________________
[૨૮]
શ્રી કપૂરવિજયજી સમયજ્ઞતા અને ભાવભીરુતાની જેટલી ખામી તેટલી ઉપદેશમાં વિષમતા આવવાને પૂરો સંભવ રહે છે અને દાતાઓમાં ખરા ખોટા પાત્રને પારખવારૂપ વિવેકની જેટલી ખામી તેટલી દાનફળમાં પણ વિષમતા આવવાનો સંભવ રહે છે. નિદાન એટલી વાત તો ચોક્કસ છે કે–ઉપદેશકની જવાબદારી ઘણી મોટી છે, તેથી તેમણે ઘણી જ સાવધાનતા રાખવાની જરૂર છે. તેમનામાં તુચ્છ સ્વાર્થની તે ગંધ પણ ન જોઈએ.શાસ્ત્રરહસ્યને સર્વોત્તમ બોધ હોવા ઉપરાંત તેમને પાપને પૂરો ડર હોવો જોઈએ. એવા ઉપદેશકે જ પોતાનું વર્તન બહુ સારું રાખી, બીજા ભવ્યજનોને પિતાનું વર્તન સુધારવા સચોટ ઉપદેશ આપી શકે. તથા પ્રકારની લાયકાત વગર નથી થતું સ્વહિત અને નથી થતું પરહિત. સ્વહિત કરવા ઉપરાંત પરહિત કરવા ઈચ્છનારે પોતે સધ, સત્શ્રદ્ધા અને સદાચારનું એટલું બધું સરસ પરિશીલન કરતા રહેવું જોઈએ કે તેના દર્શન અને સમાગમ માત્રથી અનેક ભવ્યજનો ઉન્માર્ગ તજી સન્માર્ગે સંચરી શકે એથી ઊલટું આચરણ ઉપદેશકમાં જોવા-જાણવામાં આવે તો તેની ઘણી જ માઠી અસર જનસમાજ અને શ્રેતૃવર્ગ ઉપર થવા પામે છે.
આ બુદ્ધિવાદના જમાનામાં અંધશ્રદ્ધા લાંબા વખત નથી ન શકે એમ હોઈ જે કઈ તત્વજિજ્ઞાસુ જ અટપટા પ્રશ્ન પૂછે તેમના ઉપર નાહક ચીડવાઈ નહિં જતાં શાન્તિથી તેમનું સમાધાન કરવા પ્રયત્ન કરે ઘટે, જેથી પૂછનારની શ્રદ્ધા વધારે મજબૂત થવા પામે. વિદ્વાન લેખાતા ઉપદેશક સાધુઓ જે એમ આચરવા પિતાની ફરજ સમજે તો દિનપ્રતિદિન યુવક જનામાં અમુક વર્ગ પ્રત્યે જે અણગમે તે જતો