________________
લેખ સંગ્રહ
[ ૭૫ ]
સાચા મિત્રના લક્ષણ
पापान्निवारयति योजयते हिताय, गुह्यं निगूहते गुणान् प्रकटीकरोति । आपद्गतं न च जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदं प्रवदन्ति धीराः ॥ १ ॥
દુ:ખવિપાકને દેવાવાળા અને આત્માને મિલન કરનારાં યાવતુ નીચી ગતિમાં લઇ જઇ ભવઅટવીમાં વારંવાર ભમાવનારાં હિંસા, અસત્ય, અદત્ત-ચારી, મૈથુન-વિષયલાલસા, પરિગ્રહ-દ્રવ્યમમતા, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન-મિથ્યા આળ, પેશુન્ય-ચાડી, રતિ અતિઇષ્ટ અનિષ્ટમાં પ્રીતિ-અપ્રીતિ, પરપરિવાદ-નિંદા, માયામૃષાવાદ– છેતરપીંડી, મિથ્યાશત્યરૂપ સકળ પાપસ્થાનકેાથી જે આપણને સમજાવી પાછા વાળે, તે તે પાપમળથી આપણા આત્માને મિલન થતા અટકાવે, એટલું જ નહિં પણ જે જે સુકૃત્યાથી આપણે સુખી થઇ શકીએ એવા હિતમામાં આપણને જોડી આપે, આપણને સદા ઉન્નતિના જ માર્ગે ચાલવા પ્રેરણા કરે, આપણામાંના દોષની ઉપેક્ષા કરે-દોષને ઉઘાડા કરી આપણી વિગેાવણા થાય તેવું કદાપિ ન કરે, પરંતુ દોષ માત્ર દૂર થાય તેવા કાળજીપૂર્વક પ્રયત્ન કરે, તેમ જ અન્ય જના જેનુ અનુકરણ કરી ઉન્નતિ પામી શકે એવા જે સદ્દગુણા તેમને જાય તે પ્રસિદ્ધ કરે, જેમ સુગંધી પુષ્પના પરિમલને પવન દૂતર પ્રસારે છે તેમ સામાના સદ્ગુણ્ણાને સ્તુતિપ્રશંસાદ્વારા જનસમૂહમાં વિસ્તારવા કોશીશ કરે અને સુખ દુ:ખમાં