________________
આ બે મુખ
પુરષવિશ્વાસે વચનવિધાસ” એ સનાતન સૂત્રને ધ્યાનમાં રાખી આ “લેખસંગ્રહ'માં એકત્રિત કરાયેલી વિવિધ સામગ્રી સંબંધમાં કંઈ વાત કરતાં પૂર્વે એને લેખક મુનિરાજ શ્રીપૂરવિજયજીના જીવનમાં ડેકિયું કરીએ.
આતમધ્યાની શ્રમણ કહાવે, બીજા તો વ્યલિંગી રે મહાત્મા શ્રી આનંદઘનજીનું ઉપરનું વાક્ય ટંકશાળી છે. વીસમી સદીમાં વિચરતાં સાધુમહારાજાઓ માટે જે એને “માપા” તરીકે સ્વીકારીએ તે, માત્ર આંગળીના ટેરવે ગણાય તેટલાં જ મુનિઓ યથાર્થ માપમાં ઊતરે અને એમાં વિના સંકોચે કહેવું જોઈએ કે સદ્દગત મહાત્મા મુનિશ્રી કપૂરવિજયજીનું સ્થાન ધરિપદે આવે. શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના સંઘાડામાં પ્રતિભાસંપન્ન અને વિદ્વાન સાધુઓ તે સારી સંખ્યામાં થયા છે પણ તેઓશ્રીના જેવા શાંતમૂર્તિ તે મુનિશ્રી કપૂરવિજયજી એકલાને જ લેખી શકાય. | મુનિ શ્રી કપૂરવિજયજીને જાતજાતના વિશેષણોથી અલંકૃત એવી કઈ મેટી પદવીઓને ભાર વહન કરવાનો નહતો. એ પ્રતિ તેઓશ્રીનું લક્ષ્ય જ નહોતું એમ કહી શકાય. તેમનું જીવન ઘણુંખરી રીતે શ્રીમદ આનંદઘનજી કે શ્રી ચિદાનંદજી જેવા અધ્યાત્મરસિક સંતના જીવન સહ વધુ બંધબેસતું આવે છે અને તેથી જ અભ્યાસ, આવડત અને અનુયાયી હોવા છતાં પદલાલસા તેમના મનમાં પ્રવેશી શકી નથી કે પદવીને મોહ તેમના હૃદયને સ્પર્શી શક્યો નથી.