________________
[ ૮ ]
શ્રી કપૂરવિજયજી ૫ આત્મશાન્તિને આપનારી જિનવાણીનો લાભ મેળવવા . (સાંભળવા) માટે પ્રતિદિન થોડે ઘણે વખત પ્રેમપૂર્વક
પ્રમાદરહિત પ્રયત્ન કરો. ૬ જેન તરીકે આપણું કર્તવ્ય શું શું છે? તે સારી રીતે
જાણી તે પ્રમાણે આચરવા યથાશક્તિ ઉદ્યમ કરવો. ૭ શરીર નિરોગી હોય તે જ ધર્મસાધન રૂડી રીતે થઈ શકે
માટે શરીર–આરોગ્ય સાચવવા પૂરતી સંભાળ રાખવી. વળી બાળલગ્ન, વૃદ્ધવિવાહ, પરસ્ત્રી અથવા વેશ્યાગમન, માદક આહાર, કુપ સેવન અને કુદરત વિરુદ્ધ વર્તનથી નાહક વીર્ય વિનાશ કરવાવડે શરીર કમજોર થઈ જાય છે, એમ
સમજી ઉક્ત અનાચારથી સદંતર દૂર રહેવા લક્ષ રાખવું. ૮ આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવું અને બિનજરૂરી
ખર્ચ બંધ કરી બચેલાં નાણાંનો સદુપયોગ કરવા-કરાવવા પૂરતું લક્ષ રાખવું. ૯ શુભ-ધર્માદા ખાતે ખર્ચવા કાઢેલી રકમ વગરવિલંબે વિવેકથી બચી દેવી, કારણ કે સદાકાળ સહુના સરખા શુભ પરિણામ ટકી રહેતા નથી. વળી લમી પણ આજ છે અને કાલે નથી, માટે કાલે કરવું હોય તે આજે જ
કરવું–કરાવવું ઉચિત છે. ૧૦ જ્ઞાનદાન સમાન કોઈ ઉત્તમ દાન નથી એમ સમજી એ
કાર્યમાં યથાશક્તિ સહાય કરવી અને તત્ત્વજ્ઞાનને ફેલા થાય તેવો પ્રબંધ કર, કેમકે શાસનની ઉન્નતિને ખરો આધાર તત્વજ્ઞાન ઉપર અવલંબી રહેલે છે.