________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી સુમતિ અને સુશીલ એ બે બંધુઓને તાત્વિક સંવાદ
સુમતિ–ભાઈ સુશીલ ! તમારું સદાચરણ-સવર્તન જોઈને હું ઘણે જ ખુશ થયો છું. સદાચરણ વગરનું એકલું જ્ઞાન કેવળ બોજારૂપ (ભારભૂત) છે એમ હું માનું છું.
સુશીલ–ભાઈ સુમતિ ! આપ પોતે ગુણી અને ગુણરાગી છો, મને આપનું કહેવું યથાર્થ લાગે છે, કેમ કે તત્વના જાણ પુરુષોએ એમ જ કહેલું છે કે સદાચરણ વગરનું લૂખું–શુષ્ક જ્ઞાન માત્ર ગધેડા ઉપર લાદેલા બાવનાચંદનના કાષ્ઠની પેઠે કેવળ બેજારૂપ છે, તેથી કાંઈ વાસ્તવિક સુખ પમાતું નથી અને પાપતાપ દૂર કરી શકાતો નથી તેમ જ તેથી દુર્ગતિનાં દ્વારા બંધ થઈ સગતિનાં દ્વાર ઉઘડતાં નથી.
સુમતિ–ખરેખર જે જ્ઞાનવડે અમૃત જેવું સદાચરણ સેવી લેવાય તો જ તે લેખે થાય છે અને તેથી સુખ-સેભાગ્ય સાંપડે છે. અન્યથા તે મિથ્યાભિમાનવડે નકામા વાદવિવાદમાં ઉતરી જવાથી સ્વપરની ભારે ખરાબી થવા પામે છે.
સુશીલ–સૂર્યને પ્રકાશ થયે છતે જેમ અંધકાર ટકી શકતો નથી તેમ ખરું વાસ્તવિક તત્ત્વજ્ઞાન પ્રગટ થયે છતે રાગદ્વેષ અને મહાદિક મહાવિકારો ટકી શકતા નથી અને આચાર વિચાર યા વર્તન બહુ ઊંચા પ્રકારનું થાય છે.
સુમતિ–ખરેખર આ માનવદેહાદિક ઉત્તમ સામગ્રી પામી, બુદ્ધિબળ વાપરી, સત્સંગ કરી, તત્ત્વજ્ઞાન મેળવી, સત્યાસત્ય, હિતાહિત, લાભાલાભ અને ગુણદોષનો પુખ્ત