________________
[ ૨૩૦],
શ્રી કરવિજ્યજી - જુઓ ! આપણા દેશમાં જન્મેલ બાળકો બધા ઉછરતા નથી અને ઉછરેલાં બધાં તંદુરસ્ત રહેતા નથી. જન્મેલાં બાળકે માંથી એક વર્ષની અંદર એક તૃતીયાંશ, અને પાંચ વર્ષની અંદર એક તૃતીયાંશ ભાગ તો મરી જાય છે. બાકીના એક તૃતીયાંશ ભાગમાંથી પણ થોડા ઘણા જ બચી શારીરિક સુખસંપત્તિ પામી શકતા હશે. આ સ્થિતિ ખરેખર ખેદજનક જ છે. ગર્ભને પિષવા અને બાળકોને ઉછેરવા તરફ માબાપની અત્યંત બેદરકારીનું આ અનિષ્ટ પરિણામ જણાય છે. બચ્ચાઓને કુશળતાથી ઉછેરવામાં આવે તો તે શરીર પુષ્ટ, કદાવર અને નિરોગી થવા પામે છે. તેને બદલે બેદરકારીથી તેમને ભય, ત્રાસ અને ખેદ ઉપજાવ્યા કરવાથી તે બપડાં દુબળાં, સત્વહીન અને રોગીલાં તથા દુખીયારાં બને છે, બાળ-કમળ વયમાં બચ્ચાંઓને બચપણથી જ યોગ્ય રીતે કેવવાની માબાપની જે પવિત્ર ફરજ છે તે અત્યારે બહુધા વિસારી દેવાય છે, એનું જ આ અતિ દુઃખકારક માઠું પરિ. ણામ લેખવવા ગ્ય છે.
પ્રથમ તે બાળક આઠેક વર્ષનું થાય ત્યાં સુધી નિર્દોષ રમતગમતમાં દિવસ નિગમી તેને વિદ્યા તરફ રુચિ કરાવવાની જરૂર રહે છે. ગમત સાથે જ્ઞાન મળે અને તે નબળી સબતથી બચે તેવી કાળજી પ્રથમથી જ રાખવી જોઈએ. ધીમે ધીમે તેનામાં સારા સગુણે ખીલી નીકળે એવા બીજા સંસ્કાર તેમના ઉપર પડવા દેવા જોઈએ. તે તરફ જેટલી કાળજી વધારે રહે તેટલું હિત અધિક થઈ શકે, પરંતુ અદ્યાપિ માબાપનું તેમજ શિક્ષકોનું આ આવશ્યક વાત તરફ દુર્લક્ષ જેવું જ જણાય છે. જે શુભ સંસ્કાર બચપણથી બાળકે ઉપર પડે છે