________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી
અને સંખ્યા તથા
હજુ તે દિશામાં જોઇએ તેટલા પ્રમાણમાં લક્ષ આપતા નથી. શ્રીમંત લેાકેાના માટે ભાગ પ્રાય: અલ્પજ્ઞ હાવાથી તે ઘણે ભાગે દ્રવ્યના વ્યય મેાજશેખમાં કે બીનજરૂરી ખાદ્ય આડંબરમાં કરે છે. વિદ્વાન્ મુનિજના અને શાસનપ્રેમી શ્રાવકો તેમને દ્રવ્યના વ્યય એવા જરૂરી માગે કરવાને કહે છે કે જેથી દિનદિન ગરીમી સ્થિતિમાં સપડાતી મળમાં કમજોર થતી પેાતાની જૈન પ્રજાની યા જૈન સમાજની વાસ્તવિક ઉન્નતિ થવા પામે. તેઓ કહે છે કે “તમે જેટલે પૈસા અત્યારે એચ્છવ-મહાચ્છવમાં, જમણવારમાં, લગ્નપ્રસ ગામાં, વરઘેાડા ચઢાવવામાં અને નાનાપ્રકારની ખટપટા ઊભી કરી અદાલતામાં ખચી નાંખેા છે, તેટલેા બધે નહિ તે તેને અમુક સારા હિસ્સા તમારા સ્વધમી ભાઇબહેનાને કે તેમનાં બાળકાને ઊંચી પાયરી ઉપર ચઢાવવા ઘટતી કેળવણી આપવામાં ખર્ચવાની ઉદારતા વાપરા તે તમે જૈનપ્રજાનુ વિશેષ હિત કરી શકશેા. ” સુભાગ્યની નિશાની છે કે શ્રીમતેામાંના ઘેાડા ઘણાએ એ વાતને કઇક લક્ષમાં લીધી જણાય છે, જેના પરિણામે તેએ હવે અન્ય સમાજોની પેઠે પેાતાના સમાજની ઉન્નતિ કરવા જૈન બેડીંગા, માળાશ્રમ વગેરે સ્થાપવા કંઇક ફાળા આપે છે; પરંતુ જે ખાતાએ નીકળે છે તેને પાકા પાયા ઉપર નભી રહે તેવા મજબૂત બનાવવા અને તેમાં વધારે ને વધારે મદદ કરવાની પેાતાની ફરજ જેમ તેએ અધિક સમજશે તેમ તેઓ સ્વસમાજનું મહત્ત્વ વધારી સારી રીતે સાચવી, શાસનસેવા બજાવી મેટુ પુન્ય ઉપાઈ શકશે. ઇશમ્
[ જે. ૧. પ્ર. પુ. ૩૩, પૃ. ૩૫૭ ]