________________
લેખ સંગ્રહ
ઠા બધા પછી
૧૩ ] આપણી ખરી અરજ તેઓ હૈયે ધરશે અને આપણે સહુને બહુ સારો લાભ મળશે.
આ પ્રમાણે નિશ્ચય કરી સત્ય અને શેધક બન્ને જણાએ મળી બહુ જ નમ્રતાપૂર્વક પોતાના ઉપરીઓને અરજ ગુજારી તેથી ઉપરીઓએ પણ તે બન્ને બાળકોની ઉત્કંઠા જોઈને તરત તે અરજ સ્વીકારી. પછી હરહમેશાં જેનશાળામાં અભ્યાસ સાથે પ્રસંગે પ્રસંગે બાળકો સારાં સારાં ઉપયોગી અને માસ્તરને પૂછવા લાગ્યા અને માસ્તર પણ તેનું સમાધાન કરવા લાગ્યા.
[ શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૩૦. પૃ. ૨૭૭.]
જૈનમાર્ગદર્શક સાદા પ્રશ્નો અને તેના ઉત્તરો. ૧ પ્રશ્ન-આપણે શા કારણથી “જૈન” કહેવાઈએ છીએ?
ઉત્તર-આપણે જિનેશ્વર દેવની સેવા કરનારા છીએ તેથી. ૨ પ્ર-જિનેશ્વર દેવ કોને કહીએ? તેમની સેવા શા માટે
કરવી ? ઉ૦-સકળ જિનેનાં જે નાયક છે, અનંત જ્ઞાન, અનંત શક્તિ
પ્રમુખ અનંત ગુણોના દરીઆ છે અને અનેક ઉત્તમ
લક્ષણોથી ભરેલા છે તેથી તે સદા ય સેવવા યોગ્ય છે. ૩ પ્ર-જિન કેને કહીએ? અથવા શાથી જિન કહેવાય?
ઉ૦-રાગ દ્વેષ અને મોહ વિગેરે તમામ દોષને સંપૂર્ણ રીતે