________________
[ ૨૪૨ ]
શ્રી કરવિજયજી તારી ભાવના પણ સુંદર છે. એમ છતાં જ્યાં સુધી ભવિષ્યમાં માતા થનારી એવી કન્યાઓને એમને લાયક સારી કેળવણી આપવા ઉત્તમ પ્રબંધ કરી આપવા માટે સંકેચ રહે છે ત્યાં સુધી એવી સુંદર કળા પામનારી શાણી માતાઓની સંખ્યા થેડી જ રહેવાની; તેમાં સુધારો થતાં જ સંખ્યાબંધ શાણી માતા પિતાનાં પુત્રરત્નોને સારી રીતે કેળવી, નિઃસંશય ભારતભૂમિનો અભ્યદય કરવાની જ.
ઈતિશમ સાર–શાણી બે બહેનોને આ બોધદાયક સંવાદ વાંચીને કે સાંભળીને અન્ય સુગુણ બહેનોએ બધા વહેમ અને કુટેવો દૂર કરી, ઉત્તમ સગુણે આદરી, બીજી બહેનોને સારા દાખલારૂપ બની સુધારવા પ્રયત્ન કરવો, જેથી આપણી ભવિષ્યની પ્રજા અધિક સુખી થઈ શકે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૯૫. ]
બે બહેન-સુમતિ અને સુશીલાને ધર્મસંવાદ,
( ૨ ) સુમતિ-બહેન સુશીલા! મયણાસુંદરી જેવી વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણી આપણી બધી બહેને બચપણથી જ મેળવી, તેમાં પ્રતિદિન વધારો કરતાં રહી, વિવેકપૂર્વક
સ્વકર્તવ્યપરાયણ બની, સ્વપરહિતમાં અભિવૃદ્ધિ કરવા તે ભાગ્યશાળી થાય એ સુંદર સમય ફરી પ્રાપ્ત થાય તે કેવું સારું? સમયાનુકૂળ સુંદર અને સુખદાયક કેળવણું મેળવી લેવા તેમનામાં એ ભારે ઉત્સાહ પ્રગટે અને તેનાં મીઠાં– મધુરાં ફળ પોતે પામી તેને લાભ પિતાની વહાલી પ્રજાને પણ આપે તે માટે કોઈ સારો ઉપાય બતાવશો ?