________________
[ ૧૨ ]
શ્રી કપૂરવિજ્યજી સત્ય અને શેધક એ બે જૈન બાળકોને સંવાદ,
સત્યશોધક ભાઈ ! આપણે અને બીજા બાળકો જે જેનશાળામાં ભણીએ છીએ તેમાં તથા દરેકે દરેક જૈનશાળાઓમાં આજકાલ જે કેવળ ગોખણીયું કામ વધુ પડતું ચાલે છે તે કમી કરીને જે તેના અર્થની સમજ સાથે ચલાવવામાં આવે અને તે સાથે વળી સારાં સારાં જરૂરી અને પૂછી તેને વાજબી ઉત્તર સમજાવવામાં આવે તો આપણી બુદ્ધિ કેવી ખીલવા માંડે વારુ?
શોધક-ભાઈ સત્ય ! હારું કહેવું યથાર્થ જણાય છે, કેમકે આપણે હરહંમેશ જૈનશાળામાં જઈએ છીએ તેમ છતાં જે કોઈ આપણને આપણા દેવ, ગુરુ અને ધર્મના સંબંધમાં જરૂરી પ્રનો પૂછે તો તેનો ઉત્તર દેતાં અચકાવું પડે છે અને ઉત્તર બરાબર દેતાં ન આવડે ત્યારે ખરેખર શરમાવું પણ પડે છે.
સત્ય-ઉત્તર દેતાં ન આવડે ત્યારે શરમાવું પડે જ ને ?
શોધક–એ ખરું, પણ આપણને ઉત્તર દેતાં અચકામણ ન આવે એ બોધ જૈનશાળામાંથી કાં ન મળે ?
સત્ય-જેનશાળાની દેખરેખ રાખનારાઓને, સ્થાપનારાઓને, માબાપોને અને માસ્તરને એવી ઊંડી કાળજી હોય તે એ ઉત્તમ બોધ મળવો મુશ્કેલ ન પડે એમ હું માનું છું.
શોધક-ઠીક ! તો પછી આપણે તેમને તેવી અરજ કરશું અને વખતેવખત સારો બાધ મેળવવા કોશીશ કરશું.
સત્ય-પણ “સારાં કામમાં સો વિદન ” તેથી ચાલે ! આપણે આજે જ આપણા ઉપરીઓને તે વિષે અરજ કરીએ.