________________
લેખ સંગ્રહ
[ ૨૪૩ ] સુશીલા–હા બહેન, પ્રથમ બાળવયમાં જ બચ્ચાઓને ડાં બીજ-સંસ્કાર પાડ્યા હોય તો તે આગળ જતાં અનુકૂળ સગો મળતાં સફળ થઈ શકે છે, પરંતુ પ્રથમ તેવા બીજસંસકાર પાડનારા માતપિતાએ જ ખરી કેળવણીથી બનશીબ રહેલા હોય છે; તેથી પિતાની ભારે જોખમભરી ફરજનું તેમને ભાગ્યે જ ભાન હોય છે. તેઓ જડ યંત્રવત સંતતિને પેદા કરે છે, પરંતુ તેને સારી કેળવણી આપીને જાતિવંત રત્ન જેવી બનાવતાં તેમને આવડતું નથી, તેથી સ્વસંતતિને સુખી ને સદ્ગણું બનાવવાની પવિત્ર ફરજ તેઓ બજાવી શકતા નથી. લગ્નાદિક પ્રસંગે તેઓ છુટથી નાણાં ઉડાવે છે, પરંતુ કેળવણી પાછળ નાણાં ખર્ચતાં સંકોચાય છે, તેથી જ તેનાં મીઠાં-મધુર ફળ તે મેળવી શકતા નથી. જે સાચી કેળવણું પ્રત્યે તેમને ખરે પ્રેમ જ હોય તે અવશ્ય તેઓ સ્વસંતતિને કેવળ સ્વાર્થોધ બની તેથી બનશીબ ન જ રાખે.
સુમતિ–આજકાલ માતાપિતાદિક વડીલે જેટલું લક્ષ્ય પુત્રોને કેળવવામાં આપે છે તેટલું લક્ષ્ય કન્યાઓને કેળવવામાં શા માટે આપતા નથી ? તેમાં તેમને કંઈ અંગત સ્વાર્થ હોવો જોઈએ.
સુશીલા-કન્યા મોટી થઈ સાસરે જઈ રહેવાની છે, એટલે એ પારકી મૂડી છે અને છોકરે હશિયાર થઈને કમાણી કરતો રહી આખા કુટુંબનું પાલન કરશે, એવી ભૂલભરેલી કલિપત માન્યતાને લીધે એક બીજાની કેળવણીમાં ભારે તફાવત જોવામાં આવે છે અને તે કા–સાંકડા મનનું જ પરિણામ છે. ઉદારદિલ થયા વગર ઉદાર વિચાર અને ઉદાર વર્તન હોઈ ન શકે.