________________
લેખ સંગ્રહ
[ ૨૧૭ ] ભક્તિ કરવા સાથે તેમનાં હિતવચનોને અનુસરીને ચાલવાથી આપણામાં સહેજે અનેક ઉત્તમ ગુણ આવે છે.
૧૮ વિનય–સદગુણી જને પ્રત્યે નમ્રતા, બહુમાન દાનવવાથી સહેજે આપણામાં ઘર ઘાલી રહેલી અક્કડતા (માનવૃત્તિ) ઓછી થઈ જાય છે. વળી વિનય એક અજબ વશીકરણ હોઈ મોટા જ્ઞાની પુરુષને પણ વશ કરી શકે છે અને આપણામાં યોગ્યતા–લાયકાતની ખાત્રી થતાં આપણને એગ્ય હિતમાર્ગ બતાવવા લલચાવે છે. વિનયવડે ખરી વિદ્યા, વિવેક અને શ્રદ્ધાયેગે આપણે સુશીલ, દયાળુ, સત્યવાદી, પ્રમાણિક અને સંતોષશાળી બની અનુક્રમે મોક્ષના અધિકારી થઈએ છીએ.
૧૯ કતજ્ઞતા–કેઈએ આપણું હિત કર્યું હોય તો તે કદાપિ ભૂલી નહિ જતાં તેને સદા યાદ રાખી, તેના કયારે બદલે વાળી શકાય એવું રટન બની રહેવાથી, સ્વધર્મથી ચૂકયા વગર સ્વપરહિત સહેજે સાધી શકાય છે.
૨૦ પરોપકાર–સ્વાર્થ ત્યાગ કરવાથી અને આપણું દિલ ઉદાર બનાવવાથી આપણે સહેજે સ્વપરહિત વધારે વધારે સાધી શકીએ છીએ.
૨૧ કાર્યદક્ષતા–કાર્ય કરવાની કુશળતા અભ્યાસવડે આવે છે, તેથી જડતા દૂર થતાં ચંચળતા વધે છે અને ધર્મરોગ્યતા પામી સુખી થવાય છે. આપણા સહુમાં આવા ઉત્તમ ગુણે પેદા કરી ધર્મગ્યતા પામવા સબુદ્ધિ જાગો ! ઈતિશમ
[ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૭. ]