________________
[ ૨૧૬ ]
શ્રી કરવિજયજી ૧૨ ગુણરાગ–દષદષ્ટિ અથવા બેટો પક્ષપાત તજવાથી, કોઈ પણ સદ્દગુણીનો સંગ થતાં તેમાંથી સહેજે ગુણ ગ્રહણ કરી શકાય છે.
૧૩ સતકથન-વિકથા અથવા નકામો બકવાદ કરવાની ટેવ તજવાથી સજજનોનાં કથન-હિતવચનો કે ચરિત્રો સહેજે ગમે છે અને તે તરફના બહુમાનથી અનેક જનું હિત સહેજે સધાય છે
૧૪ સુ પક્ષ–સત્કથન કરવાની કાયમી ટેવથી, આખું કુટુંબ સત્યપ્રિય અને સત્યાગ્રહી બને છે અને તેવું એક પણ કબ બીજાં અનેક કુટુંબને તેવાં જ સત્યપ્રિય અને સત્યાગ્રહી બનાવી, ભારે ઉપકારક નીવડે છે, એ રીતે સકળ જ્ઞાતિ, દેશ કે સમાજ સહેજે ન્નતિ સાધી શકે છે.
૧૫ દીર્ઘદૃષ્ટિ–માધ્યસ્થતાથી ગુણદેષને ઠીક સમજી શકનાર ભવિષ્યમાં થનાર લાભ-હાનિનો પૂરતો ખ્યાલ બાંધી, અશકય અને અહિત કામથી બચી શકય અને હિતકાર્યમાં સહેજે પ્રવૃત્તિ કરી શકે છે. સદ્વિવેકથી જીવ ભારે સુખી અને અવિવેકથી ભારે દુઃખી થાય છે.
૧૬ વિશેષજ્ઞતા-મૂઢ જનેની સોબત તજી, જ્ઞાનીજનો સાથે ગોષ્ઠી કરવાથી ગુણદોષ, હિતાહિત, કાર્યાકાર્ય, ભક્યાભઢ્ય, અને ઉચિત અનુચિત સંબંધી વિવેક સહેજે પામી શકાય છે, તેથી જ ખરો માર્ગ યથાર્થ સમજીને સુખે આદરી શકાય છે.
૧૭ વૃદ્ધ સેવા-કાચી બુદ્ધિના ઉછુંખલ જનોની સંગતિ નહિ કરતાં, પરિપકવ બુદ્ધિના અનુભવી સુશીલ જનની સેવા