________________
[ ૨૨૦ ]
શ્રી કપૂરવિજયજી
જના દુરાચારને તજી શકતા નથી. રાવણ જેવા રાજવીના પણ કુશીલતાથી કેવા માઠા હાલ થયા ? સુખના અધીજનાએ સતી સીતા અને રામચન્દ્ર જેવા સુશીલ થવુ જોઇએ.
શીલ-સદાચાર સમાન ખીજું કેાઇ શ્રેષ્ઠ ભૂષણ નથી. શીલના પ્રભાવથી જંગલ માઁગળરૂપ થાય છે, અગ્નિ જળરૂપ થાય છે, સર્પ ફૂલની માળારૂપ થાય છે, વિષ અમૃતરૂપ થાય છે અને શત્રુ મિત્રરૂપ થાય છે. દેવેા પણ સુશીલ મનુષ્યનું દાસત્વ કરે છે, શીલના પ્રભાવથી મંત્ર સિદ્ધ થાય છે, ચાતરફ્ યશકીર્ત્તિ વિસ્તરે છે, તથા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પ્રાપ્ત થાય છે. અબ્રહ્મસેવન( વિષયાંધતા )થી નિબિડ કર્મ બંધ થાય છે. સકળ સુકૃત્ય( પુન્ય )નેા ક્ષય થાય છે અને સર્વ પ્રકારનુ વિપરીત થવા પામે છે. તેવી દુષ્ટ કુશીલતાથી દૂર જ રહેવું જોઇએ. સંત-મહ તા તા આત્માની હેાઇ ઉક્ત મહાવ્રતને ધારવા વિષયસુખને સર્વથા ત્યાગ કરે છે. વિવિધ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શોમાં મૂંઝાયા વગર સદા સમભાવે રહે છે. સુશીલ ગૃહસ્થ સજ્જના સ્વદારા ( સ્વપત્ની ) સ ંતાષી જ હાય છે. એટલે પરસ્ત્રી પ્રમુખને તેઓ માતા, પુત્રી કે સહૈાદરા સમાન લેખે છે. ફક્ત એછી સમજના-કમઅક્કલવાળા મુગ્ધજના જ ઉચિત મર્યાદાના લેાપ કરીને સ્વચ્છ ંદપણે વિહરતા કામાંધ બની એવાં અનાચરણ કરે છે કે જેથી અહીં ઇતના કાંકરા કરી ચિન્તાગ્રસ્ત થઈને બહુ દુ:ખી થાય છે, અને પરભવમાં દુષ્કૃત્ય ચેાગે દુર્ગતિમાં પડી ભારે વિડ ંબણા પામે છે. યત:——