________________
લેખ સંગ્રહ
| [ ૨૨૧ ] “ કાયાનું સુકૃત્ય જાય, ગાંઠનું ગ9 જાય;
નારીનો સ્નેહ જાય, રૂપ જાય રંગથી. ઉત્તમ સહુ કમ જાય, કુળના સહુ ધર્મ જાય; ગુસજનની પ્રીતિ જાય, કામના પ્રસંગથી. ગુણાનુરાગ દૂર જાય, ધર્મ પ્રીતિ નાશ થાય; રાજાની પ્રતીત જાય, આત્મબુદ્ધિ ભંગથી. જપ જાય ત૫ જાય, સંતાનોની આશ જાય; શિવપુરનો વાસ જાય, વેશ્યાના પ્રસંગથી.” કુલટા સ્ત્રીનો સંગ-પ્રસંગ જેમ સુજ્ઞ સુશીલ જજોએ તજવાને છે તેમ લંપટ દુશીલ જન સંગ-પ્રસંગ પણ સુશીલ બહેનોએ સાવચેતીથી અવશ્ય તજવાનો છે. સુશીલતાથી જ સર્વ વેગક્ષેમ સંપજે છે અને કુશીલતાથી તેનો ક્ષય થાય છે, એમ સમજી સુશીલતા આદરવા ઊજમાળ બને.
ઈતિશ.... [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૬૮. ]
મદાંધતાથી થતું પારાવાર નુકશાન સમજી તેનો
કરવો જોઈતો ત્યાગ. જાતિ,૧ રૂપ, કુળ, બળ, લાભ, બુદ્ધિ, તપ અને -શ્રુતસંપદાના મદથી અંધ બનેલા પામર જને આલેક અને પલેક સંબંધી સ્વહિતથી ચૂકી ભ્રષ્ટ થઈ જાય છે, તે બાપડા ખરી વાતને સમજતા નથી.
૧ આ સંસારમાં પરિભ્રમણ કરતાં લાખો કરોડોગમે જાતિએમાં રહેલી હીનતા, મધ્યમતા અને ઉત્તમતાને જાણી લેણ