________________
લેખ સંગ્રહ
[ ૨૪] પરંપરા પામ! અને કોઈ પણ પ્રાણું પાપાચરણ મ કરો ! એટલે પાપાચરણથી ડરી તેનાથી દૂર રહે! ઈતિશમ.
[ જે. ધ. પ્ર, પુ. ૨૯, પૃ. ૧૬૫] બ્રહ્મચર્યની નવ વાડોનો ટૂંક સારાંશ. બ્રહ્મચર્ય વ્રતધારી ભાઈબહેનના હિત માટે પૂર્વ મહાપુરુષના
વચનાનુસાર.
વાડ પહેલી. ' (૧) બ્રહ્મચર્ય વ્રતના રક્ષણાથે નીચે જણાવ્યા મુજબ નિર્દોષ સ્થાનમાં નિવાસ કરવો અને બીજા પણ બતાવેલા નિયમે, કાળજીથી પાળવા.
જ્યાં સ્ત્રી, પશુ, પંડગ-નપુંસકને નિવાસ હોય ત્યાં શીલવ્રતધારી પુરુષોએ રહેવું જોઈએ નહિ, કેમકે તેથી સહેજે વ્રત-વિરાધનાને પ્રસંગ આવી પડે છે, માટે જ
જ્યાં વસતાં કામવિકાર ઉત્પન્ન થવા પામે નહિ એવાં જ સ્થાન બ્રહ્મચર્યવ્રતધારી સ્ત્રી પુરુષોએ રહેવા માટે પસંદ કરવાં જોઈએ અને એવાં નિર્દોષ સ્થાનમાં પણ બ્રહ્મચર્યવ્રતની રક્ષા માટે સાવધાન રહેવું જોઈએ.
હેતુ-જેમ વૃક્ષની ડાળ ઉપર વસતો વાનર એવી સંભાળથી રહે છે કે તેને ભૂમિ ઉપર પડી જવાનો પ્રસંગ ન બને, જેમ પાંજરામાં રહેલે પોપટ એવી સંભાળ રાખ્યા કરે છે કે પતે માંજારના સપાટામાં આવી ન જાય, વળી જેમ સુંદરીસ્ત્રી જળનું ભરેલું બેઠું શિર પર છતાં એને એવી યુકિતથી સાચવી રાખે છે કે પડી ન જાય, તેમ બ્રહ્મવ્રતધારી પણ