________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી ૭ સ્વત: પરોપકાર કરવા પ્રેમ પ્રગટે અને પરોપકાર સાધે. ૮ જે કાર્ય આદરે તે કાર્ય કુશળતાથી પાર પાડે
એવી કાર્યદક્ષતા હેય. ૯ શરીરની આરોગ્યતા અને ઇન્દ્રિયપટુતાદિક સંબંધી
સારી રીતે સંભાળ રાખે, એમ સમજીને કે તે બધાં ધર્મસાધનના અંગરૂપ છે. એ અને બીજા કેટલાક ગુણો ઉપર વર્ણવ્યા છે, તે સાથે હૃદયની કોમળતા
પ્રમુખ સગુણવડે જીવ શ્રાવકધર્મને લાયક બને છે. ૯ પ્ર–આ બધા ગુણો બહુ જ ઉપયોગી હોવાથી બારીકીથી
સમજીને અવશ્ય આદરવા ગ્ય છે. તેનું વિશેષ
વર્ણન કયાં મળી શકે ? ઉ૦–અસરકારક રીતે દાખલા દલીલે સાથે તે ધર્મ
રત્નપ્રકરણ, ધર્મબિન્દુ વિગેરે ગ્રંથના ભાષાંતરોમાં તેનું વિશેષ વર્ણન જોઈ શકાશે. બાકી સામાન્ય રીતે તો જૈનહિતોપદેશ ભાગ-૧-૨-૩, અને
શ્રાવક કલ્પતરુ વિગેરેમાં પણ તેનું વર્ણન જોઈ શકાશે. ૧૦ પ્ર–શ્રાવક શબ્દનો અક્ષરાર્થ શું થઈ શકે ? ઉ૦–શ=શ્રદ્ધાવંત, વ=વિવેકવંત, અને ક=કિયાવત એ
અર્થ થાય. ૧૧ પ્ર–સામાન્યત: શી શી કરણીથી શ્રાવકજીવન સાર્થક
લેખાય?