________________
[ ૩૦૮ ]
શ્રી કરવિજયજી રાખવા જોઈએ નહિ. કેટલાંક એવાં સ્થળમાં તે બાપડાં અનાથ જાનવર સેંધાઈ ગંધાઈને મરે છે. અથવા તેમાંના કોઈ સબળા જાનવરોથી નબળા જાનવરને કચડઘાણ નીકળી જાય છે. અથવા તે રીબાઈ રીબાઈને તેને નાશ થાય છે, તેમ ન જ થવું જોઈએ. એમ કરતાં તે ઉક્ત જાનવરોને છુટાછવાયાં રાખવાં અથવા ફરવા દેવાં ઠીક જણાય છે. હાલમાં આપણી પાંજરાપોળમાં અનાથ જાનવરોને ઘણે ત્રાસ મળે છે, એ જઈને સહદય જનેને કમકમાટી છૂટે છે. આ બધી દેખરેખ રાખનારાઓની બેદરકારી બતાવે છે. તેઓ વેઠ જેવું કામ કરનારા અણઘડ નોકરે ઉપર એ કામ કરવાનું છોડી દે છે, અને પિતે તેની કશી સંભાળ લેતા નથી. તે દુઃખી જાનવરોની કેવી અને કેટલી માવજત થઈ શકે છે એને ખરે ખ્યાલ તે નજરે જોનારને જ વધારે આવે છે.
આ ઉપરાંત અને આ કરતાં અત્યંત ઉપયોગી બાબત એ છે કે ગમે તેવા માંગલિક પ્રસંગો ઉપર પિતાના જે માનવ બાંધવે અને વિશેષે કરીને સાધર્મિક બંધુઓની સ્થિતિ કડી થયેલી જણાતી હોય તેમને યથાયોગ્ય મદદ આપીને સહાયરૂપ થવું જોઈએ. ગમે તેવા જાનવર કરતાં એક માનવબંધુ અને તેથી પણ એક સ્વધમી બંધુની જિંદગી વધારે કિંમતી છે. તેનું યથાયોગ્ય સહાય વડે રક્ષણ કરવું એ આપણું પવિત્ર ફરજ છે. એની અત્યારે બહુધા ઉપેક્ષા કરાતી જોવામાં આવે છે તે બહુ ખેદકારક બીના છે. અત્યાર સુધીમાં આપણે દ્રવ્યદયા–અનુકંપા આશ્રયી કહ્યું છે. એથી આગળ વધતાં કહેવું જોઈએ કે ભાગ્યશાળી જનેએ માંગલિક પ્રસંગો ઉપર