________________
[ ર૨૨ ]
શ્રી કપૂરવિજયજી સુજ્ઞજન જાતિમદ કરે ? કર્મવશપણાથી એકેનિદ્રય, બેઈન્દ્રિય પ્રમુખ જુદી જુદી જાતિઓમાં જીવને જન્મ લેવો પડે છે; તે પછી વિચારવું ઘટે છે કે આમાં કેની કઈ જાતિ કાયમ રહેનારી છે? કરણ પ્રમાણે જાતિનું નિર્માણ થાય છે, તે પછી તેને મદ કરે કેમ ઘટે ? ન જ ઘટે.
૨ વિશાળ-ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા કઈક જનોને રૂપ, બળ, જ્ઞાન, બુદ્ધિ અને શીલ સંપદાથી તદ્દન શૂન્ય રહેલા જોઈને સુજ્ઞ જનોએ ખરેખર કુળમદ કરવાનું પ્રયોજન શું ? તેમજ સ્વગુણથી અલંકૃત (શોભિત) એવા શીલ સદાચારસંપન્ન સજજનને પણ કુળમદ શા માટે કરે જોઈએ ?
૩ પિતાના વીર્યથી અને માતાના રુધિરથી ઉત્પન્ન થનારા અને સદા ય હાનિ વૃદ્ધિને પામનારા તથા રોગ અને જરાના ભયવાળા જીવને પ્રાપ્ત રૂપને મદ કરવાનો અવકાશ જ ક્યાં છે? વળી સદા ય ઘસારો પામતા, ત્વચા અને માંસથી ઢંકાયેલા, અશુચિથી ભરેલા અને નક્કી વિનાશ પામનારા રૂપમાં મદ કરવો ન જ ઘટે.
૪ બલિષ્ઠ માણસ કઈ આધિ, વ્યાધિથી ક્ષણવારમાં નિર્બળ બની જાય છે અને બળહીન હોય તે સંસ્કારગે ફરી બળિ૪ બને છે, માટે બળ કાયમ રહેવાનું નથી અને મૃત્યુ પાસે કશું જેર ચાલવાનું નથી, એમ સ્વબુદ્ધિથી સારી રીતે સમજી લઈ, સમજુ માણસોએ છતા બળને પણ મદ કરે ઘટતું નથી.
૫ લાભાંતરાયને ઉદય અને ક્ષપશમના કારણે થતા લાભાલાભને અનિત્ય માની, અલાભ વખતે વિકળતા અને લાભ