________________
લેખ સંગ્રહ.
[ ૧૪૫] ધર્મ, શિવસુખપ્રાપ્તિનો-શાશ્વત એવા મોક્ષસુખમાં ભળવાનો સરલ ઉપાય છે.
" सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः"
તત્વાર્થ શ્રદ્ધાન, તત્ત્વજ્ઞાન અને તત્ત્વ આચરણ (તત્વરમણતા) એ ત્રણેની સમુદિત સહાયથી શિવસુખ પ્રાપ્ત થઈ શકે છે. એક એક જુદાં-અસહાયી છતાં તે મોક્ષસુખ આપી શકતાં નથી, પરંતુ સાથે મળેલાં એ ત્રણેવડે શાશ્વત સુખ મળે છે. સમ્યગદર્શન-સમ્યક્ત્વવડે આત્માના ગુણોની દઢ પ્રતીતિ થાય છે, એથી સ્વોન્નતિને પાયે નખાય છે. સમ્યજ્ઞાનવડે દર્શનાદિક આત્મગુણોનું યથાર્થ ભાન થવા ઉપરાન્ત તેમાં નિશ્ચળતા થવા પામે છે, અને સદાચરણ-સદ્વર્તન રૂપ ચારિત્રવડે અનેક દોષ-વિકારને વિનાશ થવા ઉપરાન્ત આત્મવિભૂતિ-સુખસંપદા પ્રગટ થાય છે. અપ્રમાદ-પુરુષાર્થ વડે ઉક્ત સકળ ગુણોની રક્ષા અને પુષ્ટિ થવા પામે છે અને છેવટે તેમાં રહેલી અપૂર્ણતા ટળી સંપૂર્ણતા પ્રગટે છે. એ રીતે આત્મવિભૂતિ–આત્મશકિત ખીલવવા ઉક્ત ત્રણે ગુણોનું સેવન કરવા એકબીજાની અપેક્ષા રહેલી છે. એકલું જ્ઞાન તથાપ્રકારની કરણી વગરનું ભૂલું છે, ત્યારે એકલી કિયા તથા પ્રકારના (યથાર્થ ) જ્ઞાન વગરની આંધળી જડ જેવી છે, તેથી જ મેક્ષાથજને ઉક્ત ઉભયનું સાથે જ આરાધના કરવા ઈચ્છે છે.
જ્ઞાનસ્થ વિરતિઃ ” એ શાસ્ત્રવચનથી તેનો કાર્યકારણ સંબંધ પ્રતીત થાય છે. જે જ્ઞાન યથાર્થ જ હોય અને તે આત્મામાં રસ
૧૦