________________
[ પ ]
શ્રી કરવિજયજી શાન્તિ અને સુમતિ એ બે જૈન બંધુઓને
- હિતસંવાદ શાન્તિ–ભાઈ સુમતિ ! આપણે શ્રમણે પાસક કહેવાઈએ તેનું શું કારણ ?
સુમતિ–ભાઈ શાન્તિ ! શ્રમણ-સાધુ-નિગ્રંથ ગુરુમહારાજની સેવા-ઉપાસના-ભક્તિ કરવાથી અને તેમનો હિતોપદેશ સાંભળી પવિત્ર જિન આજ્ઞાને અનુસરવાથી આપણે શ્રમપાસક અથવા શ્રાવકના નામથી ઓળખાઈએ છીએ.
શાન્તિ-સાધુજનોને શ્રમણ-નિગ્રંથ કહેવાનું શું કારણ?
સુમતિ–આત્મહિત સાધવા ઉજમાળ થયેલા સાધુજનો સકળ પરિગ્રહ પર મમતા તજીને અહિંસા, સંજમ અને તપ લક્ષણ ધર્મનું આરાધન કરવા પ્રમાદ માત્ર દૂર કરી અપ્રમત્તભાવે શ્રમ-ઉદ્યમ આદરે છે તેથી તેઓ શ્રમણનિગ્રંથના નામથી ઓળખાય છે.
શાન્તિ–પ્રમાદનું લક્ષણ શું? અને તે કેટલા પ્રકાર છે?
સુમતિ-જેમ દારુનો મદ ચઢવાથી જીવ પોતાનું ભાન ભૂલી જઈ સ્વછંદપણે વર્તે છે તેમ જેનાથી સ્વકર્તવ્યનું ભાન ભૂલી જઈ નિજ કર્તવ્યભ્રષ્ટ થવાય તેવું ગમે તે પ્રકારનું સ્વછંદ આચારણ હોય તે પ્રમાદ કહેવાય છે. તેના મુખ્ય પાંચ પ્રકાર નીચે મુજબ કહ્યાં છે.
૧ મદ્ય (Intoxication), ૨ વિષય (Sensuaeappe