________________
[ ૧૩૫ ]
શ્રી કપૂરવિજયજી રમણિક–પણ વડીલે તો એ બધું ય સારી બુદ્ધિથી જ કરતા હશે ને?
સુબુદ્ધિ આગળ પાછળને પૂરતે વિચાર કર્યા વગર આપમતિથી કરેલું બધું ય સારું હોઈ શકે નહિ. જેનું પરિણામ ખોટું આવે તે સારું કેમ કહેવાય ? ' રમણિક–ખરેખર નહિ જ. ત્યારે તો માબાપાદિક વડીલોએ આગળ પાછળ લાંબી નજર દોડાવીને જેમ પોતાનાં બાળકોનું ભવિષ્ય સુધરે અને ઉજજવળ થાય (દીપે) તેમ જ તેમણે બાળકોના હિતાહિતનો પૂરતો વિચાર કરીને જ પગલાં ભરવાં જોઈએ. ફક્ત પિતાની ક્ષણિક ઈચ્છાની તૃપ્તિ કરવા માટે નાદાન બાળકોને લગ્નનાં દઢ બંધનમાં નાંખવાની તાલાવેલી તે ન જ કરવી જોઈએ; કેમકે એથી ઘણાં જ માઠાં પરિણામ આવતાં નજરે દેખાય છે. અરે ! એ બાળલગ્નોથી તે અકાળે વીર્યવિનાશ થઈ જવાથી અનેક જોડલાંનાં મરણ પણ નીપજે છે.
સુબુદ્ધિ-ખરેખર પોતાનાં વહાલાં બાળકોનું એકાન્ત હિતચિંતવન ન કરવું, તેમના કલ્યાણના માર્ગમાં જે કંઈ ખામી કે અંતરાય નડતાં હોય તે દૂર કરવાં, તેઓ પ્રસન્નતાથી હિતમાગે વિહરતા હોય તે જોઈને પ્રમુદિત-પ્રસન્ન થવું, અને સત્ય હિતમાગે પ્રવર્તતાં ક્યાંક કદાચ ખલના થાય તો તેથી ખિન્ન થયા વગર તેમનું હિત જ કરવા અસ્મલિત ઉદ્યમ કર્યા કરે, એ જ માબાપ આદિ વડીલેનું સ્વબાળકો પ્રત્યે અવશ્ય કર્તવ્ય છે. તેવા ઉચિત અને હિતકારી કર્તવ્યની જેઓ ઉપેક્ષા કરે છે અને આપમતિથી અહિત-વિપરીત આચરણ કરવા વડે નિજ