________________
[ ૨૩૮ ]
શ્રી કપૂરવિજયજી વશ બની નકામી કકળ કરી મૂકી બેદ-શેક કરવો ઉચિત લેખાય ? વહાલાની સુકૃત્યોગે સદ્ગતિ જ થઈ હોય કે દુષ્કૃત્યને દુર્ગતિ જ થઈ હોય તો પણ તેની પાછળ નકામી
કકળ કરવાથી કોઈને કશે લાભ તે થતો જ નથી. પણ સ્વપરને નુકશાન તે પારાવાર થાય છે જ. વળી એ દુષ્ટઅનિષ્ટ રિવાજ વંશપરંપરાગત ચાલતી રહી, દઢ-રૂઢ બની દ્રવ્ય ભાવથી અનેક પ્રકારની હાનિ જ ઉપજાવે છે, તેથી શાણા ભાઈબહેનએ એ દુષ્ટ રિવાજને સમજ વાપરી મૂળથી જ ઊખેડી નાંખવે જોઈએ.
રડવાના દુષ્ટ રિવાજનું પિષણ કરવાથી ધર્મ—નીતિને તો લેપ થાય જ છે, પણ પ્રગટપણે સ્વશરીરમાં પણ એથી કેટલી બધી વ્યથા–પીડા ઉપજે છે ? તેને કંઈક ખ્યાલ છાતીઓ કૂટવાને જે દુષ્ટ રિવાજ બરાઓમાં પ્રચલિત છે તે ઉપરથી સહેજે આવી શકશે. | મુસલમાન વિગેરે કામોમાં આ દુષ્ટ રિવાજ મુદ્દલ નથી અને બીજી અનેક હલકી ગણાતી જ્ઞાતિઓમાં એ રિવાજ બહુ જ ઓછો છે તેમ ઓછો થતો જાય છે, આમ છતાં જૈન જેવી ઊંચી કામમાં એ દુષ્ટ રિવાજ કેટલો બધો પ્રબળ છે? એ સત્ય હકીકત લક્ષ્યમાં લઈ જેને કોમના દરેક હિતસ્વી ભાઈબહેનોએ એ દુષ્ટ રિવાજને દૂર કરી દેવા કટિબદ્ધ થવું જોઈએ. તેના ભણી સંપૂર્ણ તિરસ્કાર બતાવવા બીજા પણ પ્રેરાય એવી દલીલભરી સમજ સહુને આપતા રહેવી જોઈએ.
સહુ કરતાં બાળવિધવાઓની સ્થિતિ વધારે કફોડી થતી જાય છે તે જરૂરી સુધારવી જોઈએ. તેમનાં દુઃખનો અંત આવે