________________
લેખ સંગ્રહ
[ ૨૩૯ ] નહિ તો તેમાં ઘટાડો તો થાય જ, એવી સુધારણા અવશ્ય કરવી જોઈએ. તેમની બાકીની જિંદગી તેમને પોતાને તેમજ સમાજને ઉપયોગી થાય તેવી રૂડી ડહાપણભરી કેળવણી આપવા–અપાવવા જલદી પ્રબંધ કરવો જોઈએ. દ્રવ્યભાવથી શાન્તિ ઉપજે એવી બુદ્ધિ સહુને કુરો !!! ઈતિશ....
[ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૬૫. ]
બે બહેનો સુમતિ અને સુશીલાનો બેધદાયક સંવાદ,
( ૧ ). ભારતવાસી જનેને અભ્યદય ઈચ્છનારી શાણી બહેનોને માર્ગદર્શક
સુમતિ–પ્લેન સુશીલા ! વિદ્વાન અનુભવી જને કહે છે કે “શાણું માતા સે શિક્ષકની ગરજ સારે ” એ શા આધારે કહેતા હશે?
સુશીલા–બહેન! શાણી--સમયને ઓળખનારી-સમજુ વિચક્ષણ માતા બચપણથી પિતાના વહાલાં બચ્ચાઓમાં સારા બીજ–સંસ્કાર પાડી, અમાપ ઉપકાર કરી, તેમને સુખી અને સગુણી બનાવવા પૂરતી કાળજી સાથે દિનરાત્રિ ભારે પરિશ્રમ ઉઠાવ્યા કરે છે, લગારે ખેદ-કંટાળે લાવ્યા વગર પૂર્ણ પ્રેમથી શાણી માતા સ્વકર્તવ્ય-કર્મ કર્યા કરે છે, તેવું અને તેટલું ઉપગી કામ ગમે તેટલા અન્ય શિક્ષક કયાંથી કરી શકે ? ખરી ઉપયોગી બીજ કેળવણી શાણી માતા જ આપી શકે છે, તેવી ભાવના અને તેવો ઉમળકો બીજાને આવે જ ક્યાંથી?
સુમતિ-અમુક માતાને શાણું શા આધારે કહી શકાય?