________________
[ ૨૪૪ ]
શ્રી કપૂરવિજયજી
વળી ઉદારદિલ હાવું એ ઉમદા કેળવણીની જ નિશાની છે. કેવળ સ્વાભરી કેળવણીથી ઉદારદિલ થવાતુ નથી. એ તે કલ્પિત સ્વાર્થીને ત્યાગ કરી નિ:સ્વાર્થવૃત્તિ પ્રગટાવે એવી સરસ સાત્ત્વિક કેળવણીના પરિણામે જ ઉદારદિલવાળા થવાય છે.
સુમતિ—ત્યારે તે નિ:સ્વાર્થવૃત્તિ વગર સ્વપુત્રને પણ ખરી ઉત્તમ કેળવણી આપી શકાય નહિ જ, એમ સામિત થાય છે ને ?
સુશીલા--મહેન ! એ તારી વાત તદ્ન સાચી છે. આજકાલ સ્વપુત્રાદિકને જે કંઇ કેળવણી અપાય છે તે બહુધા સ્વસ્વાથ પૂરતી અપાતી હાવાથી તેમાંથી અલૈકિક ફળની આશા રાખી ન જ શકાય. જે કેળવણીવડે આપણાં વિચાર, વાણી અને આચાર સુધરે-શુદ્ધ સાત્ત્વિક અને, જેના વડે આપણે ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા-નમ્રતા, સરલતા અને સતાષાદિક સદ્ગુણ રત્નાને પામી તેને યથાસ્થાને ઉપયોગ કરી, સ્વપરહિતની રક્ષાની પુષ્ટિ કરી શકીએ, જેના વડે અહિંસાદિક ભાવ અમુતનું ચથેચ્છ પાન કરી, હિંસાદિક વિષમ ભાવને સર્વથા તજી દઈએ અને અતિ ચપળ મન-ઇન્દ્રિયા રૂપ ઉદ્ધૃત ઘેાડાઓને દમી સ્વવશ કરી લઇએ, એ જ ખરી તાત્ત્વિક ઉમદા કેળવણી આપણુ સર્વને ભારે જરૂરની છે. એ પવિત્ર કેળવણીવડે જ બીજી બધી કળા-કુશળતા સાર્થક છે. તે વગર ખીજી બધી કળાએ અફળ છે. આવુ શાસ્ત્ર-રહસ્ય સમજનારા શાણા માતિાદિ વડીલેા તુચ્છ