________________
લેખ સંગ્રહ
[ ૧૭ ] કૃતજ્ઞ થવું, ઇંદ્રિયજિતુ થવું અને કામકોધાદિ ષટરિપુના વિજેતા થવું, ઈત્યાદિ સમસ્ત ગુણો સેવવા
આદરવા યોગ્ય છે. ૭ પ્ર–માર્ગાનુસારીપણાના ગુણ વગરના શ્રાવક ન કહેવાય ? ઉ –તેવા ગુણ વગરનો નામમાત્ર શ્રાવક ભલે કહે, પણ
પરમાર્થ રૂપે શ્રાવક તો એ અને અક્ષુદ્રતા-ગંભીરતા
દિક ઉત્તમ ગુણવડે જ કહેવાય. ૮ પ્ર–વળી અક્ષુદ્રાદિક કયા કયા ગુણ આદરવા જોઈએ ? ઉ૦–૧ પરાયા છિદ્ર-ષ જેવાની ટેવ પડી હોય તે
ટાળીને ગુણગ્રાહક દષ્ટિ ધારવીઆદરવી, ગંભી.
રતા રાખતા રહેવું. ૨ માયા-કપટ કે શઠતા તજી સરલસ્વભાવી થવું. ૩ સુદાક્ષિથતાવંત થવું-પ્રેરણાગે પરહિત કરવા
તૈયાર થવું. ૪ નિષ્પક્ષપાતીપણે જ્યાં સત્ય હોય ત્યાં જ પ્રીતિ ધરવી. પ પ્રાણાતે પણ અસત્ય-ધર્મવિરુદ્ધ ભાષણ ન જ
કરવું, તેમજ પારકી કુથલી નહિ કરતાં કંઈ પણ હિતકારી ધર્મચર્ચા કરવી. ૬ કુટુંબ પણ ધર્મરુચિવાળું હોય, જેથી ધર્મમાં
સહાયભૂત થાય.