________________
લેખ સંગ્રહ
[ ૫૫] એટલે કે સમાનભાવ રાખવે, સહુ કેઈનું ભલું જ ચિતવવું, કેઈનું કયારે પણ બરું તો ન જ ચિંતવવું. દુ:ખી જીવોને દુઃખી થતાં જાણીને કે જેઈને તેનું તાત્કાલિક દુઃખ દૂર કરવા ઘટતો પ્રયત્ન કરવો, કરાવો અને કરનારને અનમેદન આપવું. વળી તેમનાં દુઃખોને સર્વથા અંત આવે એવા ઉચિત ઉપાય તેમને સૂઝાડી–બતાવીને ઠેકાણે પાડી દેવા. એટલે કે દુઃખી છો ઉપર કરુણુભાવ રાખે. કોઈ પણ સગુણી આત્માને ક્યાંય પણ રહેલા જાણીને કે જેઈને દિલમાં પ્રમુદિત ( રાજી-રાજી ) થવું અને તેમનામાં જે જે સદ્દગુણ જાણી જોઈ શકાય તે તે સદગુણે જાતે આદરવા માટે પણ યથોચિત ઉદ્યમ અવશ્ય કરે. આ પ્રકારે પ્રમાદ યા મુદિતભાવવડે આપણામાં ઉત્તમ પ્રકારની ગ્યતા આવે છે, અને તે વડે આપણે પોતે જ સદ્ગુણું થઈ શકીએ છીએ. છેવટે જે કોઈ ભારે નિઠાર (નિર્દય) પરિણામવાળા જીવ જેવામાં કે જાણ વામાં આવે તેઓ જ્યારે કોઈ રીતે સુધરી ન જ શકે એવી અસાધ્ય સ્થિતિમાં આવી ગયેલા હોય ત્યારે તેમની કશી છેડ નહિ કરતાં તેમને તેમના દુષ્કર્મને વશ જાણ સમભાવે તેમનાથી નિરાળા રહીને નિજ હિત કાર્ય કરવા તરફ સાવધાન બનવું. એટલે કે એવા નીચ નાદાન જીનાં દુષ્કર્મો (ભાઠા આચરણે ) જેઈ, પરિણામે જ્યારે કશું વળે એવું નથી જ એમ સમજાય ત્યારે નકામા ઉશ્કેરાઈ નહિ જતાં નિરુપાયપણે તેમનાથી અળગા જ રહી મધ્યસ્થભાવ દાખવો, જેથી કશી હાનિ થયા વગર સ્વહિત તે અવશ્ય જળવાઈ રહે. ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૩૩૬. ]
--