________________
લેખ સંગ્રહ
| [ ૧૩૧ ] આળસ, જડતા, મંદતા, સ્વછંદતા, નિર્બળતા અને નિર્માલ્યતા આટલાં બધાં કેમ વધી ગયા હશે ?
સુબુદ્ધિ–ભાઈ ! એ બધા ય દોષનું મૂળ કારણ મેહવશ સ્વકર્તવ્યનું ભાન જ નહિ હોવું એટલે અજ્ઞાનતાથી સ્વક્તવ્યનું વિસ્મરણ અને અકૃત્યેનું વારંવાર સેવન, એ સિવાય મને તે બીજુ કંઈ લાગતું નથી. કેમ તે તારાથી સમજાય છે કે નહિ ?
રમણિક—ભાઈ સાહેબ! એ વાત કેવી રીતે સ્પષ્ટ સમજી શકાય એ કહેવા આપ જ કૃપા કરશો.
સુબુદ્ધિ-પ્રથમ તો માબાપ આદિ વડીલે જ પતીકાં કોમળ વયનાં તેમનાં બાળકોને ભવિષ્યનો કશે લાંબો પહોળો વિચાર કર્યા વગર કવખતનાં લગ્નબંધનમાં નાંખે છે અને પોતે પિતાની એક અગત્યની ફરજ બજાવી લીધી એમ માને છે. જે વખતે બાળકોને સંભાળપૂર્વક સર્વ પ્રકારની ઉપગી કેળવણી ફરજીયાત મળવી જોઈએ, જે વખતે તેમનાં શરીરબળ, મને બળ, વિચાબળ અને હૃદયબળ( શ્રદ્ધાબળ-જ્ઞાનબળ અને ચારિત્રબળ)ને યોગ્ય સાધનબળથી સારી રીતે ખીલવવાં જોઈએ, જે વખતે હિત, મિત અને નિર્દોષ એવા સાત્ત્વિક ખાનપાન, અંગકસરત અને યેગ્ય અભ્યાસ સામગ્રીને આખા શરીરના રાજા જેવા વીર્યનું સારી રીતે સર્જન અને સંરક્ષણ તેને થવાથી બ્રહ્મચર્ય વડે તેનું શરીરાદિકનું સરસ બંધારણ થવું જોઈએ વખતે આપણું મુગ્ધ માબાપો પિતાનાં નાજુક વયનાં બાળકોને લગ્નના ફાંસામાં નાંખી, તેમનું સર્વસ્વ લૂંટી લઈ અને લુંટાવા દઈ, ચિંતાતુર બનાવી તેમના કેવા હાલહવાલ કરી મૂકે છે અને તેના કેવા માઠા પરિણામ આવે છે એ જગજાહેર છે.