________________
બોલાવવા પાછળ રહેલ હાદિક સદ્દભાવ અને આદરેલ કાર્યને અંત સુધી પહોંચાડવાની વ્યવહારદક્ષતા ખાસ આકર્ષક હોઈ અભિનંદનને યોગ્ય છે.
સદ્દગતનું સ્મારક આ રીતે સ્થાયી આકારમાં થતું જોઈ કઈ પણ મુમુને આનંદ થયા વગર રહેશે નહિ. એક પ્રતિમા કરાવવી અથવા મહોત્સવ કરે તે કરતાં આ સ્મારક સાચું અને ચિરંજીવ છે એમાં બેમત પડવા સંભવ નથી. સદ્દગતના દેહવિલયને બીજે જ દિવસે આવા
સ્મારકની જરૂરીઆત અને યોગ્યતા પર એક ઉલ્લેખ મેં શ્રી જૈન ધર્મ પ્રકાશમાં કર્યો હતો તેને પંન્યાસ શ્રી પ્રતિવિજયજીના સદુપદેશથી વ્યવહારુ આકાર મળ્યો જાણે મને ખૂબ આનંદ થાય છે. આ લેખ સંગ્રહનો સદુપયોગ થવાથી સદ્દગત તરફનું ઋણ કાંઈક ઓછું થાય છે અને ભવ્યાત્માને પુણ્યબંધ તેમજ નિજેરાનું કારણ છે, એ દૃષ્ટિ ધ્યાનમાં રાખી જે ઉદાર બંધુઓએ એમાં નાની મોટી સહાય કરી છે તેને સાભાર સ્વીકાર કર્યો છે અને જે હવે પછી કરશે તેનો સમિતિ સ્વીકાર કરશે.
જેમ વેલાને વાડની જરૂર છે તેમ એ સદ્દગત મહાત્માને શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને આધાર એટલે બધા સુંદર મળી ગયો કે જેથી તેમના પુષ્કળ લેખે તે સભાએ શ્રી જૈન ધર્મ પ્રકાશદ્વારા પ્રગટ કર્યા, તદુપરાંત એમની પ્રેરણાથી શરૂ કરેલ શ્રી બુદ્ધિ-વૃદ્ધિ-કર-ગ્રંથમાળામાં નાના મોટા ૩૬ મણકાઓ પ્રસિદ્ધ કરી એ મહાપુરુષના પ્રયાસને એવો જીવંત બનાવ્યો છે કે તેને અંગે એ સભાને પણ આ પ્રસંગે આભાર માન ઘટે છે. એ સભાના મુખ્ય કાર્યવાહકે એ મહાત્મા પર પૂર્ણ ભક્તિવાળા હોવાથી આ કાર્યને બહુ સારું ઉત્તેજન મળ્યું છે.
એમના લેખનું સાહિત્યદૃષ્ટિએ અવલોકન હવે પછી પ્રસિદ્ધ થનાર લેખમાળામાં કરવાની ભાવના રાખી અત્ર સર્વ સહાય કરનારનો આભાર માની વિરમીશ.
મુંબઈ પાયધુની ] ગોડીજી મહારાજનો ઉપાશ્રય
મો. ગિ. કાપડીઆ પ્ર. શ્રાવણ શુક્લા તૃતીયા: સં. ૧૯૯૫J