________________
[ ૧૦ ]
શ્રી કરવિજયજી (૪) લેભ–તૃષ્ણા તજી સંતોષવૃત્તિ રાખીને બની શકે
તેટલા પ્રમાણમાં પરમાર્થના કામ નિસ્વાર્થપણે
કરવાં. (નિર્લોભતા) (૫) કુવાસના તજી, ઈચ્છાનિરોધ–તપવડે નિજ દેહ
દમન કરી, પવિત્ર જ્ઞાન ધ્યાન મેગે આત્મ-સુવર્ણ
શુદ્ધ કરવું. ( ૫) (૬) ઈન્દ્રિયોના વિષય અને કષાયને કાબુમાં રાખી પવિત્ર
પણે યથાશક્તિ વ્રત નિયમો પાળવા પ્રયત્નશીલ
થવું. (સંયમ) (૭) સત્યનું સ્વરૂપ સમજી પ્રિય, પચ્ય અને તથ્ય એવું
વચન પ્રસંગ પામીને ડહાપણથી બોલવું. (સત્ય) (૮) અંતઃકરણ સાફ રાખી, વ્યવહારશુદ્ધિ સાચવવી.
ન્યાય નીતિ અને પ્રમાણિકપણું સાચવીને ચાલવું.
(શૌચ) (૯) પરઆશા-પરાધીનતા તજી, નિઃસંગતા-નિ:સ્પૃહતા
ધારી એકાન્ત આત્મહિત કરવા ઉજમાળ થવું.
(અકિચનતા ) (૧૦) બ્રહ્મચર્ય-શિષ્ટ આચાર-વિચારને સેવી, આત્મ
રમણતા યોગે, અતીંદ્રિય એવા સહજ સ્વાભાવિક સુખનો અનુભવ કરે. એળ ભમરીના ન્યાયે પરમાત્મચિન્તવનવડે તેમની સાથે એક્તા કરવી. (બ્રહ્મચર્ય.)