________________
લેખ સંગ્રહ
[ ૨૪૧ ] પ્રયાસ કરવા પોતે કશી કચાશ-ખામી રાખતી નથી. તેનું મુખકમળ જેઈઈ પ્રેમાળ માતા તેના સુકમળ ગાલે ચુંબન કરતી અને રમાડતી બાળકને વિનેદ ઉપજાવે છે. જ્યાં સુધી એ પુત્રરત્ન સ્તનપાનયોગે જ પોષણ મેળવતો રહે છે ત્યાં સુધી શાણે માતા રાજસી અને તામસી જેવા વિકારી ખાનપાનથી પરહેજી રાખે છે, અને અમૃત સમાન સ્તનપાનથી તેને જરૂરી પિોષણ મળતું રહે એવા અવિકારી સાત્તિવક ખોરાકનું જ નિયમિત સેવન કરે છે. જેમ અમૃત સમાન સ્તનપાનથી પિતાના પ્રાણ જેવા બાળકને શાણી માતા શારીરિક પોષણ આપે છે, તેમ શુદ્ધ સાત્વિક ભાવનામય વિચાર, વાણી અને આચારપાલનવડે તેને આધ્યાત્મિક પોષણ પણ આપ્યા કરે છે. શાણી માતા તેને લગારે ઓછું આવવા દેતી નથી, તેથી બાળક સદા હસતું, રમતું, પ્રસન્નચિત્ત રહી, માતાને ભારે આનંદ ઉપજાવ્યા કરે છે. એ રીતે વર્તતાં ચન્દ્રની કળા તથા ચંપક લતાની પેઠે બાળક દિનપ્રતિદિન વૃદ્ધિ પામતું આસપાસના સહુને હર્ષ–સંતોષ ઉપજાવે છે. ખરેખર શાણી માતા જ આવું સુંદર પરિણામ લાવી શકે છે.
સુમતિ-આજકાલ એવી શાણી માતાના હાથે પુત્રરત્ન ઉછરતાં ભાગ્યે જ દેખાય છે. પુત્રરત્નને કેળવવાની કળા કઈ વિરલ માતાને જ પ્રાપ્ત થયેલી હોય છે. એવી ઉત્તમ કળા અનેક માતાઓ આદરી પોતાના વ્હાલા બાળકોને કેળવે તે કેવું સુંદર પરિણામ આવે વારુ?
સુશીલા–બહેન સુમતિ! તારું કહેવું સત્ય છે, તથા ૧૬