________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી બ્રહ્મચર્ય અથવા સુશીલતાને સેવવાની ભારે જરૂર.
શુદ્ધ-પવિત્ર-નિપાપ થવું કને ગમતું નહિ હોય ? સહુ કેઈને તે ગમે જ, વિશુદ્ધ વિચાર, વાણું અને આચારના સંસેવનથી જ નિપાપ થઈ શકાય છે. નિર્દોષ ક્ષમા, મૃદુતા, સરલતા, સંયમ, તપ અને સંતોષાદિક ધર્મ જનિત આત્માના સ્વાભાવિક સુખમાં રમણતારૂપ શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્યની સિદ્ધિ માટે ઉત્તમ ભાઈબહેનેએ નિજ બળ–વીર્યનું જેમ બને તેમ ચીવટથી સંરક્ષણ કરતા રહેવાની ભારે જરૂર છે. ચપળ મન અને ઈદ્રિયને વશ થઈ નહિ જતાં, તેના પ્રલોભનેમાં ફસાઈ નહિ જતાં, સ્વપરનાં હિત-શ્રેયાર્થે તેમને અંકુશમાં રાખનારાં બ્રહ્મચર્યને સાધી શકે છે.
શુદ્ધ બ્રહ્મચર્યનો મહિમા ન વર્ણવી શકાય એ અગમઅપાર છે. બ્રહ્મચર્યના સંસેવનવડે સ્વ જીવનતત્ત્વ–Vitality ટકી રહે છે, નિર્મળ જ્ઞાન અને શ્રદ્ધાની વૃદ્ધિ થાય છે, સ્વચારિત્ર્યની રક્ષા, શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે, જગતમાં પુષ્કળ યશવાદ થાય છે, ઈન્દ્રિાદિક દે પણ પ્રેમભર પ્રણમે છે, અને અંતે અક્ષય અનંત સુખ-સમૃદ્ધિને પામે છે. આવું પ્રભાવશાળી બ્રહ્મચર્ય સુખના અથી સહુ કેઈએ અવશ્ય પાળવું જોઈએ. તેના વડે દીર્ઘ આયુષ્ય, સુંદર આકૃતિ, મજબૂત અને સહનશીલ શરીર, પ્રબળ પુન્ય પ્રકૃતિ અને ઉત્તમ ઓજસ પ્રમુખ ઉદ્દભવે છે. વળી એના પ્રભાવથી પેદા થનારી પ્રજા પણ સર્વ વાતે સુખી સદ્દગુણું અને પ્રભાવશાળી બની, આ લકનું તેમજ પરલોકનું હિત હેજે સાધી શકે છે. શુદ્ધ શીલનું યથાર્થ પાલન કરવાથી પૂર્વે અનેક સાત્વિક સ્ત્રી-પુરુષે