________________
લેખ સંગ્રહ
[ ૨૨૩ ]
મળતાં સુજ્ઞ જતાએ વિસ્મય કરવા ન ઘટે. વળી મુનિવરેને ગમે તેટલે વિશાળ ( લબ્ધિ પ્રમુખના ) લાભ થયેા હોય તે પણ તેઓ તેના મઢ ન જ કરે.
૬ પૂર્વ મહાપુરુષોનું સમુદ્ર જેવું અથાગ-અનતું વિજ્ઞાનખળ સાંભળી જાણીને આધુનિક પુરુષા શું જોઇને સ્વબુદ્ધિને મદ કરે? સમુદ્રની પાસે ગાગરડી શું ગર્વ કરી શકે ?
૭ ભિખારીની જેમ ઉપગાર નિમિત્તે અન્ય જનાની ખુશામત કરીને જે પ્રસાદ મેળવવામાં આવે તેના વડે મદ કરવા કેમ ઘટે? કેમ કે તેવા પ્રસાદાત્મક લાભના અભાવ થતાં ભારે શાક થાય છે, અથવા તનેા મઢ કરવાથી કૂરગડુ મુનિની પેઠે ભવાન્તરમાં તપના અંતરાય થાય છે.
૮ અતિ વિસ્મયકારી માષતુષ મુનિનુ વૃતાન્ત તથા સ્થૂળભદ્ર મુનિને થયેલી વિક્રિયા સાંભળીને, જ્ઞાની ગીતાર્થીની ખતભરી સેવાવડે મેળવી શકાય એવું સર્વ મહુર અને ચરણકરણસાધક શ્રુતજ્ઞાન પામી તેનાવડે મઢ કેમ કરવા ઘટે ?
ઉપર જણાવેલા મદસ્થાનકો સેવવામાં કેવળ સ્વહૃદયના ઉન્માદ અને સંસારવૃદ્ધિ વગર બીજો કેાઇ વાસ્તવિક લાભ થતા નથી જ. જાતિ પ્રમુખના મદથી મત્ત થયેલ પ્રાણી આ ભવમાં જ ભૂતાવિષ્ટની પેઠે દુ:ખી થાય છે અને પરભવમાં જાતિ પ્રમુખ સંબંધી હીનતા બેશક પામે છે. જે જે વસ્તુના ગ કરવામાં આવે છે તે તે વસ્તુ મેળવવામાં માટી મુશ્કેલી નડે છે, સહેજે તે વસ્તુ મળી શકતી નથી અને મળે છે તે તે બહુ જ નિકૃષ્ટ અધમ કેપિટની જ મળી શકે છે, એમ સમજી