________________
લેખ સંગ્રહ
[ ૨૧૫ ] કરનાર સહુ કોઈને અળખામણા થઈ પડે છે. તેનું હિતવચન પણ કોઈને ગમતું નથી, તેથી તે પોપકાર પણ કરી શક્તો નથી.
૫ પ્રસન્નતા–કરતા અથવા મનની કિલષ્ટતા તજવાથી એ ગુણ સહેજે પ્રગટે છે અને સ્વપર અનેકને સુખદાયક બને છે.
૬ પાપને ડર–જેનું અંતઃકરણ કમળ હોય તેવા ભદ્રિક જીવ પાપથી દૂર રહે છે. વડીલનું પણ મન દુભાય એવું કરતાં સંકોચાય છે.
૭ અશઠતા–છળ-પટ-દગાબાજીવાળ વાંકો માર્ગ તજવાથી સહેજે સરલતા આવે છે. તેવા મનુષ્યની જ રહેણીકરણ શુદ્ધ હોઈ શકે છે.
૮ દાક્ષિણ્યતા–ઉચિત-વ્યાજબી પ્રાર્થનાનો ભંગ નહિ કરવાની ટેવથી સમયોચિત વતી, સામાનું દિલ પ્રસન્ન કરી, તેને કાયમને માટે પિતાને બનાવી, સન્માર્ગે દોરી શકાય છે.
૯ લજજાળતા–દેવ, ગુરુ, ધર્મ યા વડીલની આમન્યા સાચવનાર અનેક અકાર્યોથી સહેજે બચી શકે છે અને સત્કાર્ય કરી શકે છે.
૧૦ દયાળુતા–સ્વાર્થ ત્યાગ કરવાથી, સહનશીલતા યા ક્ષમાવાળા સ્વભાવથી મનુષ્ય અનેક અપરાધી જીવોને પણ અભય આપી શકે છે, તો પછી નિરપરાધી જીના પ્રાણ લેવાની વાત તો તેને ગમે જ કેમ ?
૧૧ મધ્યસ્થતા-નકામે રાગદ્વેષ યા પક્ષપાત તજવાથી, ખરી હિતકારી વાતની પરીક્ષા કરી, સહેજે તેને જ આદર કરી શકાય છે.