SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૨૫૭ ] જેવી જેની મતિ તેવી તેની ગતિ. આપણું દારિદ્રય પણ આપણે જ નિર્માણ કર્યું છે, એમ સમજીને તેને આનંદથી ઉપભોગ કરી, માનવ જાતિનું હિત કરવાના વિચારોથી હમેશાં અસ્વસ્થ રહેશે નહિ. ખરું સામર્થ્ય પ્રગટ કરવા તથા ખીલવવા સદા ય સાવધાન રહેજો. અહંકારથી દૂર રહીને કર્મ-ક્રિયા આચરે. મનુષ્યની નિંદા તથા સ્તુતિની દરકાર ન કરે, તે તમને આડે રસ્તે દરશે. ખરું લક્ષ ચૂકશે નહિ. આત્મ-ઉન્નતિ ઈચ્છનારે યુક્ત સાધનોને ઠીક લક્ષમાં રાખી યથાસાધ્ય તેનો ઉપગ કર જોઈએ. ઈતિશમ. [ જેન. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૩૬૨ ] (૪) ખરું જ્ઞાન અને શિક્ષણ ૧ ખરું જ્ઞાન અને શિક્ષણ આત્માની અંદરથી જ પ્રગટે છે; પુસ્તકમાંથી કે બીજાના મગજમાંથી આવતું નથી. ૨ આત્મા સાથે તાદાત્મ્ય સ્કૂરણા થવી અને સર્વ વિશ્વ સાથે એકતા થવી એ અજબ વાત છે. ૩ જ્યારે જ્યારે આત્માનો વિકાસ થાય છે ત્યારે ત્યારે તે અનેક જૂની અશક્તિઓને ત્યાગ કરે છે. ૪ ખરા ત્યાગથી જ અમર તત્વ મળે છે. ૧૭
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy