________________
[૨૪]
શ્રી કપૂરવિજયજી સુશીલા-ત્રિશલા માતાની જેવું તેનું હૃદય હેતાળ, પ્રેમાળ અને કેળવાયેલ હોય, જેથી તે ગર્ભાધાનથી માંડી દરેક રીતિએ તેની (ગર્ભની) રક્ષા ને પુષ્ટિ માટે કાળજી રાખતી શિષ્ટાચારને અનુસરી ચાલે. ખાન, પાન, આસન, શયન કે બોલવા ચાલવાના તે વખતના નિયમોને બરાબર લક્ષ્યથી સાચવે. સમયને અનુકૂળ, ગર્ભને હિતકારી વસ્તુનું જ સેવન કરે, તેમાં ગફલત ન કરે. ગર્ભના પ્રભાવથી માતાને જે મને રથ થાય તે નમ્રતાથી નિજાપતિને નિવેદન કરે અને તે પૂરા થતાં ચિત્તની પ્રસન્નતા ધારણ કરે. આવી સુગુણ ને ચકર માતાને શાણું કહેવી ઘટે.
સુમતિ–શાણી માતાની અધિક સાર્થકતા શી રીતે થઈ શકે છે?
સુશીલા–બાળકના જન્મ પહેલાં અને ગર્ભાધાન પહેલાં પણ શાણી માતા તેમ જ પિતા સુંદર સાત્વિક વિચાર, વાણી અને આચરણવડે એક સુંદર સાત્વિક મનમય આદર્શ બાળકનું દશ્ય ખડું કરે છે અને ગર્ભાધાન થયા પછી પણ પુન: પુન: તેવા જ સુંદર સાત્વિક વિચાર, વાણી અને આચરણનું પરિશીલન કરતા રહી, તે વડે સ્વઈષ્ટ ગર્ભગત બાળકની રક્ષા અને પુષ્ટિ કરી અનુક્રમે ઇચ્છિત ગુણવાળા બાળકને જન્મ આપે છે.
સુમતિ-અને પછી શાણુ માતા શું કામ કરે છે?
સુશીલા–એ બાળરત્નની રક્ષા અને પુષ્ટિ કરવા પૂર્ણ કાળજીથી દરેક પ્રયત્ન સેવતી પોતે આનંદિત રહે છે. તેનો શારીરિક તેમ જ આંતરિક વિકાસ સધાય તે ડહાપણભર્યો