________________
[ ૨૦ ]
શ્રી અરવિજયજી ઉ૦–“દલિri ” એ સઝાયમાં જે કર્તવ્યનું
દિગદર્શન કરાવેલું છે તેનો કંઈક ભાવાર્થ “જૈન હિતબોધ'માં સમજાવવામાં આવેલો છે. તેને
વિસ્તારાર્થ તેની ટીકા ઉપરથી સમજી શકાય તેમ છે. ૧૪ પ્ર–સુસાધુ જનોને કર્તવ્ય ધર્મ કેવા પ્રકારનો કહેલો છે. ઉ–તેમને તો પૂર્વોક્ત હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન
અને પરિગ્રહને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાનો સર્વથા ત્યાગ અને શુદ્ધ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતાને સર્વથા સ્વીકાર કરવા રૂપ પાંચ મહાવ્રતોને ધારવાં, પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો, ક્રોધાદિક ચારે કષાયોને જય કરવો અને મન, વચન તથા કાયાના દંડથી વિરમવું. એ રીતે ૧૭ પ્રકારનો સંયમ ધર્મ આદરીને સાવધાનપણે પાળવારૂપ કર્તવ્ય ધર્મ છે. અને એ ઉપરાંત ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, સરલતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય રૂપ દશ પ્રકારનો પણ યતિધર્મ સારી રીતે સમજીને સુસાધુ જનોએ સેવવા ગ્ય છે. તેમને યોગ્ય દ્વાદશ “
ભિખુ પડિમા” પણ આરાધના યોગ્ય કર્તવ્ય ધર્મ છે. ૧૫ પ્ર–આ જિનેશ્વરદેશિત ધર્મરૂપ મહાવૃક્ષનું મૂળ શું છે !
ઉ–વિનય (ગુણ-ગુણું પ્રત્યે નમ્રતા) એ જ એનું મૂળ છે. ૧૬ પ્ર–વિનયના સામાન્ય ભેદ-પ્રકાર સમજાવશે?