________________
લેખ સંગ્રહ
[ ૯ ] ૧૧ આપણા જેની ભાઈ બહેનોમાં અત્યારે ઘણેભાગે કળાક
શલ્યની ખામીથી, પ્રમાદાચરણથી, અગમચેતીપણાના અભાવથી અને નાતવરા વિગેરે નકામા ખર્ચ થતા હોવાથી જે દુ:ખભરી હાલત થવા માંડી છે, તે જલદી દૂર થાય તેવી તાલીમ (કેળવણી) દેશકાળને અનુસારે ઉછરતી
પ્રજાને આપવા દરેક સ્થળે ગોઠવણ કરવી. ૧૨ વીતરાગ પ્રભુને પવિત્ર ઉપદેશ આખી આલમને ઉપગારી
થઈ શકે એવો હોવાથી તેનો જેમ અધિક પ્રચાર થવા પામે તેમ પ્રયત્ન કરે. જગદ્ગગુરુ જિનેશ્વર ભગવાને ફરમાવેલી દશ શિક્ષાનું રહસ્ય એ છે કે(૧) શાસનરસિક જૈનેએ સહુ કોઈ જીવોનું ભલું
કરવા-કરાવવા બનતી કાળજી રાખવી અને ઉદાર
દિલથી આત્મભોગ આપવો. (ક્ષમા) (૨) મદ, માન કે અહંકાર તજી સાદાઈ, ભલમનસાઈ
અને નમ્રતા રાખી સહુ સાથે હળીમળીને રહેવું અને ગુણીજનોને અધિક આદર કરવો, તેમના પવિત્ર સમાગમમાં આવી સધ મેળવે અને તે પ્રમાણે ચીવટ રાખીને સવર્તન સેવવું.
(નિરભિમાનતા) (૩). માયા-કપટ તજી, સરળતા આદરી, મન, વચન
અને કાયાની શુદ્ધિથી સ્વપરહિત થાય તેવાં કાર્ય કરવાં. (સરળતા)