________________
[ ૨૫૬ ]
શ્રી કપૂરવિજયજી ( ૩ ) આત્મ ઉત્કર્ષ–ઉન્નતિનાં જરૂરી સાધન પ્રથમ સાધન-ઉદ્યોગ. બીજું સાધન–નિષ્કામ સ્વાઈત્યાગ. ત્રીજું સાધન-પ્રેમ. ચોથું સાધન-ઉત્સાહ કિંવા પ્રસન્નતા
જે તમે સદબુદ્ધિથી તમારું કાર્ય કર્યા જશો તો પછી બાહ્ય મદદ માગવાની કે તેની ચિંતા કરવાની તમને કંઈ જરૂર રહેશે નહીં, પરંતુ તમને મદદ મળવી જ જોઈએ અને મદદગારે તમને શોધતાં આવવું જ જોઈએ.
પાંચમું સાધન-નિર્ભયતા. પિતાના અંત:કરણમાં પવિત્રતા–શુદ્ધતા લાવશે એટલે અશુદ્ધ કે અમંગળ કંઈ જ તમારી સામે આવી શકશે નહિ.
છઠું સાધન-સ્વાવલંબન. પિતાની જાતને હીન, દીન, દુર્દેવી, પતિત અને પાપી માની બેસશે નહિ. તમે જ પરમેશ્વર સ્વરૂપ છે. તમે તમારી પોતાની જે કિંમત ઠરાવશે તેના કરતાં અધિક કિંમત કઈ કરશે નહિ.
સત્ય ઉપર વિશ્વાસ રાખો અને પ્રભુ સાથે એકતા કરોઅનુભવો એટલે તમે મુક્ત જ છે.
જેમ વૈદ્ય રંગીન રોગ પિતાને નહિ લગાડી દેતાં તેને સારો કરે છે, તેમ કર્મની સાથે અનાસક્ત વ્યવહાર રાખે, અનાસક્ત સાક્ષીની પેઠે કર્મક્રિયા કરે અને મુક્ત રહે.
સાતમું સાધન–પવિત્રતા અથવા સદાચાર.