________________
લેખ સંગ્રહ
[ પ૭ ] tite ), 3 $414 ( Anger, pride etc. ), 8 (del (Goieness) અને પ વિકથા (False gossips). બાકી પ્રકારાન્તરે પ્રમાદના મિથ્યાત્વ, અજ્ઞાન પ્રમુખ આઠ ભેદ પણ કહ્યા છે.
શાન્તિ–ઉક્ત સકળ પ્રમાદને દૂર કરી અપ્રમત્તભાવે. તપ, જપ, સંયમનું સેવન કરે તો જ સાધુ કહેવાય ?
સુમતિ–ખરા (ભાવ) સાધુ-શ્રમણ-નિગ્રંથ તો ત્યારે જ કહેવાય. બાકી તો સાધુને વેશ માત્ર ધારવાથી અને તથા પ્રકારના સદ્દગુણ નહિ ધારવાથી તે માત્ર નામસાધુ લેખાય.
શાન્તિ–સાધુને કણ કણ કેવી કેવી રીતે ઓળખે છે?
સુમતિ-બાળ અજ્ઞાની છો બાહ્ય વેશમાત્રથી સાધુ લેખે છે, મધ્યમ બુદ્ધિવંત આચરણ રૂડાં દેખે તો સાધુ લેખે છે અને પ્રાજ્ઞ-પંડિતજનો તો નિર્મળ આગમબેધ યા અધ્યાતમ લક્ષ ઉપરથી ખરા સાધુ ગણે છે.
શાન્તિ–ખરા સાધુ-નિગ્રંથ કોણ લેખવા યોગ્ય છે?
સુમતિ-જે આંતરલક્ષથી પવિત્ર રત્નત્રયીની સાધનાસેવના-આરાધના કરનારા હોય તે જ.
શાન્તિ–પવિત્ર રત્નત્રયી એટલે શું?
સુમતિ-સમ્યગ્દર્શન (યથાર્થ તત્ત્વશ્રદ્ધાન), સમ્યગજ્ઞાન (યથાર્થ તત્વ અવબોધ) અને સમ્યગચારિત્ર એટલે તત્ત્વરમણતા એ પવિત્ર રત્નત્રયી લેખાય છે. ઈતિમ
( જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૩૭ )