________________
લેખ સંગ્રહ
[ ૧૯ ] ઉ– શ્રી જિનેશ્વરદેવની પૂજા-સેવાથી, શુદ્ધ માર્ગદર્શક
ગુરુની સેવાભક્તિથી, જીવદયાથી, શુભપાત્રને દાન દેવાથી, સદગુરુ પ્રત્યે પ્રેમ ધારવાથી, અને આગમવચનોને સારી રીતે શ્રવણ મનન કરી સન્માર્ગ ગ્રહણ
કરવાથી શ્રાવકજીવન સફળ થાય છે. ૧ર પ્ર–વિશેષત: શ્રાવકનો કર્તવ્ય ધર્મ કેવા પ્રકારનો છે?
ઉ૦ –-હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહને
સર્વથા ત્યાગ થઈ ન શકે ત્યાંસુધી તેને અમુક પ્રમાણમાં ઊંચું લક્ષ રાખી અવશ્ય ત્યાગ કરવા રૂપ પાંચ અણુવ્રત ધારવાં, તેમજ તેને ગુણકારી થાય
એવાં ત્રણ ગુણવંત દિવિરમણ-દિશા પ્રમાણ, ભેગોપગ પ્રમાણ અને અનર્થદંડ વિરમણ ઉપરાંત ચાર શિક્ષાવ્રત-સામાયિક, દેશાવગાશિક, પિષધ અને અતિથિસંવિભાગ પણ અવશ્ય આદરવા યોગ્ય છે. આ શ્રાવગ્ય દ્વાદશત્રત ( બાર વ્રત ) અને તેને જ લગતી શ્રાવગ્ય વિશેષ કરણ–૧૧ પડિમાઓ ( પ્રતિજ્ઞા વિશેષ) માટે પણ ધર્મબિન્દુ, શ્રાવકજ્ઞપ્તિ વિગેરેમાં સારું વર્ણન કરાયેલું છે, તેમજ શ્રાવકકપતરુમાં પણ એ સંબંધી કંઈક વિસ્તારથી વર્ણન કરાયેલું જોઈ
શકાશે. જિજ્ઞાસુ માટે તે બહુ ઉપયોગી છે. ૧૩ પ્ર–શ્રાવગ્ય કર્તવ્યનું સંક્ષેપથી ક્યાં વર્ણન કરા
ચેલું છે?