________________
લેખ સંગ્રહ
[ ૨૧૯ ] એવી ઉચ્ચ કોટીને પામેલાં છે કે તેમના આલંબનથી કઈક ભવ્યાત્માઓ સુખી સદ્ગુણી બની અન્ય અનેક જીવને ઉન્ન. તિના માર્ગમાં સહાયરૂપ થયા છે એક જ બ્રહ્મચર્યવ્રત અન્ય અનેક સદ્દગુણોને મેળવી આપે છે, તેથી ખરા સુખના અથી દરેક ભાઈબહેને તેને અત્યંત આદર કરે ઉચિત છે.
સ્વાભાવિક સુખને મેળવવા ઈચ્છનારાઓએ તુચ્છ વિષયસુખવાળી પશુવૃત્તિ (વિષયલેલુપતા) નિવારીને, સંતોષવૃત્તિને દઢતાથી સ્વીકાર કરી, મન, વચન, કાયા તથા ઈન્દ્રિયોને યથાર્થ નિગ્રહ કરી, આત્મામાં છુપું રહેલું અનંત અતુલ સ્વાભાવિક બળ-વીર્ય પ્રગટ કરવા ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. એ રીતે પ્રગટ થતા બળ-પરાક્રમવડે અનેક અચિન્ય, ઉત્તમ, ઉપયોગી કાર્યો અનાયાસે સિદ્ધ કરી શકાશે. બ્રહ્મચર્ય એ જ સર્વ સુખની ચાવી-કુંચી છે.
પરસ્ત્રીગમન તથા વેશ્યાગમનાદિકથી થતી અનેક પ્રકારની ખુવારી જાણું–બૂઝીને ડહાપણથી તે તે દુષ્ટ બદીઓને તરત ત્યાગ કરે ઘટે છે, ઈન્દ્રિયનિગ્રહ સમું કોઈ સુખ નથી અને ઈન્દ્રિયપરવશતા સમું કેઈ દુઃખ નથી. એક એક ઇન્દ્રિયની પરવશતાથી પતંગ, ભંગ-ભમર, મીન-માછલી, હરણ અને હાથી પ્રમુખ મરણાન્ત દુ:ખ પામે છે, તો પાંચે ઈન્દ્રિયોને પરવશ પડેલા જીવોના કેવા હાલ થાય ? જે પરાશાના પાશમાં પડેલા છે તે જગતમાત્રના એશીયાળા થઈ રહે છે, પણ જે પરાશાથી મુક્ત થઈ નિ:સ્પૃહ બને છે તેનું દાસત્વ આખી દુનિયા કરે છે. સુખ સહુને ગમે છે, પણ સુશીલતાવડે તે પ્રાપ્ત થઈ શકે છે. દુઃખથી સહુ ડરે છે, પરંતુ કુશીલ-દુઃશીલ