________________
[ ૧૪૬ ]
શ્રી કપૂરવિજયજી
અમૃત રૂપે પરિણમેલ હાય તેા તેથી વૈરાગ્ય-સંયમ-ચારિત્રરૂપ મૂળ કાળે કરી પ્રભવે છે જ, એમ સમજી સુજ્ઞજનાએ ઉભયમાંના એકેના અનાદર કરવા ઘટતા નથી; કેમકે એ ચક્રવડે જ રથ ચાલે છે.
ઇતિશમ્
[ રે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૩૩ ]
=
પ્રશ્નાત્તર રૂપે-ગેય સંવાદ
( લાવણી—સુ સજ્જન સંધ્યા સમયે સેલને સારુ-એ રાગ. )
રમણ—સુણ માંધવ મારા પ્રશ્ન એક છે મારે; છે સર્વ ધર્મ પણ કચે ધર્મ મહુ સારે?
સુબુદ્ધિવાહ ! મિત્ર તને છે ધન્ય પ્રશ્ન એ પ્યારા; પૂછ્યાના વખત પણ ધન્ય ધન્ય અવતારા. મેં સાંભળ્યું સદગુરુ મુખે ધર્મ વ્યાખ્યાને; અતિ ન્યાયનીતિ ભરપૂર કહ્યો ભગવાને સ્યાદ્વાદામૃત અનેકાન્ત નયે સુખકારી; તે જૈનધર્મ છે. શ્રેષ્ઠ જાઉં મલિંહારી. જ્યાં દયા સત્ય ઉપયાગ વસ્તુ સ્વસ્વભાવે; છે વિનયમૂળ જેથી શિવસંપત્તિ પાવે.
રમણ—કહીએ સુદેવ કાને કઇ મુદ્રાએ ? સુબુદ્ધિ—જિનવર દેવાધિદેવ શાન્તમુદ્રાએ.
રમણ—ગુણ કોણ ?