________________
લેખ સંગ્રહ
[ ૧૧ ]
૧૩ કલેશ, કુસંપ, વૈર, વિરાધ, ઇર્ષ્યા, અદેખાઇ, નિંદા, ચુગલી, વિગેરે વિકારાને મહા દુ:ખદાયક જાણી પારહરવા.
૧૪ કુસ`ગથી આદરી લીધેલા ખાટા રીત-રિવાજોને હાનિકર્તા જાણી દૂર કરવા-કરાવવા પૂરતુ મથન કરવું.
૧૫ કાઇ રીતે સીદાતા દુ:ખી થતા સ્વધમી જનાને સારી રીતે સહા ય આપવા સદા ય લક્ષ રાખવું.
૧૬ માતા, પિતા, સ્વામી અને ગુરુમહારાજના આપણા ઉપર થયેલા અનહદ ઉપગાર સંભારી તેને કાયમ સ્મરણમાં રાખી, તેમનું હિત કરવાની સેનેરી તક મળે ત્યારે તે ગુમાવવી નહિ. દ્રવ્યથી અને ભાવથી બની શકે તેટલી તેમની સેવા-ભક્તિ જરૂર કરવી.
૧૭ કોઇએ કસૂર કરેલી જાણી, તેનેા તિરસ્કાર કરવાને બદલે તેની ભૂલ શાન્તિથી સમજાવી સુધરાવવી એ વધારે હિતકારી છે. ૧૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ાનજ લક્ષમાં રાખી નમ્રભાવે ઉચિત પ્રવૃતિ કરનાર સુખે સ્વપરહિત સાધી શકે છે.
રાગ-દ્વેષ અને મેહાર્દિક સમસ્ત દોષને સર્વથા જીતી, જિનેશ્વરા આપણને પણ એવા જ નિર્દોષ ાનર્વિકારી થવા સતત ઉપદેશે છે, એ મુદ્દાની વાત નિજ લક્ષમાં રાખી, સહુ કાઈ ઉપદેશકા, મુનિજના અને શ્રાવકજના ઉક્ત અમૂલ્ય સૂચનાઓના અમલ કરશે તેા અલ્પ સમયમાં અને અલ્પ પ્રયાસે લાભ મેળવી શકશે. ઇતિશમ્.
[ શ્રી જૈન ધર્માં પ્રકાશ, પુ. ૩૦. પૃ. ૨૭ ]