________________
લેખ સંગ્રહ
[ ૩૩ ] ૧૩ નાની મોટી બીજી ઘણું સમાજોમાં કેળવણીને ખૂબ પ્રચાર કરવા જેટલું લક્ષ્ય અપાય છે તેટલું લક્ષ્ય આપણે આપતા રહીએ તે શી બાકી રહે? કેળવણી અહીં વિશાળ અર્થમાં સમજવા એગ્ય છે.
૧૪ ખરી કેળવણુ વગરનું આપણું જીવન સુકાન વગરના વહાણ જેવું નકામું થાય છે, એમ સમજી હવે તે દિશા તરફ ખાસ વળવું જોઈએ.
૧૫ આપણે પ્રજા આ હરીફાઈના વખતમાં ઉન્નતિ કરનારી કેળવણી વગર બીજી પ્રજા સાથે કઈ રીતે ને કયાંસુધી ટકી શકે તે વિચારવા જેવું છે.
૧૬ બીજા લખલૂટ ખર્ચો વાહ વાહ મેળવવાની ખાતર કરાતાં હોય તે અળસાવી તેનો પ્રવાહ આપણી પ્રજાને ખાસ જરૂરની સઘળી કેળવણું આપવાના સાધનો પૂરા પાડવામાં–જેડવામાં આવે તો શી ખામી રહે?
૧૭ નિ:સ્વાર્થ પણે આવાં જરૂરી કામમાં ભેગ આપનાર ની કીર્તિ પણ કેટલી વધે ? પરંતુ નકામી હોંસાતુંસી તજી પરમાર્થ બુદ્ધિ જાગ્રત થાય તો જ તે બને.
૧૮ આપણી પ્રજામાં કઈ જાતનું દુર્વ્યસન ન રહે તેવી તાલીમ આપવી જ હોય તો પ્રથમ માતાપિતાદિક વડીલેએ જ બધાં દુર્બસને તજવાં જોઈએ.
૧૯ આપણી સંખ્યા દિનપ્રતિદિન કેમ ઘટતી જાય છે તેનાં