પવિત્ર પણે વતી સ્વપર ઉપકાર સાધે છે, તે ભાગ્યવંત જનો કોને વંદનીય ન થાય? પોતાનાં પુજ્યભર્યા પવિત્ર કાયૅવડે તેઓ અવશ્ય વિશ્વવંદ્ય બની શકે છે. નમે છે આંબા આંબલી, નમે છે દાડમ દ્રાક્ષ એરંડ બીચારો શું તમે? જેની ઓછી શાખ.” ઊંચી જાતનાં વૃક્ષો જ્યારે ફળથી સભર થાય છે ત્યારે વિશેષ નમી પડે છે, પરંતુ હલકી જાતનાં એરંડા જેવાં વૃક્ષ Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] શ્રી કપૂરવિજયજી નમતાં નથી. એ દૃષ્ટાન્ત ઉત્તમ અને અધમ, સદ્ગુણી અને નિર્ગુણી, વિદ્વાન અને મૂર્ખ, સજ્જન અને દુર્જનને સારી રીતે લાગુ પડે છે. ઉત્તમ-સદ્ગુણી જને સદા ય નમ્રતા ધારે છે, પણ નીચ-નિર્ગુણી જનેા તે। સદાય અક્કડમાજ રહી અહંકાર જ આદરે છે. ⟩—નમતા જનથી. 66 નાન્તિ સજા વૃક્ષા, નમન્તિ સખ્તના નનાઃ । मूर्खाश्च शुष्ककाष्ठं च न नमन्ति कदाचन ॥ " '' ભાવા —ળાથી સભર થયેલાં ઉત્તમ વૃક્ષેા નમી પડે છે, તેમજ પુન્યવત-સત્પુરુષ સદાય નમ્રતા ધારણ કરે છે, પરંતુ જે મૂર્ખ –અજ્ઞાન-અવિવેકી હાય છે તે તેા સૂકાં લાકડાંની પેઠે કદાપિ નમતાં જ નથી. તેઓ તે સદા ય અક્કડ ને અક્કડ જ રહે છે—રહેવુ... પસંદ કરે છે. અર્થાત્ સૂકા લાકડા જેવા મૂર્ખજના અહુંપદ ધારણ કરી અક્કડબાજ રહે છે ત્યારે ફળેલા ફૂલેલા ઉત્તમ ક્ષેા જેવા સજ્જને ઉત્તમ ગુણેાને લીધે સ્વકર્તવ્ય સમજીને સદાય નમ્રતા જ ધારણ કરે છે. ઇાતશમ્ [ શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૩૦. પૃ. ૧૭૩. ] સજ્જન અને દુનના પટાંતર સમજી સુજ્ઞ જનોએ સજ્જનતા આદરવા કરવા જોઇતા પ્રયત્ન. મન વચન અને કાયામાં પુન્ય-અમૃતથી પૂર્ણ છતાં અનેક ઉપકારની કેટિઆવડે જગત્ માત્રને પ્રસન્ન કરતા १ मनसि वचसि काये पुण्यपियूष पूर्णाः Page #36 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ પ ] અને પરના અલ્પમાત્ર ગુણને પર્વત જેવા મહાન લેખી પેાતાના હૃદયમાં પ્રમુદિત થતા એવા કેટલાક સજ્જના જગતીતળ ઉપર અવતરેલાં હેાય છે. સજ્જનાની એવી ઉત્તમ નીતિ-રીતિ હાય છે કે તેઓ પારકા ( છતા–અછતા ) દાષા લેશમાત્ર ખેલતા નથી અને પાતામાં ગમે તેવા સદ્ગુણૢાવતા હોય તેમ છતાં તે પ્રગટ કરતાં નથી, તેઓ પરસ્ત્રીને માતાતુલ્ય, પરધનને પત્થરતુલ્ય અને સર્વ જીવને આત્મતુલ્ય લેખે છે. તે સ્વપરને સુખદાયી એવી અમૃત વાણી વદે છે અને સ્વાચિત વ્યાપાર વણજમાં નેક નિષ્ઠાથી વર્તે છે. તેઓ જે કાંઇ શુભ પ્રતિજ્ઞા કરે છે તે સુખે નિર્વહી શકાય એવુ ડહાપણ વાપરીને કરે છે અને તેને પ્રાણાન્ત પર્યન્ત નિર્વાહ કરી ચૂકે છે. તે પરની દાક્ષિણ્યતા માત્રથી નહિ પણ સ્વાત્મપ્રેરણાથી જ પરહિત કરવા પ્રવર્તે છે અને પરહિતને સ્વહિત તુલ્ય લેખે છે. ક્રોધાદિક કષાયના કારણેાને તેઓ દક્ષતાથી સમતાદિક સાધનાવડે દૂર કરે છે. કલેશ-ટટા પ્રીસાદથી તે બહુ જ કાયર ડાય છે. નાહક કેાઈ જીવને કષ્ટ દુ:ખ થાય એવું પાતે કરવા કે કરાવવા કદાપિ પ્રવર્તતા નથી. ટૂંકાણમાં સ્વપર આત્માને મલિન કરનારાં કારણેા-પાપસ્થાનકાથી પાતે દૂર રહેવા બનતા પ્રયત્ન કરે છે. અનુકંપા બુદ્ધિથી અન્ય જીવા બધી રીતે સુખી થાય તેવા પ્રયાસ સેવે છે અને ગમે તેવા દુર્જન ઉપર પણ દ્વેષબુદ્ધિ વૈરભાવ નહિ લાવતાં તેમને તેના કર્મવશવતી વિચારી પેાતે સમભાવે રહે છે. પરહિત કરતાં પ્રભુપકાર( બદલા )ની ઇચ્છા-પૃહા રાખતા નથી. સંક્ષેપથી આવા વિકટ પણ એકાન્ત હિતકારી માર્ગ સજ્જનેાના છે. તેવી દુર નીતિ-રીતિ સેવનાર Page #37 -------------------------------------------------------------------------- ________________ [૬] શ્રી કરવિજયજી સજનની બલિહારી છે. તેમના વિહિત માર્ગમાં સહાય (સરલતા) કરનારની તેમજ તેની અનુમોદના કરનારની પણ બલિહારી છે. છેવટે તેમના માર્ગમાં નિંદાદિક કરવાવડે અથવા બીજી રીતે અવરોધ-અંતરાય (વિદન) ઊભા નહિ કરતાં સમભાવે રહેનારની પણ બલિહારી છે, કેમકે આવા દુર્ધર વ્રતધારી સજના માર્ગમાં અવરોધ (વિદન) કરનારને ઘણું સંસાર પરિભ્રમણ કરવું પડે છે, તેમ છતાં તેના દુઃખને અંત આવતા નથી. સજજનથી બધી રીતે વિપરીત સ્વભાવ-(નીતિ-રીતિ) દુર્જનનો હોય છે. અનુભવ ઉપરથી સ્પષ્ટ રીતે શાસ્ત્રકારે જણાવ્યું છે કે– લૂણહ ધૂણહ કુમાણુસહ, એ તિત્રિ ઈક્ક સહાઉ (ઓ); જિહાં જિહાં કરે નિવાસડે, તિહાં તિહાં ફેડે ઠાઉ (ઓ). અર્થાત-લૂણ, પૂણ, અને કુમાણસ-દુર્જન એ ત્રણને સ્વભાવ એક સરખો હોય છે. તેઓ જે જે ઠેકાણે નિવાસ કરે છે તે તે સ્થાનનો જ નાશ કરે છે. તેઓ પારકું સારું સહન કરી શકતા જ નથી તેને લઈને જેમ બને તેમ પરનું બગાડવા જ ઈચ્છે છે. નારદની પેઠે કલેશ-કંકાસ તેમને અતિ પ્રિય લાગે છે. પરનિંદા કરવા તેમજ બીજા ઉપર અછતાં આળ ચઢાવવાનો તેમને જાતિસ્વભાવ જ હોય છે. પરને પીડા ઉપજાવીને અથવા પીડા ઉપજતી દેખીને તે રાજી થાય છે. ગુણ પાત્રને અનાદર કરી કેવળ દોષપાત્રને તે ગ્રહણ કરે છે. અર્થાત્ દૂધમાંથી પણ પોરા કાઢવાનો તેમનો સ્વભાવ હોય છે. આવી નિંદ્ય દર્જનતા દરેક ભવ્ય જીવે અવશ્ય પરિહરવા યોગ્ય છે. દુર્જનતાથી ૧ ધૂણ—લાકડાની છાલમાં થાય છે ને તેને જ કરે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૭ ] પરિણામે ફાયદો કશા નથી પણ ટેટા પારાવાર થાય છે, છતાં મંદભાગી જના તે તજ્જતા નથી. સજ્જન પુરુષા તે તેવા નીચ– દુજ નામાંથી પણ ગુણુ જ ગ્રહણ કરે છે. તેમને પેાતાની આત્મજાગૃતિના નિમિત્તરૂપ લેખે છે અને સ્વક વ્યમાં સાવધાન રહે છે. ગમે તેવી વિપત્તિમાં પણ સ્વકતવ્યથી ચૂકતા નથી. અને પેાતાની પ્રકૃતિને બગડવા દેતા નથી, પણ ઊલટા દિન પ્રતિનિ તેની ઉજ્જવળતા–નિર્મળતા સાધવા જ લક્ષ રાખે છે. આવી ઉત્તમ સજ્જનતા શિખવા-આદરવાને આપણુ સહુને સબુદ્ધિ જાગૃત થાએ, એ જ મહાકાંક્ષા. ઇતિશમ્ . [ શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૩૦. પૃ. ૧૪૭. ] જૈન કામના હિતની ખાતર નિર્માણ કરેલી સમયાનુસાર બહુ અગત્યની નમ્ર સૂચનાએ ૧ દરેક માંગલિક પ્રસંગે વિદેશી ભ્રષ્ટ વસ્તુએથી આપણે પરહેજ રહેવુ અને સ્વદેશી પવિત્ર વસ્તુએને જ ઉપયાગ કરવા અને કરાવવા. ૨ આપણા પવિત્ર તીર્થની સેવા-રક્ષા અર્થે આપણાથી અને તેટલા સ્વાર્થ ત્યાગ કરવા-આત્મભેળ આપવા તૈયાર રહેવુ. ૩ ફાઇ પણ જાતના કુસનથી સદંતર દૂર રહેવું અને આપણી આસપાસનાને એનાથી દૂર રહેવા પ્રીતિભરી પ્રેરણા કરવી. ૪ શાંતરસથી ભરેલી જિનપ્રતિમાને જિનેશ્વર તુલ્ય લેખી આપણે તેવા જ અવિકારી થવા પૂજાઅર્ચાદિક પ્રેમથી કરવા-કરાવવા અનેતુ લક્ષ રાખવું–રખાવવું. Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] શ્રી કપૂરવિજયજી ૫ આત્મશાન્તિને આપનારી જિનવાણીનો લાભ મેળવવા . (સાંભળવા) માટે પ્રતિદિન થોડે ઘણે વખત પ્રેમપૂર્વક પ્રમાદરહિત પ્રયત્ન કરો. ૬ જેન તરીકે આપણું કર્તવ્ય શું શું છે? તે સારી રીતે જાણી તે પ્રમાણે આચરવા યથાશક્તિ ઉદ્યમ કરવો. ૭ શરીર નિરોગી હોય તે જ ધર્મસાધન રૂડી રીતે થઈ શકે માટે શરીર–આરોગ્ય સાચવવા પૂરતી સંભાળ રાખવી. વળી બાળલગ્ન, વૃદ્ધવિવાહ, પરસ્ત્રી અથવા વેશ્યાગમન, માદક આહાર, કુપ સેવન અને કુદરત વિરુદ્ધ વર્તનથી નાહક વીર્ય વિનાશ કરવાવડે શરીર કમજોર થઈ જાય છે, એમ સમજી ઉક્ત અનાચારથી સદંતર દૂર રહેવા લક્ષ રાખવું. ૮ આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવું અને બિનજરૂરી ખર્ચ બંધ કરી બચેલાં નાણાંનો સદુપયોગ કરવા-કરાવવા પૂરતું લક્ષ રાખવું. ૯ શુભ-ધર્માદા ખાતે ખર્ચવા કાઢેલી રકમ વગરવિલંબે વિવેકથી બચી દેવી, કારણ કે સદાકાળ સહુના સરખા શુભ પરિણામ ટકી રહેતા નથી. વળી લમી પણ આજ છે અને કાલે નથી, માટે કાલે કરવું હોય તે આજે જ કરવું–કરાવવું ઉચિત છે. ૧૦ જ્ઞાનદાન સમાન કોઈ ઉત્તમ દાન નથી એમ સમજી એ કાર્યમાં યથાશક્તિ સહાય કરવી અને તત્ત્વજ્ઞાનને ફેલા થાય તેવો પ્રબંધ કર, કેમકે શાસનની ઉન્નતિને ખરો આધાર તત્વજ્ઞાન ઉપર અવલંબી રહેલે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૯ ] ૧૧ આપણા જેની ભાઈ બહેનોમાં અત્યારે ઘણેભાગે કળાક શલ્યની ખામીથી, પ્રમાદાચરણથી, અગમચેતીપણાના અભાવથી અને નાતવરા વિગેરે નકામા ખર્ચ થતા હોવાથી જે દુ:ખભરી હાલત થવા માંડી છે, તે જલદી દૂર થાય તેવી તાલીમ (કેળવણી) દેશકાળને અનુસારે ઉછરતી પ્રજાને આપવા દરેક સ્થળે ગોઠવણ કરવી. ૧૨ વીતરાગ પ્રભુને પવિત્ર ઉપદેશ આખી આલમને ઉપગારી થઈ શકે એવો હોવાથી તેનો જેમ અધિક પ્રચાર થવા પામે તેમ પ્રયત્ન કરે. જગદ્ગગુરુ જિનેશ્વર ભગવાને ફરમાવેલી દશ શિક્ષાનું રહસ્ય એ છે કે(૧) શાસનરસિક જૈનેએ સહુ કોઈ જીવોનું ભલું કરવા-કરાવવા બનતી કાળજી રાખવી અને ઉદાર દિલથી આત્મભોગ આપવો. (ક્ષમા) (૨) મદ, માન કે અહંકાર તજી સાદાઈ, ભલમનસાઈ અને નમ્રતા રાખી સહુ સાથે હળીમળીને રહેવું અને ગુણીજનોને અધિક આદર કરવો, તેમના પવિત્ર સમાગમમાં આવી સધ મેળવે અને તે પ્રમાણે ચીવટ રાખીને સવર્તન સેવવું. (નિરભિમાનતા) (૩). માયા-કપટ તજી, સરળતા આદરી, મન, વચન અને કાયાની શુદ્ધિથી સ્વપરહિત થાય તેવાં કાર્ય કરવાં. (સરળતા) Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] શ્રી કરવિજયજી (૪) લેભ–તૃષ્ણા તજી સંતોષવૃત્તિ રાખીને બની શકે તેટલા પ્રમાણમાં પરમાર્થના કામ નિસ્વાર્થપણે કરવાં. (નિર્લોભતા) (૫) કુવાસના તજી, ઈચ્છાનિરોધ–તપવડે નિજ દેહ દમન કરી, પવિત્ર જ્ઞાન ધ્યાન મેગે આત્મ-સુવર્ણ શુદ્ધ કરવું. ( ૫) (૬) ઈન્દ્રિયોના વિષય અને કષાયને કાબુમાં રાખી પવિત્ર પણે યથાશક્તિ વ્રત નિયમો પાળવા પ્રયત્નશીલ થવું. (સંયમ) (૭) સત્યનું સ્વરૂપ સમજી પ્રિય, પચ્ય અને તથ્ય એવું વચન પ્રસંગ પામીને ડહાપણથી બોલવું. (સત્ય) (૮) અંતઃકરણ સાફ રાખી, વ્યવહારશુદ્ધિ સાચવવી. ન્યાય નીતિ અને પ્રમાણિકપણું સાચવીને ચાલવું. (શૌચ) (૯) પરઆશા-પરાધીનતા તજી, નિઃસંગતા-નિ:સ્પૃહતા ધારી એકાન્ત આત્મહિત કરવા ઉજમાળ થવું. (અકિચનતા ) (૧૦) બ્રહ્મચર્ય-શિષ્ટ આચાર-વિચારને સેવી, આત્મ રમણતા યોગે, અતીંદ્રિય એવા સહજ સ્વાભાવિક સુખનો અનુભવ કરે. એળ ભમરીના ન્યાયે પરમાત્મચિન્તવનવડે તેમની સાથે એક્તા કરવી. (બ્રહ્મચર્ય.) Page #42 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૧ ] ૧૩ કલેશ, કુસંપ, વૈર, વિરાધ, ઇર્ષ્યા, અદેખાઇ, નિંદા, ચુગલી, વિગેરે વિકારાને મહા દુ:ખદાયક જાણી પારહરવા. ૧૪ કુસ`ગથી આદરી લીધેલા ખાટા રીત-રિવાજોને હાનિકર્તા જાણી દૂર કરવા-કરાવવા પૂરતુ મથન કરવું. ૧૫ કાઇ રીતે સીદાતા દુ:ખી થતા સ્વધમી જનાને સારી રીતે સહા ય આપવા સદા ય લક્ષ રાખવું. ૧૬ માતા, પિતા, સ્વામી અને ગુરુમહારાજના આપણા ઉપર થયેલા અનહદ ઉપગાર સંભારી તેને કાયમ સ્મરણમાં રાખી, તેમનું હિત કરવાની સેનેરી તક મળે ત્યારે તે ગુમાવવી નહિ. દ્રવ્યથી અને ભાવથી બની શકે તેટલી તેમની સેવા-ભક્તિ જરૂર કરવી. ૧૭ કોઇએ કસૂર કરેલી જાણી, તેનેા તિરસ્કાર કરવાને બદલે તેની ભૂલ શાન્તિથી સમજાવી સુધરાવવી એ વધારે હિતકારી છે. ૧૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ાનજ લક્ષમાં રાખી નમ્રભાવે ઉચિત પ્રવૃતિ કરનાર સુખે સ્વપરહિત સાધી શકે છે. રાગ-દ્વેષ અને મેહાર્દિક સમસ્ત દોષને સર્વથા જીતી, જિનેશ્વરા આપણને પણ એવા જ નિર્દોષ ાનર્વિકારી થવા સતત ઉપદેશે છે, એ મુદ્દાની વાત નિજ લક્ષમાં રાખી, સહુ કાઈ ઉપદેશકા, મુનિજના અને શ્રાવકજના ઉક્ત અમૂલ્ય સૂચનાઓના અમલ કરશે તેા અલ્પ સમયમાં અને અલ્પ પ્રયાસે લાભ મેળવી શકશે. ઇતિશમ્. [ શ્રી જૈન ધર્માં પ્રકાશ, પુ. ૩૦. પૃ. ૨૭ ] Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શ્રી કપૂરવિજ્યજી સત્ય અને શેધક એ બે જૈન બાળકોને સંવાદ, સત્યશોધક ભાઈ ! આપણે અને બીજા બાળકો જે જેનશાળામાં ભણીએ છીએ તેમાં તથા દરેકે દરેક જૈનશાળાઓમાં આજકાલ જે કેવળ ગોખણીયું કામ વધુ પડતું ચાલે છે તે કમી કરીને જે તેના અર્થની સમજ સાથે ચલાવવામાં આવે અને તે સાથે વળી સારાં સારાં જરૂરી અને પૂછી તેને વાજબી ઉત્તર સમજાવવામાં આવે તો આપણી બુદ્ધિ કેવી ખીલવા માંડે વારુ? શોધક-ભાઈ સત્ય ! હારું કહેવું યથાર્થ જણાય છે, કેમકે આપણે હરહંમેશ જૈનશાળામાં જઈએ છીએ તેમ છતાં જે કોઈ આપણને આપણા દેવ, ગુરુ અને ધર્મના સંબંધમાં જરૂરી પ્રનો પૂછે તો તેનો ઉત્તર દેતાં અચકાવું પડે છે અને ઉત્તર બરાબર દેતાં ન આવડે ત્યારે ખરેખર શરમાવું પણ પડે છે. સત્ય-ઉત્તર દેતાં ન આવડે ત્યારે શરમાવું પડે જ ને ? શોધક–એ ખરું, પણ આપણને ઉત્તર દેતાં અચકામણ ન આવે એ બોધ જૈનશાળામાંથી કાં ન મળે ? સત્ય-જેનશાળાની દેખરેખ રાખનારાઓને, સ્થાપનારાઓને, માબાપોને અને માસ્તરને એવી ઊંડી કાળજી હોય તે એ ઉત્તમ બોધ મળવો મુશ્કેલ ન પડે એમ હું માનું છું. શોધક-ઠીક ! તો પછી આપણે તેમને તેવી અરજ કરશું અને વખતેવખત સારો બાધ મેળવવા કોશીશ કરશું. સત્ય-પણ “સારાં કામમાં સો વિદન ” તેથી ચાલે ! આપણે આજે જ આપણા ઉપરીઓને તે વિષે અરજ કરીએ. Page #44 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ ઠા બધા પછી ૧૩ ] આપણી ખરી અરજ તેઓ હૈયે ધરશે અને આપણે સહુને બહુ સારો લાભ મળશે. આ પ્રમાણે નિશ્ચય કરી સત્ય અને શેધક બન્ને જણાએ મળી બહુ જ નમ્રતાપૂર્વક પોતાના ઉપરીઓને અરજ ગુજારી તેથી ઉપરીઓએ પણ તે બન્ને બાળકોની ઉત્કંઠા જોઈને તરત તે અરજ સ્વીકારી. પછી હરહમેશાં જેનશાળામાં અભ્યાસ સાથે પ્રસંગે પ્રસંગે બાળકો સારાં સારાં ઉપયોગી અને માસ્તરને પૂછવા લાગ્યા અને માસ્તર પણ તેનું સમાધાન કરવા લાગ્યા. [ શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૩૦. પૃ. ૨૭૭.] જૈનમાર્ગદર્શક સાદા પ્રશ્નો અને તેના ઉત્તરો. ૧ પ્રશ્ન-આપણે શા કારણથી “જૈન” કહેવાઈએ છીએ? ઉત્તર-આપણે જિનેશ્વર દેવની સેવા કરનારા છીએ તેથી. ૨ પ્ર-જિનેશ્વર દેવ કોને કહીએ? તેમની સેવા શા માટે કરવી ? ઉ૦-સકળ જિનેનાં જે નાયક છે, અનંત જ્ઞાન, અનંત શક્તિ પ્રમુખ અનંત ગુણોના દરીઆ છે અને અનેક ઉત્તમ લક્ષણોથી ભરેલા છે તેથી તે સદા ય સેવવા યોગ્ય છે. ૩ પ્ર-જિન કેને કહીએ? અથવા શાથી જિન કહેવાય? ઉ૦-રાગ દ્વેષ અને મોહ વિગેરે તમામ દોષને સંપૂર્ણ રીતે Page #45 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી કરવિજયજી જીતીને તે દેને દળી નાંખે તેને જિન કહીએ. તમામ દોષ દૂર કરી દેવાથી અને સંપૂર્ણ જ્ઞાનાદિક ગુણે પ્રાપ્ત થવાથી તે જિન કહેવાય છે. તાર્થકર જિનેશ્વર કહેવાય છે. જિનેશ્વર દેવની આજ્ઞા અખંડ રીતે પાળવાથી એવા જિન થઈ શકાય છે. જિન થવું કંઇ સુલભ નથી. ૪ પ્ર–આપણે શ્રાવક શાથી કહેવાઈએ છીએ ? ઉ-જિનેશ્વર દેવની આજ્ઞા પ્રમાણે નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર-ક્રિયા વડે મોક્ષમાર્ગનું સાધન કરનારા એવા સુસાધુ–આચાર્ય, ઉપાધ્યાય કે મુનિજને પાસે જઈ, ધર્મશાસ્ત્રનું વિનય વિવેક સહિત શ્રવણ કરી, શુદ્ધ દેવ ગુરુ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી, યથાશક્તિ વ્રત પચ્ચખાણ કરીએ છીએ તેથી. ૫ પ્રક-શ્રાવકમાં સામાન્ય રીતે કેવા ગુણ હોવા જોઈએ? ઉ –માનુસારીપણાના ૩૫ ગુણ તે તેમાં અવશ્ય હોવા જોઈએ. ૬ પ્ર–માર્ગાનુસારીપણાના થોડાક ગુણો વર્ણવી દેખાશે ? ઉ૦–૧ ન્યાય-નીતિથી કમાણી કરી તે વડે આજીવિકા ચલાવવી. ૨ સદાચારી થવું અને કદાપિ લોકવિરુદ્ધ દુષ્ટ વ્યસ નાદિક ઉન્માર્ગે જવું નહિ. ખાનપાન સંબંધી પણ યોગ્ય વિવેક સાચવવો. ૩ સરખા આચારવિચારવાળા-એકમતવાળા સંગાથે Page #46 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૫ ] વિવાહ જોડવા, જેથી શાન્તિપૂર્વક ધર્મકર્મ કરવામાં ખલેલ ન આવે. ૪ સર્વ પ્રકારના પાપ આચરણથી ડરતાં રહેવુ. ૫ દેશાચાર પ્રમુખ લક્ષમાં રાખી નિન્દાપાત્ર ન થવાય તેમ ડહાપણથી વર્તવું. ૬ રાજા પ્રમુખ અધિકારીના તેમજ પૂજ્ય વિડિલ પ્રમુખ કોઇના પણ અવણુ વાદ કદાપિ ખેલવા નિહ, તથા સાંભળવા પણ નહિ; કેમકે તેથી ભારે અનર્થ યા દોષ પેદા થાય છે. છ સારા પડોશવાળા ચેાગ્ય મકાનમાં સુઘડતાથી રહેવું. ૮ સદ્ગુણી સંત-સાધુ-મહાત્માના યા સુશ્રાવકના સત્સંગ કરવા. ૯ માષિતાદિક વડીલેાની આજ્ઞા માથે ધારણ કરવી પણુ લેાપવી નહિ. ૧૦ ઉપદ્રવવાળા સ્થાનમાં જવું નહીં કે જેથી ધર્મની અને ધનની હાનિ થાય. ૧૧ પેાતાની ગુંજાશ( આવક )ના પ્રમાણમાં જ ખર્ચ કરવેા. ૧૨ પાશાક પણ પાતાની સ્થિતિના પ્રમાણમાં જ રાખવા. ૧૩ બુદ્ધિના આઠ ગુણેા ધારી તત્ત્વમેાધ મેળવી સદ્ગુણી થવુ. Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] શ્રી કર્ખરવિજયજી ૧૪ બરાબર સુધા-ખાવાની રુચિ જાગ્યા વગર ખાવું નહિ. ૧૫ નિયમિત વખતે સુધાના પ્રમાણમાં જ પચે તેવું ભેજન કરવું. ૧૬ ધર્મને સાચવી અર્થ ઉપાર્જન કરવું, તેમજ અર્થને હાનિ ન પહોંચે તેમ મર્યાદાસર કામ સેવન કરવું, એ રીતે ધર્મ, અર્થ અને કામને સાધવાં. ૧૭ ભોજન સમયે સંત-સાધુ-અતિથિ અને માતાપિતા દિકની અવશ્ય સંભાળ લેવી. તે પછી ભેજન કરવું. ૧૮ ગુણીને પક્ષ કરે એટલે તેમનામાં જ દૃઢ રાગ ધરે. ૧૯ દેશકાળભાવ વિચારી, નિજ શક્તિ-બળ તપાસી ઉચિત કાર્ય કરવું. ૨૦ ધર્મચુસ્ત સજજનોની બહુમાનપૂર્વક સેવા-ભક્તિ કરવી. (સ્વશ્રેય માટે). ૨૧ ઉચિત રીતે નિજ કુટુંબપિષણ કરતાં રહેવું. દિન દુઃખીને પણ યથાશક્તિ સહાય આપવા મૂકવું નહિ. ૨૨ લાભાલાભ સંબંધી યોગ્ય વિચાર કરી કાર્યારંભ કરે. એકાએક સહસાકાર ન કરવો. વિચારીને પગલું ભરનાર સુખી થાય છે. ૨૩ એ ઉપરાંત લજજાવંત થવું વિનયવંત થવું, દયાવંત થવું, સમતાવંત થવું, વિચક્ષણ થવું, લોકપ્રિય થવું, Page #48 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૭ ] કૃતજ્ઞ થવું, ઇંદ્રિયજિતુ થવું અને કામકોધાદિ ષટરિપુના વિજેતા થવું, ઈત્યાદિ સમસ્ત ગુણો સેવવા આદરવા યોગ્ય છે. ૭ પ્ર–માર્ગાનુસારીપણાના ગુણ વગરના શ્રાવક ન કહેવાય ? ઉ –તેવા ગુણ વગરનો નામમાત્ર શ્રાવક ભલે કહે, પણ પરમાર્થ રૂપે શ્રાવક તો એ અને અક્ષુદ્રતા-ગંભીરતા દિક ઉત્તમ ગુણવડે જ કહેવાય. ૮ પ્ર–વળી અક્ષુદ્રાદિક કયા કયા ગુણ આદરવા જોઈએ ? ઉ૦–૧ પરાયા છિદ્ર-ષ જેવાની ટેવ પડી હોય તે ટાળીને ગુણગ્રાહક દષ્ટિ ધારવીઆદરવી, ગંભી. રતા રાખતા રહેવું. ૨ માયા-કપટ કે શઠતા તજી સરલસ્વભાવી થવું. ૩ સુદાક્ષિથતાવંત થવું-પ્રેરણાગે પરહિત કરવા તૈયાર થવું. ૪ નિષ્પક્ષપાતીપણે જ્યાં સત્ય હોય ત્યાં જ પ્રીતિ ધરવી. પ પ્રાણાતે પણ અસત્ય-ધર્મવિરુદ્ધ ભાષણ ન જ કરવું, તેમજ પારકી કુથલી નહિ કરતાં કંઈ પણ હિતકારી ધર્મચર્ચા કરવી. ૬ કુટુંબ પણ ધર્મરુચિવાળું હોય, જેથી ધર્મમાં સહાયભૂત થાય. Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કપૂરવિજયજી ૭ સ્વત: પરોપકાર કરવા પ્રેમ પ્રગટે અને પરોપકાર સાધે. ૮ જે કાર્ય આદરે તે કાર્ય કુશળતાથી પાર પાડે એવી કાર્યદક્ષતા હેય. ૯ શરીરની આરોગ્યતા અને ઇન્દ્રિયપટુતાદિક સંબંધી સારી રીતે સંભાળ રાખે, એમ સમજીને કે તે બધાં ધર્મસાધનના અંગરૂપ છે. એ અને બીજા કેટલાક ગુણો ઉપર વર્ણવ્યા છે, તે સાથે હૃદયની કોમળતા પ્રમુખ સગુણવડે જીવ શ્રાવકધર્મને લાયક બને છે. ૯ પ્ર–આ બધા ગુણો બહુ જ ઉપયોગી હોવાથી બારીકીથી સમજીને અવશ્ય આદરવા ગ્ય છે. તેનું વિશેષ વર્ણન કયાં મળી શકે ? ઉ૦–અસરકારક રીતે દાખલા દલીલે સાથે તે ધર્મ રત્નપ્રકરણ, ધર્મબિન્દુ વિગેરે ગ્રંથના ભાષાંતરોમાં તેનું વિશેષ વર્ણન જોઈ શકાશે. બાકી સામાન્ય રીતે તો જૈનહિતોપદેશ ભાગ-૧-૨-૩, અને શ્રાવક કલ્પતરુ વિગેરેમાં પણ તેનું વર્ણન જોઈ શકાશે. ૧૦ પ્ર–શ્રાવક શબ્દનો અક્ષરાર્થ શું થઈ શકે ? ઉ૦–શ=શ્રદ્ધાવંત, વ=વિવેકવંત, અને ક=કિયાવત એ અર્થ થાય. ૧૧ પ્ર–સામાન્યત: શી શી કરણીથી શ્રાવકજીવન સાર્થક લેખાય? Page #50 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૯ ] ઉ– શ્રી જિનેશ્વરદેવની પૂજા-સેવાથી, શુદ્ધ માર્ગદર્શક ગુરુની સેવાભક્તિથી, જીવદયાથી, શુભપાત્રને દાન દેવાથી, સદગુરુ પ્રત્યે પ્રેમ ધારવાથી, અને આગમવચનોને સારી રીતે શ્રવણ મનન કરી સન્માર્ગ ગ્રહણ કરવાથી શ્રાવકજીવન સફળ થાય છે. ૧ર પ્ર–વિશેષત: શ્રાવકનો કર્તવ્ય ધર્મ કેવા પ્રકારનો છે? ઉ૦ –-હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહને સર્વથા ત્યાગ થઈ ન શકે ત્યાંસુધી તેને અમુક પ્રમાણમાં ઊંચું લક્ષ રાખી અવશ્ય ત્યાગ કરવા રૂપ પાંચ અણુવ્રત ધારવાં, તેમજ તેને ગુણકારી થાય એવાં ત્રણ ગુણવંત દિવિરમણ-દિશા પ્રમાણ, ભેગોપગ પ્રમાણ અને અનર્થદંડ વિરમણ ઉપરાંત ચાર શિક્ષાવ્રત-સામાયિક, દેશાવગાશિક, પિષધ અને અતિથિસંવિભાગ પણ અવશ્ય આદરવા યોગ્ય છે. આ શ્રાવગ્ય દ્વાદશત્રત ( બાર વ્રત ) અને તેને જ લગતી શ્રાવગ્ય વિશેષ કરણ–૧૧ પડિમાઓ ( પ્રતિજ્ઞા વિશેષ) માટે પણ ધર્મબિન્દુ, શ્રાવકજ્ઞપ્તિ વિગેરેમાં સારું વર્ણન કરાયેલું છે, તેમજ શ્રાવકકપતરુમાં પણ એ સંબંધી કંઈક વિસ્તારથી વર્ણન કરાયેલું જોઈ શકાશે. જિજ્ઞાસુ માટે તે બહુ ઉપયોગી છે. ૧૩ પ્ર–શ્રાવગ્ય કર્તવ્યનું સંક્ષેપથી ક્યાં વર્ણન કરા ચેલું છે? Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] શ્રી અરવિજયજી ઉ૦–“દલિri ” એ સઝાયમાં જે કર્તવ્યનું દિગદર્શન કરાવેલું છે તેનો કંઈક ભાવાર્થ “જૈન હિતબોધ'માં સમજાવવામાં આવેલો છે. તેને વિસ્તારાર્થ તેની ટીકા ઉપરથી સમજી શકાય તેમ છે. ૧૪ પ્ર–સુસાધુ જનોને કર્તવ્ય ધર્મ કેવા પ્રકારનો કહેલો છે. ઉ–તેમને તો પૂર્વોક્ત હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાનો સર્વથા ત્યાગ અને શુદ્ધ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતાને સર્વથા સ્વીકાર કરવા રૂપ પાંચ મહાવ્રતોને ધારવાં, પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો, ક્રોધાદિક ચારે કષાયોને જય કરવો અને મન, વચન તથા કાયાના દંડથી વિરમવું. એ રીતે ૧૭ પ્રકારનો સંયમ ધર્મ આદરીને સાવધાનપણે પાળવારૂપ કર્તવ્ય ધર્મ છે. અને એ ઉપરાંત ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, સરલતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય રૂપ દશ પ્રકારનો પણ યતિધર્મ સારી રીતે સમજીને સુસાધુ જનોએ સેવવા ગ્ય છે. તેમને યોગ્ય દ્વાદશ “ ભિખુ પડિમા” પણ આરાધના યોગ્ય કર્તવ્ય ધર્મ છે. ૧૫ પ્ર–આ જિનેશ્વરદેશિત ધર્મરૂપ મહાવૃક્ષનું મૂળ શું છે ! ઉ–વિનય (ગુણ-ગુણું પ્રત્યે નમ્રતા) એ જ એનું મૂળ છે. ૧૬ પ્ર–વિનયના સામાન્ય ભેદ-પ્રકાર સમજાવશે? Page #52 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૧ ] ઉ૦–૧ વંદન, સુખશાતાદિ પૃચ્છા, યથાયોગ્ય અન્ન પાન, વસ્ત્ર–પાત્રવડે ભક્તિ. ૨ સગુણ સાધુ પ્રમુખના સદ્દગુણવડે તેમના પ્રત્યે હૃદય પ્રેમબહુમાન. ૩ તેમનામાં પ્રગટેલા ઉત્તમ ગુણોની સ્વમુખે પ્રશંસા કરવી. ૪ તેમનામાં નજરે આવતાં નજીવા દોષોની ઉપેક્ષા કરવી, સમક્ષ તેવા નજીવા અવગુણ ઉઘાડા પાડવા નહિ. ૫ કઈ પણ પ્રકારની અવજ્ઞા-આશાતના થવા ન દેવી. ૧૭ પ્ર–દેવવંદન અને ગુરુવંદન કરવા સંબંધી વિધિ-વિવેક સ્પષ્ટપણે કયા કયા સ્થળે બતાવવામાં આવેલ છે. ઉ–દેવવંદન ભાષ્યમાં અને ગુરુવંદન ભાષ્યમાં તે સંબંધી સ્પષ્ટ ખુલાસો છે. જે ભષ્યિત્રય નામના પુસ્તકમાંથી વિવેચન સાથે જોઈ શકાશે. વળી “ જૈન હિતબેધ” આદિમાં પણ પ્રસંગે પ્રસંગે તે વિષય ચલે છે, તેમ જ શ્રી શત્રુંજય મહાતીર્થાદિ યાત્રાવિચાર અને ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહમાં આ સંબંધી યથાયોગ્ય વર્ણન આપવામાં આવેલું છે, તે સમજવું સુલભ પડે એવું પણ છે, તેથી સહુને તે વાંચવા ભલામણ છે. ૧૮ પ્રહ–જપ તપ વ્રત નિયમ સંબંધી પચ્ચખાણ કરવાને Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] શ્રી કપૂરવિજયજી વિધિ-વિવેક ફુટ રીતે ક્યાં વર્ણવવામાં આવેલ છે? કે જે લક્ષગત થઈ શકે. ઉ–પૂર્વોક્ત ભાષ્યત્રયમાં જ પચ્ચખાણ ભાષ્યના અધિ કારે તેનું સ્પષ્ટ વર્ણન છે. ૧૯ પ્ર–આ સઘળી કરણ વિધિ સહિત કરવાને ઊંડે હેતુ કે હવે જોઈએ? ઉ૦–રાગદ્વેષવાળી મન, વચન અને કાયાની ચપળતા-દુષ્ટતા નિવારી, ઉત્તમ આલંબન યેગે તેમને નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં નિર્દોષ રીતે સ્થિર કરવા અને અનુક્રમે સર્વથી અગેચર પરમાનંદ પદમેક્ષ પ્રાપ્તિ કરવી એ જ ઉત્તમ હેતુ છે. ૨૦ પ્ર–ગ અનુષ્ઠાન એટલે શું? અને તે શું લાભદાયક થઈ શકે ? ઉ--પરમપદ જે મેક્ષ તે સાથે જોડી આપે એ સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી આચાર તે તમામ યોગ અનુષ્ઠાન કહેવાય. તેથી સાધકને અનેક પ્રકારની સિદ્ધિઓ અને અંતે મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. ઇતિશમ. [શ્રી જૈન ધર્મ પ્રકાશ પુ. ૩૦, પૃ. ૨૮૩] Page #54 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૩ ] સાર સુખદાયક સુભાષિત વચને “ઉત્તમ પુરુષની ઉત્તમ પ્રસાદીની કોણ અવગણના કરે ?” ૧ સુજ્ઞ શુભાશય ! તારા ભલા માટે નિરંતર લક્ષપૂર્વક તારે શિષ્ટ પુરુષસેવિત સન્માર્ગનું સેવન આળસ રહિત કરવું. ૨ શિષ્ટ પુરુષવડે કવોડાયેલા પાપકર્મોન સદા ય પરિહાર કરે. ૩ વીતરાગ સર્વ ભાલાં તત્ત્વ વિષે બરાબર શ્રદ્ધા રાખવી. ૪ અન્ય કપોલકપિત મિથ્યા વચનો ઉપર વિશ્વાસ ન રાખવો. ૫ સારાં આલંબન મેળવી નમ્રતાપૂર્વક સત્ય જ્ઞાન સંપાદન કરવું. ૬ ધર્મને દીપાવનાર સદાચારનું પ્રીતિ ધરી સદા ય સેવન કરવું. ૭ આડે માર્ગે દોરી જનારી ઈન્દ્રિયનું સારી રીતે દમન કરવું. ૮ મોહ પમાડનારી સ્ત્રીઓને સંગ-પ્રસંગ જેમ બને તેમ ઓછો કરવો. ૯ પરિણામે દુઃખદાયી એવાં વિષયસુખની લાલસા જેમ બને તેમ ઘટાડવી. ૧૦ પરમ ઉપકારી જિનેશ્વરદેવની સદા ય સેવાભક્તિ આદરથી કરવી. Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] શ્રી કપૂરવિજયજી ૧૧ સન્માર્ગદર્શક ગુરુજનોની પણ તેવી જ રીતે સેવાભક્તિ કરવી. કર્મબળને બાળી નાંખનારી તપસ્યાનું પણ શક્તિ મુજબ સમતાથી સેવન કરવું. ૧૩ સ્વપરને હિતરૂપ થાય એવું જ વચન બોલવું, અન્યથા મૌન રહેવું. ૧૪ ધોળે દહાડે ધાડ પાડનારા રાગદ્વેષનો જેમ બને તેમ સમતા વડે જય કરે. ૧૫ કેધ, માન, માયા અને લોભને દુઃખદાયક સમજી ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષનું સેવન કરી તે વડે તેમને જીતી લેવા. ૧૬ અહિંસા અથવા દયાને શાસ્ત્રનીતિથી સારી રીતે સમજીને સેવવી. સહુ કોઈ જીવોને નિજ સમાન લેખી કોઈ સાથે પ્રતિકૂલતા રાખવી નહિ. ૧૭ ગમે તેવા સંજોગોમાં પણ સત્ય વ્રતને લાંછન લગાડવું નહિ. ૧૮ ગમે તેવી પરાઈ વસ્તુ અનીતિથી લઈ લેવા કદાપિ પણ ઈચ્છવું નહિ. આમાની ઉન્નતિ કરવાને અકસીર ઉપાય મન, વચન અને કાયાની પવિત્રતા સાચવી રાખી બ્રહ્મચર્ય પાળવું એ છે. ૨૦ પરિગ્રહ સંબંધી મૂચ્છ–મમતા જેમ બને તેમ પરિહરવા કમી કરવી યુક્ત છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૫ ] ૨૧ સંસારનું વિષમ સ્વરૂપ જોઈ વિરક્તપણે નિજહિત સાધી લેવું. ૨૨ સગુણોની પ્રાપ્તિ અને પુષ્ટિ માટે સલ્લુણી જનોનો સંગ કરે. ૨૩ રાગ દ્વેષ અને મોહથી સર્વથા મુક્ત થયેલાને જ વીત રાગ (દેવ) માનવા. ૨૪ પાત્રાપાત્રને વિવેકવડે પિછાણી લઈ પાત્ર-સુપાત્રને બહુ પ્રેમથી દાન દેવું. ૨૫ ભવ્ય જીવોને ભક્તિપ્રમુખ આલંબન માટે જ્યાં જિન મંદિર ન જ હોય ત્યાં શાસ્ત્રનીતિ મુજબ જયણપૂર્વક કરાવી આપવામાં લાભ છે; પણ જ્યાં પ્રથમથી જ હોય ત્યાં તે તેને જીર્ણોદ્ધાર જ કરાવવો લાભકારી છે. ૨૬ મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થતા પ્રમુખ ઉત્તમ ભાવનાઓ સદા ય ભાવવી. ૨૭ અનેક દૂષણથી ભરેલું રાત્રિભૂજન કરવાની કુટેવ તજી દેવી જ યુક્ત છે. ૨૮ હિતાહિત-લાભાલાભ જેથી સ્પષ્ટ સમજાય એવા વિવેકને જરૂર આદર. જેનાથી દુઃખને વધારે જ થાય એવી બેટી માયા-મમતાનો ત્યાગ કરવો. ૩૦ આ અગાધ સંસારસાગરનો વહેલાસર પાર પામવા પ્રબળ પ્રયત્ન કરે. Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ર૬ } શ્રી કરવિજયજી ૩૧ —ધીરજ-સમતાને સુખદાયી સમજીને તેનું પુનઃ પુન: સેવન કરવું. ૩ર શોકને સર્વ રીતે નુકશાનકારી સમજીને તેને જલદી ત્યાગ કરવો. ૩૩ ઈર્ષા–અદેખાઈ, વૈર, ઝેર પ્રમુખ દુષ્ટ વૃત્તિ તજી મનને - શુદ્ધ-નિર્મળ કરવું. ૩૪ ઉત્તમ ધર્મ સામગ્રી પામીને જરૂર માનવભવની સફળતા કરી લેવી. ૩૫ સમજપૂર્વક અમૂલ્ય વ્રત આદરીને કદાપિ વ્રતભંગ કરે નહિ. મરણ સમયપર્યન્ત સમાધિ સચવાઈ રહે એવી ખબ કાળજી રાખવી. ૩૭ આ ભવ પરભવ સંબંધી અસાર સુખ–ભેગની ઈચ્છા તૃષ્ણા રાખવી નહિ. ૩૮ સ્વકર્તવ્યધર્મને સારી રીતે સમજીને સાવધાનપણે પાળવા પ્રયત્ન કરો. ૩૯ નવકાર મહામંત્રને હૈયાના હાર સમાન લેખી તેનું સદા ય સ્મરણ કરવું. ૪૦ જન્મ મરણની મહાવ્યાધિ સદંતર દૂર કરવા માટે ધર્મ રસાયણનું સેવન કરવું ૩૬ Page #58 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૭ ] ૪૧ શુધ્ધ વૈરાગ્યબળ મેળવી, દેહ લક્ષ્મી પ્રમુખ ક્ષણિક પદાર્થોના મેા તજી દેવા. સદા સદા દ્વિવેક રૂપ આંતર ચક્ષુના ઉપયોગ કર્યો કરવેશ. ૪૨ ૪૩ ૪૪ દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ સંખળ (ભાતું) અને તેટલું સાથે લઇ લેવા ચૂકવું નિહ. '' ૪૧ મળે ત્યારે કૂવા ખાદવા કામ આવે નહિ. ', માનવભવ પ્રમુખ ઉત્તમ ધસામગ્રી ફ્રી ફ્રી મળવી મુશ્કેલ છે એમ સારી રીતે સમજી રાખી શીઘ્ર સ્વહિત કરી લેવા લક્ષ ઢારવુ. ૪૫ પુરુષાર્થ સેવનવડે ગમે તેવા કઠીન કાર્યની પણ સિદ્ધિ થઈ શકે છે એવા નિશ્ચય કરી, પ્રમાદ માત્ર દૂર કરી, પુરુષાથી બનવુ. એ વડે સકળ કાર્યસિદ્ધિ થઇ શકશે. ઇતિશમ્ [ જૈ. ધ. પ્ર. પુ. ૩૫. પૃ. ૨૧૦–૨૧૧ સ’. ૧૯૭૫ ] આપણે દયાળુ છીએ તેની સાબિતી શી ? વ્હાલા બંધુઓ અને હેંને ! આપણા હૃદયમાં દયા વસી છે એમ ક્યારે અને શી રીતે લેખી શકાય ? જ્યારે બીજા જીવાની દયામણી સ્થિતિ જોઈ આપણું દિલ દ્રવે–મન પીગળે અને પાપકારષ્ટિથી તેમનુ દુ:ખ દૂર કરવા તન-મન-ધનથી ઉદ્યમ કરાય ત્યારે જ આપણું દિલ દયાળુ-કામળ છે એમ કહી શકાય. આ ખાખતમાં મીજા ગમે તે કહે પણ આપણું અંતઃકરણ જ સાક્ષી આપે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮] શ્રી કપૂરવિજયજી દયા-અનુકંપાને ગુણ આપણામાં જેમ બને તેમ વધારે ખીલવવાની જરૂર છે. વળી તે દયા-અનુકંપા પણ ડહાપણભરી હોવી જોઈએ. તે ગુણ આપણામાં જેટલે અંશે ખીલતે જશે તેટલે અંશે આપણે પવિત્ર ધર્મના અધિકારી બની શકશું કેમ કે દયા જ ધર્મનું મૂળ છે, તેમ જ સત્ય, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય, સુશીલતા અને મૂર્છા–મમતારહિતપણારૂપ અસંગતાદિક વ્રત માત્ર તે દયા અથવા અહિંસાની રક્ષા માટે જ છે. સર્વ જીવો જીવિત ઈચ્છે છે, કઈ મરણ ઈછતા નથી; અને જેવી સુખ દુઃખની લાગણું આપણને થાય છે તેવી જ અન્યને પણ થાય છે જ તો પછી કઈ પણ જીવને પ્રતિકૂળતાપીડા ઉપજે તેવાં આચરણ નહિ કરતાં તેમને સુખ-સમાધિ ઉપજે એવા જ આચરણ કરવાં જોઈએ. સુખનાં અથી જનોએ કોઈ જીવને કદાપિ પ્રતિકૂળતા ઉપજાવવી નહિ. “સર્વે સુખી થાઓ ! સવે રોગ રહિત થાઓ! સર્વે મંગળમાળા પામે! કઈ પાપાચરણ નહિ કરે ! આખી દુનિયામાં સુખ-શાન્તિ પ્રસરે ! જીવમાત્ર એક બીજાનું હિત કરવા તત્પર થાઓ ! દોષ માત્ર દૂર થાઓ અને સર્વત્ર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાઓ !” આવી ઉદાર મૈત્રી ભાવના આપણા દરેકના દિલમાં દઢ થવી જોઈએ. દુઃખી જીવનમાં પ્રગટ દુ:ખ દૂર કરવા ઉદાર દિલથી બનતી મદદ કરવા ઉપરાંત તેઓ કાયમને માટે દુઃખમુક્ત થાય એવા બુદ્ધિગમ્ય ઉપાય બતાવવા. સુખી તેમજ સગુણી જનોને દેખી દિલમાં પ્રમુદિત થવું અને ગમે તેવા કઠેર કર્મ કરનાર ઉપર પણ દ્વેષ નહિ કરતાં તે સુધરી ઠેકાણે આવી Page #60 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૯ ] શકે એમ જણાય તેા તેના પર કરુણા કરવી, નહિ તે। ઉપેક્ષા કરીને પણ સ્વપરહિતકારી અન્ય ઉચિત આચરણા કરવા માટે કાયમ તત્પર રહેવુ. ઇતિશમ્ [ રે. . પ્ર. પુ. ૩૫, પૃ. ૨૧૧] સદાનમાં અભયદાન શ્રેષ્ઠ છે તેવી ખરી ખાત્રી કરી પ્રમાદ વ તેવું જ વર્તન કરવું ઇચ્છતા “ સકાઇ જીવિત ઇચ્છે છે કેાઇ મરવા નથી. ” એમ યથાર્થ સમજીને સાધુ નિગ્રંથ જના સવ કાઇને વ આત્મસમાન લેખે છે, કાઇને ભય ત્રાસ આપતા નથી. સાધુ નિથાની પેઠે સર્વ જીવાને અભય આપી શકાય તે તેા ઉત્તમ વાત જ છે; પરંતુ તેમ સર્વથા કરવું બની ન શકે તેા જેટલું શકય હાય તેટલુ તા અવશ્ય કરવું જ જોઇએ. જે મહાનુભાવા ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, સરલતા અને સતાષાદિક સદ્ગુણેાને ધારણ કરી ક્રોધાદિક કષાયાને જીતી શકે છે, ઇન્દ્રિયને કબજે રાખી વિષયાસક્તિથી દૂર રહે છે, દઢ સંયમબળથી સત્યાદિક મહાવ્રતાનું પરિશીલન કરે છે અને પવિત્ર વિચાર વાણી અને આચારનુ સેવન કરે છે, તેવા સંત સાધુ જનાજ સર્વ જીવાને પૂર્ણ રીત્યા અભયદાન દઇ શકે છે, ખાકીના ગૃહસ્થ જના તા થાડે ઘણે અંશે જીવાને અભયદાન દઇ શકે છે. જ્ઞાન અને પછી શાસ્ત્રકાર કહે છે કે “ પહેલું અહિંસા-અથવા દયા ૧.કેમકે અહિંસા અથવા દયાનું Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપૂરવિજયજી લાભ [ ૩૦ ] લેવાના જ્ઞાન અથવા યથાર્થ સ્વરૂપ સમજ્યાથી જ તેના યથા પ્રસંગ પ્રમાદ રહિત સાધી શકાય છે, યથાર્થ સમજ વગર તે અહિંસા અથવા દયાને બદલે હિંસાના મા પણ આદરી લેવાય છે. યથાર્થ જ્ઞાન અથવા સમજવડે જે સર્વ જીવાને સ્વ આત્મ સમાન સમજી તથાપ્રકારની દૃઢ શ્રદ્ધા રાખી પ્રમાદ તજી સત્યાગ્રહ ધારી સ્વ કર્તવ્યમા થી લગારે શ્રુત થતા નથી તેવા સ ંત-મહાત્માએ જ સર્વ જીવાને સર્વથા અભય આપી શકે છે, પરંતુ જેએ પ્રમાદવશ થઇ સ્વ કન્યકમાં શિથિલતા ધારે છે તે તે મહાવ્રતનેા જોઇએ તેવા લાભ લઇ શકતા નથી. વિચારથી વાણીથી અને કૃતિથી જેમ જાતે હિંસા કરાય છે તેમ અન્ય પાસે પણ કરાવાય છે, તથા તેનું અનુમેાદન પણ કરવામાં આવે છે. મન, વચન કે કાયાથી ઉક્ત જીવહિંસા કરવા કરાવવા કે અનુમેદવાથી સથા વિરમવું તેનું નામ જ સંપૂર્ણ અભયદાન કહેવામાં આવે છે. સુખદુ:ખની લાગણી સહુને સમાન હોવાથી કોઈ જીવને પ્રતિકૂળતા ઉપજાવવી નહિ. ગમે તે પ્રસંગે હૃદયમાં કોમળતા ધારી જયણાથી પ્રવર્તવું. જેથી જીવાની રક્ષા થાય તેવાં સુકેામળ ઉપગરણાના જ ઉપયાગ કરવા, તેમ જ જન્મ જરા મરણના દુ:ખથી સર્વથા મુક્ત થવાય તેવા સંયમમા માં અપ્રમત્તપણે વિહરવા દત્તચિત્ત-એકનિષ્ઠ બની રહેવુ યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું યથાવિધિ આરાધન કરવાથી પાતે અભય-નિર્ભય બને છે અને અનેક જીવાને અભય આપવા શક્તિવાન થઇ શકાય છે. ઇતિશમ્ [ જૈ. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૩૯ ] Page #62 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૧ ] જેન કમને ખૂબ લક્ષ્યમાં લેવા ગ્ય ખાસ ઉપયોગી સૂચનાઓ ૧ સુખના અથી સહુએ જરૂર પડતાં શુદ્ધ, સ્વદેશી વસ્તુને જ આદર કરે, સ્વદેશી કે વિદેશી બ્રણ વસ્તુઓથી સદંતર દૂર જ રહેવું. ૨ આપણાં સઘળાં સ્થાવર અને જંગમ તીર્થોની રક્ષા ને સેવા માટે વિશેષ સાવધાન રહેવું. તેમની ખાતર પોતાનાં પ્રાણ પાથરવા પણ ન ચકવું, જરૂર પડતાં પિતાનું સર્વસ્વ અર્પણ કરી દેવું. ૩ કેવળ દેખાદેખી નહીં કરતાં, લાભાલાભ સમજી, હિતાહિત વિચારી, સ્વપરની ઉન્નતિ સધાય તેવા શુદ્ધ સરળ ઉપાય આદરવા સર્વેએ પ્રયત્ન કરો. ૪ સંસારના મૂળરૂપને સર્વ સંકલેશના સબળ કારણરૂપ ક્રોધાદિક ચારે કષાયે નિવારવા, અને સ્વાનુભવપૂર્વક સર્વસ વીતરાગ પરમાત્માએ એકાન્ત હિતબુદ્ધિથી ભાખેલો ક્ષમાદિક દશ પ્રકારને પવિત્ર ધર્મ સેવવા યથાશક્તિ જરૂર યત્ન કરે. ૫ પ્રભુની પરમ શાન્ત મુદ્રાને સ્થિર મને પૂછ, અચી, સ્તવીને એવી જ પ્રાર્થના કરવી કે આપણે તેમના પવિત્ર માગે પવિત્ર બનીએ તેવું બળ પામીએ. ૬ જિનપૂજામાં શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, સ્થાનશુદ્ધિ, પૂજો પગરણ શુદ્ધિ, ન્યાય દ્રવ્ય ( દ્રવ્યશુદ્ધિ), વિધિશુદ્ધિ સમાચરવા કોઈએ બેદરકાર ન જ રહેવું. Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] શ્રી કપૂરવિજયજી ૭ પરિહતચિતનરૂપ મૈત્રીભાવ, પરદુ:ખ દળવારૂપ કરુણા ભાવ, પરનુ સુખ જોઇ પ્રમેાદ ધરવારૂપ મુદિતા ભાવ અને પરના દોષની ઉપેક્ષા કરવારૂપ માધ્યસ્થ ભાવ-ધર્મની રક્ષાને વૃદ્ધિ કરનાર હેાવાથી એકાન્ત હિતકારી જાણી આદરવા ચેાગ્ય છે. ૮ નાના ક્ષુદ્ર જંતુએની રક્ષા પીડા કરીએ તે ન જ શેલે. સૈાને ઉચિત હિતાચરણ જ કરવુ શેળે. કરીએ ને મેટા જીવાને આત્મસમાન લેખી સર્વત્ર ૯ સ્વાની ખાતર કેાઇને નુકશાન કરવું ન ઘટે. પરમાની ખાતર અને તેટલું ઘસાવુ–સહન કરવુ તુચ્છ સ્વાર્થનું વિસ્મરણ કરવું ને આગળ વધવુ જ ઘટે. ૧૦ “ પાંજરાપાળા ખાતર જેટલા ભાગ અપાય છે તેથી અધિક સાધી ભાઇšને માટે તેમની દ્રવ્ય ભાવ ઉન્નતિને માટે સ્વકર્તવ્ય સમજીને આપવા ’ એટલું પણ આપણી આજુબાજુ થઇ રહેલી સમાજની ભારે વિષમ સ્થિતિ જોઈને ન શિખી લેવાય તેા પછી આપણે વિવેકશૂન્યની પુક્તિમાં જ લેખાવાનુ રહ્યું. ૧૧ સ્વધર્મીઓનુ સગપણ કેટલું બધું મહત્વનું શાસ્ત્રકારે વખાણ્યું છે, તેની શ્રદ્ધા-પ્રતીતિ લાવી, ધર્મોથીજનાએ તેના આદર કરવા ઘટે છે. ૧૨ લેાકપ્રવાહમાં તણાઇ ઘણાં કાર્યોમાં છૂટે હાથે દ્રવ્ય ખર્ચાય છે; પરંતુ ઉચિતતા સાચવવા પૂરતું લક્ષ્ય નહીં રહે. વાથી તે ખરાખર ઊગી નીકળતું નથી. Page #64 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૩ ] ૧૩ નાની મોટી બીજી ઘણું સમાજોમાં કેળવણીને ખૂબ પ્રચાર કરવા જેટલું લક્ષ્ય અપાય છે તેટલું લક્ષ્ય આપણે આપતા રહીએ તે શી બાકી રહે? કેળવણી અહીં વિશાળ અર્થમાં સમજવા એગ્ય છે. ૧૪ ખરી કેળવણુ વગરનું આપણું જીવન સુકાન વગરના વહાણ જેવું નકામું થાય છે, એમ સમજી હવે તે દિશા તરફ ખાસ વળવું જોઈએ. ૧૫ આપણે પ્રજા આ હરીફાઈના વખતમાં ઉન્નતિ કરનારી કેળવણી વગર બીજી પ્રજા સાથે કઈ રીતે ને કયાંસુધી ટકી શકે તે વિચારવા જેવું છે. ૧૬ બીજા લખલૂટ ખર્ચો વાહ વાહ મેળવવાની ખાતર કરાતાં હોય તે અળસાવી તેનો પ્રવાહ આપણી પ્રજાને ખાસ જરૂરની સઘળી કેળવણું આપવાના સાધનો પૂરા પાડવામાં–જેડવામાં આવે તો શી ખામી રહે? ૧૭ નિ:સ્વાર્થ પણે આવાં જરૂરી કામમાં ભેગ આપનાર ની કીર્તિ પણ કેટલી વધે ? પરંતુ નકામી હોંસાતુંસી તજી પરમાર્થ બુદ્ધિ જાગ્રત થાય તો જ તે બને. ૧૮ આપણી પ્રજામાં કઈ જાતનું દુર્વ્યસન ન રહે તેવી તાલીમ આપવી જ હોય તો પ્રથમ માતાપિતાદિક વડીલેએ જ બધાં દુર્બસને તજવાં જોઈએ. ૧૯ આપણી સંખ્યા દિનપ્રતિદિન કેમ ઘટતી જાય છે તેનાં Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] શ્રી કરવિજયજી ખરાં કારણ શોધી–સમજી દૂર કરવા દરેક સાચા જેન ભાઈ બહેને દઢ પ્રયત્ન કરે જોઈએ. ૨૦ શરીરનું આરોગ્ય સચવાય એવા સઘળા નિયમો લક્ષ્યમાં લઈ જાતે પાળવા અને આપણા બધા કુટુંબમાં પળાવવા દઢ આદર રાખવો જોઈએ. શુદ્ધ સાત્વિક ખાનપાન, શુદ્ધ હવાપાણી અને પ્રકાશવાળા નિર્દોષ સ્થાનની ખાસ પસંદગી કરવી જોઈએ. ૨૧ રોગ-વ્યાધિ એ આપણી જ ભૂલ–ગફલતનું પરિણામ લેખાય છે, તેવે વખતે તેના નિવારણાર્થે નિદોષ ઉપાય કરવાને બદલે કંઈક સ્થળે ધમાધમ કરી મૂકી વધારે કફોડી સ્થિતિ ઊભી કરવામાં આવે છે, તેને બદલે તેનું મૂળ કારણ શોધી સુધારવા તરફ લક્ષ્ય રાખવા અને આપણી ભૂલની જે કુદરતી શિક્ષા મળે છે તે શાંતથી સહન કરી લઈ ફરી તેવી ભૂલ ન કરવા જાગ્રત રહેવા જેટલું બળ મેળવી તેનો સદુપયેાગ કરતાં શીખશું ત્યારે આપણે દહાડો જરૂર વળશે. ઈતિશ. [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૩૯. ] સબંધ વાક્યામૃત. ( ૧ ) આપણી ઉન્નતિ કેમ થવા પામે? આપણામાં સદ્વિચાર જાગૃતિને બદલે સદ્વિચારશુન્યતા વધી પડી છે, તેથી જ ખરો સ્વાર્થ ત્યાગ ન કરતાં પરમાર્થથી દૂર Page #66 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૫ ] રહી, સ્વાર્થીધ બની, લેાભતૃષ્ણાના પ્રવાહમાં તણાઇ, આપણી અવનતિ આપણે હાથે જ કરી રહ્યા છીએ. ખરી ઉન્નતિના પંથે તેા કેાઇ વિરલા જ ચાલતા હશે. તેઓ તા ગમે તેવા વિકટ સંચાગેામાં પણ પેાતાના નિશ્ચિતમાથી ડગતા નથી. તેએ ફળને માટે અધીરા થયા વગર નિષ્કામ સેવા કર્યા જ કરે છે. એવા મહાત્માઓના દાસ–કિંકર કે શિષ્ય થવામાં અત્યંત લાભ છે. તેમના સતત સંસર્ગ-સમાગમ-પરિચયવડે આપણામાં જડ ઘાલી રહેલી વિચારજડતા એછી થાય છે, વિચારજાગૃતિ ઉદિત થાય છે, સ્વાર્થીધતા ટળે છે, ને ખરા સ્વાર્થત્યાગ યા પરમાના માર્ગ ખુલ્લા થાય છે, જેથી પરિણામે સ્વપર ઉન્નતિ સુખે સાધી શકાય છે. તેવા મહાત્માઓને મન તે આખી આલમ કુટુબરૂપ ભાસે છે; કેમ કે તેમની દૃષ્ટિ એટલી બધી વિશાળ અને પરમાદી બની હાય છે. તેમના આશય સમજી યથાશક્તિ તેનુ અનુકરણ કરનાર સહૃદય ભાઇ અહેનેા પણ અવશ્ય સ્વઉન્નતિ સાધી અન્યને અનુકરણ ચાગ્ય અને છે. આવાં ઉત્તમ જનેાની ભવ્ય કરણીનુ અનુમાદન કરનાર પણ સુખી થાય છે. ( ૨ ) કલેશ-કુસપ માત્રને તજી દઈ સપ યા ઐકયતા કરવાની ભારે જરૂર જ્યાંસુધી જ્ઞાની મહાત્માઓનાં હિતવચનાને અવગણી આપણે એકબીજાના અવગુણ્ણા જ જોયા કરશું, દૂધમાંથી પણ પૂરા કાઢતા રહીશુ, દ્વેષ જ શોધ્યા કરશુ ત્યાંસુધી આપણી ઉન્નતિ કદાપિ થઇ નહીં જ શકે, જયારે કાગડા જેવી દેષષ્ટિ Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રી કÉરવિજયજી તજી, હંસ જેવી ઉજજવલ ગુણદષ્ટિ આદરશું; પાપબુદ્ધિ તજી, પવિત્ર ન્યાયબુદ્ધિ સેવશું; ઇર્ષ્યા-અદેખાઈ તજી, ગુણાનુરાગી બનશું; તામસી વૃત્તિ તજી, શાન્ત-સાત્વિકવૃત્તિ સેવશું; માયાચારીપણું તજી, સરલતા આદરશું; રાગદ્વેષ યા પક્ષપાત તજીને સમતોલપણું સેવશું; કલેશી-વિરોધી ભાવ તજી, પ્રસન્નભાવ આદરશું; અછતાં આળ દેવા જેવા તુચ્છ ભાવને તજી, ગંભીર બનશું ચાડિયા ખેર વૃત્તિ તજી, આપણા જ દોષ દૂર કરશું; પરનિંદાની ટેવ તજી, પરગુણ ગ્રહણ કરશું; સ્વનિન્દા-સ્તુતિ સાંભળી હર્ષ–શકથી અળગા રહીશું; નિર્દભપણું આદરશું, અને શુદ્ધ તત્વશ્રદ્ધાનું સેવન કરવા સાથે સ્વસમાન ધર્મ પાળ નારા સાધમીજને ઉપર અનહદ પ્રેમ ધારશું, તેમના દુ:ખે દુ:ખી ને તેમના સુખે સુખી પિતાને માનશું, તેમનું દુઃખ ફેડવા બનતું કરશું, ને બીજાને સુખી કે સગુણી દેખીને પ્રમોદ ધારશું ત્યારે જ આપણામાં ખરી ઐક્યતા સ્થપાશે, અને ત્યારે જ આપણી ખરી ઉન્નતિ થઈ શકશે. અત્યારે આપણી સમાજની સ્થિતિ એ બાબતમાં બહુ શોચવા જેવી થઈ પડી છે. જ્યાં ત્યાં એકતા કરીને જોડવા કરતાં સ્વછંદપણે આપખુદ વર્તનથી તોડવાની જ વાત વધારે સંભળાય છે ને નજરે પડે છે; પણ જોડવામાં જ ખરું પુરુષાતન વાપરી સાર્થક કરવાનું છે. તે લાભ કઈક વિરલ જને જ લઈ શકે છે. મેહના પ્રબળ ઉદયથી સ્વછંદતાવશ સારાં કામેને તોડતા તો વાર નથી લાગતી, પણ મેહાંધ બની સારા કામમાં ભંગાણ પાડવામાં પોતાની શક્તિનો ગેરઉપયોગ કરનાર સ્વપરની ભારે ખુવારી જ કરે છે, તેથી જ જ્ઞાની પુરુષો પોકારી પોકારીને તેવા દરેક પ્રસંગે સાવધાન રહી, સ્વપરહિતની રક્ષા ને વૃદ્ધિ Page #68 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૭ ] થવા પામે તેમ કુશળતાથી જ વર્તવા ઉપદેશે છે, તે જ ખરી દયા અથવા અહિંસાનું રહસ્ય સમજી, દયાધમીનો દાવો કરનાર સહુએ લક્ષ્યમાં રાખી લેવા યોગ્ય છે. (૩) મરજી મુજબ નકામી ટીકા કરવાથી ભાગ્યેજ લાભ થઈ શકે છે પારકી નિંદા–ટીકા કરવા બહાર પડનારા ઘણે ભાગે પરાયાં છિદ્રો જ શેાધતા ફરે છે. તેવું કંઈક ભેગજેગે તેમના જોવામાં કે સાંભળવામાં આવે કે તરત જ તેના ઉપર વચનપ્રહાર કરવા તલપાપડ થવા માંડે છે. તેમાં પોતાની બુદ્ધિશક્તિ સાથે સમયને પણ ભારે ભેગ આપે છે, તેમાં તેમને ભારે રસ પડે છે; તેથી નજીવી વાતને ભારે ભયંકર રૂપ આપી, રજનું ગજ જેવું કરી મૂકે છે અને અનેક સહદય જનની લાગણી દૂભવે છે. પોતાના આવા કલ્પિત વ્યાપારમાં હાર થવાથી તે થાકતા નથી પણ અનેક યુક્તિપ્રયુક્તિ કેળવી તેનો વિસ્તાર કરતા જાય છે અને લોકમાં વધારે ને વધારે હાંસીપાત્ર બને છે. સજજન મહાત્માઓ આવી ભાંજગડ કરવી પસંદ કરતા નથી. તેઓ તો પોતાની ભૂલ સમજતાં જ સુધારી લે છે ને જરૂર જણાતાં જાહેર પણ કરી દે છે. ત્યારે પણ નિંદ્ય નિદાખરો તો કાખલી જ કૂટતા રહે છે. સામા જીવને સુધારવાનો એ સાચે માર્ગ નથી. બનતાં સુધી તો એકાંતમાં મનની શાંતિ જાળવી રાખી, કેવળ હિતબુદ્ધિથી પ્રેરાઈ શુદ્ધ પ્રેમવડે જે કંઈ હિત. વચને કહેવામાં આવે છે તેનું જ પરિણામ ઘણે ભાગે મન Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] શ્રી કપૂરવિજયજી માન્યું સુંદર આવે છે, આક્ષેપક શૈલી તો ઊલટી વિઘાતક નિવડે છે. તેને ત્યાગ કરવામાં જ ખરું ડહાપણ રહ્યું છે. ઈતિશમ્ [ જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૪૧. ] સજ્જન મહાશયને કદાપિ પ્રકૃતિવિકાર થવા પામતે નથી. ૧ ગાય, ભેંશ અને અજાદિકનાં દૂધનું દહીં બીજે દિવસે કે તે દિવસે જ (તત્કાળ) થાય છે; પરંતુ ક્ષીરસમુદ્ર તે અદ્યાપિ પર્યત જેવો ને તેવો વિકૃતિ રહિત રહ્યો છે. તેનું દહીં થવા પામ્યું જ નથી. ખરી વાત છે કે મહાશયને વિકાર કેમ થાય ? ૨ ગંગા નદી પાપને, ચંદ્રમા તાપને અને કલ્પતરુ વૃક્ષ દીનતાને દૂર કરે છે, ત્યારે સંત મહાશયે પાપ, તાપ અને દીનતા એ બધાને દૂર કરી નાંખે છે. સંતોને સમાગમ સદા ય સુખદાયી નિવડે છે. ૩ પ્રકોપિત કરેલા એવા સંત-સાધુનું મન વિક્રિયા પામતું . નથી. એક ઉંબાડીયાવડે સમુદ્રનું પાણી કંઈ ગરમ થઈ શકતું નથી. ૪ પરોપકાર કરે, પ્રિય બલવું અને સાચો નેહ કરે ... તે સજનોને કુદરતી સ્વભાવ જ હોય છે. ચંદ્રને કોણે શીતળ કર્યો છે? જેમ એ સ્વાભાવિક રીતે શીતળ છે તેમ સજજને આશ્રી પણ સમજી લેવું. ૫ સજજનેની સમીપે કહેલા સૂક્ત વચને શેભાને પામે Page #70 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૯ ] છે, પરંતુ દુ નાની પાસે કહેવાયેલાં એ જ વચના અરણ્યમાં રુદન જેવાં નકામા થઇ પડે છે. એટલે બધા પટાંતર સજ્જન દુર્જન વચ્ચે રહે છે. ૬ સજ્જનાનુ ચિત્ત સંપત્તિ વખતે કમળ જેવું કેામળ બન્યું રહે છે; અને આપત્તિ વખતે એમનું ચિત્ત વજા જેવુ કઠણ બની રહે છે તે યુક્ત જ છે; કેમ કે વસંત માસમાં વૃક્ષનાં પત્ર ઘણાં જ કુણા હેાય છે અને ગ્રીષ્મ ઋતુમાં તે પત્ર કઠણુ–મજબૂત બની જાય છે. ૭ સુવર્ણ ને જેમ જેમ અગ્નિમાં નાંખી તપાવવામાં આવે તેમ તેમ તેના વાન વધતા જ જાય છે( તેમાં કાળાશ આવવા પામતી નથી ); ચન્દનને જેમ જેમ ઘસવામાં આવે છે તેમ તેમ તે મજાની ખુશએ આપે છે ( ઘસનાર, પીડા કરનાર કે છેદી નાંખનારને પણ ચંદન તા પેાતામાં રહેલ પિરમલ-ખુશમે જ આપ્યા કરે છે ); શેલડીને જેમ જેમ છેડવામાં કે પીલવામાં આવે છે તેમ તેમ તે પાતામાં રહેલા મધુર રસ–સ્વાદ જ આપે છે; તેવી જ રીતે પ્રાણાન્ત કષ્ટ આવ્યે સતે પણ સજ્જના પેાતાની સ્વાભાવિક પ્રકૃતિને સાચવી રાખે છે. ઇતિશમ્ . [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૦૭] સદ્ગુણ પ્રાપ્ત કરી લેવા સુજ્ઞ જનાએ કરવા ોઇતા પ્રયત્ન. ૧ ઉત્તમ પુરુષા પાતાના જ ગુણેાવડે પ્રસિદ્ધિ પામે છે, મધ્યમ પુરુષા પિતાના નામથી પ્રસિદ્ધ થાય છે, અધમ પુરુષ Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] શ્રી કપૂરવિજયજી મોસાળના નામથી ઓળખાય છે અને અધમાધમ પુરુષ સાસરાના નામથી ઓળખાય છે. ૨ સદ્ગણે પ્રાપ્ત કરી લેવા સુજ્ઞ જનેએ અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે સગુણના મેળે જ સઘળું સુખ પ્રાપ્ત થાય છે. સદ્દગુણવડે જ ચંદ્ર શિવના અલંધ્ય ઉત્તમાંગ (મસ્તક) ઉપર નિવાસ કર્યો છે. સદ્દગુણ સર્વત્ર માર્ગ કરી સ્થાન મેળવી શકે છે, અને પ્રશંસા પામે છે. ૩ મૃગલાનું માંસ, હાથીનાં દાંત, વાઘનું ચર્મ, વૃક્ષનાં ફળ, સ્ત્રીનું સુંદર રૂપ અને મનુષ્યની લક્ષ્મી એટલા વાનાં તેઓને ઊલટા હાનિકારક થઈ પડે છે. એ ગુણે પણ તેને નુકશાનકારી થાય છે. ૪ નિર્ધને દીધેલું દાન, અધિકારીની ક્ષમા, યુવાનનું તપ, જ્ઞાનીનું મૌન, સુખી જનેની ઇચ્છા–નિવૃત્તિ અને સર્વ પ્રાણી ઉપર દયા એ સદ્દગુણે, જીવને સદ્ગતિમાં લઈ જાય છે. ૫ શઠતાવડે ધર્મ, કપટવડે મિત્રતા, પરોપતાપવડે સમૃદ્ધિ ભાવ, સુખવડે વિદ્યા અને બળાત્કારવડે નારીને જે વાછે છે તે પ્રગટપણે મૂર્ખ–અજ્ઞાન છે. - ૬ યતિ, વ્રતી, પતિવ્રતા ( સ્ત્રી ), શૂર, વીર, દયાવંત, ત્યાગી, ભેગી અને બહુશ્રત ( પંડિત ) જને સત્સંગ માત્રથી પાપને બાળી નાંખે છે. ૭ અથી ચાચકને જે ન દેવાય તે ધન શા કામનું? શત્રુએને નિગ્રહ ન કરાય તે બળ શા કામનું? ધર્માગાર ન Page #72 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [૪૧ ] સેવાય છે તે જ્ઞાન શા કામનું? ઇન્દ્રિયનું દમન ન કરાય તે જીવિત શા કામનું? તે ધન, તે બળ, તે જ્ઞાન અને તે જીવિત જ સફળ છે કે જેને સ્વપર ઉપકાર માટે ઉપયોગ કરી શકાય છે. ૮ સંપૂર્ણ કુંભ છલકાતો નથી, અધૂરો ઘડો હોય તે જ છલકાય છે, વિદ્વાન અને કુળવંત હોય તે ગર્વ કરતા જ નથી, જે સદ્દગુણ વગરના હોય છે તે જ બહુ બકવાદ કરતા આપવડાઈ હાંકે છે. ૯ સગુણોરૂપી સાચા રત્નોને સંચય કરી લેવા સદાદિત પ્રયત્ન સેવ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૦૮ ] શાસ્ત્ર ઉપદેશ યાને હિતશિક્ષા ૧ હે મિત્ર! સપુરુષથી અપમાન પામવું સારું પણ નીચની સોબતથી કુલાવું સારું નથી. ઘડાની પાટુ ખાનારે શોભે છે પણ ગર્દભ ઉપર અસ્વારી કરનાર શોભતો નથી. પુરુષનું કટાક્ષ વચન પણ પરિણામે ઘણું જ લાભદાયક થાય છે, પણ નીચની પ્રશંસા લાભકારી થતી નથી–એમ સમજી નીચેની સંગતિ તજી ઉત્તમની જ સંગતિ કરવી. ૨ સહુનું સારું ચિન્તવવાથી આપણું પણ સારું થાય છે, અને સહુનું બૂરું ચિંતવવાથી આપણું પણ બૂરું થાય છે. જેવું કરવું તેવું જ પામવું. Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] શ્રી કપૂરવિજયજી ૩ કષ્ટ વખતે મિત્રની પરીક્ષા થઈ શકે છે, શૂરવીરની પરીક્ષા રણસંગ્રામ વખતે થઇ શકે છે, શિષ્યની યા ચાકરની પરીક્ષા વિનય વખતે થાય છે અને દાનીની પરીક્ષા દુષ્કાળ વખતે થાય છે. ૪ સ્ત્રીના વિયાગ, સ્વજનના અપવાદ, માથે રહેલું કરજ, કૃપણુની સેવા-ચાકરી અને નિર્ધન અવસ્થામાં સ્વજન મેલાપ. એ પાંચ વાનાં અગ્નિ વગર કાયાને ખાળે છે. (જીવને શલ્યની જેમ સાલે છે.) ૫ કાગડામાં શૈાચ (પવિત્રતા), જૂગારીમાં સત્ય, સર્પમાં ક્ષમા, સ્ત્રીમાં કામે પશાંતિ, કાયરમાં ધૈર્ય અને મદ્યપાન કરનારમાં તત્ત્વચિંતા જેમ અસ ંભવિત છે તેમ રાજા કેઇને કાયમી મિત્ર હાય એવુ કાણે દેખ્યુ` કે સાંભળ્યું છે ? એ વાત સંભવિત જ નથી. ૬ શાસ્ત્ર ઉપર એકનિષ્ઠા ( દૃઢ શ્રદ્ધા ), શાસ્ત્રના સુગમ મેધ, હુશિયારી, પ્રિય પશ્ચ અને સત્ય વાણી, વખતસર કામ કરવાની ટેવ અને અપૂર્વ બુદ્ધિબળ એ ગુણેા વ્યવહારમાં ઘણા ઉપયાગી છે. ૭ મૂનિ મૂર્ખ સગાતે અને પડિતાને પંડિત સંગાતે એમ સરખે સરખાની પ્રીતિ હાય છે. ૮ કષ્ટ વખતે પણ ધૈર્ય ન તજવુ, કેમ કે થૈ થી જીવ કષ્ટને તરી શકે છે. ૯ દુનિયામાં ( પાત્ર ) દાન જેવા કોઇ નિધિ નથી, લેાલ સમાન કેાઇ શત્રુ નથી, શીલ સમાન કાઇ ભૂષણ નથી અને સતાષ સમાન કેાઈ ધન નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૪૩ ] ૧૦ લેાભી માણસ ગુરુને કે અને ગણુતા નથી, કામી માણસ ભયને કે લજજાને ગણતા નથી, વિદ્યાતુર સુખ કે નિદ્રાને ગણતા નથી અને ક્ષુધાતુર રુચિ કે વેળાને ગણતા નથી. ૧૧ સવિવેક બીજો સૂર્ય અને ત્રીજું નેત્ર છે, તેથી ખીજી વાત તજી ફક્ત તેને જ આદર કરે. ઇતિશમ. [ શ્વે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૦૯ ] શાસ્ત્રાધ ૧ અનેક સશયાના ઉચ્છેદ કરનાર અને પરાક્ષ (અપ્રગટ) અર્થને બતાવનાર એવું શાસ્ત્ર શાસ્ત્રચક્ષુ નથી તે અધ જ છે. સર્વનું લેાચન છે. જેને એ ૨ કાયચેષ્ટા-કાગડાની જેવી ચચળતા, મગધ્યાન—મગલાના જેવી એકાગ્રતા, શ્વાનનિદ્રા (અલ્પ માત્ર નિદ્રા), સ્વપ–પરિમિત આહાર અને સ્ત્રીના ત્યાગ (અપરિચય) એ પાંચ લક્ષણે વિદ્યાર્થીનાં જાણવાં. ૩ સુખસ પદાને ઇચ્છતા પુરુષે નિદ્રા, તદ્રા, ભય, કેાધ, આળસ અને દીસૂત્રતા (કાર્ય કરવામાં મદતા) એ છ દાષા ખાસ તજવા જોઇએ. ૪ સચમ-આત્મદમનરૂપ અગાધ જળથી ભરેલી, (પવિત્ર આરાવાળી), સત્યરૂપ દ્રહવાળી, શીલરૂપ તટવાળી અને દયારૂપ તરંગવાળી આત્મારૂપી નદીમાં હે ભવ્યાત્મન્ ! તુ સ્નાન કર અને શુદ્ધ થા. તે વગર કેવળ જળવડે જ અન્તરાત્મા શુદ્ધિ પામતા નથી-શુદ્ધ થતા નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] શ્રી કપૂરવિજયજી ૫ સદાચારનું સેવન નહીં કરવાથી અને દુરાચાર સેવવાથી તથા ઇન્દ્રિયોને પરવશ બની જવાથી મનુષ્ય અધોગતિને પામે છે. ૬ સજનેના મુખમાં દોષ ગુણનું આચરણ કરે છે અને દુર્જનોના મુખમાં ગુણે દેષનું આચરણ કરે છે, તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. જુઓ ! મહામેઘ ખારું (સમુદ્રનું) જળ પીએ છે અને મધુર જળ વર્ષે છે અને ફણિધર-સર્પ દુધપાન કરીને અતિ ઉગ્ર વિષ વમે છે. ૭ મૃત્યુનું શરણ કર્યા વગર સર્પના મણિ ઉપર, કૃપણના ધન ઉપર, સતીના હદય ઉપર, કેસરીસિંહની વ્યાલ ઉપર અને ક્ષત્રીને શરણે આવેલા ઉપર હસ્તપ્રક્ષેપ કઈ કરી શતું નથી. ૮ જે જેના ગુણપ્રકર્ષને જાણતા નથી તે તેને સદા ય નિદે છે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. જુઓ ! ભીલડી મુક્તાફળ (મોતી) તજી દઈને ચણોઠીને ધારણ કરે છે, કેમ કે તેને મોતીની ખરી કિંમત જ નથી. ૯ જિતેન્દ્રિયપણું વિનયનું કારણ છે અર્થાત્ વિનય ગુણની ઉત્પત્તિ જિતેન્દ્રિયપણુથી થાય છે. વિનયથી (અનેક) સગુણ પ્રકાશે છે, અધિક સદ્દગુણી પુરુષ ઉપર લેકે પ્રેમ રાખતા થાય છે અને એવી કપ્રિયતાથી સંપદા પ્રાપ્ત થાય છે; માટે ઈન્દ્રિયજિત થવું જરૂરનું છે. ઈતિશ.... [ જે ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૪ર ] Page #76 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [૪૫] જગતમાં ખરાં કામનાં ઉપયોગી આભરણ કયા કયા છે? ૧ સારાં આચરણવડે પિતાના મનને પ્રસન્ન કરે તે જ સુપુત્ર સમજ, સ્વસ્વામીનું હિત છે, પતિના-સ્વામીના ચિત્તને સંતોષ ઉપજાવે તે જ સન્નારી સમજવી, સુખ દુ:ખમાં સમભાગી રહે-સુખમાં છકી ન જાય અને દુઃખમાં દીનતા ધરી દૂર થઈ ન જાય, પણ હાથે હાથ મેળાવી રહે તેને જ સન્મિત્ર સમજવા, ઉક્ત મનમાન્ય સંગ પુનેગે જ મળે છે. ૨ કરુણાવંતના કર્ણ કુંડલવડે નહિ પણ શ્રુતજ્ઞાનવડે જ શોભે છે, હસ્તકમળ કંકણવડે નહિ પણ દાનવડે જ શોભે છે અને કાયા ચંદનવડે નહિ પણ પરોપકારવડે જ શોભે છે. કરુણાવતને દેહાદિક બાહ્ય વસ્તુ ઉપર મોહ-મમતા હોતી નથી, પણ સારાં સુકૃત્ય કરવામાં જ તેઓ દત્તચિત્ત હોય છે. ૩ જેમ ચન્દ્ર-સૂર્ય સ્વાભાવિક રીતે જ પ્રકાશ આપે છે અને મેઘ પ્રાર્થના કર્યા વગર જ વર્ષે છે તેમ સજને સ્વયમેવ પરોપકાર કરવા પ્રવર્તે છે. ૪ વિવેકી રાજા, દાનેશ્વરી-દાતાર ગૃહસ્થ, વૈરાગ્યવાન વિદ્વાન, સુશીલ સ્ત્રી અને સંગ્રામમાં ધીર અશ્વ–એ પાંચ પૃથ્વીનાં ભૂષણ છે. પ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણતિ જેમાં ઝળહળી રહી છે એવા અરિહંત–વીતરાગ પરમાત્માની પરમ શાન્તમુદ્રામાં અથવા વૈરાગ્યરસમાં ઝીલી રહેલા સંત-સુસાધુ જનનાં Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] શ્રી કપૂરવિજયજી અથવા ઉત્તમ તીર્થરાજનાં દર્શન જેનાવડે કરી ભવ્યાત્માએ રિત–પાપ દૂર કરી શકે છે તે ચક્ષુરત્ન ખરેખર પ્રશંસવા ચેાગ્ય છે. ઉત્તમ દર્શન ચેાગે જ ચક્ષુની સફળતા છે. ૬ જે કણ વડે શ્રી સર્વજ્ઞ પરમાત્માએ પ્રકાશેલાં અને ગણધરાદિ નાનો ગુરુઓએ ગુથેલાં આગમાદ્રિ અમૃત ઉપદેશનુ શ્રવણ કરાય છે તેમ જ તેનું મનન કરી અનાદિ રાગદ્વેષાદિ વિકારો દૂર કરી શકાય છે તે ાત્રા ખરેખર પ્રશ ંસવા ચેાગ્ય છે. એવા શ્રેાત્રવડે જ સકણું કહેવા ચેાગ્ય છે. ૭ જે જિહ્વાવડે અરિહંતાદિ શુદ્ધ દેવના, ઉત્તમ આચાયદિ શુદ્ધ ગુરુના અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ શુદ્ધ ધર્મના સદ્ભૂત ગુણ ગાવામાં આવે છે ( સદ્ગુણ-ગુણીની પ્રશંસા કરવામાં આવે છે), તે જીભ જ ખરેખર પ્રશંસવા ચેાગ્ય છે. સદ્ગુણગ્રામ કરવાવડે જ જીભની સાકતા છે. ૮ ઘ્રાણુ ઇન્દ્રિયની સાર્થકતા કરવા ચંદનાદિ સુગ ંધી દ્રવ્યેવર્ડ ભવ્યાત્માએ શુદ્ધ દેવ, ગુરુ અને સ્વધમી જનેાની સેવા-ભક્તિ કરે છે. એવા ઉદાર ગૃહસ્થ ભક્ત જનાની ધ્રાણેંદ્રિય પણ સફળ છે. ૯ કુત્સિત વિષયસુખની લાલસા તજી જે ભદ્માત્માએ પેાતાના પ્રાસન્દેહવડે પૂજ્ય જનાના વિનય કરે છે, વંદન અહુમાન કરે છે અને તપ, જપ, વ્રત, નિયમ આદર સહિત કરે છે, તેએ સ્વદેહની સાર્થકતા કરી ખરેખર સદ્ગતિને સાધે છે. આવે! મનુષ્ય દેહ દશ ષ્ટાન્ત દુર્લભ કહ્યા છે અને દેવતાઓ પણ એવા ઉત્તમ માનવદેહની ચાહના રાખે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૪૭ ] તે પામીને જે કોઈ પ્રમાદ રહિત રત્નત્રયનું આરાધન કરી લે છે તે ખરેખર શાશ્વત સુખ પામી શકે છે. ૧૦ જે બુદ્ધિબળ પામીને તસ્વાતત્ત્વ, હિતાહિત, કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભઢ્ય, પયારેય, ગમ્યાગઓ અને ગુણદેષને વિવેક કરવામાં આવે છે અને હંસની પેઠે અસાર વસ્તુની ઉપેક્ષા કરી સારતત્વ ગ્રહણ કરી લેવામાં આવે છે તે બુદ્ધિબળ ખરેખર પ્રશંસવા ગ્ય છે. તત્ત્વના વિચારવડે જ બુદ્ધિની સાર્થકતા છે. ૧૧ તત્ત્વ નિશ્ચય કરી, આદરવા ગ્ય માર્ગની ચોકકસ સમજ મેળવી, ગમે તેટલા સ્વાર્થના ભેગે નિશ્ચિત માર્ગને આદરવા દઢ પ્રતિજ્ઞા કરવી અને તેને મક્કમ રીતે પાળવી એ જ માનવદેહની સાર્થકતા છે. ૧૨ પૂર્વ પુન્યવેગે દ્રવ્યસંપત્તિ પામી, સપાત્રમાં–સક્ષેત્રમાં તેનો ઉપયોગ કરવો એ જ લક્ષ્મી પાયાની સાર્થકતા છે. વિવેકથી નિષ્કામ(નિ:સ્વાર્થ )પણે સત્પાત્રમાં દાન દેવાવડે અનંતગણું ફળ મળે છે. ૧૩ સહુ કેઈને પ્રિય અને પથ્ય (હિત) રૂપ થાય એવું સત્ય વચન બોલવું એ વચનબળ પામ્યાનું ઉત્તમ ફળ છે. જે વચનવડે હિત થાય એવું પ્રિય અને સત્ય જ વચન બોલવું, અન્યથા મન ધારવું જ ઉચિત છે. વચન વદવામાં કટુતાદિ દેષ સેવવા ન જ જોઈએ. ૧૪ બુદ્ધિ પામીને સર્વિદ્યાને અભ્યાસ કરાય તો તેની સાર્થકતા છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ [૪૮ ] શ્રી કપૂરવિજયજી ૧૫ જે જ્ઞાન અને શ્રદ્ધાનવડે આત્માના અનાદિ રાગાદિ દોષ દૂર થવા પામે અને નિર્મળ ચારિત્રને પ્રકાશ થાય તે જ જ્ઞાન અને દર્શન સફળ સમજવા. જ્ઞાનવડે તત્વની પિછાન થાય અને શ્રદ્ધાનવડે તે તત્ત્વનો નિશ્ચય થાય તે પછી તત્વને આદર કરે એ જ એનું ફળ સમજવું. [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૪૨ ] સપુરુષનાં શુભ લક્ષણ ઉત્તમ માનવેનાં રૂડાં લક્ષણ” જે નિત્યે ગુણવૃંદ લે પરતણું, દેશે ન જે દાખવે, જે વિશ્વ ઉપકારીને ઉપકરે, વાણુ સુધા જે લ; પૂરા પુનમચંદ જેમ સુગુણું. જે ધીર મેર સમા, ઊંડા જે ગંભીર સાયર જિયા, તે માનવા ઉત્તમ. ભાવાર્થ–જે ગુણાનુરાગી થઈ પરના ગુણ ગ્રહણ કરે છે અને દોષની ઉપેક્ષા કરે છે, જે કૃતજ્ઞ હાઈ ઉપકારીને ઉપકાર કરવા ભૂલતા નથી અને અમૃત જેવી મીઠી વાણી વદે છે, જે પૂર્ણિમાના ચન્દ્ર જેવા પૂર્ણ શીતળ સગુણ હોય છે, મેરુપર્વત જેવા ધીર-નિશ્ચળ વૃત્તિના હોય છે, અને સાગર જેવા ગંભીર પટના હેય છે તે મનુષ્ય ઉત્તમ પંક્તિના સમજવા. વળી રૂપસૌભાગ્યસંપન્ન, સત્વબળ-પરાક્રમાદિ ગુણે કરી શોભિત એવા વીર પુરુષ જગતમાં વિરલા જ હોય છે Page #80 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ 66 “ ઉત્તમ કુળવતી સ્ત્રીનાં શુભ લક્ષ સુશીખ આપે પ્રિય ચિત્ત ચાલે, જે શીળ પાળે ગૃહચિત ટાળે; દાનાદિ જેણે ગૃહિધમ હોઇ, તે ગેહિન તે ઘરલચ્છિ સાઈ, ભાવાર્થ—જે પેાતાના પ્રિય પતિને ચેાગ્ય પ્રસંગે રૂડી સમજ-શિખામણ આપે છે, પતિના ચિત્ત પ્રમાણે ચાલે છે, સ્વપતિસ તાષિણી હાઇ જે સુશીળ પાળે છે, ગૃહની ચિંતા ટાળે છે અને ગૃહસ્થધર્મ ચેાગ્ય દાનાદિકમાં પ્રવૃતિ જેનાવડે છે, તે ચતુર અને ભાગ્યશાળી સ્ત્રી ઘરમાં સાક્ષાત્ લક્ષ્મીરૂપ સમજવી. સુપુત્રના શુભ લક્ષણ અને [ ૪૯ ] પોતાના માબાપ પ્રત્યે પુત્રના અતર્ગ પ્રેમ 46 સાત તાત પદ-પકજ સેવા, જે કરે તસ સુપુત્ર કહેવા; જેહ કીતિ કુળ લાજ વધારે, સૂર્ય જેમ જગતે જસ ધારે. ૧ ગંગાસુતે વિશ્વમાં કીતિ રાપી, આજ્ઞા જિણે તાતકેરી ન લેાપી; તે ધન્ય જે અજનાપુત્ર જેવા, જેણે કીધી જાનકીનાથ સેવા. ૨ ૧. ભીષ્મપિતામહ. ૨ હનુમાન. ૩ રામચંદ્ર. と Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] શ્રી Íરવિજયજી ભાવાર્થ-જે માબાપની ચરણસેવા સદા ય કરે, જે કુળની કીર્તિ અને લાજ વધારે અને સૂર્યની જેમ જગતમાં જેને યશ પ્રસરે તેમને સુપુત્ર સમજવા. પિતાના પિતા શાંતનૂની આજ્ઞા પાળી ગંગાપુત્ર (ભીષ્મપિતામહ) સ્વકીર્તિ સર્વત્ર વિસ્તારી દીધી તેમને અને જેણે રામચન્દ્રજીની સેવા કરી એવા અંજનાપુત્રહનુમાન જેવા સુપુત્રને ધન્ય છે. જે સુપુત્ર માતાનો બોલ કદાપિ ન લેપે તેનો પુન્ય-પ્રતાપ સર્વત્ર સૂર્યની જેમ તપે છે. ગમે તે દર્શનમાં બારીકીથી જોતાં માતાપિતાની સેવા-ભક્તિ કરવાનું સરખી રીતે વર્ણન છે. શ્રી મહાવીરદેવે માતાના ગર્ભમાં હતા ત્યારે જ નિયમ લીધું હતું કે “માતાપિતા જીવતાં છતાં મારે દીક્ષા ગ્રહણ ન કરવી” અને એ જ રીતે માતાપિતા દેવગત થયા પછી જ પ્રભુએ દીક્ષા લીધી હતી. તેમ જ વળી અરણિક મુનિએ ચારિત્રમાં શિથિલ પરિણામ થયા છતાં પોતાની ભદ્રામાતા( સાધ્વી )ના ઉપદેશવચનથી પ્રતિબોધ પામી ધગધગતી શિલા ઉપર અણુશન કરીને આત્મકલ્યાણ સાધ્યું. માતા પિતાના પ્રિય પુત્રોનું કેટલું ઊંડું હિત ઈચ્છે છે અને કરે છે એવી પવિત્ર માતાની આજ્ઞાને અનુસરી ચાલનારા સુપુત્રો કેવું સ્વહિત કરી શકે છે તે ઉપરના દષ્ટાંત વિચારતાં સ્પષ્ટ થઈ શકશે. સહુએ પોતાનાં માતાપિતા ઉપર અંતરંગ પ્રેમ રાખવો જોઈએ. એ વાતનો ઊંડે બધા આપવા ઉપરના બે દષ્ટાંત પણ પૂરતાં જણાય છે. જે બાળભાવે પુત્રને લાડ કરી રમાડે છે, તેનું ભવિષ્ય સુધારવા વિદ્યાભ્યાસ કરાવે છે અને તેનાં અનુકૂળ ખાનપાન માટે પૂરતી કાળજી રાખે છે તે માતાપિતાનો બદલે શી રીતે વાળી શકાય? જે કે માતાપિતાના અતુલ ઉપકારને બદલે બીજી કઈ રીતે Page #82 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૫૧ ] વાળ તો અશકય જ છે, પણ સુપુત્રએ સ્વહૃદયમાં તેમના પ્રત્યે પૂર્ણ ભક્તિભાવ ઘારણ કરી તેમણે કહેલાં હિત વચનને કદાપિ પણ અનાદર નહિ કરતાં પૂર્ણ શ્રદ્ધાથી તેને આદર કરે એ કાયમ સ્મરણમાં રાખી લેવા લાયક છે. બાકી જે કઈ માતાપિતા દૈવયોગે સ્વધર્મથી પતિત થઈ ગયા હોય અથવા સદ્ધર્મથી અદ્યાપિ બનશીબ જ રહ્યાં હોય તો સુપુત્રોની એ એક ભારે પવિત્ર ફરજ છે કે તેણે તેમને ઉચિત વિનય-નમ્રતા સાચવીને સદ્ધર્મનું સારી રીતે ભાન કરાવી, તેમાં શ્રદ્ધા-પ્રતીતિ ઉપજાવી, જેમ તેઓ સદ્ધમમાં જોડાય તેમ કરવા પૂરતી કાળજી રાખવી. એ રીતે સદ્ધર્મની પ્રાપ્તિ થવાથી માબાપની સગતિ થાય છે. માબાપના ઉપકારનો બદલો વાળવાને આના કરતાં બીજે કઈ ઉત્તમ માર્ગ નથી એમ સમજી સુજ્ઞ સુપુત્રાએ સ્વપરહિતની મળેલી તક જરૂર સાધી લેવી. ઈતિશમ [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૨૦૪] સત્ય અને જિજ્ઞાસુનો શાસ્ત્રસંવાદ, જિજ્ઞાસુ-ભાઈ સત્ય! જેથી આત્માની ઉન્નતિ થાય એ સર્વસામાન્ય ધર્મમાર્ગ દર્શાવનાર જે જે કંઈ પ્રમાણવાય આપના લક્ષમાં આવેલાં હોય તે કૃપા કરી બતાવશે તે મારી જેવા ઉપર મોટો ઉપકાર થશે. સત્ય-ભાઈ જિજ્ઞાસુ ! ૧૪૪૪ ધર્મગ્રંથના પ્રણેતા શ્રીમાનું હરિભદ્રસૂરીશ્વર પિતાના કરેલા તસ્વનિર્ણય નામના Page #83 -------------------------------------------------------------------------- ________________ [ પર ] શ્રી કરવિજ્યજી ગ્રંથમાં સ્પષ્ટપણે આખી આલમના હિત માટે ભવ્ય પ્રાણીએને નીચે પ્રમાણે અમૃત વચનોથી ઉપદેશ આપે છે કે श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरत् ।। જિજ્ઞાસુ-આપ એ આચાર્ય મહારાજે ફરમાવેલા લોકોને ભાવાર્થ કૃપા કરીને સ્પષ્ટ સમજાય તેમ કહેશો તો તેના ભાવાર્થ સાથે યાદ રાખવાને મારી જેવાને વધારે અનુકૂળ પડશે તેમ જ અન્ય જીવોને ઉપકારક થશે. સત્ય-ભાઈ જિજ્ઞાસુ! ઉપર ટાંકેલા કલાકમાં જગતના જીવના હિત માટે કહેલું તાત્પર્ય એ છે કે “હે ભવ્યામાઓ! તમે વિનયપૂર્વક જ્ઞાની ગુરુ પાસે ધર્મનું રહસ્ય સાવધાનપણે સાંભળે, અને તે સઘળું રહસ્ય શ્રવણ કરીને તમારા હૃદયકમળમાં નિશ્ચયાત્મક રૂપ અવધારો, અને એ રીતે નિજ નિજ હૃદયકમળમાં અવધારી રાખેલા નિશ્ચયાત્મક ધર્મ રહસ્ય ઉપર પૂર્ણ શ્રદ્ધા–આકીનતા રાખી જે કાંઈ આત્માને અનર્થ-અહિતકર થાય એવાં પ્રતિકૂળ કાર્ય કોઈ પણ પ્રાણી પ્રત્યે ન જ આચરે, પ્રાણીમાત્ર સુખના અથી હોવાથી તેમને અસુખ યા દુઃખરૂપ થાય એવાં કઈપણ કાર્ય મનથી, વચનથી કે કાયાથી કરવાં જ નહિ. જે જે કાર્યો આપણને અહિત અથવા દુઃખરૂપ થતાં જણાય છે તે કાર્યો અન્ય જીવો પ્રત્યે ન જ કરવા જોઈએ. જે જે કાર્યો આપણને હિતરૂપ યા સુખરૂપ થતાં જણાય છે તે સત્કાર્યો અન્ય પ્રત્યે આચરવા લક્ષ રાખવું જોઈએ.” એવું ઉત્તમ તાત્પર્ય ઉપરના કલેકમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૫૩ ] રહેલ. સમજાય છે. તેને અનુસારે આપણે સહુએ નિર્દોષ જીવન વહેવું ઘટે છે. જિજ્ઞાસુ-અન્ય વેાનું પણ સારી રીતે હિત સચવાય એવું નિર્દોષ જીવન વહેવા માટેનાં ખીજા પ્રમાણુવાકય લક્ષગત હાય તે ક્રમાવશે. સત્ય-શ્રીમાન હરિભદ્ર આચાય મહારાજાએ જ ષોડશક ગ્રંથમાં અન્ય જીવે પ્રત્યે આપણાં કર્તવ્યની દિશા તાવવા અને એ વડે સ્વપરહિતની રક્ષા અને વૃદ્ધિ કરવા નીચે મુજબ લૈક કહ્યા છે. " परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । પરમુવષ્ટિમુદ્રિતા, પટોશોપેક્ષળમુપેક્ષા ।। ’ જિજ્ઞાસુ-આપ સક્ષેપમાં ઉક્ત શ્ર્લાકના સાર સમજાવવા તસ્દી લેશે. સત્ય-મૈત્રીભાવથી પરવાનુ હિત થાય તેમનુ' હિત સચવાય તેવું ચિંતવવું. કરુણાભાવથી પરજીવાના દુ:ખા નિવારવા બનતા પરિશ્રમ કરવા. પ્રમેાદભાવથી પરની સુખસમૃદ્ધિ યા ગુણગારવ દેખી દિલમાં રાજી થવું અને અસાધ્ય દોષવાળા જીવાને દેખીને ગુસ્સા નહિ કરતાં તેમને પ્રમળ કર્મ વશ જાણી મધ્યસ્થભાવે રહી નિજ હિત કર્તવ્ય કરવા ચૂકવું નહિ. ઇતિશમૂ. [ . ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૩૫] Page #85 -------------------------------------------------------------------------- ________________ [48] શ્રી કપૂરવિજયજી સત્ય અને જિજ્ઞાસુના પ્રાસંગિક ધર્મ સંવાદ જિજ્ઞાસુ—ભાઈ સત્ય ! આપ મને ધ' સંબંધી સ્વરૂપ સાદી-સરળ ભાષામાં સમજાવશે તે આપે મારી ઉપર બહુ ભારે ઉપકાર કર્યાં હું માનીશ. સત્ય—ભાઇ જિજ્ઞાસુ ! ધર્મ સંબંધી રહસ્ય જાણવાની તમારી પ્રમળ ઇચ્છા થયેલી જાણી હુ ઘણેા ખુશી થાઉ છું, અને તેનું રહસ્ય તમને બનતી રીતે સમજાવવું એ મારી ફરજ છે, તેથી હું કહું છું તે તમે લક્ષ દઇને સાંભળે અને પછી તેનું મનન કરી શક્તિ મુજબ તેને આદર કરી તે સાર્થક કરા; કેમ કે સમજવાના ખરેા સાર એ જ છે. જિજ્ઞાસુ-આપની હિતશિક્ષાને અનુસારે હું યથાશક્તિ વીશ. હવે આપ કૃપા કરીને મને ધર્મનું સ્વરૂપ સમજાવે. સત્ય—ભાઇ જિજ્ઞાસુ ! જન્મમરણના સઘળાં દુ:ખથી છૂટવા માટે અને અક્ષય અનત સુખ મેળવવા માટે આપણે શુદ્ધ-નિર્મળ ભાવથી સહુ કોઇ જીવાને આત્મ સમાન લેખી કાઇ પ્રત્યે પ્રતિકૂળ આચરણુ મનથી, વચનથી કે કાયાથી ન કરવું, ન કરાવવું તેમ જ કરનારને સંમત ન થવું, એ સઘળાં ધર્મશાસ્ત્રનું પરમ રહસ્ય સમજવા જેવું છે. જિજ્ઞાસુ—અન્ય જીવા પ્રત્યે આપણે કેવું વર્તન રાખવું જોઈએ તે કઇ સ્પષ્ટતર સમજાવશે તેા ઉપકાર થશે. સત્ય—ભાઇ જિજ્ઞાસુ ! આપણે સહુ જીવા સાથે મૈત્રી Page #86 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૫૫] એટલે કે સમાનભાવ રાખવે, સહુ કેઈનું ભલું જ ચિતવવું, કેઈનું કયારે પણ બરું તો ન જ ચિંતવવું. દુ:ખી જીવોને દુઃખી થતાં જાણીને કે જેઈને તેનું તાત્કાલિક દુઃખ દૂર કરવા ઘટતો પ્રયત્ન કરવો, કરાવો અને કરનારને અનમેદન આપવું. વળી તેમનાં દુઃખોને સર્વથા અંત આવે એવા ઉચિત ઉપાય તેમને સૂઝાડી–બતાવીને ઠેકાણે પાડી દેવા. એટલે કે દુઃખી છો ઉપર કરુણુભાવ રાખે. કોઈ પણ સગુણી આત્માને ક્યાંય પણ રહેલા જાણીને કે જેઈને દિલમાં પ્રમુદિત ( રાજી-રાજી ) થવું અને તેમનામાં જે જે સદ્દગુણ જાણી જોઈ શકાય તે તે સદગુણે જાતે આદરવા માટે પણ યથોચિત ઉદ્યમ અવશ્ય કરે. આ પ્રકારે પ્રમાદ યા મુદિતભાવવડે આપણામાં ઉત્તમ પ્રકારની ગ્યતા આવે છે, અને તે વડે આપણે પોતે જ સદ્ગુણું થઈ શકીએ છીએ. છેવટે જે કોઈ ભારે નિઠાર (નિર્દય) પરિણામવાળા જીવ જેવામાં કે જાણ વામાં આવે તેઓ જ્યારે કોઈ રીતે સુધરી ન જ શકે એવી અસાધ્ય સ્થિતિમાં આવી ગયેલા હોય ત્યારે તેમની કશી છેડ નહિ કરતાં તેમને તેમના દુષ્કર્મને વશ જાણ સમભાવે તેમનાથી નિરાળા રહીને નિજ હિત કાર્ય કરવા તરફ સાવધાન બનવું. એટલે કે એવા નીચ નાદાન જીનાં દુષ્કર્મો (ભાઠા આચરણે ) જેઈ, પરિણામે જ્યારે કશું વળે એવું નથી જ એમ સમજાય ત્યારે નકામા ઉશ્કેરાઈ નહિ જતાં નિરુપાયપણે તેમનાથી અળગા જ રહી મધ્યસ્થભાવ દાખવો, જેથી કશી હાનિ થયા વગર સ્વહિત તે અવશ્ય જળવાઈ રહે. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૩૬. ] -- Page #87 -------------------------------------------------------------------------- ________________ [ પ ] શ્રી કરવિજયજી શાન્તિ અને સુમતિ એ બે જૈન બંધુઓને - હિતસંવાદ શાન્તિ–ભાઈ સુમતિ ! આપણે શ્રમણે પાસક કહેવાઈએ તેનું શું કારણ ? સુમતિ–ભાઈ શાન્તિ ! શ્રમણ-સાધુ-નિગ્રંથ ગુરુમહારાજની સેવા-ઉપાસના-ભક્તિ કરવાથી અને તેમનો હિતોપદેશ સાંભળી પવિત્ર જિન આજ્ઞાને અનુસરવાથી આપણે શ્રમપાસક અથવા શ્રાવકના નામથી ઓળખાઈએ છીએ. શાન્તિ-સાધુજનોને શ્રમણ-નિગ્રંથ કહેવાનું શું કારણ? સુમતિ–આત્મહિત સાધવા ઉજમાળ થયેલા સાધુજનો સકળ પરિગ્રહ પર મમતા તજીને અહિંસા, સંજમ અને તપ લક્ષણ ધર્મનું આરાધન કરવા પ્રમાદ માત્ર દૂર કરી અપ્રમત્તભાવે શ્રમ-ઉદ્યમ આદરે છે તેથી તેઓ શ્રમણનિગ્રંથના નામથી ઓળખાય છે. શાન્તિ–પ્રમાદનું લક્ષણ શું? અને તે કેટલા પ્રકાર છે? સુમતિ-જેમ દારુનો મદ ચઢવાથી જીવ પોતાનું ભાન ભૂલી જઈ સ્વછંદપણે વર્તે છે તેમ જેનાથી સ્વકર્તવ્યનું ભાન ભૂલી જઈ નિજ કર્તવ્યભ્રષ્ટ થવાય તેવું ગમે તે પ્રકારનું સ્વછંદ આચારણ હોય તે પ્રમાદ કહેવાય છે. તેના મુખ્ય પાંચ પ્રકાર નીચે મુજબ કહ્યાં છે. ૧ મદ્ય (Intoxication), ૨ વિષય (Sensuaeappe Page #88 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ પ૭ ] tite ), 3 $414 ( Anger, pride etc. ), 8 (del (Goieness) અને પ વિકથા (False gossips). બાકી પ્રકારાન્તરે પ્રમાદના મિથ્યાત્વ, અજ્ઞાન પ્રમુખ આઠ ભેદ પણ કહ્યા છે. શાન્તિ–ઉક્ત સકળ પ્રમાદને દૂર કરી અપ્રમત્તભાવે. તપ, જપ, સંયમનું સેવન કરે તો જ સાધુ કહેવાય ? સુમતિ–ખરા (ભાવ) સાધુ-શ્રમણ-નિગ્રંથ તો ત્યારે જ કહેવાય. બાકી તો સાધુને વેશ માત્ર ધારવાથી અને તથા પ્રકારના સદ્દગુણ નહિ ધારવાથી તે માત્ર નામસાધુ લેખાય. શાન્તિ–સાધુને કણ કણ કેવી કેવી રીતે ઓળખે છે? સુમતિ-બાળ અજ્ઞાની છો બાહ્ય વેશમાત્રથી સાધુ લેખે છે, મધ્યમ બુદ્ધિવંત આચરણ રૂડાં દેખે તો સાધુ લેખે છે અને પ્રાજ્ઞ-પંડિતજનો તો નિર્મળ આગમબેધ યા અધ્યાતમ લક્ષ ઉપરથી ખરા સાધુ ગણે છે. શાન્તિ–ખરા સાધુ-નિગ્રંથ કોણ લેખવા યોગ્ય છે? સુમતિ-જે આંતરલક્ષથી પવિત્ર રત્નત્રયીની સાધનાસેવના-આરાધના કરનારા હોય તે જ. શાન્તિ–પવિત્ર રત્નત્રયી એટલે શું? સુમતિ-સમ્યગ્દર્શન (યથાર્થ તત્ત્વશ્રદ્ધાન), સમ્યગજ્ઞાન (યથાર્થ તત્વ અવબોધ) અને સમ્યગચારિત્ર એટલે તત્ત્વરમણતા એ પવિત્ર રત્નત્રયી લેખાય છે. ઈતિમ ( જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૩૭ ) Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કપૂરવિજયજી સુમતિ અને સુશીલ એ બે બંધુઓને તાત્વિક સંવાદ સુમતિ–ભાઈ સુશીલ ! તમારું સદાચરણ-સવર્તન જોઈને હું ઘણે જ ખુશ થયો છું. સદાચરણ વગરનું એકલું જ્ઞાન કેવળ બોજારૂપ (ભારભૂત) છે એમ હું માનું છું. સુશીલ–ભાઈ સુમતિ ! આપ પોતે ગુણી અને ગુણરાગી છો, મને આપનું કહેવું યથાર્થ લાગે છે, કેમ કે તત્વના જાણ પુરુષોએ એમ જ કહેલું છે કે સદાચરણ વગરનું લૂખું–શુષ્ક જ્ઞાન માત્ર ગધેડા ઉપર લાદેલા બાવનાચંદનના કાષ્ઠની પેઠે કેવળ બેજારૂપ છે, તેથી કાંઈ વાસ્તવિક સુખ પમાતું નથી અને પાપતાપ દૂર કરી શકાતો નથી તેમ જ તેથી દુર્ગતિનાં દ્વારા બંધ થઈ સગતિનાં દ્વાર ઉઘડતાં નથી. સુમતિ–ખરેખર જે જ્ઞાનવડે અમૃત જેવું સદાચરણ સેવી લેવાય તો જ તે લેખે થાય છે અને તેથી સુખ-સેભાગ્ય સાંપડે છે. અન્યથા તે મિથ્યાભિમાનવડે નકામા વાદવિવાદમાં ઉતરી જવાથી સ્વપરની ભારે ખરાબી થવા પામે છે. સુશીલ–સૂર્યને પ્રકાશ થયે છતે જેમ અંધકાર ટકી શકતો નથી તેમ ખરું વાસ્તવિક તત્ત્વજ્ઞાન પ્રગટ થયે છતે રાગદ્વેષ અને મહાદિક મહાવિકારો ટકી શકતા નથી અને આચાર વિચાર યા વર્તન બહુ ઊંચા પ્રકારનું થાય છે. સુમતિ–ખરેખર આ માનવદેહાદિક ઉત્તમ સામગ્રી પામી, બુદ્ધિબળ વાપરી, સત્સંગ કરી, તત્ત્વજ્ઞાન મેળવી, સત્યાસત્ય, હિતાહિત, લાભાલાભ અને ગુણદોષનો પુખ્ત Page #90 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ પ૯ ] વિચાર કરી, અસત્ય અહિતાદિકના ત્યાગ કરી, સત્ય અને માર્ગ આદરવા ઘટે છે. ચત:— बुद्धेः હિતરૂપ હાય તે જ फलं तत्त्वविचारणं च । " 66 સુશીલ—દશ દષ્ટાન્ત દુર્લભ એવા માનવ દેહ તેમ જ આ દેશ, ઉત્તમ કુલ-જાતિ, પાંચે ઇંદ્રિય પરવડા, દેહ નિરાગી, દીર્ઘ આયુષ્ય, તત્ત્વજિજ્ઞાસા, સદ્ગુરુના ચેાગ, સુશ્રદ્ધા વિગેરે વિશિષ્ટ ધ સામગ્રી પ્રબળ પુન્યયેાગે પામીને વિવેકથી યથાશક્તિ વ્રત નિયમે સદ્ગુરુસંગે આદરી તે વ્રત નિયમેનુ યથાવિધિ પ્રમાદ રહિત પાલન કરવામાં આવે તેા જ આ પ્રાપ્ત સસામગ્રીની સાર્થકતા થાય છે. કહ્યું છે કે— વૈશ્ય સારં વ્રતધારળ ચ. "9 સુમતિ— આ જડવાદપ્રધાન જમાનામાં જીવા મુષ્કળ ( મેાકળી ) વૃત્તિથી એશઆરામનાં સાધના વધારે પસ ́દ કરે છે, પરંતુ તે પામર પ્રાણીએ નિજ સમીપમાં જ છાયાના મિષથી જોઇ રહેલા કાળને ક્રૂરતા દેખતા નથી. કાળ એચિંતા આવી તેમના કાળીએ કરી જાય છે, તેથી શાણા માણસાએ કાળ એચિતા આવશે, મરવુ ડગલા હેઠ. ” એવું સમજી રાખી ઝટપટ ચેતી લઇ, અમૂલ્ય માનવદેહની લેવી ઘટે છે. (6 આ સાર્થકતા કરી ઇતિશમ્. [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૩૮ ] Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ]. શ્રી કરવિજયજી ચેતી શકાય તે ચેત. સદ્ધ ૧ વિદ્યાભ્યાસીમાં મૂર્ખતા–જડતા રહેતી નથી, જાપ કરનાર– આત્માથીમાં પાપ પસી શકતું નથી, મિનવૃત્તિ ધારી રહેનારને કલહને ભય રહેતું નથી, અને અપ્રમાદી–સાવચેતી રાખનારને ભય નડતો નથી. ૨ હે જીવ! ભેજન પ્રસંગે અને ભાષણ પ્રસંગે તું પ્રમાણ સાચવ, કેમ કે અતિ આહાર-ભજન અને અતિ માન–પ્રમાણ વગરનું ભાષણ પ્રાણનો વિનાશ કરે છે, માટે જ કહ્યું છે કે અપ ખા અને ગમ ખા.” પરંતુ આવાં સૂક્ત વચનોનો આદર વિરલા જ કરે છે. ૩ મન જ મનુષ્યને કર્મબંધનનું અને કર્મક્ષયનું પ્રબળ કારણ થાય છે. જી ! થોડા જ વખતમાં મનથી જ સંગ્રામ માંડતા પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ સાતમી નરક ગ્ય કર્મદળ સંચ્યા અને થોડા જ વખતમાં એ બધા ય કર્મ મનના અધ્યવસાય સુધારતાં જ નરોગ્ય કર્મદળ વિખેરી નાંખી કેવળજ્ઞાન પામ્યા, તેવી જ રીતે ભરત ચક્રવતી પણ આરીસાભુવનમાં નિજરૂપ નિહાળતાં અધ્યવસાયની વિશુદ્ધિવડે ઘાતકર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. ૪. અશન, વસન (વસ્ત્ર), સ્ત્રી અને સ્વજનાદિકને મારાં મારાં કરતાં કરતાં જ કૃતાન્ત (કાળ) આવી જીવને કળીએ કરી જાય છે. બેટી અને ક્ષણિક વસ્તુઓ ઉપર રાખેલી મમતા જીવને આ ભવ, પરભવ અને ભવોભવ દુઃખદાયી જ થાય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૬૧ ] પ જરા-વૃદ્ધ અવસ્થા આવી, જુવાની ચાલી ગઇ, એમ સમજીને હું સુજ્ઞ જના ! પરમાર્થ સાધી લેવા સાવચેત અને. આયુષ્ય લગભગ પૂરું થવા આવ્યું છે તેમ છતાં પ્રમાદ કરશે તા તમારે માટે કાળ કંઇ પ્રતીક્ષા-રાહ જોઇ રહેશે નહિ. ૬ સાંસારિક સુખને જ રસિક જીવ પેાતાના જન્મ વ્યર્થ ગુમાવે છે, એ બાપડા જીવ ચિંતામણિ રત્નને કાચના મૂલ્યે વેચી દે છે. ૭ મારા તારાનેા ભેદભાવ ઓછાં-નબળાં મનવાળાને હાય છે. ઉદાર-વિશાળ દિલવાળાને તે આખી આલમ-દુનિયા બધી કુટુંબરૂપ જ હાય છે. ઇતિશમ્. [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૭૦] નરપતિ પ્રમુખને હિતબાધ ૧ જો પૃથ્વી પાતે જ ઊગેલાં ધાન્યને ખાઈ જાય, માતા તે જ પુત્રને હણી નાંખે, સમુદ્ર મર્યાદા મૂકી દે, પાવક-અગ્નિ ભૂમિને બાળી નાંખે, આકાશ જો લેાકેાનાં મસ્તક ઉપર તૂટી પડે અને અન્ન જ ઝેરરૂપ થઇ જાય-તેમ જો રાજા પાતે જ અન્યાયઅનીતિ આચરે તા પછી તેને કેણુ રાકવાને સમર્થ થઇ શકે ? ન્યાયનીતિના ઉત્તમ રીતિએ આદર કરી જે નરપતિ રામરાજાની પેઠે સદા ય પ્રજાના ચિત્તનુ રજન કરે છે-પ્રસન્ન રાખે છે તેઓ જ ખરેખર સ્વકર્તવ્યનિષ્ઠ હાઇ સ્વસ’જ્ઞાને સાર્થક કરે છે. બાકી જેઓ જાતે સ્કૂલમ ગુજારી, અન્યાય આચરી પ્રજાને પીડે છે–પ્રજાનું રક્ત પીએ છે તે તે સાક્ષાત્ યમરાજની જેવા જગતને ત્રાસરૂપ થાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ [ દર ] શ્રી કપૂરવિજયજી ૨ રામચન્દ્ર જેવા ન્યાયમૂર્તિ રાજાઓના દેશમાં કાળે કાળે (જ્યારે જરૂર હોય ત્યારે જ) વરસાદ વર્ષે છે, ભૂમિમાં જેવો જોઈએ તેવો કસ રહે છે, તેથી મનમાનતાં મેલ પાકે છે, તીડ કે ઊંદરને ઉત્પાત થતો નથી, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પ્રમુખ થતાં અટકે છે, પ્રજા બધી સુખે પિતાનો નિર્વાહ કરવાનાં સાધન સેવી શકે છે, તેમનું રક્ષણ પણ ભલી રીતે થઈ શકે છે, વિદ્યા-કળા અને સુખ-સંપત્તિમાં પ્રજા આગળ વધતી જાય છે. ઉક્ત પ્રજાનું બળ એ રાજાનું જ બળ લેખાય છે, પ્રજાનું અપમાન કઈ રીતે કરવામાં આવતું નથી, તેથી સઘળી પ્રજા પોતાના નાયક-નરપતિને પૂજ્ય પિતાની જેમ જુએ છે, જેથી તેના સુખે સુખી અને તેના દુઃખે પિતાને પણ દુઃખી લેખે છે, પોતાના રાજાના વિરોધી–રાજા સંગાતે કશો સંબંધ રાખતી નથી અને મિત્ર-રાજા સંગાતે જોઈએ તે સંબંધ ધરાવે છે. ૩ જે પ્રથમાવસ્થામાં સારી રીતે વિદ્યા સંપાદન કરી લે છે, નાયક છતાં નમ્રતા ધારણ કરે છે, લક્ષમીવંત છતાં તેને ગેરઉપગ નહિ કરતાં ન્યાય નીતિથી તેનો વધારો કરી પરમાર્થ ભરેલાં કાર્યમાં તેને સવ્યય કરે છે, કોઈ પણ પ્રકારનો (જાતિકુળ-બળ-રૂપ–વિદ્યા–એશ્વર્ય—લાભ પ્રમુખને) મદ કરતા નથી તેવા રાજાઓ, પ્રધાને, ન્યાયાધીશે, શ્રેષ્ઠીઓ અને યુવરાજાદિક અધિકારીઓ ખરેખર જગતમાં જશવાદ પામી સદ્ગત થાય છે. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૭ર. ] Page #94 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ સદુપદેશ-આપણું ઉન્નતિનાં [૬૩] સાધન सवंशवासो महिला सुशीला, सौभाग्यमंगे च रमाभिराभा । सुता विनीता स्वजनो मनोज्ञः, पचेलिमा पुण्यतरोः फलालिः ॥ ઉત્તમ વંશમાં ઉપજવું, સુશીલ-સદાચરણ-પતિવ્રતા સ્ત્રીની પ્રાપ્તિ થવી, શરીરમાં અષતિલકાદિ ઉત્તમ લક્ષણે હવા રૂપ લાવણ્યાદિ ગુણ પ્રાપ્ત થવા, મનગમતી લક્ષ્મી-સંપદા મળવી, વિનયવંત–આજ્ઞાકારી પુત્રોની પ્રાપ્તિ થવી, સારાં-સુશીલ સ્વજને સાંપડવાં : એ બધાં પુન્યવૃક્ષનાં પરિપકવ ફળ સમજવાં.” પુન્યશાળી જનેને જ એ બધાં વાનાં પ્રાપ્ત થઈ શકે છે. બધાં વંશમાં જિનેશ્વરોનો વંશ પ્રશંસવા ચોગ્ય હોય છે, સઘળા કુળમાં શ્રાવકના કુળ પ્રશંસવા યોગ્ય છે, સઘળી ગતિઓમાં સિદ્ધ-ગતિ પ્રશંસવા યોગ્ય છે અને સઘળાં સુખમાં જન્મ જરા મરણ રહિત મુક્તિસુખ પ્રશંસવા ગ્ય છે. બીજા અનેક કુળો કરતાં શ્રાવક કુળની પ્રશંસા શાસ્ત્રકાર શા માટે કરે છે? જે કુળને વિષે પાણી સદા ય ગળવામાં આવે છે, અર્થાત અણગળ પાછું જેમાં વાપરવામાં આવતું જ નથી, રસોઈ માટે છાણાં–ઈધણ પણ શોધીને (પુંછપ્રમાઈને) જ વપરાય છે, જે કુળમાં બેળ અથાણું ખાવામાં કે કરવામાં આવતું જ નથી, કંદમૂળ પ્રમુખ અનંતકાય વાપરવામાં-ભક્ષણ કરવામાં આવતા નથી વળી શુદ્ધ નિર્દોષ Page #95 -------------------------------------------------------------------------- ________________ [૬૪] શ્રી કરવિજયજી જિનેશ્વર દેવ, નિર્ચથ-મહાવ્રતધારી ગુરુ અને શીલાદિ પવિત્ર ધર્મથી અલંકૃત સતાસતીઓની સેવા કરવામાં આવે છે, તેમ જ જેમાં સમકિતમૂળ અહિંસાદિક ઉત્તમ વ્રતનિયમો ઉચ્ચારવામાં આવે છે, સામાયિકાદિક છ આવશ્યક જેમાં જરૂર સેવવામાં આવે છે, રાત્રિભોજનનો ત્યાગ કરવામાં આવે છે અને પંચપરમેષ્ઠિ-નવકાર મહામંત્રનું સદા સ્મરણ કરવામાં આવે છે, એગ્ય ક્ષેત્રમાં દ્રવ્ય વાવી પુન્યનો ભંડાર પણ ભરવામાં આવે છે, પરસ્ત્રી–વેશ્યાદિકને સંગ-પ્રસંગ વારવામાં આવે છે અને શંકાનંખાદિ દેષ રહિત શુદ્ધ સમકિત ધારવામાં આવે છે, સગુરુ સમક્ષ આલોચનાનિંદરૂપ જળવડે પોતાનાં પાપ પખાળવામાં આવે છે અને ધનધાન્યાદિક પરિગ્રહના પ્રમાણ વડે આત્માને લેભથકી નવારવામાં આવે છે, અષ્ટમી ચતુર્દશી પ્રમુખ સઘળા પર્વોને વિષે અતિચાર રહિત પિષધ કરવામાં આવે છે અને અભક્ષ્ય અનંતકાય સંબંધી નિયમ સદા સંભાળવામાં આવે છે, જેથી ધર્મ સંબંધી પેદા થયેલા શુભ મનોરથ ફળિભૂત થાય છે. જે જીવન પ્રબળ પુન્યનો ઉદય થયેલ હોય તે જ તેને આવા ઉત્તમ શ્રાવકુળની પ્રાપ્તિ થઈ શકે છે, અને પૂર્વે જણાવેલી શરીરસૌભાગ્યાદિ સઘળી શુભ સામગ્રી સંપ્રાપ્ત થઈ શકે છે. ઉદાર દિલવાળી, સદાચારી, નિર્મળ શીલથી સુશોભિત, વિવેકી, વિનીત, ચતુર, સત્યવાદી, સત્પાત્રે દાન દેવામાં તત્પરતાવાળી, મીઠી-મધુરવાણી બોલવાવાળી, દેવગુરૂ ઉપર અત્યંત ભક્તિરાગવાળી અને પુન્યકાર્યમાં સદા ય ઉજમાળ, એવી સાક્ષાત્ લક્ષ્મી જેવી ભાગ્યશાળી સ્ત્રી પણ પુન્યાગે જ પ્રાપ્ત થઈ શકે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૬૫ ] મનગમતી સ્ત્રી અને લક્ષ્મી પ્રાપ્ત થયે છતે પણ અદ્ભુત ભાગ્યયોગે પુત્રપ્રાપ્તિ થાય છે, અને જે તે પુત્ર નીતવંત હોય છે, તે સોનામાં સુગંધ જેવું થાય છે. સજજનતાવાળા, સૌભાગ્યશાળી, ધર્મરક્ત, વિવેકવંત, સદ્દગુણધારી, માતાપિતાની ભક્તિ કરનાર અને શુદ્ધ દેવ ગુરુ પ્રત્યે પ્રેમ-ભક્તિ ધરનારા સુપુત્રો ખરેખર સદ્ભાગ્યયોગે પ્રાપ્ત થઈ શકે છે. વળી નિજ નિરૂપમ પુન્ય યોગે જ સારાં સ્વજન અથવા સજજન–સમિત્રની પ્રાપ્તિ થાય છે. સ્વચ્છ સ્વભાવવાળા, ધર્મકાર્યને વિષે ઉદાર દિલવાળા સજજને મન, વચન અને કાયાવડે પરોપકાર કરે છે, પણ પરધર્મ ધરતા નથી, હાસ્ય વડે પણ પરદેષને પ્રકાશતા નથી, પરંતુ પરગુણ—પરિમલવડે પોતાના આત્માને વાસિત કરે છે. જેઓ પોતાના વંશને અજવાળે છે, ગુરુનાં વચનને પાળે છે, તત્ત્વને સમજે છે, અને અનીતિથી મનને નિવર્તાવે છે, સ્વચિત્તને નિર્મળ કરી જે પાત્રમાં દ્રવ્યવ્યય કરે છે, તે ચંદનની જેવા સંતાપને હરનારા સજજને સદા ય સેવવા-આદરવા-ઉપાસવા ચગ્ય છે. | (જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૭૨) SPEAK GENTLY નમ્રતા–સભ્યતા–માણસાઈ–માયાળુતાથી વાત કરો-કરતાં શીખે. (એક અંગ્રેજી કવિતાને ભાવાર્થ.) ૧. ધીમેથી–શાન્તિથી–સભ્યતાથી બોલે. વ્હીક બતાવીને કે ત્રાસ યા ધમકી દઈને અમલ કરવા કરતાં પ્રેમથી પ્રજાને Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] શ્રી કપૂરવિજયજી ચાહ મેળવી અમલ કરે તે બહુ સાર-ઉમદા માર્ગ છે. બોલવામાં એવી ઠાવકાઈ–સભ્યતા વાપરો કે તેમાં કઈ પણ કઠોર શબ્દને ઉપયોગ થવા ન પામે, અને જે શુભ કામ આપણે અહીં કરવાની સ્થિતિમાં હોઈએ તે બગડી ન જાય. વાત કરવામાં બહુ સાવધાની રાખે. એક નાના બાળક સાથે પણ મીઠાશથી બોલે કે જેથી તેને ચાહ તમે ખચીત જ મેળવી શકે. બાળકેને બહુ ધીમા અને શાન્ત વચનથી સમજાવે. બાળકની અવસ્થા થોડા વખતમાં બદલાશે, પણ તમારા શાન્ત અને સચોટ શિક્ષણની છાપ તે તેના ઉપર કાયમ બની રહેશે. ૨. વૃદ્ધ-વડીલ વર્ગને ધીમે રહી, નમ્રતાથી તમે નિવેદન કરતા રહે, પણ આકળાં–આકરાં વચન વદી તેમના ચિંતાતુર હૃદયને પરિતાપ નહિ પમાડશો. તેમણે તેમની જિંદગી લગભગ પૂરી–પસાર કરી દીધી છે. હવે તેમને છેવટનો વખત શાન્તિમાં જ પસાર કરવા ઘે. [ કઠોર વચન ભાલા જેવા લાગે છે. તેને ઘા જિંદગીભર રૂઝાતો નથી, તેથી તેવાં તાપકારી કઠોર વચનોને પ્રયોગ-(પ્રહાર) શાણું ભાઈબહેનોએ તો ન જ કરે.] તેમને શાંતિ પમાડવાથી તમે પણ શાન્તિ પામી શકશે. ૩ ગરીબ-દુ:ખી જનો પ્રત્યે પણ ધીમેથી દયા લાવી એવું બોલો કે તેમાં એક પણ કઠેર શબ્દ તેમના કાને પડે નહિં. તમારા કઠોર-નિર્દય ભાષણ સિવાય તેમને બીજું સહન કરવાનું કંઈ ઓછું નથી. મતલબ કે તેવા દુઃખી જનનાં દુઃખમાં ઉમેરે થાય તેવું કઠોર વચન ન જ વદો. સભ્યતાથી બોલે, બોલતાં શિખો. આટલું થોડું પણ અહા ! બંધુઓ અને બહેનો ! તમે સારી રીતે કરવા પ્રયત્ન કરો! એ તમારા Page #98 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૬૭ ] સફળ પ્રયત્નવડે. તમને જે અપાર સુખ અને આનંદ ઉપજશે, તે તમારી પાછલી લાંબી જિંŁગીડે તમને સમજાશે. મતલબ કે મૃદુ ભાષા વાપરવાથી ભવિષ્યમાં તમે બહુ સુખી થઇ શકશેા. ઇતિશમ. (જૈ. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૨૩૬) સુસંપ સ્થાપવા અને કુસંપ કાપવા લક્ષમાં રાખવા ચાગ્ય એ એલ. હું નિજ નિજ આત્મશક્તિના ગેરઉપયાગ નહિ કરતાં સદુપયોગ કરવાથી અપૂર્વ લાભ થાય. ’ (ડ "" આપણે પરાપૂર્વથી સાંભળતા આવ્યા છીએ કે સપ ત્યાં જ પ અથવા સપ ત્યાં સુખ ” અને “ કુસંપનું મેાં કાળું, ” પરંતુ તેના ગુણદોષના પૂરતા વિચાર કરી સુસંપ સ્થાપવા અને કુસંપ કાપવા ઘણે ભાગે એછી જ કાળજી રાખવામાં આવે છે. જો ચીવટથી કુસંપ કાપવા અથવા એથી વેગળા રહેવા ખાસ કાળજી રહેતી હાય તા ધીમે ધીમે તે નિમૂ ળ થઇને સુસંપ સ્થપાય છે. અને તેનાં મીઠાં ફળ ચાખવાના ઉત્તમ પ્રસંગ પણ અનુભવાય છે. “ વડનાં બીજ જેવડા નાના એટલે વવાતા નજીવા કુસ'પ પણ ધીમે ધીમે વધતા વડ વૃક્ષ જેવા મેાટા થઇ પડે છે ” અને તેનાં માઠાં ઝેરી ફળા ઘણાં કાળ સુધી ઘણા જીવાને સંતાપઉપજાવતાં રહે છે. આ વાત ઘણા ભાઇબહેનેાને અનુભવસિદ્ધ થયેલ હાય છે. ડહાપણથી ઘગાંઓને ખેલતાં સાંભળીએ ,, 66 Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] શ્રી કપૂરવિજયજી "" છીએ કે–“ માર પીછે રળિયામણા ” પણ “ બેલવા મુજબ પાળનારા વિરલા જ હોય છે. ” મીજાને ડહાપણ આપવું એટલે કથની કરી જવી એ સુલભ છે, પણ એને બદલે “ સ્વયં ડહાપણુ લેવું ” એટલે એ મુજબ ચાલવું. રહેણીએ રહેવું ” એ કઠણ કામ છે. બીજાને કહેવું મીઠું લાગે છે પણ પેાતાને પાળવું કડવુ લાગે છે. બીજાને પાણી ચઢાવવા ભાટ ચારણ જેવું ખેલતાં ઘણાને આવડે છે પણ તે મુજબ પેાતાનું વર્તન રાખવામાં ઘણે ભાગે શૂન્યતા જેવુ જ હાય છે. આવા જીવેા કદી ઘણું ભણ્યા હાય અને વેદ, કિતાબ કે ધર્મશાસ્ત્રોમાં કુશળતા મેળવી હાયતા પણ તેમનું આચરણ જોતાં પ્રેક્ષકા સ્વમુખે કહી દે છે કે એ તા ભણ્યા પણ ગણ્યા નથી ” એ તા “ વેદીયા દ્વાર જેવા છે. ” એવા મ્હેણાં તેમને વારંવાર ખાવા પડે છે, પરંતુ જે ભાગ્યવત જીવા કહેવા માત્ર નહિ પણ સુસંપ કરી દેખાડે છે, તે જ અન્ય ભવ્યાત્માઓને પ્રશંસનીય અને અનુ કરણીય બને છે. દુનિયામાં ખરી રીતે તેએ જ સુખી થાય છે. << ,, 66 આપણામાં ઘણા કાળથી એવી કહેવત ચાલી આવે છે કે “ કહેવા કરતાં કરી દેખાડત્રુ ભલું ” અને પગ ઉપર હાડા લીધા વગર કોઈ કામ નીપજે નહિ.” પરંતુ સ્વાધતાવડે આવી કહેવતાને ઉપયાગ સારાં કામ કરવામાં બહુ જ આછા થાય છે. તેનુ પિરણામ એ આવે છે કે એક બીજા સ્વાથી-એકલપેટીયા, ઉન્મત્ત અથવા બેપરવા બની જાય છે. સહુને કંઇ ને કંઇ ઉપયાગી થવાને બદલે પેાતાને કલ્પિત સ્વાર્થ સાધી લેવાને, એક હથિયારરૂપ Page #100 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૬૯ ] બનાવી લે છે. અને બીજા બાળ–અજ્ઞ દેખે તેવું શીખે, એટલે એક બીજાનું સ્વાર્થભર્યું આચરણ જેઈને પોતપોતાના કપિત સ્વાર્થ સાધવામાં જ દરેકની તૈયારી થવા પામે છે. પૂર્વ પુન્યાગે કે પ્રભુની કૃપાથી આ દુર્લભ મનુષ્ય ભવાદિક શુભ સામગ્રી પામી, તેની સાર્થકતા કરી લેવા માટે સહ સંગાતે મિત્રતા, દુઃખી પ્રત્યે કરુણા, સદગુણ પ્રત્યે પ્રદ અને અત્યંત નિર્દય પરિણામી પ્રત્યે અદ્વેષપણુ-ઉદાસીનતા રાખવાની આપણું પવિત્ર ફરજ છે. અપરાધી જીવનું પણ અણહિત કરવાની બુદ્ધિ જોઈએ નહિ. બની શકે ત્યાં સુધી ભલું જ કરવાની ઈચ્છા રાખવી જોઈએ. આપણાં કરતાં વ્યવહારિક રીતે ઉતરતા દરજજાના હોય તેમના તરફ બને તેટલી દયા-દિલસોજી અનુકંપા દાખવવા તત્પર થવું જોઈએ. બીલકુલ લાચાર સ્થિતિવાળાને કઈ રીતે ઉદ્ધાર કરવા તનતોડ મહેનત કરુણાદ્ધ દિલે કરવી જોઈએ અને સુખી કે સદગુણને દેખી દિલમાં પુષ્કળ પ્રમેદ લાવવો જોઈએ. કમકમાટી ઉપજાવે એવા પણ દારુણ પાપકર્મ કરનાર ઉપર એકાએક ખીજવાઈ જવાને બદલે તેમને સારા માર્ગે લાવવા કઈ પણ માર્ગ સૂઝે તે તે અજમાવી જેવો અને તેમ કરીને રદ થઈ જતી તેમની જિંદગીને સુધારવા બનતા પ્રયત્ન કરી જોવા લક્ષ રાખવું જોઈએ. તેમાં કોઈ ઉપાય ચાલી ન શકે તો છેવટે તેમના ઉપર નકામો છેષ નહિ લાવતાં ઉદાસીન ભાવ રાખી અગત્યની બીજી ફરજો બજાવવી જોઈએ. મતલબ આપણા વિચાર, વાણી અને આચાર પવિત્ર જ રાખવા, તેમાં મલિનતા ન આવે એ પ્રયત્ન ચીવટથી કરે જોઈએ. Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] શ્રી કર્ખરવિજયજી જો આપણાં મન, વચન અને કાયાને પવિત્ર રાખવા-મલિન નહિ થવા દેવા માટે પૂરતું લક્ષ રાખવામાં આવશે તો પ્રથમ આપણામાં જ જે સુસંપ Harmony સ્થાપવાની અત્યંત આવશ્યકતા રહેલી છે તે સિદ્ધ થઈ શકશે અને જે તેમ કરશું તો જ આપણે આપણા પવિત્ર આચાર, વાણી અને વિચારના બળવડે અન્ય યોગ્ય જીવોને સન્માર્ગદર્શક પણ બની શકશું, અને “આપ સમાન બળ નહિ” એ કહેવતને સાચી પાડી શકશું. જુઓ ! એક વણા(તંત્રી)ના પણ ત્રણ તાર જે એક રાગી હોય તો જ તે સુર આખી સમાજના જનને રીઝવી શકે છે, પણ જે તેમને એકાદ તાર તૂટી ગયે હાયઅસ્તવ્યસ્ત થઈ ગયા હોય તો તે તંત્રી બેદી-નકામી- બેતાલ બની જઈ કોઈને આનંદ આપી શકતી નથી. તે મુજબ કઈ પણ માનવ વ્યક્તિ જે પોતાના મન, વચન, કાયાને કાબૂમાં રાખી તેનો સદુપયોગ કરે તો તે સ્વ પર અનેકનું હિત સાધી શકે છે, પરંતુ જો તેને સ્વેચ્છાથી મેકળા મૂકી દઈ, તેને ગેરઉપયોગ અથવા દુરુપયોગ જ કરે તો તેથી સ્વપર અનેકનું હિત થવાને બદલે અહિત જ થવા પામે છે. આપણે ઉપરના એક જ દષ્ટાન્તથી જોઈ શક્યા કે માનવ જાતિનું તો શું પણ જગતમાત્રનું હિત સાધવા માટે વિચાર, વાણું અને આચારની પવિત્રતા સાચવી રાખવાની તેમ જ તેની કોઈ રીતે મલિનતા થવા દીધા વગર પવિત્રતા વધારતા જવાની અનિવાર્ય જરૂર છે. પ્રત્યેક આત્મામાં પવિત્રતા પેદા કરવાની અને થયેલી પવિત્રતા કોઈપણ પ્રકારની મલિનતાથી બગડવા ન દેતાં સાચવી રાખી વધારવાની છુપી શક્તિ રહેલી Page #102 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૭૧ ] છે, તેને તેણે ધીમે ધીમે પણ મક્કમપણે ઉપયોગ કરી જ જોઈએ. જો તેમ કરવામાં આવે તો એક જ આત્મ-વ્યક્તિ પિતાનામાં છુપી રહેલી અનંતશક્તિને પ્રબલ પુરુષાર્થ વડે પ્રગટ કરીને આખા જગતમાં સુખશાન્તિ પાથરી શકે છે અને છેવટે પોતે પરમશાંતિમાં જ વિરમે છે–પરમશાન્તિરૂપ–મોક્ષ પામે છે. સઘળા તીર્થકરે એ જ પ્રમાણે જગતનું અનંત હિત કરી અનંત સુખમાં ઠરે છે. એ પરમાત્માઓને અણમોલ ઉપદેશ વારંવાર સાંભળનારા વીર-સંતાનોને ઉચિત છે કે તેમણે પોતાનાં પ્રત્યેક આત્મામાં છુપી રહેલી સાચી શક્તિની યથાર્થ સમજ મેળવી, તેમાં સંપૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખી તેને આવિષ્કાર કરવા, તીર્થંકરદેવે આચરેલા અને બતાવેલા એવા ખરા માર્ગને યથાર્થ અનુસરવા પ્રબળ પુરુષાર્થ ફેરવવો જોઈએ, પણ એથી વિપરીત દિશામાં અયથાર્થ માગે ગમન કરવું જોઈએ નહિ. શાશ્વત સુખ-મેક્ષ મેળવવાને એ જ અંકિત માર્ગ છે. રાગ-દ્વેષ-કષાય અને મેહને સંપૂર્ણ પરાજય કરવાથી અને સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ અને વિય–શક્તિને પ્રગટ કરવાથી જ જિન–અરિહંત-વીતરાગ-પરમાત્મસ્વરૂપ યાવત્ તીર્થકર પદવી પણ પ્રાપ્ત થઈ શકે છે, તો પછી બીજી પ્રાસંગિક સંપદાઓનું તો કહેવું જ શું? સમ્યજ્ઞાનના પ્રકાશવડે આપણું અનાદિ ભૂલે અને અંતરાયે સ્પષ્ટ સમજાય છે, તેમ જ આપણું સત્તામાં છુપી રહેલી અનંત ગુણસંપદા પણ સમજાય છે. સમ્યગ દશનશ્રદ્ધાનરૂપ આરસીવડે તે તે વસ્તુનું બરાબર પ્રતિબિબ નિજ આત્મામાં પડવાથી આપણો વિશ્વાસ દઢ થવા પામે છે અને તે તે ભૂલોને સુધારવા અને ગુણોને આદરવા માટે આપણામાં જે અપૂર્વબળ–ચંતન્ય-શક્તિ આવે છે તે ચારિત્ર કહેવાય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨ ] શ્રી કપૂરવિજયજી જે વડે સ્વપરને, ગુણદોષને, હિતાહિતને, લાભાલાભને અને ક વ્યાક વ્યને બરાબર સમજાય તે જ જ્ઞાન-સમજણ આપણુને ઉપયાગી થઇ શકે છે. તે જ વસ્તુની જે વડે દૃઢ પ્રતીતિ. આસ્થા બંધાય, જેથી કશી મૂઝવણુ વગર ઉચિત માર્ગ આચરવાનુ ખની આવે તે જ શ્રદ્ધા-સમ્યક્ત્વ હિત કરી શકે છે, અને જે સુવિહિત માર્ગે ચાલવામાં દૃઢ નિશ્ચયપૂર્વક નિજવી - શક્તિના સદૃયાગ થાય અને જેથી અંતરાય માત્રને ઉચ્છેદીને નિજ આત્મઋદ્ધિને સાક્ષાત્કાર થવા પામે એવુ ચારિત્ર સ્વપર કલ્યાણ કરી શકે છે. ઉક્ત રત્નત્રયીના એકત્રિત બળથી ગમે તેને શાશ્વત-મેાક્ષસુખ પ્રાપ્ત થઇ શકે છે, એમ સમજી સુજ્ઞજનોએ સુગુરુતા પથે જ સંચરવું ઉચિત છે, તેથી જ સર્વ કાર્યસિદ્ધિ થઇ શકશે. ઇતિશમ્ [ જૈ. . પ્ર. પુ. ૩૩, પૃ. ૨૬૧ j ,, "A friend in need is a friend Indeed. અહીના વખતે ઉપયોગી થાય તે જ મિત્ર સાથેા. શાસ્ત્રકાર કહે છે કે ખરા મિત્ર તે કે જે દુ:ખસુખમાં સમભાગી રહે અને નિ:સ્વાર્થ પણે અડીના વખતે મદદ કરે. પાણીની જેમ મિત્રતાની ખાત્રી ખરી વખતે થાય છે. સજ્જનેની મિત્રતા કદાપિ ફીક્કી પડતી નથી. ખરું જ કહ્યું છે કે “ પાપમાર્ગથી નિવારી પુણ્યમાર્ગ માં ચૈાજે–જોડે, શુદ્ઘ દોષાદિક ઢાંકે અને સદ્ગુણની પ્રશ`સા કરે, આપદા વખતે અનાદર ન કરે પણ ખરી તકે મદદ કરી ઉદ્ધાર કરે-એ જ સાચાનિ:સ્વાથી મિત્રના લક્ષણ છે. ” આપણે મિત્ર થવું તે આવા જ Page #104 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૭૩ ] મિત્ર થવું, અને મિત્ર કરવા તો આવા સજજનોને જ મિત્ર કરવા. આવા ઉત્તમ મિત્ર આ લેકમાં તેમ જ પાકમાં મદદગાર થઈ શકે. નીચી ગતિમાં લઈ જનારી કુમતિથી બચાવી સદ્ગતિ આપનારી સુમતિ સાથે આપણને જોડી આપે. તન, મન, ધનથી આપણું એકાન્ત હિત જ કરે તે જ ખરો મિત્ર છે. સર્વજ્ઞ–વીતરાગકથિત અહિંસા-સંયમ અને તપલક્ષણ ધર્મ એ નિષ્કારણ મિત્ર છે, એ પવિત્ર ધર્મનું શુદ્ધ અંત:કરણથી સેવન કરનારા સઘળા બંધુઓ અને બહેને પણ નિઃસ્વાર્થી મિત્રો છે, તેમનું હિત-વાત્સલ્ય કરવું તે આપણું પવિત્ર ફરજ છે. તે ખરી વાત વિસરી જઈ તેમનું અહિત કરવા દોરાઈ જનાર ખરેખર મિત્રદ્રોહી, ધર્મદ્રોહી ને આત્મદ્રોહી છે. કાળદોષથી કઈ પણ પ્રકારની આપદામાં સપડાયેલા આપણા સ્વધામ જનેને સવેળા ઘટતી સહાય કરી ઉદ્ધારવામાં પ્રમાદ કરો ઘટિત નથી. [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૩૫૩ ] સ્વધર્મી બધુઓને અને બહેનોને આપણે શી રીતે સહાય કરવી જરૂરની છે? આ પ્રશ્ન ઘણો મહત્ત્વનો અને ગંભીર છે. કંઈક સહૃદયદયાળુ લાગણીવાળા ભાઈબહેને આ પ્રશ્નને સમયજ્ઞ-વિદ્વાન મુનિજને તેમ જ શ્રાવક જને પાસે ઉપસ્થિત કરે છે અને તત્સંબંધી ચર્ચા કરે છે. વિદ્વાન મુનિજને તેમ જ ગૃહસ્થો તે સંબંધી ઘટતે ઉહાપોહ કરી પિતાના અભિપ્રાય જાહેર કરે છે, પરંતુ પોતાની જૂની રૂઢીથી ટેવાયેલા શ્રીમંત જનો Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી કપૂરવિજયજી અને સંખ્યા તથા હજુ તે દિશામાં જોઇએ તેટલા પ્રમાણમાં લક્ષ આપતા નથી. શ્રીમંત લેાકેાના માટે ભાગ પ્રાય: અલ્પજ્ઞ હાવાથી તે ઘણે ભાગે દ્રવ્યના વ્યય મેાજશેખમાં કે બીનજરૂરી ખાદ્ય આડંબરમાં કરે છે. વિદ્વાન્ મુનિજના અને શાસનપ્રેમી શ્રાવકો તેમને દ્રવ્યના વ્યય એવા જરૂરી માગે કરવાને કહે છે કે જેથી દિનદિન ગરીમી સ્થિતિમાં સપડાતી મળમાં કમજોર થતી પેાતાની જૈન પ્રજાની યા જૈન સમાજની વાસ્તવિક ઉન્નતિ થવા પામે. તેઓ કહે છે કે “તમે જેટલે પૈસા અત્યારે એચ્છવ-મહાચ્છવમાં, જમણવારમાં, લગ્નપ્રસ ગામાં, વરઘેાડા ચઢાવવામાં અને નાનાપ્રકારની ખટપટા ઊભી કરી અદાલતામાં ખચી નાંખેા છે, તેટલેા બધે નહિ તે તેને અમુક સારા હિસ્સા તમારા સ્વધમી ભાઇબહેનાને કે તેમનાં બાળકાને ઊંચી પાયરી ઉપર ચઢાવવા ઘટતી કેળવણી આપવામાં ખર્ચવાની ઉદારતા વાપરા તે તમે જૈનપ્રજાનુ વિશેષ હિત કરી શકશેા. ” સુભાગ્યની નિશાની છે કે શ્રીમતેામાંના ઘેાડા ઘણાએ એ વાતને કઇક લક્ષમાં લીધી જણાય છે, જેના પરિણામે તેએ હવે અન્ય સમાજોની પેઠે પેાતાના સમાજની ઉન્નતિ કરવા જૈન બેડીંગા, માળાશ્રમ વગેરે સ્થાપવા કંઇક ફાળા આપે છે; પરંતુ જે ખાતાએ નીકળે છે તેને પાકા પાયા ઉપર નભી રહે તેવા મજબૂત બનાવવા અને તેમાં વધારે ને વધારે મદદ કરવાની પેાતાની ફરજ જેમ તેએ અધિક સમજશે તેમ તેઓ સ્વસમાજનું મહત્ત્વ વધારી સારી રીતે સાચવી, શાસનસેવા બજાવી મેટુ પુન્ય ઉપાઈ શકશે. ઇશમ્ [ જે. ૧. પ્ર. પુ. ૩૩, પૃ. ૩૫૭ ] Page #106 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૭૫ ] સાચા મિત્રના લક્ષણ पापान्निवारयति योजयते हिताय, गुह्यं निगूहते गुणान् प्रकटीकरोति । आपद्गतं न च जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदं प्रवदन्ति धीराः ॥ १ ॥ દુ:ખવિપાકને દેવાવાળા અને આત્માને મિલન કરનારાં યાવતુ નીચી ગતિમાં લઇ જઇ ભવઅટવીમાં વારંવાર ભમાવનારાં હિંસા, અસત્ય, અદત્ત-ચારી, મૈથુન-વિષયલાલસા, પરિગ્રહ-દ્રવ્યમમતા, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન-મિથ્યા આળ, પેશુન્ય-ચાડી, રતિ અતિઇષ્ટ અનિષ્ટમાં પ્રીતિ-અપ્રીતિ, પરપરિવાદ-નિંદા, માયામૃષાવાદ– છેતરપીંડી, મિથ્યાશત્યરૂપ સકળ પાપસ્થાનકેાથી જે આપણને સમજાવી પાછા વાળે, તે તે પાપમળથી આપણા આત્માને મિલન થતા અટકાવે, એટલું જ નહિં પણ જે જે સુકૃત્યાથી આપણે સુખી થઇ શકીએ એવા હિતમામાં આપણને જોડી આપે, આપણને સદા ઉન્નતિના જ માર્ગે ચાલવા પ્રેરણા કરે, આપણામાંના દોષની ઉપેક્ષા કરે-દોષને ઉઘાડા કરી આપણી વિગેાવણા થાય તેવું કદાપિ ન કરે, પરંતુ દોષ માત્ર દૂર થાય તેવા કાળજીપૂર્વક પ્રયત્ન કરે, તેમ જ અન્ય જના જેનુ અનુકરણ કરી ઉન્નતિ પામી શકે એવા જે સદ્દગુણા તેમને જાય તે પ્રસિદ્ધ કરે, જેમ સુગંધી પુષ્પના પરિમલને પવન દૂતર પ્રસારે છે તેમ સામાના સદ્ગુણ્ણાને સ્તુતિપ્રશંસાદ્વારા જનસમૂહમાં વિસ્તારવા કોશીશ કરે અને સુખ દુ:ખમાં Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] શ્રી કરવિજયજી સમભાગી રહે, ખરી આપદામાં કસોટીના વખતે ત્યાગ નહિ કરતાં તેવા પ્રસંગે અધિક કાળજીથી તેને ઉદ્ધાર કરવા તન, મન, ધનને બનતેગ આપે; બીલકુલ સ્વાથી નહિ પણ સ્વાર્થ ત્યાગી જ બને. ખરા મિત્રમાં ઉપર પ્રમાણેના લક્ષણો હોય છે, એમ જ્ઞાની પુરુષ પ્રગટ કહે છે, ઉક્ત ગુણો પ્રગટાવવા આપણામાં બળસામર્થ્ય પ્રગટે અને સ્વપરહિત કરવાની અનુકૂળતા થાય. સાર–ખરેખર જે આપણે આપણી જાતના (પિતાના ) તેમ જ અન્યના સાચા મિત્ર જ થવાની ઈચ્છા હોય તો પ્રથમ આપણે જાતે જ દરેક પાપસ્થાનકથી દૂર રહેવું જોઈએ. હિંસા, અસત્ય, અદત્ત, મૈિથુન અને પરિગ્રહાદિકથી વિરક્ત બની નિપુ તાથી દયા, સત્ય, અર્ય, શીલ, સંતેષાદિક સગુણોને દૃઢ મનથી ધારવા જોઈએ, “ પપદેશે પાંડિત્યમ્ ” તજી આપણી જાતને જ પ્રથમ શિક્ષણ આપી સુધારવી જોઈએશાણ કરવી જોઈએ. આપણે પ્રમાદપડતને પરિહરી સ્વાશ્રયીબની, સ્વપુરુષાર્થબળે અહિતમાર્ગ તજી, હિતમાર્ગને આદર કર જોઈએ. તેમાં ખલના થવા દેવી ન જોઈએ. થતી ખલના દૂર કરી હિતમાર્ગમાં અખલિત પ્રયાણ કરવું જોઈએ. કેઇન પ્રત્યે પ્રતિકૂલતાભર્યું આચરણ કદાપિ નહિ કરતાં સદા સાનુકૂળ સુખકારી આચરણ જ આચરવા ખાસ લક્ષ રાખવું જોઈએ. પારકાં છિદ્ર (ચાંદા) નહિ જોતાં હંસની પેઠે સારગ્રાહી બની સદ્દગુણને જ ગ્રહણ કરી લેતાં શીખવું જોઈએ. ઝવેરીની પેઠે ગુણની કદર કરવી જોઈએ. જાતે સગુણ બની સગુણવંત તરફ પૂર્ણ પ્રેમ રાખવો જોઈએ. નિઃસ્વાર્થ પણે શુદ્ધ પ્રેમી બનવું જોઈએ. સ્વાત્માણવડે સ્વાર્થ ત્યાગી થવું Page #108 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૭૩ ] જોઈએ. દુખીજને દિલાસો તન-મન-ધનથી દઈ તેમને દુઃખમુક્ત કરવા બનતા પ્રયત્ન કરવો જોઈએ. તેમનું દુઃખ દેખી દિલ દ્રવિત થવું જોઈએ અને તે દુ:ખને નિર્મૂળ કરવા બુદ્ધિબળથી વિચારી એગ્ય ઉપાય જવા જોઈએ. તેમ કરતાં કંટાળે લાવો ન જોઈએ; ધીરજ આપીને અને ધીરજ રાખીને સફળ પ્રયત્ન કરવો જોઈએ; તેમ જ વળી સુખસમૃદ્ધિવંતને અને સગુણશાળી સજજનોને નિહાળી દિલમાં સંતેષ-આનંદ-પ્રમોદ લાવવો જોઈએ, કેમ કે ઉત્તમ ગુણેને આપણામાં આકર્ષવાને એ અતિ ઉત્તમ અને સરલ માર્ગ કહ્યો છે. સાચા મિત્રનાં આવા અનુકરણ કરવા યોગ્ય લક્ષણો-ગુણ શાસ્ત્રકારે વખાણ્યા, છે તે આપણને પ્રાપ્ત થાઓ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૧૨૭ ] શાસ્ત્રશિક્ષાસંગ્રહ ૧ ધર્મસેવા કેવળ ચિત્તની પ્રસન્નતાથી યા પ્રમાદથી બજાવવી જોઈએ. ૨ કેવળ હૃદયની નિર્મળતા યા પ્રસન્નતા જ પ્રભુને પ્રસન્ન કરી શકશે. ૩ કદાપિ જન્મ મરણ કરવા ન પડે એવી રીતે નિર્મળનિષ્કલંક વર્તન રાખી રહે. મન, વચન, કાયાથી શુદ્ધ વર્તન કરવા લક્ષ રાખો. ૪ સદબુદ્ધિ પામીને આત્મતત્વનું શોધન કરે–પિતાને પિછાનો. Page #109 -------------------------------------------------------------------------- ________________ [૭૮ ] શ્રી કપૂરવિજયજી - પ દશ દૃષ્ટા તે દુર્લભ માનવદેહ પામીને ઉત્તમ વ્રત નિયમ આદર. ૬ પૂર્વપુણ્યને લક્ષમી પામીને સુપાત્રદાનવડે તેને લહાવો લ્યા. ૭ રૂડી વચનશક્તિ પામીને પરોપકારવડે સહની પ્રીતિપ્રસન્નતા મેળ. ૮ જાણી જોઈને બેટે માર્ગે ચાલનાર અંધ કરતાં વધારે ખરાબ છે. ૯ જાણી જોઈને હિતશિક્ષાની અવગણના કરનાર હેરા કરતાં વધારે ખરાબ છે. ૧૦ અવસર ઉચિત પ્રિય-હિતવચન નહિ બોલનાર મૂંગા કરતાં વધારે ખરાબ છે. ૧૧ પરનિંદા યા પારકા અવર્ણવાદ બોલવામાં મૂંગા થઇ જવું વધારે સારું છે. ૧૨ પરસ્ત્રી તરફ કૂડી (માઠી) નજરથી જોવામાં આંધળા થવું વધારે સારું છે. ૧૩ પરનિંદા અને આ૫વખાણ સાંભળવામાં બહેરા થઈ જવું વધારે સારું છે. - ૧૪ પરાયું ધન હરણ કરી લેવામાં પાંગળા થઈ જવું વધારે સારું છે. ૧૫ જેવું આપણને દુઃખ થાય છે તેવું પરને પણ થાય છે એમ સમજ અન્ય પ્રત્યે પ્રતિકૂળતા ઊભી કરવી નહિ, કેમકે જેવું કરીએ તેવું જ પામીએ. Page #110 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ | [ ૭૯ ] ૧૬ સહુ કોઈ સુખની જ ચાહના રાખે છે એમ સમજી સહુ કોઈ સુખી થાય તેમ જ સદા ઈચ્છવું અને બનતી તજવીજથી તેમ કરવું. ૧૭ પરસ્ત્રીને આપણું પોતાની માતા, બહેન યા પુત્રી તુલ્ય જ લેખવવી યુક્ત છે. ૧૮ પારકાં દ્રવ્ય(ધન)ને ઘળનાં ઢેફાં સમાન લેખવવું યુક્ત છે. ૧૯ સહુ કોઈ જીવો જીવિત ઈચ્છે છે-વાંછે છે, તેમને આપણુ આત્મા તુલ્ય લેખવવા યુક્ત છે. ૨૦ પ્રથમ ખાધેલી વસ્તુનું પાચન થયા પહેલાં ખાવું તે વિષ તુલ્ય છે. ૨૧ તપસ્યા (તપ-જપ) કરતાં ક્રોધ કરે તે વિષ તુલ્ય છે. ૨૨ જ્ઞાન (વિદ્યા) મેળવીને તેને મદ કરવો તે વિષ તુલ્ય છે. ૨૩ ગમે તેવી ધમકરણ કરતાં કપટ કેળવવું તે વિષ તુલ્ય છે. ૨૪ હદ-મર્યાદા મૂકીને લજજાનો લેપ કરે તે પણ વિષ તુલ્ય છે. ૨૫ ન્યાયનીતિ અને પ્રમાણિકપણાથી પિતપોતાના અધિકાર મુજબ વ્યવસાયવડે આજીવિકા ચલાવવી એ સત્યધર્મગવેષકનું મુખ્ય લક્ષણ છે. ન્યાયપાર્જિત દ્રવ્યથી જ સુબુદ્ધિ સાંપડે છે. ૨૬ ક્ષમા-સમતા રાખવી એ ક્રોધને જીતવાને અમેઘ ઉપાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] શ્રી કપૂરવિજયજી ૨૭ વિનય–નમ્રતા-મૃદુતા દાખવવી એ મદ-માનને જીતવાને અચૂક ઉપાય છે. ૨૮ ઋજુતા–સરળતા આદરવી એ માયા-કપટને જીતવાને ખરો ઉપાય છે. ૨૯ સંતોષવૃત્તિનું સેવન કરવું એ લેભ-તૃષ્ણાને જીતી લેવાને ઉત્તમ ઉપાય છે. ૩૦ સમતા રૂપી જળધારાથી ક્રોધ–અગ્નિને સારી રીતે ઠારી શકાય છે. ૩૧ કમળ જેવી કે મળ મૃદુતા, વજ જેવા અહંકારને ક્ષણવારમાં ગાળી નાંખે છે એ આશ્ચર્યકારી છે. ૩૨ ત્રાજુતારૂપી જાંગુલીમંત્રના પ્રભાવથી માયારૂપી કાળી નાગણનું પણ ઉગ્ર વિષ જોતજોતામાં ઊતરી જાય છે. ૩૩ સંતેષરૂપ અમૃતવૃષ્ટિવડે ભરૂપી દાવાનળ બુઝાઈ જાય છે, એટલે તેથી પ્રગટતી તૃષ્ણારૂપી જ્વાળા શાન્ત થઈ જાય છે. ૩૪ આત્માનું શુદ્ધ સ્વરૂપ સ્ફટિક રત્ન સમાન નિર્મળનિષ્કલંક છે. ૩૫ જેમ ફેટિક રત્નને રાતું કાળું ફૂલ લાગવાથી (લગડવાથી) તે તેવા જ રંગનું (બદલાઈ ગયેલું) જણાય છે, તેમ રાગદ્વેષરૂપી ઉપાધિ સંબંધથી આત્મા પણ વિપરીત ભાવ( વિભાવને ભજે છે, એથી જ જીવ રાતે તાતે થઈ પોતે જ પિતાને પરિતાપ ઉપજાવતો રહે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૮૧ ] ૩૬ રાગ અને દ્વેષ એ ભાવકર્મ કહેવાય છે, તેને (સંગ)સંબંધ જીવ સાથે અનાદિ કાળનો છે. તેમ છતાં ખરે ગુરુગમ મેળવી, પ્રબળ પુરુષાર્થ ગે તેનો અંત થઈ શકે છે. ૩૭ રાગદ્વેષરૂપ ભાવકર્મથકી આત્માના સ્વાભાવિક ગુણોને આછાદન કરી શકે એવાં અનેક દ્રવ્યકમ પેદા થાય છે અને અવારનવાર શરીર ધારણ કરવારૂપ કર્મ પણ એનું જ પરિણામ છે. ૩૮ બધાં કર્મમાં મોક્ષના નિદાનરૂપ શુદ્ધ ચારિત્રથી વિમુખ રાખનાર અને ખોટી વસ્તુમાં (ખાટાં સુખમાં) મુંઝવી દેનાર મોહનીય કર્મ મુખ્ય અગ્રેસર લેખાય છે, તેનો અંત આવતાં બધા કર્મનો હેજે અંત આવી જાય છે. કોઈ, માન, માયા અને લેભરૂપ કષાય પણ એને જ પરિવાર છે, અને મોક્ષના દ્વારરૂપ શુદ્ધ સમકિતપ્રાપ્તિમાં પણ એ જ પ્રતિબંધક છે. ૩૯ ખાણમાંથી ખોદી કાઢતા કંચન અને માટીના સંબંધની પેઠે જીવ અને કર્મનો સંબંધ આદિ રહિત છે, તેમ છતાં પ્રબળ પ્રયત્નોગે તેને તેડી આત્માને કુંદનની જે શુદ્ધ-નિર્મળ કરી શકાય છે. સમ્ય—(યથાર્થ) જ્ઞાન, દર્શન (તસ્વાર્થ શ્રદ્ધાપ્રતીતિરૂપ સમ્યકૃત્વ) અને ચારિત્રનું યથાવિધિ સેવન કરવાથી આત્મા સકળ કર્મમળથી મુક્ત થઈ શુદ્ધ બુદ્ધ થાય છે. ૪૦ “સવિ જીવ કરું શાસનરસી” એવી સરસ ભાવનાયુક્ત પ્રબળ પુરુષાર્થ સ્વપકલ્યાણાર્થે કરનાર મહાશ તીર્થકર ગણધર જેવી શ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરી, સર્વજ્ઞ સર્વદશી થઈ, યથા આયુષ્ય જીવનમુક્ત દશા ભેગવીને અંતે અક્ષય Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] શ્રી કપૂરવિજયજી સુખસંપદાને વરે છે. આપણુ સહુને અંતરના મળની શુદ્ધિથી આત્મશ્રેયાર્થે એવી ઉત્તમ ભાવનાઓ પ્રાપ્ત થાએ ઇતિશમ્. [ શ્વે. ધ. પ્ર. પુ. ૭૩, પૃ. ૪૧ ] બ્રહ્મચર્યાદિક ચાર આશ્રમના વિવેક ( તેમની સક્ષેપથી હે ચણ ) ૧ બ્રહ્મચર્ય, ૨ ગૃહસ્થ, ૩ વાનપ્રસ્થ, (Retired life ) અને ૪ સન્યસ્ત. એ ચારે અનુક્રમે ગણાતા આશ્રમેાને તત્ત્વદાષ્ટથી વિચારતાં ૧ સરવાળા, ૨ બાદબાકી, ૩ ગુણાકાર અને ૪ ભાગાકારની ઉપમા ઘટી શકે છે, એમ બુદ્ધિવંત સક્ષેપથી યથાક્રમે નીચે પ્રમાણે નિવેદન કરે છે. ૧ · બ્રહ્મચર્ય આશ્રમ ” વિદ્યાર્થી અવસ્થામાં ાનયત થયેલ ડાવાથી તેમાં નવું નવું જ્ઞાન મેળવવા-એકઠું કરવાવડે તેને સરવાળાની ઉપમા ઘટે છે. તે અવસ્થામાં નિત્યપ્રતિ નવા નવા જ્ઞાનના સંચય-વધારા થયા કરે છે. ,, ૨ પ્રથમ અવસ્થામાં મેળવી રાખેલા જ્ઞાનના “ ગૃહસ્થા શ્રમમાં ” સ્થિતિ–સયાગાનુસારે જુદી જુદી દિશામાં ભિન્ન ભિન્ન સ્થાને યથાયેાગ્ય ઉપયાગ કરવાવડે અને સ્વજનાદિક સહુ સહુના હકની ઘટતી વ્હેંચણી કરી દેવાવડે તેને બાદબાકીની ઉપમા ઘટે છે. પ્રાપ્ત કરેલા જ્ઞાનભડાળના અત્ર જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં સ્વપરના હિત માટે ઉપયાગ કરવામાં આવે છે. ૩ ગૃહસ્થાશ્રમમાં રહી પ્રથમ પ્રાપ્ત કરેલા જ્ઞાનવડે જે જે સ્વપર હિતકારી કાર્યો કરી શકાય છે તે કરતાં ઘણા ગુણાં હિત Page #114 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૮૩ ] કારી કાર્યો “ વાનપ્રસ્થાશ્રમમાં ” ગૃહસ્થાશ્રમની જંજાળથી મુક્ત થયેલ હોવાથી તથા પ્રકારના જ્ઞાનની પરિપકવતાને લીધે સાધી શકાય છે. આ આશ્રમમાં પુરુષાથી જને બુદ્ધિબળના વધારાથી ગૃહસ્થાશ્રમ કરતાં ઘણા ગુણે લાભ મેળવી શકે છે, તેથી તેને ગુણાકારની ઉપમા ઘટે છે. ૪ “સન્યસ્ત આશ્રમ” છેલ્લો અને શ્રેષ્ઠ લેખાય છે. આ આશ્રમ જેન દર્શનમાં જણાવેલા નિગ્રંથ મહાપુરુષોના કેવળ નિવૃત્તિપરાયણ માર્ગને મળે છે. આ આશ્રમમાં સર્વથા સ્વાર્થ ત્યાગ ( Disinterestedness ) કરવાનો હોય છે. અનેક પ્રકારનાં પ્રમાદાચરણથી દૂર રહી, અપ્રમત્તપણે શુદ્ધ આમાથે જ આમાં સાધવાનો હોય છે. આ અંતિમ આશ્રમમાં કેવળ નિસ્પૃહતા ગે ઉપાધિ રહિત બની જવાના કારણથી તેને ભાગાકારની ઉપમા ઘટે છે. ઈતિશ.... [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૭૪ ] શાન્ત વચનામૃત 1 અધીરાઈ રાખ્યા વગર સતત પ્રયાસ કરવાથી ડેટાં મહાભારત કામ પણ થઈ શકે છે. ૨ મહેનત કર્યા વગર ફળ મળશે નહિ. “ No Fruit without Labour. ” ૩ તમે જેવું વાવશે તેવું લણશે. “ As you sow so you reap.” Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] શ્રી કપૂરવિજયજી ૪ જો તમે ખરી શાન્તિને ચાહતા હૈા તા“ ખમેા અને ખામાશ રાખેા.” “ Bear and forbear.” ૫ જે કઇ કાર્ય કરે તે પરિણામદીપણે વિચારીને જ કરે, સહસા—અતિરભસપણે ન જ કરા. ૬ સમ વિષમ સર્વ સચાગામાં તમારું મન સ્થિર-સમતાલ રાખવા ખાસ પ્રયત્ન કરી. ( Under all circumstances keep an even mind) ૭ મહત્ ઇચ્છા રાખતા હૈ। તા પ્રથમ ાગ્યતા સંપાદન કરે. ઇચ્છિત પ્રાપ્તિના એ ઉત્તમ ઉપાય છે. કહ્યું છે કે— * First deserve and then desire.'' ૮ જેમ કષ, છેદ, તાપ અને તાડન કરવાવડે-એ ચાર ઉપાયેાવડે સેાનાની પરીક્ષા કરવામાં આવે છે, તેમ શ્રુત-જ્ઞાન, શીલ-આચાર, તપ અને દયા એ ચાર ગુણાવડે વિદ્યાર્ માણસ ધર્મની પરીક્ષા કરી શકે છે. પરીક્ષાપૂ ક જ શ્રેષ્ઠ ધર્મના સ્વીકાર કરવામાં આવે એ યેાગ્ય છે. ૯ અહિતતાપને શમાવનારાં ચદન જેવાં શીતળ વચનેની વૃષ્ટિ કેાઇ ભાગ્યશાળી ભવ્યાત્મા ઉપર જ ગુરુ મહારાજ કરે છે. સદ્ગુરુનાં હિતવચનેાથી અહિત-તાપ દૂર થઇ શકે છે. ૧૦ ખાવાનાચંદનથી અતિ શીતળ, નાથ નિરંજન વાણી જી; રૂપચંદ રસ પ્રેમે પીતાં, ત્યાંથી પ્રીત બંધાણી જી. અવિનાશીની સ્હેજડીએ, રંગ લાગ્યા મેારી સજની જી’ સર્વજ્ઞવીતરાગનાં વચનાની તે અલિહારી જ છે. ર Page #116 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ ૧૧ ક્ષમાસાર દયાવેલ મંડપ તળે, રહા મૃદુતા કામળ કમળસે, છેદત હું એક પલકમેં, ૧૨ "" '' * ચંદન રસે, સિંચા ચિત્ત લહેા સુખ CC [ ૮૫ ] પવિત્ત; મિત્ત. ' ૧૩ માયા સાપણી જગ }} ડસે, ગ્રસે સકળ નરનાર; સમરે જીતા જાંગુલી, પાઠસિદ્ધ નિરધાર. ” १४ न तृष्णा परो व्याधि-र्न तोषात् परमं सुखम् . તૃષ્ણા જેવા પ્રબળ વ્યાધિ નથી અને સતાષ જેવું બીજી પરમ સુખ નથી; છતાં આશ્ચર્યની વાત છે કે જીવા તૃષ્ણાને તજતા નથી. વસાર અહંકાર; અચરજ એહ અપાર. ૧૫ મમતા થરસુખ શાકિની, નિમતા સુખમૂળ; મમતા શિવ પ્રતિકૂળ હૈ, નિમતા અનુકૂળ. ૧૬ “ ટાળે દાહ તૃષા હુરે, લહરી ભાવવૈરાગ્યકી, તા 66 માળે મમતા પક; ભો નિ:શંક ’ ૧૭ “ અનાસગ મિતવિષયમે', રાગદ્વેષકા છેદ; સહજ ભાવમે લીનતા, ઉદાસીનતા ભેદ. ” ૧૮ “ ઉદાસીનતા મગન હુઇ, અધ્યાતમ રસકૂપ; દેખે નહિ જબ એર કહ્યુ, તમ દેખે નિજરૂપ. "" "" ૧૯ આગે કરી નિ:સ ંગતા, સમતા સેવત જેઠુ; રમે પરમ-આન ંદ રસ, સત્ય 99 ગમે તેહુ. '' "" ૨૦ જ્ઞાન વિમાન ચારિત્ર વિશ્વ, નંદનર સહજ સમાધ; મુનિ સુરપતિ સમતા શચી', રંગે રમે અગાધ "" ૧ વ. ૨ નંદનવન. ૩ ઇન્દ્ર. ૪ ઇન્દ્રાણી. * આ દુહામાં મુનિ અને ઇન્દ્રને મુકાબલા કરવામાં આવ્યે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] શ્રી કરવિજયજી ૨૧ અહે ભવ્ય આત્માઓ ! પુણ્ય સામગ્રી પ્રાપ્ત થયા છતાં પ્રમાદાચરણથી રને જીતી બાજી હારી જતા. જાગે ! જાગે ! [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૭૫ સ્વહૃદય બેડ પર લખી રાખવા યોગ્ય બોધવચન. ( એકાવન બેધવાક) ૧ ક્ષમા વીરા મૂષણમ્ ! (માફી આપવી અને માણી માગવી) (ખમવું અને ખમાવવું) એ વીર–ભક્તનું ખાસ લક્ષણ છે-ભૂષણ છે. ૨ હિતાહિતને વિચાર કરવો એ જ બુદ્ધિ પામ્યાનું ફળ છે. ૩ સુશીલ બનવું એ જ માનવદેહ પામ્યાનો ઉત્તમ સાર છે. ૪ સઠેકાણે વિવેકથી દ્રવ્યવ્યય કરે, એ લક્ષ્મી પામવાનું ફળ છે. ૫ પ્રિય અને હિતવચન વદવું એ જ વાચા પામ્યાનું ફળ છે. ૬ પાપમાર્ગથી નિવર્તાવી સન્માર્ગમાં જેડે તે જ ખરો મિત્ર છે. ૭ સહુ સાથે મિત્રભાવ રાસહુનું સદાય ભલું જ ચાહો. ૮ દીન-દુ:ખી-અનાથ ઉપર અનુકંપા રાખી તેને ઉદ્ધાર કરે. ૯ સુખી અને સદ્ગુણીને દેખી યા સાંભળી પ્રમુદિતહર્ષિત બનો. ૧૦ કઠોર પરિણામી ઉપર પણ દ્વેષ ન કરો. Page #118 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૮૭ ] ૧૧ સાધ સાંભળે તે જ સકર્ણ. ૧૨ સબધ હૈયે ધરે તે જ સહૃદય. ૧૩ સન્માર્ગે સંચરે, ઉન્માર્ગ તજે તે જ સત્ર. ૧૪ છત કાને હિતવચન ન સાંભળે તે જ હેરે. ૧૫ છતી જીભે હિત-પ્રિય-સત્ય ન બોલે તે જ મૂંગે. ૧૬ છતી આંખે અવળે માર્ગે ચાલે–અકાર્ય કરે તે જ આંધળો, ૧૭ ત્રિવિધ તાપને શાન્ત કરે તે જ સંત–સુસાધુ. ૧૮ સહુને આત્મ તુલ્ય લેખો-સ્વહૃદયને વિશાળ બનાવો. ૧૯ પરદ્રવ્યને પત્થર તુલ્ય લેખ-સ્વદ્રવ્યમાં જ સંતોષ રાખે. ૨૦ પરસ્ત્રીને માતા-હેન કે પુત્રી તુલ્ય જ લે. ૨૧ કેઈના સુખમાં અંતરાય ન કરો-બનતી સહાય કરો. રર નિદા, ગલી, મિથ્યા આરોપ વિગેરે પાપમાત્રથી ડરતા રહો. ૨૩પારકી આશા-તૃષ્ણાને તિલાંજલી આપ-તજે. ૨૪ હંસની જેમ સાર(ગુણ)ગ્રાહી બને, દોષ-દષ્ટિને તજે. ૨૫ સ્વધર્મરક્ષા માટે જ શરીરની યેગ્ય સંભાળ રાખો. ૨૬ વિષયાસક્તિથી વેગળા રહો-ઇન્દ્રિયના ગુલામ ન બને. ૨૭ મદાધ ન બને, નમ્રતા રાખો. (નમે તે પ્રભુને ગમે) ૨૮ કામ-કષાય-ઈર્ષા અદેખાઈ વિગેરે વિકારને વશ ન થાઓ. ૨૯ આળસુ-એદી-નિરુદ્યમી ન બનો-ચંચળતા રાખો. ૩૦ વિકથા-નકામી કુથલી કરવાને ઢાળ તજે વખત ઓળખે. ૩૧ સ્વાશ્રયી બને–પુરુષાથી થાઓ–બીજાના આધારે બેસી ન રહો. Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] શ્રી કપૂરવિજયજી ૩૨ કન્યાઓને એવી કેળવા કે તેઓ શાણી માતાએ અની શકે. ૩૩ કાઇ વ્યસનનાં ક્દમાં ન પડે; તેમાંથી સ્વપરની રક્ષા કરે. ૩૪ સદ્ગુણી અને સદ્ગુણાનુરાગી બના ૩૫ નીતિવાન બને-નિષ્પક્ષપાતપણે ખરા ખેાટાના તાલ કરા. ૩૬ શાન્ત પ્રવૃત્તિ રાખે। અને પાપાચરણથી અળગા રહેા. ૩૭ લેાકપ્રિયતા મેળવા-સ્વાર્થ ત્યાગી અનેા. ૩૮ કૃતજ્ઞ થાએ અને પરેપકારસિક અનેા. ૩૯ વિચાર, વાણી અને વર્તનમાં શુદ્ધ પવિત્રતા રાખેા. ૪૦ કામ, ક્રોધ, મેાહ, મત્સરાદિક દુર્ગુણને જલદી તો. ૪૧ માતપિતાર્દિક વડિલવર્ગની યથેાચિત સેવા-ભક્તિ કરે. ૪૨ સ્વધીબન્ધુએ અને બહેનેાનું ખરું વાત્સલ્ય કરો. ૪૩ ખાટા ડાળ–ડમાક તજી ખરા માર્ગનુ સેવન કરો. ૪૪ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર અડગ-અચળ શ્રદ્ધા રાખેા. ૪૫ ધ–શાસનની ખરી ઉન્નતિ-પ્રભાવના થાય તેવા માર્ગ ગ્રહણ કરે. ૪૬ મતભેદથી ખીજવાઇ ન જાઓ; સત્ય વાત સપ્રમાણ શાન્તિથી ખતાવવા પ્રયત્ન કરે. અન્યને ધર્મમાં જોડવાને એ રસ્તા છે. ૪૭ કલેશ-કુસંપથી સ્વમતને છિન્નભિન્ન ન કરે; સ્વઅંગ ન છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૮૯ ] ૪૮ સુસંપ વધે તેવા જ વિચાર, વાણી અને વર્તનને પ્રયાસ કરતા રહેા. ૪૯ સ્વધર્મી બન્ધુએ સર્વ વાતે સુખી થાય તે માટે તન મનથી મથન કરેા. ૫૦ પાત્રતા પ્રમાણે આપે અને પાત્રતા વધારવા પ્રયત્ન કરો. ૫૧ આ ક્ષણભંગુર દેહથી કઇ રીતે અન્યનું ભલુ થતુ જ હાય તેા ઉદાર દિલથી તે થવા દેવુ. દયાનુ ક્ષેત્ર વિશાળ છે. ડહાપણથી શક્તિ અનુસારે તેને લાભ લેતા રહેવુ. સ્વપર આત્માના હિતમાં અભિવૃદ્ધિ થાય તેવા દરેક પ્રયાસ મન, વચન, કાયાથી કર્યા કરવા. ઇતિશમ્ [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૧૫] તત્ત્વજિજ્ઞાસુ જનાને બે એલ. '' મૈત્રી, કરુણા, પ્રમેાદ અને માધ્યસ્થ્ય ભાવયુક્ત સ્વ અધિ કાર અનુસાર જે હિતકારી કરણી કરવામાં આવે તે જ ખરી રીતે ધર્મ કહેવાય છે. અને તે જ સ્વપરનું રક્ષણ કરી શકે છે. ” કહ્યું છે કે:— વાણ. “ નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુન્યવત તે પામશે છે, ભવસમુદ્રને પાર. મનમોહન જિનજી ! મીઠડી તારી ,, धर्मेणाधिगतैश्वर्यो, धर्ममेव निहन्ति यः । कथं शुभायतिर्भावी, स स्वामीद्रोह पातकी ॥ ધ - –પુન્યના જ પ્રભાવે પ્રભુતા પ્રાપ્ત થયા છતાં, જે મુગ્ધજન-પુન્યને જ લેાપ કરે છે તે સ્વ સ્વામી સમાનધમીના ,, Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] શ્રી કપૂરવિજયજી દ્રોહ કરનાર પામર પ્રાણીનું ભવિષ્ય શી રીતે સુધારી શકશે ? ધર્મદ્રોહીનું કલ્યાણ શી રીતે થઈ શકે ? તેવા જીવનું કલ્યાણ થવું દુર્ઘટ જ છે. “દુઃખમેં સહુ પ્રભુકો ભજે, સુખમે ભજે ન કેય; જો સુખમેં ભુકં ભજે, દુખ કહાંસે હેય? ” અધિકારના મદથી અંધ બની જીવ પિતાની પૂર્વની સ્થિતિ ભૂલી જાય છે. જ્યારે તે પુન્યના ક્ષયે સ્વઅધિકારથી ભ્રષ્ટ થઈ જાય છે અથવા તેના ઉપર અણચિંત્યુ દુઃખનું વાદળ તૂટી પડે છે ત્યારે તેની આંખ કંઈક ઊઘડે છે, અને કંડૂરાજા ની પેઠે પોતે મદોન્મત્તપણે કરેલા અન્યાયને સંભારી તે બદલ પસ્તાવે કરે છે. પરંતુ તે પસ્તા પતંગીયાના રંગ જેવા ક્ષણિક વેરાગ્યથી થયેલ હોવાથી ફરી પાછો જે તે દેવગે પૂર્વ અધિકાર પામે છે યા સારી સ્થિતિમાં મૂકાય છે તો પુન: પૂર્વે વીતેલી અવસ્થા ભૂલી જઈ મદોન્મત્ત પણે વિચરવા માંડે છે. તેવા મંદ અધિકારી જીવને સસમાગમનું યા આપ્તવચનનું સેવન કરવું બહુ જરૂરનું છે. સમર્થ આચાર્ય શ્રી હરિભદ્રસૂ રિજી કહે છે કે “અહો મુમુક્ષુ જન ! તમે ગુરુગમ્ય ધર્મ. રહસ્ય શ્રવણ કરો અને તેનું મનન કરીને તે બરાબર લક્ષમાં રાખો અને જેથી આત્માનું અહિત થાય એવું કંઈ પણ પ્રતિકૂળ-વિરુદ્ધ કાર્ય પ્રાયે ન જ કરે; પરંતુ સ્વપરનું શ્રેય થાય તેવાં જ અનુકૂળ કાર્ય–આચરણનું સદા ય સેવન કરે.” [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૧૩૬ ] Page #122 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૯૧ ] અવિવેકથી ખાનપાનની વસ્તુમાં થતા ભ્રષ્ટવાડા અને તેથી થતાં અનિષ્ટ પરિણામ અટકાવવા માટે વિવેકની જરૂર બહેાળે ભાગે કાઠિયાવાડ ગુજરાતના ઘણાએક સ્થળામાં ખાનપાન સંબંધી આચારવિચારમાં કેટલીએક એવી ગંભીર ખામીએ જોવામાં આવે છે કે જેથી ઘણા અનિષ્ટ પરિણામ આવવા પામે છે. અશુચિ અને કહેલી વસ્તુમાં નજરે ( નરી આંખે ) નહિં દેખી શકાય એવા અસંખ્ય સમૂચ્છિમ જીવે ક્ષણે ક્ષણે ઉપજે છે અને લય પામે છે ( મરે છે), એમ માનનારા ભાઇએ અને મ્હેને પણ ખાનપાન સંબંધી થતા એઠવાડા અટકાવવા જો પૂરતી કાળજી રાખી પ્રયત્ન કરે તેા તેમાં જલદી સુધારો થઇ શકે એવા સંભવ છે, પણ તેવી દરકાર બહુ ઘેાડાને હાય છે. ખાસ આગેવાનેાની તેમ જ દરેક મનુષ્ય વ્યક્તિની ચાખ્ખી ફરજ છે કે પાતાનું તેમ જ પરતુ અહિત થાય તેવું ન કરવું-કરતાં જરૂર અટકાવવું અને અન્યને પણ અહિતથી બચવા જરૂર ચેતાવવુ. દાખલા તરીકે ઘરેાઘર પાણી પીવા માટે ભરી રાખવામાં આવતા ગાળેા એ અત્યારે ઢોરના હવાડા( અવેડા )ની ઉપમાવાળી સ્થિતિ ભાગવે છે, કેમ કે જેમ અવેડામાં ગમે તે દ્વાર મેદું ઘાલી તેમાંનુ પાણી પીતાં પેાતાના મેાંની લાળ પાણીમાં નાંખી તેને અપવિત્ર અને અસંખ્ય જીવાને ઉત્પન્ન થવાનું અને તેમાં જ પાછા લય પામવાનું સ્થાન મનાવે છે, તેમ કોઇ એક ઘર, હાટ કે વખારમાં, નાત કે સંઘજમણમાં સગવડની ખાતર પેાતાના કુટુંબને માટે, મિત્ર કે નાકરને માટે, જ્ઞાતિ કે શ્રીસંઘને માટે પાણી ભરી Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૯૨ ] શ્રી કપૂરવિજયજી રાખવામાં એક અથવા અનેક વાસણે રાખવાનો રિવાજ ચાલે છે, તેમાંથી એક બીજા નાના વાસણવતી પાણી ભરી, તે મોઢે માંડી પીતા જાય છે અને તે વાસણને એઠું મૂકી ચાલતા થાય છે. તેમાં લાગેલી હાંની લાળ અને બચેલું એઠું પાણી વારંવાર પ્રથમના મોટા વાસણમાં પડે છે અને તે બધા પાણીને ભ્રષ્ટ, કહાણવાળું, જીવાકુળ બનાવે છે. તેવાં ભ્રષ્ટ જીવાકુળ પાણી પીવાથી ઘણાએક પીનારના શરીરમાં વિવિધ વ્યાધિઓના મૂળ રોપાય છે અને તે રોગ ધીમે ધીમે વિકરાળ રૂપ ધારી તેને ચેપ બીજાને લગાડે છે અને એ રીતે ઘણા માણસોને તાવ, ખાંસી અને ક્ષયરોગ જેવા રંગે લાગુ પડી જાય છે, જે પછી દૂર કરવા કઠીણ થઈ પડે છે. એ ઉપરાંત અસંખ્યાત સંમૂછિમ જીનો ઘાત થયા કરે છે અને તેમના જે વિષમય કલેવર શરીરમાં જઈ ભયંકર રોગ ઉપજાવે છે તેને ઉપશમાવતા પાપારંભ કરવા પડે છે અને તે બાબત ચોખાઈ રાખનારા બીજા લેકની નજરમાં હલકા પડવું પડે છે. તે કરતાં જે પ્રથમથી જ ચોખ્ખાઈ રાખવામાં આવે, પાણી લેવાનું અને પીવાનું વાસણ જુદું જુદું રાખી પાણી પીધા પછી તેને લૂંછી સાફ કરી લેવામાં આવે, તો એ અનિષ્ટ પરિણામે બનવા પામે નહિ. વળી ભ્રષ્ટ–અપવિત્ર ( એઠાં કરેલાં ) જીવાકુળ જળ રઈ કરવામાં તેમ જ ઉકાળવાના ઉપગમાં લેવામાં આવે અને તેવા ભ્રષ્ટ એઠા જળવડે બનેલી રસોઈ વિગેરે મુનિજનનાં પાત્રમાં આપવામાં આવે છે કે અને કેટલે બધે અવિવેક છે, તે સુજ્ઞ ભાઈબહેનોએ બરાબર વિચારીને તેને જલદી દૂર કરવા નિશ્ચય કરવો અને તેને પાછું વિસરી નહિ જવું. જળ એ ઘણું ઓછું કિંમતી છતાં બહુ જ જરૂરનું અને ઘણા મોટા Page #124 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૪ ] પ્રમાણમાં વપરાતું જીવન છે, તેમાં આ અવિવેક રાખવાથી ઘણું ભારે નુકશાન થાય છે, તેનાથી બચવા માટે દરેકે દરેક વ્યક્તિની ચીવટભરેલી ફરજ રહેલી છે. તેમાં જેટલી ગફલત તેટલું નુકશાન વેઠવું જ પડે છે. પાણીની પેઠે ખાવાના પદાર્થોમાં પણ ઘણું સ્થળે ઘણે અવિવેક ચાલતો જણાય છે અને તેના પ્રમાણમાં નુકશાન પણ પારાવાર થવા પામે છે. પોતાના ઘરમાં તેમ જ નાત કે સંઘજમણેમાં ઘણી જ એક છાંટવામાં આવે છે, તેમાં જે નાહક દ્રવ્યને નાશ થાય છે, તેને સરવાળો કરવામાં આવે તે તે ઘણે મોટો થવા પામે, પરંતુ તેમાં કોહાણ શરૂ થતાં જે પારાવાર જીવહિંસા થવા પામે છે, તેને વિચાર કરતાં તે તે ખેદ અને કંપારી જ ઉપજાવે છે. એવું કામ કરવું તે દયાધર્મની વાત કરનારને લગારે છાજતું નથી, એટલું જ નહિ પણ ખરા દયાળુની નજરમાં તે તે શરમાવનારું અને મશ્કરી કરાવનારું જ છે. તેથી સુજ્ઞ ભાઈબહેનોએ ક્યાંય પણ એઠું નહિ છાંટવા ખાસ પ્રતિજ્ઞા કરવી જોઈએ. ઈતિશમ [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૨૧૧. ] સારભૂત તત્ત્વ-ઉપદેશ "चला विभूतिः क्षणभंगि यौवनं, कृतान्तदन्तान्तरवर्ति जीवितं । तथाप्यवज्ञा परलोकसाधने, अहो नृणां विस्मयकारि चेष्टितं ॥" " लोभमूलानि पापानि, रसमूलाश्च व्याधयः । स्नेहमूलानि दुःखानि, त्रीणि त्यक्त्वा सुखीभव।" Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] શ્રી કપૂરવિજયજી લક્ષ્મી અસ્થિર છે, વન જોતજોતામાં વહી જાય છે, જીવિતને કશે ભરોસો નથી–જીવિત યમની દાઢ વચ્ચે આવી રહેલ છે; છતાં પણ મનુષ્યને પરભવનું સાધન કરી લેવામાં કેટલી બધી ઉપેક્ષા વર્તે છે? અહો ! જીવોનું કેટલું બધું વિસ્મયકારી વર્તન છે ? હે મનવા ! તારે સુખી થવું હોય તે સમજ કે સર્વ પાપનું મૂળ લેભ છે, વ્યાધિનું મૂળ સમૃદ્ધિ (લેલુપતા) છે અને દુઃખનું મૂળ નેહ-રાગ છે. સઘળાં દુઃખના ઉપાદાન કારણભૂત એ ત્રણ વાનાંને ત્યાગ કરીને તું સુખી થા. વળી સમજ કે નિત્યમિત્ર સમાન આ શરીરને સદા ય પિષણ આપ્યા છતાં પરિણામે એ પિતાનું થતું નથી, અવશ્ય પડવાનું જ છે, તો પછી તેના ઉપર ખોટી મમતા બાંધી શા માટે અનેક ઔષધ-ભેષજ કરી કલેશ હેર છે ? બધા બાહ્ય અને અત્યંતર રોગમાત્રનું નિકંદન કરી શકે એવા ધર્મ રસાયણનું પાન કરી લે, જેથી તેને સર્વ રીતે આરામ પ્રાપ્ત થાય. વળી વિચારી જતાં તને સમજાશે કે પશુઓનાં શરીરનાં અંગઉપાંગ અને મળ આદિ બધાં જીવતાં અને મૂવા પછી પણ કંઈ ને કંઈ ઉપયોગમાં આવે છે, તેમ મનુષ્યદેહનું કંઈ ઉપગી થઈ શકતું નથી. તો પછી આ ક્ષણવિનાશી દેહદ્વારા કંઈ પણ આત્મહિત સાધી લેવામાં તું કેમ ઉપેક્ષા કરે છે ? આ મનુષ્યદેહથી સ્વહિત સાધી લેવામાં ઉપેક્ષા કરવી તને લાછમ નથી, માટે હવે પ્રમાદપટળનો પરિહાર કરીને સ્વહિતમાર્ગ જલદી આદરી લે અને એમ કરતાં બની શકે તેટલા પ્રમાણમાં પરહિત કરવામાં પણ ઉજમાળ થા. ખરા સુખી થવાને એ જ માર્ગ છે. ઈતિશમ [ જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૧૪૬. ] Page #126 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ પ ] શ્રાવક યંગ્ય દુઃખહરણું કરણનું કંઇક સવિસ્તર ખ્યાન ૧ ચાર ઘડી જેટલી રાત્રિ શેષ (બાકી) રહી હોય ત્યારે શ્રદ્ધાવંત, વિવેકવંત અને ક્રિયાચિવંત ભાઈ બહેનોએ જાગ્રત થઈને જરૂર જણાય તો શીધ્ર દેહશુદ્ધિ-મળશુદ્ધિ કરીને, સ્વસ્થ ચિત્ત થઈને સાવધાનપણે ભવસમુદ્રને પાર પમાડનાર શ્રી નવકાર મહામંત્રનો જાપ મનમાં ગણશરૂ કરે. અરિહંતાદિકના ઉત્તમ ગુણનું એકાગ્રપણે ચિતવન કરતાં, અત્યંત નમ્રપણે એ ગુણનું અનુમોદન કરતાં એવા જ ઉત્તમ ગુણે આપણા આત્મામાં પ્રગટે એમ લક્ષ પરેવીને ભાવવું. ૨ સ્થિર મન કરીને પોતાના ઈષ્ટ દેવ, ગુરુ અને ધર્મનું સારી રીતે સ્વરૂપ વિચારવું, તેમની સંગાતે પોતાનો કે સંબંધ છે, અથવા હોવો જોઈએ અને તેમનાથી શું પ્રાપ્ત કરવા યોગ્ય છે ? તે કેવી રીતે કેવા સાધન બળથી પ્રાપ્ત કરી શકાય એમ છે? તેમાં કેમ વિલંબ કરાય છે? તેના કયા કયા બાધક કારણ છે ? તે કારણે શી રીતે દૂર કરી શકાય એમ છે ? અને તે માટે કેવા ઉપાય આદરવા શક્ય છે? એ વગેરેનો વિચાર કરવો જોઈએ. વળી પિતાના કુળાચાર અને વ્યવસાય-આજી. વિકાના સાધન સંબંધી પણ વિચાર કરવો જોઈએ. તે પોતાના ઈષ્ટ–હિત સાધવાના માર્ગમાં કેવા અને કેટલા સાધક બાધકસહાય કરનારા અને વિન્ન કરનારા છે તેને પણ ખ્યાલ કરી જ જોઈએ. ગમે તે રીતે પિતાને ઈષ્ટ માર્ગ સરલ કરવા માટે શુભ વિચારબળથી પ્રયત્ન કરવો જોઈએ અને તે માટે જે જે ઉત્તમ ઉપાય આદરવાને શક્ય જણાય તે આદરવા જોઈએ. Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૯૬ ] શ્રી કપૂરવિજયદ ૩. રાગદ્વેષવાળા અથવા અહંતા મમતાવાળા મનના મોડા પિરણામ ઉપશાંત થઇ સમતા-સ્થિરતા ગુણુ પેદા થાય એવા પવિત્ર લક્ષથી ઇષ્ટ સાધ્ય તરફ લઇ જઇ તે સાધ્યને મેળવી આપવાના સાધન તરીકે લેખાતુ સામાયિક પ્રસન્ન ચિત્તથી હું ભવ્યાત્મા ! સદા ય આદરજે, તેમાં પ્રમાદ-શિથિલતા-મ આદર કરીશ નહીં. પણ પ્રમાદ દૂર કરી જેમ સમતારસની વૃદ્ધિ થાય— થવા પામે તેવાં રુડાં આલંબન ગ્રહણ કરજે એવી રુડી વિચારણા તું પ્રમુદિત મને કરજે. રસાયણ જેવી આત્માને ગુણકારી મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થતારૂપી ચાર પવિત્ર ભાવના તું ભાવજે. તે પવિત્ર ભાવનાએ નિજ અંતરમાં પરિણમે એવા અભ્યાસ પાડજે અને પછી અવસર થયે રાત્રિ સમયે જે કંઇ મન, વચન, કાયાથી દૂષણ તે જાતે સેવ્યાં હાય, સેવરાવ્યાં હાય કે સેવનાર પ્રત્યે અનુમેદન આપ્યુ હાય તેની આલેાચના-નિદા પ્રાયશ્ચિત્ત કરવા રૂપ પ્રતિક્રમણ પ્રભાત સમયે અવશ્ય કરજે અને ફ્રી એવાં દૂષણ નહિ સેવવા દૃઢ લક્ષ રાખજે. ૪. વળી તું સદ્ગુરુની પાસે નિજ પાપનું નિ:શલ્યપણે નિવેદન કરી નિજ શુદ્ધિ કરવા યથાશક્તિ વ્રત પચ્ચખાણ કરજે, અને ગુરુમુખે ઉચ્ચરેલાં વ્રત નિયમ રુડી રીતે પાળજે. શુદ્ધ દેવગુરુની હિતશિક્ષા શિર પર ધારજે. તેમની આણા-આજ્ઞાવ ચનને પાળવામાં પ્રમાદ કરીશ નહિ. તેથી તું સુખી થઇશ. વળી તારે નિજ શક્તિ ફારવીને જ્ઞાન-વિદ્યા-અભ્યાસ કરવા, તત્ત્વાર્થ સમજવા, દેવગુરુની ગુણસ્તવના કરવી અને સઝાયધ્યાન કરી પેાતાનેા વખત સાર્થક કરવા, જેથી જન્મમરણના દુ:ખથી છૂટી જવાનુ બને, Page #128 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૯૭] ૫. હમેશાં ચૈદ નિયમોને ચિતારજે અને સ્થિર ઉપગથી પાળજે. વૃત્તિસંક્ષેપથી બહુ સારો લાભ થશે. ભેગોપભેગમાં લેવાયેગ્ય વસ્તુઓમાં– (૧) સચિત્ત-સજીવ વસ્તુનું પ્રમાણ કરજે. (૨) ખાનપાનમાં થોડી વસ્તુઓથી સંતોષ રાખજે. (૩) જરૂર જેટલી જ વિગઈ (છમાંથી-૧ દૂધ, ૨ દહીં, ૩ ઘી, ૪ તેલ, ૫ ગોળ, ૬ કડાઈ.) વાપરજે. (૪) પગરખાં કે મોજાંનું માન રાખજે. ( ૫ થી ૧૦ )--મુખવાસ, વસ્ત્ર, પુષ્પાદિક સુગંધી દ્રવ્ય, વાહન અસ્વારી, માંચા-પલંગ–બેડીંગ અને ચંદનાદિક વિલેપન દ્રવ્યનું પણ અવશ્ય પ્રમાણ બાંધવું. (૧૧) વિષયભેગ-કામકીડાનો યથાયોગ્ય પરિહાર કરવારૂપ બ્રહ્મચર્ય પાળવું. (૧૨) ગમનાગમન સંબંધી દિશાને સંક્ષેપ કરે. (૧૩) શરીર-શૌચની ખાતર સ્નાન કરવાનું પ્રમાણ બાંધવું. (૧૪) ભાત પાણીનું માપ નક્કી કરવું. એ ઉપરાંત ઘર આરંભાદિક માટે ટાળી ન શકાય એવી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિની વિરાધના પોતાના અથે બને તેટલી ઓછી કરવા નિયમ કરે. એ રીતે જીવતાં સુધી શુભ અભ્યાસ રાખીને જીવદયા પાળવી. વળી રાગાદિક સમસ્ત દોષને જીતનારા જિનેશ્વર ભગવાનને જુહારવા, ત્રિકાળ Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરવિજયજી [ ૯૮ ] જિનમંદિરે જવું અને નિસિહી પ્રમુખ દશ ત્રિક સાચવી યથાવિધ ઉદ્ઘસિતભાવે પ્રભુની દ્રવ્ય ભાવથી સેવા કરવી. ૬ ઉપાશ્રયે જઇને ગુરુમહારાજને વંદન કરવું, અને એકાગ્ર મને સદુપદેશ શ્રવણુ કરવા; તેમ જ જ્યારે અવસર થાય ત્યારે નિર્દોષ અને સાધુને કહ્યું એવા આહારપાણી તેમને આપવા. તે પણ વિવેકપૂર્વક લગારે સંકોચ રાખ્યા વગર ઉદાર ચિત્તથી કેવળ પરમા દાવે દેવા એ જ સાર છે. ૭ બીજા બધા દુનિયાદારીના સંબંધ કરતાં સ્વધર્મીનુ સગપણ સર્વોપરી જાણી, તેમની યથાચિત ભક્તિ કરવામાં ખામી રાખવી નહિ; તેમ જ ગમે તે દીન, દુ:ખી, અનાથ જનાને દેખી અનુક ંપા બુદ્ધિથી તેમને પણ યથેાચિત સહાય કરવી. વિવેક સહિત લક્ષ્મી વાપરનારને પુણ્યની વૃદ્ધિ જ થયા કરે છે. ૮ ઘર સપત્ પ્રમાણે યથાસ્થાને દાન દેવું અને કપિ પણ બળીઆ સાથે બાથ ભીડવી નહિ. જે કઇ વ્રત-નિયમ લેવાં તે ગુરુમુખે સમજીને લેવાં અને તે સારી રીતે પાળવાં પણ પાછાં વિસારી દેવાં નહિ. ૯ જે કંઇ વ્યાપાર, વણજ કે વ્યવસાય કરવા પડે તે શુદ્ધ નીતિરીતિથી પ્રમાણિકપણે કરજે. સ્વકર્તવ્ય સમજીને પ્રમાણિકપણું સાચવજે. દેવા-લેવામાં કંઈપણ ન્યૂનાધિકપણું આદરીશ નહિ. કેાઇની દાક્ષિણ્યતાથી ખોટી સાક્ષી ભરીશ નહિ. તારા દેવ, ગુરુ, ધર્મને લાંછન લગાડીશ નહુ અને નબળા લેાકેાની સંગતિ કરીશ નહિ. ૧૦ ડુગળી, લસણ, આદું, મૂળાના કંદ, ગરમર, બટાટા, Page #130 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૯૯ ] ગાજર, સકરકંદ વિગેરે સઘળાં જમીનકંદ અને ઘણું જ સુકેમળ પાંદડાં (નવાં કુંપળીયાં) ફળ પ્રમુખ અનંતકાય, અને બાળ અથાણું, કાચું મીઠું, કાચા દૂધ-દહીં-અને છાશ સાથે શ્કેળભેજન, જેને રસ, વર્ણ, ગંધ, સ્પર્શ બદલાઈ ગયા હોય તે વાસી ભેજન, બે રાત્રિ ઉપરનું દહીં અને કાચાં-કુણાં ફળ, તુરછ ફળ વિગેરે અભક્ષ્ય ભોજન અવશ્ય તજવું. ૧૧ રાત્રિભોજન કરવામાં ઘણા પ્રકારના દૂષણ સ્વપરશાસ્ત્રમાં જણાવ્યા છે. એથી શરીરમાં અનેક પ્રકારનાં વ્યાધિ થવાને ભય રહે છે, અને કવચિત્ વિષસંયોગથી પ્રાણસંકટ થવા ઉપરાંત, પરભવમાં ઘુવડ, વાગોળ કે નોળીયાના અવતાર પ્રાપ્ત થાય છે, એમ સમજી સંતોષ આણીને રાત્રિભોજન વર્જવું. વળી સાજી, સાબુ, લોઢું, ગળી, મદ્યાદિને વ્યાપાર ન કરે. ૧૨ જેમાં ઘણાં દૂષણ લાગે એવા અનેરાં કામકાજ પણ તજવાં. અળગળ પાણી પીવાથી ભારે દોષ લાગે છે, માટે ગાળ્યાં વગર પીવું નહિ, અને તે સારી ઘટ્ટ વસ્ત્રથી વધારે વખત ગાળવાને અભ્યાસ રાખે તથા સંખારે પણ ટુંપો નહિ. ૧૩ કૂવા, નદી કે જ્યાંથી જળ આપ્યું હોય ત્યાં બીજી વખત ગાળ્યા બાદ તેને સંખારે વાળીને પાછો જયણાથી સ્થાપ (મેકલ). એ જ રીતે છાણાં, ઇંધણ અને ચેલે પણ પૂછ-પ્રમાઈને કામમાં લે કે જેથી કોમળ પારણામવડે પાપબંધ થતો અટકે અને દયાળુ પરિણામથી પુન્યને બંધ થઈ શકે. જયણાથી કામ કરતાં તથાવિધ કર્મબંધ થઈ શકે નહિ. Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] શ્રો કપૂરવિજયજ ૧૪ અસંખ્ય જીવમય સચિત્ત જળ, ઘીની પેરે જોઇએ તેટલું વાપરજે, અને અળગળ પાણીથી તારાં વસ્ત્રાદિક ધેાઇશ નહિ, તેમ જ ધાવરાવીશ નહિ. જરૂર પડે ત્યારે અને ત્યાં સુધી અળગળ પાણી વાપરીશ જ નહિ. વળી તારા આત્મકલ્યાણ અર્થે ચતુર્થ વ્રત શુદ્ધ મન રાખી પાળજે. તેમાં કઇપણ દૂષણ લગાડીશ નહિ. ૧૫ પાપની ખાણ જેવાં પંદર કર્માદાનના વ્યાપારથી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દૂર જ રહેજે. અંગારકર્માદિક મહાઆરંભવાળા વ્યાપાર કરતાં દયાનાં પિરણામ ટકે નહિ અને તે વગર શ્રાવકના ધર્મ સચવાય પણ નહિ. તેમ જ જેમાં પેાતાના તેમ જ પેાતાના કુટુ'બાર્દિકના કશે। સ્વાર્થ સમાયા ન હોય એવા અનર્થકારી પાપકા ના ઉપદેશ કરીશ નહિ. તથા શસ્ત્રાદિક પાપાપગરણુ ખીજાને માગ્યાં આપીશ નહિ. જેનાથી આડે રસ્તે દોરાઇ જવાય, પૈસાના ભજવાડ થાય અને લેાકમાં એવકુફ બનાય એવાં કુસંગ, વેશ્યાના નાચ, આતસમાજી અને ખેલ-તમાસાદિકથી સદંતર દૂર જ રહેજે. ૧૬ સન–વીતરાગ દેવે ઉપદેશેલાં તત્ત્વમાં યથાર્થ શ્રદ્ધા રાખી શુદ્ધ દેવ, ગુરુ, ધર્મની ઉપર પ્રેમ-ભક્તિ જગાડજે અને જે કઇ વચન ઉચ્ચારવાં પડે તે ડહાપણભર્યા, સ્વપરને હિતરૂપ થાય એવાં, પ્રિય-મધુર અને સત્ય જ ઉચરજે. સથા આરંભ તજી ન શકે તા પણ્ પાંચ તિથિએ તા અવશ્ય પાપારભ તજજે અને શિયળ ભૂષણને સજ્જ, ઉત્તમ આચારવિચારનું બને તેટલુ સેવન કરજે, પણ ખાટા ડાળડમાક તે રચમાત્ર પણ રાખીશ નહિ; કેમ કે જ્યારે ત્યારે પણ સરલ Page #132 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૦૧ ] સ્વભાવ નિષ્કપટ-નિર્માલ્ય-નિર્દભી )નું જ કલ્યાણ થવાનું શાસ્ત્રમાં કહ્યું છે. ૧૭ છાશ, તેલ, ઘી, દૂધ અને દહીં અથવા એનાં ભાજન જરૂર ઢાંકી રાખવાં, તે ઊઘાડા મૂકી રાખવાં નહિ. જે પુન્ય ગે પૈસો મળે હોય તો તેને સઠેકાણે વાપરે અને ઉદાર દિલ રાખી બને તેટલે પરોપકાર સાધવો. “ સાધશે તે વધશે, કરશે તે પામશે, વાવશે તે લણશે.” એ કહેવત ભૂલી જવી નહિ. ૧૮ ઉત્તમ શ્રાવકની રીતિ મુજબ જે સાંજે “વાળુ” કરવું જ હોય તો ચાર ઘડી દિવસ બાકી રહેલું હોય ત્યારે સુધાના પ્રમાણમાં હલકું (ભારે નહિ એવું ) ભજન કરી લઈ, બે ઘડી દિવસ બાકી રહેતાં ચાવિહાર કરવો. રોગાદિક ખાસ કાર થી એમ વ્હેલાસર બની ન શકે તો છેવટે સૂર્યાસ્ત થયા પહેલાં જરૂર ચૌવિહાર કરી લે–ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે. એ રીતે દરરોજ ચૌવિહાર કરનાર( સર્વથા રાત્રિભેજન તજનાર ને અધ જિંદગી પર્યત ઉપવાસનું ફળ મળે છે, એમ સમજી જરૂર એ અભ્યાસ શરૂ કરવા સહુ ભાઈબહેનોએ પ્રયત્ન સેવ. ચોવિહાર કરી, જિનમંદિરે જઈ, પ્રભુદર્શન, ધૂપ, દીપકવડે અગ્ર પૂજા કરી, ચિત્યવંદનાદિક કરીને પછી પ્રતિક્રમસાથે–દિવસ સંબંધી લાગેલાં પાપ ટાળી શુદ્ધ થવાને અર્થે યથાવસરે ગુરુમહારાજ સમીપે આવી પિતાનાં સઘળા પાપ નિ:શયપણે આવવાં. આવી રીતે યથાવિધ લક્ષપૂર્વક પાપ આલોચના કરતાં સઘળો ભવસંતાપ દૂર થઈ જાય છે. ૧૯ એ રીતે ઉભય કાળ સંધ્યા સમયની પ્રતિક્રમણ ક્રિયા Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ ] શ્રી કપૂરવિજયજી સાચવવી અને જિનેશ્વર ભગવાનના ચરણનું શરણુ સદાય ચિત્તમાં ચાહવુ. વળી વિશેષે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મ એ ચારેનાં શરણુ આદરી, દઢ મન કરી, રાત્રે શયન કરતી વખતે સાગારી ( અમુક અવાધ-મર્યાદાવાળુ ) અણુસ આદરવુ. ૨૦ ઉપર જણાવ્યા એવા ઉત્તમ આચારવિચારને સેવનારા શ્રાવક શ્રાવિકાઓ શ્રી રાત્રુજય, સમેતશિખર, આબુગઢ અને ગિરનાર પ્રમુખ પવિત્ર તીર્થસ્થળેાને ભેટવાના–સેવવાન મનારથ કરે અને તે તે તીર્થ ક્ષેત્રને સદભાગ્યયાગે ભેટી પેાતાના આ માનવ અવતાર ધન્ય કૃતાર્થ માને. સ્વજન્મની સફળતા લેખે તેવાં પવિત્ર તીર્થના ભેટા કરી આત્મસાધન કરી લેવામાં પાતાનુ ખળવી ગાવે નહિ. ૨૧ આ ઉપર વખાણેલી શ્રાવક ચેાગ્ય કરણી જે ભવ્યા ત્માએ આદરે તે જન્મમરણના અંત કરી શકે. એમની સાથે લાગેલાં આઠે ક પાતળાં પડી જાય અને બધા પાપના બંધ છૂટી જાય એ વાત નિ:સ ંદેહ છે. ૨૨ ઉપર વખાણેલી શ્રાવક યોગ્ય કરણી કરવાથી તેનું યથાવિધિ સેવન-આરાધન કરવાથી પ્રથમ તા દેવ સંબધી ઉત્તમ સુખ મળે છે અને પછી અનુક્રમે મેાક્ષ સબંધી અક્ષય-અભ્યા બાધ સુખ પણ અવશ્ય આવી મળે છે; માટે ઉક્ત કરણી દુ:ખહરણી છે, એમ શ્રીમાન જિનહજી ઘણા પ્રેમથી જણાવે છે. આમ હાવાથી સુખના અથી સહુ ભાઇબહેનોએ જરૂર તેને આદર કરવા, ઇતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૩૭૩ ] Page #134 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૦૩ ] વિવેકાચરણ તત્ત્વજ્ઞાન પામવાને અને તેને સફળ કરી લેવાને ચાખે અને સરળ ઉપાય. " श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् ।। आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरत् ॥” श्रीमान् हरिभद्रसूरिकृत लोकतत्त्वनिर्णये ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા ઉક્ત સમર્થ પુરુષ પોતાના બહાળા શાસ્ત્રાભ્યાસ અને સ્વાનુભવથી ભવ્ય પ્રાણીઓના હિત માટે, શ્રેય માટે, કલ્યાણ માટે, શાસ્ત્રની આદિમાં જ ભાર દઈને ભલી રીતે બોધરૂપે જણાવે છે કે અહો સુખાથી જનો ! જે તમને ખરું સુખ મેળવવાની અને દુઃખ માત્રને તિલાંજલી દેવાની ખરેખરી ઈચ્છા થતી જ હોય તો અહિંસાદિ ઉત્તમ ધર્મની ધરાને ધેરીની પેરે વૈર્યથી ધારણ કરી રહેનારા કોઈ નિ:સ્પૃહી જ્ઞાની ગુરુની શુદ્ધ નિષ્ઠાથી સેવા-ભક્તિ-વિનય–બહુમાન સાચવી, તેમની પાસે સત્શાસ્ત્રરહસ્ય-રુચિપૂર્વક શ્રવણ કરો અને તેનું સારી રીતે મનન કરી તેનું ઉત્તમ રહસ્ય તમારા કોઠામાં સારી રીતે જમા અને છેવટે તે મુજબ આચરવા પ્રયત્ન કરો. સ્વાનુભવથી જે કંઈ તમને પોતાને દુઃખરૂપ સમજાય તે અન્યને દુઃખરૂપ થાય જ. તેથી તેમ નહિ કરવા કાયમ લક્ષ રાખતા રહો, કેમ કે જેવા આપણે તેવા સહ. જુઓ ! “જગતમાં સહુ કોઈ જીવિત વાંચ્યું છે. કોઈ મરણ વાછતા નથી.” તો પછી કોઈનું ખારું જીવિત હરી કેમ લેવાય? એટલું જ નહિ પણ સહુને નિજ આત્મ સમાન જ લેખવા, સહુનું ભલું જ ચાહવું, ભલું જ થાય એમ Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] શ્રી કપૂરવિજયજી વદવુ, અને બને તેટલું ભલું જ કરવું. પૂરું' તા કદાષિ કાઇનુ ચાહવું ખેલવું કે કરવું જ નહિ. “જેવુ વાવવું તેવું લણવુ ’ એ ન્યાયે “ આપવું તેવું લેવું ” છે. સુખ આપીએ તે સુખ અને દુ:ખ આપીએ તેા દુઃખ, વારુ ! ત્યારે તમને શુ પ્રિય છે ? સુખ કે દુઃખ ? જો સુખ જ પ્રિય છે, તેા ત્રિકરણ શુદ્ધિથી સહુને સુખરૂપ થાય તેવું જ ચિતવા, વદો અને આચરો. બસ ! સક્ષેપથી એ જ સુખને ખુલ્લે માર્ગ-રાજમાર્ગ છે. તે જ નિર્ભીય માગે તમે વળે અને અન્ય ચાગ્ય જનાને મેધા. કોઇને અપ્રિય અને અહિતરૂપ થાય એવું નહિ વઢતાં પ્રિય, પથ્ય અને તથ્ય ( સત્ય ) અવિરુદ્ધ વચન વિવેકથી વઢે. આ ખાખત વસુરાજાના અને ગુરુપુત્ર પર્વત તથા નારદજીને સવાદ વારંવાર લક્ષપૂર્વક સંભારતા રહેા. રખે તમારાથી એવુ એક પણ અન કારી વાક્ય બેાલાઇ ન જાય કે જેથી તમારે તેમ જ શ્રોતાર્દિકેને ભવિષ્યમાં ઘણું સહન કરવું પડે. તેની પૂરતી સંભાળ રાખેા, તે માટે ભરતપુત્ર મિરચીનું દૃષ્ટાંત યાદ કરતા રહેા અને સત્ય વ્યવહાર રાખેા. ન્યાય, નીતિ અને પ્રમાણિકતાનું પવિત્ર ધેારણુ અડગપણે આદરી અને એથી ઊલટું ધારણ કદાપિ પણ ન આદરા. તુચ્છ સુખ મેળવવા સ્વાર્થા ધ ન બનતાં તેથી વિરક્ત ખની નિ:સ્વાર્થીપણાને ઉત્તમ માર્ગ આદરતા રહેા.સ્વ નિયત સાફ રાખા, નિર્મળ શીલ( સદાચાર )નુ સદાય સેવન કરેા, પરસ્ત્રીને તેા નિજ માતા, લિંગની કે પુત્રીવત્ ખરાખર લેખા. મનથી, વચનથી, ચક્ષુથી કે સ્પર્શોથી પણ કદાપિ કુશીલતા ન સેવવા પૂરતુ લક્ષ રાખા, સતાષવૃત્તિ ધારીને કૃપણતાર્દિક દોષ નિવારે અને બને તેટલે પરોપકાર સાધેા. સાધન કરી લેવાની આવી અનુકૂળ તક વારવાર મળવી દુર્લભ છે, એ પુનઃ પુન: સ ંભારી રાખેા. જેમ તત્ત્વજ્ઞાન સંબંધી ફેલાવા થાય Page #136 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૦૫ ] અને તત્ત્વવેત્તાએ તૈયાર થાય તેમ કરો. જે સખાવતા કરા યા કરવા ખીજાને ભલામણ કરે તે આવે ચેાગ્ય માર્ગે થાય અને અત્યંત લાભદાયક થાય એમ નિ:શંક માના, જાણે અને આદરા. વળી સંસારને વધારનારા અને જન્મ મરણના અનંત દુ:ખમાં વારંવાર અટવાવનારાં ક્રોધ, અહંકાર, માયા–કપટ અને લાભ એ સઘળાં કષાયાને ઉત્તમ પ્રકારની ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષવૃત્તિવડે નિર્મૂળ કરવા ખૂબ યત્ન કરો. જેમ અને તેમ સામ્ય-સમતા અમૃતનુ સેવન કરીને રાગ અને દ્વેષનુ વિષ દૂર કરે. તેમ જ કલેશ, કંકાસ અને કુસંપને કાપવા અને સુલેહ, શાંતિ અને સુસ ંપને સ્થિર સ્થાપવા ભગીરથ પ્રયત્ન કરો. શત્રુને પણ ખાટુ આળ નહિ દેતાં તેમાં રહેલું સત્ય જ શેાધી કાઢવા ટેવ પાડેા. નારદ-વિદ્યાવડે એક બીજા પક્ષને લડાવી હિ મારતાં ડહાપણ બતાવી સમાધાનીના શુભ માર્ગ ઉપર લાવવા પ્રયત્ન સેવા. પ્રારબ્ધયેાગે પ્રાપ્ત થયેલાં સુખદુ:ખમાં હર્ષ ખેદ ધારી સૂઝાઇ નહિ જતાં તેમાં સમભાવે રહેવાનું પસદ કરે. પરગુણ-દોષ, નિંદા કે આત્મલાઘા ( આપબડાઇ ) નહિ કરતાં પરગુણ-રાગ અને આત્મ-લઘુતા આદરતા શીખેા. દાંભિક ક્રિયા ( બગધ્યાન ) અને અન્યની ખેાટી ખુશામત નહિ કરતાં શુદ્ધ નિષ્કપટપણે યથાશક્તિ શુભ કરણી અને સત્ય કથન કરવા લગારે સંકોચ ધારા નહિ. છેવટમાં નિ:શકપણે શુદ્ધ તત્ત્વ ઉપર અડગ શ્રદ્ધા ધારી તન્મયપણે શુદ્ધ તત્ત્વની જ સેવા–ઉપાસના કરે. એ જ સકળ હિત, શ્રેય અને કલ્યાણકારી માર્ગ છે અને સત્ય સુખના અધીજનાએ ખરેખર આરાધવા યેાગ્ય છે. કિ બહુના ? ઇતિશમૂ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૧] Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] શ્રી કપૂરવિજયજી અહિંસા સંબંધી હત–ઉપદેશ “ યાગશાસ્ત્ર ”કાર શ્રીમાન્ હેમચંદ્રસૂરિ કહે છે કે કુલાચારથી, હિતબુદ્ધિથી કે ધર્મ સમજીને પણ કરેલી પ્રાણીહિંસાથી કુળક્ષય, હિતહાનિ અને ધર્મલાપ થવા પામે છે, તા જે કાઇ કેવળ કૈાતુકાદિકથી આખેટક ( મૃગયા ) કર્મ કરતાં જીવતા પશુ-પક્ષી વિગેરે પ્રાણીઓની ઇરાદાપૂર્વક હિંસા કરે છે, યા કરાવે છે, યા કરનારને અનુમેાદન આપે છે તેમની પાપકથાનું તેા કહેવું જ શું ? તેથી અત્યંત પાપ લાગે છે. આ પ્રસંગે શાંતનૢ રાજાને તેની પતિવ્રતા ગગા રાણીએ નિજ કન્ય સમજી આપેલા સદ્નાધ ( શિક્ષા અને ચેતવણી ) અને પેાતાના જ પુત્રથી એવે જ પ્રસંગે પેાતાના થયેલા પરાભવ હિતચિંતક પુરુષાએ લક્ષપૂર્વક વાંચીને ધડા લેવા ચેાગ્ય છે. વળી વિવાહગૈારવ માટે વાડાઓમાં એકઠાં કરેલા પશુએના પાકાર સાંભળી પરમ કરુણાવત શ્રી નેમિકુમારે વિવાહ કરવાનું જ બંધ રાખીને બધા ય પશુઓને મુક્ત કરી દેવા આપેલા હુકમ અને એ પ્રસંગે બધા ય પશુએ તરફથી નેમિકુમાર પ્રત્યે એક હરણીયા મારફત ગુજારવામાં આવેલી હૃદયવેધક અરજ પણ અવશ્ય ધ્યાનમાં લેવા જેવી છે, જેને સ્પષ્ટા માત્ર એટલેા જ છે કે “ અનાથ અને અપરાધી એવા અમને સહુને હું પ્રભા ! હે નાથ ! રક્ષા રક્ષા ! ” આ ઉપરથી બીજાને ગમે તેટલે આગ્રહ છતાં વિવાહના પણ ત્યાગ કર્યા અને નિરપરાધી પશુ-પંખીઓના નાહક વિનાશ કરનારા દુષ્ટ જાને એક સજજડ દાખલે સ્વાર્થ ત્યાગથી બતાવી આપ્યા. એ મહાપુરુષાને પવિત્ર પગલે ચાલી સ્વપર હિતની રક્ષા Page #138 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૦૭ ] કરવા સહુ પ્રાણીવર્ગ ઉપર સમાનતાવાળી બુદ્ધિથી મૈત્રીભાવ ધારે એ દરેક અમીર, અધિકારી કે ક્ષત્રિય બચ્ચાઓની પણ ફરજ નથી શું? હિંદની યા હિંદવાસીઓની અવદશાનું કારણ શોધવા કોને ગરજ છે ? અને તેની આબાદી પુનઃ સંપાદન કરવાના ખરા કારણે ગષવાની કોને જરૂર છે? જે દેશમાં અહિંસા યા દયાદેવીની સંપૂર્ણ દક્ષતાથી સેવાભક્તિ સચવાય તે દેશમાં કોઈ પ્રકારનું સુખ દૂર હોઈ શકે ? અને દુઃખ ટકી શકે ? નહિ જ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૩ સુબેધ–પ્રશ્નોત્તરે. ૧ પ્ર. પ્રથમ પ્રાણીને આદરવા ગ્ય શું ? ઉ૦ સુગુરુની આજ્ઞા-વચન. ૨ પ્ર પ્રાણીને પરિહરવા યોગ્ય શું ? ઉ૦ હિંસા, અસત્યાદિક અકાય. ૩ પ્રહ ગુરુ કેવા (ગુણવાળા) હોવા જોઈએ ? ઉ૦ તત્ત્વજ્ઞ, તત્ત્વદશી, સ્વપર-હિતચિંતક, સાધક, જ પ્રવિદ્વાને શીધ્ર શું કરવું જોઈએ? ઉ૦ ભવભ્રમણ નિવારણ. ૫ પ્ર. મેક્ષવૃક્ષનું ખરું બીજ કર્યું? ઉ૦ સમ્યજ્ઞાન, ક્રિયા સહિત. ૬ પ્રક પરભવ જતા સાથે લેવાનું ભાતુ શું ? ઉ૦ દાન, શીલ, તપ અને ભાવના. Page #139 -------------------------------------------------------------------------- ________________ £ ૧૦૮ ] શ્રી કપૂરવિજયજી છ પ્રવ્ર દુનિયામાં પવિત્ર કોને જાણ? ઉ. જેનું મન શુદ્ધ-અવિકારી છે તેને. ૮ પ્ર. દુનિયામાં ખરો પંડિત કોણ? ઉ૦ જેના ઘટમાં વિવેક જાગે છે તે. ૯ પ્ર. દુનિયામાં ભારે ઝેર કર્યું? ઉ. ગુરુની અવજ્ઞા-આશાતના કરવી તે. ૧૦ પ્રઢ મનુષ્ય જન્મ પામ્યાનું સાર્થક શું ? ઉ૦ સ્વપરહિત સાધવા ઉજમાળ થવું એ. ૧૧ પ્ર. મદિરાની જેમ મદ ઉપજાવનાર કોણ? ઉ૦ સ્નેહ-રાગ-વિષયાસક્તિ. ૧૨ પ્ર. ચોરની જેમ સર્વસ્વ હરી જનાર કોણ ? ઉ૦ પાંચે ઈન્દ્રિયોના વિષયે. ૧૩ પ્રહ સંસારરૂપી વિષવેલીનું મૂળ કયું? ઉ. પરyહાઆશા-તૃષ્ણા. ૧૪ પ્ર. દુનિયામાં ખરે દુશ્મન કર્યો? ઉ૦ આળસ-પ્રમાદ–અનુદ્યોગ. ૧૫ પ્ર. મોટામાં મોટો ભય કર્યો? ઉ. મરણય-મૃત્યુનો ભય. ૧૬ પ્રહ પરમાર્થ દષ્ટિથી અંધ કેણ? ઉ૦ ગુણદોષને નહિ જેનાર--જાણનાર. ૧૭ પ્ર. પરમાર્થદષ્ટિથી શૂરવીર કોણ? ઉ૦ સ્ત્રીના રાગમાં નહિ લપટાનાર, ૧૮ પ્ર. કાનવડે પીવા ગ્ય અમૃત ક્યું ? Page #140 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ ઉ॰ સદ્દઉપદેશ-હિતાપદેશ. ૧૯ પ્ર॰ પ્રભુતા શાથી પ્રાપ્ત થઇ શકે ? ઉ॰ અદીન–અયાચક વૃત્તિ રાખવાથી. ૨૦ પ્ર૦ ગહનમાં ગહન વસ્તુ કઈ ? ઉ॰ સ્ત્રીઓનુ` ચરિત્ર ( આચરણ ) ૨૧ પ્ર॰ દુનિયામાં દક્ષ-ડાહ્યો કાણુ ? ઉ॰ જે સ્ત્રીચરિત્રથી ઢગાય નહિ તે. ૨૨ પ્ર॰ દુનિયામાં ખરેખરું દારિદ્રવ્ય કર્યું ? ૯૦ અસતાષ. ૨૩ પ્ર॰ દુનિયામાં ખરેખરી લઘુતા કઇ ? ૯૦ યાચના–દીનતા-પરઆશા. ૨૪ પ્ર॰ દુનિયામાં ખરેખરું જીવિત કર્યું ? ઉ॰ નિષ્કલંક ચારિત્ર પાળવું તે. ૨૫ પ્ર॰ દુનિયામાં ખરેખરી જડતા કઇ ? ઉ છતી બુદ્ધિએ મૂર્ખ રહેવું તે. ૨૬ પ્ર॰ દુનિયામાં ખરેખરી નિદ્રા કઇ ? ॰ અજ્ઞાનતા-અવિવેકતા. ૨૭ પ્ર॰ દુનિયામાં ખરેખરા જાગતા કેણુ ? ઉ॰ વિવેક બુદ્ધિવંત–વિવેકો. ૨૮ પ્ર૦ અતિચપળ વસ્તુ કઈ કઈ ? ઉ॰ યુવાની, લક્ષ્મી અને આયુષ્ય. ૨૯ પ્ર૦ ચંદ્ર જેવા શીતળ સ્વભાવી કેણુ ? ઉ કેવળ સજ્જતા જ. [ ૧૦૯ ] Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] ૩૦ પ્ર૦ નરક જેવુ દુ:ખદાયી શું? ૐ પરવશ-પરાધીનપણું. ૩૧ પ્ર॰ ખરું વાસ્તવિક સુખ કયાં છે ? ઉ વૈરાગ્ય-વિરાગતામાં ૩૨ પ્ર॰ ખરું સત્ય વચન કર્યું ? ઉ પ્રાણીને પ્રિય અને હિતરૂપ થાય તે. ૩૩ પ્ર॰ જીવને વહાલામાં વહાલી ચીજ કઇ ? ૐ નિજ જીવિત–પ્રાણ. ૩૪ પ્ર॰ ખરું દાન કયું કહેવાય ? ઉ જે સ્વા રહિત પરમાર્થથી દેવાય તે. 3 ૩૫ પ્ર॰ દુનિયામાં ખરા મિત્ર કાણુ ? ૯૦ પાપકર્મથી બચાવે તે. ૩૬ પ્ર॰ દુનિયામાં ખરેખરું... ભૂષણ કર્યું ? ઉશીલ-સદ્ગુણુ, શ્રી કપૂરવિજયજી ૩૭ પ્ર॰ દુનિયામાં ખરેખરું મુખનુ મડન શું ? ઉ॰ સત્ય–હિત–પ્રિય વચન. ૩૮ પ્ર૦ દુનિયામાં ખરેખરું' અનર્થકારી શુ? ઉ॰ ઢંગધડા વગરનું અસ્થિર મન. ૩૯ પ્ર૦ દુનિયામાં ખરેખરી સુખાકારી વસ્તુ કઇ ? ઉ॰ મૈત્રી–સહુ સાથે મિત્રતા. ૪૦ પ્ર૦ સર્વ આપદાને દળી નાંખનાર કે ? ઉ સર્વસંગત્યાગ–અસંગતા. ૪૧ પ્ર॰ દુનિયામાં ખરેખરા અંધ કાણુ ? Page #142 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૧૧ ] ઉ. અકાર્યમાં તત્પર રહેનાર. કરે પ્ર. દુનિયામાં ખરેખર બહેરે કોણ? ઉ૦ હિત વચન શ્રવણ ન કરે તે. ૪૩ પ્ર. દુનિયામાં ખરેખર મૂંગે કેણ? ઉ૦ જે સમાચિત બેલે નહિ તે. ૪૪ પ્ર. દુનિયામાં મરણ સમાન દુઃખ ક્યું ? ઉ૦ મૂર્ણપણે ૪૫ પ્ર. દુનિયામાં ખરેખરું અમૂલ્ય શું ? ઉજે જરૂરને વખતે આપવામાં આવે તે. ૪૬ પ્રો મરતાં સુધી કઈ વસ્તુ સાલે ? ઉo જે છાનું પાપ સેવ્યું હોય તે. પ્ર. યત્ન કઈ કઈ બાબતમાં કરો ? ઉ૦ વિદ્યાભ્યાસ, સદષધ અને દાનમાં. ૪૮ પ્ર૦ અવગણના કોની કોની કરવી ? ઉ, બળ, પરસ્ત્રી અને પરધનની. ૪ પ્રહ સદા ય ચિતવવા યોગ્ય શું? ઉ૦ સંસારની અસારતા, પણ અમદા-સ્ત્રો નહિ. પ૦ પ્ર૦ કઈ કઈ વસ્તુને હાલી કરવી ? ઉ૦ કરુણા, દાક્ષિણ્યતા અને મૈત્રી. ૫૧ પ્રહ કદાપિ કોને વશ ન થવું ? ઉ૦ મૂર્ખ, ખેદ, ગર્વ અને કૃતનને. પર પ્રહ જગતમાત્રને પૂજવા ગ્ય કોણ? ઉ૦ સદાચારી–સુશીલવાન. Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] ૫૩ પ્ર૦ જગતમાં કમનશીખ કાણુ ? ઉ॰ ભગ્નતી—ભગ્નપરિણામી. ૫૪ પ્ર૦ જગતને કાણુ વશ કરી શકે ? ઉ॰ સત્ય–પ્રિયભાષી–વિનયવંત હાય તે. ૫૫ પ્ર૦ દેવતા પણ કાને નમે છે ? ઉ॰ પરમ દયાળુને. ૫૬ પ્ર॰ કઈ વસ્તુથી વિરક્ત થઇ રહેવું? ૐ ચાર ગતિરૂપ સંસારભ્રમણથી. ૫૭ પ્ર॰ સુખનાં અથીએ કયાં સ્થિતિ કરવી ? ઉ॰ ન્યાયનીતિવાળા મામાં, ૫૮ પ્ર૦ વીજળી જેવી ચપળ વસ્તુ કઇ ? ઉ॰ સ્રીજાતિ અને દુર્જનની મિત્રતા. ૫૯ પ્ર॰ આ કાળમાં પણ મેરુપર્વત જેવા ધીર કેાણ ? ઉ॰ સત્ પુરુષા. ૬૦ પ્ર॰ છતે પૈસે શેચવા યેાગ્ય શુ ? ઉ॰ કૃપણતા અને કંજુસાઈ. શ્રી કપૂરવિજય ૬૧ પ્ર૦ ગરીબ સ્થિતિ છતાં પ્રશ ંસવા ચેાગ્ય શુ ? ઉ॰ ઉદારતા-મનની મેટાઈ. ૬૨ પ્ર૦ અધિકારી છતાં વખાણવા યાગ્ય શુ ? ઉ॰ ક્ષમા–સહનશીલતા. ૬૩ પ્ર૦ ચિંતામણિ જેવાં દુર્લભ ચાર વાનાં કયા ? ઉ॰ દાન, જ્ઞાન, શાય અને ધન. ૬૪ પ્ર૦ અમૂલ્ય દાન કર્યું? Page #144 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૧૩ ] ઉ૦ પ્રિય વચનથી વિવેકયુક્ત દીધેલું દાન. ૬૫ પ્રહ અમૂલ્ય જ્ઞાન કર્યું? ઉ. મદ–અહંકાર યા ગર્વ રહિત પ્રાપ્ત થયેલું તત્વજ્ઞાન. ૬૬ પ્ર. અમૂલ્ય શોર્ય કર્યું? ઉ. ક્ષમા યુક્ત–પરદુઃખભંજક વીર્ય–પરાક્રમ. ૬૭ પ્રહ અમૂલ્ય ધન કયું? ઉ૦ જે ઉદારતાથી પરમાર્થ દવે વપરાય છે. ૬૮ પ્ર. યોગ એટલે શું ? ઉ મેક્ષ સાથે જે-જેડે–મેળવી આપે છે. ૬૯ પ્રઢ સંયમ એટલે શું ? ઉ૦ ઈન્દ્રિય, કષાય, અવ્રત અને મન-વચન-કાયાને નિગ્રહ. ૭૦ પ્ર. મેક્ષને અધિકારી કેણ? ઉસમભાવવડે ભાવિત આત્મા. ઈતિશમ. [જે. ધ. પ્ર. પુ૩૪, પૃ. ૯૦] સબંધ વચન “અનંત જ્ઞાનવાન–સર્વજ્ઞ, સર્વદર્શી, સંપૂર્ણ સ્વરૂપસ્થ અને અનંત શક્તિ એવા વિભુને પ્રણમી અતિ સુખદાયક શાસ્ત્ર રહસ્યરૂપ હિતવચન કહું છું.” અહો કલ્યાણાથી ભવ્યાત્માઓ! જે તમે અનંત જન્મમરણરૂપ દુઃખ જળથી ભરેલા આ ભવસમુદ્રને તરી, સંપૂર્ણ સુખરૂપ મોક્ષપદ મેળવવા ચાહતા હે તે આ હિતવચનને Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] શ્રી કપૂરવિજયજી સંપૂર્ણ લક્ષપૂર્વક વાંચી કે સાંભળી, તેનું મનન કરી, સતુ સત્વને આદરી અને ત્યાગ કરે, ત્યાગ કરતાં શીખો, જેથી સર્વ દુઃખને સર્વથા અંત થવા પામે. ” ૧ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ મહાવ્રતને પાળતા અને અન્ય જીવોનો પણ ઉદ્ધાર કરવા નિઃપૃહપણે પ્રવર્તતા એવા સદગુરુના હિતવચનને તમે સાદર હૈયે ધરે. ૨ હિંસા, અસત્ય, ચેરી, વિષય-તૃષ્ણાદિક પાપસ્થાનકેથી જેમ બને તેમ સમજીને દૂર રહેવા પ્રયત્ન કરે. ૩ જેમ કંચનને કસી લેવામાં આવે છે અને નાણું પરખી પરખીને લેવાય છે, તેમ શિષ્ય થવા ઈચ્છનારે ગુરુની તેમ જ ગુરુએ શિષ્યની ભલી રીતે પરીક્ષા કરી ગ્યતા આથી ખાત્રી કરી લેવી જોઈએ, કે જેથી ઉભયને લાભ જ થવા પામે ગ્ય અયોગ્યની પરીક્ષા કર્યા વગર આંધળુકિયા કરવાથી બધા અનિષ્ટ પરિણામ ઉભયને આવે છે, તેમ નહિ થતાં શુભ જ પરિણામ આવે તેવી રીતે વિવેક ચક્ષુથી બરાબર તપાસ કરી ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. ૪ સંસારના મૂળભૂત અને સંસાર પરિભ્રમણને વધારનારા રાગદ્વેષરૂપ કષાયોનો ઉચ્છેદ કરવા અને દઢ મનથી વિષય-આસક્તિ તજી સમતારસમાં ઝીલવા સાવધાનપણે પ્રયત્ન કરો. ૫ યથાર્થ સમજ વગરની એકલી દ્રવ્યક્રિયા કરવાથી તેમ જ યથાર્થ ક્રિયા વગરના એકલા પાંગળા જ્ઞાનથી સિદ્ધિ થઈ શકશે નહિ. યથાર્થ જ્ઞાન અને ક્રિયા એ ઉભયના સંગથી જ મુક્તિ મળી શકશે. Page #146 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ | [ ૧૧૫ ] ૬ રૂડા ભાવ સહિત કરેલી દાનાદિક ધર્મકરણ જ છેને પરભવ જતાં સંબળ(ભાતા)રૂપ મદદગાર થઈ શકે છે. તે વગર બહુધા દીન-દુઃખીપણે અન્ય ઉપર આધાર રાખી અવતાર પૂરો કરવો પડે છે. ૭ શીલસંતોષાદિકવડે જેનું મન શુદ્ધ છે તેને જ ખરો પવિત્ર સમજે. ૮ જેના હૃદયમાં વિવેકરૂપ રત્ન દીપક પ્રગટ્યા હોય તેને જ ખરે પંડિત સમજે. ૯ નિ:સ્વાર્થ પણે ભવસમુદ્રને પાર પમાડવા પ્રયત્ન કરનારા સદગુરુની અવગણના કરવી એ જ ખરું હળાહળ ઝેર સમજે. ૧૦ સ્વપર હિત સાધી લેવા સાવધાન રહેવાય તે તરત જ લેખે આવશે એમ સમજે. ૧૧ ગુણદોષની પરીક્ષા વગર અસ્થાને કરેલ નેહરાગ દુઃખદાયી છે. ૧૨ જ્ઞાનાદિક આત્માની સંપત્તિને લૂંટી લેનાર વિષયકષાયાદિક જ ખરેખરા ચાર હોવાથી તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે. ૧૩ વિષયાદિક તૃષ્ણ જ જન્મમરણાદિક દુઃખમાં વધારે કરનાર છે. ૧૪ આળસ–પ્રમાદ-સ્વછંદતા જ જીવનો કટ્ટામાં કટ્ટો દુશ્મન છે, નિજ ભાન ભૂલી જઈ સ્વકર્તવ્યભ્રષ્ટ થવાય એવા માદક પદાર્થ જેવા કે દારૂ, ગાજે, ભાંગ, ધતુર વિગેરેનું સેવન Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] શ્રી કષ્પરવિજયજી કરવું, પતંગાદિકની પેઠે બહારના રૂપરંગમાં લેભાઈ જવું, ક્રોધાદિક વિકારોને વશ થવું અને જેથી ન તે સ્વહિત થાય કે ન તે પરહિત થાય એવી નકામી વાતે કરવામાં જ પોતાને અમૂલ્ય વખત વીતાવવો તથા જ્ઞાનીને સત્સંગથી દૂર રહેવું, અતqશ્રદ્ધા કરવી એટલે પરીક્ષાપૂર્વક તવશ્રદ્ધા કરી શકાય તેવા પ્રયાસથી દૂર રહી છેટી રૂઢીને વળગી રહેવું એ વિગેરે અસત્ પ્રવૃત્તિ પણ પ્રમાદાચરણરૂપે જ સમજવી. ૧૫ પ્રાણરક્ષા જેવી વહાલી ચીજ કોઈ નથી અને પ્રાણવિગ કરાવવા જેવો કોઈ ત્રાસ નથી, એમ સમજી સર્વ કોઈની આત્મા સમાન રક્ષા કરવી. ૧૬ કામરાગ આંધળો છે. તે અકાળે પ્રાણની હાનિ કરાવી ખરા સુખથી વંચિત કરે છે અને આત્માને ઘણી નીચી પાયરીમાં ઉતારી દે છે. ૧૭ તેને જ ખરેખર રો-બહાદૂર સમજો કે જે ગમે તેવી સુંદરીનાં કટાક્ષબાણથી પણ અવિકૃત નિર્વિકાર રહે છે-રહી શકે છે. ૧૮ જેઓ સંત-સાધુપુરુષનાં વચનામૃતવડે પિતાનાં કર્ણને પવિત્ર કરે છે, તેઓ જ ખરેખર “સકર્ણ” કહેવાવા ગ્ય છે. ૧૯ જે નિજ ગૌરવ ( લાજ-પ્રતિષ્ઠા) જાળવી રાખવા જ ઈચ્છતા હો તે મનને અને ઇન્દ્રિયને વશ થઈ કોઈની પાસે નકામી દીનતા દાખવે નહિ. ૨૦ વિષયાંધ બનેલી સ્ત્રીના ગહન ચરિત્રને પાર પામ બહુ જ મુશ્કેલ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [૧૧૭] ૨૧ તેવી સ્ત્રીના ફંદમાં કઈ રીતે ન ફસે તેને જ ખરો ચતુર સમજે. ૨૨ ગમે તેટલી ઋદ્ધિ ધરાવતો હોય પણ જે સંતોષ ન હોય તો તેને દરિદ્ર જ સમજે, કેમકે તેને પણ ચિંતા અને હાયવરાળ પારવગરની હોવાથી ખરી સુખશાંતિ ભાગ્યે જ હોઈ શકે. ૨૩ યાચના કે દીનતા કરવી એ જ લઘુતાનું મૂળ સમજે. ૨૪ કોઈને કંઈ પણ ઉપતા ઉપજાવ્યા વગર શાન્તરસમાં ઝીલાય અને બની શકે તેટલે પરોપકાર નિષ્કામપણે કરાય તે જ નિર્દોષ જીવન જાણો. શાંત અને સદાચરણવાળું જીવન જ ખરું જીવન સમજે. ૨૫ છતી બુદ્ધિએ ડેબ જેવા રહેવું એને જ ખરી જડતા સમજે. રદ જેમના વિવેજ્યુચન ઉઘડ્યાં છે તેને જ ખરા જાગ્રત સમજે. ૨૭ જેમના વિવેચન મચાયેલા હોય તેને જ ખરા ઊંઘતા સમજે. ૨૮ ચોવન, લક્ષ્મી અને આયુષ્ય ક્ષણિક છે એમ સમજી તેનાથી બની શકે તેટલે લાભ લઈ લેવા પ્રમાદ તજી, ચીવટથી પ્રયત્ન કરે. ૨૯ ખરી શાન્ત–શીતળતા મેળવવા ઈચ્છતા જ હો તો કપવૃક્ષ સમાન સંત-મહાત્માઓની સેવા-ઉપાસના કરો. Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] શ્રી કપૂરવિજયજી ૩૦ નીચ પરાધીનતાને જ નરક સમાન બંધનરૂપ સમજે. ૩૧ સ્વતંત્રતા-નિઃસ્વાર્થતા-નિ:સ્પૃહતા યા સંતોષવૃત્તિમાં જ ખરું સુખ છે. ૩ર પ્રાણીવર્ગને પરિણામે હિતકારી થાય એવું કથન તે જ સત્ય સમજે. ૩૩ પ્રાણીવર્ગને વહાલામાં હાલા પોતાના પ્રાણ હોય છે. એટલે સહુને જીવિત વ્હાલું છે, મરવું કોઈને વ્હાલું લાગતું નથી, તેથી જ સંત મહાશયે ઘેર પ્રાણવધનો સર્વથા નિષેધ કરે છે ૩૪ કોઈ પ્રકારના પ્રત્યુપકારની ઈચ્છા વગર અપાય તે જ દાન સાચું. ૩૫ પાપમાર્ગથી નિવર્તાવી પુન્યમાર્ગમાં જડે તે જ મિત્ર સાચે. ૩૬ સુશીલતા એ જ સત્ય પ્રકાશ સમજે. ૩૭ પ્રિય અને હિત એવું સત્ય બોલવું એ જ મુખનું ભૂષણ સમજે. ૩૮ ઢંગધડા વગરનું જ્યાં ત્યાં ભમતું ચપળ મન જ અનર્થકારી સમજે. ૩૯ સર્વ કોઈના હિતચિતવનરૂપ મૈત્રી ભાવનાને સુખદાયક સમજે. ૪૦ અહિંસાદિક મહાવ્રતોનું યથાર્થ પાલન અથવા હિસાદિક પાપમાત્રને સર્વથા ત્યાગ એ જ સર્વ પ્રકારનાં દુઃખને અંત કરનાર છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૧૯ ] ૪૧ હિંસાદિક અધર્મ કરી દુર્ગતિનાં ખાડામાં પડનારને જ અધ સમજો. ૪૨ હિતવચના શ્રવણ નહિ કરનાર સ્વચ્છંદીને જ મ્હેરા સમજો. ૪૩ અવસરેાચિત પ્રિય ખેાલી નહિ શકનારને જ મૂંગા માના. ૪૪ મૂર્ખ પણું-અજ્ઞાન યા કર્તવ્યશૂન્યતાને જ મરણુ સમજો. ૪પ ખરી તકે બદલાની કશી ઇચ્છા રાખ્યા વગર આપવું, એ જ ખરું દાન. ૪૬ અકાર્ય કરીને ગેાપવવું એ મરતાં સુધી ન રૂઝાય એવુ ગુપ્ત શલ્ય સમજવું. ૪૭ દ્વિદ્યાના સતત અભ્યાસ કરવા, રાગ દ્વેષ અને મહાદિક મહારોગને નિવારવા સદૈષધનું સેવન કરવુ, અને પ્રાપ્ત અનેા શુભ પાત્રમાં ઉપયાગ કરવા પ્રમાદ રહિત ઉદ્યમ કરવા એ ખાસ કન્યરૂપ સમજો. ૪૮ ખળ–દુર્જન, પરસ્ત્રી અને પરધન પ્રત્યે પ્રીતિ પરિહરા. ૪૯ ક્ષણિક એવા વિષયસુખની અસારતા ચિંતવી, સ્થિર, અક્ષય અને અનંત એવું શાશ્વત મેાક્ષસુખ મેળવવા પ્રયત્ન કરો. ૫૦ કરુણા, દાક્ષિણ્યતા અને મૈત્રીને ખરા અંત:કરણથી ચાહા, અને આત્મકલ્યાણની ષ્ટિથી તેનુ તન, મનથી સેવન કરતા રહેા. ૫૧ અજ્ઞાન, શાક, ગવ અને કૃતઘ્નતાથી સદાય દૂર રહે. પર ઉત્તમ વ્રત આદરી તેનું અખંડ પાલન કરનારને ધન્યવાદ ઘટે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] શ્રી કરવિજયજી પ૩ સદ્ગત અંગીકાર કર્યા પછી તેને ખંડિત કરી જીવનાર લુહારની ધમ્મણની પેઠે શ્વાસોશ્વાસ લહી સ્વજીવિત પૂરું કરે છે. ૫૪ સત્ય અને સહનશીલતાનું સેવન કરનાર સહુને વશ કરી શકે છે. ૫૫ જેને સહુ સાથે સામ-સમભાવ છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે. સહુને આત્મ સમાન લેખી ચાલનાર સર્વત્ર પૂજાય છે. પદ સુબુદ્ધિવંતે સાંસારિક સુખમાં રતિ-પ્રીતિ કરવી ઘટે નહિ. ૫૭ સત્ય અને પ્રિયભાષી એવા વિનીતને સહુ વશ થઈ જાય છે. ૫૮ ન્યાયયુક્ત માર્ગે ચાલતાં અગણિત પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ પ્રાપ્ત થવા પામે છે, એ વાતનો અનુભવ જ કર હેય તો દઢ-મક્કમપણે અન્યાય માગનો પરિહાર કરી ન્યાય માગને જ વળગી રહો. ૫૯ દુર્જનની સંગતિ અને યુવતી સ્ત્રી તે વિજળી જેવી ચપળ સ્વભાવી છે. ૬૦ મેરુ જેવા નિશ્ચળ મનના સજજને કલિકાળમાં પણ જણાઈ આવે છે. એવા ઉત્તમ સજજનોની સંગતિ કલ્પવૃક્ષની શીતળ છાયાની પેઠે શીતળતા ઉપજાવી અપૂર્વ આનંદ આપી શકે છે. ૬૧ છતે પૈસે કૃપણુતા કરનાર જે મૂર્ણ ભાગ્યે જ કોઈ હોઈ શકે. કૃપણ માણસ ખાઈ કે ખચી શકતો નથી અને છેવટે મલિન વાસના સહિત મરીને અધોગતિ પામે છે. અને જે કૃપણતા તજી, ઉદારતા આદરી દ્રવ્યને છૂટે હાથે ઠેકાણે વ્યય Page #152 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૨૧ ] કરે છે તેનુ દ્રવ્ય લેખે થાય છે, અને પુન્યયેાગે તેની લક્ષ્મીમાં નવા નવા વધારા થયા કરે છે; તેથી પુન્યાનુબંધી પુન્યના સચય કરવા ઉત્તમ જીવે તેમ કરવા ચૂકવું નહિ. ૬૨ સામાન્ય સ્થિતિ છતાં ઉદારતાભરેલું વર્તન જરૂર પ્રશંસવા ચેાગ્ય છે; તેથી પુષ્કળ લાભ થવા ઉપરાંત અન્ય જડ જીવાને શુભ દષ્ટાન્તરૂપ બનાય છે. ૬૩ ઊંચા અધિકાર પ્રાપ્ત થયા છતાં જો ઉદારતાભરેલુ વન હાય છે તે અત્યંત પ્રશંસાપાત્ર બનવા પામે છે. ૬૪ પ્રિય વચન સહિત દેવામાં આવતું દાન, ગર્વ વગરનુ દેવા–લેવામાં આવતુ જ્ઞાન, ક્ષમાભરેલુ ગાય ( દુ:ખી થવાને બચાવ કરવા માટે જ વપરાતુ શા) અને મૂર્છા-મમતા વગરની સંપત્તિ એ ચારે ખબત દુર્લભ છતાં મહાકલ્યાણકારી છે. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૩૨ ] સત–સાધુજનાના મુખમાં કેવાં વચન શાભે ? ( भाषासमिति अथवा वचनविवेक ) महुरं निउणं थोवं, कज्जावडिअमगव्विअमतुच्छं । पुचि मइसंकलिअं, भणन्ति जं धम्मसंजुत्तं ॥ ( ૩૫દેશમાહાયાં ) સાધુ-સંત જના ( મુમુક્ષુઓ ) સ્વસયમમા ( ચારિત્ર )ની રક્ષા અને પુષ્ટિ માટે મિષ્ટ–મધુર કોઇને અપ્રીતિ ખેદ ન ઉપજે એવુ હિતકર વચન જ ઉચ્ચરે. ન Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] શ્રી કપૂરવિજયજી ગાંડા ગામડીઆની પેરે જેમ આવે તેમ નહિ, પણ ડહાપણભરેલાં વચન જ ઉચરે. બહલા-બકવાદી–બોલકણાની પેઠે નહિ પણ જરૂર પડતા મિતવચન જ ઉચ્ચરે. મનમોજી યા ભાટ-ચારણની પેઠે પ્રસંગ વગર નહિ પણ કાર્યપ્રસંગ પૂરતાં જ વચન ઉચ્ચરે. એવાં હિત, મિત પ્રસંગોપાત વચન મગરૂબીથી નહિ પણ ગર્વ રહિત નમ્રભાવે ઉચરે. તે પણ તુંકાર હુંકાર જેવા તુચ્છ વચનથી નહિ પણ સામાને પ્રિય લાગે એવાં ભાઈ, બહેન, મહાનુભાવ, દેવાનુપ્રિય પ્રમુખ સારા સંબંધનવાળાં વચનથી ઉચ્ચરે. વળી પિતાને જે કંઈ વચન ઉચ્ચરવું હોય તેનાં ભાવી પરિણામ (ફળ) સંબંધી સ્વમતિથી જેટલે વિચાર કરી શકાય તેટલે વિચાર કરીને વિવેકથી ઉચ્ચરે. તેમ જ તેવાં વચન ઉચ્ચરતાં કંઈ પણ ધર્મવિરુદ્ધ બોલાઈ ન જવાય તેને માટે પૂરતી સાવચેતી રાખી, પૂર્વાપર વિચાર કરી મર્યાદાસર હિત વચન જ ઉચચરે. આ રીતે સક્ષેપથી શ્રી મહાવીર સ્વામીના ઉત્તમ આશય અનુસારે તેમના અંતેવાસી શિષ્ય શ્રી ધર્મદાસ ગણિ મહારાજ કર્થ છે કે –સંત-સાધુજનના મુખમાં મૂળગાથામાં જણાવ્યા મુજબ સમયેચિત, પ્રિય, પથ્ય અને તથ્ય એવું સત્ય વચન શેભે, વૈરાગ્યરસથી ભીના મહાશયે વગર જરૂરનાં વચન તે ઉચ્ચરે જ નહિ. મનવૃત્તિ જ ધારણ કરી મુખ્યપણે તે Page #154 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૨૩ ] અંતર્મુખ થઈને રહે, પરંતુ પવિત્ર શાસનના હિતની ખાતર કંઇપણ કથન કરવાના પ્રસંગ મળે ત્યારે પણ પેાતાની ચેાગ્યતાના ખ્યાલ રાખી, શાસનની શૈાભા વધે-ઉન્નતિ થાય એવાં જ વચન ઉચ્ચરે, પણ જેથી રાગદ્વેષજન્ય કષાયથી સ્વપરના અહિતમાં જ અભિવૃદ્ધિ થાય એવાં વિવેક વગરનાં શાસ્ત્રવિરુદ્ધ વચન પ્રાણાંતે પણ ન જ ઉચ્ચરે, ઇતિશમ્ ( જૈ. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૩૬) ઉપદેશ રત્નકાશ. ૧ જીવદયા( જયણા )ને ધર્મની જનેતા લેખી સદા ય પાળવી. ૨ ચપળ ઘેાડા જેવી પાંચ ઇન્દ્રિયાનું નિર ંતર દમન કરતા રહેવું. ૩ પરને પ્રિય અને હિતરૂપ થાય એવું જ સત્ય સદા ય બેલવું. ૪ સુશીલ-સદાચારી-સદ્ગુણી થવા સદા ય પ્રયત્ન કરવા. ૫ સુશીલ જનાની સંગતી–સાબત સદા ય કરવી. ૬ ગુરુમહારાજના આજ્ઞા-વચન બહુમાનથી આદરવાં. ૭ નીચી નજર રાખી, જયણાથી, ચપળતા તજી, માનસર ચાલવું. ૮ સ્વચ્છ અને સાદા ડ્રેસ ( પેાશાક ) પેાતાની ચેાગ્યતા પ્રમાણે પહેરવા. ૯ સદા ય સરલ ષ્ટિ રાખી સહુ સાથે હળીમળીને રહેવું. ૧૦ થાડુ', જરૂર જેટલું, ગર્ભ રહિત, માનસર, ડહાપણભર્યું, વિચારીને જ પ્રિય પથ્ય અને તથ્ય એવું વિવેકવાળુ વચન મેલવું. ૧૧ આગળ પરિણામના વિચાર કરી ( દીર્ઘદૃષ્ટિથી ) કામ કરવું. Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪] શ્રી પૂરવિજયજી ૧૨ ઉત્તમ કુળની લજજા-મર્યાદા સદા ય સાચવવી (પાળવી). ૧૩ કેઈનું દિલ ન દુ:ખાય-મર્મમાં ન લાગે એવું લક્ષમાં રાખીને ભાષણ કરવું. ૧૪ કેઈના ઉપર ખોટું આળ ન આવે એવું લક્ષ રાખીને ભાષણ કરવું. ૧૫ સામાનું હિત સચવાય, ખેદ ન ઉપજે એવું નમ્ર વચન કહેવું. ૧૬ કંઈ પણ સ્વાર્થ બુદ્ધિ રાખ્યા વગર સહુના ઉપર ઉપગાર કર. ૧૭ કોઈએ આપણા ઉપર કરેલો ઉપગાર સદા ય સ્મરણમાં રાખવે. ૧૮ દીન, દુઃખી, અનાથ જીને યોગ્ય આલંબન આપ્યા કરવું. ૧૯ કોઈની પાસે દીનતા કર્યા વગર જાતમહેનતથી કમાઈ ખાવું. ૨૦ લાચારીથી કોઈ કંઈ જરૂરી માગણી કરે તો તે તત્કાળ યથાશક્તિ કબૂલ રાખવી. ૨૧ જરૂર પડે ત્યારે અદનપણે વ્યાજબી દલીલ કરી બતાવવી. ૨૨ આપબડાઈ અને પારકી લઘુતા ન થઈ જાય એવું લક્ષ રાખી વાક્ય બોલવું. ર૩ ઘટતી રીતે આપણે દોષની નિંદા કરવી અને પરગુણની પ્રશંસા કરવી. ૨૪ નિજ દેષની હાનિ અને સગુણની વૃદ્ધિ થાય તેમ લક્ષ રાખી વર્તવું. ૨૫ અતિ ઘણું નહિ હસતાં મંદ (સિમત) હાસ્યની જ ટેવ રાખવી. ૨૬ વૈરીને વિશ્વાસ નહિ કરતાં તેનાથી સદા ય ચેતતા રહેવું. ર૭ પ્રમાદ સમાન કટ્ટો દુશ્મન જવલ્લે જ હોઈ શકે. Page #156 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૨૫ ] કષાય ૨૮ મદ ( Intoxication ), વિષય ( Sensual Pleasures ), ( Anger, Pride etc), નિદ્રા ( Idleness ), વિકથા ( False Gossips ) વિગેરે પ્રમાદ ઢાષા કહ્યા છે. તેને તજવા પ્રયત્ન કરવેશ. ૨૯ હિતવચનને અવગણી નિજ છંદે જ ચાલવું તે પ્રમાદ, ૩૦ પ્રમાદદોષથી જ જીવને ભવભ્રમણ કરવું પડે છે. ૩૧ પ્રમાદ તજી હિતવચન આદરનાર સુખે સ્વશ્રેય સાધી શકે છે. ૩૨ સ્વશ્રેય અથવા ધર્મ સાધવાના રસ્તા ઘણા છે. ગમે તે રસ્તે સરળસ્વભાવી સમતાવત નિજ શ્રેય-ધર્મોને સાધે છે. ૩૩ ધર્મ સમાન ખીજો કેાઇ વિશ્વવત્સલપ્રેમી ખંધુ નથી, તેથી સુખના અથી જનાએ સદા સર્વદા તેનું જ શરણ કરવુ ચેાગ્ય છે. ૩૪ ધ બંધુને વિસારી દેનાર જેવા બીજો હીણભાગી કાણુ હાય ? ૩૫ શુદ્ધ ધર્મ એ આપણા નિષ્કારણુ બધુ છે. ૩૬ ધવડે જ આપણે સુખી અને તેના વગર જ આપણે દુ:ખી છીએ. ૩૭ વિશ્વાસુ ( faithful ) લેાકેાએ આપણામાં મૂકેલા વિશ્વાસને આપણે નભાવવે. ૩૮ ઉપગારીના સામે ઉપગાર વાળવાની તક મળે તે તે સાધી લેવી. ૩૯ આપણા ઉપગારીને ઉત્તમ દાખલેા લઇ આપણે પણ ઉપગાર કરવા. Page #157 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] શ્રી કપૂરવિજયજી ૪૦ સગુણ મહાશયને જોઈ-જાણી દિલમાં બહુ રાજી થવું. ૪૧ નેહ બાંધો તો સજજને સંગાતે જ બાંધો. કર કોધાદિક કષાય થઈ જાય તે તેને તરત જ ગાળી બાળી નાંખવા. ૪૩ પાત્ર પરીક્ષામાં કુશળતા વાપરવી હિતકારી જ છે. ૪૪ આપણાથી બની શકે તેટલાં સત્કાર્ય જ કરવાં. કપ કાપવાદ ન થાય એવાં સારાં કાર્ય વિચારીને કુશળ તાથી જ કરવાં. ૪૬ સહસાત્કાર નહિ કરતાં જે વિચારપૂર્વક સારા શુભ કામ કરે છે તે ગુણીજનને અંતે ધારી સંપદા આવી મળે છે. ૪૭ વિપત્તિ વખતે આકુળવ્યાકુળ નહિ થતાં ધીરજ રાખતાં શીખવું. ૪૮ સુખ સાહેબી મળતાં મદ ન લાવતાં ક્ષમા-નમ્રતા-ગંભીરતા રાખતાં શીખવું. ૪૯ પ્રાણાન્ત સુધી પણ આદરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરે. ૫૦ થોડામાંથી થોડું પણ પાત્રદાન દેવાની ટેવ રાખવી. ૫૧ અંધરાગને તજી ગુણ-ગુણી ઉપર રાગ કરતાં શીખવું. પર પ્રિયવર્ગ સાથે પણ સભ્યતાથી જ બોલવા ચાલવાનું રાખવું. પ૩ કલેશ-કજીયા કે કુસંપને જલદી અંત આવે તેમ કરવું. ૫૪ કુસંગથી સદાય ડરતા રહેવું–આપણું હિત તપાસવું. ૫૫ લધુવયના બાલક પાસેથી પણ હિત ગ્રહણ કરવું. પદ ન્યાયનીતિ-પ્રમાણિક્તાને જ માર્ગ કાયમ પસંદ કરો. ૫૭ ગમે તેવી પ્રાપ્તસ્થિતિમાં સંતોષ ધારીને સમભાવે રહેવું. Page #158 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૨૭] ૫૮ ઉત્સાહવૃદ્ધિ થવા માટે સેવકના ગુણ તેની સમક્ષ જ વખાણવા. ૬૦ સ્ત્રીના ગુણ તે પ્રત્યક્ષ કે પરોક્ષ વખાણવાથી તેને તેને મદ આવી જવાનો સંભવ રહે છે તે વાત ખૂબ લક્ષમાં રાખવી. ૧ હિતકારી એવું પણ પ્રિય વચન જ બોલવાની ટેવ પાડવી. દર માતાપિતાદિક વડિલોને, રાજાદિ સ્વામીને, સંઘ સાધ મિકનો તથા આપણા ગુરુજનોને વિનય સદાય સાચવો. ૩ વિનય સર્વ ગુણનું મૂળ છે એ ચોક્કસ ધ્યાનમાં રાખવું. ૬૪ સેવા–ચાકરી કરવી, અંતરને પ્રેમ રાખવો, ગુણ-સ્તુતિ કરવી, અવગુણ ન જેવા અને અવજ્ઞા-આશાતનાથી દૂર રહેવું, એ બધા ય વિનયના જ પ્રકાર જાણીને આદરવા ગ્ય છે. ૬૫ પાત્ર વિશેષ સમજીને જે કંઈ દેવું તે નિજ કલ્યાણાર્થે જ દેવું. દદ વિષ્ટામાંથી પણ રત્ન કાઢી લેવાની પેઠે ગમે ત્યાંથી પણ ગુણ ગ્રહણ કરી લે. ૬૭ સમય-પ્રસ્તાવ પામીને બોલાય તે અમૂલ્ય છે. ૬૮ ખળને બહુ જ મધ્યે મિષ્ટ વચનથી નિવાજવો. ૬૯ સ્વ પર વિશેષ જાણે અને સ્વઉન્નતિમાં આગળ વધો. ૭૦ જાણવાનું ફળ એ જ છે કે ખોટું તજીને ખરું આદરી લેવું. ૭૧ બીજાં મંત્રતંત્રના ભામાં તજી, નવકાર મહામંત્ર ઉપર અચળ શ્રદ્ધા રાખી બની શકે તેટલું તેનું જ સેવન આરાધન કરો. ૭૨ પરઘરે એકલા જવાથી સંકટ આવે, તે ઉપર સુદર્શન શેઠનું ચરિત્ર યાદ કરો. સ્ત્રીઓના ગહન ચરિત્રની અહીં ઝાંખી થઈ શકે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કપૂરવિજય ૭૩ ખરી મિત્રતા દૂધપાણીની જેવી એકરસ જ હાવી ઘટે છે, ત્યાં એક બીજાથી ગુહ્યુ-અંતર રાખવાનું ઘટે જ કેમ ? ૭૪ સહુનું ભલુ જ ઇચ્છા, જેવાં આપણે તેવાં જ સહુ. ૭૫ આપણે જેવું કશું તેવું જ પામશું. વાવશુ તેવું જ લશું. ૭૬ ગુણના પણ ગર્વ કરવા હાનિકર છે તા પછી બીજાનુ તેા કહેવું જ શું ? ૭૭ “બહુરત્ના વસુંધરા” એટલે પૃથ્વી ઉપર કઇક નરરત્નો હાય છે. ૭૮ પ્રથમ શરૂઆતમાં સરલ-સુગમ કામ નાના પાયા ઉપર આર ભવુ. તેમાં ફતેહ થયાથી ધીમેધીમે એ કા વધારી મેાટા–સંગીન પાયા ઉપર લાવી મૂકવું. એમ ક્રમસર થયેલું કામ સુદ-મજબૂત થશે. ૭૯ અભ્યાસખળથી ગમે એવું વિકટ કામ પણ સુલભ થઈ જાય છે, તેથી જ તેની પાછળ ધીરજ અને ખંતથી મા રહેવું પડે છે. એમ કરતાં કાર્ય સફળતા થાય તા પણ તેના ગવ કરવા ખેાટા છે. ૮૦ ઉત્તમ જના ગુણસમૃદ્ધિને પામી ક્ળેલા આમ્રવૃક્ષાદિકની પેઠે લળી પડે છે, લઘુતા ધારે છે અને લેાકપ્રિય બને છે. ૮૧ મેહ-મમતાવશ છવા દુ:ખી થાય છે અને જન્મ-મરણ ” અને '' ધારણ કરે છે. 4 હું મારું. યા અહુતા ” "" 66 ,, અને te મમતા એ જ દુ:ખનાં ( વશ કરે) તે સુખી થાય છે અને મૂળરૂપ છે. તેને કામે પરમાત્માના જ્ઞાન Page #160 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૨૯ ] ધ્યાનની ધારાથી એ દુઃખનાં મૂળ કાપી શકાય છે, એ પુરુષાર્થ જ પ્રશંસનીય છે. ૮૨ ઉત્તમ પુરુષાથી જન ધન્ય-કૃતપુન્ય છે. તેમને અમારો નમસ્કાર હો ! ૮૩ રાગ-દ્વેષ, મેહ-મમતાને સર્વથા જીતે તે “જિન” તેમનો ઉપદેશેલે ધર્મ તે “જૈન ધર્મ ” જે અહિંસા, સંયમ, અને તપ લક્ષણવાળ કહે છે. ૮૪ આવા પવિત્ર ધર્મને યથાર્થ ભાવે સેવી-આરાધી, જે મહાનુભાવો રાગ-દ્વેષ અને મેહનું અતુલ બળ ગાળે છે, તેમને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૭. ] ધર્મપ્રાપ્તિ સુલભ્ય કેમ થઈ શકે? જેમના અંત:કરણમાં મિત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યસ્થતા એ ચાર સભાવના સદાદિત રહે છે તેમને ચિંતામણિ રત્ન સમાન સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રરૂપ પવિત્ર ધર્મની પ્રાપ્તિ સુલભ્ય છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને મેહ-મમતાને વશ થયેલા જ ઉક્ત ભાવનાથી વેગળા રહે છે અને રાગદ્વેષરૂપ કષાયને વારંવાર સેવીને જન્મમરણનાં બંધનથી જકડાઈ ભારે દુ:ખી થયા કરે છે. તેવાં ભયંકર બંધનોથી મુક્ત થવા ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે. અનાદિ મલિન સંસ્કારોને ભેંસી નાખી સારા-ઉજજવલ સંસ્કારે મન ઉપર મજબૂતીથી Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] શ્રી કપૂરવિજયજી બેસાડવા એ સુલભ નથી. દઢ પ્રયત્નથી અભ્યાસનું વારંવાર સેવન કરવાથી જ તેમ થઈ શકે છે. જ્યાં સુધી પોતે પિતાને જ ખરા સ્વરૂપમાં ઓળખી શકે નહિ, ઓળખવા પ્રયત્ન કરે નહિ, મર્કટ ચાલ તજે નહિ અને અહીંતહીં હરાયા ઢોરની જેમ લભ-લાલચવશ ભટકયા કરે ત્યાં સુધી વિવેકન્ય આત્મા બહાત્મા કહેવાય છે. જ્યારે કર્મવશ કૂટાતાં પીટાતાં અને અનેક પ્રકારનાં દુઃખ સહન કરતાં કરતાં જીવ ઊંચે ચઢતે જાય છે અને જ્યારે સ્વાભાવિક રીતે તથા પ્રકારની યોગ્યતા પામીને અથવા કોઈ જ્ઞાની ગુરુની કૃપા પામીને તેનામાં વિવેકકળા પ્રગટે છે ત્યારે તે અંતરાત્મા કહેવાય છે. એટલે એ આત્મા હિતાહિત, કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભઢ્ય, ગમ્યાગઓ અને ગુણદોષને વિવેકવડે સમજી શકે છે. એ વિવેકકળા ખીલતી જાય છે તેમ તેમ તેના સુંદર ફળ-પરિણામરૂપે તે સદાચારપરાયણ બનતું જાય છે. પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષાદિક સગુણાનું સેવન સદુભાવથી કરતો જાય છે. આવા શુભ અભ્યાસના બળથી તે છેવટે ઉત્તમ ગુણણિ ઉપર આરૂઢ થઈ, પરમાત્મદશાને પ્રાપ્ત કરી, સિદ્ધ બુદ્ધ મુક્ત થઈ પરમપદને પામે છે. | ( જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૬૨. ) આપણી આધુનિક સ્થિતિનું અવલોકન અને પૃથક્કરણ કરવા નિમિત્તે બે બંધુઓ વચ્ચે થયેલો બોધદાયક સંવાદ. રમણિક–આજકાલ આપણી આર્ય ગણાતી પ્રજામાં Page #162 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ | [ ૧૩૧ ] આળસ, જડતા, મંદતા, સ્વછંદતા, નિર્બળતા અને નિર્માલ્યતા આટલાં બધાં કેમ વધી ગયા હશે ? સુબુદ્ધિ–ભાઈ ! એ બધા ય દોષનું મૂળ કારણ મેહવશ સ્વકર્તવ્યનું ભાન જ નહિ હોવું એટલે અજ્ઞાનતાથી સ્વક્તવ્યનું વિસ્મરણ અને અકૃત્યેનું વારંવાર સેવન, એ સિવાય મને તે બીજુ કંઈ લાગતું નથી. કેમ તે તારાથી સમજાય છે કે નહિ ? રમણિક—ભાઈ સાહેબ! એ વાત કેવી રીતે સ્પષ્ટ સમજી શકાય એ કહેવા આપ જ કૃપા કરશો. સુબુદ્ધિ-પ્રથમ તો માબાપ આદિ વડીલે જ પતીકાં કોમળ વયનાં તેમનાં બાળકોને ભવિષ્યનો કશે લાંબો પહોળો વિચાર કર્યા વગર કવખતનાં લગ્નબંધનમાં નાંખે છે અને પોતે પિતાની એક અગત્યની ફરજ બજાવી લીધી એમ માને છે. જે વખતે બાળકોને સંભાળપૂર્વક સર્વ પ્રકારની ઉપગી કેળવણી ફરજીયાત મળવી જોઈએ, જે વખતે તેમનાં શરીરબળ, મને બળ, વિચાબળ અને હૃદયબળ( શ્રદ્ધાબળ-જ્ઞાનબળ અને ચારિત્રબળ)ને યોગ્ય સાધનબળથી સારી રીતે ખીલવવાં જોઈએ, જે વખતે હિત, મિત અને નિર્દોષ એવા સાત્ત્વિક ખાનપાન, અંગકસરત અને યેગ્ય અભ્યાસ સામગ્રીને આખા શરીરના રાજા જેવા વીર્યનું સારી રીતે સર્જન અને સંરક્ષણ તેને થવાથી બ્રહ્મચર્ય વડે તેનું શરીરાદિકનું સરસ બંધારણ થવું જોઈએ વખતે આપણું મુગ્ધ માબાપો પિતાનાં નાજુક વયનાં બાળકોને લગ્નના ફાંસામાં નાંખી, તેમનું સર્વસ્વ લૂંટી લઈ અને લુંટાવા દઈ, ચિંતાતુર બનાવી તેમના કેવા હાલહવાલ કરી મૂકે છે અને તેના કેવા માઠા પરિણામ આવે છે એ જગજાહેર છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૫ ] શ્રી કપૂરવિજયજી રમણિક–પણ વડીલે તો એ બધું ય સારી બુદ્ધિથી જ કરતા હશે ને? સુબુદ્ધિ આગળ પાછળને પૂરતે વિચાર કર્યા વગર આપમતિથી કરેલું બધું ય સારું હોઈ શકે નહિ. જેનું પરિણામ ખોટું આવે તે સારું કેમ કહેવાય ? ' રમણિક–ખરેખર નહિ જ. ત્યારે તો માબાપાદિક વડીલોએ આગળ પાછળ લાંબી નજર દોડાવીને જેમ પોતાનાં બાળકોનું ભવિષ્ય સુધરે અને ઉજજવળ થાય (દીપે) તેમ જ તેમણે બાળકોના હિતાહિતનો પૂરતો વિચાર કરીને જ પગલાં ભરવાં જોઈએ. ફક્ત પિતાની ક્ષણિક ઈચ્છાની તૃપ્તિ કરવા માટે નાદાન બાળકોને લગ્નનાં દઢ બંધનમાં નાંખવાની તાલાવેલી તે ન જ કરવી જોઈએ; કેમકે એથી ઘણાં જ માઠાં પરિણામ આવતાં નજરે દેખાય છે. અરે ! એ બાળલગ્નોથી તે અકાળે વીર્યવિનાશ થઈ જવાથી અનેક જોડલાંનાં મરણ પણ નીપજે છે. સુબુદ્ધિ-ખરેખર પોતાનાં વહાલાં બાળકોનું એકાન્ત હિતચિંતવન ન કરવું, તેમના કલ્યાણના માર્ગમાં જે કંઈ ખામી કે અંતરાય નડતાં હોય તે દૂર કરવાં, તેઓ પ્રસન્નતાથી હિતમાગે વિહરતા હોય તે જોઈને પ્રમુદિત-પ્રસન્ન થવું, અને સત્ય હિતમાગે પ્રવર્તતાં ક્યાંક કદાચ ખલના થાય તો તેથી ખિન્ન થયા વગર તેમનું હિત જ કરવા અસ્મલિત ઉદ્યમ કર્યા કરે, એ જ માબાપ આદિ વડીલેનું સ્વબાળકો પ્રત્યે અવશ્ય કર્તવ્ય છે. તેવા ઉચિત અને હિતકારી કર્તવ્યની જેઓ ઉપેક્ષા કરે છે અને આપમતિથી અહિત-વિપરીત આચરણ કરવા વડે નિજ Page #164 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૩૩ ] બાળકોનું ખરું હિત સમજે છે તે ખરેખર પોતાનો જ કક્કો ખરો કરવા જતાં પિતાના જ પદને ભારે લાંછન લગાડે છે. રમણિક–વડીલે પિતાના બાળકોને કંઈક સ્વાર્થ પૂરતી કેળવણી આપે છે તે શું નકામી છે? તેથી બાળકનું ભવિષ્ય સુધાની કશી આશા રાખી ન શકાય શું ? - સુબુદ્ધિ-વધારે નહિ તે એક જ જરૂરી બાબતની પૂર્ણ કેળવણી આપવા–અપાવવામાં આવે તેથી જેવો લાભ-હિત નિપજી શકે તેવો લાભ અનેક બાબતની અધકચરી કેળવણીથી નિપજી ન જ શકે, એટલું જ નહિ પણ પાયાવગરની ઉપર ટપકે અપાતી નવી કેળવણીથી તે ઊલટી હાનિ પણ થવા પામે છે. તેવી આધુનિક કેળવણથી બાળકોનું ભવિષ્ય ઉજજવળ થવાની આશા રાખવી નકામી જ લાગે છે. રમણિક–ત્યારે આપણી ઉન્નતિ જ કરે એવી કેળવણીને પાયો કેવો હોવો જોઈએ ? સુબુદ્ધ-સ્થિર, શાન્ત, એકાગ્ર અને પવિત્ર એવા મન, વચન, કાયાવડે બ્રહ્મચર્યનું દઢ ટેકથી પાલન કરવા-કરાવવારૂપ પાકે પાયે કેળવણી માટે પ્રથમ નંખા જોઈએ. રમણિકબ્રહ્મચર્ય પાલન રૂપ મજબૂત પાયે નાંખવા માટે શું શું કરવું જોઈએ? સુબુદ્ધિ-રૂડી કેળવણરૂપી ઈમારતને ભાર આબાદ ઝીલી શકે એવો બ્રહ્મચર્યરૂપ મજબૂત પાયે તૈયાર કરવા વિદ્યાથી જીવન પર્યત મન, વચન અને કાયાની અથવા વિચાર, વાણી અને આચારની પવિત્રતા વિદ્યાથીઓ સારી રીતે જાળવી Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી કરવિજયજી રાખી, વીર્યનું સંપૂર્ણ સંરક્ષણ કરી, તેનો સદુપયોગ જ કરવા પ્રેરાય, તેમ જ જરૂરી નિર્દોષ અભ્યાસ કરવા ખાસ અનુકૂળ સંગમાં જ નિવસે અને ચીવટાઈથી તેનો લાભ લેવા ખ૫ કરે તેમ કરવું. અને શિક્ષકોએ તેમ જ માબાપાદિક વડીલેએ પણ સદાચરણપરાયણ રહી બ્રહ્મચર્યનું પવિત્ર વાતાવરણ રચવા પુષ્કળ પ્રયત્ન કરે, જેથી સ્વપરનું કલ્યાણ થાય. ઈતિરમ્. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૦ ] વ્રત પચ્ચખાણનો આશ્ચર્યકારક પ્રભાવ સમજીને તે દિશામાં કરવા જોઇત પ્રયત્ન. તીર્થકરો, ચકવરી રાજા-મહારાજાઓ, બળદેવ, અમાત્ય કે મહાનું શ્રેષ્ઠીઓ વિશાળ રાજ્યસંપત્તિ, ઋદ્ધિ તથા સ્વાધીન ભગસામગ્રીને સર્પની કાંચળીની જેમ અથવા સડી ગયેલા તણખલાની જેમ તજી, કાયર માણસો જેથી કંપે એવી કઠણગકરણી (સંયમમાર્ગ)નું સેવન કરવા વિશાળ અને મનોહર મહેલનો તથા આજ્ઞાધારી પુત્ર-પરિવારાદિકનો સર્વથા ત્યાગ કરી, જ્ઞાની સદ્ગુરુનું શરણ ગ્રહી, તેમની પવિત્ર આજ્ઞાને અક્ષરશ: અનુસરતાં જે કોઈ પરિસહ-ઉપસર્ગ ઉપજે તે સઘળા અદીનપણે બહાદુરીથી સમતાપૂર્વક સહન કરી, અ૯૫ કાળમાં અન૯૫ આંતરિક દ્ધિસિદ્ધિને પ્રાપ્ત કરી શકતા તે શાને પ્રભાવ? કહેવું પડશે કે – “ ક્ય સારું વ્રતધારા જા” “અરે તુ: મહારુન્ ? “જ્ઞાનસ્થ & વિતિ Page #166 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૩૫ ] એ શાસ્ત્રવચનના મર્મ ગુરુગમ્ય સમજી, પૂર્વ પુન્યાગે પ્રાપ્ત થયેલી દેહાદિ ઉત્તમ સામગ્રીને લઇને ઉત્તમ પ્રકારનાં વ્રત-નિયમે સ્વયંાગ્યતાનુસારે આદરી, તેના પૂર્ણ પ્રેમથી નિર્વાહ કરવાને જ એ અચિન્ત્ય પ્રભાવ હતા અને હજી છે. કાયર– બીકણુ માણસો કોઇ પણ પ્રકારના વ્રત સંબંધી પ્રતિજ્ઞા કરતાં જ ડરે છે તેથી તે કંઇ પણ વ્રત-નિયમને રીતિસર આદરી કે પાળી શકતા જ નથી. મધ્યમ પંક્તિનાં માણસા અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ તથા રાત્રિભોજનવન પ્રમુખ ઉત્તમ વ્રત-નિયમૈાના અદ્ભુત પ્રભાવ શ્રી ગુરુમુખે સાંભળી તેને આદર કરવા એકાએક ઉજમાળ થાય છે ખરા, પરંતુ તેમ કરતાં વચમાં જો કાઇ વિઘ્ન—આપદાદિક આવી પડે છે તેા તેથી કાયર બની જઇ વ્રત-નિયમની ઉપેક્ષા કરી બેસે છે, ફક્ત જે ઉત્તમ કેટિના શૂરવીર પુરુષા હાય છે તેઓ જ પ્રથમથી પાતાની શક્તિનું માપ કાઢી, જેના સુખે નિર્વાહ થઇ શકે એવાં વ્રત-નિયમેાને સમજીને આદર કરે છે અને તેનું પરિપાલન કરતાં ગમે તેટલી મુશ્કેલી પાછળથી ઊભી થાય તેની કશી દરકાર કર્યા વગર સર્વ પ્રયત્નથી તેનું પરિપાલન કરવા જ તત્પર રહે છે. વળી તે જે કંઇ પ્રતિજ્ઞા કરે છે તે દૂર ંદેશી વાપરીને ડહાપણભરી જ કરે છે અને તેને પૂર્ણ કરવા પોતાથી બનતુ અધુ કરે છે. તીર્થંકરા, ગણધરો કે એવા બીજા મહાપુરુષાનાં તેમ જ મહાસતીએનાં પવિત્ર ચિત્રા જેમણે શાન્ત ચિત્તથી સાવધાનપણે વાંચ્યાં કે સાંભળ્યાં હશે તેમને ઉપલી માખતની ખાત્રી થયા વગર રહેશે નહિ; પરંતુ તેવા પવિત્ર મહાશયેાનાં ઉત્તમ ચરિત્રા વાંચવાનુ` કે સાંભળવાનું શ્રેષ્ઠ ફળ તા એજ કહી શકાય; કે તેમની પેઠે આપણે પણ Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] શ્રી કરવિજયજી આપણાથી સુખે સેવી શકાય એવાં પવિત્ર વ્રત-નિયમાને ગુરુગમ્ય સમજી-આદરી, તેનુ યથાવિધિ આરાધન કરી સ્વમાનવજીવન સફળ કરીએ. ઇતિશમૂ. [ હૈ. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૨ ] મોક્ષના અર્થી બંધુઓ તથા બહેનાને બે બાલ. ૧ જેમ બને તેમ પરમા દૃષ્ટિથી ચપળ મન અને ઇન્દ્રિયાને કબજે રાખી, વિષયતૃષ્ણાને તજી, સંતેષવૃત્તિને આદરી, શુદ્ધ અંત:કરણથી બ્રહ્મચર્ય –સુશીલતાને સેવી, સ્વવી શકિતનુ સારી રીતે સ ંરક્ષણ કરી, તેને સ્વપરના કલ્યાણકારી ઉપ્તાર માટે ઉપયાગ કરવા તમારું લક્ષ દ્વારા અને પેાતાના તેમ જ પરના આ દુ:ખ-દરિયામાંથી ઉદ્ધાર કરી માનવભવ સફળ કરે। આ માનવભવાદિક દુર્લ`ભ સામગ્રી પામ્યાનું એ જ ફળ છે કે તેથી સ્વપરનું કલ્યાણ કરી લેવુ. ૨ તમારા વિચાર, વાણી અને વર્તન-આચારને જેમ બને તેમ પવિત્ર-નિર્દોષ-નિષ્પાપ મનાવા. એમ કરવાથી તમે સહેજે બ્રહ્મચર્ય ના લાભ પામી શકશે. ૩ આપણા મન, વચન અને કાયાને મેાકળા નહિ મૂકી દેતાં તેમને સારી રીતે કેળવીને કબજે રાખતાં શીખવું કે જેથી તે આપણને ઊલટે ( અવળે માર્ગે ) ખેંચી નહિ જતાં ઊલટાં આપણાં કામમાં મદદગાર થશે અને આપણું હિત જલદી સધાશે. ૪ મનનુ છૂટાપણું, જીભનુ છૂટાપણુ અને આચારમાં શિથિલપણું ( મોકળાપણું ) જ ભારે નુકશાન કરે છે-સ્વપરને Page #168 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૩૭ ] હાનિકારક નિપજે છે, તેથી યુક્તિ-પ્રયુક્તિ કરી, સમજાવી, પટાવી તેમાં જેમ સુધારા થવા પામે તેમ કરવા અવશ્ય કાળજી રાખવી. શુભ અભ્યાસથી સહુ સારાં વાનાં થાય છે. ૫ મિથ્યાત્વ-દુર્બુદ્ધિ-વિપરીત બુદ્ધિના સદંતર ત્યાગ જ કરવા, સમ્યક્ત્વ-સબુદ્ધિનું સદા ય સેવન કરવું, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ ઈન્દ્રિયાના વિષયમાં ગૃદ્ધ આસક્ત બનવુ નહિ, ક્રોધાદિક ચાર કષાયથી અંધ બની જવું નહિ, અતિ નિદ્રા-આળસ વધારી એન્રી જેવા બનવું નહિ, તેમજ કામોદ્દીપક-માદક પદાર્થોનું સેવન કરવું નહિ અને નકામી કુથલીએ યા વિકથાવડે પેાતાના અમૂલ્ય વખત ગુમાવવે! નહિ. ૬ હલકા ( સુખે પચી શકે એવા ) અને સાત્ત્વિક ( મગજને તથા ક્ષુધાને શાન્ત કરી બુદ્ધિબળને ખીલવે એવા ) નિર્દોષ આહાર જ ગ્રહણ કરવા. તે પણ પ્રમાણમાં, ખરી ક્ષુધા લાગી હાય ત્યારે અવસરે જ લેવા કે જેથી અજીર્ણાદિક નવી ઉપાધિ પેદા ન થાય, પણ આપણાં કાર્ય-સાધનમાં તે મદદગાર થાય. ૭ મન અને ઇન્દ્રિયાના જય, કષાયાના નિગ્રહ, આળસને ત્યાગ, વિષયવિરકતતા (ઉદાસીનપણે પેટને ભાડું દેવા જેવા નિર્દેષ ખાનપાનનું જ સેવન ) અને ધર્મકથાના પ્રેમ-એ જરૂરી બાબતાનું લક્ષ તપસ્યાના લાભ લેવા ઇચ્છનારાઓને અવશ્ય રાખવા જેવું છે. એવા પવિત્ર લક્ષથી જ આત્મા અધિકાધિક નિર્મળ થતા જશે. ઇતિશમ્. [ રે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૩ ] Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] શ્રી કપૂરવિજયજી મેાક્ષ મેળવવા ઇચ્છનારે પ્રથમ શું કરવું જોઇએ ? જન્મમરણાદિકના અનંતા દુઃખમાંથી સર્વથા છૂટકારા થાય અને અનંત, અક્ષય, અભ્યામાય એવા સ્વાભાવિક સુખમાં ભળી જવાય તે મેાક્ષ કહેવાય છે. તેવા મેાક્ષ સાથે યારેજોડે તેને યાગ કહેવામાં આવે છે. અર્થાત સર્વ પ્રકારના સદાચાર તેમાં સમાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ સામાન્યત: પાંચ પ્રકારના આચાર લેખાય છે. જેનાવડે જીવ આત્માદિ તત્ત્વના યથાર્થ બેધ થાય તેવા જ્ઞાન-જ્ઞાનીની સમ્યગ્ સેવા–ઉપાસનાઆરાધના કરવી તે જ્ઞાનાચાર. જેના વડે જીવાદિક તત્ત્વની યથા પ્રતીતિ-શ્રદ્ધા પેદા થાય એવા દર્શન-દર્શનીની સમ્યગ્ સેવા-ભક્તિ કરવી તે દશ નાચાર. જેના વડે તત્ત્વાચરણ-પરમાર્થ સેવા-નિ:સ્વાર્થ વૃત્તિ પેઢા થાય એવા ઉત્તમ ચારિત્ર-ચારિત્રધારીની સમ્યગ્ સેવા-ઉપાસના-ભક્તિ-બહુમાન-આજ્ઞાનું પાલન ( પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાથે ) કરવામાં આવે તે ચારિત્રાચાર, જેનાવડે આત્મા સાથે લાગેલા અનાદિ કર્મ મલ તપાવી-જુદા પાડી-નિર્જરી-ક્ષય કરી નાંખી સ્વઆત્મરૂપી સુવર્ણ ને શુદ્ધનિર્મળ કાંચન જેવું કરી શકાય તેવા ષવિધ બાહ્ય અને ષડ્ વિધિ અભ્યંતર તપનું સમ્યગ્ સેવન કરવું તે તપાચાર, તથા ઉક્ત સકળ યાગ સાધન કરતાં મન, વચન, કાયાનું હતુ મળ—વીય લગારે છુપાવ્યા વગર ઉલ્લસિત ભાવે શાસ્ત્ર Page #170 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ. [ ૧૩૯ ] અનુસારે તેના યથાર્થ ઉપયાગ કરવામાં આવે તે વીર્યાચાર. “ એ સર્વ પવિત્ર આચારનું પાલન કરતાં અદ્વેષ-દ્વેષ રહિત ચિત્તવૃત્તિ સાચવી રાખવાની પ્રથમ જરૂર છે.” · કલેશ વાસિત મન સ'સાર, કલેશ રહિત મત તે ભવપાર્ એ વચન સારી રીતે સભારી રાખવું જોઇએ. જો તે મુદ્દાની વાત વિસરી જઇ, અરે ! વિસારી દઇ, ગમે તેટલી કઠણ કરણી કરવામાં આવે તે તે એકડા વગરની શૂન્ય જેવી જ જાણવી અને જો ઉક્ત ઉત્તમ પ્રકારનું લક્ષ રાખી યથાશક્તિ સકળ આચારનું આરાધન કરવામાં આવે તે તેની અચૂક સફળતા-સાકતા થવા પામે. જન્મમરણના અનતા દુ:ખથી છૂટવા-મુકત થવા માટે ક્રોધ, અહંકાર, માયા-મમતા અને લેાભ-તૃષ્ણાદિક વિકારો અવશ્ય તજવા જોઇએ; તથા ક્ષમા, નમ્રતા, સરળતા અને સતાષાદિક સગુણા જરૂર સેવવા જોઇએ. રાગદ્વેષાદિકની ચીકાશવડે બહુવિધ કર્મ લેપથી ખરડાઇ જીવ ભારે થઇને ભવસાગરમાં ડૂબે છે, પરંતુ સમતારૂપી સાબુ અને જાવડે ઉક્ત સકળ કલેપને સાફ કરી નાંખી શુદ્ધ-નિર્મળ મની ચેતન પેાતાની સત્તાગત સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત કરે છે. સમ્યજ્ઞાન ( સમજ ) અને સમ્યગ્ ક્રિયા( કરણી-આચ રણ )વડે જ સકળ કમળના ક્ષય કરી આત્મા સિદ્ધ બુદ્ધ મુક્ત થઇ અજરામર (મેાક્ષ ) પદને પ્રાપ્ત થાય છે. ઇતિશમૂ. [ શ્વે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૪ ] Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ ] બાઘાડંબર તજી સાચવટથી જ રક્ષા થઇ શકશે. શ્રી કપૂરવિજયજી શાસન તપ, જપ, સંયમવડે આત્મસાધન કરવા ઊજમાળ રહે તે જ સાધુ, સ્વપરહિત કરવા સદા સાવધાન રહે તે જ ખરા સાધુ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતતારૂપ પાંચ મહાવ્રતનુ પાલન કરવા ઉપરાંત રાત્રિèાજનનું સર્વથા વજ્રન કરે, ક્ષમાદિક દુવિધ યતિધર્મને યથાવિધ આરાધવા ઊજમાળ રહે અને સર્વ જીવને આત્મ સમાન લેખે તે જ સાચા સાધુ. પોતે પાંચે ઇન્દ્રિયનું દમન કરે એટલે તેના વિષયાથી વિરક્ત રહે, તેમાં તલમાત્ર આસક્તિ ન કરે, ક્રોધાદિક ચાર કષાયને જીતે-રાગદ્વેષાદિક વિકારને વશ ન ધાય અને મન, વચન, કાયા પવિત્ર રાખવા પ્રયત્ન કરે, જ્ઞાનધ્યાનમાં તત્પર રહે, પૂજ્યના પ્રત્યે વિનય વૈયાવચ્ચ ( સેવાભક્તિ ) કરવા સાવધાન રહે, વડીલ જનેાની આજ્ઞાને શુદ્ધ મને મસ્તકે ચઢાવે, સંયમમાર્ગ માં ઉપયાગ ચૂકતાં જે કઇ સ્ખલના થાય તે સરલભાવે જ્ઞાની ગુરુ સમીપે નિવેદન કરી તેની શુદ્ધિ કરે, શરીર ઉપર કે ધર્મના ઉપગરણ ઉપર પણ મમતા ન ધરે, સ્વક વ્ય કરવામાં લગારે પ્રમાદ-આળસ ન કરે, તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ પ્રવચનમાતાનુ યથાવિધ આરાધન કરવા સદેાદિત લક્ષ રાખે તે જ ખરા સાધુ-નિગ્ર થ-વાચ યમ-ચતિ–સન્યાસી સમજવા. સામાન્ય સાધુ કરતાં અધિક જાગૃતિ, આચારવિચારની શુદ્ધિ, જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમમાં લીનતા પડિતસાધુઆ, ન્યાસાને તેથી અધિક પાઠક–ઉપાધ્યાયાને Page #172 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૪૧ ] અને તેથી અધિક આચાર્ય–સુરિવારોને હોવી જોઈએ, તે જ તેમની તે તે પદવીની સાર્થકતા–સફળતા સમજવી. જે પોતે સદુપદેશનું પાન કરી, પ્રમાદ તજી, સ્વ સંયમવ્યાપારમાં સાવધાન રહે તેને જ ખરા સાધુ લેખી શકાય, તેને જ શાસનરક્ષકશાસનશણગાર માની શકાય. તથા પ્રકારની કરણ વગર યા દેવગુરુની પવિત્ર આજ્ઞાની દરકાર વગર કેવળ સ્વછંદપણે ચાલવાથી તો લાભને બદલે ઊલટી હાનિ જ થવા પામે અને તેથી શ્રીગતમાદિક મહાપુરુષોએ ધારણ કરેલા પવિત્ર વેશની વિડંબના જ કરી કહેવાય. એવું બરાબર સમજનારા સાધુજને ને તેમના કર્તવ્ય આશ્રી વધારે કહેવાની ભાગ્યેજ જરૂર હોય. દેશ, કાળ, ભાવ વિચારી પવિત્ર શાસનની રક્ષા અને પુષ્ટિ કરવા સજજનો તે પાછી પાની ન જ કરે. વળી “કૂવામાં હોય તો હવાડામાં આવે ” એ ન્યાયે સાધુજનો જ્ઞાનવૈરાગ્યથી ભૂષિત છતાં નિ:સ્પૃહપણે ભવ્યજનોને સદુપદેશ દેતા હોય તે તે અવશ્ય તેમને અસર કરે જ. તથા પ્રકારની રહેણીવગરની કહેણી માત્ર મારી જેવી નમૂલી થઈ જાય છે. મતલબ કે રહેણીની લહેજત ઓર જ છે. ઉપરની સઘળી હકીકત સાધુની જેમ સાધ્વીઓને પણ બહુધા લાગુ પડે છે, એમ સમજી શકનારી મહાસતીઓ (વીરપુત્રીએ)ને તેમના કર્તવ્ય આશ્રી, વધારે શું કહેવું ? પંડિતાઈન ડેળ અને લેકરંજન કરવા માટે જે શ્રમ લેવામાં આવે, તેટલે જ શ્રમ આત્માના કલ્યાણ માટે લેવામાં આવતાં, અજ્ઞાન અંધકાર ટળી ખરી દીવાળી જ થઈ રહેશે. ખરા જ્ઞાની ગુરુ સમીપે વિનય, બહુમાનપૂર્વક શાસ્ત્રશ્રવણ કરી, હંસની જેમ તેમાંથી સાર ગ્રહણ કરી લેનાર ગૃહસ્થને Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ ] શ્રી કપૂરવિજયજી શ્રાવક કહેવાય છે. ખરી અટલ શ્રદ્ધા, ખરા વિવેક અને ખરી કપટ વગરની કરણીવડે જ શ્રાવક વખણાય છે. જેનામાં ખરી શ્રદ્ધા, વિવેક અને આચાર ન જ હાય. તે તા ફક્ત નામના જ શ્રાવક કહેવાય. શ્રાવક યેાગ્ય વ્રત-નિયમેાથી પ્રાણાન્ત પણ નહિ સ્ખલિત થનાર પરમ શ્રાવક કહેવાય છે. આ વાતા શ્રાવિકાને પણ લાગુ પડે છે. આવા સ્વધમી ભાઇબહેના પ્રત્યે અવિહડ પ્રેમ પ્રગટાવવા જોઇએ. ઇતિશમ્ [ જૈ. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૫] વિનય–વશીકરણના અનેક પ્રકાર, આઠ પ્રકારે ગુરુજનાના વિનય કરવા કહ્યો છે— ૧ તેમને આવતાં દેખી ઊભા થઇ જવું, ૨ તેમના સન્મુખ જવું. ૩ બે હાથ જોડી મસ્તક લગાડી નમવુ ૪ બેસવા માટે પેાતાનું આસન આપવું-કવું. ૫ તેઆ બેઠા પછી પાતે બેસવું. ૬ ગુરુમહારાજને વિધિપૂર્વક વદન કરવું. ૭ તેમની ઉચિત સેવા-ભક્તિ કરવી. ૮ તેઓ નિવત્તુ પાછા જાય. ત્યારે તેમને વાળાવવા જ જવું. એ રીતે આઠ પ્રકારના વિનય કરવા. Page #174 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ. | [ ૧૪૩ ] વળી અરિહંતાદિક પૂજ્ય પદોને પંચવિધ અનુકૂળ વિનય કરે કહ્યો છે– ૧ તેમને નિર્દોષ અન્નાનાદિકથી પડિલાવા, સુખશાતા પૂછવી, ઔષધ-ભેષજ વિગેરેની જરૂર જણાય તે અવસરે ગવેષણાપૂર્વક આછું આપવું, વંદન કરવું, વિશ્રામણા (પગે ચાલતાં લાગેલે થાક દૂર કરવા જરૂર જણાય તો ) કરવી, કૃતજ્ઞતાવડે પિતાનાથી બની શકે તે પૂજા-અર્ચના કરવી. ૨ તેમના અપાર ગુણેનું સ્મરણ કરી હૃદયમાં ઉલ્લસિત થવું, ગુણનું બહુમાન કરવું અને બની શકે તેટલું સદ્વર્તનનમ્રતાદિક ધારીને તે તે ગુણોનું અનુકરણ કરવા પ્રયત્ન એવ. ૩ તેમના સગુણાની મુક્તક ઠે પ્રશંસા કરવી, પિત તેવા ગુણોનું સેવન કરવા બનતું લક્ષ રાખવું અને અન્ય જનો પણ એવા ઉત્તમ ગુણ આવા આકર્ષાય તેવી રીતિનીતિ સેવવી. ૪ છઘસ્થતાગે તેમનાથી કંઈ ખલના થઈ જાય, ઉપગની ઓછી જાગૃતિથી કંઈ બોલવાચાલવામાં ભૂલ પડી જાય તો તેથી એક બાળકની જેમ હસવું નહિ, તેમજ તેવી કેઈ નજીવી ભૂલને લઈને મહાશયેની હેલના–નિંદાદિક કરવી કરાવવી નહિ; પણ તેવી ભૂલ જાણે પોતે જોઈ જાણ જ ન હોય તેમ ગંભીરતા આદરી તેમના પ્રત્યેની પ્રેમ-ભક્તિમાં કશી ખામી આવવા દેવી નહિ; એટલું જ નહિ પણ કોઈ અજ્ઞજનો બાળબુદ્ધિથી તેવા મહાશયનું કંઈ છિદ્રાદિક જતા હોય તો તેમને સમજાવી ઠેકાણે પાડવા; પરંતુ તેની ઉપેક્ષા કરી પાપવૃદ્ધિ થવા દેવી નહિ. શક્તિ હોય તો તેને ઉપાય જરૂર કરે. Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ ] શ્રી કપૂરવિજયજી ૫ જેમ જેમ પૂજ્ય જનનું દિલ પ્રસન્ન થાય તેમ સ્વયં વર્તવું, અને અન્ય આજ્ઞાકારી જનને વર્તાવવા. વીતરાગ પરમાત્મા છે તેવી ઉત્તમ દશાને ધારણ કરનારા નિઃસ્પૃહી જેને જે કે માન-અપમાનમાં કે નિંદા-સ્તુતિમાં રાગદ્વેષાદિક વિકારથી લેપતા નથી–સમભાવે રહે છે, તેમ છતાં જે કઈ ભક્તજને શુદ્ધ ભક્તિભાવે તેમને વિનય સાચવે છે તેમને તે કલ્પવૃક્ષની જેમ ફળદાયી નીવડે છે, અને જે કોઈ બાળ-અજ્ઞાન છે તેમને અનાદર કરે છે, હેલના, નિંદા કે મશ્કરી કરે છે અથવા બીજી કોઈ રીતે તેની આશાતના (આજ્ઞા-આશયવિરુદ્ધ) કરે-કરાવે છે તેમને તે અનેક રીતે ઉભય લેકમાં દુ:ખદાયી થાય છે, એમ જાણે તેમનું આરાધન જ યથાશક્તિ કરવું. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૩૨ ] મેલેપાય. વાસ્તવિક સુખપ્રાપ્તિને રાજમાર્ગ. " जत्थ य विसयविरागो, कसायचाओ गुणेसु अणुरागो। किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ॥" જેમાં પાંચે ઈન્દ્રિય સંબંધી (શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ) વિષયસુખથકી વૈરાગ્ય-વિરક્તતા જાગે, ક્રોધાદિક ચારેકષાને ત્યાગ કરવામાં આવે, સગુણ પ્રત્યે પ્રેમ પ્રગટે અને ક્રિયાકાંડ કરવામાં પ્રમાદ રહિતપણે પ્રવર્તવામાં આવે તે Page #176 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ. [ ૧૪૫] ધર્મ, શિવસુખપ્રાપ્તિનો-શાશ્વત એવા મોક્ષસુખમાં ભળવાનો સરલ ઉપાય છે. " सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः" તત્વાર્થ શ્રદ્ધાન, તત્ત્વજ્ઞાન અને તત્ત્વ આચરણ (તત્વરમણતા) એ ત્રણેની સમુદિત સહાયથી શિવસુખ પ્રાપ્ત થઈ શકે છે. એક એક જુદાં-અસહાયી છતાં તે મોક્ષસુખ આપી શકતાં નથી, પરંતુ સાથે મળેલાં એ ત્રણેવડે શાશ્વત સુખ મળે છે. સમ્યગદર્શન-સમ્યક્ત્વવડે આત્માના ગુણોની દઢ પ્રતીતિ થાય છે, એથી સ્વોન્નતિને પાયે નખાય છે. સમ્યજ્ઞાનવડે દર્શનાદિક આત્મગુણોનું યથાર્થ ભાન થવા ઉપરાન્ત તેમાં નિશ્ચળતા થવા પામે છે, અને સદાચરણ-સદ્વર્તન રૂપ ચારિત્રવડે અનેક દોષ-વિકારને વિનાશ થવા ઉપરાન્ત આત્મવિભૂતિ-સુખસંપદા પ્રગટ થાય છે. અપ્રમાદ-પુરુષાર્થ વડે ઉક્ત સકળ ગુણોની રક્ષા અને પુષ્ટિ થવા પામે છે અને છેવટે તેમાં રહેલી અપૂર્ણતા ટળી સંપૂર્ણતા પ્રગટે છે. એ રીતે આત્મવિભૂતિ–આત્મશકિત ખીલવવા ઉક્ત ત્રણે ગુણોનું સેવન કરવા એકબીજાની અપેક્ષા રહેલી છે. એકલું જ્ઞાન તથાપ્રકારની કરણી વગરનું ભૂલું છે, ત્યારે એકલી કિયા તથા પ્રકારના (યથાર્થ ) જ્ઞાન વગરની આંધળી જડ જેવી છે, તેથી જ મેક્ષાથજને ઉક્ત ઉભયનું સાથે જ આરાધના કરવા ઈચ્છે છે. જ્ઞાનસ્થ વિરતિઃ ” એ શાસ્ત્રવચનથી તેનો કાર્યકારણ સંબંધ પ્રતીત થાય છે. જે જ્ઞાન યથાર્થ જ હોય અને તે આત્મામાં રસ ૧૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] શ્રી કપૂરવિજયજી અમૃત રૂપે પરિણમેલ હાય તેા તેથી વૈરાગ્ય-સંયમ-ચારિત્રરૂપ મૂળ કાળે કરી પ્રભવે છે જ, એમ સમજી સુજ્ઞજનાએ ઉભયમાંના એકેના અનાદર કરવા ઘટતા નથી; કેમકે એ ચક્રવડે જ રથ ચાલે છે. ઇતિશમ્ [ રે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૩૩ ] = પ્રશ્નાત્તર રૂપે-ગેય સંવાદ ( લાવણી—સુ સજ્જન સંધ્યા સમયે સેલને સારુ-એ રાગ. ) રમણ—સુણ માંધવ મારા પ્રશ્ન એક છે મારે; છે સર્વ ધર્મ પણ કચે ધર્મ મહુ સારે? સુબુદ્ધિવાહ ! મિત્ર તને છે ધન્ય પ્રશ્ન એ પ્યારા; પૂછ્યાના વખત પણ ધન્ય ધન્ય અવતારા. મેં સાંભળ્યું સદગુરુ મુખે ધર્મ વ્યાખ્યાને; અતિ ન્યાયનીતિ ભરપૂર કહ્યો ભગવાને સ્યાદ્વાદામૃત અનેકાન્ત નયે સુખકારી; તે જૈનધર્મ છે. શ્રેષ્ઠ જાઉં મલિંહારી. જ્યાં દયા સત્ય ઉપયાગ વસ્તુ સ્વસ્વભાવે; છે વિનયમૂળ જેથી શિવસંપત્તિ પાવે. રમણ—કહીએ સુદેવ કાને કઇ મુદ્રાએ ? સુબુદ્ધિ—જિનવર દેવાધિદેવ શાન્તમુદ્રાએ. રમણ—ગુણ કોણ ? Page #178 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૪૭ ] સુબુદ્ધિ-તત્ત્વ અધિગત નિજ પરહિતકારી, રમણ–પ્રભુપૂજા શું ? સુબુદ્ધિ–જિન આજ્ઞા જે શિરધારી રમણુ–પ્રભુ આજ્ઞા શું ? સુબુદ્ધિ–તેહ તો સદગુરુ ભાખે – પાપાવ બંધને ત્યાગ જે આતમ સાખે. વળી દ્રવ્યભાવથી સંવરથી સ્થિર થાતાં, સહુ કમ નિર્જરી સત્વર શિવપુર જાતાં. શ્રોતાઓ–વાહ ધન્ય ધન્ય છે સદગુરુ મુનિ મહારાજા, વ્યાખ્યાન સુણાવી કરે બાળકો તાજા; ભાઈ હવે આપણે નિત્ય વખાણે જઈશું, જિનવાણી ભાવે સુણીને નિર્મળ થઈશું. ( સૂચના ) –ઉપરને સંવાદ દરેક જૈન પાઠશાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને મુખપાઠ કરાવી અર્થ સમજાવે, જેથી ગમત સાથે જ્ઞાન થશે. વળી દરેક પાઠશાળાઓની વાર્ષિક પરીક્ષા થયા પછી થોડા દિવસમાં ઇનામો મેળાવડો વિદ્વાન માણસના પ્રમુખપણ નીચે કરે અને વાર્ષિક આવકજાવકનો રિપોર્ટ બહાર પાડો. ઈનામ વહેંચવા અગાઉ છોકરા છોકરીએને પૂજ્ય મુનિ મહારાજાઓના બનાવેલા બેધદાયક ગાયને અને સંવાદો તૈયાર કરાવેલા હોય તે તે વખતે કરાવવા, જેથી સભામાં છોકરાઓને બોલવાની છુટ થાય, વળી ગમત સાથે જ્ઞાન મળે અને ભણવાનો ઉત્સાહ વધે. બીજા પણ અનેક Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮ ] શ્રી કપૂરવિજયજી લાભે। થાય. આટલું મને અનુભવગમ્ય હાવાથી દરેક પાઠશાળાને લાભ થશે એમ વિચારી લખવું ઉચિત ધાયું છે. ઇતિશમ્ [ જૈ. . પ્ર. પુ. ૩૪, પૃ. ૨૩૪.] સૂક્ત વચનસાર, ૧ ક્રોડા જન્મ પર્યન્ત તીવ્ર તપ તપતાં છતાં જે કર્મના ક્ષય થઈ શક્તા નથી તે કર્મોના ક્ષય સમતાયેાગે એક લહેજામાત્રમાં થઇ જાય છે. ૨ જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમકિત યુક્ત સાધુ શમ-શાન્તિ-ક્ષમાપ્રધાન હાય તા જ ખરું સુખ મેળવી શકે છે. ૩ શક્તિરૂપે સર્વે જીવ સિદ્ધ સમાન છે, તેવા સાક્ષાત્ અનુભવ કરવા જ હાય એટલે પ્રગટપણે સ્વરૂપ-સ્થિતિ પ્રાપ્ત કરવી જ હાય તા ભેદભાવ તજી સર્વને અભેદભાવ જોવા પ્રયત્ન કરવા. 'હું અને મારાપણાનું ” મિથ્યાભિમાન મૂકી દઈ શુદ્ધ જ્ઞાનરૂપ નિજપદમાં જ લીન થવુ. 66 ૪ સદ્ગુણૢાનું સેવન કરવાથી દોષ માત્ર દૂર પલાયન કરી જાય છે. દોષ માત્ર દૂર થવાથી આત્મા સદ્ગુણમય જ બને છે. ૫ સર્વત્ર સદ્ગુણે જ પૂજાય છે; તેથી તેને જ આદર કરવા. ૬ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી જિનેશ્વર દેવની પવિત્ર આજ્ઞાને પ્રાણ સમાન લેખી તેનું પાલન કરવા સાવધાન રહે. નાર ઉત્તમ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી સંઘ ગુણરત્નના ભંડાર હાવાથી પૃથ્વી ઉપર પરમ આધારરૂપ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૪૯] ૭ મહાનુભાવ એવા શ્રી સંઘને જે દ્રત કરે છે તે દુષ્ટભે ખરેખર પિતાને જ દ્રોહ કરે છે, તેને સ્વધર્મદ્રોહી જાણ. ૮ પૂજ્ય જન પ્રત્યે પૂર્ણ વાત્સલ્યભાવ રાખી યથાશક્તિ તેમની સેવા–ભક્તિ કરનાર આ ભવસાગર તરી જાય છે. ૯ વિશાળ લોચન છતાં દીપક વગર અંધકારમાં પડેલી વસ્તુ ઓળખી શકાતી નથી, તેમ ગુણરત્નાકર ગુરુ વગર વિચક્ષણ મનુષ્ય પણ ધર્મ જાણું શકતો નથી. ૧૦ મનથી, વચનથી અને કાયાથી કરેલાં દુષ્ટ કૃત્યેની શુદ્ધિઆલોચના, નિંદા, ગહ કરવાવડે, તેમજ સમ્યગૂ જ્ઞાન યુક્ત કરવડે અને ઉગ્ર તપસ્યાવડે થઈ શકે છે એમ જ્ઞાની કહે છે. ૧૧ મંત્ર, તીર્થ, ગુરુ, દેવ, સ્વાધ્યાય અને ભેષજ વિષે જેની જેવી ભાવના હોય તેને તેવી સિદ્ધિ થઈ શકે છે, તેથી તેમાં અત્યુત્તમ ભાવના રાખવી યુક્ત છે. ૧૨ છ માસ, છ પક્ષ (પખવાડિયા) કે છ દિવસમાં જ ખરેખર અતિ ઉગ્ર પુણ્ય-પાપના ફળ અહીં જ પ્રાપ્ત થાય છે, એમ સમજી અતિ ઉગ્ર પાપબુદ્ધિ સર્વથા તજવી. ૧૩ ચોક્ત સુપાત્ર પ્રત્યે શુદ્ધ-નિર્દોષ વસ્તુનું દાન દેવું એ જ ગૃહસ્થ ધર્મનું શ્રેષ્ઠ ફળ શાસ્ત્રકારે કહેલું છે. ૧૪ અવસરચિત દાન ઉલ્લસિત ભાવે, નિ:સ્વાર્થપણે પ્રિય વચન સાથે દેવાય તે ચિંતામણિ સમાન જાણવું. ૧૫ ગર્વ રહિત જ્ઞાન, ક્ષમાયુક્ત શાર્ય અને ઉદારતા Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૦ ] શ્રી કપૂરવિજયજી ( દાન-વિવેક ) સાથે દ્રવ્યપ્રાપ્તિ એ બધાં ભાગ્યયેાગે જ પ્રાપ્ત થઇ શકે છે. ૧૬ સર્વ આભૂષણેા કરતાં શીલ આભૂષણ શ્રેષ્ઠ-સર્વોત્તમ છે. ૧૭ જોતજોતામાં આયુષ ખૂટી જાય છે, તેટલામાં ચેતી લઈને જો સુકૃત કરણી કરી લેવાય તે જ લેખે છે. અન્યથા અલેખે જાણવી. ૧૮ સ કેાઈ સુખની ચાહના કરે છે, પણ ધર્મસાધન વગર સુખપ્રાપ્તિ થતી નથી. પ્રમાદ તન્મ્યા વગર ધર્મ સાધન થઇ શકતું નથી. ૧૯ અહિંસા-સ્વપર દ્રવ્યભાવપ્રાણની ડહાપણભરી રક્ષા, સંયમ, ઇન્દ્રિયદમન, કષાયત્યાગ, સવ્રત પાલન અને આત્મનિગ્રડુ તથા બાહ્ય અભ્યંતર વિવિધ તપનું સેવન કરવું તે ધર્મનું લક્ષણ છે. ૨૦ શુદ્ધ સ્ફટિક રત્ન સમાન આત્માનું સહજ સ્વાભા વિક સુખ પ્રાપ્ત કરવું એ પરમ ધર્મ ( સાધ્ય ) છે. [ રે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૪૩. ] સહૃદય સજ્જનાને શાસનહિત માટે કઇક કથન, ઉત્તમ સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાને શાસનરથના ધારી જેવા કહ્યા છે. સશક્ત-મળવાન અને આળસ વગરના ધારી એ શાસનરથને કુશળતાથી વહી શકે છે અને અનેક જિજ્ઞાસુ તથા માર્ગાનુસારી ભવ્યાત્માઓને એ શાસનરથમાં Page #182 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [૧૫૧ ] આશ્રય આપી ભવાટવીની પાર પહોંચાડી શકે છે એ નિર્વિવાદ સત્ય છે. સ્વપરના અભ્યદય અર્થે કલ્યાણાથી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાએ પ્રથમ પોતે જ ઉત્તમ પ્રકારના વિચાર, વાણું અને આચારવડે, તત્વાર્થ શ્રદ્ધાના લક્ષણ સમકિતરનવડે, સ્વ સ્વ ઉચિત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પ્રમુખ ઉત્તમ પ્રકારના વ્રત-નિયમોના પાલનવડે, તથા દુર્ગતિદાયી કેધ, માન, માયા અને લેભ અથવા રાગદ્વેષાદિક કષાયોને નિર્મૂળ કરવા ઉત્તમ લક્ષવડે પિતાના આત્માને સશક્ત અને અપ્રમત્ત બનાવી લેવાની જરૂર છે. જે પોતાનામાં જ શિથિલતા અને આળસ વ્યાપી રહ્યાં હોય તો તેથી પ્રથમ પિતાનું જ બગડે છે. એવા શિથિલ અને પ્રમાદી જીવથી અન્યનું હિત શી રીતે થઈ શકે? જે પોતે જ દુ:ખી–દરિદ્રી હોય તે અન્ય જનને કયાંથી સંતેષી (સુખી) કરી શકે ? ગળીયા બળદ રથને વહી પાર પહોંચાડી શકે ? જેમ તે રથને માર્ગમાં જ– અધવચ રાખે છે તેમ સુખશીલ ( શિથિલાચારી) અને આળસુ નિયામક આશ્રી જાણવું. શાસનરથને કશી ઈજા ન આવે અને તેને આશ્રય લેવા ઈચ્છતા ઈતર ભવ્યજનને આનંદ ઉપજે તેવી કુનેહથી શાસનરથ ચલાવવો જોઈએ. અઢાર હજાર શીલાંગ રથના ઘેરી લેખાતા એવા સાધુજનેની ઉત્તમ ફરેજોની જે તેઓ ઉપેક્ષા કરી, શિથિલતાધારી, ગળીયા બળદ જેવા થઈ બેસે તે પછી તેમના ઉપર વિશ્વાસ રાખીને શાસનરથમાં બેસવા ઈચ્છનારાના અને બેઠેલાઓના શા હાલ થાય ? ઉત્તમ શીલાંગરથને વહેવાને જેમણે પ્રતિજ્ઞા જગજાહેર રીતે કરી હોય તેમણે પિતાની પચે ઇન્દ્રિયોને કેટલી બધી કબજે રાખવી જોઈએ ? નિર્મળ શીલ(બ્રહ્મચર્ય )નું સેવન કરવા કેટલું બધું Page #183 -------------------------------------------------------------------------- ________________ કલન ( ઉન રી તેને ચાખવી એ [૧૫] શ્રી કરવિજયજી ઊંડું ભાન હોવું જોઈએ? કેધાદિક કષાનું દલ (ઉમૂલન) કરવા કેટલી બધી કાળજી રાખવી જોઈએ ? અહિંસાદિક ઉત્તમ વ્રત-નિયમે આદરી તેને યથાર્થ નિર્વાહ કરવા કેટલા બધા સાવધાન રહેવું જોઈએ? પવિત્ર પંચાચાર પાળવા કેટલી બધી તત્પરતા જોઈએ ? તેમ જ પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ અષ્ટ પ્રવચનમાતાની સેવા અહેનિશ અતિ વાત્સલ્યભાવે કરવા કેટલી બધી ઉલટ રાખવી જોઈએ ? એકંદર શાસનના ધેરી તરીકે પિતાની જોખમદારી-જવાબદારી બરાબર સમજી, તેમાં કંઈપણ પ્રમાદ-શિથિલતા કે સ્વછંદતા કર્યા વગર અખલિત પ્રયાણ કરવા કેટલી બધી અંતરની લાગણી રાખવી જોઈએ? સારી રીતે પ્રમાદ રહિત શાસનરથને ચલાવનારા સાધુજનો તેમજ ગણપણે શ્રાવકજનો, અન્ય ઉપર કેટલા પ્રભાવ પાડી સ્વપરનું કલ્યાણ કરી શકે ? ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૬૫ ] અત્યારના બારીક સમયે સુજ્ઞ જનોએ શું કરવું જોઇએ ? આપણી આંખ ઠરે એવા થોડાક અપવાદ સિવાય અત્યારે જ્યાં જઈએ અને જોઈએ ત્યાં બાહ્યાડંબર, ડોળડમાક યા બીજાને આંજી દેવાની બાજી રચાતી નજરે પડે છે. બહુધા માર્ગાનુસારીપણાનો માર્ગ ભૂલાઈ ગયો છે, શિષ્ટ સંપ્રદાય વિસારી દેવાયા છે અને જ્યાં ત્યાં આપખુદપણને-સ્વછંદતાને જ દેર પ્રબળ દેખાય છે. પોતાના છતા દોષો ઉઘાડા ન પડે-ઢંકાયા રહે, લેકમાં પૂજા-સત્કાર થાય, તથા પિતાની પ્રતિષ્ઠા જામે Page #184 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૫૩ ] એવા નીચ આશયથી જ કમઅક્કલના નાદાના દંભ ( માયાજાળ ) રચે છે, અને તેમાં અનેક મુગ્ધ જનાને ફસાવી સ્વપરની પાયમાલી કરે છે. શાસ્ત્રકારે ઠીક જ કહ્યું છે કે કેશલેાચ, ભૂમિશયનાદિક કઠણ કરણી કરવી સુલભ છે, પણ દંભ-છળકપટભરી માયાવૃત્તિ તજવી મુશ્કેલ છે. આવા ઘાર અત્યાચાર જ્યાં વ્યાપી રહ્યો હાય અને દાંભિક વૃત્તિથી પેાતાના છતા દાષાને છુપાવવા અને અછતા ગુણ્ણાને જાહેરમાં લાવવા ( જગજાહેર કરવા ) તનતાડ પ્રયત્ન થતા હાય તેવા દાંભિક લેાકેા પાસેથી ખરા ધર્મલાભની આશા શી રીતે રાખી શકાય ? ન જ રાખી શકાય. અન્યત્ર કહેવામાં આવ્યું છે કે—“ યારે જ્યારે ધર્મની પ્રખળ ક્ષતિ-હાનિ થવા પામે છે, ત્યારે ત્યારે કાઈ સમર્થ પુરુષરત્નના જન્મ-અવતાર આ જગત્ ઉપર થાય છે અને તે સમર્થ વ્યક્તિ સ્વશક્તિથી તેના પ્રતિકાર કરે છે.” આવા હડહડતા કલિકાળમાં એવા યુગપ્રધાનના અવતારની ઘણી જ જરૂર છે તેવા યુગપ્રધાન જગતિતળ ઉપર અવતરી દાંભિક જનેાના રાક્ષસી પંજામાંથી ભલા-ભદ્રક જીવાને બચાવ ગમે તે ઉપાયથી કરી શકે. એવા યુગપ્રધાન આ પૃથ્વી ઉપર અવતરી, આપણી આધુનિક સ્થિતિ જોઇ તેમાંથી આપણા ઉદ્ધાર કરવા જે કાઈ ઉપાય લેવા યેાગ્ય ધારે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી અને તેવી શુભ કલ્પના કરી આપણે અત્યારથી જ તેવા લાભદાયક ઉપાયા યેાજી તેને આદર કરવા જોઇએ. ૧ શુદ્ધ દેવ ગુરુ ધર્મને યથાર્થ ઓળખી એકનિષ્ઠાથી કોઇ પણ પ્રકારની લાલચ રાખ્યા વગર તેમને સેવવા જોઇએ. Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૪] શ્રી કર્ખરવિજયજી ૨ કઈ પણ પ્રકારના મિથ્યાત્વકાદવથી ખરડાવું ન જોઈએ. ૩ સ્વપરહિત ચિત્તવન, પરદુઃખભંજન, પરસુખતુષ્ટિ અને પરદેષ–ઉપેક્ષારૂપ ચારે સુંદર ભાવનાને સ્વહૃદયમાં સ્થાન આપી તેને ખીલવવા કચાશ રાખવી ન જોઈએ. ૪ કલેશ-કંકાસ-વેર-ઝેર વિગેરે દરેક શલ્ય દૂર કરવાં જોઈએ. ૫ સર્વત્ર સુખશાતિ પ્રસરે એવી ભાવના સદાદિત રાખવી જોઈએ. ૬ સર્વ કેઈને આપણા આત્મા સમાન લેખવા જોઇએ. ૭ સમાન સંગાથે મૈત્રી, દુ:ખી પ્રત્યે કરુણા, સુખી અને સગુણ પ્રત્યે પ્રેમ–પ્રમોદ અને દેષિત પ્રત્યે ઉપેક્ષા રાખવી ઉચિત છે, તેથી સ્વપરહિતને હાનિ ન થતાં લાભ જ થાય છે. ૮ લાચાર અને અવાચક પશુ-પંખીઓનું રક્ષણ કરવું સારું છે, પરંતુ તેની પણ મર્યાદા હોવી જોઈએ. તેમનું દુ:ખ દૂર થાય અને તે આનંદમાં રહે, પણ સબળ હોય તે નિર્બળને કચરી નાખે એવી અવ્યવસ્થા તો થવી ન જ જોઈએ. ઘણું કરવા કરતાં સુંદર કરવા તરફ લક્ષ્ય રહેવું જોઈએ. દયાને ન્હાને બંદીખાનું નીપજવું ન જોઈએ. ૯ પશુ-પંખી કરતાં મનુષ્ય જીવન અસંખ્ય ગણું કિમતી જાણું તેનું રક્ષણ કરવા, તેને ખીલવવા તન, મન, ધનને પૂરતો અને વધારે ઉપયોગ થ જોઈએ. ૧૦ બીજા નકામાં ખર્ચ સમેટી નાંખી ઉત્તમ પ્રકારની Page #186 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [૧૫૫] કેળવણી પાછળ તેટલે ખર્ચ કરી આપણાં સંતાનોને સાચા હીરા જેવા બનાવવા જોઈએ. ૧૧ સ્વધર્મી ભાઈ–બહેનેનું જીવન સુધારવા દરેક પ્રયત્ન કરે જોઈએ અને તેને જરૂરને દરેક આશ્રય આપ જોઈએ. [જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૬૬.] સમ્યગદષ્ટિ યા સમકિતવંતના ખાસ લક્ષણ ૧ સર્વત્ર ઉચિત કરણ (આચરણ)-જ્યાં જેવા સંયેગમાં જેમ કરવું ઘટે ત્યાં તેવું ઘટતું આચરણ. અઘટિતઅગ્ય-અનુચિત આચરણથી કાપવાદ થવા પામે છે તેથી સમ્યકત્વરૂપ રત્નદીપક જેના હૃદયમાં પ્રગટ્યો હોય તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉચિત જ આચરણ સેવે, જેથી સર્વત્ર અનુદન થવા ઉપરાંત એ ઉચિત માર્ગનું અનુકરણ કરી અન્યજનો પણ સ્વદષ્ટિ નિર્મળ કરે અને એ રીતે એકંદર સમ્યફધર્મની પ્રાપ્તિ, રક્ષા અને શુદ્ધિ થવા પામે. ૨ સગુણાનુરાગ–શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુનાં વચન અનુસારે ગમે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ગમે તે સગુણ હોય અથવા તો સુકૃત હોય તે સર્વનું અનુમોદન કરવામાં આવે-તે જાણુને કે જોઈને પ્રમુદિત (રાજીરાજી) થવામાં આવે. ૩ જિનવચન રતિ-રાગદ્વેષ અને મહાદિક દેષમાત્રથી સર્વથા વર્જિત એવા વીતરાગ સર્વજ્ઞ પ્રભુના આગમ-સિદ્ધાન્ત Page #187 -------------------------------------------------------------------------- ________________ [૧૫૬ ] શ્રી પૂરવિજયજી વચનનું શ્રવણ કરવાની અતિ ઉલટ (ઉત્કટ ઈચ્છા), તેના ઉપર અત્યંત પ્રેમ-ભક્તિ રાગ જાગ અને બની રહે. ૪ અનુકંપાબુદ્ધિ-ગુણહીન-નિર્ગુણ–દષવંત યોગ્યતા વગરના અને નીચ-નિર્દય જીવ ઉપર પણ મનમાં ખેદ કે દ્વેષ નહિ લાવતાં, અનુકંપા બુદ્ધિથી તેમને ઉચિત હિતવચનથી પણ જ્યારે સુધારીને ઠેકાણે પાડવા અશક્ય જ જણાય ત્યારે તેનાથી અળગા રહી, તટસ્થપણે તેનું પણ હિત ઈચ્છી, સ્વકર્તવ્યકર્મમાં સાવધાન થઈ રહેવું. નકામી પરપ્રવૃત્તિ વડે સ્વકર્તવ્યધર્મને વિસારી નહિ દેતાં તેમાં સાવધાન રહેવું, સમતિદષ્ટિનાં એ ચાર લિગો–લક્ષણો કહ્યા છે. વળી તેનાં પાંચ લક્ષણે પણ નીચે મુજબ બતાવ્યાં છે. ૧ અનુકૂળ શમ-ઉપશમ–કોધ, માન, મદાદિકને એવા મંદ કે મર્યાદિત કરી દેવા અને ક્ષમા, મૃદુતા, નમ્રતા, લઘુતાદિક ગુણને ધારણ કરવા કે જેથી અપરાધી જીવનું પણ અણુ હિત કરવા માઠું ચિન્તવન કરવામાં આવે નહિ. કદાચ તેને ઉચિત શિક્ષા કરવામાં આવે તે પણ તેને અંતરંગ હેતુ તેનું કે સમાજનું કે ઉભયનું હિત જ કરવાનું હોય. ૨ સંવેગ-મોક્ષાભિલાષ–દેવ કે માનવમાં અત્યારે ગમે તેવાં દેખાતાં પ્રગટ સુખ હોય પણ તેને છેડે જન્મ–મરણના અનંતા દુઃખ સાથે લાગેલા જ હોય છે, તેથી તેને સુખરૂપ નહિ લેખતાં, તપ જપ સંયમાદિક ધર્મસાધનમાં અત્યારે ગમે તેવું દુખ દેખાતું હોય પણ પરિણામે તેથી સર્વથા જન્મમરણનો ભય ટળી જવારૂપ મોક્ષસુખની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી Page #188 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૫૭ ] તેજ ખરું વાસ્તવિક સુખ છે, એવી સ્પષ્ટ સમજ અને પ્રતીતિ સાથે તેવા સાચા સુખમાં જ ભળી જવાની તીવ્ર ઇચ્છા હાવી. ૩ નિવેદ-ભવવૈરાગ્ય—જન્મમરણાદિકનાં અનંત દુ:ખભયથી આકુળ એવા આ સ`સારમાંથી કઇ રીતે પેાતાના ઉદ્ધાર કરવા સમર્થ સર્વજ્ઞ-વીતરાગધર્મનુ સેવન કરવા તીવ્ર ચાહના. ૪ અનુકંપા— દીન, દુ:ખી, અપગ, અનાધાર, લાચાર, અશક્ત-દુ લ, જીવ ઉપર ઉચિત દયા–કૃપા રાખવી તે દ્રવ્યદયા અને ધહીન, ધર્મ પતિત કે ધમ માર્ગોમાં શિથિલ થતા કે થયેલા ભવ્ય જીવને ધર્મપ્રાપ્તિ થાય, તે ધર્મીમાં દઢનિશ્ચળ મને એવી દરેક પ્રકારની તજવીજ કરવી તે ભાવદયા યથાયાગ્ય દાખવવાથી સ્વપરની ઉન્નતિમાં વધારે થઇ શકે છે. ૫ શ્રદ્દા-આસ્તિકતા—સર્વજ્ઞ--વીતરાગ પરમાત્માના કેવળ હિતકારી વચન ઉપર પૂર્ણ પ્રતીતિ-વિશ્વાસ સાથે દૃઢ રંગ-રાગ બેસવા. એ રીતે સમ્યક્ત્વનાં અથવા સમિકતષ્ટિનાં પાંચ લક્ષણ ખાસ આદરવા ચેાગ્ય કહ્યાં છે. પ્રતિમ. [ જૈન. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૬૭. ] સર્વજ્ઞ—વીતરાગ પ્રભુની આજ્ઞાને પ્રભાવ. “ બાળાગુત્તો સંઘો, ઘેરો ઘુળ ટ્રસંધો ’ પ્રભુ આજ્ઞાની જ બલિહારી ! પ્રભુ આજ્ઞાના યથાશક્તિ કરનાર શ્રી સંધ જ સાચા. પ્રભુની પવિત્ર આજ્ઞાને આદર Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] શ્રી કપૂરવિજયજી સ્વચ્છ દપણે અનાદર કરનારને તેા હાડકાના ઢગલેા જ કહ્યો છે. આજ્ઞા સંબંધી એટલું તેા અવશ્ય લક્ષ્યગત રહેવું જ જોઇએ કે શ્રી જિનેશ્વર દેવે મહામગળકારી અહિંસા ( દયા ), સંયમ ( આત્મનિગ્રહ ) અને તપ લક્ષણ ધર્મ વખાણ્યા છે, તેનું સેવન કરવા સહુ કાઇ ધર્માથી ભવ્ય જનાએ પોતપોતાની શક્તિ અનુસારે મન, વચન, કાયાવડે ઉદ્યમ કરવા જ જોઇએ. જે કોઇ કાર્ય કલ્યાણકારી છતાં પોતાથી સંપૂર્ણતયા અની ન શકે તેા તે કરવા અન્ય અધિકારી જીવને મનતી સહાય કરવી અને જે કોઇ એ કલ્યાણકારી માનું સેવન કરતા હોય તેમનું અનુમેાદન તેા કરવું જ. આ રીતે સન રાખવાથી કાઇપણ અંશે પ્રભુની પવિત્ર આજ્ઞાનું પાલન કર્યું કહેવાય. અહિંસાદિક ઉત્તમ ધર્મનું સેવન કરવુ, કરાવવુ અને અનુમેદનાદિક કદાચ ન જ બની શકે તેા છેવટે તેની નિંદાથી તા સદંતર દૂર રહેવું, કેમકે તેવા પવિત્ર ધર્માંની કે ધીજનાની નિંદા કરવાથી નિંદા કરનાર જનેાની એટલી બધી અધાગિત થાય છે કે તેમાંથી તેના ઉદ્ધાર મહામુશીબતે જ થવા પામે છે. દશ હૃષ્ટાન્ત દુર્લભ માનવ ભવાર્દિક ઉત્તમ ધ સામગ્રી પામીને જે મુગ્ધના તેના કશા લાભ લઇ શકતા નથી અને ઊલટા તેના ગેરઉપયાગ કરીને અધર્મનું સેવન કરે છે, હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ, પરિગ્રહ-મમતા, રાત્રિભાજનાદિક નિષિદ્ધ માર્ગનું સેવન કરે છે, ક્રાધાક્રિક કષાય, રાગદ્વેષાદિક કર્યા જ કરે છે, નિંદા, ચાડી, વિકથા, ક્લેશ-કંકાસાદ્વિક કર્યા જ કરે છે, અન્ય ઉપર અછતા આળ ચઢાવ્યા કરે Page #190 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ | [૧૫૯ ] છે, વિશ્વાસઘાત-છળ-પ્રપંચ-કપટરચના જ કર્યા કરે છે, મુખે મીઠાશ અને હૃદયમાં હળાહળ ઝેર જ રાખ્યા કરે છે, તથા મિથ્યા ભ્રમણામાં જ ભમ્યા કરે છે, તે બાપડા આ બધી અમૂલ્ય સામગ્રીને હારી જઈ પાપ-કર્મવશ અનંત ભવસાગરમાં ડૂબે છે અને અનંતા જન્મમરણાદિકનાં દુ:ખને સહ્યાં કરે છે. તેથી જ પરમાર્થદર્શક શાસ્ત્રકારો પોકારી પોકારીને કહે છે કે વિષયકષાય અને વિકથાદિક પ્રમાદાચરણ તજી, જ્ઞાની સદુગુરુના પડખાં સેવી, વિનયબહુમાનપૂર્વક સાધ સાંભળી, તેને હૃદયમાં ધારી રાખી, હંસની પેઠે વિવેક આદરી, યથાશક્તિ વ્રત-નિયમનું પાલન ઉલ્લસિતભાવે કરી આ અમૂલ્ય તકને સાર્થક–સફળ કરી લેવા ન ચૂકવું એ જ પરમબંધુ પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞાનું આરાધન કરવાનો અમેઘ ઉપાય છે. જેમ કોઈ એક ઉપગારી સુઘના વચનાનુસારે ઔષધનું સેવન કરનાર વ્યાધિવંત માણસ સર્વ વ્યાધિથી મુક્ત થઈ શકે છે, તેમ પરમ ઉપગારી વીતરાગ પ્રભુનાં એકાન્ત હિતકારી વચનોને પૂર્ણ શ્રદ્ધા-રુચિથી સેવનારા ભવ્ય જનો સકળ રાગ, દ્વેષ અને મહાદિક મહારોગથી સર્વથા મુક્ત થઈ પરમ શાન્તિને પામે છે. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૬૯] કામાધતા તજવા હિતોપદેશ. " दिवा पश्यति नो धूकः, काको नक्तं न पश्यति । __ अपूर्वः कोऽपि कामान्धो, दिवा नक्तं न पश्यति ॥" ઘૂવડ દિવસે દેખતું નથી અને કાગડે રાત્રે દેખતે Page #191 -------------------------------------------------------------------------- ________________ [૧૬] શ્રી કપૂરવિજયજી નથી; પણ કામાન્ધ જીવ કેઈ અપૂર્વ અંધ છે કે તે દિવસે કે રાત્રે કયારે પણ દેખતે-દેખી શકતો નથી. તે સદા ય અંધ છે.” “૩ાપવાં કથિત થા, નિદ્રામપંચમઃ | તજ્ઞઃ સંપવાં માળે, ને તેના જસ્થતામ્ ! ” “ઈન્દ્રિયેના વિષયોને તાબે થઈ મનગમતું કરવું તે આપદા પામવાને ધોરી માર્ગ છે, અને તે જ વિષયોને જીતી આપણા કાબૂમાં રાખવા એ સંપદાને માર્ગ છે. એ બે માર્ગમાંથી તમને ગમે તે માર્ગે જાઓ. તમારે સુખી જ થવું હોય તો ઈન્દ્રિયોને વશ કરવા પૂરતું લક્ષ રાખે અને જે દુ:ખી જ થવું હોય તો તમે તેના ગુલામ થઈ રહો.” યાદ રાખો કે ઈન્દ્રિયોના વિષયમાં આસકત થયેલાફસી પડેલા સુશીલતા વગરના છે આ ચાર ગતિરૂપ ઘર સંસારમાં રખડી રખડી ખુવાર થયા કરે છે. જેમ પાંખના બળ વગરના પંખી પોતાની પાંખે છેદાઈ જવાથી ભૂમિ ઉપર પડી જઈ દુઃખી થાય છે, તેમ સુશીલતા વગરના જીની પણ દુર્દશા અનેકધા થાય છે–થયા કરે છે. કિપાકના ફળની જેવા વિષયગ ભેગવતાં સુંદર જણાય છે પણ તે પરિણામે પિતાના પ્રિય (દ્રવ્યભાવ) પ્રાણનો નાશ કરનારા નિવડે છે, એમ સમજી સુજ્ઞ જીવોએ એવા દારુણ દુઃખદાયી વિષયભોગથી વિરમવું ઘટે છે. ઈન્દ્રિયરૂપી ચપળ ઘેડાને જે સારી રીતે નિયંત્રિત કરવામાં ન આવે તો તે દુર્ગતિના માર્ગમાં જીવને ખેંચી જાય છે. ભવભીરુ ભવ્યાત્મા તેને જિનવચનરૂપી લગામથી નિયમમાં રાખે છે–રાખી શકે છે. જ્યાં સુધી જરા Page #192 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ | [ ૧૬૧ ] અવસ્થા આવી ન પહોંચે, વ્યાધિ વૃદ્ધિ ન પામે અને ઈન્દ્રિયબળ ક્ષીણ થઈ ન જાય ત્યાં સુધીમાં ધર્મનું સંસેવન કરી લેવાય એમ છે, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૯૮. ] જન્મ મરણનાં અનંતા દુઃખમાંથી છૂટવા માટે ભવ્યાત્માએ કરવો ઘટતે વિચાર. જન્મતાં અને મરતાં જીવોને અત્યંત દુઃખ થાય છે, તે દુઃખથી સદા ય સંતપ્ત રહેતા હોવાથી તેમને પૂર્વજન્મનું સ્મરણ થઈ શકતું નથી. ” અગ્નિ જેવી તપાવીને લાલચોળ કરેલી તીખી-અણીદાર સોયો એકીસાથે રુંવાડે રુંવાડે ભેંકવાથી જીવને જેટલું દુઃખ થાય તેથી આઠગણું દુ:ખ ગર્ભમાં વસતા ગર્ભવાસીને થાય છે.” ગર્ભથકી બહાર નીકળતાં જીવને માતાની નિરૂપી અંતરડીમાંથી પીલાતાં જે દુઃખ થાય છે તે પૂર્વના દુઃખ કરતાં લાખગણું અથવા કોડાકોડગણું પણ વધારે થાય છે. ” કોઈક ઉત્તમ ગર્ભવાસી જીવ ધર્મશીલ માતા, પિતા કે ગુર્નાદિકના સાનિધ્યથી ધર્મોપદેશને સાંભળી, તેમાં પોતાનું ચિત્ત રંગી નાંખી, તેમાં જ તદ્દગત (એકાગ્ર) બની જઈ (દેવયોગે અલ્પ આયુષ્ય હોવાથી) જે મરણ પામે છે તે તે શુભ ભાવથી દેવગતિમાં ઉપજે અને એથી ઊલટું જે અવધિજ્ઞાનથી ૧૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૨ ] શ્રી કપૂરવિજયજી પારકું બળકટક દેખી પાતે વિપુણા કરીને તેની સંગાતે યુદ્ધ કરે અને તેમાં જ એકાગ્ર બની જાય તે તે ગર્ભમાં જ મરણ પામી, નરક મધ્યે ઉપજી મહાવેદના પામે છે. સુખના અથી સહુ કોઇ જીવ સુખ મેળવવા મથે છે. તેને અમુક વખત સુધી ઊંધે મસ્તકે લટકાઇ રહેવા કઇ લાલચ બતાવવામાં આવે તે પણ તે નાકબૂલ થાય છે, તેમ છતાં મહાઆશ્ચર્યની વાત છે કે દરેક જીવ માતાના ગર્ભમાં પાતપેાતાનાં નિયમિત અવધિ સુધી ઊંધે મસ્તકે એવી રીતે લટકાઇ રહે છે કે જોનારનું હૃદય પત્થર જેવું કઠણ હોય તેમ છતાં પણ તે કરુણાજનક દેખાવ દેખીને મહુધા પીગળી જાય છે. એવાં અનંત દુ:ખથી પચતાં જીવામાંથી કઇ લઘુકમી જીવને પૂર્વ ભવમાં કરી રાખેલા શુભ અભ્યાસનાં મળથી શુભમતિ ( ધર્મ બુદ્ધિ ) જાગે છે, તેા તેનું શુભ પરિણામ તે ભવિષ્યમાં અનુભવે પણ છે. કેટલાક ગર્ભ વાસી જીવા નરક જેવી ગ ની વેદનાથી સૂચ્છિત જેવી દુર્દશા અનુભવતા ગર્ભમાં જ મરણ પામે છે, કેટલાક જન્મતી વખતની વેદનાવડે મરણ પામે છે અને કેટલાક વળી મહાકÈ ચેાનિદ્વારા જન્મ લે છે, પરંતુ ગર્ભવાસમાં જે જે દુઃખ સહેવાં પડ્યાં છે તે બધાં પાછળથી વિસરી જાય છે, અને દશ્ય વસ્તુના મેહમાં પડી મૂંઝાય છે. તથા રાગદ્વેષની ચીકાશવડે આત્માને મિલન કરી ચાર ગતિરૂપ સંસારમાં રઝળે છે. આ સૉંસારચક્રમાં અનેક વખત જન્મ-મરણ કરતાં અનતી પુણ્યરાશિઓવડે મનુષ્યદેહ, આ ક્ષેત્રમાં ઉત્પત્તિ, ઉત્તમ કુળ-જાતિમાં જન્મ, પાંચ ઇન્દ્રિય પરવડા, નિરોગી કાયા, દીર્ઘ આયુષ્ય, હિતાહિત Page #194 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૬૩ ] વિચાર, તત્ત્વરુચિ, સદગુરુનો જોગ, ધર્મ ઉપર શ્રદ્ધા વિગેરે ઉત્તમ સામગ્રી સાંપડે છે. તેને જે પ્રમાદ રહિત લાભ લઈ શકાય છે તો તેની સફળતા થાય છે, અને ભવાન્તરમાં વિશિષ્ટ સામગ્રી મેળવી ઉત્તમ જ્ઞાન અને કરણીની સહાયથી અંતે જન્મમરણના ફેર સર્વથા ટાળી અક્ષય-અનંત સુખ સાથે ભેટ કરી શકાય છે. અન્યથા તો કહ્યું છે કે-મદ (Intoxi– cation ), (944 ( Sensual desires ), 5412 ( Worth arrogance etc. ), Great (Idleness ) 24 19:41 ( False gossips) રૂપ પાંચ પ્રબળ પ્રમાદને વશ પડવાથી જીવની ભારે ખુવારી થવા પામે છે. માદક પદાર્થના સેવનથી જીવ પિતાનું ભાન ભૂલી જઈ કર્તવ્યભ્રષ્ટ થઈ જાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત બની જીવ પરવશ થઈ જઈ મરણાંત કષ્ટ પામે છે. કેધાદિક કષાયથી સંતપ્ત થયેલે જીવ સંસારમાં પરિભ્રમણ કરતા કોઈ સ્થળે શાંતિ પામતો નથી. ૧ પ્રકારાન્તરે પ્રમાદના આઠ પ્રકાર પણ કહ્યા છે, તે જાણીને પરિહરવા યોગ્ય છે. ૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫ ષ, ૬ મતિભ્રંશ ૭ ધર્મ વિષે અનાદર, ૮ મનવચન-કાયાના યોગનું દુપ્રણિધાન. આ આઠ પ્રકાર સમજવા. જ્ઞાનીઓ કહે છે કે ઉગ્ર વિષભક્ષણ કરવું સારું, અગ્નિમાં પ્રવેશ કરવો સારો, શત્રુઓ સાથે વાસ વસવો સારો અને સર્પગંગાતે ક્રીડા કરવી સારી; પણ ધર્મસાધનમાં પ્રમાદ કરો સારો નથી, કેમકે વિષભક્ષણાદિકથી એક વાર મૃત્યુ થાય છે ત્યારે પ્રમાદાચરણથી તો અનંતા જન્મમરણ સંબંધી અપાર દુખ સહન કરવો પડે છે, અરે ! પ્રમાદને વશ પડી જવાથી જ્ઞાની પુરુષોને પણ પાછળથી બહુ સહન કરવું પડે છે. (પ્રમાદપરિહારકુલકે) Page #195 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪ ] શ્રી કપૂરવિજયજી આળસથી જીવને પિતાનું જીવતર પણ કડવું થઈ પડે છે, તેને કયાં ય ગમતું નથી અને નકામાં ગપસપાં મારવાથી અથવા પારકી કુથલી કરવાથી અજ્ઞાની જીવ આત્મસાધનની અમૂલ્ય તક ચૂકી જાય છે. આ રીતે પ્રમાદવશ પ્રાપ્ત થયેલી દુર્લભ સામગ્રી ગુમાવી બેસી, પુણ્ય-ધન રહિત બની, ફરીફરી ભવચકમાં ભટક્તો રહે છે અને અનંત જન્મમરણની વ્યથાઓને પરવશપણે સહન કરે છે. સુણ મદાર+” એ આપ્ત વચનને યાદ રાખી જે સ્વાધીનપણે મન તથા ઈન્દ્રિયોને લગામમાં રાખી આમદમન કરતો રહે છે તેને પરિ. ણામે સર્વ સુખ સ્વાધીન થાય છે, અને સકળ આધિ, વ્યાધિ અને ઉપાધિને યા જન્મમરણનો અંત કરી અંતે અજરામર પદ પણ પ્રાપ્ત થાય છે. કિ બહુના ? ઇતિમ [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૩૦૧. | પરસ્ત્રી અને વેશ્યાગમનથી અનેક અવગુણો તથા દુઃખે ઉત્પન્ન થતા જાણીને તેને તરત ત્યાગ કરવો જોઈએ. ઘરાજા રતાં વિમૂતયા ” પવિત્ર-નિષ્પાપ થવું કે નહિ ગમતું હોય? ” શુદ્ધ સાત્વિક વિચાર, વાણું અને વર્તનનો મહિમા અચિત્ય છે. # શ૮ g૪ મૂવમ્ . શીલ (સદાચાર) એ પરમ ભૂષણ છે.” Page #196 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૬૫ ] રાજપુંસ જેવા સજજને તે સ્વદારાતેષી જ હોય છે અને પરસ્ત્રીને સ્વમાતા સમાન લેખનારા હોય છે. ફક્ત નીતિના અજાણ–ઓછી અક્કલવાળા જ કુળમર્યાદા અને લોકલજજાને ત્યાગ કરી પરસ્ત્રી કે વેશ્યાગમન કરી રાજી થાય છે, પરંતુ પરિણામે રાવણની પેઠે તેમની દુર્દશા જ થાય છે. આ લેકમાં પણ પુષ્કળ અપયશ મેળવી અને જાનમાલની ખુવારી ખમી અંતે અધોગતિ જ પામે છે. કિંપાકના ફળ જેવાં ઉપર ઉપરથી સુંદર–મનોહર પણ ક્ષણિક વિષયસુખમાં મૂંઝાઈ મરનારના અંતે ભારે દુર્દશા થાય છે. મન્મત્ત હાથી જેવા બળવાન યોદ્ધાના પણ એ દુષ્ટ કામરાગથી બૂરા હાલ થાય છે. બજ ખણવી જેમ શરૂઆતમાં મીઠી લાગે છે પણ પરિણામે દુઃખદાયી જ નીવડે છે, તેમ વિષયતૃપ્તિ પણ ક્ષણિક જ સંતોષ આપનાર છે અને પ્રાન્ત દુ:ખદાયી જ છે. બહારના રૂપરંગ જોઈને મૂઢ જનો તેમાં પતંગીઆની જેમ ઝંપલાય છે, પણ અંતે ખુવાર ખુવાર થઈ જાય છે. જ્યારે નરકમાં ધગધગતી લોઢાની પુતળીને આલિંગન કરવા પરમાધામી ફરજ પાડે છે ત્યારે જ મૂર્ણ અને નફટ જીવને પોતાની ભારે ભૂલને માટે પારાવાર પસ્તાવો થાય છે, પણ તેથી વળે શું? ત્યાં કોઈ ત્રાણ, શરણ કે આધારરૂપ થઈ શકતું નથી. કુલટા નારી અથવા કુવેશ્યાના સંગથી થતા પારાવાર દોષો માટે (મનહર છંદની ચાલમાં) કહ્યું છે કે – “કાયાનું સુકૃત જાય, ગાંઠનું ગરથ જાય, સ્વારીને સ્નેહ જાય, રૂપ જાય રંગથી; Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૬ ] શ્રી કપૂરવિજયજી ઉત્તમ સહુ ક જાય, કુળના સહુ ધ જાય, ગુરુજનની શ જાય, કામના ઉમગથી; ગુણાનુરાગ દૂર જાય, ધર્મપ્રીતિ નાશ થાય, રાજથી પ્રતીત જાય, આત્મબુદ્ધિ ભંગથી; જપ જાય તપ જાય, સંતાનાની આશ જાય, શિવપુરના વાસ જાય, વેશ્યાના પ્રસંગથી. ઝ 66 "" પરસ્ત્રીલ પટ જના આ ભવ મીઠા પરભવ કોણે દીઠા ? ” એમ નાસ્તિકની જેમ માનનારા, માતેલા સાંઢની જેમ મેાકળા સ્વચ્છ ંદપણે ફૅ છે. આવા ઉભયલેાકવિરુદ્ધ કૃત્યથી તે પામર જીવા પેાતાના કુળને કલંકિત કરે છે, અને હરાયાં ઢારની જેમ અહીંતહીં ફ્રી, જ્યાં ત્યાં દુનિયાના માર ખાઇ અંતે કમાતે મરીને દુર્ગતિમાં જાય છે. પરપુરુષમાં લુબ્ધ થયેલી કુલટા નારીના પણ એવા જ ારા હાલ થાય છે. કહ્યું છે કે— પાપ અધાયે રે અતિ ઘણાં, સુકૃત સફળ ક્ષય થાય, અબ્રહ્મચારીનુ ચિતવ્યુ', કદી ય સકળ નવ થાય; પાપસ્થાનક ચાથુ` વજ્જુએ, ” એમ સમજીશાણાં ભાઇબહેનાએ સીતા, રાજીમતી, સુદર્શન શેઠ અને સ્થૂળભદ્રની પેઠે બહાદુરીથી બ્રહ્મચર્ય કે શીલરત્નને પોતાના પ્રાણની જેમ યત્નથી સાચવી રાખવુ જોઇએ. જેથી “ મંત્ર ફળે જગ જસ વધે, દેવ કરે રે સાનિધ્ય; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નનિધ પાપસ્થાનક ચાથું વર્લ્ડએ. ” Page #198 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૭ ] ઈત્યાદિક કલ્યાણકારી બોધ પામી કલ્યાણકારી માર્ગે ચાલશે તેમનું અવશ્ય કલ્યાણ થશે. ઈતિશમ. સુષ કિ બહુના ? [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૩૫૮ ] બ્રહ્મચર્ય અથવા સુશીલતા. ચારિત્રના પ્રાણ-જીવન-આધારરૂપ અને શાશ્વતા મેક્ષસુખને અચક મેળવી આપનાર એવા બ્રહ્મચર્યનું જે શુદ્ધ દિલથી સેવન કરે છે તે પવિત્ર આત્મા ઈન્દ્રાદિક દેવવડે પણ પૂજાય છે. બ્રહ્મચર્યના પ્રભાવથી માનવ લાંબા આયુષ્યવાળા, સુંદર આકૃતિવાળા, મજબૂત બાંધાવાળા, પુન્ય પ્રતાપવાળા અને મહાવીર્ય-પરાક્રમવાળા થાય છે, એમ સમજી સુજ્ઞ બંધુઓ અને બહેનોએ ઉત્તમ શીલ-અલંકાર ધારીને સ્વમાનવ દેહની સાર્થકતા કરી લેવા ચૂકવું નહિ. કિ બહુના ? એ ઉત્તમ ગુણના અભ્યાસથી તમે, તમારા સંતાન, કુટુંબ, જ્ઞાતિ અને સંઘ-સમાજ સહુ સુખી થઈ શકશે અને નિર્મળ જ્ઞાન શ્રદ્ધા સહિત શુદ્ધ કરણીવડે આજ્ઞા-ધારક બની પરમ શાન્તિ મેળવી શકશે. ટૂંકાણમાં બ્રહ્મચર્યને મહિમા વર્ણવી ન શકાય એ અપરંપાર છે. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી–એટલે આપણા વિચાર, વાણું અને આચાર શુદ્ધ ઊજળા રાખવા એનું નામ સુશીલતા. ગૃહસ્થ પરસ્ત્રીને પિતાથી માતા, બહેન કે પુત્રી જેવી જ લેખવી જોઈએ, ને બહેનેએ પરપુરુષને પોતાનાં પિતા, બાંધવ Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૮ ] શ્રી કપૂરવિજયજી કે પુત્ર જેવા જ લેખવા જોઈએ, મનથી વચનથી કે કાયાથી એ નિયમનું ઉલ્લંઘન થવું ન જ જોઈએ. જેનાં વિચાર પવિત્ર, જેનાં વચન પવિત્ર અને જેના આચાર પવિત્ર હોય તે આ લોકમાં પણ પુષ્કળ પ્રશંસા પામે છે અને પરલોકમાં પણ સુખી થાય છે. જેનાં વિચાર ખરાબ, જેનાં વચન ખરાબ અને જેના આચાર ખરાબ જ હોય છે તે પામર જીવો આ લેકમાં પણ પુષ્કળ નિંદાપાત્ર બને છે અને પરલોકમાં પણ નીચી ગતિ પામે છે. ક્ષણભરના અસાર વિષયસુખને માટે નરકની અનંતી વેદના સહેવી પડશે. જરા આંખ મીંચીને વિચારી જુઓ કે તે કેમ સહી શકાશે? જુઓ ! એક એક ઈન્દ્રિયની પરવશતાથી પતંગોઆ, ભમરા, માછલાં, હાથીઓ અને હરણઆઓના કેવા બૂરા હાલ થાય છે ? તે પછી પાંચે ઈન્દ્રિયોને પરવશ પડી રહેનારા જીવોના કેવા ભૂંડા હાલ થાય તે વિચાર! જે કઈ પરઆશાના દાસ બને છે તેમને દુનિયામાત્રના દાસ બનવું પડે છે, પરંતુ જે કઈ આશાને મારી કબજે કરી શકે છે તેનું દાસપણું આખી દુનિયા કરે છે. સાર એ છે કે-ઈન્દ્રિયેના ગુલામ થઈ રહેવું તે મહાઆપદાને જ માર્ગ છે અને ઇન્દ્રિયને કબજે કરી રાખવી તે પરમ સુખસંપદાનો માર્ગ છે. તે બેમાંથી તમને પસંદ પડે તે આદરો, પણ ભવિષ્યનો વિચાર જરૂર કરજે, જેથી પરિણામે શાચ ન કરવો પડે અને સુખસંપદા સહેજે આવી મળે. સહુને સુખ ગમે છે–વહાલું લાગે છે, પરંતુ સુખને માર્ગ સેવવાથી જ તે સુખ મળી શકે છે. દુઃખ કેને ગમે છે ? પણ દુઃખને માર્ગ ત્યજવાથી જ તે દુ:ખને અંત આવી શકે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૬૯ ] રાવણ જેવા રાજવી પણ અવળે રસ્તે ચડી જવાથી દુઃખી દુઃખી થઈ અસ્ત પામી ગયા, દુનિયામાં બહુ ફીટકાર પામ્યા અને છેવટે નરકે ગયા, તે ભૂલી નહિ જતાં સહુએ ચેતતા રહેવું જોઈએ. ખરા શીલના પ્રભાવથી સુદર્શન શેઠની શૂળી ભાંગીને સોનાનું સિંહાસન થઈ ગયું, દેવતાઓએ સુગંધી ફૂલેની વૃષ્ટિ કરી, રાજાએ બહુ સત્કાર કર્યો, દુનિયામાં ભારે યશવાદ છે અને છેવટે શુદ્ધ ચારિત્રના પાલનવડે પિતે શાશ્વત સુખ પામ્યા. તેમ સહ ઉત્તમ સ્ત્રીપુરુષ સદા ય સુશીલતા સેવીને પરમ સુખી થવા યત્ન કરો. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૩૫૯ ] જીવદયાના સંબંધમાં અગત્યને ખુલાસે. જીવદયાને પ્રચાર કરવાના કામમાં બને તેટલી કુશળતાનિપુણતા વાપરવા નિમિત્તે પ્રથમ પ્રસંગે પાત સંક્ષેપથી હેતુસર અનેક વાર જણાવવામાં આવેલું છે, પરંતુ તેમાં અમારો આશય જોઈએ એ સ્પષ્ટ થઈ શક્ય ન હોય તે તે બાબત ભવ્યજનેના મનમાં ગેરસમજુતી થતી અટકાવવા અમારે અત્ર ખુલાસો કરે જ જોઈએ, એમ સમજી સ્વપરહિતબુદ્ધિથી આ ખુલાસો કરવામાં આવે છે. જેઓનું હૃદય દયાથી ભીનું હોય, કેમળ–કરુણાળુ હોય તે જ દુ:ખી થતાં-રીબાતાં અને કસાઈના હાથે નિર્દયપણે કપાતા પ્રાણીઓની દયા–અનુકંપા કરી શકે. જ્યાં સુધી આવી દયા-અનુકંપા આપણને વહાલી લાગે છે ત્યાં સુધી જ આપણે Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૦ ] શ્રી કપૂરવિજયજી પવિત્ર ધર્મને લાયક હોઈ જીવદયાપ્રતિપાલક લેખાઈ શકીએ છીએ. આવી જીવદયા આપણે સદા ય સેવવાની અને પવિત્ર પર્વો પ્રસંગે તેને વધારે સેવવામાં આવે તેમ તે અધિકાધિક લાભદાયક થાય છે, એમ સમજી આપણા દયાળુ ભાઈઓ તથા બહેનો પર્યુષણાદિક પર્વ પ્રસંગે અનેક દુઃખી જીને દુઃખમાંથી મુક્ત કરવા તેમને અભયદાન દેવા ઘણા પ્રયત્ન કરે છે અને એમ કરી અનેક દુ:ખી જોને આશ્વાસન અને અભયદાન આપી શકે છે. આ પ્રવાહને રોકવા અમે ઈચ્છતા જ નથી, પરંતુ તે અધિક ડહાપણ સાથે જોશથી ઘટતી દિશામાં ઘટે તેમ કરવા અમારા દયાળુ બંધુ અને બહેનોનું કંઈક લક્ષ ખેંચવા વખતોવખત બે બોલ કહી વિરમીએ છીએ. નિર્દય સ્વભાવના હલકી વૃત્તિવાળા નચ લેકે કઈક વખત નિરપરાધી પશુ-પંખીઓને ઘાતકી રીતે પકડી પાડી, દયાળુ લેકેની દયાની લાગણી ઉશ્કેરાય તેમ તેમની નજર આગળ રાખી, પૈસા આપી તેમને છોડાવવાનું કહેતા હોય છે અને તે દુઃખમાં રબાતાં દેખી પુષ્કળ પૈસા આપી દયાળુ લોકો તેમને છોડાવે પણ છે. આવા અનેક દુઃખોથી પશુ-પંખીઓને સર્વથા દુઃખમુક્ત કરવા માટે કોઈ પૈસા આપી છેડાવે ત્યારે બીજે કોઈ સહૃદય કાયદા જાણનાર હોય તો તે તેવા નિર્દય કામ કરનારને મુદ્દામાલ સાથે પોલિસ સન્મુખ હાજર કરાવી ફરી બીજી વાર તેવું દૂર કામ કદાપિ ન કરે એવી શિક્ષા તેને અપાવે કે જેથી ભવિષ્યમાં અનેક જીના પ્રાણ બચે. વળી કઈ એક ખાટક(કસાઈ)ને પૈસા આપી બને તેટલા જાનવર છોડાવે ત્યારે બીજે કઈ પરમાર્થદશી હોય Page #202 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૭૧ ] તે તેટલા પૈસામાં કઇક જાનવરોને કસાઇના હાથે જતા જ અટકાવી દેવા, અથવા માંસ દારુ પ્રમુખ દુર્વ્ય સન સેવનારને તે તે દ્રુ સનથી થતું પારાવાર નુકશાન યથાર્થ સમજાવી તેમને સન્માર્ગ ગામી કરવા નિમિત્તે ઉદારતાથી દ્રવ્યનેા જાતે વ્યય કરે. અથવા એવાં પરમાર્થ નાં કામ કરનારી પ્રસિદ્ધ સંસ્થાએને બનતી સહાય કરી તેમનાં કામમાં બનતુ ઉત્તેજન આપે. સર્વ કરતાં ચઢિયાતી માનવયાને તે ન જ વિસારે, એટલે તેને સાચા પ્રેમથી સહુ કરતાં અધિક સેવે. બસ એટલું જ આપણે ઇચ્છીશુ. ઇતિશમ. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૩૭ ] ચાર પ્રકારની જીવજાતિને આળખી, સુખના અર્થા જનાએ તેમાંથી લેવા યાગ્ય ડા. ‘ જેવું ઈચ્છે પારકું, તેવું નિજનું હાય. ” (. વૃક્ષ વૃષભ ને વ્યાઘ્ર વ્યાળ, એ ચારા જીવ જાત; સાધુ સજ્જન સ્વાથી નીચ, એહી જગવ્યવહાર ” ભાવાર્થ :-૧. સંત-સાધુપુરુષા વૃક્ષ જેવા ઉપકારક હોય છે. વૃક્ષને કાઇ છેદે, ભેદે, ખાળે તેમ છતાં તે તેા પેાતાના સ્વભાવ મુજબ અન્યને ફળ, ફૂલ, શીતળ છાયાદિક આપી સતે।ષે છે, તેમ સાધુજનાને કોઇ ઉપસર્ગાદિક કરે તેા પણ તેએ નિષ્કા રણુ બધુ સમાન હાઇ અનેકધા અન્યનું હિત જ કર્યા કરે છે. ૨. સજ્જને વૃષભ સમાન કહ્યા છે. વૃષભને જોઇતા ચારા પાણી મળે એટલે તેમાં સંતેષ રાખી પાતાથી અને તેટલેા ધણીના ભાર શાંતિથી વહ્યા જ કરે છે, તેવી રીતે Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૨ ] શ્રી કપૂરવિજયજી સજ્જને પ્રાપ્તસ્થિતિમાં સતાષ રાખી બની શકે તેટલું સ્વપરહિત નિજ કન્ય સમજીને શાન્તિથી કર્યો કરે છે. તે કંઇ બીજાના વાદ્ય જોવા રહેતા નથી. અન્ય જના નિંદા કરે કે પ્રશ ંસા કરેા, માન આપે! કે અપમાન કરે; પરંતુ સનેને સંતાપે તે પણ તે કંટાળતા નથી; કિંતુ સુત્ર ની જેમ અધિકાધિક શુદ્ધતા ધારણ કરી સ્વપરહિત કર્યાં જ કરે છે. ૩ સ્વાથીજને વ્યાઘ્ર જેવા વિષમ–ભયંકર કહ્યા છે. એટલે કે સ્વાથીજના પેાતાના સ્વાર્થ સાધવા માટે બીજાનું બગાડવામાં કઇ પણ ખંચાતા નથી. પેાતાના સ્વા આડા આવતા ન હોય તાજ અને ત્યારે જ તે સીધા રહે છે-કેાઇને કનડગત કરતા નથી. ૪ નીચ-દુના ન્યાલ-સર્પ જેવા સ્વભાવે જ વક્ર-કુટિલ કહ્યા છે. જેમ સર્પને દૂધ પાઇને ઉછેર્યા હાય તા પણ તેમાં કેવળ વિષની જ વૃદ્ધિ થાય છે અને અનિષ્ટ પરિણામ જ આવે છે. તેમ સ્વભાવેજ પરદ્નાહ કરનારા નીચ લેાકેાને ગમે તેટલા માનપાનથી નવાજ્યા હાય તા પણ તે તેા પેાતાના જાતિસ્વભાવ પ્રમાણે ઊલટા અનર્થ જ ઉપજાવે છે, એમ સમજી શાણા માણસોએ એવા દુષ્ટ સ્વભાવના નીચ જનાને પુષ્ટિ મળે એવુ કશુ કરવું જ નહિ. તેમની સેખત પણ કરવી નહિ. તેમના ઉપર હેત રાખવાથી તેમનાં નબળા કામને ઉત્તેજન મળે છે. તેમનાથી અળગા તટસ્થ રહીને બની શકે તેટલુ સ્વપરહિત કરવા ઊજમાળ રહેવું એ જ ઉચિત છે. સાધુસંત તથા સજ્જનાની સાખત સદા ય કવ્ય છે. [ જૈ. . પ્ર. પુ. ૩૫, પૃ. ૧૭૬ ] Page #204 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૭૩ ] જૈન તેમજ જૈનેતર દયાળુ જનેએ લક્ષમાં રાખવા યેગ્ય કિંમતી સૂચનાઓ. આખી પૃથ્વીને દાન કરતાં એક જીવને જીવિતદાન દેવું વધારે કિંમતી છે. જ્ઞાનદાન–વિદ્યાદાન વળી એથી ચઢિયાતું છે, કેમ કે તેથી જીવિત ઉન્નત બને છે. સ્વપુત્રપુગ્યાદિક સંતતિને અભણ રાખનાર માતાપિતાદિક વડીલે શત્રુ સમાન છે. જેમણે કેળવણીને સ્વાદ લીધે નથી તે તેની મીઠાશ શી રીતે જાણી કે પિછાણી શકે ? અત્યારે જે પુત્રપુચાદિક રૂપે દેખાતાં હોય છે તે વખત જતાં પિતામાતા બની જાય છે. તે વખતે પ્રથમથી કેળવાયેલ પિતા દશ શિક્ષકની અને કેળવાયેલી શાણી માતા સો શિક્ષકની ગરજ સારે છે, તેમ છતાં કેળવણી તરફ પૂરતું લક્ષ કયાં દેવાય છે? ગમે તે બાબતનું અધરું શિક્ષણ બહુધા નુકશાનકારક નીવડે છે, એમ સમજી એક પણ ઉપયોગી બાબતનું બનતા સુધી સંપૂર્ણ સંગીન શિક્ષણ જ આપવા પ્રબંધ કરવો જોઈએ. સે અઘરા શિક્ષણ કરતાં એક સંપૂર્ણ શિક્ષણ જ સારું. જે માતાપિતાદિકમાં કેળવણીની ગંધ સરખી ન હોય તો તે બાળકોમાં કયાંથી આવી શકે ? બાળકને શરૂઆતમાં તે માતાપિતાના ઉસંગમાં જ રમવાનું હોય છે. જે માતાપિતા પોતે કેળવાયેલા હોય તે તેનો લાભ બાળકોને સહેજમાં આપી શકે. શરીરનું આરોગ્ય સારી રીતે સચવાય એવા નિયમનું પાલન કરી જાતે અનુભવ મેળવ્યું હોય એવા માતાપિતાદિક વડીલે તરફથી જ બાળકોના આરોગ્ય સાચવવાની રુડી આશા રાખી શકાય, પણ તેમાં બેદરકાર રહેનાર તરફથી તેવી આશા રાખવી વ્યર્થ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૪ ] શ્રી કપૂરવિજયજી નીતિના રુડા નિયમો બરાબર સમજી જેમણે વર્તનમાં ઉતાર્યા હોય તેવાં માતાપિતાદિક વડીલો તરફથી જ બાળક ઉપર બચપણથી નીતિના રુડા સંસ્કાર પડવાની સારી આશા રાખી શકાય, અન્યથા તેવી આશા રાખવી ફેગટ જ છે. શ્રદ્ધા, ભક્તિ, ક્ષમા, મૃદુતા, કોમળતા, સરલતા, સંતોષ, ચિત્તપ્રસજતા અને ગાંભીર્યાદિક દિવ્ય ગુણે વડે જેમણે પિતનાં હૃદયને પવિત્ર કર્યું હોય એવા માતપિતાદિક વડીલજનો તરફથી જ પિતાના વહાલાં બાળકને તે ઉત્તમ વાર મળવાની આશા રાખી શકાય, તે સિવાય તેવી આશા રાખવી નકામી જાણવી. બાળકોને બચપણમાં કેળવણીના જેવા સંસ્કાર પડે છે તેવા ભાગ્યેજ પાછળથી પડી શકે છે. શાણ અને ખંતીલે માળી ગ્ય કેળવણીથી બાગ-બગીચાને સંભાળી ઉછેરે છે તો તેમાંથી જેમ મનમાન્યાં મીઠાં –મધુરા અને સુગંધી ફળફળાદિક નીપજાવી શકે છે તેમ શાણા અને સુઘડ હશીલા માતપિતાદિક ધારે તે પિતાના સંતાનોને સદ્ગણશાળી બનાવી શકે અને સ્વપર અનેક ભવ્યાત્માઓને એ રીતે કલ્યાણ સાધવામાં મદદગાર બની શકે. [ જે. ધ. પ્ર. પુ. ૩૫, પૃ. ૧૭૭ એક સુજ્ઞના અંતાકરણના ઉદ્દગારો. ૧ સર્વ જીવો સુખી થાઓ. ૨ સર્વે જીવો આનંદમાં રહો. ૩ પરસ્પરની ઇર્ષા ન કરે. ૪ અદેખાઈ ન કરો. Page #206 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૭૫ ] પ એક બીજાનું ભલું ઈચ્છો. ૬ સોના સારામાં રાજી રહે. ૭ કેઈને પણ સુખી દેખીને પ્રસન્ન થાઓ. ૮ દુ:ખી દેખીને દિલમાં દુઃખી થાઓ. ૯ કઈ જીવ પાપ ન કરે. ૧૦ પાપથી દૂર રહે. ૧૧ પાપ એ શબ્દ જ અનીષ્ટ છે, તેના ફળ કડવાં છે. ૧૨ પાપ બાંધતી વખત ખબર પડતી નથી, પણ તેનાં ફળ ભગવતી વખતે બહુ અનિષ્ટ લાગે છે. ૧૩ ઉત્તમ મનુષ્ય તે જ કે જે પ્રથમથી ચેતે. ૧૪ મધ્ય પુરુષ તે કે જે દુઃખ પડે ત્યારે ચેતે. ૧૫ અધમ મનુષ્ય તે કે જે દુ:ખ પડ્યાં છતાં તે ને તે જ રહે-ચેતે નહીં. ૧૬ કેઈની ઉપર કોધ ન કરે, ક્રોધ કરો તે પોતાની ઉપર કરે, પિતાના દુર્ગણ ઉપર કરે. ૧૭ પોતાના દુર્ગુણ જેઈને શરમાઓ. ૧૮ જગતમાં સદ્દગુણની જ શોભા છે. ૧૯ જગતમાં સદ્દગુણી જ સર્વત્ર માન પામે છે. ૨૦ અભિમાન કેઈ પણ બાબતનું ન કરે. ૨૧ લક્ષમી ગમે તેટલી મળે તે પણ ફુલાએ નહિ. ૨૨ તમારી જેવા અને તમારાથી અધિક અનેક લક્ષ્મીવંતને જુઓ. તેના સામી દષ્ટિ કરે, નિર્ધન તરફ જોશે નહિં. Page #207 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૬ ]. શ્રી Íરવિજયજી ૨૩ નિર્ધન તરફ દયા કરે, તેને સહાય આપે, તેને ઊંચા લાવ, તમારી જેવા થાય એમ ઈચ્છો. ૨૪ વધારે ભણ્યા છે તે તેનું અભિમાન ન કરો. ૨૫ જગતમાં અભિમાનીની કિંમત બહુ અલ્પ થાય છે. ૨૬ અભિમાન એ વિદ્યાનું અજીર્ણ છે. ૨૭ તમારે યશવાદ બોલાતે હોય તો તેથી પણ કુલાઈ ન જશે. ૨૮ આજ જશ બોલનારા કાલે જ પાછા અપજશ બોલશે. ૨૯ જશને જાળવી રાખવાને પ્રયત્ન કરે. ૩૦ મળે જશ ચાલ્યા જતાં વાર લાગતી નથી, તેને માટે સદા સાવધાન રહે. - ૩૧ તમારી કરતાં વધારે ઉત્તમ કાર્ય કરનારા અને જેઓ મૃત્યુ પામી ગયા છતાં પણ અદ્યાપિ જેને યશ બોલાતો હોય તેના તરફ દષ્ટિ કરે. ૩૨ નીચી નજર તો કરશે જ નહિ. ૩૩ નીચી નજર તો નીચે જવું હાય-નીચા થવું હોય તે રાખે. ૩૪ સરલ હૃદયના રહા, કપટ ન કરે. ૩૫ માયાવીને જગત ઓળખી કાઢે છે. ૩૬ જગત પાસે કોઈ છાનું રહી શકતું નથી. ૩૭ સરલતા જેવું સુખ નથી. ૩૮ સરલ મનુષ્યને જગત બધું વિશ્વાસ કરે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૭૭ ] ૩૯ માયાવીથી ઠગાવાને સર્વને ભય રહે છે–લાગે છે. ૪૦ અતિલોભી ન થાઓ. ૪૧ લોભ પાપનું મૂળ છે. કર પાપને બાપ લેભ છે. ૪૩ સર્વ પ્રકારના પાપ લેભમાંથી ઉદભવે છે. ૪૪ લેભી ન કરે એવું એક પણ પાપ નથી. ૪૫ કામાંધ, કધાંધની જેમ લોભી પણ લેભાંધ કહેવાય છે, તેની આંખો મીંચાઈ જાય છે. ૪૬ પહેલાં જે રકમ બહુ મોટી લાગતી હોય છે તે પિતાને મળ્યા પછી નાની લાગે છે. ૪૭ અનેક પ્રકારના પાપસ્થાનકે સેવાય ત્યારે જ લક્ષ્મી મળે છે, એટલું જ નહિ પણ મળેલી લક્ષ્મી અનેક પ્રકારના પાપ કરવા પ્રેરે છે. ૪૮ લકમી સ્થિર રહી શકતી નથી. ૪૯ લક્ષ્મીને સ્થિર રાખવાનો ઉપાય એક માત્ર ધર્મ છે, છતાં લોભી મનુષ્ય તેને પાપકર્મમાં ઉપયોગ કરીને–પાપવ્યાપાર કરીને–મોટા આરંભસમારંભના કામો આદરીને તેને સ્થિર કરવાને–વધારવાને પ્રયાસ કરે છે. ૫૦ લેભી મનુષ્ય લક્ષમી વધારવા તરફ જ દષ્ટિ કરે છે, પણ પિતાનું પુણ્ય ખવાતું જાય છે તે તરફ દષ્ટિ કરતો નથી. ૫૧ કુપથ્ય કરીને આરોગ્ય મેળવવા જે લેભીને Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૮ ] શ્રી કરવિજયજી પ્રયત્ન છે, પરંતુ કુપચ્ચ કરવાથી અનાગ્ય વધે છે તે તરફ તેની દષ્ટિ જતી નથી. પર લક્ષમી વધવાથી વિષયબુદ્ધિ વૃદ્ધિ પામે છે. પક લક્ષ્મી વધવાથી પાપના કાર્ય વધવા માંડે છે. ૫૪ લક્ષ્મી વધવાથી નવી સ્ત્રી પરણવા ઈચ્છા થાય છે. ૫૫ લક્ષમી વધવાથી નવા કારખાનાં કાઢવામાં પ્રવર્તે છે. પ૬ લક્ષ્મી વધવાથી વિષયના સાધનો વધારે જોડે છે. પ૭ લક્ષ્મી વધવાથી વધારે વધારે વિષયે સેવે છે અને તેને પરિણામે વધારે કર્મબંધ કરે છે. ૫૮ લક્ષ્મી વધવાથી પ્રથમાવસ્થામાં લીધેલા નિયમને ભૂલી જાય છે, નિયમોને લેપ પણ કરે છે. ભવભીનું આ લક્ષણ નથી. ૫૯ ભવભીરુ છે તો જેમ બને તેમ પાપથી ન્યારા થવા–ભવભ્રમણ ઘટે તેમ કરવા પ્રયાસ કરે છે. ૬૦ ઉત્તમ છે ઉપરના વાક્ય વાંચી બની શકે તેટલાને સ્વીકાર કરશે, એમ ઈછી હાલ તે વિરમું છું. ઈતિશમ [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૧૭] આપણી સમાજમાં અરસપરસ સહાનુભૂતિ દાખવવાની અનિવાર્ય જરૂર. આનંદને વિષય છે કે જૈન સમાજમાં પરાપૂર્વથી સાધમવાત્સલ્ય–સાધમીજને પ્રત્યે વાત્સલ્ય-ભક્તિ કરવાની રીતિ ચાલી આવે છે. કાળક્રમથી જે કે તેની અસલ Page #210 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૭૯ ] રીતિ-નીતિમાં મોટો તફાવત પડેલે જણાય છે, તો પણ અદ્યાપિ તે પ્રથા ચાલુ રહેલી છે. સમય-સ્થિતિ જોઈ વિચારી ચાલનાર સુજ્ઞ ભાઈબહેને તેને યથાયોગ્ય લાભ લઈ શકે એમ છે. આપણામાં અત્યારે મોટામાં મોટી ભૂલ એ જોવામાં આવે છે કે આપણે કાંઈ સારું જાણ્યું–સાંભળ્યું તો તે ગુણ પ્રમાણમાં સારામાં સારે કરવાની કાળજી રાખવાને બદલે સંખ્યા-પ્રમાણમાં વધારેમાં વધારે કરવા ઈચ્છા રાખીએ છીએ, અને એના પરિણામે આપણે આપણા કાર્ય–કર્તવ્યને મૂળ આશય લગભગ વિસરી જઈએ છીએ, અથવા એ તરફ દુર્લક્ષ કરીએ છીએ. સંખ્યા પ્રમાણમાં નાની છતાં ગુણમાં મેટું ( સાચા હીરા-રત્ન-મોતી જેવું ) અણમોલું કામ કરવાને બદલે કેવળ સંખ્યા-પ્રમાણમાં મોટું કામ કરવા જતાં તે પ્રાયે અસાર-સારસર્વ રહિત-નિરસ બની જાય છે, તેમ થવા ન પામે એટલા માટે દરેક કર્તવ્ય કર્મ કરતાં યથાયોગ્ય વિવેક આદરવાની ખાસ જરૂર છે. ગુણમાં વધારે સારો વધારે કરવાની ઇચ્છા-સ્પર્ધા પસંદ કરવા જેવી છે, પણ સંખ્યા-પ્રમાણમાં જ વધારે આડંબરભર્યો ડોળ કરવા જતાં તો નિર્દિષ્ટ ( કરવા ધારેલા) કર્તવ્ય કર્મની ખરી મજા-લહેજત-ખૂબીને લગભગ લેપ થઈ જાય છે. બહુધા અત્યારે જે યાત્રા, પૂજ, પ્રતિક્રમણ, સામાયિક, પૈષધાદિક સામાન્ય ક્રિયાઓ પ્રવર્તે છે, તેમાં એવું જ દષ્ટિગત થાય છે. યથાર્થ વિધિના જાણ અને અંતર લક્ષ ( ઉપયોગ ) સહિત યથાવિધિ યથાયોગ્ય કર્તવ્યને જાતે કરનાર તેમજ અન્ય યોગ્ય જનોને તે શાસ્ત્રોક્ત આચારને ઉપદેશનારા બહુ જ વિરલા જણાય છે. બહુ મોટે ભાગે ગતાનુગતિ પણે ચાલનારે અને તેની પુષ્ટિ કરનારે લાગે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] શ્રી કÉરવિજયજી એટલે વર્તમાન શાસનવતી સંઘ-સમાજની સ્થિતિ સંતોષકારક નથી, તેને સુધારવા થોડા પણ સમર્થ શાસન રસિકે ખરા જીગરથી એકતા સાધી પ્રયત્ન કરે તો તે કદાચ કંઈક કંઈક સુધરવા આશા રહે, પરંતુ તે શ્રેષ્ઠ સ્વપર એકાન્ત હિતકારક પ્રયત્ન કરવાનું અત્યારે બાજુએ રાખી, કેવળ અણછાજતી રીતે એક બીજા ઉપર અંગત આક્ષેપાદિક કરી, વ્યર્થ સ્વવર્યાદિકને ક્ષય કરવામાં આવે છે, જેથી અનેક ભવ્ય જનોનાં મન દુભાય છે, કંઇકને અતિભ્રમ થાય છે, મુગ્ધજનમાં તેમજ પંડિતજનમાં હાંસીપાત્ર તથા ટીકાપાત્ર થવાય છે, સંઘશક્તિને હાર થતું જાય છે અને આ બુદ્ધિવાદના જમાનામાં તત્ત્વજિજ્ઞાસુઓને યથાર્થ રીતે સર્વજ્ઞ વીતરાગપ્રણીત તત્ત્વ સમજાવી શુદ્ધ તત્ત્વરસિક અને શાસનરસિક બનાવવાની અમૂલ્ય તક ગુમાવાય છે. આ દુ:ખદાયક ભયંકર સ્થિતિ કઈ રીતે પસંદ કરવા જેવી છે. નથી જ, તો પછી તેને સંકોચ રહિત કેમ ચાલવા દેવામાં આવે છે? અથવા તે તરફ કેમ ઉપેક્ષા કરવામાં આવે છે ? જેમને જેનસમાજની તેમજ શાસનની કંઈ પણ સેવા કરવા ઇચ્છા જ હોય તેવા આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તક તથા પંન્યાસાદિક સાધુઓ તેમ જ સાધ્વીઓ માટે વિશાળ કર્તવ્ય ક્ષેત્ર રહેલું છે. પૂર્વે થયેલા પરમ પ્રભાવશાળી નિર્મળ ચારિત્રસંપન્ન સગુણાનુરાગી અને પવિત્ર શાસનરસિક ભાવાચાર્યાદિકોએ કેવી અને કેટલી ખંતભરી લાગણીઓથી ધીરજ અને એકતા સાધીને શાસનસેવા અને સંઘ-સમાજસેવા કરી હતી, તેનું બારિકાઇથી અવલોકન કરી, હંસની પેઠે સારતત્વ આદરવાના અથી સાધુઓએ આ સમાજની ચાલુ દુ:ખજનક સ્થિતિ સુધારવા અને તેને ઉત્ત Page #212 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૮૧ ] મનાવી પવિત્ર શાસનસેવાના લાભ લેવા કેવા માર્ગ લેવા જોઇએ તે વગર વલખે વિચારવુ જોઇએ, અને તુચ્છ અંગત સ્વાર્થ તજી, એકતા સાધી, ખંત અને ધીરજ ધરી નિીત માર્ગે સવેળા પ્રયાણ કરવું જોઇએ. કષાયની ત્રણ ચેાકડીએ જીતવાથી જેમને ચારિત્ર પ્રાપ્ત થયું હોય છે એવા સાધુઓમાં ભારે મેટા દરજ્જો ધરાવનારા આચાર્યાદિકાએ કાર્ય –વિઘાતક માનને તજી, જ્યાં મતભેદ હાય ત્યાં શાન્તિથી ધર્મચર્ચાવડે સમાધાન કરી લઇ, આપસઆપસમાં એકતા સાધી સ્વપર ઉન્નતિસાધક પવિત્ર શાસનની સેવા નિ:સ્વાર્થ પણે કરીને સ્વ સ્વ ઉચ્ચ પદવીને સાર્થક કરી લેવી જોઇએ. અન્ય અનેક સમાજો કરતાં આપણી જૈનસમાજ અત્યારે વિદ્યા-કેળવણી વિગેરે ઉન્નતિસાધક વિષયામાં બહુ જ પાછળ પડી ગયેલી છે, તેના વાસ્તવિક ઉદ્વાર કરવા કેડ કસવી જોઇએ. તેમાં બીજા સહૃદય સેવારસિક સાધુ-સાધ્વીએ તથા શ્રાવક-શ્રાવિકાઓએ અનુમેદનપૂર્વક બનતી પુષ્ટિ આપવી જોઇએ. શાન્ત મગજ રાખી, પ્રસગ મેળવી, સાથે મળી, એક બીજાએએ વિચારની આપલે કરી, એક બીજાના આશયની ઉદારતા જાણી–ાઝી, પ્રથમ તામસ વૃત્તિથી બાંધેલા સાંકડા વિચારો વિસારી મૂકી, શુદ્ધ નિષ્ઠાથી સ્વાચિત કાર્ય કરવા લાગી જવું જોઇએ. એમ નહિ કરવાથી દિનપ્રતિદિન ઉજ્જૂ ખલતા વધવાના અને સમાજની સ્થિતિ વધારે કફોડી થવાના ભય રહે છે, કેમકે સમાજના મેટે ભાગ અભણ-અણુકેળવાયેલ છે. તેને જો એકસ’પીથી ( એકમતે ) સાચા ઉન્નતિના માર્ગ ઉપદેશક સાધુએ તરફથી બતાવવામાં આવે તેા જ તે તેવા સાચા માર્ગે સહેજે વળી શકે, અન્યથા મતભેદથી જુદા જુદા ઉપદેશક સાધુએ તરફથી Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૨ ] શ્રી કપૂરવિજયજી જુદે જુદે મનઃકલ્પિત માર્ગ સૂચવાતાં તેમને મતિભ્રમ થાય અથવા તો તેઓ મનગમતો જ માર્ગ આદરી બેસે. વળી સમાજની આંતરિક સ્થિતિ સુધારવા અનેક હાનિકારક રિવાજે નાબુદ કરવા માટે સહુ ઉપદેશક સાધુમંડળીએ એક મતે જેશભરી ભાષામાં સમાજના નેતાઓના દિલ ઉપર સચોટ વાત ઠસાવાની જરૂર છે. અત્યારે સમાજની આંતરસ્થિતિ સુધારવા ઉપદેશક સાધુસાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓએ ખૂબ જાગ્રત થવાની જરૂર છે. એમ કરવાથી કેટલાએક અંતરને બગાડો દૂર થઈ જવા સંભવ છે. જ્યાં સુધી સમાજમાંનો સડો દૂર ન થાય, તે દૂર કરવા તનતોડ પ્રયત્ન ન થાય ત્યાંસુધી ગમે તેવી સારી બુદ્ધિથી ધર્મની પ્રભાવના નિમિત્તે કાંઈક ઉપદેશકની પ્રેરણાથી કે શ્રાવકોની પોતાની તેવી ઇચ્છાથી થતાં ઓચ્છવ મહારછવ કે સંઘજમણાદિકથી ધારે લાભ મળવો મુશ્કેલ છે. અંતરનું શલ્ય કાત્યા વગરનો ઉપચાર શા કામનો ? તેથી જ દીર્ધદષ્ટિવાળા સુબુદ્ધિવ તો અંતરના શલ્યને જેમ બને તેમ જલદી ઉદ્ધાર કરવાનું પસંદ કરે છે, ઉપદેશ પણ તેનો જ કરે છે અને તેની સિદ્ધિ માટે પિતાનાથી બનતું બધું કરે છે. જે સઘળા ઉપદેશક એકસંપીથી (એકમત કરીને) સમાજની અંદરને સડે દૂર કરવા દૃઢ નિશ્ચય કરીને સર્વ સ્થળે તનતોડ પ્રયત્ન કરે, સદુપદેશ એક સરખો આપે, ને નેતાઓના દિલ ઉપર બરાબર ઠસાવે અને તેનો યથાર્થ અમલ કરવા ખુબ જોરથી કહેતા રહે તો સંભવ છે કે સમાજની અંદર સડે ઘણે ભાગે દૂર થવા પામે, જેથી સમાજ સારી સ્થિતિમાં આવી શકે. આમ બનવું અશક્ય નથી, ફક્ત તથા પ્રકારની તીવ્ર લાગણીની જરૂર છે. સદુપદેશક સાધુઓની પેઠે સદુપદેશ Page #214 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૮૩ ] આપી શ્રોતા ઉપર સારી છાપ પાડી શકે એવી ઉત્તમ સાધ્વીએ જો આ વાત બરાબર લક્ષ ઉપર લઇ, કમર કસી આ દિશામાં બનતા પ્રયત્ન કરે, સામાયિક, પ્રતિક્રમણાદિક પ્રસંગે એકઠી થતી અનેક શ્રાવિકાઓને તેમના ખરા ક બ્યનું ભાન કરાવે અને તેમનાથી થતી અનેક પ્રકારની ભૂલે સુધારી લેવાની વારવાર શિખામણ આપી તે પ્રમાણે વર્તવાથી થતા અનેક ફાયદાએ શાન્તિથી સમજાવે, નકામીવાતા કે કુથલીએ કરવાનું કે તેમાં ભળવાનું તજી, કેવળ હિતની જ વાતેા કરી તેમનું વર્તન સુધારવા જોઇએ તેટલેા પ્રયાસ નિ:સ્વાર્થ પણે આદરે તે તેની અસર ઘણી જલદી થાય અને ધારેલું ફળ ધાર્યા કરતાં વહેલું અને સારું મળી શકે. ઘણે ભાગે અત્યારે પ્રવર્તતી સાધ્વીઓમાં આવી શાસનસેવા કે સમાજહિત ( સંઘસેવા ) કરવાની લાગણી બહુ ઓછી લાગે છે. અરે ! ઉપદેશક સાધુવર્ગમાં પણ આવી લાગણી ભાગ્યેજ જણાય છે, તે પછી સાધ્વીએનું તે કહેવું જ શું ? પરંતુ એ સ્થિતિ કહેા કે આવી ઉપેક્ષાદ્ધિ ઉપદેશક સાધુસાધ્વીએએ અવશ્ય સુધારવાની જરૂર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ઠીક વિચાર કરી યથાયેાગ્ય ઉપદેશ દેવાની પેાતાની ફરજ જરૂર સમજવી જોઇએ. તે વગર દીધેલે ઉપદેશ શા કામને ? ઉત્તમ ધન્વંતરી વૈદ્યની પેઠે સમાજના રાગ ખરાખર કળી, કેવળ નિ:સ્વાર્થ પણે તેના યેાગ્ય ઉપચાર કરવા તનમનથી પ્રયત્ન કરવામાં આવે તા તેથી ઇષ્ટ લાભ થયા વગર કેમ જ રહે ? એથી જ સમાજનું એકાન્ત હિત કરવા ઇચ્છનારા સમ સદુપદેશકાને ઉપરાકત દિશામાં સદુપદેશના પ્રવાહ વહેવડાવવા નમ્રવિનંતિ કરવામાં આવે છે, જે તેએ સાર્થક કરશે એમ ઇચ્છશું. Page #215 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪ ] શ્રી કપૂરવિજયજી સાથે સાથે ખરા દિલસેાજ શ્રોતાજનાને પણ જણાવશું કે તેમણે પણ સદુપદેશક સાધુજનેને હિતેાપદેશ હૈયે ધરી તેની સફળતા કરવા પાછી પાની કરવી નહીં. પેાતાની ભૂલ વગરવિલંબે સુધારી પેાતાના સ્વધી ભાઇબહેને ને પણ ભાર દઈને તેવી જ ભલામણ કરવી, જેથી ધારેલું કાર્ય સરલતાથી ( નિર્વિઘ્ન ) થઇ શકે. તરતમાં કેવા કેવા પ્રકારના સુધારા સમાજમાં દાખલ કરવાની જરૂર છે તેનું વિગતવાર લીસ્ટ અનુભવી મહાશયે સમાજનું હિત હૈયે ધરી જણાવશે એમ ઈચ્છશું; પરંતુ હાલ તેા એક દિશા માત્ર જે જે વાતની સ્કુ રણા થઇ છે તે અત્રે નિવેદન કરું છું. સઘ-સમાજનું હિત હૈયે ધરનાર, જૈન શાસનમાં રુચિવાળા દરેક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાએ તન, મન, વચનથી કાળમુખા સપને કાપવા અને સુસંપ સ્થાપવા, વ્યવહારિક, નૈતિક, આર્થિક અને ધાર્મિક કેળવણીને જેમ બને તેમ અધિક પ્રચાર કરવા, તેને વ્યવહાર ઉપયાગી બનાવવી. સ્ત્રીકેળવણી તરફ અધિક લક્ષ્ય આપવા, એટલે એક માતા અને સતી સાધ્વી સુધીની પેાતાની ફરજ બરાબર સમજી તેને યથાવસર યથાયેાગ્ય અમલ કરે એવી કેળવણી ક્રમસર આપવી. દરેક વિદ્યાર્થીનું ચારિત્ર ( વન ) ઊંચા પ્રકારનું ઘડાય એવી ઉદાર હૃષ્ટિથી ગેાઠવણ કરવી. દરેકમાં મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થ્ય ભાવના ખીલી નીકળે, દરેક સ્વકર્તવ્ય યથા સમજી પૂર્ણ શ્રદ્ધાથી સ્વકર્તવ્ય કરે તેવું વીય પ્રત્યેક ભાઈબહેનમાં પ્રેરવા, મુગ્ધ-અજ્ઞાન ભાઇબહેનેામાં જે જે શંકા, Page #216 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૮૫ ] કખા, વહેમ, મિથ્યાત્વ, કષાયાદિક ઢાષ હાય તે પેાતાના શુદ્ધ ચારિત્ર-વર્તનની છાપ પાડી સમજાવી દૂર કરવા, ખાળલગ્ન-કન્યાવિક્રય–વરવિક્રય–વૃદ્ધવિવાહ તથા કજોડાદિક કુરૂઢિથી પેાતાનાં સતાનેાની પાયમાલી કરતા સ્વાર્થ લુબ્ધ માબાપાને સમજાવી ઠેકાણે લાવવા, મર્યાદા રહિત મરણુ પ્રસંગે રડવા—કૂટવાના અને વિવાહ પ્રસંગે નાગા-ફટાણા ગાવાના દુષ્ટ રિવાજ તજી યેાગ્ય મર્યાદા સાચવવા, તેમજ ખાટી ફેશનની ફીશીયારીમાં તણાઇ મુગ્ધ ભાઇબહેનેા જે બીનજરૂરી ખર્ચા કરી, અંતે પેાતાની પ્રજાને પણ તેને ચેપ લગાડી દુ:ખી–પરાધીન સ્થિતિમાં લાવી મૂકે છે તેમાંથી તેમને બચાવવા, અને પેાતાની વહાલી પ્રજાની અણુમૂલી કેળવણી પાછળ બનતું લક્ષ આપી તેને સાચા હીરા જેવો બનાવવા, ચિંતામણિ રત્ન સમાન અહિંસા ( દયા ), સત્ય, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય અને ખરી સતાષવૃત્તિનું મહાત્મ્ય તેમને સમજાવવા સચાટ પ્રયત્ન કરવાની બહુ જરૂર છે. “ શાણી માતા સો શિક્ષકની ગરજ સારે ’એ વાતને પ્રત્યક્ષ અનુભવ આપણને ત્યારે જ થશે કે જયારે સર્વદેશીય કેળવણી ખીલવી શકાશે. ઇતિશમ્ [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૦૭] શાણા ભાઇબહેનાને લક્ષમાં રાખવા યોગ્ય એક અગત્યની સૂચના. “ વિનય ગુણની મહત્ત્વતા, આપણી જૈનસમાજ વિદ્યા-કેળવણીમાં ઘણી જ પછાત છે. તેમાં પણ પુરુષવર્ગ કરતાં સ્ત્રીવર્ગમાં તેની વધારે ખામી "" Page #217 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૬ ] શ્રી કપૂરવિજયજી છે. ખરા જેન તરીકે પિતાનું શું શું કર્તવ્ય છે તે દરેકે દરેક શ્રીમંત કે ગરીબ, વિદ્વાન કે અભણ, સ્ત્રી કે પુરુષે અવશ્ય જાણવું જોઈએ. તે મુખ્યપણે ત્યાગી–વૈરાગી અને જ્ઞાની ગુરુઓ (સાધુ-સાધ્વીઓ)ની પાસેથી જાણી શકાય એમ છે. વિનયવડે જ મેળવેલું જ્ઞાન સફળ થાય છે; તેથી જ્ઞાન-વિદ્યાના અથ ભાઈ–બહેનોએ ગુરુજનોને વિનય અવશ્ય કરે જોઈએ. વિનય એ એક અજબ જાતિનું વશીકરણ છે, એથી ગમે એવા નિઃસ્પૃહી જ્ઞાનીજનોનું પણ દિલ હરી લેવાય છે; પરંતુ એ વિનય જે સહજ શુદ્ધ ભાવથી કરાય તો જ તે વડે મેળવેલી વિદ્યાનું યથાર્થ પરિણમન થાય છે, અન્યથા તો તેનું વિપરીત પરિણમન પણ થવા પામે છે, અથવા તો તે વિદ્યા અફળ થાય છે. પ્રાપ્ત થયેલી વિદ્યાથી જ્યારે સત્યાસત્ય, હિતાહિત, કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભઢ્ય, પેયાય, ગમ્યાગમ્ય, ત્યાજ્યત્યાજ્ય અને ગુણદોષને ઠીક વિવેક જાગે અને અસત્ય, અહિત, અકૃત્યાદિકનો ત્યાગ કરી, સત્ય, હિત, કૃત્યાદિકનો સ્વીકાર કરાય ત્યારે જ સાર્થકતા-સફળતા કહેવાય. જેમ ઉત્તમ ધાન્ય–બીજ ઉત્તમ ક્ષેત્રમાં યથાવિધિ વાવવામાં આવે તો તેનું અનર્ગળ ફળ મેળવે છે, તેમ ઉત્તમ વિદ્યા પણ ઉત્તમ પાત્રમાં યથાવિધિ આપવામાં આવે તો તેનું ફળ પણ ઉત્તમ પ્રકારે જ આવી શકે. સમ્ય જ્ઞાનથી સભ્યશ્રદ્ધા–સમ્યકત્વ અને તે વડે સમ્યગ આચરણરૂપ ચારિત્ર અને તે ચારિત્રવડે સકળ કર્મક્ષયરૂપ મેક્ષપ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ એ સઘળા ગુણોનું મૂળ વિનય જાણવું. પૂજ્ય ગુજને પ્રત્યે ભક્તિભાવ, બહુમાન, સદ્ગુણસ્તુતિ, દોષ આચ્છાદન અને અનાશાતના એ સઘળા વિનયના જ પ્રકાર Page #218 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૮૭ ] છે. એથી વિપરીત આચરણ તે અવિનય છે. વિનય તજી અવિનય કરનાર ઉછુંખલ ઉદ્ધતજનો ઉપરોક્ત ઉત્તમ ફળથી વંચિત રહી, પરિણામે બહુ દુઃખી થાય છે. જાણી જોઈને દુ:ખી થવા (અનંત ગર્ભાવાસાદિકનાં અસહ્ય દુ:ખ સહવા) કોણ છે ? કઈ જ નહિં; તેમ છતાં કાર્યકારણના નિયમ મુજબ ઉત્તમ જ્ઞાનાદિક યુક્ત ગુણીજનેને અવિનય-અનાદર ( નિંદા-જુગુપસાદિક) કરનાર ભવભવ દુઃખી થયા વગર રહેતો નથી; તેથી તથા પ્રકારના ગર્ભાવાસાદિક સંબંધી અનંતા દુઃખથી મુક્ત થવા ઈચ્છનારા ભાઈબહેનોએ સદા સર્વદા સાવધાનપણે ગુણીજનોને વિનય અવશ્ય કરો જોઈએ અને જે મુગ્ધજનો તેથી ઊલટા ચાલતા હોય તેમને શાન્તિથી ખરો માર્ગ સમજાવવા બનતા પ્રયત્ન કરવો જોઈએ. જેન શાસનનું મૂળ જ વિનય છે, તે વાતનું રહસ્ય ઉપર જણાવેલી હકીકત જાણવાથી સ્પષ્ટ થઈ શકે છે, તેમ છતાં કઈક મુગ્ધજનો નિદા-ખ્રિસાદિક કરી પોતાના આત્માને અધિક દુઃખના ભાગી કરે છે. જો કે તેઓ મુખથી તો એવું પણ બેલતા સંભળાય છે કે “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.” પણ ખરી કસોટીના વખતે પોતાનું જ બોલવું પાળી લેખે કરી શકતા નથી એ ખરેખર ખેદજનક છે. પરિણામે-કુદરતી નિયમ પ્રમાણે તેઓ દુઃખી જ થાય તેમાં આશ્ચર્ય જેવું શું છે? આવા મુગ્ધજનેને સત્ય માર્ગ એકાન્ત હિતબુદ્ધિથી બતાવે એ ખરી દયા–અનુકંપા અથવા પરોપકૃતિ છે. મુગ્ધજનોના ઉન્મત્તપ્રાય આચરણથી કંટાળી કઈક ભાઈબહેને કાયરપણાથી કહી દે છે કે ભાઈ ! આપણે Page #219 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮ ] શ્રી કપૂરવિજયજી ,, શું કરીએ ? “ એ તા ભેશના શીંગડાં ભેશને ભારે, ” ખરા જૈન એટલુ બેલીને બેસી ન રહે, પણ કેવળ હિતબુદ્ધિથી તેવા મુગ્ધજનાને તેમની ભૂલ શાન્તિપૂર્વક સમજાવી, તેમને ખરી દિશા–માનું ભાન કરાવી, ખરે માર્ગે વળે. આવુ ઋતુ ડહાપણ જો તે વાપરી ન જાણે-ન શકે તા તા પછી સિવ જીવ કરું શાસનરસી. ઇત્યાદિક સૂક્ત વચને પ્રલાપમાત્ર જ લેખાય. એ ઉત્તમ વચનાને સાર્થક કરનારા 46 "" ઉત્તમજના જેમ પૂર્વે થયા છે તેમ અત્યારે પણ એ વચનનુ રહસ્ય સારી રીતે સમજી, તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખી, શુદ્ધ નિખા લસ ભાવથી તેને આદર-અમલ કરનારા મહાનુભાવે હાઇ શકે. સર્વ જ્ઞ-વીતરાગભાષિત વિનયમૂળ શાસનને જેએ સાક્ષાત્ સેવે-આદરે છે, અન્ય ભવ્યાત્માએ તેને અધિક આદરે એવા સદુપદેશ આપે છે અને જેએ તેની અનુમાદના-પ્રશંસા કરે છે તે ખરેખર ધન્ય-કૃતપુન્ય છે. અરે ! તેમની નિ'દાથી જે દર રહે છે તેઓ પણ ધન્ય છે. જેએ ઇતિશમૂ. [ જૈ. ધ. પ્ર પુ. ૩૬, પૃ. ૨૧૧ ] ઇર્ષા–અદેખાઇને તજવા અને સ્પર્ધા ગુણને આદરવા યત્ન કરો. કાઇ સુખી સદ્ગુણી ગૃહસ્થ કે સાધુની સુખસાહેબી કે માન–પ્રતિષ્ઠા દેખી, તેની ઇર્ષ્યા કે અદેખાઇ કરવી એ ભારે હલકુ–નબળુ કામ છે. એ બહુ નઠારા અવગુણુ છે. બીજાનું Page #220 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૮૯ ] સારું જોઈ આપણે રાજી-ખુશી થવું જોઈએ-મનમાં પ્રમોદ લાવવો જોઈએ. તેને બદલે ઊલટું મનમાં બેદાવું, તેનું અનિષ્ટ ચિન્તવવું, તેવું જ બડબડવું અને તેવું જ તેનું અનિષ્ટ કરવા ઘાટ ઘડે, એ શાણા, ચતુર, દીર્ધદશી, નીતિમાન કે પુરુષાર્થ વતનું કામ નથી; પણ મુગ્ધ, ટૂંકી બુદ્ધિવાળા, સ્વથધ, પુરુષાર્થહીનનું જ કામ છે. સહુનું હિત ચિન્તવન કરવું એ જ ઉત્તમ સગુણીનું લક્ષણ છે, તેને બદલે બીજાનું ભલું જોઈ-જાણી મનમાં બળતરા કરવી એ તે નીચ-નાદાનનું કામ છે. વળી એથી કશો લાભ-ફાયદો થતો જ નથી અને નુકશાન–અવગુણ પારાવાર થાય છે. ઈર્ષ્યા કે અદેખાઈ કરવાથી આપણે દુઃખી થઈએ છીએ. આપણામાં એથી ઝેર–વેર વ્યાપી જાય છે, અને આપણું સ્વાધીન સુખ પણ આપણે ગુમાવી બેસીએ છીએ. આ અવળો (નીચ) વ્યાપાર કરતાં આપણું જ અધિક અહિત થાય છે, તેથી આપણે એ દુષ્ટ કામથી અવશ્ય વિરમવું જોઈએ વળી જેથી આપણું પણ હિત જ થાય અને સામા સુખી કે સગુણીના માર્ગમાં પણ કશી હરકત ઊભી ન થાય તેવું વર્તન કરવું જોઈએ અને કદાચ કઈ મુગ્ધજન તરફથી તેવી કોઈ હરકત ઊભી કરવામાં આવી હોય તો તેને દૂર કરી દેવા બનતે પ્રયત્ન કરવામાં જ આપણું લક્ષ પરોવવું જોઈએ. આપણે સુખી કે સદ્ગણી થવું જ હોય તે આપણી દશા સુધારવા સદ્ગુણસંપન્ન પુરુષોને જોઈ રાજી થવું અને તેવા સુખી અને સદગુણી બનવા પ્રયત્ન કરે જ એ જ ઉચિત છે. આ રીતે સુખી અને સદ્ગુણી બનવાને સરલ રસ્તો લે. આપણને તે હિતકર છે જ; પણ જે કંઈ સુજ્ઞ ભાઈબહેને આપણે દાખલો લઈ એ સરલ રસ્તે આદરે તેમને પણ એ Page #221 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦ ] શ્રી કરવિજયજી હિતકર જ છે, કેમકે તે રસ્તે આદરનાર ગમે તે ભાઈ બહેનો સુખી ને સગુણી થઈ શકે છે. બીજાને સુખી કે સદગુણી દેખી કે જાણે આપણા દિલમાં રાજી-ખુશી થઈ તેવા થવા પ્રયત્ન કરે એટલે જે સન્માર્ગે ચાલવાથી અને જેવી કાળજી રાખવાથી બીજા સુખી કે સદગુણી થયા હોય તે માગે બરાબર ખંત રાખી પ્રમાદ રહિત ચાલવા ચકવું નહિ તેનું નામ સ્પર્ધા કહેવાય. એ આપણે સહુએ આદરવા યોગ્ય બહુ સારો ગુણ છે. એ સગુણથી બીજા અનેક સદગુણે સાંપડે છે. આપણામાંથી આળસાદિક પ્રમાદ દૂર થાય છે. ચંચળતા–ર્તિજાગૃતિ વિશેષ આવતી જાય છે. કામ વખતસર અને સારું કરવા અધિક લક્ષ રહે છે, એથી કામ સારું, નિયમિત અને સંતોષ ઉપજે એટલા પ્રમાણમાં બને છે. વળી આપણું મન, વચન અને કાયા સારા ઉગમાં નિયમિત સારી રીતે જોડાયા રહેવાથી નબળા વિચાર, વાણી કે આચારને અવકાશ જ મળતો નથી. વળી આપણે રડે દાખલ જોઈ તેનું અનુકરણ કરી કઈક બાળજી સુધરી જાય છે, સારા માર્ગે લાગી જાય છે, સુખી સદગુણ બની જાય છે એ કંઇ જેવો તેવો લાભ નથી; તેથી ખરેખર સુખના અથી જનેએ સ્વપરને હિતરૂપ થાય એવા સ્પર્ધા ગુણનો આદર કરે ઉચિત છે અને જે સ્વપરને હાનિકારક થઈ, દુઃખ અને દુર્ગતિકારક બની, પિતાની પાયમાલી જ કરે છે–તે ઈર્ષ્યા–અદેખાઈરૂપ મોટો અવગુણ અવશ્ય તજવા ગ્ય છે. ઈતિશમ. [જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૩૮.] Page #222 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૯૧ ] જીવદયા નિમિત્તે સ્ત્રીવર્ગને હિતશિક્ષા. ૧ પ્રભાતમાં ઊડીને પ્રથમ પુંજણીવડે ચૂલે, પાણીયારું, ઘટી, બારણ, પાણીના ઠામેની ઉતરેડ વિગેરે પુજવું, પછી બીજું કામ કરવું. - ૨ સાવરણ કમળ રાખવી અને તેના વડે પણ ઝાપટ દેતાં બહુ જ વિચાર રાખો. પ્રથમ નજરે જોયા પછી ઝાપટ દેવી. ૩ પાણી ગળવામાં પૂરી ચતુરાઈ વાપરવી, ઉતાવળ કરવી નહિં, સંખારો ટુંપાવા દે નહિં, સંખારાવાળું વસ્ત્ર બરાબર સાફ કરી તે પાણી જળાશયમાં નંખાવવું, સંખારો સુકવો નહિં. ૪ વાસણ, લાકડાં, છાણાં તમામ નજરે જોઈ પુંજીને વાપરવા, પ ઘી, તેલ, દૂધ, છાશ વગેરે પ્રવાહી પદાર્થ બધાં ગળીને વાપરવા. દરેક ચીજની ગળણી જુદી જુદી રાખવી. આટો ચાળીને જ વાપરો. પ્રથમ ચાળેલું હોય છતાં વાપરતી વખતે અવશ્ય ચાળવો. ૬ ધાન્ય જીવાકુળ આવ્યું હોય તે તરતજ દુરસ્ત કરવું, તેમાંથી નીકળેલા જીવોની યતના કરવી, ધાન્ય મળેલ આવ્યું હોય તો તે પાછું જ મેકલવું, વાપરવું નહિં. ૭ ખાટલા, ગોદડાં, ગાદલામાં માંકડ વિગેરે જોઈ દૂર કરીને પછી તડકે નાંખવાં, એમ ને એમ નાંખવાં નહિં. ૮ ખાટલા તડકામાં ધકે લઈને ખંખેરવા નહિં, શીળે છાયાએ ખંખેરવા. Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૨ ] શ્રી કપૂરવિજયજી ( ૯ સંમૂર્ણિમ મનુષ્ય પચંદ્રિય જીવે ૧૪ સ્થાનકે ઉપજે છે, તે સ્થાનકે સારી રીતે સમજીને ધારી રાખવા જેથી તે છની ઉત્પત્તિ ને વિરાધના અટકાવી શકાય. ૧. પેશાબની ખાળો વિગેરેની સ્થિતિ સંમૂર્ણિમ જ ન ઉપજે તેવી રાખવી. એઠવાડ રાખી મૂકો નહિં. જનાવરને પાઈ દે. જ્યાં ત્યાં થુંક, બળ નાકનું લીંટ વિગેરે ન નાંખતાં રક્ષા–રાખ કે ધૂળમાં નાંખવું, અથવા તેના વડે તરત જ ઢાંકી દેવું કે જેથી તેમાં પડીને કે ચૂંટીને બીજા જીવોનો વિનાશ ન થાય. ઉલટી થઈ હોય તે તે તરત રક્ષાવડે ઢાંકી દેવી. ( ૧૧ ઘરમાં સર્વત્ર જેમ બને તેમ સ્વચ્છતા વધારે રાખવી, જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ થતી નથી. ૧૨ વાસી અન્ન ખાવાની કે રાખી મૂકવાની અને બાળકોને ખવરાવવાની ટેવ પાડવી–પડાવવી નહિં. ૧૩ બેળ અથાણું ખાવું નહિ અને કરવું પણ નહિં. ૧૪ ઊના ર્યા સિવાયના દૂધ, દહીં કે છાશની સાથે દ્વિદળ-કઠોળ પદાર્થ ખાવ નહિ અને ઘરમાં તેવું સાધન જ જોડવું નહિં. ૧૫ કંદમૂળનું શાક પોતે ખાવું નહિં તેમ રાંધવું પણ નહિં. ભણીગણને પ્રવીણ થયેલ સ્ત્રીઓએ તેમજ શ્રીમંતવર્ગની સ્ત્રીઓએ આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવી. ઘરમાં કામકાજ કરનારા નોકરે હોય તે પણ જીવદયાને લગતા ઉપરના કામ ઉપર તે પોતે જ ખાસ ધ્યાન આપવું. Page #224 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૭ ] જે સ્ત્રી ડાહી ગણાતી હોય છતાં ઉપર જણાવેલા કામે તરફ ઉપેક્ષા રાખે છે તે અન્ય જીવોને વિનાશ કરે છે, એટલું જ નહિ પણ પિતાના કુટુંબીવર્ગનું પણ અહિત કરે છે; તેથી સ્ત્રી જાતિનું ખરું ડહાપણ છવયતના જાળવવામાં અને ઘર સ્વચ્છ રાખવામાં છે એમ સમજવું. ઈતિશમ્ [જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૫૩.] જેવી કરણી તેવી પાર ઉતરણ. ૧ નિર્ધન સ્થિતિ છતાં ઉદાર દિલથી દાન આપે. ૨ માટે અધિકારી છતાં ક્ષમા-નમ્રતાદિક રાખે. ૩ યુવાવસ્થા છતાં દેહદમન-ઈન્દ્રિયદમન કરે. જ જ્ઞાની-વિદ્વાન છતાં માન-નિરભિમાનતા રાખે. પ સહુ વાતે સુખી છતાં મને વૃત્તિ કબજે રાખે. ૬ સહુને નિજ આત્મા સમાન લેખે. ઉપર પ્રમાણેની સુકૃત કરણું જીવન સગતિ દેવગતિ પમાડે છે. ૧ અઢળક ધન છતાં કૃષણતાથી ખર્ચ કરી ન જાણે. ૨ પ્રભુતા પામી મદ–અહંકારથી અનર્થ કર્યા કરે. ૩ તરુણવયમાં સાંઢની જેમ સ્વછંદતાથી ચાલે ૪ શાસ્ત્ર ભણી, મદથી ફુલાઈ જઈ તેને ગેરઉપયોગ કરે. ૫ સુખી સ્થિતિ પામી ઈન્દ્રિયવશ થઈ ન કરવાનું કરે. Page #225 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૪ ] શ્રી કપૂરવિજયજી ૬ તુચ્છ સ્વાર્થની ખાતર અનેક જીવને ત્રાસ આપે. તેમની નીચ–અધોગતિ થતાં કણ અટકાવી શકે? અર્થાત્ “જેવી કરણી તેવી પાર ઉતરણું” જાણી સહુએ દુષ્ટાચરણથી દૂર રહેવું. | ઇતિ શમ્ [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૬૮.] સ્વઉન્નતિ ઇચછકે ઉન્માર્ગ ત્યજી સન્માર્ગને વગર વિલંબે સેવવાની ભારે જરૂર છે. ૧ આપણામાં અજ્ઞાનતાના જોરથી છાચાર ઘણો વધી ગયે છે. તેના સ્થાને શાસ્ત્રાચાર આદરવા અને શાસ્ત્રરહસ્ય વિનય–બહુમાનપૂર્વક ગીતાર્થ જ્ઞાની ગુરુ સમીપે જાણવાની–ખપ કરવાની ભારે જરૂર છે. ૨ ગમે તે સુકૃત્ય-સદાચરણ પણ સમજપૂર્વક સાવધાનતાથી કરવું જોઈએ, ૩ અર્થ પરમાર્થના લક્ષ્ય વગર ઘણું કરવા કરતાં અર્થના ઉપરોગ સહિત ગુરુ આજ્ઞાથી ગ્યતાનુસાર થોડું પણ કરવું સારું છે. ૪ તીર્થયાત્રા, દેવપૂજા, ગુરુભક્તિ, સંઘ-સાધમૌસેવા, સામાયિક, પિષધ, પ્રતિક્રમણ તથા શાસ્ત્ર-શ્રવણ-મનન-અભ્યાસાદિક દરેક પ્રસંગે તેને હેતુ–પરમાર્થ સમજી તેની સફળતા થાય એવી કાળજી રાખવાની જરૂર છે. ૫ શત્રુંજય, ગિરનારજી જેવા પવિત્ર તીર્થની યાત્રા કરવાના Page #226 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ | ૧૫ ] પ્રસંગે જયણા રહિત ઘસમસીને ઉપયોગશુન્યતાથી ઘણી એક યાત્રા કરવા કરતાં જયણા સહિત સ્થિરતા રાખી ઉપગપૂર્વક પ્રસન્નતાથી થોડી પણ યાત્રા કરીને સંતેષ પકડ લાભદાયક જણાય છે. ૬ શરીરનાં અત્યંત ક્ષીણતા તથા રોગાદિક કારણ વગર યાત્રાપ્રસંગે સુખશીલપણાથી જાનવરોને ત્રાસ ઉપજાવીને કે ડળીવાળાઓની ખાંધ ઉપર ચઢીને જવાનું શ્રીમંતને પણ વિવેક તજી દેખાદેખી ચલાવવા દેવાનું સલાહભર્યું નથી, એ જ રીતે કંતાનના બટ–મેજાં પહેરી ડુંગર ઉપર જવા આવવાની વધતી જતી રૂઢી પણ નુકશાનકારી જ છે. ૭ શરીર-ઈન્દ્રિયનું દમન કરવા, કોધ માનાદિક કષાયને જીતવા, હિંસા અસત્યાદિક પાપસ્થાનકને પરિહાર કરવા, તથા મન, વચન, કાયાનો યથાયોગ્ય નિગ્રહ કરી, તેમને પવિત્ર કરવા નિમિત્તે, ઘરબાર ત્યજીને, યાત્રાર્થે નીકળીને, માર્ગમાં અનેક કષ્ટ ઉઠાવીને યાત્રા કરવાનું કહ્યું છે. ૮ દરેક શ્રદ્ધાળુ ગૃહસ્થ માર્ગાનુસારી થવાને માટે ન્યાયનીતિ-પ્રમાણિકતાથી જ કમાણી કરીને, સ્વકુટુંબપાલન કરવા ઉપરાંત શુભ ક્ષેત્રમાં તેનો સદુગ વિવેકથી કરીને લ્હાવે લેવા સદા ય લક્ષ્ય રાખવું જોઈએ. ૯ સકમાણીનું જેટલું દ્રવ્ય ખરા ઉત્સાહથી સારા માગે (પરમાર્થ દવે) સ્વહસ્તે તુચ્છ યશ-કીર્તિની વચ્છા રાખ્યા વગર, આત્મકલ્યાણાર્થે ખચી શકાય તેટલું જ લેખે છે; બાકી સ્વેચ્છાએ તે ઘણાએ રળે છે અને ખર્ચે છે તેમાં નવાઈ શી? Page #227 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] શ્રી કરવિજયજી ૧૦ કામ કરવાની તાકાત છતાં નિર્ધને ગરીબ જાણીને તેમને કંઈક સદુદ્યમ કર્યા વગર બેઠા બેઠા નકામા પોષવાથી તેઓ વધારે દુઃખી થવા પામે છે, તેથી તેમને કે તેમનાં બાળકોને યેગ્ય ઉદ્યોગમાં જેડી પરિણામે તેઓ જાતે જ પોતાને સુખે નિર્વાહ ચલાવી શકે તેવા કરવા માટે સ્વદ્રવ્ય પ્રમુખને વિવેકથી વ્યય કરો ડહાપણભર્યો છે. અનેક વાર મિષ્ટાન્ન જમાડવા કરતાં તે રુડું છે. ૧૧ નાતજમણ પ્રમુખમાં અઢળક દ્રવ્ય કેવળ યશ-કીર્તિ માટે જ ખચી નાખવા કરતાં નાતજાતમાં રહેલા કલેશ, કુસ્પ અને કુરિવાજો (કુધારા) દૂર થાય તથા સુલેહ, શાન્તિ અને સુધારા મજબૂતીથી દાખલ થાય તેવા ઉચ્ચ ઉદાર આશયથી ખરા દિલસેજ સદગૃહસ્થની સંમતિ મેળવી તે સિદ્ધ થાય તેવા સફળ પ્રયત્ન કરવા પાછળ બને તેટલું દ્રવ્ય વિવેકથી ખર્ચવામાં જ તેની ખરી શેભાને સફળતા છે. ૧૨ વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણું દેશ, કાળ અનુસાર આપણી પ્રજામાં ઉદારતાથી દાખલ કરી તેને ખીલવવા પાછળ અઢળક દ્રવ્ય ખર્ચાય તે અવનતિનાં અનેક કારણે આપોઆપ દૂર થાય અને સહુ સમુદાયમાં ઉદાત્ત ભાવના પ્રગટ થતાં આપણું ઉન્નતિ ઘણી ઉતાવળે થાય, તેમજ લક્ષ્મીની પણ સાર્થકતા થાય. ૧૩ પ્રજાની ઊંચી કેળવણું પાછળ પુષ્કળ દ્રવ્ય ખર્ચવાની જરૂર છે, તેથી બીજી અનેક દિશાઓમાં સ્વેચ્છા મુજબ ખર્ચ કરતાં પહેલાં આપણી પ્રજાને જ્ઞાનદાન વધારે અનુકૂળતાથી મળે તેવી સુંદર સગવડ કરવા પાછળ ઉદાર શ્રીમતેઓ જરૂર Page #228 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૧૯૭ ] લક્ષ આપવુ જોઇએ. દેશકાળને ખરાખર ઓળખીને ચાલવાથી જ આપણી ઉન્નતિ થઈ શકશે. ૧૪ અવિનાશી સુખ મેળવવા આપણે સહુએ પ્રયત્ન કરવા જોઇએ. નિર્મળ આત્મશ્રદ્ધા, જ્ઞાન અને સંયમડે જ તે મેળવી શકાશે. અશ્રદ્ધા, અજ્ઞાન, અસંયમને આદરવાવડે જ આપણે ખરા સુખથી એનસીમ રહીએ છીએ. તે દરિયા જેવડી ગંભીર ભૂલ સુધારી ખરા મા આદર્યા વગર આપણા છૂટકે જ નથી, એમ સમજી સ્વચ્છંદતા તજી, વગરવિલ એ આપણે ખરે રસ્તે વળવુ જોઇએ. એ જ આપણી ઉન્નતિના ખરા માર્ગ છે, એને જ વગરિવલએ આદરવાની ખરેખરી જરૂર છે, તેથી તેમાં પ્રમાદ ન કરવા સહુને સત્બુદ્ધિ સૂઝે. ઇતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૬૮.] સ્વજીવનની સાકતા કરવાના ટૂંકા ઉપાય. ૧ માતાપિતા, શેઠ, સ્વામી અને ગુરુજન પ્રત્યે સાચાઅકૃત્રિમ વિનય કરવા, કૃતજ્ઞપણે તેમના ગુણુનું બહુમાન કરી આપણે પણ એવા સદ્ગુણી થવા પ્રયત્ન કરવા. તેમની અનુમતિથી સ્વયેાગ્યતાનુસાર આરાધન કરવું અને તેમાં પ્રતિદિન વધારો કરવા લક્ષ રાખવુ. ૨ ધર્મપ્રાપ્તિ માટે કુંચી જેવી મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થતારૂપ સદ્ભાવનાવર્ડ અંત:કરણને સદા ય સુવાસિત રાખવું. ૩ સહુને સ્વઆત્મા સમાન સમજી તેમને સદા ય સુખ Page #229 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૮] શ્રી કપૂરવિજયજી શાન્તિ ઉપજે તેમ અનુકૂળપણે ચાલવું. પ્રતિકૂળપણે ચાલી અન્યને પીડા ઉપજાવવી નહિં. ૪ સહુને હિતરૂપ થાય તેવું પ્રિય અને સત્ય વચન ડહાપણથી કહેવું. ૫ અગ્યારમાં પ્રાણ જેવા પ્રિય પરાયા દ્રવ્યને અનીતિથી લેવું નહિ. ૬ મન, વચન, કાયાથી પવિત્રપણે સદા ય વશીલ-બ્રહ્મચર્યની રક્ષા કરવી. ૭ અતિ લેભ-મમતાવશ થઈ જરૂર વગરની ઘણું વસ્તુ એને સંગ્રહ કરી અનેક જીવોને અંતરાયરૂપ થવું નહિ. સંતોષવૃત્તિ રાખવી. ( ૮ મહાપુરુષોએ બતાવેલા સરલ માગે પ્રમાદ રહિત પ્રયાણ કરવા સતત લક્ષ રાખવું. ઇતિશમ.. [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૭૧. ] થડાએક બેધદાયક પ્રશ્નોત્તરે. પ્ર-તીર્થ એટલે શું? ઉ –જે આપણને તારે અથવા જે વડે તરી પાર પામી શકાય તે. પ્ર-તે તીર્થના ભેદ કહો. ઉ૦-દ્રવ્ય અને ભાવ, લોકિક અને લેકેત્તર, સ્થાવર અને જંગમ. પ્ર-તે તે તીર્થના ભેદનો સામાન્ય અર્થ કહો. ઉ૦-ઉપગ રહિત તે દ્રવ્ય, અને ઉપગ સહિત તે ભાવ Page #230 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ. [ ૧૮ ] સામાન્ય લોકસંમત તે લાકિક, સર્વજ્ઞ–સર્વદશી સંમત તે લોકેર. એક જ મુકામે (હાલ્યા ચાલ્યા વગરના) સ્થિર રહેનાર શત્રુંજય, ગિરનાર પ્રમુખ સ્થાવર, અને સર્વજ્ઞ પ્રભુની આજ્ઞાનુસાર સ્વસ્વઉચિત મર્યાદા મુજબ ચાલનારા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ અથવા ચૈતમાદિ ગણધર પ્રમુખ જગમ તીર્થરૂપ જાણવા. પ્ર-લોકોત્તર એવા સ્થાવર, જંગમ તીર્થની સેવા-ભક્તિ શા માટે કરવી ? ઉ૦-જન્મ, મરણના દુ:ખરૂપ જળથી ભરેલા ભવસાગરનો પાર પામવા, અનાદિ જડતા-અજ્ઞાન-મિથ્યાત્વ–કષાયાદિક દેને દૂર કરવા, સંભાવનાયેગે વીર્યો લાસવડે નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્ર, અથવા આત્મજ્ઞાન, શ્રદ્ધા અને સ્થિરતાદિક સદ્દગુણે પ્રાપ્ત કરવા, ટૂંકાણમાં પશુ જેવી શુદ્ધ વૃત્તિને તજી, મનુષ્યત્વ આદરી, સદભાવનામય દિવ્ય જીવન ને અનુભવ કરવા માટે. પ્ર-પશુ જેવી શુદ્ર સ્વાર્થી વૃત્તિ કોને કહેવી ? ઉ–જેથી જીવનની અપક્રાન્તિ-અવનતિ થાય એવા હિંસા, અસત્ય, અદત્ત (ચોરી), મિથુન અને દ્રવ્ય-મૂછદિક પાપસ્થાનકેવડે આત્માને મલિન કરવો તે. પ્રખરું મનુષ્યત્વ કોને કહેવું? ઉ૦-નિર્મળ જ્ઞાનપ્રકાશાગે, પશુવૃત્તિ તજી, અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અસંગતા( નિઃસ્પૃહતા )દિક Page #231 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ] શ્રી કપૂરવિજયજી ઉત્તમ વ્રતનું યથાર્થ પાલન કરવાવડે અનાદિથી અવરાયેલી સ્વશ્રદ્ધા જ્ઞાનાદિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી લેવા પૈર્ય અને ખંતથી અડગ પ્રયત્ન કરવા તદનુકુળ વૃત્તિનું સેવન કરવું તે. પ્ર.–સભાવના કઈ કઈ છે? ઉમૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થતાદિક. પ્રવ-નિર્દોષ દિવ્ય જીવન કોને કહેવું? ઉ–સદ્દભાવના યોગે સ્વહૃદયની વિશુદ્ધિથી સ્વયેગ્યતાનુસાર સર્વજ્ઞકથિત માર્ગના યથાર્થ પાલનવડે સ્વજીવનની સાર્થકતા કરવી તે. પ્ર-શત્રુંજય, ગિરનાર પ્રમુખ પવિત્ર તીર્થસ્થળની યાત્રા કરવા જવાનું પ્રયોજન શું ? ઉ–આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ અનેકવિધ સાંસારિક તાપ સમાવવા એટલે ખરી શક્તિ મેળવવા માટે. પ્ર–નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રસંપન્ન સંતમહં તેની સેવા-ભક્તિ કે સમાગમ કરવાનું પ્રયોજન શું? ઉ–જન્મ, જરા, મરણ સંબંધી અનંત દુઃખથી સંતપ્ત આત્માને તેમાંથી મુક્ત થવાને ખરો માર્ગ એવા નિરાગી–નિઃસ્પૃહીત્યાગી જ્ઞાની પુરુષના સંસર્ગથી જ મળવાને સંભવ હોવાથી અક્ષય સુખના અથી જનો તેવા મહાપુરુષની સેવા–ભક્તિ ને સમાગમ એકનિષ્ઠાથી કરવા ચાહે છે-કરે છે. પ્ર-સર્વથા રાગદ્વેષ રહિત વિતરાગ દેવની સેવા–ભક્તિ શા માટે કરવી? Page #232 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૦૧ ] ઉ૦–અનંત જન્મમરણને આપનારા, આપણામાં જડ ઘાલીને રહેલા રાગદ્વેષમહાદિક દેને નિર્મૂળ કરવા માટે. પ્રહ–રાગદ્વેષ રહિત વીતરાગવડે અનુગ્રહ કે નિગ્રહ શી રીતે થઈ શકે? ઉ૦-જે કે વીતરાગ દેવ સાક્ષાત્ અનુગ્રહ કે નિગ્રહ કરતા નથી, પરંતુ જેમ ચિંતામણિ રત્ન, કામકુંભ, કલ્પવૃક્ષ અને કામધેનુ પ્રમુખની સેવા સફળ થાય છે તેમ વીતરાગ પરમાત્માની સેવા-ભક્તિ પણ ભવ્યાત્માઓને ફાયદાકારક થાય છે અને તેને અનાદર (આશાતનાદિક) કરનાર દુરાત્માઓને હાનિકારક-નુકશાનકારક પણ થાય છે. ચિંતામણિ રત્ન પ્રમુખ જડ-અચેતન છતાં જેમ યથાવિધિ સેવનારને ચિન્તિત ફળ આપે છે અને અગ્નિ પ્રમુખ અવિધિસેવનથી બાળે છે તેમ પ્રભુની ભક્તિ અભક્તિ કરનારને પણ આડકતરી રીતે અનુક્રમે અનુગ્રહ-નિગ્રહરૂપ થાય જ છે. પ્ર-શત્રુંજયાદિક તીર્થસેવાની સાર્થકતા શી રીતે સમજવી? ઉ–એ પવિત્ર તીર્થનું આલંબન લહી, વિશુદ્ધ લેશ્યા–પરિણા મથી અનશનાદિકવડે પૂર્વે સિદ્ધિપદને પામેલા તીર્થકરાદિકના અનંત જ્ઞાનાદિક ગુણોનું ચિત્તવન કરીને, તેમજ અત્યારે વિદ્યમાન સંત-મહંતાદિક સાધક મહાશયેની સેવા–ભક્તિ બહુમાનાદિ કરીને આત્મસ્થિરતા-રમતાપ્રાપ્ત કરવી. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ ૩૬, પૃ. ૨૭૧. ] Page #233 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] શ્રી કપૂરવિજયજી લેખન ભાષણ પ્રસંગે હિતકર શૈલીને જ આદર કરે ઘટે છે. અન્ય ભવ્યાત્માઓને સમજાવતાં–બોધ આપતાં “પ્રતિપાદક શૈલી” જેટલી કારગત ( ઉપયેગી) થાય છે, તેટલી “નિષેધક શૈલી” કારગત થઈ શકતી નથી. “આક્ષેપક શૈલી” તે કઈક વખત અનર્થકારી પણ થાય છે. આત્માભિમુખ-સાધ્યદષ્ટિ રાખી, ઠંડા મગજથી ચિત્તની સ્વસ્થતા–પ્રસન્નતા જળવાય તેમ લક્ષ રાખી, બંધબેસતી ન્યાય, યુક્તિ ને દલીલો સહિત વિધિમુખથી શાન્તિથી સામાને ઠસે એમ વસ્તુનું પ્રતિપાદન કરવું, તેવી શૈલી પ્રતિપાદન શૈલી લેખી શકાય. દાખલા તરીકે:-- ૧ સર્વ જીવોને આપણા આત્મા સમાન લેખવા, કેમ કે સર્વે જીવે જીવિત ઈચ્છે છે, મરણ ઈચ્છતા નથી. તેથી જ નિથ સાધુઓ ઘેર પ્રાણવધ મનથી, વચનથી કે કાયાથી કરતા, કરાવતા કે અનુમોદતા નથી, પરંતુ પોતે ગમે તેટલું કષ્ટ સહન કરી અન્ય જીવોની રક્ષા કરે છે–કરવા પ્રયત્ન કરે છે. ૨ સહુએ પ્રિય, પથ્ય અને તથ્ય જ બોલવું, કેમ કે તથ્ય સત્ય છતાં પણ અપ્રિય-કટુક વચન કેઈને ગમતું નથી અને પ્રિય-મધુર છતાં પરિણામે પથ્ય-હિતરૂપ ન હોય એવું વચન પણ ચાટુ અને અનર્થરૂપ હોવાથી તે સત્ય લેખી શકાય નહિ તેથી જ હિત, મિત અને પ્રિય લાગે એવું સત્ય જ વદવું. ૩ એ જ રીતે ન્યાય-નીતિ પ્રમાણિકતાનું યથાર્થ પાલન કરવું. નિર્મળ મન-વચન-કાયાથી શીલ (બ્રહ્મચર્ય) પાળવું. ક્ષમા Page #234 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ર૦૩ ] સમતા, મૃદુતા, નમ્રતા, સભ્યતા, જુતા-સરળતા અને ઉત્તમ તેષાદિક સગુણાનું સદા ય સેવન કરવું, કેમ કે એ જ રીતિનીતિ આત્માને આ લેકમાં તેમજ પલકમાં પ્રયાણ કરતાં હિતરૂપ થાય છે. તેથી પોતાનો વ્યવહાર સરલ ચાલ્યા કરે છે, ચિત્તવૃત્તિ સદા ય સુપ્રસન્ન રહે છે, ચારિત્ર ઉજવેલ અને અનેક ઉત્તમ છેને અનુકરણ કરવા ગ્ય બને છે, જેથી સ્વપરહિતની અભિવૃદ્ધિ થાય છે. આવી પ્રતિપાદક શૈલીથી અન્ય ગ્ય જીવને સમજાવવું સહેલું પડે છે. બીજી નિષેધક શૈલી પણ અધિકારી પરત્વે ઉપયોગી થાય છે. દાખલા તરીકે કોઈ પણ જીવની હિંસા કરવી નહિ, કેમકે મરવું કોઈને ગમતું નથી, તે જ રીતે જૂઠ-અસત્ય બોલવું નહિ, ચોરી કરવી નહિ, અબ્રહ્મ-મૈથુન સેવવું નહિ, પરિગ્રહની મમતા કરવી નહિ, ક્રોધ-માન-માયા-લભ-રાગ-દ્વેષ-કલહચાડી–આળ-(મિથ્યારપ)–રતિ–અરતિ–પરનિંદા–માયામૃષાવાદ અને મિથ્યાત્વનું સેવન કરવું નહિ, કેમ કે તે બધાં પાપસ્થાનક અઘોર દુ:ખને આપનારાં છે અને જીવને નીચી ગતિમાં ફેંકી દેનારાં છે. બાળજી બહુધા અનુકરણ કરવાની ટેવવાળા હોય છે. દોષવાળું વર્તન તેમના જેવા માં-જાણવામાં ન આવે એમાં જ અધિક હિત હોઈ તેમની પાસે દોષનું નિરૂપણ નહિ કરતાં ગુણનું જ નિરૂપણ કરવું અને ગુણવાળું વર્તન જ આગળ ધરવું અધિક હિતકર છે. આ વાત સઘળા માતપિતાઓ, શિક્ષકો તેમજ બધા વડીલેએ જરૂર લક્ષમાં રાખવા અને આદરવા યોગ્ય છે. જેમાં ક્રોધાદિક આવેશને વશ થઈ સામાની લાગણી દુભાય, મન ઉશ્કેરાય અને વખતે પ્રાણત્યાગ જેવા પ્રસંગ થાય એવી Page #235 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪] શ્રી કર્ખરવિજયજી આક્રોશ,નિંદા કે “આક્ષેપક શૈલીને તે બહુધા અનર્થકારી જ જાણી સુજ્ઞ ભાઈબહેનેએ મૂળથી જ અવશ્ય તજવી. ઈતિશ.... [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૦૩. ] ધર્માથી શાણુ ભાઈબહેનને હિતરૂપ ખરા હાર્દિક ઉગારે. ૧ વિદ્વત્તા કે પંડિતાઈથી લેકે કદાચ ચકિત થઈ પ્રશંસા કરશે, પણ સવૃત્તિથી જ સહુ નમશે, પૂજશે અને વશ થશે. ૨ સત્ય નિષ્ઠા, ઉદારતા, ન્યાય અને પ્રેમ ( નિઃસ્વાર્થતા) યેગે સવૃત્તિ પેદા થાય છે. સદવૃત્તિના સતત રક્ષણ અને પિષણવડે અતિ ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. અલૈકિક સુખ શાન્તિ ખરેખર એથી જ સાંપડે છે. ૩ સત્સંગથી આવી ઉમદા વૃત્તિ સહેજે પેદા થાય છે; તેથી જ સત્સંગનો પ્રભાવ ભારે છે. જેનાથી આપણા અપલક્ષણે દૂર થાય અને સગુણ પ્રાપ્ત થાય તે જ સત્સંગ, ૪ ઉચ્ચ સંયમ-ચારિત્રવાળા મહાપુરુષના સમાગમથી આપણા ઉપર સચોટ છાપ પડે છે, વૈરાગ્ય પ્રગટે છે, મન અને ઈન્દ્રિયેને કબજે રાખવાની કળા આવે છે, પ્રાપ્તસ્થિતિમાં પ્રસન્નતા જળવાઈ રહે એ સંતોષ મળે છે અને પૂર્વે નહિ અનુભવેલું અપૂર્વ સ્વાભાવિક સુખ મળે છે. ૫ એ સદગુણને ખીલવવાથી (નિરંતર પોષણ આપવાથી) સહુમાં ભેદભાવ વગરને સમભાવ-સ્વાતમભાવ પ્રગટે છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ. એટલે અજ્ઞાનયેાગે થયેલી ( વળગેલી ) મિથ્યા અહંતા–મમતા મટી જાય છે–દૂર થાય છે. [ ૨૦૫ ] ( ખાટી ) ૬ નિષ્કામ જીવિત તેનું લેખે છે કે જે ઉત્તમ-અમર કામ કરી જાય છે અથવા સર્વોત્તમ કામ નિષ્કામપણે કરેલુ અમર થઇ જાય છે. ૭ તથાપ્રકારની સત્પ્રવૃત્તિ વગરનું જીવવું ફળ વગરનું-નકામુ છે તેથી અસત્ પ્રવૃત્તિ તજી સત્પ્રવૃત્તિ જ સેવવી જોઇએ. ૮ દયા-સ્વાર્થ ત્યાગ-પરાપકાર-સતસેવા એ પુન્યને માર્ગ છે, અને પ્રાણીહિંસા-સ્વાર્થી ધતા છેતરપિંડી-વિશ્વાસઘાત તથા વિષયલાલુપતા-માયામૃષા-નિંદા-ચાડી-મિથ્યા આરેાપરાગ-દ્વેષ-મિથ્યાત્વ અને કષાય વિગેરેનું સેવન એ પાપને માર્ગ છે. ટૂંકાણમાં કંઇ પણ સહન કરીને કે ત્યાગ કરીને અન્યને સુખ-શાન્તિ આપવી તે પુન્ય અને નાહક પીડા ઉપજાવવી તે પાપ. ૯ ધર્મ- નીતિને ટૂંક સાર એ છે કે પ્રાણીવગ ને આપણા આત્મા સમાન અંત:કરણથી લેખી કાઇને દુ:ખ કે અશાન્તિ ઉપજે એવુ’-પ્રતિકૃળ આચરણ કરવું, કરાવવુ કે કરનારને સારું' લેખવવુ નહિ. સહુને આપણા કુટુંબી સમાન લેખવા. ૧૦ ડહાપણ વાપરી સંપ ( સુલેહ-શાન્તિ ) સાચવી રાખવાથી સ્વપરની અનેક પ્રકારની ઉન્નતિ થઇ શકે છે, કુસપથી અવનિત જ થાય છે. ૧૧ સવ્રુત્તિના પ્રભાવથી સંપ સ્થપાય છે અને તે લાંખે ભખત ટકીને દૃઢ થતે। જાય છે. સુખકર સપને ઈચ્છ Page #237 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] શ્રી કપૂરવિજયજી નારાઓએ સાવૃત્તિ અવશ્ય સેવવી અને તેને સર્વત્ર અધિકાધિક પ્રચાર થાય તે શુભ પ્રયત્ન કરો. ૧૨ સ્વાભાવિક ક્ષમા-સમતાને કસોટી થતાં ટકાવી રાખવાથી સહેજે સદવૃત્તિને પોષણ (ઉત્તેજન) મળતું જાય છે, ક્ષમા વડે કોધ-કષાયને પરાજય કરનારને અંતરમાં અનહદ આનંદ પ્રગટે છે, શાંતિ ફેલાય છે. ૧૩ ક્ષમાના ભંડાર એવા ખરા જ્ઞાની ગુરુની તેમજ પરમ ક્ષમાવંત સર્વજ્ઞ પરમાત્માની સાચા દિલથી બહુમાન અને શ્રદ્ધા સહિત સેવા-ભક્તિ કરવી. તેમના ઉત્તમ ગુણોને યાદ કરી, તેમણે બતાવેલા હિતમાર્ગે ચાલવું. આપણા ઉપકારી માતાપિતા, તથા વિદ્યાદાતા, સ્વામી પ્રમુખ વડીલ જનને સત્કાર કરે અને તેમની આજ્ઞા માનવી. ૧૪ બેટા કેળ–દેખાવ (ઢોંગ) વાળી બગભક્તિ ધિક્કારવા લાયક જ છે. જે આપણા અંતરમાં ન હોય તેનો કૃત્રિમ દેખાવ કરવો તે દંભ કહેવાય દંભને અને ધર્મને બનતું જ નથી. જ્યાં દંભ હોય ત્યાંથી સત્ય ધર્મ દૂર જ રહે છે અને જ્યાં સત્ય ધર્મ હોય ત્યાં દંભ હાઈ ( ટકી શકતો નથી. તેમાં પણ ધર્મના બહાને તો ખાસ તજવા યોગ્ય જ કહ્યો છે. - ૧૫ શુદ્ધ દેવ, ગુરુ પ્રમુખ ગુણીજને પ્રત્યે શુદ્ધ અંત:કરણની ભક્તિ પ્રગટે તે કલાવેલીની જેવાં અથવા એથી અધિક મીઠાં અમૃત ફળ અચૂક મળે. ઈતિશમ . [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૩૩.] Page #238 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૦૭ ] સાર શિક્ષાવચન. ૧ ઈર્ષા–અદેખાઈ તજે અને શુભ સંપર્ધા ગુણને આદર. ર સદા આનંદી–પ્રસન્ન રહે. સંતેષાદિક ગુણને સેવો. ૩ સરલતા અને નમ્રતા રાખે, પણ કોઈની ખોટી ખુશામત ન કરો. ૪ સ્વાશ્રયી બનો-કેવળ અન્ય ઉપર આધાર રાખી બેસી ન રહો. ૫ આત્મબળ અજમાવવાથી જ ઊંચી પાયરીએ ચઢાય છે. ૬ સ્વશક્તિ-બળ ફેરવ્યા વગર ઊંચું પદ પામી શકાતું નથી. ૭ બાળ–અજ્ઞાનવયમાં વરકન્યાના લગ્ન કરવાં કેવળ અગ્ય છે. ૮ સમજભરી ઑઢવયના થાય ત્યારે જ તેમનાં લગ્ન કરવા તે લેખાય. ૯ તુ પ્રાપ્ત થયા પહેલાં સ્ત્રીને પતિ સાથે યોગ ધમ્ય લેખાય નહિ. ૧૦ સગુણ સતી સ્ત્રી, પ્રેમાળ સગુણ માતા સર્વત્ર પૂજાય છે, મનાય છે, સગુણનો પ્રચાર કરે છે અને સુખશાન્તિ વષવે છે. શાણી, સુશીલ, સંતોષી અને પ્રમાણિક બહેનનું કલ્યાણ સહજ છે. ૧૧ ઉત્તમ બહેનેનું અલૌકિક વર્તન અભુત અસર તથા આકર્ષણ કરે જ છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૮ ] * શ્રી કરવિજયજી ૧૨ જેમાં અંગત સ્વાર્થને ત્યાગ હેય તે નિઃસ્વાર્થ પ્રેમ જ અદ્દભુત વશીકરણ રૂપ છે. આ પ્રેમ પ્રગટે તે શું બાકી રહે ? ૧૩ વિશુદ્ધ પ્રેમમાં ભેદભાવ ટળી જઈ સમભાવ પ્રગટે છે. ૧૪ “હું” અને “મારું” વિસારી દેવાથી ચિત્તવિશુદ્ધિ થવા પામે છે. ૧૫ પૂર્વ જન્મની સારી નરસી વાસના (કમ સંસ્કાર)વડે રાગ-દ્વેષ-મમતાદિ પ્રગટે છે અને તેથી પુનર્જન્મ કરે પડે છે. સર્વથા વાસનાના શયથી મોક્ષ થાય છે. અક્ષય સુખરૂપ મેક્ષ પ્રાપ્ત કરે એ જ આપણું પરમ કર્તવ્ય છે. યથાર્થ આત્મજ્ઞાન, આત્મદર્શન ( શ્રદ્ધા-પ્રતીતિ) અને આત્મરક્ષણવડે જ અંતે અનંત અવ્યાબાધ સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. ૧૬ ઉક્ત ત્રણ અત્યંત ઉપયોગી હોવાથી શાસ્ત્રકાર તેને ઉત્તમ રત્નરૂપ લેખે છે. દઢ અભ્યાસ ખંતપૂર્વક કરવાથી બાધક કર્મ ખસીને સર્વથા દૂર થઈ જતાં અનંત વય–શક્તિ પ્રગટ થાય છે. ત્યારપછી સકળ કર્મના ક્ષયરૂપ અથવા અક્ષય, અનંત, અવ્યાબાધ સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થવે આત્માને સર્વથા સુલભ છે. ૧૭ જન્મ, જરા, મરણને સર્વથા અંત અને અજરામર પદની પ્રાપ્તિ થવી તેમજ નિર્મળ સફટિક રત્નસમાન સ્વસ્વરૂપને સંપૂર્ણ સાક્ષાત્કાર થયો તેનું જ નામ સાચો-પારમાર્થિક-મેક્ષ. ૧૮ અક્ષય સુખરૂપ મેક્ષને ઉપરોક્ત ખરે માર્ગ તજી, Page #240 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્ર [ ૨૦૯ ] સ્વેચ્છાચાર-સ્વચ્છંદ આચરવડે જ જીવ અનાદિ વાસનાને પાષી, અનંત જન્મમરણનાંદુ:ખ જાતે જ પેદા કરે છે, કહા કે માગી લે છે. પ્રબળ પુરુષાર્થ વડે સ્વેચ્છાચાર તજી, પવિત્ર રત્નત્રયીને સાદર સ્વીકાર કરી, તેનું યથાવિધિ આરાધન ( સેવન ) કરી, સકળ વાસનાનેા ક્ષય કર્યા વગર ઉક્ત અનંત દુ:ખરાશિમાંથી શી રીતે મુક્ત થઇ શકાય ? ૧૯ દુ:ખ-દુર્ગતિના ઊંડા ગર્ત-ખાડામાં પડતાં જે હસ્તાવલંબન-ટેકે આપી આપણું રક્ષણ કરી શકે અને સુખ-સતિ સાથે જોડી આપે એ જ વાસ્તવિક રીતે ધર્મ ( અહિંસા-દયા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ-અસંગતારૂપ ) છે તે સુખના અીનાએ ઉલટથી આદરવા યોગ્ય છે. ૨૮ અહિંસા, સંયમ અને તપલક્ષણ ધર્મમાં જેમનુ ચિત્ત સદા ય રમ્યા કરે છે તેમને ઇન્દ્રાદિક દેવા પણ વંદનનમસ્કાર કરે છે. ૨૧ સ્વકર્તવ્યનું ભાન ભૂલાય એવા પ્રકારના માદક પદાર્થનું સેવન કરવું–ઇન્દ્રિયાના વિષયામાં આસક્ત થઇ જવું, ક્રોધાદિ કષાયાને વશ થવુ, નિદ્રા-આળસ વધારવાં, નકામી વાતા-કુથલીમાં કાળ ગુમાવવા અને મિથ્યાત્વ-વિપરીત શ્રદ્ધા અથવા આચરણ તથા અજ્ઞાન કે અજ્ઞાનીની સંગતિવશાત્ થેચ્છ વિચાર, વાણી અને ક્રિયાવડે સ્વપરના દ્રવ્ય ભાવ પ્રાણના વિનાશ કરવારૂપ હિંસા મુગ્ધને વારંવાર કર્યા કરે છે, તેનાથી બચવુ તેનુ નામ ખરી અહિંસા છે. ૧૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ ] શ્રી કરવિજયજી ૨૨ જાતને તથા ઇન્દ્રિયોને કબજે રાખી, તપ સંયમનું સારી રીતે સેવન કરી શકાય તે જ અહિંસાદિક મહાવ્રતોનું યથાર્થ પાલન થઈ શકે છે. ૨૩ મન જીત્યું તેણે સઘળું જીત્યું. નિર્મળ ધાનના અભ્યાસથી જ તે છતાય છે. ૨૪ સંયમ-આત્મનિગ્રહ કરનાર અને સ્વાર્થ ત્યાગ કરનાર દુઃખ માત્રને અંત કરી શકે છે, અને પરમ શાન્તિ મેળવી શકે છે. [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૩૩.] શાણું બહેનોને શિખામણના બે બેલ, “હાલી બહેન ! તમે આળસ, વિકથાદિક પ્રમાદ તજી જ્ઞાનરુચિ વધારશે તો તેથી તમારી જાતને લાભ થવા ઉપરાંત તમે તમારા આખા કુટુંબને પણ અમૂલ્ય લાભ સહેજે આપી શકશે. તમારી સંતતિને સુધારી લેવાને એ જ ખરો ઉપાય છે. તેને માટે નીચે પ્રમાણેના શિખામણના બે એલ ધ્યાનમાં લેશે. ૧ ડાહ્યા અનુભવી પુરુષે કહે છે કે “શાણું માતા સે શિક્ષકની ગરજ સારે છે” એ વાતને તમારે જાતે સિદ્ધ કરી બતાવવી જોઈએ. જો તમે ખરી કેળવણી પામશો તો તેના મીઠાં-મધુરાં ફળ સહેજે મેળવી શકશે; પણ જે તમે પિતે જ ખરી કેળવણી પામવા પ્રયત્ન નહિં કરશે તો તમારી સંતતિ પણ તમારા જેવી અજ્ઞાન રહેશે. Page #242 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૧૧ ] ૨ ગર્ભાધાનથી માંડી બાળક અમુક વયનું થાય ત્યાંસુધી તેના ઉપર સારા, ઉદાર વિચાર, મીડી અમૃત સમાન વાણી અને નિષ્પાપ આચરવડે શુભ સંસ્કારે પાડવાનુ સાભાગ્ય શાણી વિવેકી સુશીલા માતાને સહેજે પ્રાપ્ત થાય છે. એ જ એના કવ્ય ધર્મ લેખાય છે. ૩ આપણી પૂર્વકાળની જાહેાજલાલી તમે વાંચી કે સાંભળી જ હાય અને એવી જ ઉત્તમ સ્થિતિ ફ્રી પ્રાપ્ત કરવા તમને વાંછા થતી જ હાય તેા વ્હાલી બહેનેા ! આ મનુષ્ય જીવનની અમૂલ્ય ક્ષણેા નકામી વિકથાદિકમાં વેડી નહિ દેતાં, તમે પેાતે જ્ઞાનસિક બને. બુદ્ધિ પામ્યાનુ એ જ ફળ છે. પાપટીયુ કે ઉપરચેાટીયું નહિ, પણ ખરું' તત્ત્વજ્ઞાન-તાત્ત્વિક જ્ઞાન મેળવવા પ્રયત્ન કરો. વિનય બહુમાનપૂર્વક ખરા તત્ત્વજ્ઞાનીની નિ:સ્વાર્થ સેવા-ભક્તિ કરવાથી, તેમની હિતશિક્ષા હૈયે ધરવાથી તમને તત્ત્વજ્ઞાન-તાત્ત્વિક જ્ઞાનની પ્રાપ્તિ થઇ શકશે, શ્રદ્ધા સુધરી શકશે અને તમારું આચરણ પણું રૂડુ ઘડાશે. ૪ બહેન ! આજકાલની ચાલુ કઢંગી સ્થિતિ જોતાં ખેદ ઉપજે છે. જો કે તમે સામાયિક, પ્રતિક્રમણ, દેવદર્શન, ગુરુ વંદનાદિક ધર્મકરણી કરવા ટેવાયેલાં છે, પરંતુ તે તે ધર્મકરણી વિધિસર કરવાથી તેને લાભ મળી શકે તેવા લાભ તમે ભાગ્યે જ મેળવી શકે છે. આનું કારણુ વિચારશે। તા જણાશે કે જ્યાં ત્યાં ધર્મકરણી કરવા જતાં તમને વિકથા કરવાની ભારે ટેવ પડેલી હાય છે, તે સુધારી લેવાની ભારે જરૂર છે. ગમે તે ધર્મકરણી સાવધાનપણે જ કરવી જોઇએ. Page #243 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૨ ] શ્રી કપૂરવિજયજી ૫ તમે અઢાર પાપસ્થાનકે આવતી વખતે તેનાં નામ ઉચ્ચારી જાઓ છે, પણ ખરું જોતાં તેને પાપની એ છાશ કરવા પૂરતી કાળજી રહેવી જોઈએ. બહેને ! હવેથી તમે એવું લક્ષ્ય રાખતાં રહેશો તે તમારું ઘણું જ હિત થશે અને ઘણા પાપથી તમે સહેજે બચી શકશે. ૬ તમારામાંની કઈક બહેનો વ્યાખ્યાન સાંભળવા જાય છે. ધર્મપુસ્તક વાંચે છે-શીખે છે, તીર્થયાત્રા કરે છે અને વ્રત પચ્ચખાણ પણ આદરે છે. તે બધું સમજપૂર્વક, યથાશક્તિ આજ્ઞા સહિત થતું હોય તે કેટલે બધે ફાયદો થાય ? તેથી જેમ દેવગુરુધર્મની આરાધના થાય-વિરાધના ન થાય, તેમ ડહાપણુથી બધું કરતા રહેવું જોઈએ, ૭ રુડી કરણી વગર લુખી કથનીમાત્રથી તે કશું વળવાનું નથી જ. ૮ તમારામાં જે જે દેષ કે ખામી હોય તે સમજી, સુધારી લેવા લગારે વિલંબ કે સંકેચ કરવો ન જોઈએ, આપણામાં જડ ઘાલી રહેલ દેષ કે ખામી દૂર કરવાનું કોઈ હિતેષી સજન બતાવે તો આપણું અહોભાગ્ય સમજી આપણી ભૂલ જેમ બને તેમ જલદી સુધારી લેવી જોઈએ. ૯ બહેને! “પહેલું સુખ તે જાતે નર્યા” કહેવાય છે, તેવું સુખ તે જ્યારે તમે શરીર નીરોગી રાખવા પૂરતી કાળજી રાખે ત્યારે જ મળી શકે અને એથી તમારું ઘણું દુઃખ ઓછું થઈ જાય. ૧૦ પ્રકૃતિને ઠીક માફક આવે તેવો તદ્દન સાદો, સાત્વિક અને નિર્દોષ ખોરાક વખતસર નિયમિત રીતે લેવામાં આવે Page #244 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૧૩ ] તે પિતાની તંદુરસ્તી માની રહે, વ્યાવહારિક કાર્યો કરવા ઉપરાંત ધાર્મિક કાર્ય કરવામાં કુર્તિ બની રહે, ચિત્ત પ્રકુલિત રહે, ભાવના સારી થાય અને તેનો લાભ પિતાની સંતતિને તેમજ અન્ય કુટુંબી જનોને પણ મળતો રહે, એ કંઈ જેવી તેવા લાભની વાત નથી. ૧૧ નાનાં બાળકોનો બધો આધાર માતાના સ્તનપાન ઉપર રહે છે. જે માતા શાણું હોય તો બાળકનું હિત ચાહીને દુધ ખરાબ ( વિકારી ) ન થાય તેવી અવશ્ય ચીવટ રાખે જ, એ માતાનો કર્તવ્ય ધર્મ છે. ૧૨ સુખે પચે એવું નિર્દોષ અને નિયમિત ખાનપાન કરવા ઉપરાંત ઘરમાં સહુનાં શરીરનું આરોગ્ય સચવાય માટે બીજી ઘણું સંભાળ રાખવાની જરૂર છે. આવી સમજ ફેલાવવાનું રુડું કામ સમાજનું હિત હૈયે ધરી તેની નિઃસ્વાર્થ સેવા કરવા ઈચ્છનારી સમયસૂચક અને કાર્યકુશળ વિદુષી બહેને ભારે સફળતાથી કરી શકે છે. સેવાધર્મનું રહસ્ય સમજનારી શાણું બહેનોને એ ઉચિત જ છે, એથી અનેક સધવા, વિધવા અને કુમારિકા બહેનો એમ કરતાં શીખે છે, અને સ્વજીવિતવ્યને રસવાળું કરી અન્ય બહેનોને અનુકરણ કરવા યોગ્ય બને છે. આવા અનેક દાખલા સેવાપ્રેમીને આજે અજાણ્યા નથી. ૧૩ ધમી પણાનો ઑટે ડાળ નહિ ઘાલતાં ધર્મને લાયક બનવાની જરૂર છે. હૃદયની વિશાળતા, ગંભીરતાદિક ગુણેના સંસેવનવડે આપણામાં ધર્મની ગ્યતા આવી શકે છે. પ્રથમ એની જ ખરી જરૂર હોવાથી એવી અગત્યની બાબતની ઉપેક્ષા નહિ કરતાં ખંતથી આદરવી જોઈએ. Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪ ] શ્રી કરવિજયજી ૧૪ જેથી આપણામાં ધર્મ યોગ્યતા આવે તેવા સદ્ગુણેાની સક્ષેષથી સમજ અહીં આપવી ઉપયોગી થશે સ્વદેષને તજવાથી જ સદ્ગુણુ આવશે. [જૈ. . પ્ર. પુ. ૩૭, પૃ. ૩૫. ધર્મ યાગ્ય એકવીશ સદ્દગુણાનુ સક્ષેપથી વિવરણ, ૧ ગંભીરતા-હૃદયની વિશાળતા, તુચ્છતા-ક્ષુદ્રતા દોષને તજવાથી જ આવશે. જ્યાંસુધી પરાયા છિદ્ર જોવાની ક્ષુદ્ર દેવ ન તજી શકાય ત્યાંસુધી અન્ય જામાં રહેલા અમૂલ્ય રત્ન જેવા ઉત્તમ ગુણા આપણે શી રીતે જોઇ, પારખી, તેને આપણામાં હૃદયમાં ઊતારી શકીએ ? ૨ શરીરની સુઘડતા--સુંદરતા-નિરોગતા મેળવી ટકાવી રાખવા માટે યથેચ્છ ખાનપાનમાં થતી હુદબહારની સ્વચ્છંદતા તજ, મન અને ઇન્દ્રિયા ઉપર કાબૂ જાળવી રાખી, વિકારી વસ્તુથી તદ્ન દૂર રહેવુ જોઇએ. ઇન્દ્રિયાને વશ નહિ થતાં તેમને વશ કરનાર મનુષ્ય સુખી થાય છે. ૩ સામ્યતા—પ્રકૃતિમાં શીતળતા મેળવવા માટે વિધી વન તજવું જ જોઇએ, એમ કરવાથી અન્ય જના ઉપર પણ બહુ ઉપકાર થઈ શકે છે. ૪ લાકપ્રિયતા—લેાકવિરુદ્ધ કામ તજી લેાકેાપકારક કાર્ય પ્રેમથી કરનાર સહુને વ્હાલા લાગે છે અને અનેક જીવાને સન્માર્ગ દ્વારવા શક્તિવાન થાય છે. લેાકવિરુદ્ધ કામ Page #246 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૧૫ ] કરનાર સહુ કોઈને અળખામણા થઈ પડે છે. તેનું હિતવચન પણ કોઈને ગમતું નથી, તેથી તે પોપકાર પણ કરી શક્તો નથી. ૫ પ્રસન્નતા–કરતા અથવા મનની કિલષ્ટતા તજવાથી એ ગુણ સહેજે પ્રગટે છે અને સ્વપર અનેકને સુખદાયક બને છે. ૬ પાપને ડર–જેનું અંતઃકરણ કમળ હોય તેવા ભદ્રિક જીવ પાપથી દૂર રહે છે. વડીલનું પણ મન દુભાય એવું કરતાં સંકોચાય છે. ૭ અશઠતા–છળ-પટ-દગાબાજીવાળ વાંકો માર્ગ તજવાથી સહેજે સરલતા આવે છે. તેવા મનુષ્યની જ રહેણીકરણ શુદ્ધ હોઈ શકે છે. ૮ દાક્ષિણ્યતા–ઉચિત-વ્યાજબી પ્રાર્થનાનો ભંગ નહિ કરવાની ટેવથી સમયોચિત વતી, સામાનું દિલ પ્રસન્ન કરી, તેને કાયમને માટે પિતાને બનાવી, સન્માર્ગે દોરી શકાય છે. ૯ લજજાળતા–દેવ, ગુરુ, ધર્મ યા વડીલની આમન્યા સાચવનાર અનેક અકાર્યોથી સહેજે બચી શકે છે અને સત્કાર્ય કરી શકે છે. ૧૦ દયાળુતા–સ્વાર્થ ત્યાગ કરવાથી, સહનશીલતા યા ક્ષમાવાળા સ્વભાવથી મનુષ્ય અનેક અપરાધી જીવોને પણ અભય આપી શકે છે, તો પછી નિરપરાધી જીના પ્રાણ લેવાની વાત તો તેને ગમે જ કેમ ? ૧૧ મધ્યસ્થતા-નકામે રાગદ્વેષ યા પક્ષપાત તજવાથી, ખરી હિતકારી વાતની પરીક્ષા કરી, સહેજે તેને જ આદર કરી શકાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૬ ] શ્રી કરવિજયજી ૧૨ ગુણરાગ–દષદષ્ટિ અથવા બેટો પક્ષપાત તજવાથી, કોઈ પણ સદ્દગુણીનો સંગ થતાં તેમાંથી સહેજે ગુણ ગ્રહણ કરી શકાય છે. ૧૩ સતકથન-વિકથા અથવા નકામો બકવાદ કરવાની ટેવ તજવાથી સજજનોનાં કથન-હિતવચનો કે ચરિત્રો સહેજે ગમે છે અને તે તરફના બહુમાનથી અનેક જનું હિત સહેજે સધાય છે ૧૪ સુ પક્ષ–સત્કથન કરવાની કાયમી ટેવથી, આખું કુટુંબ સત્યપ્રિય અને સત્યાગ્રહી બને છે અને તેવું એક પણ કબ બીજાં અનેક કુટુંબને તેવાં જ સત્યપ્રિય અને સત્યાગ્રહી બનાવી, ભારે ઉપકારક નીવડે છે, એ રીતે સકળ જ્ઞાતિ, દેશ કે સમાજ સહેજે ન્નતિ સાધી શકે છે. ૧૫ દીર્ઘદૃષ્ટિ–માધ્યસ્થતાથી ગુણદેષને ઠીક સમજી શકનાર ભવિષ્યમાં થનાર લાભ-હાનિનો પૂરતો ખ્યાલ બાંધી, અશકય અને અહિત કામથી બચી શકય અને હિતકાર્યમાં સહેજે પ્રવૃત્તિ કરી શકે છે. સદ્વિવેકથી જીવ ભારે સુખી અને અવિવેકથી ભારે દુઃખી થાય છે. ૧૬ વિશેષજ્ઞતા-મૂઢ જનેની સોબત તજી, જ્ઞાનીજનો સાથે ગોષ્ઠી કરવાથી ગુણદોષ, હિતાહિત, કાર્યાકાર્ય, ભક્યાભઢ્ય, અને ઉચિત અનુચિત સંબંધી વિવેક સહેજે પામી શકાય છે, તેથી જ ખરો માર્ગ યથાર્થ સમજીને સુખે આદરી શકાય છે. ૧૭ વૃદ્ધ સેવા-કાચી બુદ્ધિના ઉછુંખલ જનોની સંગતિ નહિ કરતાં, પરિપકવ બુદ્ધિના અનુભવી સુશીલ જનની સેવા Page #248 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૧૭ ] ભક્તિ કરવા સાથે તેમનાં હિતવચનોને અનુસરીને ચાલવાથી આપણામાં સહેજે અનેક ઉત્તમ ગુણ આવે છે. ૧૮ વિનય–સદગુણી જને પ્રત્યે નમ્રતા, બહુમાન દાનવવાથી સહેજે આપણામાં ઘર ઘાલી રહેલી અક્કડતા (માનવૃત્તિ) ઓછી થઈ જાય છે. વળી વિનય એક અજબ વશીકરણ હોઈ મોટા જ્ઞાની પુરુષને પણ વશ કરી શકે છે અને આપણામાં યોગ્યતા–લાયકાતની ખાત્રી થતાં આપણને એગ્ય હિતમાર્ગ બતાવવા લલચાવે છે. વિનયવડે ખરી વિદ્યા, વિવેક અને શ્રદ્ધાયેગે આપણે સુશીલ, દયાળુ, સત્યવાદી, પ્રમાણિક અને સંતોષશાળી બની અનુક્રમે મોક્ષના અધિકારી થઈએ છીએ. ૧૯ કતજ્ઞતા–કેઈએ આપણું હિત કર્યું હોય તો તે કદાપિ ભૂલી નહિ જતાં તેને સદા યાદ રાખી, તેના કયારે બદલે વાળી શકાય એવું રટન બની રહેવાથી, સ્વધર્મથી ચૂકયા વગર સ્વપરહિત સહેજે સાધી શકાય છે. ૨૦ પરોપકાર–સ્વાર્થ ત્યાગ કરવાથી અને આપણું દિલ ઉદાર બનાવવાથી આપણે સહેજે સ્વપરહિત વધારે વધારે સાધી શકીએ છીએ. ૨૧ કાર્યદક્ષતા–કાર્ય કરવાની કુશળતા અભ્યાસવડે આવે છે, તેથી જડતા દૂર થતાં ચંચળતા વધે છે અને ધર્મરોગ્યતા પામી સુખી થવાય છે. આપણા સહુમાં આવા ઉત્તમ ગુણે પેદા કરી ધર્મગ્યતા પામવા સબુદ્ધિ જાગો ! ઈતિશમ [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૭. ] Page #249 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી કપૂરવિજયજી બ્રહ્મચર્ય અથવા સુશીલતાને સેવવાની ભારે જરૂર. શુદ્ધ-પવિત્ર-નિપાપ થવું કને ગમતું નહિ હોય ? સહુ કેઈને તે ગમે જ, વિશુદ્ધ વિચાર, વાણું અને આચારના સંસેવનથી જ નિપાપ થઈ શકાય છે. નિર્દોષ ક્ષમા, મૃદુતા, સરલતા, સંયમ, તપ અને સંતોષાદિક ધર્મ જનિત આત્માના સ્વાભાવિક સુખમાં રમણતારૂપ શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્યની સિદ્ધિ માટે ઉત્તમ ભાઈબહેનેએ નિજ બળ–વીર્યનું જેમ બને તેમ ચીવટથી સંરક્ષણ કરતા રહેવાની ભારે જરૂર છે. ચપળ મન અને ઈદ્રિયને વશ થઈ નહિ જતાં, તેના પ્રલોભનેમાં ફસાઈ નહિ જતાં, સ્વપરનાં હિત-શ્રેયાર્થે તેમને અંકુશમાં રાખનારાં બ્રહ્મચર્યને સાધી શકે છે. શુદ્ધ બ્રહ્મચર્યનો મહિમા ન વર્ણવી શકાય એ અગમઅપાર છે. બ્રહ્મચર્યના સંસેવનવડે સ્વ જીવનતત્ત્વ–Vitality ટકી રહે છે, નિર્મળ જ્ઞાન અને શ્રદ્ધાની વૃદ્ધિ થાય છે, સ્વચારિત્ર્યની રક્ષા, શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે, જગતમાં પુષ્કળ યશવાદ થાય છે, ઈન્દ્રિાદિક દે પણ પ્રેમભર પ્રણમે છે, અને અંતે અક્ષય અનંત સુખ-સમૃદ્ધિને પામે છે. આવું પ્રભાવશાળી બ્રહ્મચર્ય સુખના અથી સહુ કેઈએ અવશ્ય પાળવું જોઈએ. તેના વડે દીર્ઘ આયુષ્ય, સુંદર આકૃતિ, મજબૂત અને સહનશીલ શરીર, પ્રબળ પુન્ય પ્રકૃતિ અને ઉત્તમ ઓજસ પ્રમુખ ઉદ્દભવે છે. વળી એના પ્રભાવથી પેદા થનારી પ્રજા પણ સર્વ વાતે સુખી સદ્દગુણું અને પ્રભાવશાળી બની, આ લકનું તેમજ પરલોકનું હિત હેજે સાધી શકે છે. શુદ્ધ શીલનું યથાર્થ પાલન કરવાથી પૂર્વે અનેક સાત્વિક સ્ત્રી-પુરુષે Page #250 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૧૯ ] એવી ઉચ્ચ કોટીને પામેલાં છે કે તેમના આલંબનથી કઈક ભવ્યાત્માઓ સુખી સદ્ગુણી બની અન્ય અનેક જીવને ઉન્ન. તિના માર્ગમાં સહાયરૂપ થયા છે એક જ બ્રહ્મચર્યવ્રત અન્ય અનેક સદ્દગુણોને મેળવી આપે છે, તેથી ખરા સુખના અથી દરેક ભાઈબહેને તેને અત્યંત આદર કરે ઉચિત છે. સ્વાભાવિક સુખને મેળવવા ઈચ્છનારાઓએ તુચ્છ વિષયસુખવાળી પશુવૃત્તિ (વિષયલેલુપતા) નિવારીને, સંતોષવૃત્તિને દઢતાથી સ્વીકાર કરી, મન, વચન, કાયા તથા ઈન્દ્રિયોને યથાર્થ નિગ્રહ કરી, આત્મામાં છુપું રહેલું અનંત અતુલ સ્વાભાવિક બળ-વીર્ય પ્રગટ કરવા ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. એ રીતે પ્રગટ થતા બળ-પરાક્રમવડે અનેક અચિન્ય, ઉત્તમ, ઉપયોગી કાર્યો અનાયાસે સિદ્ધ કરી શકાશે. બ્રહ્મચર્ય એ જ સર્વ સુખની ચાવી-કુંચી છે. પરસ્ત્રીગમન તથા વેશ્યાગમનાદિકથી થતી અનેક પ્રકારની ખુવારી જાણું–બૂઝીને ડહાપણથી તે તે દુષ્ટ બદીઓને તરત ત્યાગ કરે ઘટે છે, ઈન્દ્રિયનિગ્રહ સમું કોઈ સુખ નથી અને ઈન્દ્રિયપરવશતા સમું કેઈ દુઃખ નથી. એક એક ઇન્દ્રિયની પરવશતાથી પતંગ, ભંગ-ભમર, મીન-માછલી, હરણ અને હાથી પ્રમુખ મરણાન્ત દુ:ખ પામે છે, તો પાંચે ઈન્દ્રિયોને પરવશ પડેલા જીવોના કેવા હાલ થાય ? જે પરાશાના પાશમાં પડેલા છે તે જગતમાત્રના એશીયાળા થઈ રહે છે, પણ જે પરાશાથી મુક્ત થઈ નિ:સ્પૃહ બને છે તેનું દાસત્વ આખી દુનિયા કરે છે. સુખ સહુને ગમે છે, પણ સુશીલતાવડે તે પ્રાપ્ત થઈ શકે છે. દુઃખથી સહુ ડરે છે, પરંતુ કુશીલ-દુઃશીલ Page #251 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૦ ] શ્રી કપૂરવિજયજી જના દુરાચારને તજી શકતા નથી. રાવણ જેવા રાજવીના પણ કુશીલતાથી કેવા માઠા હાલ થયા ? સુખના અધીજનાએ સતી સીતા અને રામચન્દ્ર જેવા સુશીલ થવુ જોઇએ. શીલ-સદાચાર સમાન ખીજું કેાઇ શ્રેષ્ઠ ભૂષણ નથી. શીલના પ્રભાવથી જંગલ માઁગળરૂપ થાય છે, અગ્નિ જળરૂપ થાય છે, સર્પ ફૂલની માળારૂપ થાય છે, વિષ અમૃતરૂપ થાય છે અને શત્રુ મિત્રરૂપ થાય છે. દેવેા પણ સુશીલ મનુષ્યનું દાસત્વ કરે છે, શીલના પ્રભાવથી મંત્ર સિદ્ધ થાય છે, ચાતરફ્ યશકીર્ત્તિ વિસ્તરે છે, તથા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પ્રાપ્ત થાય છે. અબ્રહ્મસેવન( વિષયાંધતા )થી નિબિડ કર્મ બંધ થાય છે. સકળ સુકૃત્ય( પુન્ય )નેા ક્ષય થાય છે અને સર્વ પ્રકારનુ વિપરીત થવા પામે છે. તેવી દુષ્ટ કુશીલતાથી દૂર જ રહેવું જોઇએ. સંત-મહ તા તા આત્માની હેાઇ ઉક્ત મહાવ્રતને ધારવા વિષયસુખને સર્વથા ત્યાગ કરે છે. વિવિધ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શોમાં મૂંઝાયા વગર સદા સમભાવે રહે છે. સુશીલ ગૃહસ્થ સજ્જના સ્વદારા ( સ્વપત્ની ) સ ંતાષી જ હાય છે. એટલે પરસ્ત્રી પ્રમુખને તેઓ માતા, પુત્રી કે સહૈાદરા સમાન લેખે છે. ફક્ત એછી સમજના-કમઅક્કલવાળા મુગ્ધજના જ ઉચિત મર્યાદાના લેાપ કરીને સ્વચ્છ ંદપણે વિહરતા કામાંધ બની એવાં અનાચરણ કરે છે કે જેથી અહીં ઇતના કાંકરા કરી ચિન્તાગ્રસ્ત થઈને બહુ દુ:ખી થાય છે, અને પરભવમાં દુષ્કૃત્ય ચેાગે દુર્ગતિમાં પડી ભારે વિડ ંબણા પામે છે. યત:—— Page #252 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ | [ ૨૨૧ ] “ કાયાનું સુકૃત્ય જાય, ગાંઠનું ગ9 જાય; નારીનો સ્નેહ જાય, રૂપ જાય રંગથી. ઉત્તમ સહુ કમ જાય, કુળના સહુ ધર્મ જાય; ગુસજનની પ્રીતિ જાય, કામના પ્રસંગથી. ગુણાનુરાગ દૂર જાય, ધર્મ પ્રીતિ નાશ થાય; રાજાની પ્રતીત જાય, આત્મબુદ્ધિ ભંગથી. જપ જાય ત૫ જાય, સંતાનોની આશ જાય; શિવપુરનો વાસ જાય, વેશ્યાના પ્રસંગથી.” કુલટા સ્ત્રીનો સંગ-પ્રસંગ જેમ સુજ્ઞ સુશીલ જજોએ તજવાને છે તેમ લંપટ દુશીલ જન સંગ-પ્રસંગ પણ સુશીલ બહેનોએ સાવચેતીથી અવશ્ય તજવાનો છે. સુશીલતાથી જ સર્વ વેગક્ષેમ સંપજે છે અને કુશીલતાથી તેનો ક્ષય થાય છે, એમ સમજી સુશીલતા આદરવા ઊજમાળ બને. ઈતિશ.... [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૬૮. ] મદાંધતાથી થતું પારાવાર નુકશાન સમજી તેનો કરવો જોઈતો ત્યાગ. જાતિ,૧ રૂપ, કુળ, બળ, લાભ, બુદ્ધિ, તપ અને -શ્રુતસંપદાના મદથી અંધ બનેલા પામર જને આલેક અને પલેક સંબંધી સ્વહિતથી ચૂકી ભ્રષ્ટ થઈ જાય છે, તે બાપડા ખરી વાતને સમજતા નથી. ૧ આ સંસારમાં પરિભ્રમણ કરતાં લાખો કરોડોગમે જાતિએમાં રહેલી હીનતા, મધ્યમતા અને ઉત્તમતાને જાણી લેણ Page #253 -------------------------------------------------------------------------- ________________ [ ર૨૨ ] શ્રી કપૂરવિજયજી સુજ્ઞજન જાતિમદ કરે ? કર્મવશપણાથી એકેનિદ્રય, બેઈન્દ્રિય પ્રમુખ જુદી જુદી જાતિઓમાં જીવને જન્મ લેવો પડે છે; તે પછી વિચારવું ઘટે છે કે આમાં કેની કઈ જાતિ કાયમ રહેનારી છે? કરણ પ્રમાણે જાતિનું નિર્માણ થાય છે, તે પછી તેને મદ કરે કેમ ઘટે ? ન જ ઘટે. ૨ વિશાળ-ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા કઈક જનોને રૂપ, બળ, જ્ઞાન, બુદ્ધિ અને શીલ સંપદાથી તદ્દન શૂન્ય રહેલા જોઈને સુજ્ઞ જનોએ ખરેખર કુળમદ કરવાનું પ્રયોજન શું ? તેમજ સ્વગુણથી અલંકૃત (શોભિત) એવા શીલ સદાચારસંપન્ન સજજનને પણ કુળમદ શા માટે કરે જોઈએ ? ૩ પિતાના વીર્યથી અને માતાના રુધિરથી ઉત્પન્ન થનારા અને સદા ય હાનિ વૃદ્ધિને પામનારા તથા રોગ અને જરાના ભયવાળા જીવને પ્રાપ્ત રૂપને મદ કરવાનો અવકાશ જ ક્યાં છે? વળી સદા ય ઘસારો પામતા, ત્વચા અને માંસથી ઢંકાયેલા, અશુચિથી ભરેલા અને નક્કી વિનાશ પામનારા રૂપમાં મદ કરવો ન જ ઘટે. ૪ બલિષ્ઠ માણસ કઈ આધિ, વ્યાધિથી ક્ષણવારમાં નિર્બળ બની જાય છે અને બળહીન હોય તે સંસ્કારગે ફરી બળિ૪ બને છે, માટે બળ કાયમ રહેવાનું નથી અને મૃત્યુ પાસે કશું જેર ચાલવાનું નથી, એમ સ્વબુદ્ધિથી સારી રીતે સમજી લઈ, સમજુ માણસોએ છતા બળને પણ મદ કરે ઘટતું નથી. ૫ લાભાંતરાયને ઉદય અને ક્ષપશમના કારણે થતા લાભાલાભને અનિત્ય માની, અલાભ વખતે વિકળતા અને લાભ Page #254 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૨૩ ] મળતાં સુજ્ઞ જતાએ વિસ્મય કરવા ન ઘટે. વળી મુનિવરેને ગમે તેટલે વિશાળ ( લબ્ધિ પ્રમુખના ) લાભ થયેા હોય તે પણ તેઓ તેના મઢ ન જ કરે. ૬ પૂર્વ મહાપુરુષોનું સમુદ્ર જેવું અથાગ-અનતું વિજ્ઞાનખળ સાંભળી જાણીને આધુનિક પુરુષા શું જોઇને સ્વબુદ્ધિને મદ કરે? સમુદ્રની પાસે ગાગરડી શું ગર્વ કરી શકે ? ૭ ભિખારીની જેમ ઉપગાર નિમિત્તે અન્ય જનાની ખુશામત કરીને જે પ્રસાદ મેળવવામાં આવે તેના વડે મદ કરવા કેમ ઘટે? કેમ કે તેવા પ્રસાદાત્મક લાભના અભાવ થતાં ભારે શાક થાય છે, અથવા તનેા મઢ કરવાથી કૂરગડુ મુનિની પેઠે ભવાન્તરમાં તપના અંતરાય થાય છે. ૮ અતિ વિસ્મયકારી માષતુષ મુનિનુ વૃતાન્ત તથા સ્થૂળભદ્ર મુનિને થયેલી વિક્રિયા સાંભળીને, જ્ઞાની ગીતાર્થીની ખતભરી સેવાવડે મેળવી શકાય એવું સર્વ મહુર અને ચરણકરણસાધક શ્રુતજ્ઞાન પામી તેનાવડે મઢ કેમ કરવા ઘટે ? ઉપર જણાવેલા મદસ્થાનકો સેવવામાં કેવળ સ્વહૃદયના ઉન્માદ અને સંસારવૃદ્ધિ વગર બીજો કેાઇ વાસ્તવિક લાભ થતા નથી જ. જાતિ પ્રમુખના મદથી મત્ત થયેલ પ્રાણી આ ભવમાં જ ભૂતાવિષ્ટની પેઠે દુ:ખી થાય છે અને પરભવમાં જાતિ પ્રમુખ સંબંધી હીનતા બેશક પામે છે. જે જે વસ્તુના ગ કરવામાં આવે છે તે તે વસ્તુ મેળવવામાં માટી મુશ્કેલી નડે છે, સહેજે તે વસ્તુ મળી શકતી નથી અને મળે છે તે તે બહુ જ નિકૃષ્ટ અધમ કેપિટની જ મળી શકે છે, એમ સમજી Page #255 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૪ ] શ્રી કપૂરવિજયજી સર્વ મહસ્થાનોને સમૂળગા ટાળવાના અથી સાધુજનાએ સ્વગુણગર્વ અને પરિનંદા સદા સાવધાનપણે સર્વથા તજવાં ઘટે છે; કેમકે પરની અવગણના, પરનિંદા અને આત્મઉત્કર્ષ ( ગર્વ ) કરવાવડે અનેક કેાટી ભવમાં ન છૂટે એવું નીચગેાત્રકમ ધાય છે. ઇતિશમ્. [ રે. ૧. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૦] આપણું કર્તવ્ય સમજી સાવધાન થવાની જરૂર. ઊંઘમાંથી જગાડી કાઇ આપણું નામ પૂછે તે તે આપણે તરત વગર કાચે કહી દઇએ, તેમ આપણે સહુએ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તરીકે આપણું કર્તવ્ય બહુ સારી રીતે જાણી, આદરી, દૃઢ પરિચિત કરી લેવું જોઇએ, કે તે વિસાયુ`` પણ વિસરે નહિ. અનેક ભાઇબહેનેાને તે। સ્વકર્તવ્યનું ભાન પણ હેાતુ નથી, કઇક ભાઇબહેનેાને તેનું કઇંક ભાન હાય છે તે તેમાં મદ આદર હેાય છે, એટલે મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથાદિક પ્રમાદવશ બની જઈ સ્વક વ્ય કરતા નથી, અથવા બેદરકાર બની તેની ઉપેક્ષા કરે છે; ત્યારે થાડાએક એવા સદ્ભાગી વિરલ નરરત્ના પણ હેાય છે કે જેઓ સ્વકર્તવ્ય ધર્મને સારી રીતે સમજી પ્રમાદરહિતપણે તેનુ પાલન કરે છે, અન્ય પ્રમાદી જનાને હિતાપદેશ આપી ધર્મ માર્ગમાં જોડે છે અને સ્વકર્તવ્યપરાયણ જનેને જાણી જોઇ તેનું અનુમોદન કરે છે. કોઇ પણ સુકૃત્ય કર્યું, કરાવ્યુ કે અનુમેદ્ય હાય તે અતુલ ફળ આપે છે એવી આપણી શ્રદ્ધા-માન્યતા સાચી જ Page #256 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ર૨૫] હોય તે આપણે કંઈ પણ દુકૃત્ય કરવા, કરાવવા કે અનુમોદવાથી દૂર રહેવા માટે સુકૃત્ય અને દુષ્કૃત્યનું ખરું ભાન આપણા અંતઃકરણમાં સદાદિત રાખવા ભારે કાળજી રાખવી જોઈએ. અઢારે પાપસ્થાનકોનાં નામ આપણે કઠે કર્યા તેટલા માત્રથી શું વળે ? તેથી કાંઈ પાપસ્થાનકથી આપણે આત્મા લેપાતોમલિન થતો ન અટકે, માટે સદાચરણમાં ઉત્સાહ સહિત નિઃસ્વાર્થ પણે પ્રવૃત્તિ કરતાં શીખી, આપણે આત્મા ઉજજવળ-નિર્મળ બનતો જાય તેની પૂરી કાળજી આપણે રાખતાં રહેવું, એ બહુ ઈચ્છવાજોગ છે. પૂરેપૂરી સમજ યા વિવેકની ખામીને અંગે ખરું કર્તવ્ય ભૂલી જઈ અથવા બાજુએ રાખી આપણે બધા દેખાદેખી કરવા લાગીએ છીએ. એ ગંભીર ખામી સુધારી લેવાની ભારે અગત્ય આપણને પૂરેપૂરી સમજાય તો આપણું ભવિષ્ય સુધ રતાં વાર ઓછી જ લાગે; કેમકે આપણું ખરા કર્તવ્યનું યથાર્થ ભાન સદ્દભાગ્યે થયા પછી તેનું પાલન કરવા આપણે ઠીક લાગણી સાથે પ્રયત્ન કરી શકીએ. અનાદિ અજ્ઞાન અને કુવાસનાયેગે આપણામાં અગણિત દોષ જડ ઘાલીને રહેલા છે, તે બધા દૂર કર્યા વગર આપણે છૂટકે નથી, પરંતુ આત્મબળ ફેરવી ખરે માગે લાગ્યા વગર તે દે બોલવા માત્રથી દૂર થઈ શકે એમ નથી. આખી સમાજનો મોટો ભાગ જ્યારે ખરા કર્તવ્યનું ભાન ભૂલી આડેઅવળે રસ્તે ચઢી ગયો હોય ત્યારે ખરા શાસન પ્રેમી ૧૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ [૨૨૬] શ્રી કપૂરવિજયજી નેતાજન(સુસાધુએ તેમજ સુશ્રાવકો)ની એ ખાસ જવાબદારીવાળી ફરજ છે કે મુગ્ધ–અજ્ઞાન જીવને તેમના ખરા કર્તવ્યનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસારે યથાર્થ ભાન કરાવી સન્માર્ગે વાળવા. આના જેવું પવિત્ર પરોપકારક કાર્ય બીજું શું છે? જો કે આ વાત તેવા સભાગી વિદ્વાન સાધુ કે ગૃહસ્થ જનને બહુધા જ્ઞાત જ હોય છે, પરંતુ જોઈએ એવી નૈતિક હિંમતના અભાવે અથવા સમાજના દુર્ભાગ્યે તેઓ પૂરતી ધીરજ અને ખંતથી પ્રસ્તુત કાર્ય કરતા જણાતા નથી. શાસનપ્રેમી સહૃદય સુસાધુ અને ગૃહસ્થ નેતાઓને તેમ કરવું છાજે નહિં. આપણ સહને સ્વકર્તવ્ય યથાર્થ જાણવા અને આદરવા સદબુદ્ધિ જાગો. ઈતિશમ. [ જે. ૫. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૧. ] આપણાં દુઃખ શી રીતે ટળે? આપણી છતી ભૂલ નહિ સુધારવાથી જ આપણે દુઃખી થઈએ છીએ, એમ સમજી આપણી ભૂલ સુધારવા આપણે તાત્કાલિક પ્રયત્ન કરવો જોઈએ.” ૧ “ જેનધર્મ વિનયમૂળ કહ્યો છે. તેમ છતાં તેના અનુયાયી વર્ગ સાધુ, સારી, શ્રાવક, શ્રાવિકાઓમાં ખરો વિનય બહુ ઓછો જણાય છે. નાના મોટાની મર્યાદા તૂટતી જાય છે અને છાચાર વધતો જાય છે. જુદા જુદા વાડા અને તડે પડતા જાય છે, તેથી ગમે તેવા હીનાચારીએ ફાવી જાય છે. આચારશુદ્ધિ બહુ ઓછી દેખાય છે અને આચારભ્રષ્ટતાનું જોર વધતું જાય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૨૭ ] ૨ મદ, કષાય, વિષય, નિદ્રા, વિકથા, અજ્ઞાન અને મિથ્યાત્વ પ્રમુખ પ્રસાદસ્થાનાને સાવધાનતાથી તજવાનુ` સજ્ઞનું સ્પષ્ટ ફરમાન છે, છતાં તેને જ કેમ પાષવામાં આવે છે ? સ્વચ્છંદતા વધવાથી જ આપણી અધેાાંત થતી જાય છે. જો તેમાંથી અંચવુ જ હાય તા વિનય-હુમાનપૂર્વક ખરા હિતસ્વી જ્ઞાનીનાં એકાન્ત હિતકારી વચનાને જ અનુસરે. " ૩ જિનેશ્વરકથિત ધર્મને અનુસરનારા સ્વધી આનુ પ્રથમ કેટલું બધુ બહુમાન કરવામાં આવતું હતું? તેમાંનુ અત્યારે કયાં છે? જે કાંઇ અત્યારે દેખાય છે તેમાં પણ વાસ્તવિકતા કરતાં આડંબર ઘણા ભળેલા હાય છે. ખરી જરૂરીઆત તરફ લક્ષ્ય જ કયાં અપાય છે? તેથી હુજારા ખલ્કે લાખાના ખર્ચ કરવા છતાં સમાજની સ્થિતિ લેશ માત્ર સુધરતી જણાતી નથી. આ માટે જવાબદાર કે ? કાઇ કહે છે કે ઉપદેશક સાધુએ જ. તેએ સમયને ઓળખી બરાબર બંધબેસતા ઉપદેશ આપતા નથી અને કઇક વખતે સ્વાર્થ વશ બીનજરૂરી કે અલ્પ જરૂરી ઉપદેશ આપ્યા કરે છે-આપે છે. તેથી કઇક મુગ્ધ શ્રીમતા તેવે માર્ગ દ્રવ્યવ્યય કરવા દારવાઇ જાય છે.’ કેાઈ કહે છે કે એ બધી શ્રીમ`તાની ઊંધાઇ-મધાઇ છે. તેમને ફાવે-ગમે તે માગે જ તેએ વ્યવ્યય કરતા રહે છે. ખીનએનુ કહેવુ એધુ જ કાને ધરે છે. બહુધા તે નાકની ખાતર જ દ્રવ્ય ખર્ચે છે. અજબ વશીકરણરૂપ પ્રેમ જેવી વસ્તુ તે તેએ ઘણે ભાગે ભૂલી ગયા જ હાય છે, નહીં તે નાનકડી સમાજના ઉદ્ધાર થતાં શી વાર લાગે વારુ? ' આ અન્ને વાતમાં સર્વથા સત્ય-વજૂદ નથી, એમ કહી શકાય નહી; કેમકે ઉપદેશકમાં તદ્દન નિ:સ્વાર્થતા-નિ:સ્પૃહતા સાથે ' Page #259 -------------------------------------------------------------------------- ________________ [૨૮] શ્રી કપૂરવિજયજી સમયજ્ઞતા અને ભાવભીરુતાની જેટલી ખામી તેટલી ઉપદેશમાં વિષમતા આવવાને પૂરો સંભવ રહે છે અને દાતાઓમાં ખરા ખોટા પાત્રને પારખવારૂપ વિવેકની જેટલી ખામી તેટલી દાનફળમાં પણ વિષમતા આવવાનો સંભવ રહે છે. નિદાન એટલી વાત તો ચોક્કસ છે કે–ઉપદેશકની જવાબદારી ઘણી મોટી છે, તેથી તેમણે ઘણી જ સાવધાનતા રાખવાની જરૂર છે. તેમનામાં તુચ્છ સ્વાર્થની તે ગંધ પણ ન જોઈએ.શાસ્ત્રરહસ્યને સર્વોત્તમ બોધ હોવા ઉપરાંત તેમને પાપને પૂરો ડર હોવો જોઈએ. એવા ઉપદેશકે જ પોતાનું વર્તન બહુ સારું રાખી, બીજા ભવ્યજનોને પિતાનું વર્તન સુધારવા સચોટ ઉપદેશ આપી શકે. તથા પ્રકારની લાયકાત વગર નથી થતું સ્વહિત અને નથી થતું પરહિત. સ્વહિત કરવા ઉપરાંત પરહિત કરવા ઈચ્છનારે પોતે સધ, સત્શ્રદ્ધા અને સદાચારનું એટલું બધું સરસ પરિશીલન કરતા રહેવું જોઈએ કે તેના દર્શન અને સમાગમ માત્રથી અનેક ભવ્યજનો ઉન્માર્ગ તજી સન્માર્ગે સંચરી શકે એથી ઊલટું આચરણ ઉપદેશકમાં જોવા-જાણવામાં આવે તો તેની ઘણી જ માઠી અસર જનસમાજ અને શ્રેતૃવર્ગ ઉપર થવા પામે છે. આ બુદ્ધિવાદના જમાનામાં અંધશ્રદ્ધા લાંબા વખત નથી ન શકે એમ હોઈ જે કઈ તત્વજિજ્ઞાસુ જ અટપટા પ્રશ્ન પૂછે તેમના ઉપર નાહક ચીડવાઈ નહિં જતાં શાન્તિથી તેમનું સમાધાન કરવા પ્રયત્ન કરે ઘટે, જેથી પૂછનારની શ્રદ્ધા વધારે મજબૂત થવા પામે. વિદ્વાન લેખાતા ઉપદેશક સાધુઓ જે એમ આચરવા પિતાની ફરજ સમજે તો દિનપ્રતિદિન યુવક જનામાં અમુક વર્ગ પ્રત્યે જે અણગમે તે જતો Page #260 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ. [ ર૨૯ ] જેવા-જાણવામાં આવે છે, તે બહુધા દૂર થવા પામે; એટલું જ નહિં પણ તેઓ સધ પામી, શ્રદ્ધાળુ બની, પિતાનું વર્તન સુધારી સમાજને પણ આશીર્વાદરૂપ થવા પામે. ઈતિશમ, [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૩૨.] બાળકેળવણું પરત્વે આપણું ફરજ. “દયાળુ માતપિતાદિક વડીલે ધારે તો તે બાળકોના એક ઉમદા શિક્ષકની ગરજ સારી શકે.” કેળવણી એ એક અજબ ચીજ છે. તેનાથી અનેક ફાયદા થઈ શકે છે. ઘઉંની કણકને જુદી જુદી રીતે કેળવવાથી તેમાંથી તરેહ તરેહની રસવતી–રસોઈ બને છે, અને તે ભારે મીઠાશ આપે છે. ફળ-ફૂલના ઝાડને પણ સારી રીતે મેળવીને ઉગાડવાથી તે જાતજાતના જથ્થાબંધ મીઠા-મધુર-સ્વાદિષ્ટ અને ખુશબોદાર ફળફૂલ આપી આનંદ-સંતોષ ઉપજાવે છે. જ્યારે જડ વસ્તુઓ પણ તથા પ્રકારની કેળવણીવાળા સંસ્કાર પામી આનંદદાયક બને છે તો પછી ચિતન્યવાળો આત્મા યેગ્ય કેળવણી પામીને સંસ્કારિત બને તે તે સ્વપને કેટલે બધે આનંદદાયક થાય ? શરીર, મન, બુદ્ધિ અને હૃદયને વિકાસ કરવા માટે કેળવણીની ઓછી જરૂર નથી, બલકે ઘણી જ જરૂર છે. ઉક્ત દરેક પ્રકારની કેળવણી જરૂરી છે, ઉપેક્ષા કરવા યોગ્ય નથી. વળી તે ગુણમાં એક એકથી ચઢીયાતા પણ છે, છતાં અફસની વાત તો એ છે કે-બહુધા તેની ઉપેક્ષા જ કરવામાં આવે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦], શ્રી કરવિજ્યજી - જુઓ ! આપણા દેશમાં જન્મેલ બાળકો બધા ઉછરતા નથી અને ઉછરેલાં બધાં તંદુરસ્ત રહેતા નથી. જન્મેલાં બાળકે માંથી એક વર્ષની અંદર એક તૃતીયાંશ, અને પાંચ વર્ષની અંદર એક તૃતીયાંશ ભાગ તો મરી જાય છે. બાકીના એક તૃતીયાંશ ભાગમાંથી પણ થોડા ઘણા જ બચી શારીરિક સુખસંપત્તિ પામી શકતા હશે. આ સ્થિતિ ખરેખર ખેદજનક જ છે. ગર્ભને પિષવા અને બાળકોને ઉછેરવા તરફ માબાપની અત્યંત બેદરકારીનું આ અનિષ્ટ પરિણામ જણાય છે. બચ્ચાઓને કુશળતાથી ઉછેરવામાં આવે તો તે શરીર પુષ્ટ, કદાવર અને નિરોગી થવા પામે છે. તેને બદલે બેદરકારીથી તેમને ભય, ત્રાસ અને ખેદ ઉપજાવ્યા કરવાથી તે બપડાં દુબળાં, સત્વહીન અને રોગીલાં તથા દુખીયારાં બને છે, બાળ-કમળ વયમાં બચ્ચાંઓને બચપણથી જ યોગ્ય રીતે કેવવાની માબાપની જે પવિત્ર ફરજ છે તે અત્યારે બહુધા વિસારી દેવાય છે, એનું જ આ અતિ દુઃખકારક માઠું પરિ. ણામ લેખવવા ગ્ય છે. પ્રથમ તે બાળક આઠેક વર્ષનું થાય ત્યાં સુધી નિર્દોષ રમતગમતમાં દિવસ નિગમી તેને વિદ્યા તરફ રુચિ કરાવવાની જરૂર રહે છે. ગમત સાથે જ્ઞાન મળે અને તે નબળી સબતથી બચે તેવી કાળજી પ્રથમથી જ રાખવી જોઈએ. ધીમે ધીમે તેનામાં સારા સગુણે ખીલી નીકળે એવા બીજા સંસ્કાર તેમના ઉપર પડવા દેવા જોઈએ. તે તરફ જેટલી કાળજી વધારે રહે તેટલું હિત અધિક થઈ શકે, પરંતુ અદ્યાપિ માબાપનું તેમજ શિક્ષકોનું આ આવશ્યક વાત તરફ દુર્લક્ષ જેવું જ જણાય છે. જે શુભ સંસ્કાર બચપણથી બાળકે ઉપર પડે છે Page #262 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૩૧] તે બહુ જ સ્થાયી—ન ભૂંસાઇ શકે તેવા ટકાઉ બને છે. શિક્ષકા ધારે તે ખાળવિદ્યાથીએને સુસંસ્કારિત બનાવવા ઘણું કરી શકે, અને એમ કરવાની તેમની ફરજ પણ છે. તે તેમણે નિ:સ્વાર્થ પણે બજાવવા લક્ષ્ય રાખવુ જોઇએ જડ જેવા બાળકને હીરા જેવા કરવાનુ સદ્ભાગ્ય સુશિક્ષિત માબાપા ઉપરાંત દિલસેાજ શિક્ષકાનુ છે, તેથી જ તેમના દરજ્જો ઊંચા લેખાય છે. જો માબાપ તથા શિક્ષકા ન્યાયી તથા સદાચરણી હાય તે તેમનાં રુડાં આચરણની સચેાટ અસર બાળકા ઉપર ઘણી સારી થવા પામે છે. જો બાળકાનું જીવન સુધારવુ’ જ હાય તેા તેમની જેમને શુભ ચિન્તા રાખવાની હાય તેવાં મામાપ તથા શિક્ષકેાએ પણ પેાતાનું વર્તન જરૂર સુધારવુ જોઇએ. આપણા બાળકોમાંના ઘણાંએક તો કુસંગથી જ બગડે છે, અને તે વળી બીજા બાળકાને બગાડે છે. બચપણમાં જ જે પૂરી આદતા પડે છે તે કુસંગતિનુ જ પરિણામ લેખાય. તે દોષથી પેાતાનાં વહાલાં ખળકેા ખચી શકે તેવુ ઉચિત લક્ષ્ય માબાપાએ તેમજ શિક્ષકાએ અવશ્ય રાખવુ જોઇએ. ઊંચા પ્રકારના નૈતિક શિક્ષણવર્ડ તથા ધાર્મિક શિક્ષણવડે જ બીજી શારીરિકાદિક કેળવણીની સાર્થકતા છે તે ભૂલવું જોઇતું નથી. તેથી એવા શુભ લક્ષ્યપૂર્ણાંક ખાળવયથી મળકાને ચેાગ્ય કેળવણી અપાવી જોઇએ. આવી ઉત્તમ કેળવણી ક્રમસર પામેલા માનવરત્નેાની કિંમત કાણ કરી શકે વારુ ? સહુ માતપિતા અને શિક્ષકાદિકને Page #263 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૨ ] શ્રી કપૂરવિજયજી પેાતપાતાની જવાબદારી સમજીને સદાચરણપરાયણ થઇ રહેવા સદા ય સમુદ્ધિ સ્ફુરે ! ઇતિશમૂ. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૩૪. ] આપણી ખરી જરૂરિયાતા પાર પાડવા અને તેના ખરા ઉપાયા ચાજવા સહુ ત્યાગી મુમુક્ષુઓએ ખરૂ દિલ દેવાની જરૂર. કુશળ ખેતીકાર જેમ વખતસર ક્ષેત્ર-ભૂમિને સારી રીતે ખેડી, તેને સરસ બીજ વાવવા યાગ્ય બનાવી, તેમાં યથાવિધિ વાવણી કરી, જરૂર પૂરતા જળસિંચનાદિક યેાગે તેમાંથી સારે પાક મેળવી શકે છે, પણ જો તે આળસુ બની વખતસર ખેડ જ કરે નહિં, અથવા કદાચ ખેડેલા ક્ષેત્રમાં જોઇએ એવી કેળવણીથી સરસ ખીજ જ વાવે નહિં, અથવા સરસ ખીજ વાવેલા ક્ષેત્રને જરૂર પૂરતું જળસિંચનાદિક મળે એવી યેાજના તૈયાર કરી રાખે નહિં અને તેવું જળસિંચનાદિક મળ્યા છતાં એ ક્ષેત્રમાં જે જાળાં-ઝાંખરાં સહેજે ઊગી નીકળ્યાં હાય તેમને નિંદી ન કાઢતાં વધવા જ દે તા તેનું કેવું અનિષ્ટ પરિણામ આવે? પેાતાના દુષ્ટ પ્રમાદને લીધે તેને કેટલુ શાસવું પડે ? તેમ જ સીટ્ઠાવું ( દુ:ખ સહન કરવું) પડે? તેના પૂરા ખ્યાલ તેને જ અથવા કોઈ સહૃદય જનાને જ આવે છે. તેમ આપણી આંતરસ્થિતિને યથાર્થ ખ્યાલ કેાને આવી શકે ? સમાજની આંતરસ્થિતિ બગડતી સુધારવા કુશળ ત્યાગી સાધુજનાની ભારે જ લેખાય. તેમનાથી જ ઠીક સમયેાચિત Page #264 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [૨૩૩] સમર્થ અને સફળ પ્રયત્ન સ્વસમાજ-સુધારણાની સારી આશા રાખી શકાય. સમાજને કોઈ પણ જરૂરી અંગમાં થતા કે થયેલા બગાડા ભણી તેઓ ઉપેક્ષા યા આંખમીંચામણાં કરે તે અસહ્ય જ લેખાય અને તેનું ભારે અનિષ્ટ પરિણામ જ આવે, જે તેમને પોતાને તેમજ આખી સમાજને બહુ દુઃખ સાથે ઘણે લબે વખત સહન કરવું પડે. ઉપેક્ષા કરેલે રેગ જ્યારે ગંભીર રૂપ પકડે ત્યારે કુશળ વૈદ્ય જ તેનું ખરું નિદાન શોધી કાઢી એગ્ય ચિકિત્સા(ઉપાય)વડે તે વ્યાધિને નિમૂળ કરવા ફતેહમંદ નીવડી શકે, તેથી તેવા કુશળ વૈદ્યનો જ સમાશ્રય જેમ કરે ઘટે, તેમ સમાજમાં વ્યાપી રહેલે ઘણી વખત ભાવ-રેગ પરખી, નિર્મૂળ કરવા કુશળ, સ્વાર્થ ત્યાગી સાધુજનોને જ આશ્રય લઈ, તેની આંતરસુધારણા સારી રીતે કરવી ઘટે. શ્રી સંઘની નિ:સ્વાર્થ સેવા કરવાનું ભારે મોટું ફળ શાસ્ત્રકારે કહ્યું છે, તે “ સમાજની સમાચિત સેવા નિ:સ્વાર્થ ભાવે કર્યાથી તેમાં સમાસ પામતા શ્રી સંઘની સેવાનો લાભ પણ સહેજે મળી શકે, તે વિશાળ સમાજની ખરી અણીના વખતે નિઃસ્વાર્થ સેવાને લાભ ઉઠાવવાની ઉમદા તક જતી કેમ જ કરાય? જે સમાજ ભાવ-રેગના સડાવડે કેવળ નિ:સત્ત્વ બની જાય તો તેમાંથી ઉમદા નરરત્ન કે સ્ત્રીરને પાકવા આશા કયાંથી જ રખાય ? અને તેવાં પુરુષ કે સ્ત્રીરો પાક્યા વગર રત્નાકર સમાન શ્રીસંઘની સુવ્યવસ્થા શી રીતે જળવાય ? જે આ વાત વ્યાજબી લાગતી જ હોય તો ગુણરત્નાકર શ્રીસંઘની સુવ્યવસ્થા જાળવી રાખવા માટે અને સંઘસમાજમાં વધત જતો સડો અટકાવવા માટે સહૃદય સ્વાર્થ ત્યાગી સુસાધુજનેએ જેમ Page #265 -------------------------------------------------------------------------- ________________ [૨૩૪] શ્રી કરવિજયજી બને તેમ તાકીદથી તેની કાળજી રાખી, બહુધા એકમતિથી સુનિશ્ચયપૂર્વક સંયુકત બળ અજમાવવું જોઈએ. “સે શાણે એક મત” એ ન્યાયે પવિત્ર શાસન પ્રત્યે પૂરી દિલસોજી ધરાવનારા સુસાધુજને એક મતથી ઉક્ત નિ:સ્વાર્થ સેવા બજાવવા પાછી પાની કરે જ નહીં અને તેવા સહુ દુભાગી સાધુજનને એવા પવિત્ર કામમાં સામેલ થવા આમત્રણ કરવું તે “અબ તેરણ બાંધવા જેવું જ લેખાય.” તો પણ જેમ કેઈ તેવા ગંભીર રોગાદિક પ્રસંગે તેનું ખરું નિદાન શેાધી કાઢી ઉક્ત રોગને નિર્મૂળ કરે એવી ખાત્રીભરી પ્રતિક્રિયા નક્કી કરવા નિમિત્તે સારા સારા અનુભવી-નિપુણ વેનું સંમેલન સારી લાગવગથી કરીને, બહુધા તેમની એકમતિથી એગ્ય ચિકિત્સાવડે રોગને નિર્મૂળ કરવા સફળ પ્રયત્ન સેવવામાં આવે છે, તેમ સંઘ-સમાજમાં પેઠેલા ભાવસડાને બરાબર પરખી કાઢી, તેની યેગ્ય ચિકિત્સા કરી, ઉક્ત સડે દૂર કરવા સશક્ત સુનિપુણ નિ:સ્વાથી સાધુજનો ઉક્ત સડે સત્વર દૂર થાય તેવી પવિત્ર બુદ્ધિથી પ્રેરાઈ, અમુક વખતે અને અમુક અનુકૂળ સ્થળે એકઠા થઇ, શાન્તિથી વિચારપૂર્વક શ્રી સંઘની ખરી સેવા બજાવવા યથાશક્તિ કામ કરવા ઉજમાળ થાય એ અત્યંત ઈચ્છવાજોગ છે. સહુ સ્વાભિપ્રાય સ્પષ્ટ જણાવી નિ:સ્વાર્થ પણે આમાં સહાનુભૂતિ દાખવશે, એમ ઈચ્છી વિરમવામાં આવે છે. ઇતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૬૩. ]. Page #266 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [૩૫] રડવા કૂટવાનો દુષ્ટ-અનિષ્ટ રિવાજ દૂર કરી દેવાની દરેક જ્ઞાતિહિતસ્વી જનોની અનિવાર્ય ફરજ. પ્રસ્તાવના રૂપે બે બેલ” કઈ વહાલાનો વિયોગ થતાં અતિશોક–ખેદથી છાતી ભરાઈ આવે તેને ખાલી કરવાના હેતુથી આ રડવાનો રિવાજ પ્રથમ પ્રચલિત થયેલે હો જોઈએ. તે હેતુ ભૂલાઈ જઈ અત્યારે તેમાં ઘણી જ કૃત્રિમતા અને ઢગ ચાલે છે, પરંતુ આવી કૃત્રિમતા અને ઢેગ વધી પડવાથી પ્રગટપણે કેટલાં બધાં નુકસાન થવા પામે છે તેનો વિચાર કરવા અને તે સત્ય જ હોય તો તે રિવાજ દૂર કરવાનો પ્રયત્ન કરવાની દરેકે દરેક જ્ઞાતિ-હિતસ્વ જનની તથા સુસાધુજનેની ખાસ ફરજ છે. એક અદ્ભુત-આશ્ચર્ય સાથે ખેદ. અતિ આશ્ચર્યની વાત છે કે–રાગ, દ્વેષ અને મહાદિક મહાદેષ જેમણે સર્વથા જીતી લીધા છે, એવા જિનેશ્વર જેમના પરમદેવ છે અને તે જ મહાદેને જીતવા સદા ય પ્રયત્ન કરનારા અને તે જ પવિત્ર ઉપદેશ આપનારા જેમના પરમગુરુ છે એવી જૈન જ્ઞાતિ-સમાજમાં આ દુષ્ટ કુરિવાજ શી રીતે ઘુસી ગયા અને તેમનામાં આટલે બધે કેમ ટકી રહ્યો? પરમદેવ-પરમાત્માના પવિત્ર ઉપદેશનું રહસ્ય એ છે કે પ્રત્યેક આત્મા સત્તાએ (શક્તિરૂપે) ફટિક રત્ન જે ઉજળે (કષાયના વિકારભૂત રાગદ્વેષ વગરને) છે, તેમ છતાં વિવિધ ફૂલના સંબંધે જેમ ટિક રત્ન વિવિધ વર્ણવાળું દીસે છે તેમ શુભાશુભ કર્મયેગે જીવ પણ Page #267 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૬ ] શ્રી કપૂરવિજયજી રાગદ્વેષાદિક પરિણામને પામે છે. જો સાથે લાગેલા ફૂલને યુક્તિથી દૂર કરી લેવામાં આવે તેા સ્ફટિક રત્ન જેવું ને તેવુ જ ઉજ્જવળ જણાઇ આવે છે, તેમ રાગદ્વેષના પરિણામને ઉત્પન્ન કરનારાં બાધક ધર્મને જો દૂર કરી લેવામાં આવે તે આપણા આત્મા પણ સ્ફટિક રત્ન જેવી નિર્મળતા-નિષ્કષાયતાને ધારણ કરે છે, તેથી આપણે આપણી ઉન્નતિમાં ખાધકરૂપ રાગદ્વેષને ઉત્પન્ન કરી વધારનારાં કર્મ કરતાં વિરમવુ જોઇએ. વ્હાલાના બ્યાગ થતાં અનિત્યાદિક ભાવના ભાવવાને બદલે સ્વાર્થી ધપણે જે ખેદ, અતિ કે શેાકવશ થઇ જઈ અશુભ કર્મ બાંધવામાં આવે છે તે બીજરૂપ કર્મથી અનેક જન્મમરણુરૂપ અનંત દુ:ખની પરંપરા આપણને આવીને ભેટે છે; તેથી તેવે પ્રસંગે જ્ઞાનનજરથી નિહાળી વર્તવામાં આવે તા એ બધાં વૃદ્ધિ પામતાં દુ:ખથી આપણે બચી શકીએ. સુખ-દુ:ખમાં અજ્ઞાની જીવની પેઠે શ્વાનવૃત્તિ નહિ ધરતાં સિંહવૃતિ જ ધારવી યોગ્ય છે. સ્વહૃદયમાં વિવેકકળાને જગાવી તે વડે હિતાહિત, ગુણદોષ, કર્તવ્યાક બ્યની વહેંચણી કરી લેવી જોઇએ. ગુણવિભાગને ગ્રહણ કરીને દોષિવભાગની ઉપેક્ષા કરવી જોઇએ, હિતમાર્ગના અનાદર કરી અહિત માર્ગના આદર કરવાથી તેા કેવળ હાનિ જ થવાની, વ્હાલાનું અવસાન ( ભવિષ્ય ) સુધરે એવી કાળજી ખરી અણીને વખતે રાખવી એ જ ખરું જોતાં આપણું કર્તવ્ય હોવું જોઇએ. વળી આપણા વહાલે દઢધી થઇ, ધર્મને આરાધી સતિ પામે તે તેથી આપણે સહુએ રાજી ખુશી થવું જોઇએ અને આપણે પણ તેની પેઠે દઢધી અને પ્રિયધમી થવા પ્રયત્ન Page #268 -------------------------------------------------------------------------- ________________ . લેખ સંગ્રહ [૨૩૭] કરે જોઈએ. તેને બદલે આપણે કેવળ રોકકળ કરી, નકામો ખેદ-શેક કરીએ છીએ તેથી કંઈને કશે ફાયદ તો થવાને જ નથી, પણ પ્રબળ મેહ-વિકળતાથી નુકશાન તે અવશ્ય થવાનું છે. ધારો કે લૈકિક સ્વાર્થને લઈ કોઈ અજ્ઞાની જીવને મેહવશ ખેદ-શેક થાય તો તે વખતે તેને ખેદ-શેક ઓછો થાય તેવું ડડાપણભર્યું વર્તન બીજા સહુએ રાખવું જોઈએ, તેમાં ઊલટો વધારો થાય એવું તો નહિ જ રાખવું જોઈએ. આજકાલ ઘણે ભાગે એથી ઊલટી રીતિ જ નજરે પડે છે. બહારનો દેખાવ, ઢગ-દંભ ઘણે જ વધી ગયેલ છે. જે કેઈ સુજ્ઞ ભાઈબહેને એવો ઢંગ કરવાથી દૂર રહેતા હોય તેમની પ્રશંસા કરવાને બદલે ઊલટી નિંદા-બદબાઈ કરવામાં આવે છે. જો કે ખરા-દઢ મનના ભાઇબહેને તેવી નિંદા કે ટીકાની ઓછી જ દરકાર કરે છે, પરંતુ તેવી બેટી ટીકા-નિંદા કરનારા તો મહાપાપને જ બંધ કરે છે અને તેના કટુક ફળ તેમને ભવ ભેગવવા પડે છે. કદાચ કઈ વહાલ કમનસીબે માઠી લેફ્સામાં મરીને દુર્ગતિમાં જાય તે તેથી પણ આપણે અધિક જાગ્રત રહી, માઠી કરણી તજી સારી કરણીમાં જ આપણું મન પરોવવું જોઈએ કે જેથી છેવટે આપણે દુર્ગતિમાં જવું પડે નહિ અને સદ્ગતિમાં જ આપણે જઈ શકીએ. આ શરીરરૂપી કોટડીમાં ડહાપણથી વસી, સુકૃત ઉપાર્જન કરી લઈ, તેનું ફળ ભોગવવા જ્યારે આ શરીરનો માલીક બીજું દિવ્ય શરીર દેવગતિમાં ધારણ કરી તેમાં વાસ કરે ત્યારે તેવા માંગલિક પ્રસંગે તેના સગાસંબંધીઓએ હર્ષ–પ્રદ ધરે ઉચિત લેખાય કે મેહ-અજ્ઞાન Page #269 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૮ ] શ્રી કપૂરવિજયજી વશ બની નકામી કકળ કરી મૂકી બેદ-શેક કરવો ઉચિત લેખાય ? વહાલાની સુકૃત્યોગે સદ્ગતિ જ થઈ હોય કે દુષ્કૃત્યને દુર્ગતિ જ થઈ હોય તો પણ તેની પાછળ નકામી કકળ કરવાથી કોઈને કશે લાભ તે થતો જ નથી. પણ સ્વપરને નુકશાન તે પારાવાર થાય છે જ. વળી એ દુષ્ટઅનિષ્ટ રિવાજ વંશપરંપરાગત ચાલતી રહી, દઢ-રૂઢ બની દ્રવ્ય ભાવથી અનેક પ્રકારની હાનિ જ ઉપજાવે છે, તેથી શાણા ભાઈબહેનએ એ દુષ્ટ રિવાજને સમજ વાપરી મૂળથી જ ઊખેડી નાંખવે જોઈએ. રડવાના દુષ્ટ રિવાજનું પિષણ કરવાથી ધર્મ—નીતિને તો લેપ થાય જ છે, પણ પ્રગટપણે સ્વશરીરમાં પણ એથી કેટલી બધી વ્યથા–પીડા ઉપજે છે ? તેને કંઈક ખ્યાલ છાતીઓ કૂટવાને જે દુષ્ટ રિવાજ બરાઓમાં પ્રચલિત છે તે ઉપરથી સહેજે આવી શકશે. | મુસલમાન વિગેરે કામોમાં આ દુષ્ટ રિવાજ મુદ્દલ નથી અને બીજી અનેક હલકી ગણાતી જ્ઞાતિઓમાં એ રિવાજ બહુ જ ઓછો છે તેમ ઓછો થતો જાય છે, આમ છતાં જૈન જેવી ઊંચી કામમાં એ દુષ્ટ રિવાજ કેટલો બધો પ્રબળ છે? એ સત્ય હકીકત લક્ષ્યમાં લઈ જેને કોમના દરેક હિતસ્વી ભાઈબહેનોએ એ દુષ્ટ રિવાજને દૂર કરી દેવા કટિબદ્ધ થવું જોઈએ. તેના ભણી સંપૂર્ણ તિરસ્કાર બતાવવા બીજા પણ પ્રેરાય એવી દલીલભરી સમજ સહુને આપતા રહેવી જોઈએ. સહુ કરતાં બાળવિધવાઓની સ્થિતિ વધારે કફોડી થતી જાય છે તે જરૂરી સુધારવી જોઈએ. તેમનાં દુઃખનો અંત આવે Page #270 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૩૯ ] નહિ તો તેમાં ઘટાડો તો થાય જ, એવી સુધારણા અવશ્ય કરવી જોઈએ. તેમની બાકીની જિંદગી તેમને પોતાને તેમજ સમાજને ઉપયોગી થાય તેવી રૂડી ડહાપણભરી કેળવણી આપવા–અપાવવા જલદી પ્રબંધ કરવો જોઈએ. દ્રવ્યભાવથી શાન્તિ ઉપજે એવી બુદ્ધિ સહુને કુરો !!! ઈતિશ.... [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૬૫. ] બે બહેનો સુમતિ અને સુશીલાનો બેધદાયક સંવાદ, ( ૧ ). ભારતવાસી જનેને અભ્યદય ઈચ્છનારી શાણી બહેનોને માર્ગદર્શક સુમતિ–પ્લેન સુશીલા ! વિદ્વાન અનુભવી જને કહે છે કે “શાણું માતા સે શિક્ષકની ગરજ સારે ” એ શા આધારે કહેતા હશે? સુશીલા–બહેન! શાણી--સમયને ઓળખનારી-સમજુ વિચક્ષણ માતા બચપણથી પિતાના વહાલાં બચ્ચાઓમાં સારા બીજ–સંસ્કાર પાડી, અમાપ ઉપકાર કરી, તેમને સુખી અને સગુણી બનાવવા પૂરતી કાળજી સાથે દિનરાત્રિ ભારે પરિશ્રમ ઉઠાવ્યા કરે છે, લગારે ખેદ-કંટાળે લાવ્યા વગર પૂર્ણ પ્રેમથી શાણી માતા સ્વકર્તવ્ય-કર્મ કર્યા કરે છે, તેવું અને તેટલું ઉપગી કામ ગમે તેટલા અન્ય શિક્ષક કયાંથી કરી શકે ? ખરી ઉપયોગી બીજ કેળવણી શાણી માતા જ આપી શકે છે, તેવી ભાવના અને તેવો ઉમળકો બીજાને આવે જ ક્યાંથી? સુમતિ-અમુક માતાને શાણું શા આધારે કહી શકાય? Page #271 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી કપૂરવિજયજી સુશીલા-ત્રિશલા માતાની જેવું તેનું હૃદય હેતાળ, પ્રેમાળ અને કેળવાયેલ હોય, જેથી તે ગર્ભાધાનથી માંડી દરેક રીતિએ તેની (ગર્ભની) રક્ષા ને પુષ્ટિ માટે કાળજી રાખતી શિષ્ટાચારને અનુસરી ચાલે. ખાન, પાન, આસન, શયન કે બોલવા ચાલવાના તે વખતના નિયમોને બરાબર લક્ષ્યથી સાચવે. સમયને અનુકૂળ, ગર્ભને હિતકારી વસ્તુનું જ સેવન કરે, તેમાં ગફલત ન કરે. ગર્ભના પ્રભાવથી માતાને જે મને રથ થાય તે નમ્રતાથી નિજાપતિને નિવેદન કરે અને તે પૂરા થતાં ચિત્તની પ્રસન્નતા ધારણ કરે. આવી સુગુણ ને ચકર માતાને શાણું કહેવી ઘટે. સુમતિ–શાણી માતાની અધિક સાર્થકતા શી રીતે થઈ શકે છે? સુશીલા–બાળકના જન્મ પહેલાં અને ગર્ભાધાન પહેલાં પણ શાણી માતા તેમ જ પિતા સુંદર સાત્વિક વિચાર, વાણી અને આચરણવડે એક સુંદર સાત્વિક મનમય આદર્શ બાળકનું દશ્ય ખડું કરે છે અને ગર્ભાધાન થયા પછી પણ પુન: પુન: તેવા જ સુંદર સાત્વિક વિચાર, વાણી અને આચરણનું પરિશીલન કરતા રહી, તે વડે સ્વઈષ્ટ ગર્ભગત બાળકની રક્ષા અને પુષ્ટિ કરી અનુક્રમે ઇચ્છિત ગુણવાળા બાળકને જન્મ આપે છે. સુમતિ-અને પછી શાણુ માતા શું કામ કરે છે? સુશીલા–એ બાળરત્નની રક્ષા અને પુષ્ટિ કરવા પૂર્ણ કાળજીથી દરેક પ્રયત્ન સેવતી પોતે આનંદિત રહે છે. તેનો શારીરિક તેમ જ આંતરિક વિકાસ સધાય તે ડહાપણભર્યો Page #272 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૪૧ ] પ્રયાસ કરવા પોતે કશી કચાશ-ખામી રાખતી નથી. તેનું મુખકમળ જેઈઈ પ્રેમાળ માતા તેના સુકમળ ગાલે ચુંબન કરતી અને રમાડતી બાળકને વિનેદ ઉપજાવે છે. જ્યાં સુધી એ પુત્રરત્ન સ્તનપાનયોગે જ પોષણ મેળવતો રહે છે ત્યાં સુધી શાણે માતા રાજસી અને તામસી જેવા વિકારી ખાનપાનથી પરહેજી રાખે છે, અને અમૃત સમાન સ્તનપાનથી તેને જરૂરી પિોષણ મળતું રહે એવા અવિકારી સાત્તિવક ખોરાકનું જ નિયમિત સેવન કરે છે. જેમ અમૃત સમાન સ્તનપાનથી પિતાના પ્રાણ જેવા બાળકને શાણી માતા શારીરિક પોષણ આપે છે, તેમ શુદ્ધ સાત્વિક ભાવનામય વિચાર, વાણી અને આચારપાલનવડે તેને આધ્યાત્મિક પોષણ પણ આપ્યા કરે છે. શાણી માતા તેને લગારે ઓછું આવવા દેતી નથી, તેથી બાળક સદા હસતું, રમતું, પ્રસન્નચિત્ત રહી, માતાને ભારે આનંદ ઉપજાવ્યા કરે છે. એ રીતે વર્તતાં ચન્દ્રની કળા તથા ચંપક લતાની પેઠે બાળક દિનપ્રતિદિન વૃદ્ધિ પામતું આસપાસના સહુને હર્ષ–સંતોષ ઉપજાવે છે. ખરેખર શાણી માતા જ આવું સુંદર પરિણામ લાવી શકે છે. સુમતિ-આજકાલ એવી શાણી માતાના હાથે પુત્રરત્ન ઉછરતાં ભાગ્યે જ દેખાય છે. પુત્રરત્નને કેળવવાની કળા કઈ વિરલ માતાને જ પ્રાપ્ત થયેલી હોય છે. એવી ઉત્તમ કળા અનેક માતાઓ આદરી પોતાના વ્હાલા બાળકોને કેળવે તે કેવું સુંદર પરિણામ આવે વારુ? સુશીલા–બહેન સુમતિ! તારું કહેવું સત્ય છે, તથા ૧૬ Page #273 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૨ ] શ્રી કરવિજયજી તારી ભાવના પણ સુંદર છે. એમ છતાં જ્યાં સુધી ભવિષ્યમાં માતા થનારી એવી કન્યાઓને એમને લાયક સારી કેળવણી આપવા ઉત્તમ પ્રબંધ કરી આપવા માટે સંકેચ રહે છે ત્યાં સુધી એવી સુંદર કળા પામનારી શાણી માતાઓની સંખ્યા થેડી જ રહેવાની; તેમાં સુધારો થતાં જ સંખ્યાબંધ શાણી માતા પિતાનાં પુત્રરત્નોને સારી રીતે કેળવી, નિઃસંશય ભારતભૂમિનો અભ્યદય કરવાની જ. ઈતિશમ સાર–શાણી બે બહેનોને આ બોધદાયક સંવાદ વાંચીને કે સાંભળીને અન્ય સુગુણ બહેનોએ બધા વહેમ અને કુટેવો દૂર કરી, ઉત્તમ સગુણે આદરી, બીજી બહેનોને સારા દાખલારૂપ બની સુધારવા પ્રયત્ન કરવો, જેથી આપણી ભવિષ્યની પ્રજા અધિક સુખી થઈ શકે. [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૯૫. ] બે બહેન-સુમતિ અને સુશીલાને ધર્મસંવાદ, ( ૨ ) સુમતિ-બહેન સુશીલા! મયણાસુંદરી જેવી વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણી આપણી બધી બહેને બચપણથી જ મેળવી, તેમાં પ્રતિદિન વધારો કરતાં રહી, વિવેકપૂર્વક સ્વકર્તવ્યપરાયણ બની, સ્વપરહિતમાં અભિવૃદ્ધિ કરવા તે ભાગ્યશાળી થાય એ સુંદર સમય ફરી પ્રાપ્ત થાય તે કેવું સારું? સમયાનુકૂળ સુંદર અને સુખદાયક કેળવણું મેળવી લેવા તેમનામાં એ ભારે ઉત્સાહ પ્રગટે અને તેનાં મીઠાં– મધુરાં ફળ પોતે પામી તેને લાભ પિતાની વહાલી પ્રજાને પણ આપે તે માટે કોઈ સારો ઉપાય બતાવશો ? Page #274 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૪૩ ] સુશીલા–હા બહેન, પ્રથમ બાળવયમાં જ બચ્ચાઓને ડાં બીજ-સંસ્કાર પાડ્યા હોય તો તે આગળ જતાં અનુકૂળ સગો મળતાં સફળ થઈ શકે છે, પરંતુ પ્રથમ તેવા બીજસંસકાર પાડનારા માતપિતાએ જ ખરી કેળવણીથી બનશીબ રહેલા હોય છે; તેથી પિતાની ભારે જોખમભરી ફરજનું તેમને ભાગ્યે જ ભાન હોય છે. તેઓ જડ યંત્રવત સંતતિને પેદા કરે છે, પરંતુ તેને સારી કેળવણી આપીને જાતિવંત રત્ન જેવી બનાવતાં તેમને આવડતું નથી, તેથી સ્વસંતતિને સુખી ને સદ્ગણું બનાવવાની પવિત્ર ફરજ તેઓ બજાવી શકતા નથી. લગ્નાદિક પ્રસંગે તેઓ છુટથી નાણાં ઉડાવે છે, પરંતુ કેળવણી પાછળ નાણાં ખર્ચતાં સંકોચાય છે, તેથી જ તેનાં મીઠાં-મધુર ફળ તે મેળવી શકતા નથી. જે સાચી કેળવણું પ્રત્યે તેમને ખરે પ્રેમ જ હોય તે અવશ્ય તેઓ સ્વસંતતિને કેવળ સ્વાર્થોધ બની તેથી બનશીબ ન જ રાખે. સુમતિ–આજકાલ માતાપિતાદિક વડીલે જેટલું લક્ષ્ય પુત્રોને કેળવવામાં આપે છે તેટલું લક્ષ્ય કન્યાઓને કેળવવામાં શા માટે આપતા નથી ? તેમાં તેમને કંઈ અંગત સ્વાર્થ હોવો જોઈએ. સુશીલા-કન્યા મોટી થઈ સાસરે જઈ રહેવાની છે, એટલે એ પારકી મૂડી છે અને છોકરે હશિયાર થઈને કમાણી કરતો રહી આખા કુટુંબનું પાલન કરશે, એવી ભૂલભરેલી કલિપત માન્યતાને લીધે એક બીજાની કેળવણીમાં ભારે તફાવત જોવામાં આવે છે અને તે કા–સાંકડા મનનું જ પરિણામ છે. ઉદારદિલ થયા વગર ઉદાર વિચાર અને ઉદાર વર્તન હોઈ ન શકે. Page #275 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪ ] શ્રી કપૂરવિજયજી વળી ઉદારદિલ હાવું એ ઉમદા કેળવણીની જ નિશાની છે. કેવળ સ્વાભરી કેળવણીથી ઉદારદિલ થવાતુ નથી. એ તે કલ્પિત સ્વાર્થીને ત્યાગ કરી નિ:સ્વાર્થવૃત્તિ પ્રગટાવે એવી સરસ સાત્ત્વિક કેળવણીના પરિણામે જ ઉદારદિલવાળા થવાય છે. સુમતિ—ત્યારે તે નિ:સ્વાર્થવૃત્તિ વગર સ્વપુત્રને પણ ખરી ઉત્તમ કેળવણી આપી શકાય નહિ જ, એમ સામિત થાય છે ને ? સુશીલા--મહેન ! એ તારી વાત તદ્ન સાચી છે. આજકાલ સ્વપુત્રાદિકને જે કંઇ કેળવણી અપાય છે તે બહુધા સ્વસ્વાથ પૂરતી અપાતી હાવાથી તેમાંથી અલૈકિક ફળની આશા રાખી ન જ શકાય. જે કેળવણીવડે આપણાં વિચાર, વાણી અને આચાર સુધરે-શુદ્ધ સાત્ત્વિક અને, જેના વડે આપણે ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા-નમ્રતા, સરલતા અને સતાષાદિક સદ્ગુણ રત્નાને પામી તેને યથાસ્થાને ઉપયોગ કરી, સ્વપરહિતની રક્ષાની પુષ્ટિ કરી શકીએ, જેના વડે અહિંસાદિક ભાવ અમુતનું ચથેચ્છ પાન કરી, હિંસાદિક વિષમ ભાવને સર્વથા તજી દઈએ અને અતિ ચપળ મન-ઇન્દ્રિયા રૂપ ઉદ્ધૃત ઘેાડાઓને દમી સ્વવશ કરી લઇએ, એ જ ખરી તાત્ત્વિક ઉમદા કેળવણી આપણુ સર્વને ભારે જરૂરની છે. એ પવિત્ર કેળવણીવડે જ બીજી બધી કળા-કુશળતા સાર્થક છે. તે વગર ખીજી બધી કળાએ અફળ છે. આવુ શાસ્ત્ર-રહસ્ય સમજનારા શાણા માતિાદિ વડીલેા તુચ્છ Page #276 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૪પ ] સ્વાર્થવૃત્તિને જીતી લઈ સ્વપરને એકાન્ત હિતકારક ધર્મ કેળવણને પ્રચાર અધિક ઉત્સાહથી કરતા રહેશે અને તેના મીઠાંમધુરાં ફળ ચાખશે, એમ આપણે ઇચ્છશું. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૯૭. ] કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતવાસી જૈન ભાઈ બહેને જેગ બે બેલ. જીવરક્ષા, જીવદયા યા જીવજયણા સંબંધી સૂક્ષમ (ઝીણ) બોધ ગુરુ મુખે સાંભળી જેમનું મન ખૂબ કમળ (નમ્ર ) અને સાવધાન બન્યું હોય તેમને ભાગ્યે જ સમજાવવાની જરૂર રહે છે કે–સેનાને મેર અને આખી પૃથ્વીનું દાન એક જીવને અભયદાન આપવા પાસે કંઇ હિસાબમાં નથી. જીવિત સૌથી વધારે વ્હાલું અને કિંમતી છે. તે છીનવી લેવાને કેઈને હક્ક નથી, કેમકે તેમ કરવું એ મહાપાપરૂપ છે, એમ સમજનારા સુજ્ઞજન તો જાણી–બઝીને અન્યના જીવિતનો નાશ થાય એવું કેમ જ કરે ? ન જ કરે. પરંતુ કઈક મુગ્ધજને અથવા અર્ધદગ્ધ જને સ્વાર્થવશ સ્વજીવિતને પોષવા અન્ય જીવોની દરકાર ઓછી જ કરે છે, અથવા કરતા નથી, તેથી જ તેઓ જાતે પાપના અધિક ભાગી થાય છે અને પિતાની પ્રજાને પણ એવાં અપવિત્ર આચરણ બતાવી પાપના ભાગી કરે છે. પછી તે વંશપરંપરા ચાલે છે, અને ભારે રૂઢિનું રૂપ પકડી લે છે, જેમાંથી ભાગ્યે જ કોઈ છટકી શકે છે. પૂર્વ, ઉત્તર અને મધ્ય હિંદુસ્તાનમાં વસતા જેને ખાનપાનમાં હજુ સુધી ત્યાંના Page #277 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૬ ] શ્રી કરવિજયજી અન્ય ઊંચી કેમના મનુષ્યની પેઠે ખાઈ પાળતા જણાય છે, ત્યારે આ તરફના જેમાં એ સંબંધે મોટે ભાગે ગોટાળો જોવામાં આવે છે. આપણા અન્ય જેને જે કંઈ આચરણ કરતાં જણાય તે આદરવા આ તરફના જેનેએ લગારે પ્રમાદ ને સંકેચ કરે ન જ ઘટે. ગુણ લેવામાં સંકોચ શો ? એક તો જ્ઞાનીના વચનરૂપ શાસ્ત્રનું પાલન કરવાને સહેજે લાભ મળે અને એ રીતિએ વર્તતાં અન્ય અસંખ્ય ક્ષુદ્ર જીવની રક્ષા કરવા સાથે અનેક વાર તેવા પ્રસંગે ઉત્પન્ન થઈ આવતા ચેપી રેગના પંજામાંથી આપણી જાતને તેમજ આપણા સંબંધી જનોને બચાવી લેવા ભાગ્યશાળી બનીએ, એ કંઈ જે તે લાભ ન ગણાય. હેરના અવેડામાં સંખ્યાબંધ ટૅરો એક બીજાનું એ હું કરેલું પાણી પીએ છે, તેમાં એક બીજાની લાળ ભેગી થવાથી તે પાણું ગંધાઈ જાય છે, તેમાં જીવાત પડે છે અને તેવું જીવાકુળ થયેલું ગંદું પાણી અવારનવાર પીવાથી ઢેરેને રસોળી પ્રમુખ અનેક પ્રકારના રોગ ઉપજે છે અને તે બાપડા રીબાઈ રીબાઈને મરે છે. તે બધું આપણા ભાઈબહેનો નજરે દેખતા છતાં ખાનપાનમાં એવી જ ગેબરાઈ કરે છે અને એવી એઠી રસોઈ કે પાણી જાતે વાપરે છે અને અન્ય મુગ્ધ જનેને પરિણામની કશી દરકાર કર્યા વગર હોંશભર વાપરવા આપે છે. એ કેટલું બધું અજુગતું કામ છે અને તેમાં સુધારો કરવાની કેટલી બધી જરૂર છે તે વિચારવું ઘટે છે. થોડાએક ભાઈબહેને કઈ કઈ સ્થળે પોતે કંઈક ચેખાઈ રાખતા હોય છે, તેઓ વધારે ગેબરાઈથી થતું નુકશાન અને ચેખાઈથી થતા ફાયદાની ખરી સમજ પોતાના બીજા સંબંધીઓ કે ભાઈ પાણી જ ગ૬ વાર Page #278 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૪૭ ] બહેનાને સહેજે આપી તેમને ખરા માર્ગનું ભાન કરાવી ઠેકાણે લાવી શકે. એમ કરવું એ પેાતાની ફરજ માનવાની પ્રથમ જરૂર છે. જે જાતે સાચા માર્ગ સમજી સાચે માગે ચાલે તેના કથનની અસર અન્ય ઉપર સહેજે થઈ શકે છે. વખતે વગરઓલ્યા પણ સારા વર્તનની રુડી અસર થવા પામે છે, તેથી દરેકે દરેક શાણા સુગુણ ભાઇબહેને એ પેાતાની જાતને સૌથી પહેલાં જ સારા ને સાચા માર્ગમાં જોડવાનું ઇચ્છી શાન્તિથી બનતુ કરવું. ગુણદોષને સમજી શકનાર ભાઇબહેનાને ખરા દાખલા-દલીલેા સાથે ખરી હકીકત શાન્તિપૂર્વક સમજાવવાથી પેાતાની મહેનત સહેજે લેખે લાગે છે, તેમને લાભ થાય છે, એટલુંજ નહીં પણ તેથી અનેક જનાને લાભ થઇ શકે છે. આ એક બાબત જ નહીં પણ તેવી અનેક ખાખતામાં અનેક પ્રસંગે જો જ્ઞાનીના સદુપદેશની દરકાર કરવામાં આવે તે અનેક ક્ષુદ્ર જીવની સહેજે રક્ષા થવા ઉપરાંત આપણું આરેાગ્ય સચવાય અને “ દેવું તેવું લેવુ... ” એ ન્યાયે આપણે જન્મમરણના મહાભયથી મુક્ત થઇએ. અન્યને અભય આપવાથી આપણે અભય મેળવવા પામીએ. ઇતિશમૂ. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૨૮. ] 茶 Page #279 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૮ ] શ્રી કપૂરવિજયજી ખાનપાનમાં ગેાખરાઇ કરવાથી થતા અનેક ગેરફાયદાથી બચવાની જરૂર. ૧ અસંખ્ય સ’મૂર્ણિમ મનુષ્ય પ ંચેન્દ્રિય જીવા મનુષ્યની અશુચિમાં, કૈાહાણ શરૂ થતાં જ એક મુહૂત્તની અંદર ઉત્પન્ન થાય છે અને તે તેમાં જ લય પામે છે. તેવા જીવાને ચાદ સ્થાનકીયા કહી મેલાવવામાં આવે છે. તેવા જીવાની અને આપણા આરેાગ્યની રક્ષાની ખાતર આપણે અધિક ચેતતા રહેવુ જોઇએ. 66 "" ૨ કેાહેલી ( બગડેલી ) કાઇ પણ ખાનપાનવાળી ચીજ ખાવાપીવાથી તે કંઇક ઝેરી જંતુઓની ઉત્પત્તિ યુક્ત થયેલ હાવાથી, આપણી તબીયત ઉપર એવી ખરાબ અસર કરે છે કે જેથી આપણે સખ્ત-જીવલેણ વ્યાધિના ભાગ થઇ પડીએ છીએ, અને પરપરાએ ખીજા સબંધીઓને પણ તેના ચેપ લાગુ પડે છે. ૩ એઠાં-બેઠેલાં પડતાં મૂકેલા જળમાં લાળ ભેગી થવાથી અસંખ્ય લાળીયા જીવા ઉપરે છે. એ વાતની એક જળના બિંદુને સૂક્ષ્મદર્શક યંત્રથી જોઇ ખાત્રી કરી શકાય છે; તે માંહેલા જીવા હાલતાચાલતા નજરે જોઇ, એવી દુષ્ટ ખદી જલદી તજવી જોઇએ. ૪ વાસી, ચલિતરસ, મેળઅથાણુ વિગેરે અભક્ષ્ય સમઅને તજવાના એ જ હેતુ છે. પેાચી કુણી રોટલી, પૂરી પણ વાસી રાખી ખાઇ ન શકાય તેા પછી ઢારના અવેડા જેવાં ગેાખરાં, એક બીજાની લાળથી મિશ્રિત થયેલા પાણીના તે ઉપયાગ કરવા કેમ જ ઘટે ? એવુ' પાણી મદિરાની પેઠે કેવળ Page #280 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૪૯ ] અપેય જાણ અવશ્ય તજવું જોઈએ. બુદ્ધિશાળી ને ઘમરાગી ભાઈબહેનેએ ઘેર અવેડે કરે ન જ ઘટે. એના પરિણામ બહુ ખરાબ છે. ૫ એક તરફ મિષ્ટાન્ન ખાઈએ, ખવરાવીએ અને બીજી તરફ ભૂંડું ગોબરું પાણી પીવું ને પાવું એ કેવળ અનુચિત જાણી જેમ બને તેમ જલદી તજવું ઘટે છે. એ ઉપરાંત શિષ્ટાચાર સાચવવાની ખાતર પણ ખાનપાનાદિકમાં પવિત્રતા સાચવવી જ જોઈએ. ૬ ખાનપાનાદિકમાં બરાઈ કરવાની કુટેવ રાખવાથી આપણે સારા ચોખાઈ પાળનારા માણસોમાં શરમાવું-ભેઠા પડવું પડે છે અને આપણી ભૂલ કબૂલ કરવી પડે છે. તેને કશે ખરો બચાવ કરી શકાય એવો રસ્તો સૂઝતું જ નથી. તેમ છતાં કેવળ આળસ–પ્રમાદને લીધે એવી કુટેવ તજતાં વિલંબ થાય છે અને વખતે તેનાં માઠાં પરિણામ ભેગવવાં પડે છે. કઈક વખત સ્વપરને ચેપી રોગ લાગુ પડે છે, અને મરણાંત કષ્ટ સહેવું પડે છે. આપણા પૂજ્ય વડીલોનું આતિથ્ય પણ એવી ગેબરી વસ્તુથી જ કરવું પડે છે અને તેમાં ઉપજતા અસંખ્ય જીવોની નકામી હિંસા થાય છે. આવા પાપાચરણથી બચવા ઈચ્છનાર કઈ પણ ભાઈબહેનને સ્વપરહિતાર્થે નીચે જણાવેલી કોઈ પણ હિત–સૂચના કારગત થઈ શકશે. ૧ પીવાનું પાણી શુદ્ધ-ચેખું સાચવી રાખવાની સહુથી વધારે જરૂર હોઈ તેની શરૂઆત કરતાં પહેલાં ગેબરું પાણી Page #281 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૦ ] શ્રી કપૂરવિજયજી પીવાનું તજી દેવુ જોઇએ, તેમ જ તેવુ ગામરું વાસણ ખાલી કરી તાપમાં પૂરેપૂરું સુકવી દેવુ જોઇએ. ૨ શુદ્ધ પાણી પીવાનું અને તેવા વાસણમાંથી કાઢવાનુ ભાજન જુદુ જોઇએ. ૩ તાંબા પીત્તળના સરીયાવાળા ડાયેા ખાસ રાખી, તે વતી પાણી ગેાળામાંથી કાઢી, એક પહેાળા મેાઢાવાળા પ્યાલાવાટકામાં લઇ, સારા પ્રકાશમાં પીવાથી ઠીક જીવરક્ષા થઇ શકશે. ૪ માટીના ગાળા ઉપર માટીના જ ચડવા કે લટકા જુદા રાખવા કઇ અયુક્ત નથી. પ સ્વપર જીવનની રક્ષા માટે એટલું કરવાને જે આળસ કરે તેવા ભાઇબહેનેાની અનુકંપા ખાતર કાઇ પણ દિલસેાજ બધુ તેવાં સાધન તેને મેળવી આપે. ૬ નાતજાતના અનામત ફંડમાંથી દરેકને એનું લહાણું ચેાખ્ખાઇ રાખવા માટે જ કરી, આગેવાના માફ પુણ્ય હાંસલ કરી શકે. જો કે તેમાં લાંબુ ખર્ચ થવાના સંભવ નથી. ૭ આટલા પણ સ્વાર્થ ત્યાગ કર્યા વગર મેટી મેાટી વાતા કરવાથી શું વળી શકવાનું ? ઇતિશમ્ [ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૨૯. ] HAAK Page #282 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૫૧ ] ગતિ એવી મતિ અને અતિ એવી ગતિ. ગમે તેમાં, ગમે તે સ્થિતિમાં, ગમે તે સદ્ગુણ હોય તે અનુમોદવા–પ્રશંસવા ગ્ય છે, એમ સ્પષ્ટપણે આગમગ્રન્થોમાંથી જાણી-જોઈ, આપણે ભાગ્યેાદય હોય તો તે આદરી, આપણા વર્તનમાં ઉતારી શકાય છે. ગુણ-ગુણને કથંચિત્ અભેદ હોવાથી ગુણજનોને આદર-સત્કાર કરવા-કરાવવાથી તેમનામાં રહેલા ગુણાનો પણ સહેજે આદરસત્કાર થવા પામે છે. તેવી જ રીતે ગમે તેમાં રહેલા સગુણાનું કીર્તન કરવા-કરાવવાથી તે તે સગુણીનું કીર્તન પણ સહેજે થવા પામે છે. સગુણ કે સગુણ પ્રત્યે સાચ-અવિહડ પ્રેમ રાખવા મહાપુરુષે પોતાના જ પવિત્ર દાખલાથી આપણને ઉત્તમ પ્રકારનો બોધ આપ્યા કરે છે. ગુણાનુરાગકુલકમાં દૃઢ ગુણાનુરાગ રાખવા શ્રીમત્ સેમસુંદર સૂરીશ્વરે બહુ સુંદર બંધ આપે છે, તેમ ચઉસરણ પન્નામાં છેલ્લા અધિકારમાં એ જ ગુણાનુરાગીની ભારે પુષ્ટિ કરી છે. એનું જ સમર્થન શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાએ અનેક ગ્રંથમાં અનેક પ્રસંગે તથા અમૃતવેલીની સજઝાયમાં કરેલું છે, તેમ બીજા અનેક મહાશયેએ અનેક ગ્રંથ, ચારિત્ર, રાસ કે સઝાયાદિક પ્રસંગે ઉત્તમ ગુણી જનનાં ગુણોની અનેક રીતે સ્તુતિ-સ્તવનાદિક કરેલાં નજરે પડે છે. પંચપરમેષ્ઠી, નવપદ કે વીશસ્થાનક પદની પૂજા-પ્રતિષ્ઠા પ્રસંગે અનેક રીતે તેમના ગુણગાન કરેલાં જણાય છે. તેને ખરે-ઉદ્દેશ આપણામાં એવા જ ઉત્તમ ગુણો એવી જ ઉત્તમ સ્થિતિ પ્રગટેઉલસે એ જ હાઈ આપણે જાતે એ મહાનુભાના ગુણોને અંતર્મુખ ( આમલક્ષ ) રાખી સાવધાનપણે આપણામાં એ ગુણે અને એ સ્થિતિ પ્રગટાવવા પૂરી ચીવટ રાખવી જોઈએ. મહાપુરુષોને આ ઉત્તમ બેલ અને તીર્થકર દેવ જેવા Page #283 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૨ ] શ્રી કપૂરવિજયજી ,, પરમ પુરુષાનુ “ નમા તિત્થસ્સ ” જેવુ ભારે નમ્ર વર્તન જાણીજોઇ પછી કાણુ શાણા નર એથી અન્યથા (વિપરીત) આચરણ કરે અથવા કરવાનું પસંદ કરે ? એ જ ખરેખર હિતકર માર્ગ છે. કાઇનામાં લેશમાત્ર ગુણુ જોઇ-જાણીને દિલમાં રાજી થવુંઉલસિત થવું, તે ગુણુને સૂક્ષ્મદ ક જેવી ખારીક દૃષ્ટિવર્ડ વિશાળ રૂપમાં જોઇ પ્રમુદિત થવુ, તેવા ગુણ-ગુણીની ખરા દિલથી સ્તુતિ, પ્રશંસા કે અનુમેદના કરવી. બીજા બાળ કે મદ અધિકારી જીવા પણ એવા ગુણગુણીને આદર કરવા અધિક આકર્ષાય તેમ તેના નિ:સ્વાર્થ પણે વિચાર કરવા કરાવવા, એ ખરેખર કબ્ધ છે. જેમના વિચાર, વાણી અને વર્તન ખરેખર પવિત્ર છે અને તે વતી જે મહાનુભાવા દુનિયા ઉપર અનેક જીવેાનું ભલું અનેક રીતે કરી રહ્યા છે, તેવા વિરલ મહાપુરુષાનુ આદર્શ જીવન ખરેખર અનુકરણ કરવા ચેાગ્ય છે. ઘણું ભણીને મગજમાં ઠાંસી-ઠાંસી ભરવું અને ખીજા શ્રોતા પાસે ખાલી કરવું, એ એક વાત છે, અને પેાતાની જ જાતને સમજાવી શુદ્ધ પવિત્ર આદર્શરૂપ બનાવી લેવી–બનાવવા પૂર પ્રયત્ન કરવા, એ બીજી વાત છે. પ્રથમની વાત ઘણાએ કરી શકે એવી છે, ત્યારે બીજી વાત વિરલ નરરત્ના જ કરી શકે છે. આવા નરરત્ને જ જગતમાં સર્વત્ર પૂજાય-વદાય છે. તેમની સ્તુતિ-સ્તવનાર્દિક રચના સાર્થક થઈ શકે છે. ઉત્તમ કરણી યથાશક્તિ કરનાર, કરાવનાર અને તેની અનુમેાદના કરનાર ધન્ય–કૃતપુન્ય કહેલ છે. તેની નિંદાથી સાવધાનપણે દૂર રહેનાર પણ ધન્ય છે, કેમકે તેવા જીવ સુખે સન્માર્ગે ચઢી શકે છે. ઇતિશમૂ. [ જૈ. . પ્ર. પુ. ૩૭, પૃ. ૨૩૧. ] Page #284 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૫૩ ] ( ૧ ) ટીકા અને વિશ્વવ્યાપી પ્રેમ. ( “સ્વામી રામતીર્થ” ઉપરથી ઉષ્કૃત ) બીજાના વર્તનમાંથી દાષા કાઢવામાં આપણે આપણી શક્તિના જેટલે વ્યર્થ વ્યય કરીએ છીએ, તેટલી જ શક્તિ આપણું વર્તન ઉચ્ચ બનાવવાને ( વાપરીએ તે ) પૂરતી થાય તેમ છે. ર કાંટા હાય છે તેથી ગુલાબનું ફૂલ કેાઈ ફેંકી દેતું નથી. ૩ ચિતારા જાતે કદરૂપા હાય તેથી શું તેના સુંદર ચિત્રને પણ આપણે ન લેવું ? ૪ કેાઇ એક ગંદા તળાવમાં ઊગેલા સુંદર કમળને શું આપણે ફેકી દઇશું ? પ ગંદા ખાતરમાંથી ઉત્તમ ફૂલવાળા મગીચા તૈયાર નથી થતા શું ? ૬ ક્રીન અને પતિત લેાકેાને ખરી લાગણીથી અને પૂરતા પ્રેમથી જે જુએ છે તે જ ખરા ઉદાર મહાત્મા છે. ૭ સર્વ આત્માઓનું ઐકય વિસરવાથી જ જગતમાં સર્વ અનર્થ થાય છે–થવા પામે છે. ૮ યાંસુધી આપણે એક બીજાના દોષ જ શોધ્યા કરશું ત્યાં સુધી દેશમાં પ્રેમ અને એકયની વૃદ્ધિ કદી પણ થઇ શકશે નહિં. ૯ નાના મેાટા સર્વ બાળકેા ઉપર સમાન પ્રેમ રાખનારી માતાના જેવું અંત:કરણ બનાવવુ એ જ જીવનસાફલ્યના સાર છે. ખરી કેળવણી જ તે છે કે જેથી અખિલ વિશ્વ પ્રત્યે ઉદાર દૃષ્ટિથી જોઇ શકાય-વતી શકાય. ૧૦ ઉન્નતિ ક્રમે ક્રમે જ થાય છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૪ ] શ્રી કરવિજયજી ૧૧ જે માણસના આનંદને આધાર રમણીય દેખાવ, સુંદર બગીચા, અનુકૂળ મિત્રમંડળ, મધુર વચનો ઇત્યાદિ બાહો વસ્તુઓ ઉપર જ છે, તેને ખરેખર અભાગી જ સમજવો જોઈએ. ૧૨ અંધારાની સાથે લડાઈ કરવાથી શું અંધારું જતું રહેશે? પ્રેમનો અર્થ જ સાંદર્ય જેવું એ છે. ૧૩ ખરે મુક્ત માણસ તો તે જ છે કે જેને અંતરપ્રકાશ તેની આસપાસની સઘળી વસ્તુઓ ઉપર પડે અને જેના અંત:કરણમાંથી કેવળ દિવ્ય પ્રેમના કિરણે જ નીકળ્યા કરે. ૧૪ સહુને સ્વાત્મા સમાન લેખવવા જોઈએ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૦. ] ( ૨ ) પવિત્રતા એટલે શું? ૧ દેહાત્મભાવ, ઈન્દ્રિયાસક્તિ વગેરેના ક્ષુદ્ર વિચારોથી આત્માને દૂષિત ન થવા દે એ જ ખરી પવિત્રતા છે. બાહ્યા વિષયોનાં દાસ ન થઈ બેસતાં તેથી અલિપ્ત રહેવું એ જ પૂર્ણ પવિત્રતા છે. ૨ પ્રેમમૂર્તિ બનીને જીવવામાં જ મજા છે. ૩ ઊંચા પ્રકારને સ્વાર્થ એ જ ખરો પરમાર્થ છે. ૪ બીજા ઉપર આપણે ઉપકાર કરીએ છીએ એવી મુદ્રભાવના (અહંવૃત્તિ) કર્તત્વ અભિમાન આપણુ આત્માનું વિસ્મરણ કરાવે છે. ૫ જે પ્રેમસ્વરૂપ બની જાય છે તે પિતે જ ખરો કાયદો હેવાથી બીજા સર્વે કાયદા પર શ્રેષ્ઠતા ભેગવે છે. તેની મરજી મુજબ બધા નિયમો બંધાય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૫૫ ] ૬ પ્રેમ કરવાથી સાધનો તો આપોઆપ મળી આવશે. પ્રેમને ઉષ્ણ પ્રકાશ જ જીવન ઉત્પન્ન કરે છે. ૭ એકલી ભૂખી લાગણી અથવા દિલ જી જ ચાલશે નહિ. રાષ્ટ્રિયત્વની જુસ્સાદાર લાગણું ફેલાવવામાં હિન્દમાતાના દરેક પુત્રે પ્રયત્ન કરીને મદદ કરવી જોઈએ. ૮ દેશસેવા કરવાના પ્રસંગ જોઈએ તેટલા છે. ૯ દોષ શોધવાની દષ્ટિ દૂર કરીને ગુણગ્રાહકતા વધારવી. બંધુભાવ, કાર્ય કરવાની વૃત્તિ, એકત્ર થવાની ટેવ અને મહેનતભર્યા કાર્યો કરવાને હિન્દીઓને જાગૃત કરવા એ હાલ ઘણું જરૂરનું છે. ૧૦ શત્રુતા રાખવાથી અને વેર લેવાથી આપણું કલ્યાણ થશે નહિ, પણ આપણું કર્તવ્ય બજાવવાથી, પ્રેમ રાખવાથી જ કલ્યાણ થશે-ધઈ શકશે. ૧૧ પ્રેમ સર્વને જીતે છે એવો અનુભવ તમને મળી શકશે. ૧૨ જે પ્રમાણમાં મનુષ્યની જરૂરીઆતો એછી તે પ્રમામાં તેને વધારે શ્રીમંત સમજ. ૧૩ સર્વ દુઃખો, આફત, ચિંતાઓ અને વિપત્તિએ માત્ર સ્વાર્થ બુદ્ધિમાંથી જ ઉત્પન્ન થાય છે. ૧૪ સતત્ કર્મ–પુરુષાર્થ અદશ્ય રીતે મનને ઉચ્ચ પગથિયે ઉપર ને ઉપર લઈ જાય છે. ૧૫ મનુષ્ય શુદ્ર અહંકારને તજી જેમ જેમ આગળ જાય તેમ તેમ તે વધારે સારું કામ કરી શકે. ઈતિશમ [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૧. ] Page #287 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૬ ] શ્રી કપૂરવિજયજી ( ૩ ) આત્મ ઉત્કર્ષ–ઉન્નતિનાં જરૂરી સાધન પ્રથમ સાધન-ઉદ્યોગ. બીજું સાધન–નિષ્કામ સ્વાઈત્યાગ. ત્રીજું સાધન-પ્રેમ. ચોથું સાધન-ઉત્સાહ કિંવા પ્રસન્નતા જે તમે સદબુદ્ધિથી તમારું કાર્ય કર્યા જશો તો પછી બાહ્ય મદદ માગવાની કે તેની ચિંતા કરવાની તમને કંઈ જરૂર રહેશે નહીં, પરંતુ તમને મદદ મળવી જ જોઈએ અને મદદગારે તમને શોધતાં આવવું જ જોઈએ. પાંચમું સાધન-નિર્ભયતા. પિતાના અંત:કરણમાં પવિત્રતા–શુદ્ધતા લાવશે એટલે અશુદ્ધ કે અમંગળ કંઈ જ તમારી સામે આવી શકશે નહિ. છઠું સાધન-સ્વાવલંબન. પિતાની જાતને હીન, દીન, દુર્દેવી, પતિત અને પાપી માની બેસશે નહિ. તમે જ પરમેશ્વર સ્વરૂપ છે. તમે તમારી પોતાની જે કિંમત ઠરાવશે તેના કરતાં અધિક કિંમત કઈ કરશે નહિ. સત્ય ઉપર વિશ્વાસ રાખો અને પ્રભુ સાથે એકતા કરોઅનુભવો એટલે તમે મુક્ત જ છે. જેમ વૈદ્ય રંગીન રોગ પિતાને નહિ લગાડી દેતાં તેને સારો કરે છે, તેમ કર્મની સાથે અનાસક્ત વ્યવહાર રાખે, અનાસક્ત સાક્ષીની પેઠે કર્મક્રિયા કરે અને મુક્ત રહે. સાતમું સાધન–પવિત્રતા અથવા સદાચાર. Page #288 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૫૭ ] જેવી જેની મતિ તેવી તેની ગતિ. આપણું દારિદ્રય પણ આપણે જ નિર્માણ કર્યું છે, એમ સમજીને તેને આનંદથી ઉપભોગ કરી, માનવ જાતિનું હિત કરવાના વિચારોથી હમેશાં અસ્વસ્થ રહેશે નહિ. ખરું સામર્થ્ય પ્રગટ કરવા તથા ખીલવવા સદા ય સાવધાન રહેજો. અહંકારથી દૂર રહીને કર્મ-ક્રિયા આચરે. મનુષ્યની નિંદા તથા સ્તુતિની દરકાર ન કરે, તે તમને આડે રસ્તે દરશે. ખરું લક્ષ ચૂકશે નહિ. આત્મ-ઉન્નતિ ઈચ્છનારે યુક્ત સાધનોને ઠીક લક્ષમાં રાખી યથાસાધ્ય તેનો ઉપગ કર જોઈએ. ઈતિશમ. [ જેન. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૨ ] (૪) ખરું જ્ઞાન અને શિક્ષણ ૧ ખરું જ્ઞાન અને શિક્ષણ આત્માની અંદરથી જ પ્રગટે છે; પુસ્તકમાંથી કે બીજાના મગજમાંથી આવતું નથી. ૨ આત્મા સાથે તાદાત્મ્ય સ્કૂરણા થવી અને સર્વ વિશ્વ સાથે એકતા થવી એ અજબ વાત છે. ૩ જ્યારે જ્યારે આત્માનો વિકાસ થાય છે ત્યારે ત્યારે તે અનેક જૂની અશક્તિઓને ત્યાગ કરે છે. ૪ ખરા ત્યાગથી જ અમર તત્વ મળે છે. ૧૭ Page #289 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૮ ] શ્રી અરવિજયજી ૫ પિતાના જ પગ ઉપર ઊભા રહેવાની હિંમત કર એટલે આખા વિશ્વને ભાર પણ તું ખમી શકીશ. ૬ ત્યાગની અનુકૂળ ભૂમિ ઉપર સ્થિર રહેવાથી ગમે તે કામમાં તમે બધે વખત ગાળશે તે પણ થાકશો નહિ. ૭ મનમાંથી સર્વ વિચારોનો બજે કાઢી નાંખો. એટલે અંશે તમે એ જે હલકો કરશે તેટલે અંશે તમે વધારે શક્તિવાન થશે. ૮ કે કાર્યો કરે, એટલું જ નહિ પણ તેમને ગ્ય બાબતો જ ગમે, તેઓ ઉદ્યમી બને, એટલું જ નહિ પણ ઉદ્યમ તેમને ગમે, એવું કરવું એ જ ખરા શિક્ષણને ઉદ્દેશ છે. ૯ આત્માને સંતુષ્ટ, સમતોલ અને આનંદી રાખવે એ જ તમારું મુખ્ય કર્તવ્ય-તમારો ધર્મ છે. ૧૦ આનંદી થાઓ એટલે તમારા મિત્રો ઘણુ થશે. તમારા સંખ્યામૃતને લાભ લેવા કેઈ ના પાડશે નહિ. ૧૧ સુખી થવાનો રસ્તો બીજાઓને સુખી કરવા એ છે. ૧૨ વેદાન્તમાં પૂર્ણ વિશ્રાન્તિ અને સંન્યાસને જ ત્યાગ કહ્યો છે. ૧૩ આ જગત અને તેની સર્વ સ્થિતિ તમે જેવી માની લે તેવી થાય છે. ૧૪ તમારા પિતાને માટે છે, બીજાના અભિપ્રાય માટે નહિ. તમારા અંતરાત્માને જ સંતુષ્ટ કરવા પ્રયત્ન કરો. ૧૫ ગમે તેટલો પ્રયત્ન કર્યા છતાં સર્વ લેકસમૂહને Page #290 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૫૯ ] ખુશ કરવાને તમે બંધાયેલા નથી. જો તમારો આત્મા સંતુષ્ટ થશે તો જનસમાજ પ્રસન્ન થવો જ જોઈએ એ સિદ્ધાન્ત છે. ૧૬ કામ કરતી વખતે તમારું તેમાં પૂર્ણ ધ્યાન હોવું જોઈએ, અને તેને જરૂર વિનાની બાબતોથી હરકત ન પહોંચવી જોઈએ. ૧૭ જ્યારે કામ પૂરું થાય ત્યારે મનુષ્ય જ્યાં આત્મા વાસ કરે છે ત્યાં જ્ઞાનપ્રદેશમાં જઈને વિશ્રાન્તિ લેવી જોઈએ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૩ ] (૫) આત્મિક ઉન્નતિનો સરલ માર્ગ. ૧ કોઈ પણ સત્કાર્ય કરતાં તેના ફળ માટે-પરિણામ માટે અધીરા થશે નહિ. ફળ-પરિણામ મળતાં વખત–વિલંબ લાગશે, પરંતુ અસર આબાદ થશે. ઉતાવળે આંબા પાકતા નથી. ૨ વિચારોને પવિત્ર-ઉચ્ચગામી કરો, સત્ય માર્ગે દોરો. ૩ શાન્તિ કેમ રાખવી તે શિખ અને વિચાર પવિત્ર રાખે, તો કેઈની તાકાત નથી કે તમારી વિરુદ્ધ જાય. મન સ્થિર રાખશો તો સર્વ ઈચ્છાઓને જીતી શકશે. સ્વપર ઈચ્છાઓનો ગેરુપયોગ ન કરશે. ૪ ઈચ્છા ઘડાઓ જેવી છે. જે તેની પૂછડી પકડે છે તે તેની સાથે ઘસડાય છે ને ખાડામાં પડે છે. ૫ ઈચ્છારૂપી ઘેડાની પૂંછડી પકડશે નહિં, પણ તેના ઉપર સ્વારી કરજે. તેથી તે ઊલટે સહાયક થશે. Page #291 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૦ ] શ્રી કપૂરવિજયજી ૬ તમારી દિવ્યતા સમજશે તો જ તમે ખરો આનંદ ભગવશે. ૭ ધ્યાનસ્થ થવા માટે શાન્ત સમય અને શાન્ત વાતાવરણ સહાયકારક હોઈ ઉપયોગી છે. કેટલાક વાંધા.” ૧ બીજામાં દોષ કાઢતાં તેના દોષ આપણે હોરી લઈએ છીએ, માટે આ દોષદષ્ટિની પાર જવું જોઈએ. ૨ નિર્બલ-અજ્ઞાની લેકે જ ઘણા પ્રકાર હોય છે. ૩ પાપકાર્યને ધિક્કારે, પણ પાપી આત્માને નહિં. ૪ જગત જે ટીકા કરવાની રૂઢિને પાપ ન ગણતું હોય તે તેમાં જગતને જ વાંક છે. ૫ ટીકા-નંદા કરવી એ આત્મવિભુથી વિમુખ રહેવા જેવું છે. મનુષ્ય પોતે પિતામાં દુર્ગણે જાણ્યા છતાં પોતાને ધિક્કારતો નથી, પણ બીજામાં એ જ દુર્ગુણ જોઈને તિરસ્કાર કરે છે. તિરસ્કારરૂપ દુર્ગુણથી દૂર રહો. ૬ દેવદર્શને જવું, ત્યાં માળા ફેરવવી ને પ્રભુની ચરણપૂજા માત્ર કરવી, એટલાથી નભે નહિં, તદુપરાંત મનુષ્ય પોતાના જાતિબંધુઓ તરફ પણ પિતાની ફરજ અદા કરવાની છે. ૭ પ્રભુને ઉત્તમ પ્રકારે ભજવાનો રસ્તો તે પિતાના શત્રુ-મિત્ર વિગેરેમાં દે નહિં જોતાં દિવ્યતા જેવી એ જ છે. એમ કરતાં કરતાં જ આપણા અંતરમાં પ્રભુને જોઈ શકીશું. ૮ સામાએ ભૂલ કરી તેથી આપણે પણ કરવી જોઈએ Page #292 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૬૧ ] નહિ. એ કાળી વસ્તુઓ એકઠી કર્યાથી એક ધેાળી વસ્તુ ઉત્પન્ન થતી નથી, એ રીતે કાંઇ વસ્તુસ્થિતિ સુધરતી નથી. ૯ આપણે આપણી દિવ્યતાનું ભાન રાખીએ, મધ્યબિન્દુથી ખસીએ નહિ, સાત્ત્વિકવૃત્તિ રાખીએ, સત્યના સાક્ષાત્કાર કરીએ તેા કાંઇ જ હાનિ થાય નહિ. ૧૦ સચ્ચિદાનંદ ને શયતાન એ એને કદી પણ સાથે ભજી શકાય નહિ. દોષષ્ટિ તત્ત્વે જ ગુણ આવે. ૧૧ અદ્વેષ એ યાગનું ખાસ અંગ છે, એમ સમજી રાખવુ. ઇતિશમ્. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૪. ] ( ૬ ) આત્મસાક્ષાત્કાર કરવા સ્વાર્થ ત્યાગની જરૂર નહિ જ રહે. તમે જગ ૧ એક મ્યાનમાં બે તલવાર તમાં સુખા ભાગવા ને તે સાથે સત્યને સાક્ષાત્કાર કરવા ઇચ્છે એમ બનનાર નથી. ૨ ભાગ આપ્યા વગર સત્યની પ્રાપ્તિ થતી નથી. ૩ ઇશ્વરત્વ પ્રાપ્ત કરવા માટે અહુ ભાવ બંધ થવા જ જોઇએ, અહંતા મમતા છૂટતા જ ઇશ્વરતા આવે. ૪ જે લેાકેા તમને ઉન્નત કરી ન શકે તેની સાથે કદી પણ ક્શે નિહ. ૐકારને જાપ વિસરશે નહિ. ૫ અંત:કરણને નિ`ળ કરા, હૃદય ચાખ્ખાં કરા, એટલે જગતનું સર્વ જ્ઞાન તમારામાં આવશે. Page #293 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૨ ] શ્રી કપૂરવિજયજી ૬ મંદવાડ એ શારીરિક ગુન્હા નથી, પણ માનસિક ગુન્હા છે. ૭ દરેક જણ પોતપાતાના ધર્મના વિચારા ખરા અંત:કરણથી માનતા હોય-તે પ્રમાણે વર્તતા હોય, તો તે આખા જીવનમાં જેવું ઇચ્છે છે તેવુ જ મૃત્યુ પછી પામશે. ૮ સત્ય ધર્મ સર્વને માટે છે. સત્ય ધર્મ આપણને મુક્ત કરવા માટે છે, નિહ કે મધન કરવાને કે અંધ બનાવવાને. ધર્મના ઉદ્દેશ આપણને એના ગુલામ બનાવવાના નથી, પણ સ્વતંત્ર રીતે જગતમાં રાજ્ય ભાગવવાના છે. ૯ પ્રકૃતિના નિયમા મનુષ્યને પોતાના આત્મા એળખવા માટે આગળ ને આગળ જ ધકેલે છે. ,, ૧૦ “સ’સારે સરસા રહે, ને મન મારી પાસ, ” અથવા “ વ્યવહારે વ્યવહારશ', નિશ્ચયમે થિરથ’ભ, ’ એ વચના આત્માની જાગ્રતદશાના ખેાધક છે. ૧૧ પેાતાની દૃઢ માન્યતા અને શ્રદ્ધા માટે શરીરના ભાગ આપવા કરતાં તેને ખાતર જીવવું, એ જ કેટલીક વખત વધારે કઠણ હાય છે; માટે દરેક વાતની તેના પેાતાના જ ગુણદોષ પ્રમાણે કિંમત કરવી ઘટે છે. ૧૨ પરાણે કાઇના પ્રેમ માગતાં, ભિખારી માફ્ક કોઇ વસ્તુની ઇચ્છા કરતાં તે તમારાથી દૂરને દૂર જ નાસશે. તેની સ્પૃહા તજવાથી જ તે વસ્તુ આગે ને આગે આવીને ખડી થશેરહેશે. કહ્યું છે કે- માગે તેથી આઘે ( ને ) ત્યાગે તેની આગે, ” એ એ જ અર્થસૂચક છે. 66 Page #294 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૬૩ ] ૧૩ પરઆશા મૃગજળવત્ મિથ્ય છે. શાશ્વત તા માત્ર તમારી પેાતાની દિવ્યતા જ છે. ૧૪ ક્ષણિક સુખ માટે વલખાં મારવાં કરતાં શાશ્વત સુખ આનંદ માટે પ્રયત્ન કરવા ઘટે છે. ઇતિશમ. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૫. ] દયા સબંધી શાન્તા અને કાન્તા એ બે શાણી બહેનેાના સંવાદ. ( ૧ ) શાન્તા—અહિંસા યા જીવદયા( જયણા )રૂપી ધર્મ તેા સહુ માને છે. આપણા જૈનધર્મમાં એથી અધિકતા શી ? '' "" કાન્તા—કેવલ “દયા દયા પેાકારવાથી કશું વળતુ નથી. સહુને આપણા આત્મ સમાન લેખી, કેાઇને દુ:ખ-સંતાપઉપજે એવું ન કરવામાં જ ખરું ડહાપણ છે. ડહાપણ વગરની દયા નહિં જેવી છે. શાન્તા—ઉદાહરણ આપી તમારું કથન સાબિત કરે. કાન્તા—ગમે તે પ્રાણીના જીવ મચે એમ આપણે ઇચ્છીએ અને તેમ કરતાં આપણે કષ્ટ સહન કરવુ પડે તેા કરીએ એમાં કંઇ ખાટુ નથી. પરંતુ કેટલાએક લેાકે ગાય પ્રમુખ કાઇ પશુને કસાઇ જેવાના હાથથી બચાવવા જતાં તે કસાઇ પ્રમુખનેા પ્રાણ લઇ લે તે તે યુક્ત કહેવાય ? ન કહેવાય. તે કસાઇને કાઇ રીતે સમજાવી-પટાવી–રાજી કરીને ગાય પ્રમુખને સુખે બચાવી શકાય, પણ તે ન જ સમજે તે સામાને પ્રાણ લેવા ન જ Page #295 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૪ ] શ્રી કપૂરવિજયજી ઘટે. ખરી ઇચ્છાશક્તિ જ હાય તા પેાતાના પ્રાણ જતા કરીને સામાનું દિલ પીગળાવી ગાય પ્રમુખને બચાવી લેવાય; એમાં જ ખરું ડહાપણુ અને એ જ ડહાપણભરી દયા લેખાય. શાન્તા—કેટલાએક લેાકેા સાપ, વીંછી વિગેરે તથા દુ:ખી થતા માંદા કે વૃદ્ધ નકામા જાનવરા વિગેરેને મારી નાંખવાનું કહે છે, તેમાં કાંઇ લાભ હશે? કાન્તા—નહિં જ, જેમ આપણા કાઇ સ્નેહી-સંબંધીને એવી દશામાં તે વિશેષ સુખશાન્તિ યા આરામ જ આપવા ઇચ્છીએ, તેમ તેવા દુ:ખી જીવાને પણ એવે વખતે સુખશાન્તિ જ આપવા ઘટે, મેાતનું અનતુ દુ:ખ ઉપજાવવું ન ઘટે. શાન્તા—એ દરેકના જીવ બચાવી એમને અભય અથવા આરામ આપવાથી શેા લાભ ? કાન્તા—જીવમાત્રને અભય આપવાથી આપણે અભય થઇએ. શાન્તા—એ માટે થાડાંક શાસ્રપ્રમાણ બતાવે. કાન્તા—“ ગમે તેવાં અને ગમે તેટલા અન્ય દાના દેવા કરતાં અભયદાન વધી જાય છે, જીવતદાન દેવા જેવું બીજું એકે દાન નથી” “ દયા નદી એટા વિસ્તારમાં વહેતી હોય ત્યાં સુધી જ સઘળા ધર્મ શાલી નીકળે છે. જ્યારે દયા નાબૂદ થઇ જાય છે, ત્યારે ધમ તે। આપેાઆપ અલેપ-અદૃશ્ય થઈ જાય છે,” 66 દયા જ ધર્મની માતા છે ને ધર્મનું રક્ષણ તથા પાષણ કરનારી છે. તેમ જ એકાન્ત સુખ-શાન્તિને Page #296 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૬૫ ] આપનારી દયા-જયનું જ છે” “સર્વે જીવોને સ્વઆત્મા સમાન સમભાવે જેનાર એ શાનત દાન્ત આત્મા પાપકર્મ બાંધતે નથી-પાપથી લેપાતા નથી. ઉપરોક્ત અનેક પ્રમાણવા અનેક શાસ્ત્રમાં આપેલાં નજરે પડે છે. શાતા–ત્યારે તો કોઈને દુઃખ નહિ પણ સુખ આપવા સાવધાનપણે વર્તવાથી જ આપણે દુઃખ માત્રને ટાળી સુખ પામી શકીએ શું? એમ જ હોય તો આપણે હલનચલનાદિક પણ શી રીતે કરવી ? કાન્તા–હલનચલન, ખાનપાન, ભાષણ, શયનાદિક દરેક ક્રિયા કરતાં કોઈ જીવને નાહક નુકશાન ન પહોંચે તેમ સાવધાનતાથી વર્તવું જોઈએ. નહિ તે જરૂર પાપકર્મ લાગે જ અને તેના કડવાં ફળ અવશ્ય જોગવવાં પડે જ, તેથી જ આપણું કતિપત સ્વાર્થની ખાતર સુખશીલતાથી કઈ જીવને દુ:ખ યા પ્રતિકૂળતા ઉપજે એવું ન જ કરવું ઘટે, કેમકે એવું દુઃખ યા પ્રતિકૂળતા આપણને કોઈ ઉપજાવે તે ચતું નથી, તે બીજાને કેમ જ રુચે ? સુખ કે સાનુકૂળતા જેમ આપણને ગમે છે તેમ બીજાને પણ ગમે જ, એમ સમજી સહુને સુખ-શાન્તિ ઉપજાવવા સાવધાન રહેવું ઘટે. અન્ય જીવોને સુખ-શાતિમાં સ્વાર્થવશ અંતરાય કરવાથી તેવું જ માઠું અંતરાય કર્મ બંધાય છે અને તેનું માઠું ફળ ભેગવવું પડે છે, એમ જ્ઞાની અનુભવી જને કહે છે, ઈતિશમ. [ રૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૬ ] Page #297 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૬ ] શ્રી કરવિજયજી ડહાપણભરી ક્રયા સબંધી સંવાદ, શાન્તા—જીવદયાના જયણાના ખરા લાભ શી રીતે મળે ? કાન્તા—દયા કે જયણાનું સ્વરૂપ સારી રીતે સમજીને પાળવાથી. શાન્તા—તમે એ શા આધારે કહી શકેા છે ? '' પછી કરે કાન્તા—“પમ નાળ તો ચા ” એટલે પહેલું “ જ્ઞાન અને પછી દયા અથવા “ પહેલુ` જાણી કિરિયા, તે પરમારથ સુખના દરિયા, ” વચને અનેક સ્થળે જોવામાં આવે છે તેથી. એવા સૂકત "" શાન્તા—સમ્યગજ્ઞાન ને સમ્યક્ શ્રદ્ધા હાય છતાં કરણી કરી ન શકતા હોય અને એકલી ક્રિયા સમ્યગજ્ઞાન ને શ્રદ્ધા વગર જ કરતા હાય તે એમાં શ્રેષ્ઠ કાણુ ? કાન્તા—ખરા જ્ઞાન ને શ્રદ્ધા વગરની એકલી કરણી મેાક્ષસાધક નહિ પણ કષ્ટરૂપ લેખાય છે. અને ચારિત્રરૂપ કરણી વગરનાં સભ્યજ્ઞાનદન પરિણામે ઘણાં જ હિતસાધક હાવાથી શ્રેષ્ઠ છે. તે જરૂર સચ્ચારિત્રને ખેંચી લાવે છે. શાન્તા—ત્યારે મેાક્ષફળ મેળવવા માટે તા સભ્યજ્ઞાન, શ્રદ્ધા સાથે ખરા ચારિત્ર( સયમકરણી )ની પણ જરૂર ખરી ? કાન્તા—હા, સાચી સમજ સાથે સંયમકરણીવડે જ મેાક્ષફળ મળી શકે છે. સાચી સમજ વગરની એકલી ક્રિયા Page #298 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ર૬૭ ] જડ–આંધળી છે અને ખરી કરણું વગરનું એકલું જ્ઞાન લુંપાંગળું છે. જ્ઞાન અને કરણ સાથે મળતાં ધાર્યું ફળ આપે છે. શાન્તા–ત્યારે તે જીવદયા યા જયણાના સ્વરૂપનું રહસ્ય પ્રથમ જાણવું જરૂરનું છે. તે વગર કદાચ આડે રસ્તે ચઢી જવાય. કાતા–૧ દ્રવ્યદયા, ૨ ભાવદયા, ૩ સ્વદયા, ૪ પરદયા, ૫ સ્વરૂપદયા, ૬ હેતુદયા, ૭ નિશ્ચયદયા, ૮ વ્યવહારદયા, ૯ અનુબંધદયા, એમ એના અનેક ભેદ સમજવા ગ્ય છે. શાતા-- એ ભેદો જરા સ્પષ્ટતાથી સમજા. કાન્તા–૧ ઈન્દ્રિયાદિક દ્રવ્યપ્રાણની રક્ષા કરવી. તે દ્રવ્યદયા. ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક ભાવપ્રાણની રક્ષા કરવી તે ભાવદયા, ૩ પિતાના દ્રવ્યભાવપ્રાણની રક્ષા તે સ્વદયા. ૪ અને પરાયા પ્રાણની રક્ષા તે પરદયા. ૫ અંતરના ભાવ કે લક્ષ વગર કેવળ દેખાવ માત્ર દ્રવ્યપ્રાણની રક્ષા તે સ્વરૂપદયા. ૬ જે કોઈ શુભ ઉપકરણાદિકને યથાસ્થાને સદુપયોગ કરવાથી સ્વપર પ્રાણની રક્ષા થાય તે હેતુદયા, ૭ જે પોતાના દ્રવ્યભાવપ્રાણરક્ષા તે નિશ્ચયદયા. ૮ જે પરાયા પ્રાણની રક્ષા તે વ્યવહારદયા. ૯ અને સર્વજ્ઞ-વિતરાગ પ્રભુની આજ્ઞાને અનુલક્ષી શુભ ભાવથી જે કરાય તે અનુબંધદયા. Page #299 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૮] શ્રી કપૂરવિજયજી . એ રીતે જેમ જીવદયા યા જયણાના કેટલાએક ભેદ કહ્યા, તેમજ જીવહિંસાના ભેદ પણ સમજી લેવા. શાન્તા–ઉપરના જીવદયા કે જયણાના ભેદ જાણુને શું કરવું ? કાતા–જાણીને આદરવા લાયક આદરવું, ને તજવા લાયક તજવું, “જ્ઞાન એટલે સાચી સમજ, તેનું ફળ-પરિણામ વિરતિરૂપ કહેલું છે. ” દ્રવ્યદયા અને વ્યવહારદયા પણ આદરવી ખરી, પરંતુ તેની સાથે ભાવદયા ને નિશ્ચયદયાનું ખરું સાધ્ય લક્ષ બહાર રાખવું નહિં જરૂર લક્ષમાં રાખવું. દ્રવ્ય કે વ્યવહાર કરશું ભાવ કે નિશ્ચયને પેદા કરવા માટે અને તેની રક્ષા કે વૃદ્ધિ માટે થાય તે જ હિતરૂપ છે. શાન્તા–સ્વદયા અને ભાવદયા કે નિશ્ચયદયાને જરા સ્પષ્ટ કરશે. કાન્તા-શ્રીમદ્ યવિજયજી મહારાજ કહે છે કે– સ્વદયા વિણ પદયા, કરવી કવણ પ્રકારે ?” એટલે સ્વ આત્મા જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ છે તેની રક્ષા કે વૃદ્ધિ થાય તેવી ભાવ યા નિશ્ચયદયાના લક્ષ વગર પર જીવની દ્રવ્ય કે વ્યવહારદયા શી રીતે કરવી ? કરવાથી ફળપરિણામ પણ શું ? મોક્ષસાધક તે નહિં જ. શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક આત્મગુણની રક્ષા કે પુષ્ટિ કરવાથી જ અનુક્રમે ખરો મોક્ષ થઈ શકે, તે વગરની કણકરણીવડે બહુ તે સ્વર્ગ પ્રમુખના ક્ષણિક સુખ મળે તેથી શું વળે ? એથી જ દાન, શીલ, તપ અને સામાયિકાદિક ગમે તે ધમકરણ કરતાં આપણું લક્ષ કેવળજ્ઞાનાદિક આત્મગુણની રક્ષા ને પુષ્ટિનું જ હોવું Page #300 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૬૯ ] જોઈએ. એથી જ કલ્યાણ સુલભ્ય છે. આવી સન્મતિ જ્ઞાની ગુરુની કૃપાપ્રસાદીથી બહુ ભવ્યાત્માઓને પ્રાપ્ત થાઓ. ઈતિશ. [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૨.] પાપથી પાપ વધે છે અને પુણ્યથી પાપ ઘટે છે અથવા અનાચારથી અનાચાર વધે છે; પણ સદાચારથી અનાચાર ટળે છે. સમૃતિકા કહે છે કે “ભાર્યા પાપ કરે તે ભર્તારને ” “શિષ્ય પાપ કરે તે ગુરુને” “પ્રજા પાપ કરે તે રાજાને ” રાજા પાપ કરે તે પુરોહિતને લાગે છે.” એ સ્મૃતિઓનાં વચને સુજ્ઞજનોએ વિચારવા જેવી છે. એનું રહસ્ય સમજી લઈ, પિતાના વર્તનમાં ઉતારી, અન્ય સુભગ– ભાગી જનોને તે યથાર્થ સમજાવી તેમના વર્તનમાં ઉતારવા ગ્ય છે. તથાપ્રકારના વ્યાજબી અંકુશ વગર નિરંકુશ સ્થિતિમાં રહેતાં સ્ત્રી સ્વેચ્છાચારી, કામાતુર, મદોન્મત્ત બને, ખેટે માર્ગે દોરવાઈ જતાં માતપિતારૂપ ઉભય કુળને લાંછન–ડાઘ-કલંક લાગે એવાં કામ (કુકર્મ ) કરવા પ્રવર્તે એ ઉઘાડું છે. તેથી જ ગમે તેવી અવસ્થામાં તેના ઉપર એગ્ય નિયંત્રણ રાખવું જ ઘટે. પતિ, પુત્ર કે પિતાદિકને તેને કોઈ પ્રસંગે પિતાની ઉચિત ફરજ સમજી પ્રમાદરહિત–સાવધાનપણે તે ફરજ બજાવવી ઘટે, નહિ તે તેની સાથે પોતે પણ ઉપેક્ષા કરવાથી પાપવડે ખરડાય છે. એથી ઊલટું જ્યાં ધર્મશિક્ષણ સદા ય સંભાળથી અપાય છે અને જ્યાં દરેક માતા, પુત્રી કે પુત્રવધુમાં સદાચાર જ Page #301 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૦ ] શ્રી કરવિજયજી પ્રવર્તી રહે છે, તે સદ્દભાગી કુટુંબને પુણ્ય, યશ સર્વત્ર પ્રસરે છે અને તે સર્વતઃ સુખી થાય છે. જે સભાગી શિષ્ય સુગુરુની હિતશિક્ષાને લક્ષપૂર્વક આદરી તપસંયમને ખરે માર્ગ સેવે છે, તે સુયશ સાથે સર્વત્ર સુખસંપદા પામે છે; પણ જે ઉલૂંઠ પણે સુગુરુવચન–અંકુશને અવગણી, મદાધ સ્વેચ્છાચારે ફરતા રહી, રુડા તપ સંયમ આચારથી ભ્રષ્ટ થઈ જાય છે તેમના ખરેખર આખરે ભંડા હાલ જ થાય છે. તેવા કુશિષ્યોને જે મેહવશ ગુરુ પંપાળે છે, તો તેઓ પણ પાપની પુષ્ટિ કરી દુર્ગતિના જ ભાગી બને છે. સુનીતિરીતિથી પ્રજાનું રક્ષણ–પાલન કરી તેને સમૃદ્ધ બનાવી પ્રજાના મનને રંજિત કરનારો ખરો રાજા લેખાય છે. એવા સુગ્ય રાજાના શાસનને માન આપી વફાદાર રહેનારી પ્રજાજ ખરી ઉન્નતિ સાધી સુખી થઈ શકે છે. તે જે મોજશોખમાં પડી નિરંકુશપણે પાપ-અનીતિ આદરે છે અને એવાં પાપવ્યસનથી પ્રેરાઈ રાજા પ્રજાને બચાવવા કશું કરતો નથી, તે રાજા પ્રજા બની બૂરી દશા થાય છે. જે ધર્મગુરુ અન્યને ધર્મબોધ આપી તેને ખરે માર્ગે દોરવામાં પ્રમાદ કરે તો તે પણુ પાપભાગી થવા પામે છે. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૬૪] - Page #302 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૭૧ ] જયા અને વિજ્યા એ બે બહેને વચ્ચે થયેલ તત્ત્વવિચારણું વિષયે સંવાદ જયા—આપણામાં અન્ય પ્રાણીઓ કરતાં અધિક બુદ્ધિબળ છે તેનું ફળ શું ? વિજયા–તત્વને વિચાર કરે, ખરું-ખોટું, હિતઅહિત, કર્તવ્યાકર્તવ્ય, ગુણદોષ, લાભાલાભ, ભક્ષ્યાભઢ્ય, પેયાપેય ને ગમ્યાગમને બરાબર સમજી, ખરું હિતકારી કર્તવ્ય આદરવું ને એથી ઊલટું હોય તે તજવા મનમાં નકકી કરવું અને એ જ પ્રમાણે દઢતાથી વર્તવાનો સફળ પ્રયત્ન સેવ એ જ બુદ્ધિ પામ્યાનું ઉત્તમ ફળ લેખાય છે. જયા–તત્વ સંબંધી જરા પષ્ટતાથી ખુલાસો કરો તો સારું. વિજયા-તાવ એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ. મૂળ તો જગમાં જીવ અને અજીવ એ બે વસ્તુઓ જ છે. તેમાં દ્રવ્યભાવપ્રાણથી જે જીવે તે જીવ, ઈન્દ્રિયાદિક દશ બાહ્યપ્રાણ તે દ્રવ્યપ્રાણ અને જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક અંતરમાણ તે ભાવપ્રાણુ, સંસારી અને સિદ્ધ એમ મુખ્ય બે પ્રકારના જ છે. ચાર ગતિના છ સંસારી કહેવાય છે, અને તેમાંથી તદ્દન છૂટા થયેલા હોય તે સિદ્ધ કે મુક્ત કહેવાય છે. સંસારી જીવોને દ્રવ્યભાવપ્રાણ સ્વસ્વ ક્ષપશમાદિ અનુસારે હોય છે ત્યારે સિદ્ધ-મુક્ત છે માત્ર અનંત જ્ઞાનદર્શનાદિ ભાવપ્રાણવાળા એક સરખાં જ હોય છે, એ જ એમનું લક્ષણ છે. એથી ઊલટું લક્ષણ જડ અજીવનું છે. અજીવ પણ રૂપી અને અરૂપી એમ બે પ્રકારના હોય છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૨ ] શ્રી કપૂરવિજયજી પુદગળ રૂપી અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાદિક અરૂપી જાણવા. જીવાજીવ બે તત્ત્વ ઉપરાંત પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મેક્ષ, એ સાત અવાંતર તો છે. તેમાંથી જે પ્રત્યેક આત્માને સંસારમાં જકડી રાખે છે તે પાપાદિક તત્ત્વ તજવા લાયક છે અને જે સંવરાદિક તત્વ ભવ્યાત્માઓને સંસારબંધનથી મુક્ત કરી શકે છે, તે અવશ્ય આદરવા લાયક છે. વળી દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વે સમજવા લાયક છે. રાગ, દ્વેષ અને મહાદિક દુષ્ટ દેષ માત્ર જેમના સર્વથા નષ્ટ થયા હોય તે સર્વજ્ઞ–વીતરાગ-પરમાત્માદેવાધિદેવ જાણવા. અહિંસાદિક મહાવ્રતોને પ્રમાદ રહિત પાળનારા અને સદાચારને પ્રકાશ કરી ભવ્યાત્માઓને તેમાં સ્થાપનારા નિર્ચથ-સાધુ જનને સુગુરુ જાણવા તથા સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અથવા દાન, શીલ, તપ, ભાવ૫ અથવા સાધુ કે ગૃહસ્થ એગ્ય વ્યવહારવડે જે અનંત જ્ઞાનાદિક નિશ્ચય-ધર્મ પામી શકાય તે સર્વજ્ઞ–સર્વદશી કથિત ધર્મ હોવાથી કલ્યાણકારી જાણે પ્રમાદ રહિત આદરવા યોગ્ય છે. જયા-દશ દષ્ટાતે દુર્લભ મનુષ્યભવાદિ સુસામગ્રી પામ્યાનું શું ફળ છે? શું કરવાથી એની સાર્થકતા-સફળતા થઈ શકે છે? વિજયા–સ્વબુદ્ધિબળથી હિતાહિતને નિશ્ચય કરી લહીને યથાશક્તિ-શક્તિને પવ્યા વગર ત્રત-નિયમ આદરવા અને તે વ્રત-નિયમાદિકને પ્રમાદ રહિત સાવધાનતાથી પાળવાં, એ આ અમૂલ્ય માનવ ભવાદિક દુર્લભ સામગ્રી પામ્યાનું ફળ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ, [ ૨૭૩ ] જયા-વ્રત-નિયમરૂપી ચારિત્રના પાયે શી રીતે નાખવે જોઇએ વિજયા—ન્યાય, નીતિ ને પ્રમાણિકતાથી નિર્દોષ પ્રાય વ્યવસાયવડે આજીવિકા ચલાવવી, વિનય ને વિવેકભર્યા વર્તનથી કુટુબ પાલન કરવું. કામ, ક્રોધ, મોહ, મદ, હર્ષ અને અહુકાર એ છ શત્રુને દાબવા ઇત્યાદિ ઇત્યાદિ માર્ગાનુસારીપણાના પાંત્રીશ લક્ષણા ગુણા, તથા ગ ંભીરતા, કૃતજ્ઞતા, કાર્યદક્ષતા ( ચકારતા ) અને પરોપકારરસિકતાદિક ધર્મપ્રાપ્તિ માટે જરૂરના એકવીશ ગુણા મેળવવા ભારે કાળજી રાખવી. અપરાધીનું પણ અહિત કરવા મન ન થાય, ગમે એવા સાંસારિક સુખથી વિરક્ત રહી મોક્ષ ભણી જ સ્થિર લક્ષ બંધાય, ઇત્યાદિ લક્ષણવાળુ સકિત રત્ન સાચવટથી મેળવી ભારે કાળજીથી તેનુ રક્ષણ કરવામાં આવે, એ રીતે ખરા પાયે નાંખવા અને તેના ઉપર સાધુ કે ગૃહસ્થ ( શ્રાવક ) યોગ્ય તરૂપ ઇમારત ચણુવી ઘટે. જયા—એ હેતુ પાર પાડવા કેવી રીતે શરૂઆત કરવી જોઇએ? વિજયા—શુદ્ધ દેવ, ગુરુ, ધર્માંનુ ખરું' આદર્શ જીવન નજર સમીપ આગળ રાખી, તેવા થવા માટે તુચ્છ વિષયવાસના તજી, સાત પ્રકારની શુદ્ધિ સાચવીને તેમની સેવા-ઉપાસના પૂર્ણ પ્રેમભક્તિથી કરવા કાયમને માટે લક્ષ રાખવુ. જયા——એ સાત પ્રકારની શુદ્ધિની કંઇક સમજ કૃપા કરીને આપી કૃતાર્થ કરા. વિજયા—૧ શરીરશુદ્ધિ, ૨ વસ્ત્રશુદ્ધિ, ૩ ચિત્તશુદ્ધિ, ૪ ૧૮ Page #305 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૪ ] શ્રી કપૂરવિજયજી ભૂમિકાશુદ્ધિ, પ પૂજોપગરણશુદ્ધિ, ૬ દ્રવ્યશુદ્ધિ તે ન્યાયપાર્જિત દ્રવ્ય અને ૭ વિધિશુદ્ધિ. એ સાત પ્રકારની શુદ્ધિ સદા ય સાચવીને જ દેવ, ગુરુ, સંઘ, સાધર્મિક ( તીર્થ ) ભક્તિ ધ્રુસિત ભાવથી કરવી ઘટે. જયા—મહેન ! આજકાલ આમાં ભારે ગાટાળા વળતા જણાય છે તેનું કેમ ? વિજયા—એવી બધી ભ્રષ્ટતા-મલિનતા દૂર ટાળવા જરૂર ચીવટ રાખવી જોઇએ. જયા—પુણ્યયેાગે પૈસા પામ્યાનું ફળ શું? ખાવાપીવા કે એશઆરામમાં જ વાપરવા એ ? વિજયા—નહિ જ. સારે ઠેકાણે તને વિવેકથી ઉપયેગ કરવા ઘટે, એથી અનંતા 'લાભ મળે છે. પૈસે હાવા છતાં કૃપણુતા કરનાર પેાતાનું જ બગાડે છે. ઉદાર દિલ રાખવાથી જ પેાતાનુ સુધારી શકે છે. જયા—બહેન ! વાચાશક્તિ પામ્યાનું ફળ શું? વિજયા—જીભને કાળ-કબજામાં રાખીને સ્વપર(અનેક)નુ હિત–સુખ–કલ્યાણ થાય એવું મિષ્ટ ને ડહાપણભર્યું, કશા વિરોધ વગરનુ જ વિચારીને ખેલવું એ જ બીજા અનેક પ્રાણીએ કરતાં શ્રેષ્ઠ વચનબળ પામ્યાનું સુંદર, કલ્યાણકારી ફળ લેખી શકાય. આજકાલ ખેલવા ચાલવામાં ઘટતા વિવેકશુ ખેલવું ને શું ન ખેલવું, ક્યારે કેવી સભ્યતા રાખીને કેટલુ ખેલવુ’, એ વિવેક લગભગ ભૂલાઇ–ભૂંસાઇ ગયા છે અને જયા—મહેન ! Page #306 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ર૭૫ ] વિષયકષાયવશ સ્વાર્થોધ બની જેમ આવે તેમ મુગ્ધ ભાઈબહેને ભરડી નાંખે છે, અર્થહીન, પ્રોજન વગર બક્યા કરે છે, અથવા અનર્થકારી વચનેવડે કલેશ, કંકાસ કે વૈરવિરોધ ઉપજાવે છે, જેનું ભારે અનિષ્ટ પરિણામ અહીં જ આવે છે, તે પછી પરભવમાં કેવાં માઠાં ફળ ભેગવવા પડતાં હશે તે કહે. વિજયા-જયાબહેન ! અહીં જે કંઈક અનિષ્ટ પરિણામ આવતાં જણાય છે તે પરભવમાં ભેગવવા પડતાં મહામાઠાં ફળની વાનગી માત્ર હેઈ તે અહીં કરતાં ઘણગણું કડવાં સમજી લેવાં જોઈએ. એવા અનિષ્ટ પરિણામથી સદંતર બચી જવા ઈચ્છતા ભાઈબહેનોએ પોતાનાં મન, વચન, કાયા કે વિચાર, વાણી ને આચાર ઉપર ઠીક સંયમ કે નિગ્રહ રાખતાં શીખવું જોઈએ. તેમની વિષમતા યા વકતા ટાળી સમાનતા યા સરલતા આદરવી જોઈએ. મલિનતા દૂર કરી પવિત્રતા દાખલ કરવી જોઈએ. મધુરી વીણાના દઢ વ્યવસ્થિત તારની પેઠે પોતાનાં વિચાર, વાણું ને આચારની એકતા-સમાનતા-વ્યવસ્થિતતા સાથે પવિત્રતા જાળવી રાખવાથી જ સ્વપરનું હિત સાધી શકાય છે, એથી જ ઉન્નતિ થાય છે, ને અન્યથા અવનતિ થવા પામે છે. જયા–જી સ્વેચ્છાચાર યા સ્વછંદતાથી પાપાચરણ કર્યા કરે છે, તેનું ઓછામાં ઓછું ને વધારેમાં વધારે કેટલા ગણું કડવું ફળ તેમને વહેલું બેડું ભેગવવું પડતું હશે ? | વિજયા-ઓછામાં ઓછું દશગણું અને તે પાપ જે તીવ્ર ભાવે ખૂબ રાચીમાચીને કરવામાં આવે તે સગણું, હજારગણું એમ વધતું કડવું ફળ-પરિણામ પિતાની માઠી Page #307 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૬ ] શ્રી કપૂરવિજયજી કરણી મુજબ ભોગવવું પડે છે. એથી જ પાપકર્મીથી ડરતાં રહેવું ને ધકરણીમાં ઉજમાળ રહેવુ કે જેથી અનુક્રમે દુ:ખ માત્રનેા નાશ થાય અને સુખશાન્તિ સહેજે આવી મળે. ઇતિશમ. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૬૫ ] કચ્છ-કાઠિયાવાડ તથા ગુજરાત આદિ નિવાસી જૈન આગેવાનાએ હવે જલ્દી જાગ્રત થઇ જડ ચાલી રહેલી દુષ્ટ જડતાને દૂર કરી દેવાની ભારે જરૂર. અત્યારે આખા હિંદમાં અસહકારની હીલચાલ ચાલી રહી છે. તેમાં હિંદુ અને મુસલમાના વિગેરે એકસંપથી ભાગ લઇ રહ્યા છે. આમાં થાડાએક ભાગ વિરોધી પક્ષને મળતા પણ જણાય છે. આમ છતાં અસહકારના મુખ્ય અગરૂપ અને આખા હિન્દુને પરાધીનતામાંથી છૂટવાની ચાવીરૂપ સ્વદેશીની હીલચાલ ખખ જોશભેર ચાલી રહી છે, આર્થિક દૃષ્ટિએ આ હીલચાલ જેટલી લાભદાયક છે તેટલી જ તે દયા-ધર્મની દૃષ્ટિએ પણ લાભકારી જ છે, એમ સ્વબુદ્ધિબળથી સમજી શકનારા આપણામાંના કઈક નવજુવાના તેમાં સ્વરસથી જોડાયા છે અને ખીજા અનેક જોડાતા જાય છે. વિદેશી વસ્તુઓના માહથી આખા હિન્દુની પાયમાલી થયેલી જે સમજ્યા છે, તેમને વિદેશી વસ્તુએ તજી સ્વદેશી આદરતાં મુશ્કેલી નડતી નથી. તે તા જાતે સ્વદેશી બની બીજા અનેક સ્વજન કુટુંબીઓને પણ પેાતાના જીવતાજાગતા દાખલાથી વિદેશીના લાગેલે મેહુ તજાવી શકે છે. સા કરતાં માળ વિદ્યાથીવર્ગ ઉપર આની ܘ Page #308 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૭૭ ] અસર સારી થઈ છે, અને બાળ વિદ્યાથીઓને બહાળે ભાગે શુદ્ધ સ્વદેશી ખાદી જેવા સાદા પોષાકમાં સજજ થયેલા જોઈ બીજા નવજુવાન, આધેડ અને વૃદ્ધવયના ભાઈબહેને ઉપર તેની સારી અસર થવા પામે છે, તેમ છતાં હજુ સુધી ઘણાએક આધેડ અને વૃદ્ધ વયના ભાઈઓ આવી લાભકારી ઉપગી હીલચાલથી તદ્દન અલગ રહેલા જણાય છે. જ્યારે ભાઈઓની જ સ્થિતિ આવી શોચનીય છે ત્યારે જેમને દેશહિતની કશી રુડી હીલચાલમાં ભાગ લેવાદેવાને અવકાશ જ ઓછો રહે છે તેવી બહેને શુદ્ધ સ્વદેશીનું મહત્વ જલદી શી રીતે સમજીને તેનો આદર કરે ? તે પણ કેટલીએક ઉદાર દિલવાળી વિદુષી બહેનના અથાગ પરિશ્રમથી સારી આશા બાંધી શકાય છે. આવા દેશહિતના કાર્યમાં કંટકની પેઠે વિષ્ણકારક જનના અનિષ્ટ આચરણથી જ સહુને ચેતતા રહેવાની જરૂર છે. તેની મલિન અસર આપણું ઉપર ન થાય તેવી સંભાળ રાખવી જોઈએ અને બની શકે તેટલી ત્વરાથી વિદેશી વસ્ત્રાદિક વસ્તુઓ ઉપરનો મોહ તજી દઈ શુદ્ધ સ્વદેશીને આદર કરતાં થઈ રહેવું જોઈએ અને અન્ય સ્વજનાદિકને પણ વિદેશીનો લાગેલ મેહ તજવા હેતુસર શાન્તિથી સમજાવવા જોઈએ. સંભવ છે કે આમ પદ્ધતિસર કાર્ય કરવાથી વધારે સરલતા થવા પામશે. અને સૈ સહેજે વિદેશીને મેહ તજી સ્વદેશીને આદરશે. તથા પ્રકારની વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણીની ભારે ખામીને લીધે આપણે સમાજમાં ઘણું જડતા-મંદતા પેસી ગઈ છે, તે દૂર કરવા દુરંદેશી વાપરી આપણું હિતસ્વી Page #309 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૮ ] શ્રી કપૂરવિજ્યજી આગેવાનો આપણને લાયક જે જે શક્ય ઉપાય બતાવે તે આદરવા આનાકાની નહિં કરતાં, તે ખંતથી આદરી આપણું અને દેશનું દારિદ્રય દૂર કરવા, યથાશક્તિ અને યથામતિ શુભ પ્રયત્ન કરવા ચૂકવું જોઈએ નહિ. થોડાક વર્ષો પહેલાં ઘણું એક સાધને આપણને સ્વાધીન હતાં. તે બધા પરતંત્રતાની બેડીમાં જકડાવાથી અને તેનું ભાન સરખું (ખરી સ્વતંત્રતા કે સ્વજાતિનું ભાન સરખું) ધીરે ધીરે ભુંસાઈ જવાથી, તેમજ અધિકાધિક સુખ-લપટ, સ્વછંદી બની જવાથી આપણે જાતે જ ગુમાવી દીધાં. તે પાછાં આદરી સજીવન કર્યો જ છૂટકે થવાને, ત્યારે જ આપણે પરાધીનતાની બેડીને તેડી ખરી સ્વતંત્રતાનાં દર્શન કરી શકવાના. જુઓ, તમને સ્વતંત્રતા અને સ્વમાન જ હાલાં લાગતાં હોય તે તે મેળવવાને ખરે માર્ગ સમજીને ડહાપણથી આદર કે જેથી વધારે લાંબા વખત સુધી પરતંત્રતા અને અપમાન તમારે સહન કરવા પડે નહિ. વિદેશી વસ્ત્રને મેહ ઉતારવામાં ફાવ્યા એટલે બીજી એવી જ કંઇક બીનજરૂરી મેહક વસ્તુઓને મોહ પણ સહેજે છોડી શકાશે. એથી તમારું જીવન ઓછું ખર્ચાળ, સાદુ ને સુખી બનશે અને સ્વપરનું ખરું હિત અધિક પ્રમાણમાં કરી શકશો. એ તમને રુચે છે? “ચે તે જ પચે.” તમે સાચા દિલથી ખરે રસ્તે ચાલે ને સુખી થાઓ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૨૧] Page #310 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૭૯ ] सूक्त पदो સંક્ષિપ્ત વ્યાખ્યા સહિત સુભાષિત વચને सामाइयपोसहसंठियस्स, जीवस्स जाइ जो कालो। सो सफलो बोधव्वो, सेसो संसारफलहेउ ॥ १ ॥ વ્યાખ્યા–સામાયિક અને પૈષધ મધ્યે સમભાવે રહેનાર જીવનો જે કાળ ઉત્સાહ-પ્રસન્નતાથી વ્યતીત થાય છે તે સફળસાર્થક સમજ અને બાકીને વખત તે ભવભ્રમણ હેતુક જાણ. नरस्याभरणं रूपं, रूपस्याभरणं गुणः। गुणस्याभरणं ज्ञान, ज्ञानस्याभरणं क्षमा ॥ २ ॥ વ્યાખ્યા-રૂપ–સંદર્ય એ મનુષ્યની શોભા છે, રૂપની શોભા ગુણ છે, ગુણની શોભા રૂપ જ્ઞાન છે અને જ્ઞાનની શોભા ક્ષમા, મૃદુતા-નમ્રતા, સરલતાદિક છે. ક્ષમા એ મનુષ્યાદિકને એક બીજા સાથે સાંધવા માટે સુવર્ણની સાંકળ છે અને હદયને પવિત્ર કરનારી દેવગંગા છે. ક્ષમા ખરા વીરનું ભૂષણ છે. सट्टत्तणस्स जुग्गो, भद्दगपगई विसेसनिउणमई। नयमग्गरई तह दढुनियवयणट्टिई विणिदिठ्ठो ॥ ३ ॥ વ્યાખ્યા–૧ ભદ્રક પ્રકૃતિવંત, ૨ વિશેષ નિપુણ મતિવંત, ૩ ન્યાય માગે રતિ( રુચિ)વંત, અને ૪ દઢપ્રતિજ્ઞાવંત હેય તે શ્રાવકપણાને લાયક બને છે-એ ચારે ગુણોમાં અક્ષુદ્રતાદિક ૨૧ ગુણોને સમાવેશ થઈ શકે છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૦ ] શ્રી કપૂરવિજયજી सत्यं जीवेषु दया, दानं लजा जितेन्द्रियत्वं च । गुरुभक्ति: श्रुतममलं, विनयो नृणामलंकाराः ॥ ४ ॥ વ્યાખ્યા–સત્ય (હિત-મિત પ્રિય ભાષણ), સર્વ પ્રાણીવર્ગ પ્રત્યે દયાભાવ, ઉદાર દિલથી યથા પાત્રને યથાચિત દેવું, લજામર્યાદા, ઈન્દ્રિો ઉપર નિગ્રહ, સન્માર્ગબેધક ગુરુ પ્રત્યે શુદ્ધપ્રેમયુક્ત વાત્સલ્ય, નિર્મળ (શંકા રહિત) જ્ઞાન અને સદ્ગણીને યથાચિત વિનય કર, એ મનુષ્યનાં ખરાં આભૂષણ છે. આવાં સૂત વચને-સુભાષિત વચને ભવ્યાત્મા એના ધર્મોત્સાહની અભિવૃદ્ધિ અર્થે થાએ? ઈતિશ. [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૬૨ ] યાત્રિક બંધુઓ અને બહેનેને નિસ્વાર્થભાવે નમ્ર નિવેદન રૂપે અતિ અગત્યની સૂચનાઓ ભવસાગર તરવા માટે જ ભવ્ય જનેએ તીર્થસેવન કરવાનું છે. તેમાં શત્રુંજય, ગિરનાર પ્રમુખ સ્થાવરતીર્થ છે અને ઉત્તમ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તે જંગમતીર્થરૂપ છે. તેની સેવા-ભક્તિ યથાવિધિ કરવાથી જરૂર કલ્યાણ થાય છે. શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, ભૂમિકાશુદ્ધિ, ઉપગરણશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને વિધિશુદ્ધિએ સાત પ્રકારની શુદ્ધિ સહુએ યથાયોગ્ય સાચવીને અતિ આદરપૂર્વક દેવ, ગુરુ તેમજ તીર્થની સેવાભક્તિ કરવાની છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૮૧ ] તે પણ દગ્ધદેષ (અન્ય અન્ય બાબતમાં લક્ષ), શૂન્યદેષ (ઉપગ રાખ્યા વગર), અવિધિદેષ (અસ્તવ્યસ્ત-ન્યૂનાધિક) અને અતિપ્રવૃત્તિદોષ ( હદ-મર્યાદા મૂકી ગજા ઉપરાંત કરવું તે) તજીને જ કરવા યોગ્ય છે. દેષ રહિત-નિદોષ કરણ ત્યારે જ બની શકે છે. દેવગુરુના કે તીર્થરાજના દર્શનાદિ પ્રસંગે જતાં આવતાં કોઈપણ પ્રકારની વિકથાઓ (કુથલીએ) કરવી કેવળ અનુચિત જ છે. વિકથા કરવાથી સ્વપરને પોતાને તથા સામાને ) લાભને બદલે નુકશાન જ થાય છે. એમ કરવાથી લેવાને બદલે દેવું થાય એ વિચારવાનું છે. ઈચ્છિત કાર્યમાં જ પોતાનું મન પરોવી દેવું જોઈએ. - જે કાંઈ કરવું તે બીજાને કલામણ ઉપજાવ્યા વગર જ કરવાનું શાસ્ત્ર ફરમાન લક્ષમાં રાખીને જ દેવ, ગુરુ કે તીર્થ ભક્તિને લાભ લેવાનો છે. તેથી તેવા દરેક પ્રસંગે નીચે જણાવેલી હકીકત જરૂર લક્ષમાં રાખવી. ૧ ભાવ-ઉલ્લાસની વૃદ્ધિ થવા માટે દેવ, ગુરુ કે તીર્થનાં દર્શનાદિ કરવા જતાં વાટમાં જયણ સચવાય, જીવવિરાધના ન થાય અને શાસ્ત્રાસ્નાય પળે તેવી રીતે ઠીક સૂર્ય–પ્રકાશ થયે છતે, નીચે દષ્ટિ રાખીને જ ચાલવું. ખાસ કારણ વગર ગાડીમાં કે ડેળીમાં બેસવું નહિ. ૨ ઉપર જણાવ્યા મુજબ શરીરની અને વસ્ત્રની શુદ્ધિ સાચવી મનને એકાગ્ર કરવું. મનને જ્યાં ત્યાં દોરાવા દેવું નહિ. તેને શુભ ધ્યાનમાં જ જોડી રાખવું. Page #313 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ ] શ્રી કપૂરવિજયજી ૩ મામાં જતાં જે કેાઇ આત્માથી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા મળે તેમને ગુણુના બહુમાનપૂર્વક ઉચિત પ્રણામાદિ કરવા ચૂકવું નિહ. ૪ માળ, ગ્લાન, વૃદ્ધ, તપસ્વી સાધુ પ્રમુખનું ચેાગ્ય સન્માન કરવુ, અને તેમને શાતા ઉપજે એવી વિશ્રામણા-વૈયા વચ્ચે પણ કરવી. ૫ જિનચૈત્ય, ચરણપાદુકા પ્રમુખને નમસ્કાર,દિ વડે યથાચિત વિનય કરવા ભૂલવું નહિ. ૬ દેવ, ગુરુ, તીથ પ્રમુખની કાઈપણ પ્રકારે આશાતના ન થાય તેવું લક્ષ રાખવું અને કાંઇ આશાતના થયેલી દેખાય તે તે દૂર કરવી—કરાવવી. ૭ રાગ, દ્વેષ, કષાય દૂર કરવા જતાં તેવા પવિત્ર સ્થાનને અવિવેક આચરણથી તેમજ રાગ, દ્વેષાદિક દેષ પેદા થાય અને વધે એમ તેા ન જ કરવું; કેમકે પવિત્ર ( તીર્થ ) સ્થાને લાગેલ દાષ વજ્રલેપ તુલ્ય થાય છે. ૮ જેમ આપણા વિચાર, વાણી અને આચાર સુધરે-પવિત્ર થાય તેમ લક્ષ રાખી પ્રવર્ત્તવું, પણ સ્વચ્છ ંદપણું આદરવુ નહિ. ૯ જેમ બને તેમ ઇન્દ્રિયાને લગામમાં રાખી સ્વાચિત હિતકાર્ય કરવું. તેમને સાવ મેાકળી તેા ન જ મૂકવી. ૧૦ સહુ કેાઈને નિજ આત્મા સમાન લેખી નિર્મળ પરિ ણામ રાખવા. ૧૧ નિ`ળ શ્રદ્ધા (સમકિત ) સહિત તપ, જપ, વ્રત, નિયમ Page #314 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ. [ ૨૮૩ ] કરવામાં આધક આદરવંત થવું. સુખશીલપણું–કાયરપણું તજી શુરવીર બનવું. છતી શક્તિ ગોપવી નહિ; કેમકે ફરી ફરી સુગ મળવો દુર્લભ જ છે. ૧૨ દરેક ધર્મકરણ કરવાના હેતુ પ્રમુખ ગુરુગમ્ય સમજી, તેનો આદર કરવા પિતાની યોગ્યતા સંબંધી સંમતિ મેળવી, આજ્ઞાનુસારે પ્રવૃતિ કરાય તેવું લક્ષ રાખવું. સ્વયેગ્યતા મુજબ યથાવિધિ કરેલી કરણ જ લેખે થઈ શકે છે. ૧૩ અરિહંત પ્રભુનો અનંત ઉપકાર વિચારીને તેમની દ્રવ્યભાવથી પૂજા-ભક્તિ સ્વશક્તિ અનુસારે કરવી, કરાવવી અને તેને અનુમોદવી. (વીર્ય ગોપવવું નહિં). ૧૪ પંચપ્રકારી, અષ્ટપ્રકારી, સત્તરપ્રકારી, એકવીશપ્રકારી, અદૃશતપ્રકારી (અષ્ટોત્તરી) પ્રમુખ દ્રવ્યપૂજા પૈકી પિતાનાથી બની શકે તે પ્રભુપૂજા આદરથી કરવી. સ્વન્યાયેદ્રવ્યની સફળતા કરવા એ વિહિત માર્ગ છે. ૧૫ પવિત્ર તીર્થ જળ, શીતળ ચંદન, અને સાચા તાજાં સુગંધી પુષ્પવડે પ્રભુની અંગપૂજા તથા ખુશબોદાર ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને સરસ ફળવડે અગ્રપૂજા કરવાથી અષ્ટપ્રકારી પૂજા કહેવાય છે, અને એ ભાવ સાહત કરનારા સુગુણ ભાઈએ અને બહેને એથી અનુપમ લાભ મેળવી શકે છે. ૧૬ અરિહંત પ્રભુના ઉત્તમ આલંબન યેગે ઉક્ત અષ્ટપ્રકારી પૂજાવડે અનુક્રમે સ્વદેષશુદ્ધિ, કષાયશાન્તિ, ચિત્તપ્રસન્નતા, સુ. વાસના, સમ્યજ્ઞાન-પ્રકાશ, નિર્મળ શ્રદ્ધા, મનઈન્દ્રિયજય અને Page #315 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૪] શ્રી કર્ખરવિજયજી અક્ષયપદ-મેક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આવા પવિત્ર હેતુથી જ પ્રભુપૂજા કરવાની છે. ૧૭ દ્રવ્યપૂજા થઈ રહ્યાબાદ, પ્રભુ સન્મુખ દષ્ટિ રાખીને, ગંભીર અને મધુર શબ્દધ્વનિ યુક્ત ઉદાર અથવાળાં ચૈિત્યવંદન, સ્તુતિ, સ્તવનાદિક કરવારૂપ ભાવપૂજા કરી છેવટે “જય વિયરાય” ના પાઠરૂપે પ્રભુપ્રાર્થના કરવી. આ બધી કરણી મન, વચન, કાયાની એકાગ્રતા રાખીને જ કરવાની છે. એ કરવાથી લકત્તર–પ્રધાન પદની પ્રાપ્તિ થઈ શકે છે. ૧૮ પ્રભુના ગુણમાં લીનતા થવા માટે, પ્રમાદ રહિત, યાચિત ગમુદ્રાદિકમાં આદર રાખી, આપણાથી ગુણાધિક (ગુરુપ્રમુખ)ને આગળ કરી, વિનય–બહુમાન સાચવી, શાન્તચિત્તથી, ચિત્યવંદનાદિક કરવું. મનમાં કોઈ પણ પ્રકારે વ્યગ્રતા થવા દેવી નહિ. ૧૯ ઉપર કહેલો આશય સમજ્યા વગર, જેમ આવે તેમ વિવેક રહિત, ગુરુપ્રમુખ વડીલની આગળ બેસી, મેટા ઘાંટા પાડી, બીજાના ધ્યાનમાં અંતરાય પડે એમ, બેતાલ, અશુદ્ધ સ્તવનાદિ બોલવાની ટેવ પડી હોય તે તજવી જોઈએ અને મીઠા ધીમાં રાગે શુદ્ધ બેલતાં શીખવું જોઈએ. ૨૦ દ્રવ્યભાવ પૂજા કરીને પણ પિતાના આત્માને જ જગાડવાનો છે. મદ, વિષય, કષાય, નિદ્રા-આળસ અને વિકથાદિ પ્રમાદષથી પોતાને જ મુક્ત કરવાનું છે. તેમ કરવાના પવિત્ર લક્ષથી જ કલ્યાણ થઈ શકે છે, અન્યથા કલ્યાણ થવું મુશ્કેલ છે. ૨૧ વપરને ભાવ-ઉલ્લાસ પ્રગટે તેટલા પૂરત દ્રવ્ય Page #316 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૮૫ ] પૂજામાં લક્ષ સહિત જ વખત વિતાવવા ગ્ય છે. લક્ષ વગર વ્યતીત કરેલો વખત નકામે જાય છે. અવિધિષ તે જેમ બને તેમ તજવા અને વિધિનો આદર કરવા જરૂર ખપી થવું એ સુજ્ઞ જનેને ઉચિત છે. ૨૨ અંગરચના (આંગી) કરતાં, ફૂલની કાચી કળી, વાસી, બગડેલા, નીચે પડી ગયેલાં, મલિન વસ્ત્રાદિક વડે આણેલાં અને જીવજંતુવાળા ફૂલ કે તેવાં ફૂલની માળા પ્રભુભક્તિમાં નહિ વાપરતાં, ઉત્તમ પ્રકારનાં શુદ્ધ ફૂલ તેમ જ તેવાં જ ફૂલની માળા વાપરવી. તે પણ સાયવતી ઘેશ્યા વગર જ કાચા સુતરની ઢીલી ગાંઠ દઈને જ તૈયાર કરેલી હોય તેવી જયણાથી ગુંથેલી ફૂલની માળા પ્રભુના કંઠે સ્થાપી શકાય. સોમવતી ઘોંચેલાં ફૂલનો હાર પ્રભુ ઉપર ચડાવવાનો રિવાજ આજકાલ અણસમજથી વધી ગયેલ દેખાય છે, તે બિલકુલ પસંદ કરવા જેવો નથી, કેમકે તેમાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન છે. આપણુ કરતાં વધારે સુકુમાળ એવા પુપના જીવને એથી કેટલી બધી કલામણ થતી હશે? તેને ખ્યાલ કરવામાં આવશે તો એ રિવાજ સહેજે દૂર થઈ શકશે. પોતાના પ્રાણની જેવા અન્યના પ્રાણ સમજનારને વધારે કહેવું પડે નહિ. ૨૩ ફૂલની પાંખડીઓ પણ છૂટી કરી નાંખવી નહિ, તેમ જ તેને પગતળે કચરવી નહિ, તે પછી સાયની તીક્ષ્મ અણ. વતી તેનું છેદનભેદન તો કેમ જ કરાય ? છેદનભેદન કરેલા ફૂલહાર ચઢાવવા તે કરતાં શુદ્ધ અને સરસ ફૂલે છુટા છુટાં જેમ શેનિક લાગે તેમ પ્રભુના અંગ ઉપર ગોઠવી દેવા વધારે ઉત્તમ લાભકારક અને આનંદદાયક હોવાથી હિતકારી Page #317 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬ ] શ્રી કપૂરવિજયજી સમજાય છે, તે સહુએ લક્ષમાં રાખવું. વિધિ સહિત કરેલી ભક્તિ જ લેખે થાય છે. આજ્ઞામાં જ ધર્મ છે. ૨૪ બીજા દિવસે નિર્માલ્ય થયેલાં કુલ કે ફૂલમાળ જેમ તેમ જ્યાં ત્યાં ફેંકી દેવા નહિં, તે બધાં ય જાળવીને મોરપીંછવતી ઉતારી લઈ એવાં સ્થળે રાખવાં કે જ્યાં તે કચરાય નહિં. તેમ જ તેમાં ચૂંટી રહેલા કઈ પણ ત્રસજીવને તાપ-તડકાદિકથી વ્યથા થાય નહિ. હવણની કુંડીમાં તે તે નાંખવા જ નહિં; જુદાં જ રાખવાં. સ્નાત્ર પૂજા પ્રસંગે પણ એ વાત લક્ષગત રાખવી. ૨૫ જેમ જેમ જયણા અધિક પળે તેમ તેમ તે પાળવા દરેક ભક્તિ પ્રસંગે ખૂબ લક્ષ રાખવું અને ભક્તિરસિક ભાઈબહેનનું દિલ દુઃખાય એવું કંઈપણ નહિં કરતાં તેમનું મન પ્રસન્ન થાય એવું જ પવિત્ર આચરણ કરવું. દર્શન, વંદન કે પૂજા કરતાં એક બીજા ઉપર ધક્કાધકકી કરવી નહિ, પણ અનુકૂળ સમય (તક) મળતાં સુધી કોઈએક એકાત સ્થળમાં ઊભા રહી પ્રભુનું ધ્યાન ધરવું. રદ ભક્તિમાંથી નિવૃત્ત થતાં જ સાંસારિક કામમાં રંગાઈ જવું નહિ. જે ભક્તિનો રસ આસ્વાદ (અનુભવ) બરાબર કર્યો જ હોય તે તેની ખુમારી એકાએક ઉતરી જતી નથી; તે પછી પણ કેટલાક વખત સુધી ટકી રહે છે. તે ( અનુભવ)નું સુખ તે ખરેખર અનુભવી જ જાણી શકે છે. શુદ્ધ-સરલ હદયવાળા શ્રદ્ધાવંત પ્રેમાળ ભક્તજનને જ પ્રમાદ રહિત ભક્તિમાર્ગમાં પ્રવર્તતાં એ અનુભવ (રસ આસ્વાદ) પ્રાપ્ત થઈ શકે છે. હદયશુદ્ધિ કરવાની તે ખાસ જરૂર જ છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૮૭ ] ૨૭ જેમ મોર મેઘને દેખી, ચકોર ચંદ્રને દેખી અને સતી નિજ પતિને દેખી રાજી–આનંદિત થાય છે, તેમ ભક્તિરસિક અને શુદ્ધ-શ્રદ્ધાનંત ભવ્યજને પણ શુદ્ધ દેવ, ગુરુ અને સાધર્મિક જનોને નિરખી આનંદિત થાય છે-નિજનેત્રયુગલને સફળ-સાર્થક માને છે. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૨, પૃ. ૩૭૧. ] આત્માથી જનોએ લક્ષમાં લેવા યોગ્ય કેટલાંએક હિતવચનો ૧ જ્યાં ગુણીજનેને નિવાસ હોય, સત્ય-પ્રમાણિક વ્યવહાર ચાલતો હોય, પવિત્રતા સચવાતી હોય અને પ્રતિષ્ઠા વધતી હોય, તેમ જ અનેક અપૂર્વ ગુણોને લાભ મળતો હોય એવા શુભ સ્થાનમાં જ બુદ્ધિશાળી જનોએ પિતાનો વાસ કરે–ત્યાં જ વસવું. ૨ જન્મ-મરણાદિ સૂતક પ્રસંગે તથા ગ્રહણ સમયે, અનેક અવાધ્યાય સમયે અને તેવા જ અસ્વાધ્યાયવાળા સ્થળે ભણવું નહિ. (વિવેકવિલાસ ૮–૧૨૫) ૩ શાસ્ત્ર અનુરાગ (પ્રેમ), આરોગ્ય, વિનય, ઉદ્યમ અને બુદ્ધિબળ એ પાંચ જ્ઞાન અભ્યાસનાં અંતરંગ કારણ જાણવાં, તેમ જ સહાધ્યાયી (સાથે અભ્યાસ કરનાર), ભેજન, વસ્ત્ર, ભણાવનાર ગુરુ, તથા જોઈતાં પુસ્તકોનો વેગ એ પાંચ અભ્યાસના બાહ્ય કારણે જાણવાં. Page #319 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ] શ્રી કરવિજયજી ૪ પિતાની સ્થિતિ–અનુકૂળતાને અનુસરી જે વ્યવસાય (ધંધો-રોજગાર) કરવો પડે તે પ્રમાણિકપણાથી જ કરવા દૃઢ પ્રતિજ્ઞાવંત થવું અને તેમ કરતાં જે દ્રવ્ય-લાભ મળે તેના ચાર વિભાગ કરવા. પહેલો કોશ (ભંડાર) માટે, બીજે ધર્મકાર્ય માટે, ત્રીજો ભેગ નિમિત્તે અને જે કુટુંબના પિષણમાં વાપરવા માટે. પ જે ઉપાયવડે આશ્રવરોધ થાય-એટલે કર્મબંધ થતું અટકે તે તે ઉપાય સંવરાથીએ સેવવા. ક્ષમા, મૃદુતા (વિનય-નમ્રતા), સરલતા અને સંતોષવડે ક્રોધાદિક કષાયનો રોધ કરે, મન, વચન અને કાયમુસિવડે ભેગને નિગ્રહ કરે; અપ્રમાદા પુરુષાર્થ સેવન )વડે પ્રમાદને પરિહાર કરો. વિરતિ(વ્રત-પચ્ચખાણ)વડે અવિરતિને ત્યાગ, સમ્ય કુત્વવડે મિથ્યાત્વનો ત્યાગ, ચિત્તની સ્થિરતાવડે ચપળતાનો ત્યાગ અને શુભ ધ્યાનવડે, આર્તા રેદ્ર ધ્યાનનો ત્યાગ જરૂર કરે. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૨, પૃ. ૩૮૨. ] Page #320 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૮૯ ] સ્વાર્થીધતા તજી ખરા સ્વાર્થનિષ્ઠ થવાની જરૂર. “ સર્વ: સ્વાથવાનનોઽમમતે નો ઘ જો વલ્ડમ: ।' સર્વ કાઇ પ્રાણી મન:કલ્પિત સ્વાર્થ સાધી લેવાની ધૂનમાં મચી રહેલા દેખાય છે. જ્યાંસુધી પેાતાના સ્વાર્થ સાધી લેવાની ગરજ હાય છે ત્યાંસુધી ગમે તેની ગમે તેટલી એશીયાળ પણ ભગવે છે. પણ 46 ગરજ સરી એટલે વેદ્ય વેરી ” પેાતાની મતલબ સરી પછી કાઇ કાઇની દરકાર કરતુ જણાતું નથી. આનું નામ સ્વાર્થીધતા, બાકી વાસ્તવિક રીતે તે સ્વ એટલે આત્મા, તેના અથ એટલે પ્રયેાજન જેમાં હાય તે સ્વાથ અર્થાત્ જેમાં આત્માનું ખરું વાસ્તવિક હિત સમાયેલુ હાય તે સ્વાર્થ જ પ્રશંસનીય અને આદરણીય છે અને જેમાં એથી વિપરીત અર્થ સમાયેલે! હાય અર્થાત્ જેથી સ્વહિત ( આહિત ) થવાને બદલે ઊલટું અહિત થતુ હાય યા થવાના સંભવ હોય તેવા કાર્યમાં રચ્યાપચ્યા રહેવુ તે તે કેવળ સ્વાર્થાંધતા જ લેખવા યાગ્ય છે. સજ્જનપુરુષા આવી સ્વાર્થોધતા પસંદ કરતા નથી. તે તા ઉપરાક્ત ખરી સ્વાર્થ નિષ્ઠાને જ આદરે છે–સ્વીકારે છે. ગૃહસ્થ—શ્રાવક હા યા સાધુ હા સહુ કોઈ આત્મહિતૈષી જનાએ સ્વકર્તવ્યનિષ્ઠ થવાની જરૂર છે. જે કેઇ તેમાં પ્રમાદ યા શિથિલતા કરે છે તે પતિત અવસ્થાને પ્રાપ્ત થતાં પરિણામે ઉપહાસ્યને પ્રાપ્ત થાય છે. શ્રીમાન્ હરિભદ્રસૂરિ કડે છે કે “ શાસ્ત્રમાં સ્વ સ્વ ( પાતપેાતાના ) અધિકાર યા ચેાગ્યતાનુસારે જ સ્વાચિત ક`વ્ય કરવાની મર્યાદા જણાવી છે, ૧૯ Page #321 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૦ ] શ્રી કપૂરવિજ્યજી છતાં જેઓ સ્વછંદવૃત્તિથી અન્યથા આચરણ કરે છે તેમની અવદશા થવા પામે છે. ” સાધુજનોએ શુદ્ધ સાધુમાર્ગ તરફ લક્ષ રાખી વિહિત માર્ગે જ ચાલવું જોઈએ. તેમણે નકામાં ગૃહસ્થોનાં ચુંથણામાં પડી ખુવાર થવું ન જોઈએ. શુદ્ધ ચારિત્રના ખપી સાધુજનોને થડે પણ ગૃહસ્થનો પરિચય ચારિત્રમાં મલિનતા ઉપજાવી, છેવટે નીચે ગબડાવી દઈ, હાંસીપાત્ર બનાવી દે છે. અને તે વાસ્તવિક જ જણાય છે, કેમકે ઉત્તમ પ્રકારનો ધર્મવ્યાપાર તજી જે નિકૃષ્ટ પ્રકારને ગૃહસ્થ જે માગ આપમતિથી અખત્યાર કરવા જાય તેના એવા જ હાલ થવા જોઈએ. ગૃહસ્થને પરિચય એટલે રાગાદિક પ્રતિબંધ. એ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ વધારે ને વધારે અને હેલામાં વહેલી ખરાબી થવા પામે છે. અરે ! આવા અનર્થકારી પ્રતિબંધથી કે પરિચયથી કેટલાક સાધુઓ અધમ દશાને પામી અંતે ઉભયભ્રષ્ટ થયેલા જોવામાં યા સાંભળવામાં આવ્યા છે. એ વાત સત્ય અને પ્રગટ છતાં ઘણા બાળસાધુઓ અદ્યાપિ તેવા દુષ્ટ પરિચયને તજતા નથી, ગૃહસ્થ શ્રાવક શ્રાવિકાઓનો સંસર્ગ રાખ્યા કરે છે અને તેમને તેમના સ્વાર્થોધતાના કલ્પિત માર્ગમાં બીજા મુગ્ધ કે મૂર્ણ ભાઈબહેનો સહાય કરે છે, આ બહુ ખેદની વાત છે. જેઓ જિનશાસનની ઉન્નતિ કરવા પંચ મહાવ્રત ધારણ કરી પંચની સાક્ષીએ બંધાયેલા છે તેઓ પાછા પ્રચ્છન્નપણે યા પ્રગટપણે પૂકત પરિચય રાખી અનેક પ્રકારના દુષ્કર્મ કરે અને તે વાતને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણતાં છતાં તેવા હરામી વેશધારીને યોગ્ય શિક્ષા આપવાને બદલે તેમના ધારેલાં નીચ કાર્ય સાધી લેવામાં અન્ય સહાય Page #322 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૯૧ ] ભૂત થાય આ કેવી ધૃષ્ટતા? કેવી નિર્લજજતા ? અને કેવી નીચતા? જેનશાસનમાં મનુષ્યપણે આવા નીચ જનને જન્મ થવાને બદલે પશુરૂપે જન્મ થયો હોય તો તે ખેદકારક ગણાય નહિ. તેવાં નીચ કામ કરનાર અને કરાવનારનો જન્મ કે નિષ્ફળ ચાલ્યા જાય છે તેનો વિચાર સરખે પણ તે દુર્ભાગીએને ક્યાંથી આવે ? આ કડવાં લખાણથી તેવા નાદાન જીવને હિત થવાનો ઓછો સંભવ છે, પણ તેવાં નીચ કાર્ય નિંદાપાત્ર હોઈ, કઈ રીતે પુષ્ટિ આપવા યોગ્ય નથી જ એમ સમજી, જે કોઈ તેવાં નીચ–નિંદ્ય કાર્યને પુષ્ટિ આપતા અટકશે તેમને તો આ લખાણ અવશ્ય ઉપકારક થઈ શકશે. ઈતિશમ [ જે. ધ. પ્ર. પુ. ૩૨, પૃ. ૩૮૧ ]. સ્વપર હિત-શ્રેય-કલ્યાણાર્થે ભાવના ચતુષ્ટયનો સમાશ્રય કરવા ભવ્યાત્માઓ પ્રત્યે સમર્થ શાસ્ત્રકારને સંક્ષિપ્ત પણ સારભૂત સદુપદેશ. परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परदुःखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥ १ ॥ | (શ્રી મદ્રપૂર વો રાજમણે). ભાવાર્થ–પરનું હિત–શ્રેય કેમ થાય? એવું ઉદાર મનથી ચિન્તવન કરવું તેનું નામ મૈત્રીભાવ, પરના દુઃખ ભંજન કરવા પૂરતો પ્રયત્ન સેવ તેનું નામ કરુણુભાવ, પરની સુખ સમૃદ્ધિ દેખી સંતોષ પામે તે મુદિતાભાવ અને પરના દોષ દેખી ચીડાઈ નહિ જતાં સમતા ઘારવી તે ઉપેક્ષાભાવ-આ સર્વ અત્યંત હિતકારી જાણ સદા સર્વદા ધર્માથી ભાઈબહેનએ આદરવા ગ્ય હોય છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૨ ] શ્રી કપૂરવિજયજી मैत्री परस्मिन् हितधीः समग्रे, भवेत् प्रमोदो गुणपक्षपातः । कृपा भयार्ते प्रतिकर्तुमीहो - पेक्षैव माध्यस्थ्यमवार्यदोषे ॥ २ ॥ ( अध्यात्मकल्पद्रुमे श्री मुनिसुंदरसूरि : ) મૈત્રી ભાવા—સમગ્ર પ્રાણીવર્ગ ઉપર હિતબુદ્ધિ રાખવી તે ભાવના, ઉત્તમ ગુણીજને ઉપર તીવ્ર ગુણાનુરાગ ધારણ કરવે તે પ્રમેાદ ( અથવા પ્રમુદિતા ) ભાવના, મરણાદિક ભયથી આકુળ થયેલા પ્રાણીઓને બચાવી લેવાની આંતર ઇચ્છા તે કૃપા યા કરુણા ભાવના અને કઇ રીતે સુધારી ન શકાય એવા પરના દ્વેષ તરફ રાગદ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ જ રાખવા તેનુ નામ ઉપેક્ષા ભાવના કહેવાય છે. ઉકત ભાવનાચતુષ્ટય પ્રતિદિન સહુ સજ્જન ભાઇબહેનોએ વિચારવા–ભાવવા યેાગ્ય છે. माकार्षीत् कोऽपि पापानि मा चाभूत् कोऽपि दुखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ ૩ ॥ ( શ્રી યોગરાત્રે-શ્રીમનું હેમચન્દ્રસૂત્ત્વ: ) ભાવા —કોઈપણ પ્રાણી પાપાચરણ મ કરો ! કોઇપણ પ્રાણી દુ:ખી ન થાએ! અને જગત્ માત્ર દુ:ખદ્રથી મુકત થાઓ ! આવી ઉદારભાવના-બુદ્ધિને શાસ્ત્રકાર મૈત્રીભાવ કહે છે, જે ખરેખર આદરવા ચેાગ્ય છે. सर्वेऽपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् पापमाचरेत् ॥ ४ ॥ ભાવા—સર્વકાઈ પ્રાણી સુખ-સમૃદ્ધિવંત થાઓ ! સર્વ કોઇ પ્રાણી રાગ રહિત થાઓ ! સ કેઇ પ્રાણી કલ્યાણ Page #324 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૪] પરંપરા પામ! અને કોઈ પણ પ્રાણું પાપાચરણ મ કરો ! એટલે પાપાચરણથી ડરી તેનાથી દૂર રહે! ઈતિશમ. [ જે. ધ. પ્ર, પુ. ૨૯, પૃ. ૧૬૫] બ્રહ્મચર્યની નવ વાડોનો ટૂંક સારાંશ. બ્રહ્મચર્ય વ્રતધારી ભાઈબહેનના હિત માટે પૂર્વ મહાપુરુષના વચનાનુસાર. વાડ પહેલી. ' (૧) બ્રહ્મચર્ય વ્રતના રક્ષણાથે નીચે જણાવ્યા મુજબ નિર્દોષ સ્થાનમાં નિવાસ કરવો અને બીજા પણ બતાવેલા નિયમે, કાળજીથી પાળવા. જ્યાં સ્ત્રી, પશુ, પંડગ-નપુંસકને નિવાસ હોય ત્યાં શીલવ્રતધારી પુરુષોએ રહેવું જોઈએ નહિ, કેમકે તેથી સહેજે વ્રત-વિરાધનાને પ્રસંગ આવી પડે છે, માટે જ જ્યાં વસતાં કામવિકાર ઉત્પન્ન થવા પામે નહિ એવાં જ સ્થાન બ્રહ્મચર્યવ્રતધારી સ્ત્રી પુરુષોએ રહેવા માટે પસંદ કરવાં જોઈએ અને એવાં નિર્દોષ સ્થાનમાં પણ બ્રહ્મચર્યવ્રતની રક્ષા માટે સાવધાન રહેવું જોઈએ. હેતુ-જેમ વૃક્ષની ડાળ ઉપર વસતો વાનર એવી સંભાળથી રહે છે કે તેને ભૂમિ ઉપર પડી જવાનો પ્રસંગ ન બને, જેમ પાંજરામાં રહેલે પોપટ એવી સંભાળ રાખ્યા કરે છે કે પતે માંજારના સપાટામાં આવી ન જાય, વળી જેમ સુંદરીસ્ત્રી જળનું ભરેલું બેઠું શિર પર છતાં એને એવી યુકિતથી સાચવી રાખે છે કે પડી ન જાય, તેમ બ્રહ્મવ્રતધારી પણ Page #325 -------------------------------------------------------------------------- ________________ [ ર૯૪ ] શ્રી કરવિજયજી પિતાનું બ્રહ્મવ્રત લૂંટાઈ ન જાય એ પવિત્ર હેતુથી મનને ગોપવી રાખે છે, પણ અન્ય સ્ત્રીપુરુષાદિકને દેખી ચિત્તને ચળાવતા નથી. જ્યાં માંજાર વાસ હોય ત્યાં મૂષક-ઉંદરની જાતને જોખમ લાગે છે તે રીતે સ્ત્રી પ્રમુખના સંગથી બ્રહ્મચર્યનો નાશ થવાનો સંભવ રહે છે, માટે જ જ્ઞાની પુરુષોએ બ્રહ્મચર્યના રક્ષણ અને પિષણ માટે નિર્દોષ સ્થાનમાં જ નિવાસ કરવો કહે છે. એમ છતાં જે અજ્ઞજને આપમતિથી ઉકત આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે એ પ્રથમ વાડને ભંગ કરે છે. એથી અનુક્રમે વિષયવાસના-કામભેગની ઈચ્છા જાગે છે, અનેક પ્રકારની શંકા-કંખ ઉપજે છે, કામવાસના પ્રબળ થવાથી ધાતુવિકાર થાય છે જેથી અનેક પ્રકારના રોગ શરીરમાં પ્રગટે છે, મન વિષય-તૃષ્ણાવાળું બન્યું રહે છે અને તેનાથી પાછું નિવત શકતું નથી. જેથી પરિણામે પ્રાણી મરણાન્ત કણને પામે છે. પવિત્ર બ્રહ્મવ્રતની રક્ષા માટે જ્ઞાની પુરુષોએ ઉપદેશેલી આ ઉત્તમ વાડને આપમતિથી ભંગ કરતાં આવાં માઠાં પરિણામ આવે છે, એમ સમજી સુજ્ઞ સ્ત્રીપુરુષોએ નિજ બ્રહ્મવ્રતની રક્ષા માટે ઉક્ત વાડનું યથાવિધ પાલન કરવા પૂરતી કાળજી રાખવી જરૂરની છે. બેદરકારીથી તેની વિરાધના તો કરવી જ નહિ. વાડ બીજી (૨) બ્રહ્મવ્રતની રક્ષા માટે મીઠે વચને સ્ત્રી આદિક સમીપે કામ-કથા કરવી નહિ. મીઠે વચને સ્ત્રી આદિક સન્મુખ કામ-કથા કરતાં સહેજે બ્રહ્મવ્રતની વિરાધના થાય છે. હેતુ–જેમ જેસબંધ ચાલતા પવનથી મોટા વૃક્ષ પણ Page #326 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૯૫ ] પડી જાય છે તેમ ચિત્તની સમાધિ મટાડી અસમાધિ પેદા કરનારી કામ-કથા કરતાં જ કામ જાગે છે, તે માટે તેવી કામ-કથા કરવી ઉચિત નથી. લિંબુને દેખી દૂરથી જ ખટાશવડે ડાઢ ગળે છે અને મેઘનો ગરવ સાંભળીને જેમ હડકવા ઊછળે છે, તેમ સ્ત્રી પ્રમુખનાં વચન સાંભળતાં બ્રહ્મચારીનાં ચિત્ત બગડે છે. તે માટે તેવી કથા કરવાનો જ્ઞાનીએ નિષેધ કરેલ છે. વાડ ત્રીજી) (૩) બ્રહ્મચારી પુરુષે જે શયન, આસન, પાટ, પાટલા ઉપર સ્ત્રી બેઠી હોય તે ઉપર બે ઘડી લગી અને પુરુષસેવિત શયન-આસનાદિક ઉપર બ્રહ્મવ્રતધારી સ્ત્રીએ ત્રણ પહેર લગી બેસવું નહિ. હેતુ– જેમ કોહળા સંબંધી ગંધસંગથી કણક (ઘઊંના લોટની વાક) વિણશી જાય છે, તેમ અબળાદિકનું આસન આપમતિથી સેવતાં બ્રહ્મવ્રતધારી પુરુષાદિક પિતાનું શીલવ્રત ગુમાવી બેસે છે. એથી જ જ્ઞાની પુરુષોએ આ ત્રીજી વાડ પાળવા ફરમાવેલ છે. વાડ ચોથી (૪) બ્રહ્મવ્રતધારી જનોએ સરાગ દૃષ્ટિથી સ્ત્રી આદિકનાં અંગે પાંગાદિ નીરખીને જેવાં નહિ. કદાચ તેના ઉપર દષ્ટિપાત થયે હોય તે તત્કાળ દષ્ટિને ત્યાંથી પાછી ખેંચી લેવી; પણ ત્યાં છેડે વખત કે વધારે વખત દષ્ટિ ચોટાડી રાખવી નહિ. Page #327 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૬ ] શ્રી કપૂર વિજયજી હેતુ—ો નયન વિકાસીને સ્ત્રી આદિકના અંગાપાંગ નીરખવામાં આવે છે તે તેમાં રઢ લાગે છે અને એથી કામિવકાર જાગે છે. આ રીતે વર્તતાં જીવ તેના ભાગ-ઉપભાગ કરવા લલચાય છે અને એથી બ્રહ્મવ્રતના ભંગ થાય છે. જેમ સૂર્ય સામે વધારે વખત નજરને ઠેરવી રાખતાં પેાતાને હાનિ થાય છે—નયનનુ તેજ ઘટે છે એમ જાણી નજરને પાછી ખેંચી લે છે; તેમ સ્ત્રી આદિકના અવયવાને પણ્ સરાગ દૃષ્ટિથી નીરખતાં પેાતાનુ` બ્રહ્મતેજ હીણું થાય છે, એમ સમજી ચિન્તામણિરત્ન જેવા અમૂલ્ય બ્રહ્મવ્રતની રક્ષા નિમિત્તે દષ્ટિને પાછી ખેંચી લેવી. સ્ત્રીના લલચાવનારા હાવભાવ જોઇ તેમાં લલચાઇ જવું નહિ; નહિં તેા તદુલીઆ મચ્છની પેરે પરિણામે મહાઅનર્થ ઉપજે છે. વિષયસુખ સેવ્યા વગર પણ તે મસ્ત્યની પેઠે માઠા અધ્યવસાયવડે જીવ નરકાદિક દુર્ગતિને પામે છે. 66 વાડ પાંચમી” (૫) જ્યાં ભીંત કે પડદાદિકને એથે સ્ત્રી પુરુષ કામક્રીડા કરતા હોય ત્યાં બ્રહ્મવ્રતધારી મુજ્ઞ ભાઈબહેનેાએ વસવું, ઊભા રહેવું કે બેસવું નહિ. હેતુ તેવે સ્થળે રહેતાં શ્રી આદિકને કરુગ્ણાજનક સ્વર, સંવનનાર્દિક, તેમજ કંકણાદિકના અવાજ સાંભળવામાં આવે છે અને તેથી કામ જાગે છે. જેમ અગ્નિ પાસે લાખ અને મીણુ એક ભાજનમાં ભરી રાખ્યા હાય તા તે તરત જ આગળી જાય છે, તેમ તેવે સ્થળે રહેતાં સ્ત્રી આદિકનાં હાવભાવ દેખતાં તેમજ હાંસી અને સવનનાદિકના સ્વર સાંભળતાં Page #328 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૨૯૭ ] કામિવકાર મનમાં જાગે છે. જેથી શીલવ્રતની હાનિ થવા પામે છે. એ હેતુથી ઉક્ત વાડ ખાસ ઉપયાગી છે. 66 વાડ છઠ્ઠી ” (૬) પૂર્વે અજ્ઞાનપણે સેવેલી વિષયક્રીડા બ્રહ્મવ્રતધારીએ સભારવી નહિ હેતુ—પ્રથમ અવ્રતીપણે જે કંઇ કામક્રીડા કરી હાય તેને સંભારતાં ફરી વિષયવાસના જાગવાના ભય રહે છે. જેમ રાખવડે ભારેલા અગ્નિ ઉપર ઘાસના પૂળે મૂકતાં તેમાંથી જવાળા નીકળે છે, તેમજ વળી જેમ પ્રથમ કરડેલા વિષધરનું વિષ છેક વરસ દહાડે સંભારતાં શંકાથી ફીતે સંક્રમે છે, તેમ પ્રથમ વિસરેલાં વિષયસુખને સંભારવાથી શીલવંતને વ્યાકુળતાથી શીલની વિરાધના થાય છે અને પછી ઘણેા જ આરતા થાય છે. એથી જ ઉપકારી મહત્માઓએ આ છઠ્ઠી વાડ સાચવવા ખાસ ભલામણ કરી છે. 66 વાડ સાતમી ” (૭) બ્રહ્મવ્રતધારીએ સ્નિગ્ધ-સકસવાળા માદક આહાર કરવા નિહ. હેતુ—સરસ–રસકસભર્યા આહાર તથાપ્રકારના મજબૂત કારણ વગર આરોગતાં ઇન્દ્રિયે માતી થાય છે. જેમ સન્નિપાતમાં દૂધ, ઘી વિગેરે સ્નિગ્ધ પદાર્થો વાપરવાથી વ્યાધિ અધિક ઉછાળા મારે છે તેમ પાંચે ઇંદ્રિયાને સરસ આહારથી પેાષતાં વ્રતની વિરાધના થવા પામે છે. એવા આ સાતમી વાડના હેતુ સમજી જેમ મને તેમ સાદા ખારાકથી જ નિર્વાહ કરવા. Page #329 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૮ ] શ્રી કપૂરવિજયજી વાડ આઠમી ) (૮) ક્ષુધા શાન્ત થાય એથી અધિક આહાર (લુખ હોય તે પણ) બ્રહ્મવ્રતધારીએ લે નહિ. હેતુ–અતિમાત્રાએ એટલે જરૂર કરતાં વધારે આહાર આરોગવાથી ઊંઘ બહુ આવે છે, આળસ વધે છે અને શરીર ભારે થઈ જાય છે, જેથી સંયમધર્મની આરાધના થઈ શકતી નથી, એટલું જ નહિ પણ સ્વમમાં શીલની વિરાધના પણ થઈ જાય છે, તેથી સંયમની ચા શીલની રક્ષા કરવા ઈચ્છતા ભાઈબહેનેએ આ વાડ પાળવાની બહુ જરૂર છે. જેમ એક શેરના ભાજન–વાસણમાં દેઢ શેર ખીચડી એરીને ઉપર ઢાંકણું દેવામાં આવે તે એ ભાજન ભાંગે-તૂટે-ફૂટે અને અંદરની ખીચડી પણ વેરાઈ જાય, એ રીતે અતિમાત્રાએ એટલે પ્રમાણ ઉપરાંત જમવાથી વ્રતમાં ઘણે બગાડ થાય છે, એથી જ નિર્વાહ પૂરતું પરિમિત ભેજન કરવું કહ્યું છે. “વાડ નવમી ” (૯) બ્રહ્મવ્રતધારીએ શરીરની વિભૂષા (શ્રેગારવડે શોભા ) કરવી નહિ. હેતુ–સ્નાન, વિલેપન, સુગંધ વાસ-ચૂર્ણ, ઘણાં જ ઉત્તમ ( ભારે-કિમતી ) વસ્ત્ર, તેલ, તંબોલ તથા ઉદ્દભટ–અણછાજતે વેષ એ સર્વ કામદીપક પદાર્થો સેવવાથી પિતાના અમૂલ્ય શીલરત્નને ઘાત થાય છે. જેમ કેઈ અણજાણ માણસ પિતાની બેદરકારીથી, પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને ખાઈ બેસે છે તેમ પવિત્ર શીલરત્નની રક્ષા કરવા જ્ઞાની પુરુષોએ Page #330 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [૨૯] કહેલી હિતશિક્ષાને અવગણી સ્વછંદપણે ચાલતાં એ અમૂલ્ય રત્નનો વિનાશ થઈ જાય છે. તેથી બ્રહ્મવ્રતધારીને એકાન્ત હિતકારી ઉક્ત વાડની રક્ષા કરવા પૂરતું લક્ષ રાખવાની જરૂર છે. તે સાથે નીચેની હકીકત પણ ધ્યાનમાં રાખી લેવી. ૧ બ્રહ્મવ્રતધારી ભાઈબહેને એકલી નારી કે એકલા પુરુષ સાથે માર્ગે જતાં વાર્તાલાપ કરવાને પ્રસંગ પાડવો નહિ. ૨ એક જ પથારીએ શીલવંત બે પુરુષોએ પણ સાથે સૂઈ રહેવું નહિ, તેમજ ગાળ-ભેળ દેવાની આદત પણ રાખવી નહિ. ૨ શીલવંત સ્ત્રીએ સાત વર્ષ ઉપરાંતના પુત્રને સાથે ( એક પથારીમાં ) સુવાડે નહિ. ૪ શીલવંત પુરુષે સાડાછ વર્ષની પુત્રીને પણ પોતાની પથારીમાં સાથે સુવાડવી નહિ, તો પછી વધારે વયવાળા બાળકોને સાથે સૂવાડવાનું તો કહેવું જ શું? ૫ સ્ત્રીસંગે-વિષયભેગ કરતાં ઉત્કૃષ્ટ નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીને ગર્ભમાં જ ઘાત થાય છે, એમ સમજી શીલવંત ભાઈબહેનેએ સાવધાનતાથી સ્વશીલરત્નનું રક્ષણ કરવું, તેમજ બીજા પણ ધર્મના અથી ભાઈબહેનેએ અબ્રહ્મ–મથુનસેવનમાં જતાં મનને જ્ઞાન અંકુશથી અટકાવવું ઉચિત છે. ઉપલી હકીકતથી અબ્રહ્મ સેવવામાં મોકળી વૃત્તિવાળા કેટલા બધા દોષના ભાગી થાય છે તે સ્પષ્ટ સમજાય તેવું છે. સર્વ વાતનું રહસ્ય એ છે કે ચિતામણિ રત્ન જેવું બ્રહ્મવત સાચવવા સર્વ રીતે પ્રયત્ન કરો. ઈતિશમ. [જે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૨૬ . ] Page #331 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૦ ] શ્રી કપૂરવિજયજી वनं हि सात्त्विको वासः સાધકને માટે એકાન્ત-અરણ્યવાસ જ હિતકર છે. એકાન્ત-અરણ્યવાસ–નિરુપાધિક સ્થળનિવાસ જ સાધકજને માટે અધિક ઉપગી છે. સહુ કઈ શ્રેય: સાધકજનેને “શરીરબળ, મનોબળ અને હૃદયબળનું પિષણ આપનાર એકાન્ત-અરણ્યવાસ છે. ” જ્યાં ચિત્ત-સમાધિમાં ખલેલ પડે, જ્યાં અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ ઊભા થાય અને જ્યાં વસવાથી સંયમયેગમાં હાનિ પહોંચે એવા સ્થળમાં નિવાસ કરે અથવા એવા ઉપાધિમય સ્થળ સમીપે વાસ કરવો એ સાધકજને માટે હિતકર નથી. શાસ્ત્રકાર કહે છે કે હેત વચન મન ચપળતા, જનકે સંગ નિમિત; જન સંગી હવે નહિં, તાતે મુનિ જગ મિત્ત.” અર્થાત્ લકપરિચય-ગૃહસ્થ લોકો સાથે નિકટ સંબંધ જોડી રાખતાં સ્વહિત સાધક-સાધુજનને સંયમમાર્ગમાં ઘણું આડખીલે નડે છે-ઊભી થાય છે. ગૃહસ્થજનોને-સ્ત્રીપુરુષોનો અધિક પરિચય કરવાથી સાધુ યોગ્ય સમભાવ-સમતા ટકી શકતી નથી, એટલે રાગ, દ્વેષ, મહાદિક દોષ ઉપજે છે, વિષયવાસના પણ કવચિત જાગે છે અને જ્ઞાન, ધ્યાન, બ્રહ્મચર્ય પ્રમુખ અનેક અમૂલ્ય ગુણ-રત્નોનો લોપ-નાશ થાય છે, એટલે સાધુ સહેજે સત્વહીન-શિથિલાચારી થઈ જાય છે. બ્રહ્મચર્યવંત સાધુજનોને ભગવતે જે નવ વાડ (બ્રહ્મ ગુપ્તિ) Page #332 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [૩૧] બ્રહ્મચર્યની રક્ષા માટે પાળવા ફરમાવ્યું છે. તે નવ વાડામાં પણ મુખ્ય વાડ એ છે કે નિરવદ્ય-નિર્દોષ-નિરુપધિક ( સ્ત્રી પશુ, પડક-નપુંસક વિગેરે વિષયવાસનાને જગાડનારાં કારણે વગરનાં) સ્થળમાં જ વિવેકસર નિવાસ કરો. સંયમવંત–ચારિત્ર પાત્ર સાધુજનોએ પ્રથમ આત્મ-સંયમની રક્ષા તથા પુષ્ટિ નિમિત્તે ઉક્ત દોષ વગરની-નિર્દોષ અને નિરુપાધિક એકાન્ત વસતિ-નિવાસસ્થાન પસંદ કરવાની જરૂર છે. એથી સ્થિર-શાન ચિત્તથી જ્ઞાન, ધ્યાન પ્રમુખ સંયમકરણીમાં ઘણું અનુકૂળતા થાય છે, તે કરતાં અન્યથા વર્તવાથી (તથા પ્રકારના ઉપાધિ-દોષવાળા સ્થાનમાં વસવાથી) તો મન, વચનાદિક ગની ખલન થઈ આવે છે એટલે કે ગૃહસ્થ લેકના ગાઢા પરિચયથી, તેમની સાથે નકામી અનેક પ્રકારની કુથલી કરવામાં ભાગ લેવાથી તેમ જ સુંદર આકૃતિવંત સ્ત્રી પ્રમુખનાં રૂપશંગારાદિક દેખવાથી, મનગમતા શબ્દાદિક સાંભળવાથી યથેચ્છિત સુગંધ યુક્ત પદાર્થનું સેવન કરવાથી, મનગમતાં ભેજન કરવાથી અને સુકોમળ શય્યા પ્રમુખ ભેગવવાથી સાધુજનોને સંયમમાર્ગમાં ક્ષેભ પેદા થાય છે. વિષયવાસના જાગવાથી મન ચંચળ અને મલિન થઈ જાય છે તેમ જ મદિરાપાન કરેલાની જેમ બોલવામાં પણ કશું ઠેકાણું રહેતું નથી–વદ્વાતÁા બોલી જવાય છે અને એમ થવાથી અંતે સંયમધર્મની રક્ષા થતી નથી તેમ જ શાસનની હીલના થાય છે. આ પ્રકારના બધા અનિષ્ટ દોષો તરફ સાધ્યદષ્ટિ રાખી સંયમમાર્ગની રક્ષા અને પુષ્ટિ કરવાની પ્રબળ ઈચ્છાગે નિર્દોષ સ્થાનમાં વસવાથી તે અટકી શકે છે. આ બધી સાધકદશાની વાત છે. બાકી જેઓ સિદ્ધયોગી છે–જેમણે પોતાનાં મન, વચન અને Page #333 -------------------------------------------------------------------------- ________________ [૩૨] શ્રી કરવિજયજી કાયાનું સમ્યમ્ નિયંત્રણ કરી દીધું છે તેવા પૂર્ણ અધિકારીની વાત જુદી છે; કેમકે તેમને તે સર્વત્ર સમભાવ જ પ્રવર્તે છે. શ્રીજ્ઞાનસારમાં કહ્યું છે કે “જેમને ત્રિકરણ યોગે મન, વચન અને કાયા એ ત્રણની એકાગ્રતાવડે સ્થિરતા છવાઈ ગઈ છે, તેવા યોગીશ્વર સર્વત્ર ગામ, નગર કે અરણ્યમાં, દિવસે તેમજ રાત્રે સમભાવે જ વતે છે.” વળી કહ્યું છે કે “આતમદશીકું વસતિ, કેવળ આતમ શુદ્ધ,” એટલે કે જેઓ કેવળ આત્મનિષ્ઠ થયા છે, જેમને સ્વરૂપરમણતા જ થઈ રહી છે, જેઓ નિજ સ્વભાવમાં જ નિમગ્ન થઈ ગયા છે એવા સિદ્ધયેગી મહાત્માઓની વસતિ ( તેમનું રહેઠાણ ) તો નિજ શુદ્ધ આત્મપ્રદેશમાં જ હોય છે. તેમને અન્ય વિશિષ્ટ વસતિની વધારે દરકાર હોતી નથી, પણ સાધક જનેને તે તેની દરકાર રાખવાની જરૂર રહે છે જ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૨૯, ૫. ૨૬૪. ] મહાપુરુષનાં ઉત્તમ લક્ષણ. उदारस्तत्त्ववित् सत्त्व-संपन्नः सुकृताशयः । सर्वसत्त्वहितः सत्य-शाली विशदसद्गुणः ॥ १ ॥ विश्वोपकारी संपूर्ण-चन्द्रनिस्तन्द्रवृत्तभूः।। विनीतात्मा विवेकी यः, स महापुरुषः स्मृतः ॥ २ ॥ ૧ ઉદાર ( Ableminded )-જેમનું મન મોટું હોય, જેને શુદ્ર જનેની પેઠે “આ મારું–આ પરાયું” એવી તુચ્છ બુદ્ધિ ન હોય, જેને મન આખી આલમ-દુનિયા (વહુઘેર કુટુકવવામ) કુટુંબ રૂપ સમજાતી હોય તેવી ઉદાત્ત ભાવના રાખનારાં સજજને મહાપુરુષોની ગણનામાં ગણાય છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [૩૩] ૨ તત્ત્વજ્ઞ–સ્વબુદ્ધિબળથી સારાસાર, સત્યાસત્ય, હિતાહિત, કૃત્યાકૃત્ય, યાવત્ ગુણદોષની પરીક્ષાપૂર્વક જે સાર, સત્ય, હિત કૃત્યને યથાર્થ સમજી આદરી શકે છે અને તેથી વિપરીતને મુંઝાયા વગર તજી શકે છે તે પૂન્યને પ્રાપ્ત કરેલ સ્વબુદ્ધિબળને સાર્થક કરનારા મહાપુરુષ કહેવાય છે. - ૩ સત્ત્વવંત--જે સ્વાશ્રયી એટલે સ્વપુરુષાર્થને સઉપ ગ કરનાર, કદાપિ તેને દુરુપયોગ નહિ કરનાર, ધાર્યું કામ કરવાની હિંમત ધરાવનાર અને આદરેલા કાર્યને અંત સુધી નિર્વાહ કરનાર હોય છે તે મહાપુરુષની કોટિમાં આવે છે. ૪ પવિત્ર આશય–જેના અધ્યવસાય-પરિણામ બહુ સારા નિર્મળ વર્તે છે એવા શુદ્ધ આશય–અધ્યવસાયવંત જનો મહાપુરુષની ગણનામાં વસે છે. પ સર્વ સહિત –જે સર્વ કોઈ પ્રાણીવર્ગનું હિત– શ્રેય થાય તેમ નથી, વચનથી તેમજ કાયાથી કરવા સદા સર્વદા સાવધાન રહે છે તે મહાપુરુષ છે. ૬ સત્યવંત-જે પ્રિય, હિત અને પથ્ય એવું સત્ય વચન વદે છે, એથી ઊલટું વચન કદાપિ વદતા નથી; સત્યની ખાતર જે પ્રાણ આપે છે પણ સત્યની ટેક છોડતા નથી, એવા ખરા ટેકીલા સમર્થ સત્યશાળી સજજને મહાપુરુષની ગણનામાં ગણાય છે. ૭ નિર્મળ ગુણ–શ્રેષ્ઠ ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, તપ, સંયમ, સત્ય પ્રમાણિકતા, નિ:સ્પૃહતા અને બ્રહ્મચર્ય પ્રમુખ સદ્ગુણધારી જ મહાપુરુષ હોય છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ [૩૦૪] શ્રી કપૂરવિજયજી ૮ વિવોપકારી–અનેક કટિગમે ઉપકાર કરવાવડે જે ત્રિભુવનને પ્રસન્ન કરે છે તેમ છતાં જે મનમાં લગારે ગર્વ ધરતા નથી અને પ્રત્યુપકારની–બદલાની કંઈ પણ ઈચ્છા કરતા નથી તે મહાપુરુષ કહેવાય છે. ( ૯ સંપૂર્ણ ચન્દ્રકાન્તિવત શુદ્ધ ચારિત્રવત-સંપૂર્ણ ચન્દ્રની કળાની પેઠે જેની ચારિત્રકળા સંપૂર્ણ ઝળહળી રહી હોય છે, જેમને સર્વત્ર સમાનભાવ સમરસભાવ જાગે છે, જેથી પવિત્ર શાક્તરસમાં જે જાતે નિમગ્ન રહે છે અને અનેક ભવ્યાત્માઓને શીતળતા પમાડે છે, કેઈને કદાપિ કિંચિત્ માત્ર અશાતા ઉપજાવતા નથી તે ખરેખર મહાપુરુષે કહેવાય છે. ૧૦ વિનીત–શાસ્ત્ર પ્રસિદ્ધ પંથક, મુનક્ષત્ર, સર્વાનુભૂતિ, તમસ્વામીની પેઠે, અથવા ચંદનબાલા, મૃગાવતી અને સતી સુભદ્રાની પેઠે જે ગુણ ગુણી પ્રત્યે અત્યંત નમ્રતા ધારે છે તે મહાપુરુષ લેખાય છે. . ૧૧ વિવેકી-જેના હૃદયમાં સત્યાસત્યની વહેંચણ કરાવનાર સદસવિવેક પ્રગટ્યો છે તેથી જે રાજહંસની પેઠે દોષમાત્ર તજી દઈ ગુણમાત્ર ગ્રહી લે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચારી, ઉચિત માર્ગને આદરી, જે સ્વપર ઉન્નતિ સાધવા સતત પ્રયત્ન સેવ્યા કરે છે તે મહાપુરુષની કોટિમાં ગણાય છે. એ રીતે મહાપુરુષગ્ય ઉત્તમ લક્ષણ જાણે આદરવા સુજ્ઞ ભાઈબહેનેએ સતત પ્રયત્ન સેવો, જેથી સ્વ પર અભ્યદિય થવા પામે. ઈતિશમ્ [ જે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૨૬૫ ] Page #336 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૦૫ ] જીવદયાના હિમાયતી જૈન તેમજ જૈનેતર ભાઈબહેનોને પ્રાસ્તાવિક બે બેલ. પ્રિય ભાઈબહેનો ! તમે અનેક માંગલિક દિવસમાં વિશેષ કરી દીન-દુ:ખી, અનાથ પશુ-પંખીઓના દુઃખ દિલમાં ધરીને તેમને ગમે તે રીતે તેમનાં દુઃખમાંથી મુક્ત કરવા-કરાવવા તજવીજ કરો છો. તમારે ત્યાં પુત્રાદિકને જન્મ થયે હોય અથવા લગ્નાદિક શુભ પ્રસંગ આવે, તેમજ પર્યુષણાદિક મહાપ જેવા માંગલિક પ્રસંગે ઉપર તમે ઉત્તમ કુળને આચાર માની અથવા પવિત્ર ધર્મનું ફરમાન લેખી દુ:ખી જાનવરોના જાન બચાવવા તેમજ તમારા દુઃખી માનવબંધુઓને બનતી સહાય આપી સુખી કરવા કંઈ ને કંઈ પ્રયત્ન સેવા છે. એ તમારે પ્રયત્ન જે અધિક વિવેકપૂર્વક પ્રજાય તો તે સફળતાને પામે એવી બુદ્ધિથી પ્રેરાઈને અન્ન પ્રસંગે પાત બે બેલ તમેને નિવેદન કરું છું, તે તમારા લક્ષમાં રાખી જેમ સ્વપરનું આધક હિત સચવાય તેમ કરવા-કરાવવા શુદ્ધ દિલથી તમે તથા તમારા સંબંધીઓ પ્રયત્ન સેવશે, એમ હું આશા રાખું છું. હાલાઓ ! તમે દયાળુ છો અને અમુક શુભ-માંગલિક પ્રસંગે ઉપર અવશ્ય દીન-દુ:ખી–અનાથ પશુ-પંખીઓ વિગેરેનાં દુઃખ ટાળવા દ્રવ્યાદિક ખર્ચને પણ કાળજી રાખે છે, એમ સમજી કેટલાક અનાર્ય–નીચ-નિર્દય સ્વભાવના લેક જેવા કે વાઘરી, કેળી તેમજ કસાઈ વિગેરે બિચારાં અનાથ પશુ-પંખીઓને ગમે ત્યાંથી ક્રૂર રીતે જાળ નાંખીને, બીજી લાલચ બતાવીને ૨૦ Page #337 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૬ ] શ્રી કષ્પરવિજયજી કે થોડાક પૈસા ખર્ચીને પકડી લાવી તમારી નજર આગળ ખડાં કરે છે, અથવા બજારમાં વેચવા માટે ખુલ્લા મૂકે છે યા તેમના ઘર આગળ એકઠાં કરે છે અને તમારા ભેળા દયાળુ સ્વભાવને લાભ લઈ તે અનાથ નિરપરાધી પશુ-પંખીઓના મનગમતાં દામ માગે છે. તમે તમારા ભેળા દયાળુ સ્વભાવથી જ તેવા નિર્દય લોકોને મનગમતાં (માંગ્યાં) દામ–પૈસા આપી, તે કૂર લોકોએ આણેલાં પશુ-પંખીઓને છોડાવી પિતાને કૃતાર્થ લેખો છો. જે કે એ અનાથ પશુ-પંખીઓને ક્ષણભર આશ્વાસન મળે છે ખરું, પણ પેલા નીચ-નિર્દય દિલના લોકો તમારી પાસેથી લીધેલ પસાને કેવો ગેરઉપયોગ કરે છે કે કરશે તેને વિચાર સરખો પણ આપણા ભેળા સ્વભાવને બંધુઓ ભાગ્યે જ કરે છે અને તેથી પરિણામે જે મહાઅનર્થની પરંપરા ચાલે છે તેના કારણભૂત કેટલેક અંશે આપણા ભેળા સ્વભાવના દયાળુ બંધુઓ જ બનતા હોય એમ જણાય છે. પિલા નીચ-નિર્દય લોક પિતે મારફાડ કરીને કે થોડાક પૈસા ખર્ચીને આણેલાં એ અનાથ જાનવરોનું વખત વતીનેગરજ સમજીને પુષ્કળ દ્રવ્ય લઈ વેચાણ કરે છે અને એ જ દ્રવ્યથી પાછાં એવા ને એવા અનાથ જાનવરો-પશુ-પંખીઓને ઘણા મોટા પ્રમાણમાં–સંખ્યાબંધ ખરીદીને કે ગમે તેવી નિર્દય રીતે જાળ વિગેરે નાંખી પકડી લાવે છે અને પિતાને એ નીચ ધંધો ધમધોકાર ચલાવી, અનાથે પ્રાણુઓને અનેક રીતે ત્રાસ આપતા ત્રાહી ત્રાહી પોકરાવે છે. આ મુદ્દાની બાબત ઉપર દયાળુ ભાઈબહેનેએ બહુ બહુ વિચાર કરી, જેમ દુઃખી-અનાથ Page #338 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૦૭ ] પ્રાણીઓ ઉપર આપણું ગેરસમજને લીધે નિર્દય લોકો તરફથી ગુજરતું ઘાતકીપણું અટકે અથવા ઓછું થાય તેવી રીતે વિવેકથી વર્તવાની જરૂર છે. અનાયાસે–સ્વાભાવિકપણે આપણા શરણે આવી ચઢેલા દીનદુઃખી-અનાથ પ્રાણુઓનું દ્રવ્યને ભેગ આપીને રક્ષણ કરવું એ આપણી ફરજ છે ખરી, પણ જે નીચ-નિર્દય સ્વભાવના લોકો જાણું જોઈને આપણા ભેળપણાનો લાભ લઈ, આપણી પાસેથી મનમાનતા પૈસા કઢાવી પોતાને ઘાતકી ધંધે વધારતા જતા હોય તેમને કરગરી અને મેં માંગ્યા પૈસા આપી તેઓએ જાણું જોઈને–ઈરાદાપૂર્વક આપણું નજરે આણી રાખેલા જાનવરોને છોડાવવા કરતાં તેને વધારે વ્યાજબી-ન્યાયવાળો રસ્તો લઈ જે ઘાતકી લોકો આપણા ધર્મની-આપણી લાગણી જાણી જોઈને દુભવતા હોય, તેમને કાયદાની રૂએ નસીયત-શિક્ષા પહોંચાડી, તે અનાથ જાનવરો આપણે કબજે કરી લેવા અથવા તેમની ઉપર નાહક ગુજરતું ઘાતકીપણું અટકાવવું, એ વધારે ઉચિત અને યોગ્ય જણાય છે. તેમજ કસાઈ લોકોને જે કોઈ જાનવરો વેચતો હોય તેમને જ તેમ કરતાં સમજણ આપીને અટકાવવા અથવા તો તે અનાથ જાનવરોને પરભાર્યા જ ગ્ય કિંમતથી ખરીદી લેવાં ઉચિત છે. એ રીતે જાનવરોને મરતાં અટકાવી તેમને પિતાને કબજે કરીને–લઈને પછી કેવી માવજતથી સાચવવા જોઈએ એ પણ ઓછી અગત્યની વાત નથી. આવાં અનાથ જાનવરોને આપણે બેદરકારીથી કેદખાનાની જેમ પાંજરાપોળ જેવાં મકાનમાં કશી સગવડ કર્યા વગર ગાંધી Page #339 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૮ ] શ્રી કરવિજયજી રાખવા જોઈએ નહિ. કેટલાંક એવાં સ્થળમાં તે બાપડાં અનાથ જાનવર સેંધાઈ ગંધાઈને મરે છે. અથવા તેમાંના કોઈ સબળા જાનવરોથી નબળા જાનવરને કચડઘાણ નીકળી જાય છે. અથવા તે રીબાઈ રીબાઈને તેને નાશ થાય છે, તેમ ન જ થવું જોઈએ. એમ કરતાં તે ઉક્ત જાનવરોને છુટાછવાયાં રાખવાં અથવા ફરવા દેવાં ઠીક જણાય છે. હાલમાં આપણી પાંજરાપોળમાં અનાથ જાનવરોને ઘણે ત્રાસ મળે છે, એ જઈને સહદય જનેને કમકમાટી છૂટે છે. આ બધી દેખરેખ રાખનારાઓની બેદરકારી બતાવે છે. તેઓ વેઠ જેવું કામ કરનારા અણઘડ નોકરે ઉપર એ કામ કરવાનું છોડી દે છે, અને પિતે તેની કશી સંભાળ લેતા નથી. તે દુઃખી જાનવરોની કેવી અને કેટલી માવજત થઈ શકે છે એને ખરે ખ્યાલ તે નજરે જોનારને જ વધારે આવે છે. આ ઉપરાંત અને આ કરતાં અત્યંત ઉપયોગી બાબત એ છે કે ગમે તેવા માંગલિક પ્રસંગો ઉપર પિતાના જે માનવ બાંધવે અને વિશેષે કરીને સાધર્મિક બંધુઓની સ્થિતિ કડી થયેલી જણાતી હોય તેમને યથાયોગ્ય મદદ આપીને સહાયરૂપ થવું જોઈએ. ગમે તેવા જાનવર કરતાં એક માનવબંધુ અને તેથી પણ એક સ્વધમી બંધુની જિંદગી વધારે કિંમતી છે. તેનું યથાયોગ્ય સહાય વડે રક્ષણ કરવું એ આપણું પવિત્ર ફરજ છે. એની અત્યારે બહુધા ઉપેક્ષા કરાતી જોવામાં આવે છે તે બહુ ખેદકારક બીના છે. અત્યાર સુધીમાં આપણે દ્રવ્યદયા–અનુકંપા આશ્રયી કહ્યું છે. એથી આગળ વધતાં કહેવું જોઈએ કે ભાગ્યશાળી જનેએ માંગલિક પ્રસંગો ઉપર Page #340 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૦૯ ] પિતાના માનવબંધુઓને અને તેમાં પણ વિશેષ કરીને પિતાના સ્વમીંબંધુઓને સમચિત વ્યાવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણી આપીને ઉદ્ભરવા માટે એગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. કેટલાક ભેળા દિલના લેકો એવા માંગલિક પ્રસંગે ઉપર જોતજોતામાં જ્ઞાતિજમણ વિગેરે કરી સેંકડો બલકે હજારો રૂપિયા ખચી નાંખે છે ત્યારે તે પ્રસંગે પિતાના જ્ઞાતિબંધુઓ તેમજ ધર્મબંધુઓ સંગીન સહાય મેળવી પિતાનું ભવિષ્ય સુધારી શકે એવી યેજના કરી આપવાનું લક્ષ કઈ વિરલાને જ હોય છે, માટે એ જ માર્ગ પ્રશંસાપાત્ર અને અનુકરણીય છે કે જેથી પિતાના માનવબંધુઓનું તેમજ સ્વધર્મબંધુઓનું જીવિત દ્રવ્યભાવથી સુધારી શકાય. ઉપર પ્રમાણે અતિ ઉપયોગી-ઉપકારક કાર્ય પાર પાડવા માટે સમયના જાણ નિ:સ્વાથી સાધુજને–સજજનેની સલાહ લઈ તદનુસારે ભેજના કરવી જોઈએ. પ્રથમ જણાવેલી અનાથ જાનવરની દયા વિવેકપૂર્વક કરવાને ઈચ્છતા સુજ્ઞ ભાઈબહેનોએ શ્રી જીવદયા જ્ઞાન પ્રસારક ફંડના વ્યવસ્થાપકની તેમજ જીવદયાના હિમાયતી સુપ્રસિદ્ધ મિ. લાભશંકર જેવાની સલાહ મેળવી, ગમે તે માંગલિક પ્રસંગે ખર્ચવા ધારેલા દ્રવ્યનો વ્યાજબી વ્યય કરવા લક્ષ રાખવું જોઈએ કેવળ યશ-કીર્તિને ભૂખ લેભ નહિ રાખતાં દુ:ખી પ્રાણીઓની થતી કદર્થના મૂળથી દૂર કરવા તન, મન અને ધનથી સંગીન રીતે ઉદ્યમ કરવો જોઈએ. વળી બીજી આધુનિક પ્રજાઓ કરતાં આપણી પ્રજા કેવી પછાત પડતી જાય છે તેનાં ખરાં કારણે શોધી કાઢી, તેને Page #341 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૦ ] શ્રી કરવિજયજી ઉન્નત સ્થિતિમાં આણુવા ઘટતા ઉપાયે જલદી લેવા જોઈએ. આપણામાં જે કંઈ માઠાં રીતરિવાજે ધસી ગયા હોય તે બધાને દૂર કરવા, અને ઉત્તમ રીતરિવાજોને દાખલ કરવા આગેવાન લોકોએ એકસંપથી ભગીરથ પ્રયત્ન લેવો જોઈએ. મતલબ કે જીવદયાના હિમાયતી દરેકે પોતપોતાથી બનતા આત્મભોગ આપી (સ્વાર્થ ત્યાગ કરી) દુ:ખી જીવોનાં દુઃખ નિવારવા માટે એવાં વિવેકસર પગલાં ભરવાં જોઈએ કે જેથી સ્વપરનું શ્રેય સિદ્ધ થઈ શકે. બાકી તો આ ચરાચર જગતમાં કેણ જન્મતું કે મરતું નથી, પરંતુ જીવિત તો તેમનું જ લેખે ગણવું ઉચિત છે કે જેમનું હૃદય સામાનું દુઃખ જોઈ દ્રવી જાય છે અને સ્વબુદ્ધિ-શક્તિ અનુસારે ઉચિત રીતે તે દુઃખનું નિવારણ કરે છે. તે અત્રે પ્રસગે બીજા શુદ્ર જંતુઓની પણ બનતી કાળજીથી રક્ષા કરવાનું સ્મરણ કરાવવું ઉચિત લાગે છે. જાતે દયાળુપણાનો દાવો કરનારા ઘણા ભાઈબહેનોનાં મકાનોમાં સાફસુફ રાખવા–રખાવવા માટે ખજૂરીની કે એવી જ કઈ તીણ શસ્ત્ર જેવી સાવરણી વાપરવામાં આવે છે. એ કોઈ રીતે પસંદ કરવા જેવું નથી. એનાથી બાપડા અવાચક મુદ્ર જતુઓનો ઘણો સંહાર થઈ જાય છે, જે બનતી તજવીજથી સારી સુંવાળી સાવરણ વિગેરેનાં સાધનથી આપણે ધારીએ તો અટકી શકે એમ છે. એવી સુંવાળી સાવરણી પણ કેટલાક દેશમાંથી આ૫ ખર્ચે મેળવી શકાય છે, તો પછી શા માટે તેની ઉપેક્ષા કરી જીવવાની ઊંડી આશા રાખી રહેનારા ક્ષુદ્ર જંતુઓનો નાહક સંહાર થવા દેવે જોઈએ? જીવવાની લાગણી Page #342 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૧૧ ] સહુ કાઇ જીવાને સરખી હાય છે, એ આપણે વિસરી જવું જોઇએ નહિ. આપણે આપણા મગજમાં સમજવું જ જોઇએ કે અન્ય જીવાને જેવી શાતા પમાડશું તેવી શાતા આપણને મળી શકશે. જીવિતને ઇચ્છતા અન્ય જીવાને આપણામાં બુદ્ધિ-શક્તિ છતાં અશાતા ઉપજાવીને શાતાની આશા રાખવી એ નિરર્થક છે. આ ઉપરાંત દયાળુ ભાઇબહેનેા ધારે તેા પેાતાનાં તેમ જ કુટુંબ-કબિલાદિકના કારણે અનેક શુભાશુભ પ્રસંગે પણ કેટલેાક વગર ઉપયાગને થતા ક્ષુદ્ર જંતુઓને સંહાર અટકાવી શકે. ટૂંકાણમાં કહેવાનુ એ છે કે આપણા દયાળુ ભાઇબહેનાએ જાતે કામળ અંત:કરણ રાખી એવું ઉમદા વિવેકવાળુ વન ચલાવવુ જોઇએ કે જે જોઈને ગમે તેવા કઠાર દિલવાળા ઉપર પણ તેની સારી-ઊંડી અસર થવા પામે અને તેઓ તેનુ અનુકરણ પણ કરવા લાગે. એથી આપણું વર્તન કેવું નિર્દોષ ( આડંબર વગરનું) અને સારભૂત ( પરમાર્થ – હિતાડિતની સમજપૂર્વકનું) હોવુ જોઇએ, એ વિચારવાનુ અને વિવેકથી સ્વબુદ્ધિ-શક્તિના સદુપયેાગ કરી કલ્યાણકારી માર્ગમાં જ પળવા સંબંધી પવિત્ર લક્ષ કરવાનુ આપણા દયાળુ ભાઇબહેનેાને સ્વપરહિતાર્થ સૂચવી હાલ તે હું અહીં જ વિરમીશ. અત્ર પ્રસંગે જીવદયાની પુષ્ટિમાં આસ-આગમનાં ઘેાડાંક પ્રમાણેા ટાંકી શકાય એમ છે.— “ સ કાઈ જીવા જીવિત ઇચ્છે છે, કેાઇ મરવા ઈચ્છતા નથી; તેથી જ નિગ્રંથ—મુનિજના ઘેાર એવા પ્રાણીવધ કરતા નથી. ” Page #343 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૨ ] શ્રી કરવિજયજી “ સર્વ જીવોને આત્મ સમાન લેખતા સુસંયમવંત સાધુજને કર્મબંધ કરતા નથી.” ખરે જ્ઞાની–મહાત્મા એ જ છે કે જે સર્વ જીને આત્મ સમાન ગણે છે, પરસ્ત્રીને માતૃ તુલ્ય લેખે છે અને પદ્રવ્યને પત્થર તુલ્ય લેખે છે. ” ગમે તેટલું દ્રવ્ય દાનમાં દીધા કરતાં એક જ જીવને જીવિતદાન દેનાર ચઢી જાય છે.” ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૨૬૮ ] પ્રકીર્ણ વિચારે. (ઉદ્ધરેલા ) ૧ ચિતાથી થતી હાનિ. ચિંતાસે ચતુરાઈ ઘટે, ઘટે રૂ૫ ગુણ ગાન; ચિંતાબડી અભાગણી, ચિંતા ચિતા સમાન.” ૨ મુખવસ્ત્રિકામુહપત્તિ શા માટે રાખવી જોઈએ ? “સંપતિમવિરવાનાં, રક્ષા મુસ્ત્રિા ” ઊડતા ત્રસાદિક જીવોની રક્ષા માટે જ્ઞાની પુરુષોએ મુહપત્તિ રાખવાનું કહ્યું છે. ૩ પાત્ર-ભાજન ભજન અવસરે શા માટે વાપરવાં જોઈએ? __ " भक्तपानस्थजन्तूनां परीक्षायै च पात्रकम् ” ભાત પાણી(ખાન-પાન )માં આવી ગયેલાં જંતુઓની તપાસ કરવા નિમિત્તે યાવત્ સ્વપરના બચાવ માટે પહોળા Page #344 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ. [ ૩૧૩ ] વિશાળ ભાજનમાં ભાજન કરવા ( અને તેના પણ સારા પ્રકાશવાળા સ્થળમાં ઉપયેગ કરવા ) ફરમાવેલુ છે. ૪ રજોહરણ કે ચરવળા રાખવાનુ શું પ્રયેાજન હેાવુ જોઇએ ? जन्तुप्रमार्जनार्थं हि, रजोहरणमिष्यते " 66 જતાં આવતાં, બેસતાં ઊઠતાં કે શયનાદિક કરતાં ક્ષુદ્ર જતુએના બચાવ માટે પ્રમાર્જન કરવા નિમિત્તે રજોહરણ કે ચરવલે રાખવા ક્રમાવેલ છે. ૫ સક્ષેપથી સદાચાર કાને કહ્યો છે ? “ સોજાવવા મહત્ત્વ, ટ્વીનામ્બુદ્યઃ | कृतज्ञता सुदाक्षिण्यं, सदाचारः प्रकीर्त्तितः ॥ १ ॥ " લેાકપવાદથી છઠ્ઠીવાપણું, દીન-દુ:ખી જનાને સંગીન સહાયાદિકવડે ઉદ્ધરવાપણું', કૃતજ્ઞતા ( કર્યો ગુણનુ જાણપણું') અને ભલી દાક્ષિણ્યતા રાખી પતિ સાધી આપવાની સુબુદ્ધિ એ સ ંક્ષેપથી સદાચાર કહ્યા છે ૬ ઉપવાસ કાને કહીએ ? અને તે કરવાના ખરા હેતુ શે! હાવા જોઇએ ? 66 अपवृत्तस्य दोषेभ्यः, सम्यग्वासो गुणैः सह । उपवासः સ વિજ્ઞયો, નરારીવિોવળમ્ ॥ ૨ ॥ રાગદ્વેષાદિક દોષાથકી નિવૃત્ત થવાપૂર્વક સદ્ગુણાવડે સારી રીતે વાસિત થવું તે ખરી રીતે ઉપવાસ સમજવા; શરીરને શેાખવી નાખવું તેને જ માત્ર ઉપવાસ સમજવા નહિ. પણ તેમાં દોષનુ શાષણ અવશ્ય થવુ જોઇએ. તઃ --“ષાવિષયાદાર-ચાનો ચત્ર વિધીયતે। ઉપવાસ: સ વિશેય, રોથું હંધન વિદુઃ ॥ ↑ | '’ 55 Page #345 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૪ ] શ્રી કપૂરવિજયજી જેમાં ક્રોધાદિક કષાય, પાંચ ઈન્દ્રિયના વિવિધ વિષયે અને અશનાદિક આહારનો ત્યાગ કરવામાં આવે તે ઉપવાસ જાણો, બાકીની તે લાંઘણ જાણવી, એમ જ્ઞાની પુરુષ કહે છે. ૭ પુન્ય અને પાપને વ્યુત્પત્યર્થ કહે “પુજાતિ તપુuથમ્ . ” (આત્માને) પાવન કરે તે પુન્ય જાણવું. “વરાતિ મીનતિ તપાવF ” આત્માને મલિન કરે તે પાપ જાણવું. ૮ વગર વિચારે અતિરભસપણે કાર્ય કરવાથી કેવું પરિ. ણામ આવે છે તે સંક્ષેપથી કહે. " सगुणमपगुणं वा कुर्वता कार्यजातं । परिणतिरवधार्या यत्नतः पण्डितेन ॥ अतिरभसकृतानां कर्मणामाविपत्तेर्भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥" સારું કે નરસું ગમે તે કાર્ય કરતાં ડાહ્યા માણસે તેના પરિણામનો સારી રીતે બુદ્ધિબળથી વિચાર કરવો જોઈએ; કેમકે અતિ રસપણે (ઉતાવળે) જે કાર્ય કરવામાં આવે છે તેથી એવી વિપત્તિ આવી પડે છે કે જેથી હૃદયને ભારે પરિતાપકારી વિપાક ભોગવવો પડે છે. પરિણામદશી પણે વિચારીને કાર્ય કરનાર તેવા કટુક વિપાકથી બચી જાય છે. ૯ ઈચ્છા-અને રથ ફળિભૂત થવાને સાચો માર્ગ દર્શાવે “ First deserve and then desire" પ્રથમ યોગ્યતા-લાયકાત મેળવે અને પછી ઈચ્છા-મનોરથ કરે. ૧૦ મુશીબત આવી પડે તે ઉલ્લંઘી જવાય એ માર્ગ બતાવો. Page #346 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૧૫ ] "Patience and Perseverance overcome mount ains. "" ધીરજ અને ખંતથી મેાટા પહાડાના પણ પાર પમાય છે. ૧૧ “ No labour no fruit. ' "" મહેનત–ઉદ્યમ કર્યા વિના ફળ મળતુ નથી. ' ૧૨ “ As you sow so you reap. જેવું વાવવું એવું લણવુ. ૧૩ સાત્મ્ય-પ્રકૃતિને અનુકૂળ થાય તેવું. ૧૪ મનની ભિન્ન ભિન્ન અવસ્થાએ. ૧ વિક્ષિપ્ત (અતિચ ંચળ ચપળ), ર યાતાયાત (થાડુ ચંચળ), ૩ શ્લિષ્ટ ( સ્થિર ) અને ૪ સુલીન ( લય પામી ગયેલું –સુસ્થિર સમાધિસ્થ થયેલું મન ) ૧૫ વિદ્વાન-ચતુર માણસે ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી જોઇએ ? "6 यथा चतुर्भिः कनकं परीक्ष्यते । निघर्षणच्छेदन तापताडनैः ॥ तथैव धर्मो विदुषां परीक्ष्यते । श्रुतेन शीलेन तपोदयागुणैः ॥ " જેમ કષ, છેદ, તાપ અને તાડન એ ચાર પ્રકારે કનક ( સેાના )ની પરીક્ષા કરવામાં આવે છે, તેમ શીલ ( સદાચાર ), તપ અને દયા ગુણુવડે ધમ-રત્નની પરીક્ષા કરવી જોઇએ. શ્રુત ( જ્ઞાન ) વિદ્વાન્ માણસે ઇતિશમ્. [ જે. ધ. પ્ર. પૃ. ૨૯, પૃ. ૩૨૪ ] Page #347 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૬ ] શ્રી કપૂરવિજયજી મેધવચન સહુ કોઇ આહિતૈષી ભાઇબહેનેાએ સદા ય સ્મરણમાં રાખી પોતપાતાનુ ભવિષ્ય સુધારવા માટે લક્ષપૂર્વક આદરવા ચાગ્ય એધવચન આ પ્રમાણે — મારા વહાલા ભાઇએ અને મહેના ! ગુરુકૃપાથી તમને સહુને આત્મ સમાન લેખી એક બધુ તરીકે જે બેધ વચન કહું તે હૃદયમાં સ્થાપી, તમારા પેાતાના, તમારા સંતાનના, તમારા કુટુંબના, તમારી જ્ઞાતિના, તેમજ તમારી સમસ્ત કેમના અને જનસમાજના ભલાને માટે તેને વિવેકપૂર્વક વિચારી, પ્રમાદ રહિત બની, તેના જેટલેા લાભ લઇ શકાય તેટલે લેવા પૂરતી કાળજી રાખશે!. એમ કરવાથી જ આપણા શુભ ઉદ્દેશ શીઘ્ર સફળ થઇ શકશે. ઉત્તમ એવચન વગર જીવાની શ્રદ્ધા સુધરી શકતી નથી અને સુશ્રદ્ધ! વગર તેમના વર્તનમાં કંઇ સારા ફેરફાર થઇ શકતા નથી, તેથી યેાગ્ય જનાને તેવાં મેધવચન આપવાની આવશ્યકતા રહે છે. તેટલી જ બલ્કે તેથી પણ અધિક આવશ્યકતા યેાગ્ય જનાને તેવાં ઉત્તમ બેધવચન તથાપ્રકારનાં ચેાગ્ય સ્થળથી આદરપૂર્વક મેળવવાની, ભાગ્યવશાત્ તેવાં બેવચન મેળવી તેને વિવેકપૂર્વક પોતાના હૃદયકમળમાં સ્થાપવાની અને તેમ કરીને તે પ્રમાણિક એધવચન અનુસારે ચાલી અને તેટલા પેાતાના વતનમાં સુધારા કરવાની રહે છે, તે સહુ કોઇ સજ્જનાએ ખાસ લક્ષમાં રાખવાનુ છે. આટલી સામાન્ય પ્રસ્તાવના કરી, પાંચપરમેષ્ઠી ભગવાનને પ્રણમી, તેમના જ અનુગ્રહથી સ્વપરહિત સમજી સક્ષેષથી એધવચન કહુ છું. Page #348 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૧૭ ] ૧ પ્યારા ભાઈઓ અને બહેનો ! શાસ્ત્રમાં ધર્મને ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ, કામધેનુ અને કામકુંભ જેવા અમૂલ્ય પદાર્થોની ઉપમા આપેલી છે તે સાચી છે. વસ્તુતઃ તો તે દરેક પદાર્થ કરતાં પણ ધર્મ અત્યંત અમૂલ્ય અને ઉત્તમ છે. આ વાત આપણે જાણીએ છીએ, તેમ છતાં તે અમૂલ્ય ધર્મનું સેવન કરવામાં આપણે અત્યંત મંદતા-નિરુત્સાહતા–કાયરતા કેમ આદરીએ છીએ એની આપણે બારીકીથી તપાસ કરવાની જરૂર છે, એટલું જ નહિ પણ આપણે એ દોષોને શોધી કાઢી તેમને બનતી ચીવટથી દૂર કરવા એ આપણું મુખ્ય કર્તવ્ય છે. ૨ જે ભાઈ બહેનો ખરેખરા ઓજસ્વી–વલંત વિય–પરાક્રમવાળા હોય છે તેઓ જ ચિંતામણિરત્ન સદશ અમૂલ્ય ધર્મને આદરપૂર્વક સેવી શકે છે, બાકીના તો તેને એક કુળાચાર તરીકે માની લઈ ફક્ત લેકવ્યવહારથી જ સેવતા હોય છે. એથી એ બાપડા તેના ફળ-આસ્વાદને પામી શકતા નથી.એટલે તથા પ્રકારની સમજ સાથે વીલાસપૂર્વક તે ધર્મનું સંસેવન કર્યા વગર ખરો રસાસ્વાદ મેળવી શકાતો જ નથી. ૩ જેમ પાયા વગર અને તે પણ દઢ મજબૂત પાયા વગર સારી ઈમારત ચણી શકાતી નથી, તેમ જ્ઞાન અને શ્રદ્ધાનરૂપ સુદઢ પાયા વગર ધર્મનું બંધારણ ટકી શકતું નથી. ૪ જેમ મલિન વસ્ત્ર ઉપર રંગ ચઢતે નથી, તેમ વ્યવહાર શુદ્ધિ વગરના જીવ ધર્મના રાગથી રંગાઈ શકતા નથી. ૫ જેમ ઘઠાર્યામઠાર્યા વગરની ખરબચડી ભીંત ઉપર ઈચ્છિત ચિત્ર ઊઠી શકતું નથી, તેમ તથા પ્રકારના શુભ Page #349 -------------------------------------------------------------------------- ________________ { ૩૧૮] શ્રી કપૂરવિજયજી સંસ્કાર પામ્યા વગર કોઈ પણ વ્યક્તિના ચિત્તમાં ધર્મનો પ્રભાવ પડી શકતો નથી. એ બધી વાત જાતિઅનુભવથી સમજી શકાય એવી છે. ૬ સર્વ પ્રકારનાં વ્યાવહારિક કાર્યો કરતાં મન, શરીર અને ઈદ્રિય ઉપર મુખ્યપણે આધાર રાખવાનો હોવાથી તેમની પૂરતી દરકાર કરવી એ અતિ અગત્યની વાત છે. ૭ શરીરને અને મનને ઘાડો સંબંધ હોવાથી એટલે શરીરની સ્વસ્થતા-નિરોગતાદિવડે મનની સ્વસ્થતા–પ્રસન્નતાદિક જળવાઈ શકાય એમ હોવાથી શરીરને સ્વસ્થ-નિરોગી તેમજ સ્વકાર્યકુશળ ટકાવી રાખવાને માટે જે જે નિયમોનું પાલન આવશ્યક ગણાય છે તે તે નિયમોનું ખંતપૂર્વક પાલન કરવા સહુ કોઈ નાના-મોટા ભાઈબહેનોએ પ્રથમ લક્ષ રાખવું જોઈએ. ૮ પથ્ય અને પ્રમાણપત ખાનપાનનું સેવન નિયમિત વખતે કરવું. તેનું સારી રીતે પરિણમન થાય તે માટે યથાયોગ્ય ઉદ્યોગ–અંગકસરત વિગેરે પણ નિયમસર કરવા લક્ષ રાખવું. જેમ બને તેમ સંભાળથી સ્વવીયનું રક્ષણ કરવું. કોઈપણ પ્રકારના અત્યાચાર કે ગેરવર્તણુકથી સ્વવીર્યને વિનાશ ન કરો અને આળસ–સુસ્તી–પ્રમાદથી અળગા રહેવું વિગેરે શરીરની વ્યવસ્થા સાચવવાના જે જે સાચા ઉપાય હિતસ્વીઓ તરફથી સમજાવવામાં આવે તેનો યથાગ્ય અમલ કરવા પૂરતું લક્ષ સદા ય રાખી રહેવું, એ સહુ કોઈ સુખાથી જનેને ઉચિત છે. ૯ ખાનપાનમાં લેવા ગ્ય પદાર્થો બંને રીતે-દ્રવ્યથી અને ભાવથી પચ્ચ હોવા જોઈએ. દ્રવ્યથી પથ્ય એટલે પ્રકૃતિને પ્રતિકૂળ ન હોય. વાત, પિત્ત અને કફને નહિ કે પાવતાં મર્યાદામાં રાખે અને પત્થરની પેરે હાજરીને ભાર નહિ કરતાં Page #350 -------------------------------------------------------------------------- ________________ લેખ સંગ્રહ [ ૩૧૯ ] સુખે પાચન થઈ શકે એવા, સાત્વિક–સાનુકૂળ-ચિકર અને ઉપશામક હોવા જોઈએ. ત્યારે ભાવથી પચ્ય એટલે અનીતિઅન્યાય-અપ્રમાણિકતા યા અધર્મ(હિંસાદિક)વડે ઉપાર્જન નહિ કરેલા પરંતુ ન્યાય–નીતિ-પ્રમાણિકતા યા ધર્મમાર્ગે જ ઉપાર્જન કરેલા હોવા જોઈએ તેમજ અભક્ષ્ય ન હોવા જોઈએ. ૧૦ પ્રમાણપત ખાનપાન કરવાં એટલે ક્ષુધા કે તૃષ્ણા શાન્ત થાય તેના પ્રમાણમાં જરૂર પૂરતાં જ ખાનપાન કરવાં. સ્વાદિષ્ટ જાણીને રસલુપતાથી કે અધિક પ્રમાણમાં હાજરીને હાનિ પહોંચે, અજીર્ણ થાય કે એવી બીજી ઉપાધિ પેદા થાય તેમ વેચ્છાચારીપણે સામાન્ય નિયમોનો ભંગ કરીને ખાનપાનસેવવાં નહિ. એટલું જ નહિ પરંતુ પથ્ય, પ્રમાણે પેત અને સાત્વિક ખોરાકથી બુદ્ધિબળમાં પણ સુધારે થઈ શકશે, જેથી ધર્મને તથા નીતિના માર્ગે સુખે સંચરાશે અને ધીમે ધીમે અધિક અભ્યાસબળથી તેમાં આગળ ને આગળ વધશે. આમ કરવાથી આપણું સાધ્ય સુધરવા પામશે. ૧૧ જે કેવળ નામનો જ નહિ પણ સાચે સાચે સર્વજ્ઞ ભગવાને ભાખેલો ધર્મ કેઈ અંશે પામ હોય, તેનું રસાસ્વાદન કરવું જ હોય તો ખરેખર અજ્ઞાનથી ભરેલી અનાદિ કુવાસના-કુબુદ્ધિ-કુટે આપણે સુધારવી જ જોઈએ. ૧૨ શું ચિંતામણિ રત્ન સુલભ છે ? ભાગ્ય વગર અને ઉદ્યમ કર્યા વગર જ મળી જાય એવું છે ? ના, નહિ જ. તેમ આ ઉત્તમ ધર્મ આશ્રી પણ સમજવું. ૧૩ આ પવિત્ર ધર્મ પામવા માટે આજથી જ-આઘડીથી જ નીતિના ઉત્તમ માર્ગે ચાલવા તમે દઢ નિશ્ચય કરે અને Page #351 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૦ ] શ્રી કષ્પરવિજ્યજી બધી કાયરતા તજીને તેવી રીતે ચાલવા આ જ ક્ષણથી પ્રયત્ન કરો. પછી જુઓ ! તમારી ભાગ્યદશા કેવી લાગે છે ? તેમ કરતાં ફળ માટે અધીરા થશે નહિ. અનેક મુશીબતે વચ્ચે જે તમારા નિશ્ચિત માર્ગમાં અડગ ઊભા રહેશે–લગારે ડરશે નહિ, તે જરૂર તમે તમારી નેમમાં ફતેહ પામશે. ૧૪ માર્ગનુસારપણાના ૩૫ ગુણ-જેવા કે ન્યાયપાર્જિત દ્રવ્ય, સજજનસેવા, ઈન્દ્રિય અને રાગદ્વેષાદિ કષાયનિગ્રહ પ્રમુખ-તમે જાણો છો ? નહિ તે ધર્મબિન્દુ પ્રમુખ ગ્રન્થોથી ગુરુગમ મેળવીને તે સારી રીતે જાણે-શીખે અને તે પ્રમાણે જ વર્તવા આજથી જ નિશ્ચય કરે. ૧૫ આ પવિત્ર ધર્મરત્વ પામવા માટે યોગ્યતા મેળવવા સારુ જરૂર જોઈતા ઉત્તમ એકવીશ ગુણે જેવા કે ગંભીરતા, દયા, લજજા, ભવભીસ્તા, સુદાક્ષિણ્યતા, નિષ્પક્ષપાતતા, ગુણરાગીપણું, દીર્ધદષ્ટિ પણું, વૃદ્ધસેવા, વિનય, કૃતજ્ઞતા, પરોપકારબુદ્ધિ તેમજ કાર્યદક્ષતા વિગેરે તમે જાણે છે ? નહિ તે ધર્મરત્ન પ્રકરણ પ્રમુખ ગ્રંથકી ગુરુગમ મેળવી તમે તે સારી રીતે જાણો અને તમારા ભાવી કલ્યાણને માટે જેમ બને તેમ તેને જલદી આદર. એથી તમે અવશ્ય શ્રેષ્ઠ ધર્મના અધિકારી થઈ શકશે અને અનુક્રમે શુદ્ધ દેવગુરુનું આલંબન ગ્રહી, તેમની આજ્ઞા માન્ય કરી તમારું કલ્યાણ કરી શકશે. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૨૮, પૃ. ૨૩૭ ] Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી કર્પરવિજયજી લેખસંગ્રહ ભાગ ૧ લાના વિષયની અકારાદિ અનુક્રમણિકા. નિતિક લેખ સંગ્રહ ૨૫૬ ૨૫૯ ૨૬૧ ૨૨૬ ૩૪ ૨૨૪ ૧૮૮ ૧૯૪ ૧૭૪ ૧ આત્મઉત્કર્ષ–ઉન્નતિના સાધને. ૨ આત્મઉન્નતિનો સરલ માર્ગ. ૩ આત્મસાક્ષાતકાર-સ્વાર્થ ત્યાગની જરૂર. ૪ આપણા દુઃખ શી રીતે ટળે ? ૫ આપણી ઉન્નતિ કેમ થાય ? ૬ આપણું કર્તવ્ય. ૭ ઈર્ષાને તજવા-સ્પર્ધાને આદરવાની જરૂર. ૮ ઉન્માર્ગે તજી-સન્માર્ગે જવાની જરૂર. ૯ એક સુજ્ઞના નૈતિક ઉદ્દગારે. ૧૦ કામાન્ધતા તજવા હિતોપદેશ. ૧૧ કલેશ-કુસંપ તજવાની જરૂર. ૧૨ ખરું જ્ઞાન અને શિક્ષણ ૧૩ ટકા અને વિશ્વવ્યાપી પ્રેમ. ૧૪ નમ્રતા-સભ્યતા શીખો ! ૧૫ નરપતિ પ્રમુખને હિતબોધ. ૧૬ પરસ્ત્રી-વેશ્યાગમનથી થતા અવગુણે, ૧૭ પવિત્રતા એટલે શું ? ૧૮ પારકી નિંદા ન કરવા વિષે. ૧૯ પ્રકીર્ણ-છૂટક વિચારો ૧૫૯ ૩૫ ૨૫૭ ૨૫૩ ૬૫ ૬૧ ૧૬૪ ૨૫૪ ३७ ૩૧૨ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૦ બહેને શિખામણના બે ખેલ. ૨૧ બાળકેળવણી પરત્વે ફરજ. ૨૨ મેધ વચને. ૨૩ બ્રહ્મચર્ય અથવા સુશીલતા. ૨૪ બ્રહ્મચર્યની જરૂર. ૨૫ બ્રહ્મચર્યની નવ વાડાને ટ્રેક સાર. ૨૬ મદાંધતાથી નુકશાન. ૨૭ મહાપુરુષના ઉત્તમ લક્ષણ. ૨૮ લેખન–ભાષણમાં હેતકર શૈલીના ઉપયેગ. ૨૯ વિનયગુણની મહત્ત્વતા. ૩૦ વિનયના અનેક પ્રકાર. ૩૧ વિશ્વવદ્ય થવાને લાયક કેમ થવાય? ૩૨ વૃક્ષાદિ ચાર જાતિના મનુષ્યેા. ૩૩ શાન્ત વચનામૃત. ૩૪ શિક્ષા વિષે કિંમતી સૂચનાઓ. ૩૫ સજ્જનતા આદરવા પ્રયત્ન. ૩૬ સજ્જનેને પ્રકૃતિ વિકાર થતા નથી. ૩૭ સત્પુરુષના શુભ લક્ષણ. ૩૮ સદ્ગુણ પ્રાપ્ત કરવાની જરૂર. ૩૯ સાધ વાક્યામૃત. ૪૦ સહાનુભૂતિની જરૂર. ૪૧ સાચા મિત્રના લક્ષણ. ૪૨ સાચેા મિત્ર કાણુ ? ૪૩ સાધુજને કેવા વચન મેલે. ૪૪ સાકતા કરવાના ઉપાય. ૪૫ સાર શિક્ષાવચને. પૃષ્ઠ ૨૧૦ ૨૨૯ ૮૬, ૩૧૬ ૧૬૭ ૨૧૮ ૨૯૩ ૨૨૧ ૩૦૨ ૨૦૨ ૧૮૫ ૧૪૨ ૩ ૧૭૧ ૮૩ ૧૭૩ ४ ૩૮ ૭૫ ૩૯ ३४ ૧૭૮ ૭૫ ७२ ૧૨૧ ૧૯૭ ૨૦૭ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સુભાષિત સારવચને. ૪૭ સુસંપ સ્થાપવા એ એલ. ૪૮ મુક્ત-વચનસાર. ૪૯ સ્વાનિષ્ઠ થવાની જરૂર. ૫૦ હિતવચને. ધર્માંપદેશાત્મક લેખ સંગ્રહ. ૧ અત્યારના સમયે શું કરવુ જોઇએ ? ૨ અહિંસા સબંધી ઉપદેશ. ૩ આપણે દયાળુ છીએ તેની સાખીતિ શી ? ૪ ઉપદેશરત્નકાશ. ભાષાંતર ૫ એકવીશ ગુણાનું વિવરણ. ( શ્રાવકના ) ૬ ગતિ તેવી મતિ અને મતિ તેવી ગતિ. ૭ ચેતી શકાય તે ચેત ! ૮ જન્મ મરણના દુઃખમાંથી છૂટવા શું કરવું ? ૯ જીવદયાપ્રેમીને એ ખેલ. ૧૦ જીવદયાના સબંધમાં ખુલાસા. ૧૧ જેવી કરણી તેવી પાર ઉતરણી. ૧૨ તત્ત્વ-ઉપદેશ. ૧૩ તત્ત્વજિજ્ઞાસુને એ ખેલ. ૧૪ ધર્મપ્રાપ્તિ કેમ થઇ શકે ? ૧૫ ધર્માર્થી ભાઇબહેનેાને હિતમે ધ. ૧૬ ધાર્મિક સૂક્ત-પદ્યો. ૧૭ બાહ્યાડ ંબર તજવાથી શાસનરક્ષા થશે. ૧૮ ભાવના ચારના ઉપદેશ. ( મૈત્રી વિગેરે ) ૧૯ મેાક્ષાર્થી જતેએ શુ કરવુ જોઈએ. ૨૦ મેાક્ષાર્થી જનેાને એ ખેલ. પૃષ્ઠ ૨૩ ६७ ૧૪૮ ૨૮૯ ૨૮૭ ૧પર ૧૦૬ ૨૭ ૧૨૩ ૨૧૪ ૨૫૧ ૬૦ ૧૬૧ ૩૦૫ ૧૬૯ ૧૯૩ ૯૩ ૮૯ ૧૨૯ ૨૪ ૨૭૯ ૧૪૦ ૨૯૧ ૧૩૮ ૧૩૬ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૪૧ ૨૧ મપાય. ૧૪૪ ૨૨ યાત્રિકોને અગત્યની સૂચનાઓ. ૨૮૦ ૨૩ વિવેકાચરણ ૧૦૩ ૨૪ વીતરાગ દેવની આજ્ઞાનો પ્રભાવ. ૧૫૭ ૨૫ વ્રત પચ્ચખાણમાં કરવો જોઈત પ્રયત્ન. ૧૩૪ ૨૬ શાસનહિત માટે કંઈક કથન. ૧૫૦ ૨૭ શાસ્ત્રબોધ. ૨૮ શાસ્ત્રશિક્ષા સંગ્રહ ૭૭ ૨૯ શાસ્ત્ર પ્રદેશ યાને હિતશિક્ષા. ૩૦ સબોધવચન. ૧૧૩ ૩૧ સદાચારથી અનાચાર ટળે છે. ૨૬૯ ૩૨ સદુપદેશ. ૩૩ સમકિતવંતના લક્ષણ. ૧૫૫ ૩૪ સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે ૩૫ સાધક જનો માટે એકાન્તવાસ હિતકર છે. ૩૦૦ ૩૬ ક્ષમાપના-ખામણાં. સામાજિક લેખ સંગ્રહ. ૧ ઉપયોગી આભરણ ક્યા ? ૪૫ ૨ કછ-કાઠિયાવાડ-ગુજરાતીઓને ખાનપાન સંબંધી સૂચના. ૨૪૫ ૩ ,, ,, ગુજરાતીઓમાં બરાઈથી થતાં ગેરફાયદા. ૨૪૮ ૪ , ,, ગુજરાતીઓમાંથી દુષ્ટ જડતા દૂર કરવાની જરૂર. ર૭૬ ૫ ખરી જરૂરીઆતેના ઉપાય. ૨૩૨ ૬ ખાનપાનના ભ્રષ્ટાચારમાં વિવેકની જરૂર. ૯૧ ૭ ઘરગથુ કામકાજ માટે સ્ત્રીઓને હિતશિક્ષા. ૧૯૧ ૮ બ્રહ્મચર્યાદિ ચાર આશ્રમને વિવેક. ૯ રડવા ફૂટવાને દુષ્ટ રિવાજ દૂર કરવાની જરૂર : ૨૩ ૫ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩ 1 ૧૩ ૧૯૮ १०७ જેનોપયેગી લેખ સંગ્રહ. ૧ જેન કેમના હિતની નમ્ર સૂચનાઓ. ૨ જેન કોમને ઉપયોગી સૂચનાઓ. ૩ શ્રાવક યોગ્ય કરણીનું સવિસ્તર ખ્યાન. ૪ સ્વધર્મી બંધુબહેનોને સહાય શી રીતે કરવી ? પ્રશ્નોત્તર સંગ્રહ. ૧ જેને માર્ગદર્શક પ્રશ્નોત્તર. ૨ બોધદાયક પ્રશ્નોત્તર. ૩ સુબોધ પ્રશ્નોતર. સંવાદ સંગ્રહ. ૧ આધુનિક સ્થિતિ વિષે સંવાદ. ૨ તત્વવિચારણ વિષે સંવાદ. ૩ તાત્ત્વિક સંવાદ. ૪ દયા વિષે સંવાદ. પ ધર્મ વિષે સંવાદ. ૬ પ્રશ્નોત્તરરૂપે-ગેય સંવાદ. ૭ બેધદાયક સંવાદ. ૮ શાસ્ત્ર સંવાદ. ૯ શિક્ષણ વિષે સંવાદ. ૧૦ હિતદાયક સંવાદ. ૧૩૦ ૨૭૧ ૫૮ ૨૬૩, ૨૬૬ ૫૪, ૨૪૨ ૧૪૬ ૫૧ == Page #357 --------------------------------------------------------------------------  Page #358 -------------------------------------------------------------------------- _