________________
[ ૧૪૪ ]
શ્રી કપૂરવિજયજી ૫ જેમ જેમ પૂજ્ય જનનું દિલ પ્રસન્ન થાય તેમ સ્વયં વર્તવું, અને અન્ય આજ્ઞાકારી જનને વર્તાવવા. વીતરાગ પરમાત્મા છે તેવી ઉત્તમ દશાને ધારણ કરનારા નિઃસ્પૃહી જેને જે કે માન-અપમાનમાં કે નિંદા-સ્તુતિમાં રાગદ્વેષાદિક વિકારથી લેપતા નથી–સમભાવે રહે છે, તેમ છતાં જે કઈ ભક્તજને શુદ્ધ ભક્તિભાવે તેમને વિનય સાચવે છે તેમને તે કલ્પવૃક્ષની જેમ ફળદાયી નીવડે છે, અને જે કોઈ બાળ-અજ્ઞાન છે તેમને અનાદર કરે છે, હેલના, નિંદા કે મશ્કરી કરે છે અથવા બીજી કોઈ રીતે તેની આશાતના (આજ્ઞા-આશયવિરુદ્ધ) કરે-કરાવે છે તેમને તે અનેક રીતે ઉભય લેકમાં દુ:ખદાયી થાય છે, એમ જાણે તેમનું આરાધન જ યથાશક્તિ કરવું.
ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૩૨ ]
મેલેપાય. વાસ્તવિક સુખપ્રાપ્તિને રાજમાર્ગ. " जत्थ य विसयविरागो, कसायचाओ गुणेसु अणुरागो। किरियासु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ॥"
જેમાં પાંચે ઈન્દ્રિય સંબંધી (શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ) વિષયસુખથકી વૈરાગ્ય-વિરક્તતા જાગે, ક્રોધાદિક ચારેકષાને ત્યાગ કરવામાં આવે, સગુણ પ્રત્યે પ્રેમ પ્રગટે અને ક્રિયાકાંડ કરવામાં પ્રમાદ રહિતપણે પ્રવર્તવામાં આવે તે