________________
લેખ સંગ્રહ.
[ ર૨૯ ] જેવા-જાણવામાં આવે છે, તે બહુધા દૂર થવા પામે; એટલું જ નહિં પણ તેઓ સધ પામી, શ્રદ્ધાળુ બની, પિતાનું વર્તન સુધારી સમાજને પણ આશીર્વાદરૂપ થવા પામે. ઈતિશમ,
[ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૩૨.]
બાળકેળવણું પરત્વે આપણું ફરજ. “દયાળુ માતપિતાદિક વડીલે ધારે તો તે બાળકોના એક ઉમદા શિક્ષકની ગરજ સારી શકે.”
કેળવણી એ એક અજબ ચીજ છે. તેનાથી અનેક ફાયદા થઈ શકે છે. ઘઉંની કણકને જુદી જુદી રીતે કેળવવાથી તેમાંથી તરેહ તરેહની રસવતી–રસોઈ બને છે, અને તે ભારે મીઠાશ આપે છે. ફળ-ફૂલના ઝાડને પણ સારી રીતે મેળવીને ઉગાડવાથી તે જાતજાતના જથ્થાબંધ મીઠા-મધુર-સ્વાદિષ્ટ અને ખુશબોદાર ફળફૂલ આપી આનંદ-સંતોષ ઉપજાવે છે.
જ્યારે જડ વસ્તુઓ પણ તથા પ્રકારની કેળવણીવાળા સંસ્કાર પામી આનંદદાયક બને છે તો પછી ચિતન્યવાળો આત્મા યેગ્ય કેળવણી પામીને સંસ્કારિત બને તે તે સ્વપને કેટલે બધે આનંદદાયક થાય ? શરીર, મન, બુદ્ધિ અને હૃદયને વિકાસ કરવા માટે કેળવણીની ઓછી જરૂર નથી, બલકે ઘણી જ જરૂર છે. ઉક્ત દરેક પ્રકારની કેળવણી જરૂરી છે, ઉપેક્ષા કરવા યોગ્ય નથી. વળી તે ગુણમાં એક એકથી ચઢીયાતા પણ છે, છતાં અફસની વાત તો એ છે કે-બહુધા તેની ઉપેક્ષા જ કરવામાં આવે છે.